A A A A A

ભગવાન: [આશીર્વાદ]

એલજે ૬:૩૮
આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”

મેથ્યુ ૫:૪
જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે.

ફિલિપીયન ૪:૧૯
મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.

ગીતશાસ્ત્ર ૬૭:૭
ઈશ્વર આપણને આશીર્વાદ આપશે; અને પૃથ્વીની સર્વ સીમાઓ તેમનાથી બીશે.

નંબર્સ ૬:૨૪-૨૫
[૨૪] ‘યહોવા તને આશીર્વાદ આપો, ને તારું રક્ષણ કરો.[૨૫] યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો, ને તારા પર કૃપા કરો.

ફિલિપીયન ૪:૬-૭
[૬] કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.[૭] અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હ્રદયોની તથા મનોની સંભાળ રાખશે.

જેમ્સ 1:17
દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.

યિર્મેયાહ ૧૭:૭-૮
[૭] જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે, ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે.[૮] તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાનાં મૂળ ફેલાવે છે, ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહિ, પણ તેનાં પાંદડાં લીલાં રહેશે. અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહિ, ને ફળ આપ્યા વિના રહેશે નહિ.

યશાયાહ 41:10
તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.

જ્હોન ૧:૧૬
કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા.

જિનેસિસ ૨૨:૧૬-૧૭
[૧૬] “યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે, તેં એ કામ કર્યું છે, ને તારા દિકરાને તારા એકના એક દિકરાને, પાછો રાખ્યો નથી;[૧૭] તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે.

જિનેસિસ ૨૭:૨૮-૨૯
[૨૮] માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ, ને પૃથ્વીની રસાળ જગા, તથા પુષ્કળ ધાન્ય તથા દ્રાક્ષારસ આપો.[૨૯] લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દિકરા તારી આગળ નમો; જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે.”

ગીતશાસ્ત્ર ૧:૧-૩
[૧] જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે![૨] પણ યહોવાના નિયમશાસ્‍ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્‍ત્રનું મનન કરે છે[૩] વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.

ગીતશાસ્ત્ર ૨૩:૧-૪
[૧] દાઉદનું ગીત. યહોવા મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.[૨] તે લીલાં બીડમાં મને સુવાડે છે; ‍ તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે.[૩] તે મારા આત્માને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.[૪] જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું, તોયે હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.

૨ સેમ્યુઅલ ૨૨:૩-૪
[૩] મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.[૪] યહોવા જે સ્તુતિપાત્ર છે, તેમને હું હાંક મારીશ; એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

૧ જ્હોન ૫:૧૮
આપણે જાણીએ છીએ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી. પણ ઈશ્વરથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે, અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી.

ગીતશાસ્ત્ર ૧૩૮:૭
જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.

૨ કોરીંથી 9:8
વળી ઈશ્વર તમારા પર સર્વ [પ્રકારની] પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશાં તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામોની વૃદ્ધિ કરતા રહો.

ફિલિપીયન 4:7
અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હ્રદયોની તથા મનોની સંભાળ રાખશે.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016