A A A A A

ચર્ચ: [ચર્ચ દમન]


અધિનિયમો ૮:૧
શાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.

મેથ્યુ ૫:૪૪
પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો.

૨ તીમોથી ૩:૧૨
જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ.

જ્હોન 15:20
દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડયા, તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે.

પ્રકટીકરણ ૨:૧૦
તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.

રોમન ૮:૩૫
ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે, વેદના કે, સતાવણી કે, દુકાળ કે, નગ્નતા કે, જોખમ કે, તરવાર?

મેથ્યુ ૫:૧૧
જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ‍ત્યારે તમને ધન્ય છે.

રોમન ૧૨:૧૪
તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો, અને શાપ આપતા નહિ.

જ્હોન ૫:૧૬
એ કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમની પાછળ લાગ્યા.

મેથ્યુ ૫:૧૦-૧૨
[૧૦] ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.[૧૧] જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ‍ત્યારે તમને ધન્ય છે.[૧૨] તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.

૨ કોરીંથી ૧૨:૧૦
એ માટે નિર્બળતામાં, અપમાન [સહન કરવા], તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.

અધિનિયમો ૧૩:૫૦
પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન બાઈઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસની સતાવણી કરાવી, અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા.

અધિનિયમો ૭:૫૨
પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,

ચિહ્ન ૪:૧૭
અને તેમના પોતામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે. પછી વચનને લીધે દુ:ખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.

ગલાટિયન ૪:૨૯
પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે.

ચિહ્ન ૧૦:૩૦
તે હમણાં આ સમયે સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને સતાવણી સહિત, તથા આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર‍‍‍ રહેશે નહિ.

મેથ્યુ ૧૩:૨૧
તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.

અધિનિયમો ૨૨:૪
વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્‍ત્રીઓને બાંધીને તથા બંદીખાનામાં નાખીને મરણ [પામતાં] સુધી સતાવતો હતો.

મેથ્યુ ૫:૧૦
ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.

ગલાટિયન ૬:૧૨
દેહ વિષે જેટલા સારા દેખાવા ચાહે છે, તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે.

એલજે ૨૧:૧૨
પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના [ના અધિકારીઓ] ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે.

ચિહ્ન ૧૦:૨૯-૩૦
[૨૯] ઈસુએ તેને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, “જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને મૂકી દીધાં હશે,[૩૦] તે હમણાં આ સમયે સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને સતાવણી સહિત, તથા આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર‍‍‍ રહેશે નહિ.

રોમન 8:35-37
[35] ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે, વેદના કે, સતાવણી કે, દુકાળ કે, નગ્નતા કે, જોખમ કે, તરવાર?[36] લખેલું છે, “તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ. કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.”[37] તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.

અધિનિયમો ૧૧:૧૯-૨૧
[૧૯] સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ, તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને [પ્રભુની] વાત પ્રગટ કરી ન હતી.[૨૦] પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.[૨૧] પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.

અધિનિયમો ૯:૪-૫
[૪] તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?”[૫] ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે;

ગલાટિયન ૫:૧૧
હે ભાઈઓ, જો હું હજી સુધી સુન્‍નતની હિમાયત કરતો હોઉં, તો હજી સુધી મારી સતાવણી કેમ થાય છે? જો એમ હોય તો વધસ્‍તંભની ઠોકર લોપ થઈ છે.

મેથ્યુ ૧૦:૨૩
અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પાછળ પડે ત્યારે તમે બીજે નાસી જાઓ, કેમ કે હું તમને ખચીત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલના સઘળાં નગરોમાં તમે ફરી વળશો નહિ.

મેથ્યુ ૫:૧૨
તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.

૧ તીમોથી ૧:૧૩
જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલમી હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે [તે વખતે મને ખ્રિસ્ત પર] વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.

મેથ્યુ ૫:૧૧-૧૨
[૧૧] જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ‍ત્યારે તમને ધન્ય છે.[૧૨] તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.

એલજે ૧૧:૪૯
એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું, ‘હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ. તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે.

૧ થેસ્સાલોનીકી ૩:૩-૪
[૩] જેથી આ વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય; કારણ કે તમે પોતે જાણો છો કે એને માટે આપણે નિર્માણ થયા છીએ.[૪] કેમ કે જ્યારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવી પડનાર છે; અને તે પ્રમાણે થયું, તે તમે જાણો છો.

હિબ્રૂ ૧૧:૩૬-૩૮
[૩૬] બીજા [કેટલાક] મશ્કરીઓથી કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનાંમાં નંખાઈને પરખાયા.[૩૭] તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા ગયા, તેઓ ઘેટાંબકરાંનાં ચામડાં પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રિબાયેલાં તથા પીડાયેલા હતા.[૩૮] (જગત તેઓને યોગ્ય ન હતું), તેઓ રાનોમાં, પહાડોમાં, બખોલોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા.

જ્હોન ૧૫:૨૦-૨૧
[૨૦] દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડયા, તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે.[૨૧] પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી.

મેથ્યુ ૧૦:૨૧-૨૩
[૨૧] અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.[૨૨] અને મારા નામને માટે સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.[૨૩] અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પાછળ પડે ત્યારે તમે બીજે નાસી જાઓ, કેમ કે હું તમને ખચીત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલના સઘળાં નગરોમાં તમે ફરી વળશો નહિ.

મેથ્યુ ૨૪:૮-૧૦
[૮] પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.[૯] ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.[૧૦] અને તે સમયે ઘણા ઠોકર ખાશે, ને એકબીજાને પરસ્વાધીન કરાવશે, ને એકબીજા પર વૈર રાખશે.

એલજે ૨૧:૧૨-૧૯
[૧૨] પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના [ના અધિકારીઓ] ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે.[૧૩] એ તમારે માટે સાક્ષીરૂપ થઈ પડશે.[૧૪] માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે આગળથી ચિંતા ન કરવી.[૧૫] કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.[૧૬] વળી માતાપિતા, ભાઈઓ, સગાં તથા મિત્રો પણ તમને પરસ્વાધીન કરશે અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.[૧૭] વળી મારા નામને લીધે સર્વ તમારો દ્વેષ કરશે.[૧૮] પણ તમારા માથાનો એક વાળ પણ નાશ પામશે નહિ.[૧૯] તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.

૧ કોરીંથી 4:8-13
[8] તમે કયારનાયે તૃપ્ત થઈ ગયા છો, ‍ શ્રીમંત થયા છો, અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી ઇચ્છા એવી છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.[9] કેમ કે મને તો એમ લાગે છે કે હવે ઈશ્વરે સહુથી છેલ્લા અમને પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે, કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશા જેવા થયા છીએ.[10] અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે અબળ, પણ તમે બળવાન; તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા [છીએ].[11] છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા ઉઘાડા છીએ, અને ધકકા ખાઈએ છીએ, અને અમારી પાસે રહેવાને ઘરબાર નથી.[12] વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ.[13] તુચ્છકારાયેલા છતાં આજીજી કરીએ છીએ, અમે હજી સુધી જગતના ક્ચરા સરખા તથા સર્વના મેલ જેવા છીએ.

હિબ્રૂ 10:32-34
[32] પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો, એ સમયે તમે પ્રકાશિત થયા પછી,[33] કંઈકઅંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને, અને કંઈક અંશે એવું [દુ:ખ] સહન કરનારઓની સાથે ભાગીદાર થઈને, તમે દુ:ખોનો મોટો હુમલો સહન કર્યો.[34] કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી, અને તમારી માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે [સ્‍વર્ગમાં] છે, એ તમે જાણતા હતા.

હિબ્રૂ ૧૧:૩૩-૩૮
[૩૩] તેઓએ વિશ્વાસથી રાજયો જીત્યાં, ન્યાયીપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યાં, સિંહોના મોં બંધ કર્યાં,[૩૪] અગ્નિનું બળ નિરર્થક કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી.[૩૫] સ્‍ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. બીજા કેટલાક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે.[૩૬] બીજા [કેટલાક] મશ્કરીઓથી કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનાંમાં નંખાઈને પરખાયા.[૩૭] તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા ગયા, તેઓ ઘેટાંબકરાંનાં ચામડાં પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રિબાયેલાં તથા પીડાયેલા હતા.[૩૮] (જગત તેઓને યોગ્ય ન હતું), તેઓ રાનોમાં, પહાડોમાં, બખોલોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા.

અધિનિયમો ૧૨:૧-૧૯
[૧] આશરે તે જ સમયે હેરોદ રાજાએ મંડળીના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.[૨] તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.[૩] યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પિતરને પણ પકડ્યો. તે બેખમીર રોટલીના [પર્વના] દિવસ હતા.[૪] તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો, અને તેની ચોકી રાખવા માટે ચચ્ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને સોંપ્યો, અને પાસ્ખા [પર્વ] પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.[૫] તેથી તેણે પિતરને બંદીખાનામાં રાખ્યો; પણ મંડળી તેને માટે આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરતી હતી.[૬] હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો. અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા.[૭] ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો, અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિતરને કૂખમાં મારીને જગાડ્યો, અને કહ્યું, “જલ્દી ઊઠ.” ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી.[૮] દૂતે તેને કહ્યું, “કમર બાંધ, અને તારાં ચંપલ પહેર.” તેણે તેમ કર્યું. પછી તેણે તેને કહ્યું, “તારું વસ્‍ત્ર ઓઢીને મારી પાછળ આવ.”[૯] તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો.[૧૦] તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાને દરવાજે પહોંચ્યા. તે તેઓને માટે પોતાની મેળે ઊઘડી ગયો. તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો. એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો.[૧૧] જ્યારે પિતરને ભાન આવ્યું ત્યારે તેણે કહ્યું, “હવે હું ખચીત જાણું છું કે પ્રભુએ પોતના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની બધી ધારણાથી મને છોડાવ્યો છે.”[૧૨] પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમને ઘેર આવ્યો; ત્યાં ઘણાં માણસો એકત્ર થઈને પ્રાર્થના કરતાં હતાં.[૧૩] તે આગલું બારણું ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એક જુવાન દાસી ખબર કાઢવા આવી.[૧૪] તેણે પિતરનો અવાજ ઓળખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં અંદર દોડી જઈને કહ્યું, “પિતર બારણા આગળ ઊભો છે.”[૧૫] તેઓએ તેને કહ્યું, તું તો ઘેલી છે” પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું, “ [હું કહું છું] તેમ જ છે.” ત્યારે તેઓએ કહ્યું, “તેનો દૂત હશે.”[૧૬] પણ પિતરે ખટખટાવ્યા કર્યું. જ્યારે તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યાં.[૧૭] પણ તેણે છાનાં રહેવાને તેઓને હાથથી ઇશારો કર્યો; અને પ્રભુ તેને શી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું. તેણે કહ્યું, “એ સમાચાર યાકૂબને તથા [બીજા] ભાઈઓને પહોંચાડજો.” પછી તે બીજી જગાએ ચાલ્યો ગયો.[૧૮] સૂર્યોદય થયો ત્યારે સિપાઈઓમાં ઘણો ગડબડાટ થઈ રહ્યો કે પિતરનું શું થયું હશે![૧૯] હેરોદે તેને શોધ્યો, પણ તે ન જડ્યો, ત્યારે તેણે ચોકીદારોની તપાસ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો. પછી યહૂદિયાથી નીકળીને [હેરોદ] કાઈસારિયા ગયો, અને ત્યાં રહ્યો.

અધિનિયમો ૯:૧-૧૪
[૧] પણ શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને[૨] તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્‍ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.[૩] તે ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો.[૪] તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?”[૫] ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે;[૬] પણ તું ઊઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.”[૭] તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ.[૮] પછી શાઉલ જમીન પરથી ઊઠ્યો, તેની આંખો ઊઘડી ત્યારે તે કંઈ જોઈ શક્યો નહિ, એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.[૯] ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.[૧૦] હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું, “અનાન્યા, ત્યારે તેણે કહ્યું, “પ્રભુ, હું આ રહ્યો.”[૧૧] ત્યારે પ્રભુએ તેને કહ્યું, “ઊઠીને પાધરા નામના રસ્તામાં જા, ને શાઉલ નામે તાર્સસના એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે.[૧૨] તેણે [દર્શનમાં] જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.”[૧૩] પણ અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ, યરુશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુ:ખ આપ્યું છે એ મેં ઘણા [નાં મોં] થી સાંભળ્યું છે.[૧૪] અને જેઓ તમારે નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા માટે મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.”

ગલાટિયન ૧:૧૩
કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારની મારી વર્તણૂક વિષે તો તમે સાંભળ્યું છે કે, હું ઈશ્વરની મંડળીને બેહદ સતાવતો હતો, અને તેની પાયમાલી કરતો હતો.

પ્રકટીકરણ ૨:૮-૧૦
[૮] સ્મર્નામાંની મંડળીના દૂતને લખ: જે પ્રથમ તથા છેલ્લા, જે મૃત્યુ પામ્યા હતા પણ જીવતા થયા, તે આ વાતો કહે છે:[૯] હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું (તોપણ તું ધનવાન છે), અને જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.[૧૦] તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.

અધિનિયમો 26:9-11
[9] હું તો [પ્રથમ] મારા મનમાં એવું ધારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.[10] અને મેં યરુશાલેમમાં તેમ કર્યું પણ ખરું:મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદીખાનામાં નંખાવ્યા, અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો.[11] મેં સર્વ સભાસ્થાનોમાં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવાને પ્રયત્ન કર્યા. અને તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરરાજ્યનાં શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા.

૧ કોરીંથી ૪:૧૨
વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ.

અધિનિયમો 12:1
આશરે તે જ સમયે હેરોદ રાજાએ મંડળીના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.

ફિલિપીયન 3:6
[ધર્મના] આવેશ સંબંધી મંડળીને સતાવનાર; નિયમ [શાસ્‍ત્ર] ના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016