A A A A A

રહસ્યો: [એલિયન્સ]


કોલોસીઅન્સ ૧:૧૬
કેમ કે તેમનાથી બધાં ઉત્પન્‍ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દશ્ય તથા અદશ્ય છે, રાજયાસનો કે રાજયો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્‍ન થયાં.

પુનર્નિયમ ૪:૧૯
અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.

પુનર્નિયમ ૧૭:૩
ને જેણે અન્ય દેવદેવીઓની સેવા કરીને તેની ભક્તિ કરી હોય, ને તેઓને અથવા સૂર્ય કે ચંદ્ર કે તારામંડળમાંથી કોઈ પણ, જે વિષે મેં તમને આજ્ઞા કરી નથી, તેની ભક્તિ કરી હોય;

એફેસી ૨:૧૯
માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના [રહેવાસી] તથા ઈશ્વરનાં કુટુંબના [માણસો] છો.

એફેસી ૬:૧૨
કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે.

નિર્ગમન ૧૨:૪૯
દેશમાં જન્મેલાને માટે તથા તમારામાં પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય.”

નિર્ગમન ૨૨:૨૧
અને તું પરદેશીને હેરાન ન કર, ને તેના પર જુલમ ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા.

નિર્ગમન ૨૩:૯
અને પરદેશીને તું હેરાન ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા, માટે તમે પરદેશીની લાગણી જાણો છો.

એઝેકીલ ૧:૪-૭
[૪] મેં જોયું, અને જુઓ, એજ આંધીરૂપી મહા વાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું, ને તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો, ને તેની આસપાસ પ્રકાશ હતો, ને તેમાંથી, એટલે તે અગ્નિમાંથી તૃણમણિનાં જેવું તેજ આવતું હતું.[૫] તેના મધ્ય ભાગમાંથી ચાર પ્રાણીઓની પ્રતિમાં નજરે પડી.તેઓનો દેખાવ નીચે પ્રમાણે હતો:તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું.[૬] દરેકને ચાર મુખ હતાં, ને તેઓમાના દરેકને ચાર પાંખ હતી.[૭] તેમના પગ સીધા હતા, અને તેમનાં પગનું તળિયું વાછરડાના પગના તળિયા જેવું હતુ; અને તેઓ ઓપેલા પિત્તળની જેમ ચળકતા હતા.

જિનેસિસ ૧:૨૬
અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”

જિનેસિસ ૨:૧
અને આકાશ તથા પૃથ્વી, અને તેઓનાં સર્વ સૈન્ય પૂરાં થયાં.

હિબ્રૂ ૧૧:૧૩
એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યાં, તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું, ને પોતાના વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.

હિબ્રૂ ૧૩:૨
પરોણાગત કરવાનું ભૂલો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં દૂતોને પરોણા રાખ્યા છે.

યશાયાહ ૧૩:૫
તેઓ દૂર દેશથી, દિગંતથી આવે છે. યહોવા તથા તેમના કોપનાં શસ્ત્રો આખા દેશનો વિનાશ કરવા આવે છે.

યશાયાહ ૪૫:૧૨
પૃથ્વીને મેં બનાવી, ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું; મેં હા, મારા હાથે જ આકાશોને પ્રસાર્યાં, ને તેમનાં સર્વ સૈન્યોને આજ્ઞા આપી.

યશાયાહ ૬૦:૮
આ જેઓ વાદળની જે, ને પોતાની બારીઓ તરફ ઊડીને આવતાં કબૂતરની જે, ઊડી આવે છે તેઓ કોણ હશે?

લેવિટીસ ૨૪:૨૨
જેમ વતનની માટે તેમ જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે રાખવો; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.”

નહેમ્યાહ ૯:૬
તમે એકલા, હા, તમે એકલા જ યહોવા છો. આકાશ, આકાશોનું આકાશ, તથા તેઓનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરનાં સર્વ પ્રાણીપદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તમે ઉત્પન્ન કર્યા છે, તમે તે સર્વનું રક્ષણ કરો છો; અને આકાશનું સૈન્ય તમને ભજે છે.

ગીતશાસ્ત્ર ૯૭:૬
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે, સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.

૧ પીટર ૨:૧૧
વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો.

અધિનિયમો ૧૯:૩૫
ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત પાડીને કહ્યું, “ઓ એફેસસના લોકો, કયું માણસ નથી જાણતું કે એફેસસ શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?

પ્રકટીકરણ ૧૨:૧૨
એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.

પ્રકટીકરણ 13:1
પછી મેં એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દશ શિંગડાં તથા સાત માથાં હતાં, અને તેનાં શિંગડા પર દશ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં.

એમોસ 9:2-3
[2] જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ ત્યાંથી મારો હાથ તેમને પકડી લાવશે. અને જો તેઓ આકાશમાં ચઢી જાય, તોપણ ત્યાંથી હું તેઓને નીચે ઉતારીશ.[3] જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. અને મારી નજર આગળથી તેઓ સમુદ્રને તળિયે સંતાઈ જાય, તોપણ ત્યાં હું સર્પને આજ્ઞા કરીશ, એટલે તે તેઓને કરડશે.

લેવિટીસ ૧૯:૩૩-૩૪
[૩૩] અને જો કોઇ પરદેશી તમારા દેશમાં તારી સાથે‍ પ્રવાસ કરતો હોય, તો તેને તમે વિનાકારણ હેરાન ન કરો.[૩૪] તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવો જ પ્રેમ તેના પર કરવો; કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા; હું યહોવા તમારો ઈશ્વર છું.

પ્રકટીકરણ ૯:૭-૧૧
[૭] તે તીડોના આકાર લડાઈને માટે સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા. અને તેઓનાં માથાં પર સોનાના જેવા મુગટો હતા, ને તેઓનાં મુખ માણસોનાં મુખ જેવાં હતાં.[૮] તેઓના કેશ સ્‍ત્રીના કેશ જેવા અને તેઓનાં દાંત સિંહના દાંત જેવા હતા.[૯] અને તેઓના પર લોઢાનાં બખતર જેવાં બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડાના રથોના ગડગડાટ જેવો હતો.[૧૦] વીંછુઓના જેવી તેઓને પૂંછડી છે, અને ડંખ પણ છે. અને પાંચ મહિના સુધી માણસોને ઉપદ્રવ કરવાની તેઓની પૂંછડીઓમાં શક્તિ છે.[૧૧] ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે. તેનું નામ હિબ્રૂ ભાષામાં આબાદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન [એટલે સંહારક] છે.

જિનેસિસ ૬:૧-૨૨
[૧] અને ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, અને તેઓને દીકરીઓ થઈ. ત્યારે એમ થયું કે,[૨] ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.[૩] અને યહોવાએ કહ્યું, “મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમ કે તે માંસનું છે; તો પણ તેઓના દિવસો એક સો વીસ વર્ષ થશે.”[૪] તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને ઈશ્વરના દિકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.[૫] અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હ્રદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.[૬] અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્‍ન કર્યું, તેનો યહોવાને પશ્વાત્તાપ થયો, ને હ્રદયમાં તે ખેદિત થયા.[૭] અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્‍ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ]; કેમ કે તેઓને ઉત્પન્‍ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.”[૮] પણ નૂહ યહોવાની દષ્ટિમાં કૃપા પામ્યો.[૯] નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો; અને નૂહ ઈશ્વરની સાથે ચાલતો.[૧૦] અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ એ ત્રણ દિકરા થયા.[૧૧] પણ ઈશ્વર સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી.[૧૨] અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.[૧૩] અને ઈશ્વરે નૂહને કહ્યું, “મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે. કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ.[૧૪] તું પોતાને માટે દેવદારના લાકડાનું વહાણ બનાવ. તે વહાણમાં ઓરડીઓ કરીને વહાણને અંદર તથા બહાર ડામર લગાડ.[૧૫] અને આ પ્રમાણે તું તેને બનાવ:એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, ને તેની પહોળાઈ પચા હાથ, ને તેની ઊંચાઈ ત્રીસ હાથ.[૧૬] વહાણમાં તું બારી કર, ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર. અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક. અને વહાણનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવાં ત્રણ મજલા તું કર.[૧૭] અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે.[૧૮] પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ; અને તું વહાણમાં આવ. તું, તથા તારી સાથે તારા દિકરા, તથા તારી પત્ની, તથા તારા દિકરાઓની પત્નીઓ.[૧૯] અને સર્વ જાતનાં જાનવરોમાંથી બબ્બે તારી સાથે બચાવવાને માટે તું વહાણમાં લાવ; તેઓ નરનારી હોય.[૨૦] પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારાં પ્રાણીઓમાંથી સર્વ જાતનાં બબ્બે, જીવ બચાવવા માટે તારી પાસે આવે.[૨૧] અને સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે લઈ તારી પાસે એકઠું કરી રાખ; એટલે તારે માટે તથા તેઓને માટે તે ખોરાક થશે.”[૨૨] નૂહે એમ જ કર્યું. ઈશ્વરે તેને જે સર્વ આ આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.

એઝેકીલ ૧:૧-૨૮
[૧] ત્રીસમાં વર્ષમાં‍ ચોથા માસની પાંચમીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો તે વખતે આકાશ ઊઘડી ગયું, ને મને ઈશ્વરના દર્શન થયાં.[૨] યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં, માસની પાચમીએ,[૩] ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું; ત્યાં પ્રભુનો હાથ તેના પર હતો.[૪] મેં જોયું, અને જુઓ, એજ આંધીરૂપી મહા વાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું, ને તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો, ને તેની આસપાસ પ્રકાશ હતો, ને તેમાંથી, એટલે તે અગ્નિમાંથી તૃણમણિનાં જેવું તેજ આવતું હતું.[૫] તેના મધ્ય ભાગમાંથી ચાર પ્રાણીઓની પ્રતિમાં નજરે પડી.તેઓનો દેખાવ નીચે પ્રમાણે હતો:તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું.[૬] દરેકને ચાર મુખ હતાં, ને તેઓમાના દરેકને ચાર પાંખ હતી.[૭] તેમના પગ સીધા હતા, અને તેમનાં પગનું તળિયું વાછરડાના પગના તળિયા જેવું હતુ; અને તેઓ ઓપેલા પિત્તળની જેમ ચળકતા હતા.[૮] તેમની પાંખો નીચે તેમની ચારે બાજુએ માણસના [જેવા] હાથ હતા. તે ચારેના મુખ તથા પાંખો [નીચે પ્રમાણે] હતાં:[૯] તેમની પાંખો એકબીજીની સાથે જોડાયેલી હતી. તેનો ચાલતાં ચાલતાં આડાંઅવળાં વળતાં નહિ; તેઓ દરેક સીધાં આગળ ચાલ્યાં જતાં.[૧૦] તેઓનાં મુખની સિકલ આ પ્રમાણે હતી:દરેક [નાં ચાર મુખમાં] નું એક મુખ માણસનું હતું; અને ચારેને જમણી બાજુએ સિંહનું મુખ હતું; અને એ ચારેને ડાબી બાજુએ બળદનું મુખ હતું; એ ચારેને વળી ગરૂડનું મુખ પણ હતું.[૧૧] તેઓના મુખ એ પ્રમાણે હતાં. અને તેમની આંખો ઉપલી તરફ પહોળી કરેલી હતી. દરેકની બે પાંખો એકબીજીની સાથે જોડાયેલી હતી, અને બે [પાંખો] તેમનાં શરીર ઢાંકતી હતી.[૧૨] દરેક [પ્રાણી] સીધું આગળ ચાલતું. જ્યાં આત્માને જવું હોય ત્યાં તેઓ જતાં. ચાલતા તેઓ આડાંઅવળાં વળતાં નહિ.[૧૩] એ પ્રાણીઓનો દેખાવ અગ્નિના વળતા અંગારા જેવો તથા મશાલોની જોત જેવો હતો. તે [ચળકાટ] તે પ્રાણીઓની વચ્ચે ચઢઊતર કરતો હતો. તે અગ્નિ ચળકતો હતો, ને તેમાંથી વીજળી નીકળતી હતી.[૧૪] વીજળીના ચમકારાના દેખાવની માફક તે પ્રાણીઓ આગળ દોડતાં તથા પાછાં આવતાં હતાં.[૧૫] હું એ પ્રાણીઓને જોતો હતો એટલામાં, જુઓ, એ પ્રાણીઓની પાસે એમનાં ચાર મુખમાંના દરેક મુખ દીઠ એકેક પૈડું જમીન પર [દેખાયું].[૧૬] એ પૈડાંનો તથા તેમની રચનાનો દેખાવ પીરોજના રંગ જેવો હતો, અને એ ચારે એક જ ઘાટનાં હતાં; એક પૈડાની વચ્ચે બીજું પૈડું હોય એવો તેમનો દેખાવ ને તેમની રચના હતી.[૧૭] તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં [થી ગમે તે દિશાએ] ચાલતાં, ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ.[૧૮] તે [પૈડાં] ની વાટો તો ઊંચી ને ભયંકર હતી. તે ચારેની વાટો ચારેબાજુ આંખોથી ભરપૂર હતી.[૧૯] પ્રાણીઓ ચાલતાં ત્યારે એ પૈડાં તેમની બાજુએ ચાલતાં, અને પ્રાણીઓ પૃથ્વી પરથી ઊંચા ચઢતાં ત્યારે પૈડાં પણ ઊંચા ચઢતાં.[૨૦] જ્યાંકહી આત્મા જવાનો હોય ત્યાં તેઓ જતાં; આત્માં ત્યાં જવાનો હતો; અને પૈડાં પણ તેમની સાથે સાથે ઊંચા ચઢતાં; કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડાંમાં હતો.[૨૧] તેઓ ચાલતાં ત્યારે એ પણ ચાલતાં, તેઓ થોભતાં, ત્યારે એ પણ થોભતાં. તેઓ પૃથ્વી પરથી ઊંચા ચઢતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે સાથે ઊંચાં ચઢતાં, કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડાંમાં હતો.[૨૨] પ્રાણીઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો, અદ્‍ભુત સ્ફટિકના તેજ જેવો, એ ઘૂમટ પ્રસરેલો હતો[૨૩] અને એ ઘૂમટ નીચે તેઓની પાંખો સામસામે સીધી ફેલાયેલી હતી. દરેકની બે [પાંખો] તેમનાં શરીરોની એક બાજુને ઢાંકતી ને બીજી બે [પાંખો] બીજી બાજુને ઢાંકતી.[૨૪] તેઓ ગતિમાં હોય ત્યારે તેમની પાંખોનો અવાજ મોટી રેલના અવાજ જેવો, સર્વશક્તિમાનના સાદ જેવો, સૈન્યના અવાજ જેવો કોલાહલનો અવાજ મને સંભળાતો. તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચી નમાવી દેતાં.[૨૫] તેઓના માથા પરના ઘૂમટ પરથી એક અવાજ [નીકળતો] હતો. તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચી નમાવી દેતાં.[૨૬] તેઓનાં માથા પરના ઘૂમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા હતી, અને તે રાજ્યાસનની પ્રતિમા પર મનુષ્યના જેવા દેખાવનો એક [પુરુષ] હતો.[૨૭] તેની કમરનો તથા તેની ઉપરનો દેખાવ તૃણમણિના તેજ જેવો, તથા તેની અંદર ચારે તરફ અગ્નિના દેખાવ જેવો જોયો, ને તેની આસપાસ ચળકાટ હતો.[૨૮] અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016