A A A A A

પાપ: [ગર્ભપાત]


૧ કોરીંથી ૧:૨૭
પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે.

પુનર્નિયમ ૨૪:૧૬
છોકરાંને લીધે પિતા માર્યા ન જાય, ને પિતાને લીધે છોકરાં માર્યા ન જાય, દરેક માણસ પોતપોતાનાં પાપને લીધે માર્યો જાય.

પુનર્નિયમ ૩૦:૧૯
હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતા રહે:

ગલાટિયન ૧:૧૫
પણ ઈશ્વર જેમણે મને મારા જન્મના દિવસથી જ જુદો કર્યો હતો, તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો તેમને જયારે એ પસંદ પડયું.

યશાયાહ ૪૩:૨૫
જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.

યશાયાહ ૪૪:૨૪
તારો ઉદ્ધાર કરનાર યહોવા, ને ગર્ભસ્થાનથી તારો બનાવનાર, એવું કહે છે, “હું યહોવા સર્વનો કર્તા છું. જે એકલો આકાશોને પ્રસારે છે, ને પોતાની મેળે પૃથ્વીને વિસ્તારે છે;

એફેસી ૧:૭
એમનામાં, એમના લોહીદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.

નિર્ગમન ૪:૧૧
અને યહોવાએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? અને મૂંગો કે બહેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે યહોવા નથી?

યશાયાહ ૬૪:૮
હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર; અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.

યિર્મેયાહ ૧:૫
“ગ્રભસ્થાનમાં ઘડયા પહેલાં મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનાંથી બહાર આવ્યા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નીમ્યો છે.”

ગીતશાસ્ત્ર ૧૦૦:૩
યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.

ગીતશાસ્ત્ર ૧૨૭:૩
બાળકો તો યહોવાનું આપેલું ધન છે; પેટનાં સંતાન તેમના તરફનું પ્રતિદાન છે.

એલજે ૨:૬-૭
[૬] તેઓ ત્યાં હતાં, એટલામાં તેના દિવસ પૂરા થયા,[૭] અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લૂગડામાં લપેટીને ગભાણમાં સૂવાડ્યો, કારણ કે તેઓને માટે ધર્મશાળામાં કંઈ જગા ન હોતી.

એફેસી ૧:૩-૪
[૩] આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;[૪] એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.

૧ કોરીંથી ૬:૧૯-૨૦
[૧૯] તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી.[૨૦] કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો.

યશાયાહ ૪૫:૯-૧૧
[૯] જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ! માટીનાં ઠીકરાંમાં તે ઠીકરું જ છે! શું માટી ઘડનારને પૂછે કે, ‘તું શું કરે છે?’ અને શું તારું કામ [કહે કે,] ‘તારા કામને હાથ નથી?’[૧૦] જે પિતા ને પૂછે, ‘તું કોને જન્મ આપે છે?’ અને સ્ત્રીને કહે, ‘તું કોને જન્મવવા કષ્ટાય છે’ તેને અફસોસ!”[૧૧] ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] તથા એનો બનાવનાર યહોવા કહે છે, “ભવિષ્યની બિનાઓ વિષે તમે મને પૂછશો? મારા પુત્રો સંબંધી તથા મારા હાથનાં કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો?

નિર્ગમન ૨૧:૨૨-૨૫
[૨૨] અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકશાન ન થાય; તો તે સ્‍ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે.[૨૩] પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ,[૨૪] આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,[૨૫] બાળવાને બદલે બાળવું, ધાને બદલે ઘા, ફટકાને બદલે ફટકો, ભરી આપવાં.

ગીતશાસ્ત્ર ૧૩૯:૧૩-૧૬
[૧૩] મારું અંત:કરણ તમે ઘડ્યું છે; અને મારી માના પેટમાં તમે મારી રચના કરી છે.[૧૪] ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે. માટે હું તમારી આભારસ્તુતિ કરીશ. તમારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી રીતે જાણે છે.[૧૫] જ્યારે મને અદશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તમને અજાણ્યું ન હતું.[૧૬] મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.

એલજે ૧:૪૧-૪૪
[૪૧] એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને[૪૨] મોટા સ્વરે કહ્યું, “સ્‍ત્રીઓમાં તને ધન્ય છે, ને તારા પેટના ફળને ધન્ય છે![૪૩] એ [કૃપા] મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે છે?[૪૪] કેમ કે જો તારી સલામનો અવાજ મારા કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.

નિર્ગમન ૨૦:૧-૧૩
[૧] અને ઇશ્વરે આ સર્વ વચનો બોલતાં કહ્યું,[૨] “મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું.[૩] મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય.[૪] તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર.[૫] તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,[૬] ને મારા પર જેઓ પ્રેમ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું.[૭] તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.[૮] સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ.[૯] છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર;[૧૦] પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઇ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી;[૧૧] કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.[૧૨] તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.[૧૩] તું ખૂન ન કર.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016