A A A A A

રહસ્યો: [ડ્રેગન]


એઝેકીલ ૨૯:૩
અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.

એઝેકીલ ૩૨:૨
“હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, તને પ્રજાઓના જુવાન સિંહની ઉપમાં આપેલી હતી, તો પણ તું સમુદ્રમાંના અજગર જેવો છે. તેં તારી નદીઓમાં ઘસારો કર્યો છે, ને તારા પગથી પાણીને ડહોળીને તેમની નદીઓને મેલી કરી નાખી છે.

યશાયાહ ૨૭:૧
તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.

યશાયાહ ૫૧:૯
રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?

જોબ ૭:૧૨
શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે, તું મારા પર પહેરો મૂકે?

જોબ ૪૧:૧૮-૨૧
[૧૮] તે છીંકે છે ત્યારે પ્રકાશ ચમકે છે, અને તેની આંખો પ્રભાતની આંખનાં પોપચાં જેવી છે.[૧૯] તેના મુખમાંથી બળતી મશાલો નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ નીકળે છે.[૨૦] તેનાં નસકોરાંમાંથી ઊકળતા પાણીની વરાળ તથા બળતી મશાલોના ધુમાડા જેવું નીકળે છે.[૨૧] તેના શ્વાસથી કોયલા સળગી ઊઠે છે, અને તેના મુખમાંથી ભડકા નીકળે છે.

ગીતશાસ્ત્ર ૧૮:૮
તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠયા

ગીતશાસ્ત્ર ૪૪:૧૯
તો પણ તમે શિયાળવાંની જગામાં અમને કચડ્યા છે, ને મોતની છાયાથી અમને ઢાંકી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર ૭૪:૧૩
તમે તમારા સામર્થ્યથી સમુદ્રના ભાગ પાડ્યા; તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં.

પ્રકટીકરણ ૧:૭
જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.

પ્રકટીકરણ ૧૧:૭
જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, ત્યારે જે શ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે, અને તેઓને મારી નાખશે.

પુનર્નિયમ ૩૨:૩૩
તેઓનો દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.

પ્રકટીકરણ ૧૩:૮
જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.

પ્રકટીકરણ ૧૬:૧૩
ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા શ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકોના મોંમાંથી દેડકાંના જેવા ત્રણ અશુદ્ધ આત્મા [નીકળતા] મેં જોયા.

નિર્ગમન ૭:૧૦-૧૨
[૧૦] અને મૂસા તથા હારુન ફારુનની પાસે ગયા, અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે તેઓએ કર્યું, અને હારુને પોતાની લાકડી ફારુનની આગળ તથા તેના સેવકોની આગળ જમીન પર નાખી, એટલે તે સર્પ થઈ ગઈ.[૧૧] ત્યારે ફારુને પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. અને મિસરના તે જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કર્યું.[૧૨] કેમ કે તેમાંના પ્રત્યેકે પોતાની લાકડી જમીન પર નાખી, ને તેમના સર્પ બની ગયા; પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ.

જોબ ૪૦:૧૫-૨૦
[૧૫] મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે તેને જો; તે બળદની જેમ ઘાસ ખાય છે.[૧૬] તેનું બળ તેની કમરમાં છે, તેની શક્તિ તેના પેટની રજ્જુઓમાં છે.[૧૭] તે પોતાની પૂંછડી દેવદારની જેમ હલાવે છે; તેના સ્નાયુઓ એકબીજા સાથે સજડ જોડાયેલા છે.[૧૮] તેનાં હાડકાં પિત્તળની નળીઓ [સરખાં] છે; તેની પાંસળીઓ લોઢાના સળિયા જેવી છે.[૧૯] તે ઈશ્વરની કૃતિઓમાં શ્રેષ્ઠ છે. તેના સરજનહારે તેને તેની તરવાર આપી.[૨૦] જ્યાં સર્વ રાની પશુઓ રમે છે તેવા પર્વતોમાં તેને માટે તે ચારો ચોકકસ ઉગાવે છે.

પ્રકટીકરણ 12:1-17
[1] [ત્યારે પછી] આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્‍ત્રી [જોવામાં આવી], તેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર બાર તારાનો મુગટ હતો.[2] તે ગર્ભવતી હતી; તેને પ્રસવેદના થતી હતી, અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી.[3] વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું:જુઓ, મોટો લાલ અજગર હતો, તેને સાત માથાં ને દશ શિંગડાં હતાં. અને તેનાં માથાં પર સાત મુગટ હતા.[4] તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.[5] તેને પુત્ર, નરબાળક, અવતર્યો, એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે, તેના બાળકને ઊંચકીને ઈશ્વર પાસે તથા તેમના રાજયાસન પાસે લઈ જવામાં આવ્યો.[6] અને તે સ્‍ત્રી અરણ્યમાં નાસી ગિઈ, ત્યાં ઈશ્વરે તેને માટે, બારસો સાઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે.[7] પછી આકાશમાં લડાઈ જાગી. મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડયા, અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા.[8] તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ.[9] તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.[10] ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતાં સાંભળી કે, હવે તારણ, પરાક્રમ, અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે, કેમ કે અમારાં ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકવામાં આવ્યો છે.[11] તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ.[12] એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.[13] જયારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્‍ત્રીને નરબાળક અવતર્યો હતો તેને તેણે સતાવી.[14] તે સ્‍ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી કે, જેથી તે અજગરની [નજર] આગળથી અરણ્યમાં પોતાને [નીમેલે] સ્થળે ઊડી જાય, અને ત્યાં સમય તથા સમયો તથા અર્ધા સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે.[15] ત્યારે અજગરે તે સ્‍ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂકયો કે, તેના પૂરથી તે તણાઈ જાય.[16] પણ પૃથ્વીએ તે સ્‍ત્રીને સહાય કરી, એટલે તે પોતાનું મોં ઉઘાડીને અજગરે પોતાના મોમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ.[17] ત્યારે અજગર તે‍‍ સ્‍ત્રી પર ગુસ્સે થયો, અને તેનાં બાકીનાં સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.

પ્રકટીકરણ 13:1-18
[1] પછી મેં એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દશ શિંગડાં તથા સાત માથાં હતાં, અને તેનાં શિંગડા પર દશ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં.[2] જે શ્વાપદને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવ હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજયાસન તથા મોટો અધિકાર આપ્યાં.[3] મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખું જગત શ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું.[4] અને અજગરે શ્વાપદને અધિકાર આપ્યો હતો તેથી તેઓએ તેની આરાધના કરી વળી, તેઓએ શ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું, “શ્વાપદના જેવું બીજું કોણ છે? અને એની સામે લડી શકે એવું કોણ છે?”[5] અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વરનિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું. અને બેંતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.[6] તેણે ઈશ્વરની નિંદા કરવા માટે પોતાનું મોં ઉઘાડયું કે, તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે.[7] તેને [એવું સામર્થ્ય] પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે, અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તને અધિકાર આપવામાં આવ્યો.[8] જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.[9] જો કોઈને કાન હોય તો તે સાંભળે.[10] જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય, તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તરવારથી મારી નાખે, તો તેને પોતાને તરવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા [તેઓનો] વિશ્વાસ [રહેલાં] છે.[11] પછી મેં પૃથ્વીમાંથી બીજા એક શ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનનાં [શિંગડાં] જેવાં બે શિગડાં હતાં, અને અજગરની જેમ તે બોલતું હતું.[12] પહેલા શ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, અને જે પહેલા શ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો, તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાંઓની પાસે તે કરાવે છે.[13] અને તે મોટા ચમત્કારો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે.[14] શ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો [અધિકાર] તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે. અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે, “જે શ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું. છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.”[15] અને એને એવું [સામર્થ્ય] આપવામાં આવ્યું કે તે શ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે શ્વાપદની મૂર્તિ બોલે અને જેટલાં માણસો શ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાંને, તે મારી નંખાવે.[16] વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ લેવડાવે છે.[17] વળી જેને તે છાપ, એટલે શ્વાપદનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાયલેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.[18] આમાં ચાતુર્ય [રહેલું] છે. જેને બુદ્ધિ છે, તે શ્વાપદની સંખ્યા ગણે. કેમ કે તે એક માણસ [ના નામ] ની સંખ્યા છે: અને તેની સંખ્યા છસો છાસઠ છે.

પ્રકટીકરણ 20:1-15
[1] પછી મેં એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેની પાસે ઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી.[2] તેણે પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડયો, અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.[3] તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું, અને તે પર મુદ્રા કરી, જેથી હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ. ત્યાર પછી થોડીવાર સુધી તેને છૂટો કરવો પડશે.[4] પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરનાં વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને [મેં જોયા]. તેઓ જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું.[5] મૂએલાંમાંનાં જેઓ બાકી રહ્યાં તેઓ તો હજાર વર્ષ પૂરાં થતાં સુધી જીવતાં થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે.[6] પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે! એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી! પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.[7] જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે,[8] એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને માટે તેઓને એકત્ર કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.[9] તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા, અને તેઓએ સંતોની છાવણીને તથા વહાલા શહેરને ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ ઊતર્યો, અને તેઓનો સંહાર કર્યો.[10] અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જયાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે.[11] પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેમની સંમુખથી પૃથ્વી તથા આકાશ જતાં રહ્યા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.[12] પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.[13] સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં, અને મરણે તથા હાડેસે [પણ] પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.[14] મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યાં. અગ્નિની ખાઈએ જ બીજું મરણ છે.[15] જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016