A A A A A

ભગવાન: [આશીર્વાદ]

એલજે ૬:૩૮
બીજાઓને આપો એટલે તમને પણ અપાશે. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઊભરાતું તમારા ખોળામાં ઠાલવવામાં આવશે. કારણ, જે માપથી તમે ભરી આપશો, તે માપથી જ તમને ભરી આપવામાં આવશે.”

મેથ્યુ ૫:૪
શોક કરનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને સાંત્વન આપશે.

ફિલિપીયન ૪:૧૯
અને મારા ઈશ્વર, ખ્રિસ્ત ઈસુમાં તેમની મહિમાવંત સંપત્તિમાંથી તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે.

ગીતશાસ્ત્ર ૬૭:૭
ઈશ્વર અમને આશીર્વાદ આપો અને પૃથ્વીની સર્વ સીમાઓ સુધીના લોકો ઈશ્વરનો આદરયુક્ત ભય રાખો.

નંબર્સ ૬:૨૪-૨૫
[૨૪] ‘પ્રભુ તમને આશિષ આપો, અને તમારી સંભાળ રાખો;[૨૫] પ્રભુ પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો, અને તમારા પર કૃપા દર્શાવો;

ફિલિપીયન ૪:૬-૭
[૬] કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો.[૭] અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની અને મનોની ખ્રિસ્ત ઈસુમાં સંભાળ રાખશે.

જેમ્સ ૧:૧૭
દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.

યિર્મેયાહ ૧૭:૭-૮
[૭] પરંતુ પ્રભુ પર ભરોસો રાખનાર, અને પ્રભુ પર આધાર રાખનાર આશીર્વાદિત છે.[૮] તે વ્યક્તિ પાણીની નજીક રોપાયેલા વૃક્ષ જેવી છે; તેનાં મૂળ ઝરણાં તરફ પહોંચે છે; તાપ પડે તેનો તેને ડર નથી; કારણ, તેનાં પાંદડાં લીલાંછમ રહે છે. તેને અનાવૃષ્ટિની પણ ચિંતા નથી! તે તો ફળ આપ્યે જ જાય છે.

યશાયાહ ૪૧:૧૦
તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.

જ્હોન ૧:૧૬
તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે.

જિનેસિસ ૨૨:૧૬-૧૭
[૧૬] “પ્રભુ કહે છે: હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશિષ આપીશ. કારણ, તેં આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી.[૧૭] હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.

જિનેસિસ ૨૭:૨૮-૨૯
[૨૮] ઈશ્વર તારે માટે આકાશમાંથી ઝાકળ વરસાવો; તને પૃથ્વીની ફળદ્રુપ જમીન આપો; વળી, તે તને પુષ્કળ અનાજ અને દ્રાક્ષાસવ આપો.[૨૯] લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”

ગીતશાસ્ત્ર ૧:૧-૩
[૧] ધન્ય છે પ્રભુના લોકને કે જેઓ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતા નથી, પાપીઓના માર્ગમાં ઊભા રહેતા નથી, અને ઈશ્વરનિંદકોના સહવાસમાં બેસતા નથી;[૨] એને બદલે, પ્રભુનું નિયમશાસ્ત્ર જ તેમનો આનંદ છે અને રાતદિવસ તેઓ તેનું મનન કરે છે.[૩] તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે.

ગીતશાસ્ત્ર ૨૩:૧-૪
[૧] (દાવિદનું ગીત) યાહવે મારા પાલક છે; તેથી મને કશી અછત પડશે નહિ.[૨] તે મને લીલાંછમ ઘાસનાં ચરાણોમાં ચરાવે છે, તે મને શાંત ઝરણા પાસે દોરી જાય છે, અને મારા પ્રાણને તાજગી બક્ષે છે.[૩] પોતાના નામને લીધે તે મને સીધી કેડીઓ પર ચલાવે છે.[૪] મારે ઘોર અંધારી ખીણમાંથી પસાર થવું પડે, તોયે મને કશા અનિષ્ટનો ડર લાગશે નહિ. કારણ, હે પ્રભુ, તમે મારી સાથે છો. તમારા હાથમાંની ડાંગ અને લાકડી મને સાંત્વન આપે છે.

૨ સેમ્યુઅલ ૨૨:૩-૪
[૩] ઈશ્વર તો મારા આશ્રયગઢ છે, હું તેમને શરણે જાઉં છું. તે તો મારી ઢાલ, મારી ઉદ્ધારક શક્તિ, મારો મજબૂત ગઢ અને મારા આશ્રય છે, તે મને અત્યાચારથી બચાવે છે.[૪] પ્રભુ સ્તુતિપાત્ર છે; હું તેમને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે.

૧ જ્હોન ૫:૧૮
આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું સંતાન પાપ કર્યા કરતું નથી. કારણ, ઈશ્વરપુત્ર તેને સંભાળે છે અને દુષ્ટ તેને ઇજા પહોંચાડી શક્તો નથી.

ગીતશાસ્ત્ર ૧૩૮:૭
જો મારે સંકટમય માર્ગે ચાલવું પડે તો પણ તમે મારા જીવને સલામત રાખો છો; ક્રોધે ભરાયેલા મારા શત્રુઓ પર તમે તમારો ડાબો હાથ ઉગામશો, અને તમારા પરાક્રમી જમણા ભુજથી મને વિજય અપાવશો.

૨ કોરીંથી ૯:૮
ઈશ્વર તમને તમારી જરૂર કરતાં પણ વિશેષ આપવાને સમર્થ છે; તેથી તમારે જેની જરૂર છે તે તમને હંમેશાં મળશે, અને દરેક સારા ક્મને માટે જરૂર કરતાં પણ વધુ મળશે.

ફિલિપીયન 4:7
અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની અને મનોની ખ્રિસ્ત ઈસુમાં સંભાળ રાખશે.

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India