A A A A A

પાપ: [વ્યસન]


૧ કોરીંથી 10:13-14
[13] માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.[14] એ માટે, મારા વહાલાઓ, મૂર્તિપૂજાથી નાસી જાઓ.

૧ જ્હોન 2:16
કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.

૧ કોરીંથી ૧૫:૩૩
ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.

જેમ્સ ૪:૭
માટે તમે ઈશ્વરને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.

૧ કોરીંથી ૬:૧૨
બધી વસ્તુઓની મને છૂટ છે. પણ બધી લાભકારી નથી. બધી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી.

૧ પીટર ૫:૧૦
સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.

ગીતશાસ્ત્ર ૫૦:૧૫
સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા [પ્રગટ] કરશે.”

રોમન ૫:૩-૫
[૩] અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને,[૪] અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે,[૫] અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.

૧ કોરીંથી ૬:૯-૧૧
[૯] શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,[૧૦] ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.[૧૧] વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.

ટાઇટસ ૨:૧૨
તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે, અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું.

જેમ્સ ૧:૨-૩
[૨] મારા ભાઈઓ, જયારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો,[૩] કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષા [માં પાર ઊતર્યા] થી ધીરજ ઉત્પન્‍ન થાય છે.

હિબ્રૂ ૪:૧૫-૧૬
[૧૫] કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહિ એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખયાજક છે.[૧૬] એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.

જ્હોન ૩:૧૬-૧૭
[૧૬] કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.[૧૭] કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.

ફિલિપીયન ૪:૧૩
જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.

ગીતશાસ્ત્ર ૯૫:૮
જેમ મરીબામાં, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,

મેથ્યુ ૬:૧૩
અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.]

મેથ્યુ ૨૬:૪૧
જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો! આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.”

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016