A A A A A

જીવન: [પ્રાણીઓ]


જિનેસિસ ૧:૨૧
અને ઈશ્વરે મોટાં માછલાંને તથા હરેક પેટે ચાલનારાં જીવજંતુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતનાં પક્ષીને, ઉત્પન્‍ન કર્યાં. અને ઈશ્વરે જોયું કે તે સારું છે.

જિનેસિસ ૧:૩૦
અને પૃથ્વીનું હરેક પશુ, તથા આકાશમાંનું હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને માટે મેં સર્વ લીલોતરી આપી છે.” અને તેવું થયું.

જેમ્સ ۳:۷
કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ વશ થાય છે, અને માણસોએ તેમને વશ કર્યા છે;

યિર્મેયાહ 8:7
વાયુચર બગલો પણ પોતાનો નીમેલો વખત જાણે છે; હોલો, અબાબીલ તથા સારસ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે. પણ મારા લોકો યહોવાનો નિયમ સમજતા નથી.

જોબ 35:11
જે આપણને પૃથ્વીનાં પશુઓના કરતાં વધારે શીખવે છે, અને જે આપણને ખેચર પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની કરે છે, તે મારા સરજનહાર ઈશ્વર ક્યાં છે?’

એલજે 3:6
અને સર્વ દેહધારી ઈશ્વરનું તારણ જોશે.”

એલજે 12:24
કાગડાઓનો વિચાર કરો! તેઓ તેઓ વાવતા નથી અને કાપતા નથી, તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે: પક્ષીઓ કરતાં તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!

મેથ્યુ 6:26
આકાશનાં પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું?

ઉકિતઓ 12:10
નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે; પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે.

ગીતશાસ્ત્ર ۱۰۴:۲۱
સિંહનાં બચ્ચાં શિકાર મેળવવાને ગર્જે છે, તેઓ ઈશ્વર પાસે પોતાનો ખોરાક માગે છે.

જિનેસિસ ૨:૧૯-૨૦
[૧૯] અને યહોવા ઈશ્વરે ખેતરના હરેક જાનવર ને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્‍ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જોવાને યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.[૨૦] અને તે માણસે સર્વ ગ્રામ્યપશુઓનાં, તથા આકાશનાં પક્ષીઓનાં, તથા સર્વ વનપશુઓનાં નામ પાડયાં. પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહિ.

જિનેસિસ ૯:૨-૩
[૨] અને પૃથ્વીનાં સર્વ પશુઓ, તથા આકાશનાં સર્વ પ્રાણીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ, તથા સમુદ્રનાં સર્વ માછલાં, એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલાં છે.[૩] પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક તરીકે થશે. લીલા શાકની પેઠે મેં તમને સર્વ આપ્યાં છે.

જિનેસિસ ૧:૨૪-૨૮
[૨૪] અને ઈશ્વરે કહ્યું, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ તથા પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે, તેઓને પૃથ્વી ઉપજાવો”; અને તેવું થયું.[૨૫] અને પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્યપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને ઈશ્વરે બનાવ્યાં; અને ઈશ્વરે જોયું કે, તે સારું છે.[૨૬] અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”[૨૭] એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્‍ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.[૨૮] અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈશ્વરે તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રોનાં માછલાં પર તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો.”

ઉકિતઓ 6:6-8
[6] હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા:[7] તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી,[8] તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્‍નનો સંગ્રહ કરે છે, અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.

ગીતશાસ્ત્ર 8:6-9
[6] તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ તળે તમે બધું મૂક્યું છે:[7] એટલે સર્વ મેંઢાં તથા ઢોર, હા, રાની પશુઓ પણ.[8] આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે [બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે].[9] હે યહોવા, અમારા ઈશ્વર, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે!

જોબ ۱۲:۷-۱۰
[۷] પણ પશુઓને પૂછો, એટલે તેઓ તમને શીખવશે; અને ખેચર પક્ષીઓને પૂછો, એટલે તેઓ તમને કહેશે.[۸] અથવા પૃથ્વીને પૂછો, અને તે તમને ખુલાસો આપશે. અને સમુદ્રનાં માછલાં તમને વિદિત કરશે.[۹] એ સર્વ ઉપરથી કોણ જાણતું નથી કે યહોવાને હાથે એ સર્વ સૃજાયેલાં છે?[۱۰] તેમના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ તથા મનુષ્યમાત્રનો આત્મા છે.

યશાયાહ ۱۱:۶-۹
[۶] તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરું તેઓને દોરશે.[۷] ગાય તથા રીંછ સાથે ચરશે; તેઓનાં બચ્ચાં ભેગાં સૂશે; અને સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે.[۸] ધાવણું બાળક સાપના દર પર રમશે, ને ધાવણ છોડાવેલું છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે.[۹] મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.

સભાશિક્ષક 3:18-21
[18] મેં મારા મનમાં કહ્યું કે, ઈશ્વર માણસોની કસોટી કરે છે, જેથી તેઓ સમજે કે અમે પશુવત છીએ.[19] કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે; તેઓની એક જ દશા થાય છે: જેમ એક મરે છે તેમ બીજું પણ મરે છે; તે સર્વને એક જ પ્રાણ હોય છે; અને માણસ પશુ કરતાં બિલકુલ શ્રેષ્ઠ નથી; કેમ કે બધું વ્યર્થ જ છે.[20] સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે;[21] મનુષ્યનો આત્મા ઉપર જાય છે, અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની કોને ખબર છે?

ગીતશાસ્ત્ર 148:7-12
[7] પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો; રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો [તેમની સ્તુતિ કરો].[8] અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે;[9] પહાડો તથા સર્વ ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો;[10] જાનવરો તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;[11] પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો; હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો;[12] જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો;

Assamese Bible
Copyright © 2017, 2018 Bridge Connectivity Solutions