A A A A A

વધારાનુ: [Trái tim tan vỡ]


૧ કોરીંથી 13:7
Tình yêu thương hay dung thứ mọi sự, tin mọi sự, trông cậy mọi sự, nín chịu mọi sự.

૧ પીટર 5:7
તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.

૧ સેમ્યુઅલ 16:7
પણ ઈશ્વરે શમુએલને કહ્યું કે, "તેના બહારના દેખાવ તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. જેમ માણસ જુએ છે તેમ ઈશ્વર જોતાં નથી; માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે."

૨ કોરીંથી 5:7
કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ.

૨ કોરીંથી 12:9
પણ તેમણે મને કહ્યું કે 'તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે' એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે.

હિબ્રૂ 13:5
દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, 'હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.'

યશાયાહ 6:1
ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.

યશાયાહ 41:10
તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ.

યશાયાહ 57:15
કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.

યિર્મેયાહ 29:11
કેમ કે તમારા માટે મારા જે ઈરાદાઓ હું રાખું છું તે હું જાણું છું' એમ યહોવાહ કહે છે. તે ઈરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે 'વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.

જ્હોન 3:16
કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

જ્હોન 12:40
'તેઓ આંખોથી દેખે નહિ, અંતઃકરણથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન જડ કર્યા છે.'

જ્હોન 14:1
'તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.

જ્હોન ౧౪:౨౭
હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ માનવજગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; અને બીવા પણ દેશો નહીં.

જ્હોન ౧౬:౩౩
મેં તમને એ વાતો કહી છે કે, 'મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.'

એલજે 24:38
તેમણે તેઓને કહ્યું કે, 'તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં તર્કવિતર્ક કેમ થાય છે?

ચિહ્ન 11:23
કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે.

મેથ્યુ 5:8
મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.

મેથ્યુ 11:28
ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.

ઉકિતઓ 3:5
તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.

ગીતશાસ્ત્ર ๓๔:๑๘
જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.

ગીતશાસ્ત્ર 51:17
ઈશ્વરના બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.

ગીતશાસ્ત્ર 55:22
તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી.

ગીતશાસ્ત્ર ૧૪૭:૩
હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.

પ્રકટીકરણ 21:4
તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.'

રોમન 8:28
આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.

રોમન ๑๒:๒
આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો.

ઉકિતઓ ൪:൨൩
પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.

ઉકિતઓ ൩:൫-൬
[൫] તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.[൬] તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.

૧ કોરીંથી ൬:൧൯-൨൦
[൧൯] શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી,[൨൦] કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.

ફિલિપીયન ൪:൬-൭
[൬] કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.[൭] ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.

મેથ્યુ ๑๑:๒๘-๓๐
[๒๘] ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.[๒๙] મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો.[๓๐] કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે."

ગીતશાસ્ત્ર ൩൪:൧-൨൨
[൧] દાઉદનું [ગીત]; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.[൨] હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.[൩] મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.[൪] મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.[൫] જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ.[൬] આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.[൭] યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.[൮] અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.[൯] યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.[൧൦] સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.[൧൧] આવો, મારાં બાળકો, મારું સાંભળો; હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.[൧൨] કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે? અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?[൧൩] તો દુષ્ટ બોલવાથી તારી જીભને અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.[൧൪] દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.[൧൫] યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.[൧൬] જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.[൧൭] ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.[൧൮] જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.[൧൯] ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ:ખો આવે છે, પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.[൨൦] તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.[൨൧] દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે; જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.[൨൨] યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.

Gujarati Bible 2017
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0