૧ તીમોથી ૫:૮ |
પણ જે માણસ પોતાની ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું. તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે. |
|
૨ કોરીંથી ૯:૮ |
વળી ઈશ્વર તમારા પર સર્વ [પ્રકારની] પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશાં તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામોની વૃદ્ધિ કરતા રહો. |
|
પુનર્નિયમ ૨૯:૧૨ |
માટે યહોવા તારા ઈશ્વરનો કરાર, તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવા તારા ઈશ્વર આજે તારી આગળ કરે છે, તે [પાળવાનું] તું માથે લે; |
|
એફેસી ૩:૨૦ |
હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે, |
|
નિર્ગમન ૩૪:૬ |
અને યહોવા તેની આગળ થઈને ગયા, અને એવું જાહેર કર્યું, “યહોવા, યહોવા, દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર; |
|
જેમ્સ 1:17 |
દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. |
|
જ્હોન 10:10 |
ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઇરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. |
|
એલજે ૬:૩૮ |
આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.” |
|
એલજે ૬:૪૫ |
સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે. |
|
મેથ્યુ ૬:૩૩ |
પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે. |
|
ફિલિપીયન ૪:૧૯ |
મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. |
|
ઉકિતઓ ૩:૫-૧૦ |
[૫] તારા ખરા હ્રદયથી યહોવા પર ભરોસો રાખ. અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.[૬] તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.[૭] તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા;[૮] તેથી તારું શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે.[૯] તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર;[૧૦] એમ [કરવાથી] તારી વખારો ભરપૂર થશે, અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે. |
|
ગીતશાસ્ત્ર ૨૩:૫ |
મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે. |
|
ગીતશાસ્ત્ર ૩૬:૮ |
તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; અને તમારાં સુખોની નદીમાંથી તેઓ પીશે. |
|
ગીતશાસ્ત્ર ૩૭:૧૧ |
નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. |
|
ગીતશાસ્ત્ર ૬૫:૧૧ |
તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો; અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. |
|
ગીતશાસ્ત્ર ૭૨:૧૬ |
દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની જેમ ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે. |
|
રોમન ૧૫:૧૩ |
હવે ઈશ્વર કે, જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. |
|
ગીતશાસ્ત્ર 66:8-12 |
[8] હે લોકો, તમે આપણા ઈશ્વરને ધન્યવાદ આપો, અને તેમના સ્તવનનો ધ્વનિ સંભળાવો.[9] તે આપણા આત્માને જીવનમાં [સહીસલામત] રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતા નથી.[10] કેમ કે, હે ઈશ્વર, તમે અમને પારખ્યા છે; જેમ રૂપું કસાય છે તેમ તમે અમને કસ્યા છે.[11] તમે અમને જાળમાં પાડયા; તમે અમારી કમરો પર ત્રાસદાયક બોજો મૂક્યો.[12] તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ તથા પાણીમાંથી ચાલવું પડયું; પણ તમે અમોને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગાએ પહોંચાડયા. |
|
Gujarati Bible (GUOV) 2016 |
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016 |