A A A A A

ખરાબ પાત્ર: [ક્રોધ]


એફેસી 4:26-31
[26] ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.[27] અને શેતાનને સ્થાન ન આપો.[28] ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.[29] તમાર મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્‍નતિને માટે આવશ્યક હોય તે જ નીકળે કે, તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.[30] વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,[31] સર્વ [પ્રકાર] ની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.

જેમ્સ ૧:૧૯-૨૦
[૧૯] મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.[૨૦] કેમ કે માણસના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.

ઉકિતઓ ૨૯:૧૧
મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.

સભાશિક્ષક ૭:૯
ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.

ઉકિતઓ ૧૫:૧
નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;

ઉકિતઓ ૧૫:૧૮
ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે.

કોલોસીઅન્સ ૩:૮
પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી [નીકળતાં] બીભત્સ વચન એ સર્વ તજી દો.

જેમ્સ ૪:૧-૨
[૧] તમારામાં લડાઈ તથા ઝઘડા કયાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહિ?[૨] તમે કુઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો, અને લોભ રાખો છો, પણ કંઈ મેળવી શક્તા નથી. તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી.

ઉકિતઓ ૧૬:૩૨
જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.

ઉકિતઓ ૨૨:૨૪
ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને તામસી માણસની સોબત ન કર;

મેથ્યુ ૫:૨૨
પણ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને ‘પાજી’ કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે, ‘તું મૂર્ખ છે, ’ તે અગ્નિની ગેહેન્‍નાના જોખમમાં આવશે.

ગીતશાસ્ત્ર ૩૭:૮-૯
[૮] રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઈશ નહિ, તેથી દુષ્કર્મ જ [નીપજે છે].[૯] કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે.

ગીતશાસ્ત્ર ૭:૧૧
ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, હા, ઈશ્વર રોજ [દુષ્ટો પર] કોપાયમાન થાય છે.

૪ કિંગ્સ ૧૧:૯-૧૦
[૯] યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વ પ્રમાણે શતાધિપતિઓએ કર્યુ, અને તેઓ દરેક સાબ્બાથે અંદર આવનારા તથા તથા સાબ્બાથે બહાર જનારા પોતાના તાબાના સર્વ માણસોને લઈને યહોયાદા યાજક પાસે આવ્યા.[૧૦] દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાના મંદિરમાં હતાં તે યાજકે શતાધિપતીઓને આપ્યાં.

૪ કિંગ્સ ૧૭:૧૮
માટે યહોવાએ ઇઝરાયલ પર અતિ કોપાયમાન થઈને તેમને પોતાની ર્દષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદાના કુળ સિવાય બીજું કોઈ રહેવા પામ્ચું નહિ.

ઉકિતઓ ૧૪:૨૯
જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016