૩ કિંગ્સ ૭:૨૩ |
વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુથી દશ હાથ હતો. તે ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી. |
|
નંબર્સ ૧૧:૧૧ |
અને મૂસાએ યહોવાને કહ્યું, “તમે તમારા સેવકને કેમ દુ:ખ દીધું છે? અને હું તમારી દષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે, તમે એ સર્વ લોકોનો ભાર મારા પર નાખો છો? |
|
પુનર્નિયમ ૧:૧૧ |
તમારા પિતૃઓના ઈશ્વર યહોવા તેમણે તમને આપેલા વચન પ્રમાણે, તમે છો તે કરતાં હજારગણા તમને વધારો ને તમને આશીર્વાદ આપો! |
|
લેવિટીસ ૨૦:૧૩ |
અને જો કોઈ પુરુષ સ્ત્રીની પેઠે પુરુષની સાથે વિષયભોગ કરે, તો તે બન્નેએ અમંગળ કૃત્ય કર્યું છે; તેઓ અવશ્ય માર્યા જાય; તેમનું લોહી તેમને માથે. |
|
૧ કોરીંથી ૬:૯-૧૧ |
[૯] શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,[૧૦] ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.[૧૧] વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા. |
|
૧ કોરીંથી ૧૦:૧૩ |
માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. |
|
રોમન ૧:૨૦ |
કેમ કે તેમના અદશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. |
|
ફિલિપીયન ૪:૧૯ |
મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. |
|
ગીતશાસ્ત્ર ૫૫:૨૨ |
તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ. |
|
૨ તીમોથી ૩:૧૬ |
દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. |
|
એલજે ૨૩:૩૪ |
ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો. કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં. |
|
જિનેસિસ ૧:૩૧ |
અને ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું; અને, જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ. |
|
ગીતશાસ્ત્ર ૧૦૪:૯ |
તેઓ ફરી પૃથ્વીને ઢાંકે નહિ તે માટે તમે તેઓની હદ બાંધી છે કે જેને તેઓ ઓળંગે નહિ. |
|
જિનેસિસ ૬:૧૨ |
અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. |
|
જિનેસિસ ૭:૨૦ |
[પર્વતો પર] પંદર હાથ સુધી પાણી ચઢયું; અને પહાડો ઢંકાઈ ગયા. |
|
જિનેસિસ ૮:૫-૯ |
[૫] અને દશમા મહિના સુધી પાણી ઓસરતાં ગયાં; દશમા મહિનાને પહેલે દિવસે પહાડોનાં શિખર દેખાયાં.[૬] અને એમ થયું કે ચાળીસ દિવસ પછી નૂહે વહાણમાં જે બારી કરી હતી તે તેણે ઉઘાડી.[૭] અને તેણે એક કાગડાને બહાર મોકલ્યો, ને પૃથ્વી પરનાં પાણી સુકાયાં ત્યાં સુધી તે આમતેમ ઊડતો ફર્યો.[૮] પછી પૃથ્વી પર પાણી ઓસર્યા છે કે નહિ, એ જોવા માટે તેણે એક કબૂતરને પોતાની પાસેથી મોકલ્યું;[૯] પણ કબૂતરને પોતાના પગનું તળીયું મૂકવાની જગા મળી નહિ, તે માટે તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું, કેમ કે આખી પૃથ્વી પર પાણી હતું. ત્યારે તેણે પોતાનો હાથ લાંબો કરીને તેને પકડયું ને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું. |
|
જિનેસિસ ૯:૧૧ |
અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, જળપ્રલયના પાણીથી સર્વપ્રાણીનો નાશ ફરી નહિ થશે. અને પૃથ્વીનો નાશ કરવાને જળપ્રલય કદી નહિ થશે.” |
|
પુનર્નિયમ ૧૧:૧૧ |
પણ જે દેશનો વારસો પામવાને તું પેલી બાજુ જાય છે તે ડુંગરવાળો તથા ખીણવાળો દેશ છે, ને આકાશના વરસાદનું પાણી તે પીએ છે. |
|
એલજે ૧૧:૧૧ |
વળી તમારામાંના કોઈ પિતાની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી [માગે] તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? |
|
નંબર્સ ૧:૧૧ |
બિન્યામીનમાંનો:ગિદોનીનો દિકરો અબિદાન. |
|
જોશુઆ ૧:૧૧ |
“તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યર્દન ઊતરીને ત્યાં જવાનું છે.” |
|
૧ કોરીંથી ૬:૯ |
શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, |
|
જ્હોન ૧:૮ |
તે [યોહાન] તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિષે સાક્ષી આપવાને [તે આવ્યો હતો]. |
|
નંબર્સ ૧૦:૨૯ |
અને મૂસાના સસરા મિદ્યાની દુએલના દિકરા હોબાબને મૂસાએ કહ્યું, “જે ઠેકાણ સંબંધી યહોવાએ અમને કહ્યું, ‘તે હું તમને આપીશ, ’ ત્યાં જવા માટે અમે કૂચ કરીએ છીએ. તું અમારી સાથે ચાલ, ને અમે તારું ભલું કરીશું; કેમ કે યહોવાએ ઇઝરાયલનું ભલું કરવાનું કહ્યું છે.” |
|
Gujarati Bible (GUOV) 2016 |
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016 |