A A A A A

રહસ્યો: [ડાયનોસોર]


યશાયાહ 27:1
તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.

જિનેસિસ ૧:૨૧
અને ઈશ્વરે મોટાં માછલાંને તથા હરેક પેટે ચાલનારાં જીવજંતુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતનાં પક્ષીને, ઉત્પન્‍ન કર્યાં. અને ઈશ્વરે જોયું કે તે સારું છે.

ગીતશાસ્ત્ર 104:26
તેમાં વહાણો આવજા કરે છે; વળી જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે પેદા કર્યું છે તે તેમાં રહે છે.

રોમન 1:18
કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.

જિનેસિસ ૧:૨૪-૩૧
[૨૪] અને ઈશ્વરે કહ્યું, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ તથા પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે, તેઓને પૃથ્વી ઉપજાવો”; અને તેવું થયું.[૨૫] અને પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્યપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને ઈશ્વરે બનાવ્યાં; અને ઈશ્વરે જોયું કે, તે સારું છે.[૨૬] અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”[૨૭] એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્‍ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.[૨૮] અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈશ્વરે તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રોનાં માછલાં પર તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો.”[૨૯] અને ઈશ્વરે કહ્યું, “જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારો ખોરાક થશે.[૩૦] અને પૃથ્વીનું હરેક પશુ, તથા આકાશમાંનું હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને માટે મેં સર્વ લીલોતરી આપી છે.” અને તેવું થયું.[૩૧] અને ઈશ્વરે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેમણે જોયું; અને, જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.

જોબ 40:15-24
[15] મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે તેને જો; તે બળદની જેમ ઘાસ ખાય છે.[16] તેનું બળ તેની કમરમાં છે, તેની શક્તિ તેના પેટની રજ્જુઓમાં છે.[17] તે પોતાની પૂંછડી દેવદારની જેમ હલાવે છે; તેના સ્નાયુઓ એકબીજા સાથે સજડ જોડાયેલા છે.[18] તેનાં હાડકાં પિત્તળની નળીઓ [સરખાં] છે; તેની પાંસળીઓ લોઢાના સળિયા જેવી છે.[19] તે ઈશ્વરની કૃતિઓમાં શ્રેષ્ઠ છે. તેના સરજનહારે તેને તેની તરવાર આપી.[20] જ્યાં સર્વ રાની પશુઓ રમે છે તેવા પર્વતોમાં તેને માટે તે ચારો ચોકકસ ઉગાવે છે.[21] કમળવૃક્ષો નીચે, અને બરુઓને ઓથે તથા ભીનાશવાળી જગાએ તે પડી રહે છે.[22] કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; નાળાંઓના વેલા તેની આસપાસ વીંટળાઈ વળે છે.[23] નદી ઊભરાય, તોપણ તે ધ્રૂજતો નથી; જો યર્દનમાં પૂર ચઢીને તેના મોં સુધી પાણી આવે તોપણ તે નિર્ભય રહે છે.[24] તે સાવધ હોય ત્યારે શું કોઈ તેને પકડી શકે, અથવા ફાંદા વડે કોઈ તેનું નાક વીંધી શકે?

જોબ 41:1-10
[1] શું તું મગરને ગલથી ખેંચી કાઢી શકે? અથવા દોરીથી તેની જીભને દબાવી શકે?[2] શું તું તેના નાકમાં નાથ નાખી શકે? કે આંકડાથી તેનું જડબું વીંધી શકે?[3] શું તે તારી આગળ કરગરશે? કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે?[4] શું તે તારી સાથે એવો કરાર કરશે કે, તું તેને હમેશને માટે ચાકર રાખે?[5] પક્ષી સાથે તું રમે છે તેમ તેની સાથે તું રમશે શું? અથવા તારી કુમારિકાઓને માટે તેને તું બાંધશે?[6] શું [માછીઓ] તેનો વેપાર કરશે? શું તેઓ તેને વેપારીઓમાં વહેંચી આપશે?[7] શું તેની ચામડીને પાંખવાળાં ભાલોડાંથી કે તેના માથાને મચ્છી મારવાના ભાલાથી ભરી શકે છે?[8] તારો હાથ તેના ઉપર મૂકી જો; [ત્યારે જે] યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ.[9] તે વિષેની આશા નિષ્ફળ છે; શું તેને જોઈને જ કોઈના હાંજા ગગડી ન જાય?[10] તેને છંછેડીને ઉઠાડવાની હિંમત ધરે એવો કોઈ શૂરવીર નથી; તો મારી આગળ ઊભો રહી શકે એવો કોણ છે?

જોશુઆ ૧૦:૧-૧૦
[૧] હવે એમ થયું કે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આય કબજે કરીને તેનો નાશ કર્યો છે; અને જેમ તેણે યરીખોને ને તેના રાજાને કર્યું હતું, તેમ આયને ને તેના રાજાને પણ કર્યું છે; અને ગિબ્યોનના રહેવાસીઓ ઇઝરાયલની સાથે સલાહ કરીને તેઓની ભેગા રહે છે;[૨] ત્યારે તેઓ બહુ બીધા, કેમ કે ગિબ્યોન તો પાટનગર જેવું મોટું નગર હતું, વળી આય કરતાં પણ મોટું હતું, ને તેના સર્વ માણસો બળવાન હતા.[૩] માટે યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, તથા યાર્મૂથના રાજા પિરામને, તથા લાખીશના રાજા યાફીઆને, તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:[૪] “અહીં આવીને મને સહાય કરો. અને આપણે ગિબ્યોનને મારીએ, કેમ કે તેણે યહોશુઆની સાથે ને ઇઝરાયલીઓની સાથે સંઘી કરી છે.”[૫] માટે યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા ને એગ્લોનનો રાજા એ અમોરીઓના પાંચ રાજાએ સંપ કર્યો, ને પોતાનાં સર્વ સૈન્ય લઈને તેઓએ ચઢાઈ કરી, ને ગિબ્યોનની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી.[૬] અને ગિબ્યોનના માણસોએ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆએ એવો સંદેશો મોકલ્યો, “તું તારા દાસોને મદદ કરવામાં તારો હાથ ઢીલો કરીશ નહિ. અમારી પાસે વહેલો આવીને અમને બચાવ, ને અમને સહાય કર; કેમ કે પહાડી પ્રદેશમાં રહેનારા અમોરીઓના સર્વ રાજાઓ સંપ કરીને અમારા પર ચઢી આવ્યા છે.”[૭] તેથી યહોશુઆ પોતાની સાથે સર્વ લડવૈયાઓ તથા સર્વ શૂરવીર પુરુષોને લઈને ગિલ્ગાલથી ચઢી આવ્યો.[૮] અને યહોવાએ યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ; કેમ કે મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે. તેઓમાંનો એકે તારી સામે ટકી શકનાર નથી.”[૯] માટે યહોશુઆએ ગિલ્ગાલથી આખી રાત ચાલીને તેઓ પર ઓચિંતો હલ્‍લો કર્યો.[૧૦] અને ઇઝરાયલની આગળ યહોવાએ તેઓને હરાવ્યા, ને ગિબ્યોન આગળ તેઓને મારીને તેણે તેઓનો મોટો સંહાર કર્યો, ને બેથ-હોરોન ઘાટને માર્ગે તેઓની પાછળ પડીને અઝેકા સુધી ને માક્કેદા સુધી તે તેઓને મારતો ગયો.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016