A A A A A

ગણિત ચિહ્નો: [સંખ્યા ૮]


પ્રકટીકરણ ૧૩:૧૮
આમાં ચાતુર્ય [રહેલું] છે. જેને બુદ્ધિ છે, તે શ્વાપદની સંખ્યા ગણે. કેમ કે તે એક માણસ [ના નામ] ની સંખ્યા છે: અને તેની સંખ્યા છસો છાસઠ છે.

પુનર્નિયમ ૬:૪
હે ઇઝરાયલ, સાંભળ:યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે.

લેવિટીસ ૨૦:૧૩
અને જો કોઈ પુરુષ સ્‍ત્રીની પેઠે પુરુષની સાથે વિષયભોગ કરે, તો તે બન્‍નેએ અમંગળ કૃત્ય કર્યું છે; તેઓ અવશ્ય માર્યા જાય; તેમનું લોહી તેમને માથે.

૧ કોરીંથી 6:9-11
[9] શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,[10] ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.[11] વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.

પ્રકટીકરણ ૧૧:૨-૩
[૨] પણ મંદિરની બહારનું આગણું પડતું મૂક, તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે.[૩] મારા બે શાહેદો ટાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે, એવો હું તેઓને [અધિકાર] આપીશ.

લેવિટીસ ૨૦:૨૭
વળી જે પુરુષ અથવા સ્‍ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય, તેઓ નક્કી માર્યા જાય, તેઓને પથ્થરે મારવાં; તેમનું લોહી તેમને માથે.”

પુનર્નિયમ ૧૮:૧૦-૧૨
[૧૦] તારી મધ્યે એવો કોઈ જન ન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને ને દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર,[૧૧] કે મોહિની લગાડનાર, કે મૂઠ મારનાર, કે ઇલમી, કે ભૂવો હોય.[૧૨] કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવા કંટાળે છે. અને એવાં અમંગળ કામોને લીધે તો યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.

૪ કિંગ્સ ૨૧:૬
વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હોમ્યો, તે શકુનમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેમને રોષ ચઢાવ્યો.

મીખાહ ૫:૧૨
વળી હું જાદુક્રિયાઓને તારા હાથમાંથી નષ્ટ કરીશ. અને [હવે પછી] તારામાં જોષીઓ હશે નહિ.

યશાયાહ ૪૭:૧૨
જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે.

અધિનિયમો ૮:૧૧-૨૪
[૧૧] તેણે ઘણી મુદતથી પોતાની જાદુક્રિયાથી તેઓને છક કરી નાખ્યા હતા, માટે તેઓ તેનું સાંભળતા હતા.[૧૨] પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્‍ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું.[૧૩] સિમોન પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો. અને ચમત્કારો તથા મોટાં પરાક્રમની કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.[૧૪] હવે સમરૂનીઓએ ઈશ્વરની વાત સ્વીકારી છે એવું યરુશાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું, એટલે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.[૧૫] ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ તેઓને માટે પ્રાર્થના કરી.[૧૬] કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઊતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.[૧૭] પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.[૧૮] હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડયા,[૧૯] અને કહ્યું, “તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.”[૨૦] પણ પિતરે તેને કહ્યું, “ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો.[૨૧] આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી.[૨૨] માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને વિનંતી કર કે, કદાચ તારા અંત:કરણનો વિચાર તને માફ થાય.[૨૩] કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”[૨૪] ત્યારે સિમોને ઉત્તર આપ્યો, “તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો.”

જિનેસિસ ૧:૨૪-૩૧
[૨૪] અને ઈશ્વરે કહ્યું, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ તથા પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે, તેઓને પૃથ્વી ઉપજાવો”; અને તેવું થયું.[૨૫] અને પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્યપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને ઈશ્વરે બનાવ્યાં; અને ઈશ્વરે જોયું કે, તે સારું છે.[૨૬] અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”[૨૭] એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્‍ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.[૨૮] અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈશ્વરે તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રોનાં માછલાં પર તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો.”[૨૯] અને ઈશ્વરે કહ્યું, “જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારો ખોરાક થશે.[૩૦] અને પૃથ્વીનું હરેક પશુ, તથા આકાશમાંનું હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને માટે મેં સર્વ લીલોતરી આપી છે.” અને તેવું થયું.[૩૧] અને ઈશ્વરે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેમણે જોયું; અને, જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.

૧ કોરીંથી ૬:૯
શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,

જ્હોન ૧:૮
તે [યોહાન] તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિષે સાક્ષી આપવાને [તે આવ્યો હતો].

પ્રકટીકરણ 4:6-8
[6] રાજયાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. અને રાજયાસનની મધ્યે તથા રાજયાસનની આસપાસ આગળ પાછળ આંખોમાંથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.[7] પહેલું પ્રાણી સિંહના જેવું હતું, ને બીજું પ્રાણી વાછરડાના જેવું હતું, ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ને ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું.[8] તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં, તેઓ “પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન જે હતા, જે છે, ને જે આવનાર છે, ” એમ કહેતાં રાતદિવસ વિસામો લેતાં નથી.

જિનેસિસ ૩:૧૫
અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”

પ્રકટીકરણ 13:5
અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વરનિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું. અને બેંતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.

નિર્ગમન ૭:૧૧
ત્યારે ફારુને પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. અને મિસરના તે જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કર્યું.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016