કોલોસીઅન્સ ૩:૮ |
પણ હવે તમારે ગુસ્સો, રીસ, અદાવત, નિંદા કે તમારા મુખમાંથી નીકળતા અપશબ્દો એવી સર્વ બાબતોથી મુક્ત થવું જોઈએ. |
|
કોલોસીઅન્સ ૪:૬ |
તમારી વાણી હંમેશાં માુર અને સચોટ હોવી જોઈએ, જેથી દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી શકો. |
|
એફેસી ૪:૨૯ |
વાતચીતમાં નુક્સાનકારક શબ્દો વાપરો નહિ, પણ માત્ર ઉન્નતિકારક અને જરૂર જેટલા જ શબ્દો વાપરો; જેથી સાંભળનારનું ભલું થાય. |
|
એફેસી ૫:૪ |
વળી, તમે અશ્ર્લીલ, મૂર્ખ અથવા ભૂંડા શબ્દો વાપરો તે તમારે માટે યોગ્ય નથી. એને બદલે, તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. |
|
નિર્ગમન ૨૦:૭ |
“તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી. |
|
જેમ્સ ૧:૨૬ |
શું કોઈ પોતાને ધાર્મિક માને છે? જો તે પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તો તેનો ધર્મ નિરર્થક છે અને તે પોતાની જાતને છેતરે છે. |
|
જેમ્સ 3:10 |
સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ; |
|
જેમ્સ ૩:૫-૧૨ |
[૫] જીભ વિષે પણ એમ જ છે. ઘણી નાની હોવા છતાં તે મહાન બાબતો વિષે બડાઈ મારે છે. જરા વિચાર કરો કે અગ્નિનો બહુ નાનો તણખો મોટા જંગલને સળગાવી શકે છે.[૬] તેમ જીભ પણ અગ્નિ જેવી છે. એ તો જૂઠની દુનિયા છે. અન્ય અવયવો સાથે તેને પણ આપણા શરીરમાં સ્થાન છે. આપણા સમગ્ર વ્યક્તિત્વની મારફતે તે ભૂંડાઈ ફેલાવે છે. તેની મારફતે આવતા નર્કાગ્નિથી આપણા સમગ્ર અસ્તિત્વને તે સળગાવે છે.[૭] દરેક પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ, સર્પટિયાં અને માછલાંને માણસે કાબૂમાં રાખ્યાં છે,[૮] પણ કોઈએ કદી જીભને કાબૂમાં રાખી નથી, તે તો ભૂંડી અને કાબૂમાં રાખી ન શકાય તેવી છે. વળી, ક્તિલ ઝેરથી ભરપૂર છે.[૯] આપણે આપણા પ્રભુ અને ઈશ્વરપિતાની સ્તુતિ કરવા તેનો ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે સર્જવામાં આવેલા આપણા સાથી માનવોને તે જ જીભથી શાપ આપીએ છીએ.[૧૦] સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ;[૧૧] ઝરણાના મુખમાંથી કડવું અને મીઠું પાણી નીકળી શકે ખરું?[૧૨] મારા ભાઈઓ, અંજીરના વૃક્ષને ઓલિવનું ફળ આવે? અને દ્રાક્ષવેલાને કદી અંજીર બેસે? તે જ રીતે ખારા પાણીનો ઝરો મીઠું પાણી આપી શક્તો નથી. |
|
લેવિટીસ ૨૦:૯ |
“પોતાનાં માતાપિતાને શાપ આપનારને મારી નાખવો. તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહેશે. |
|
એલજે ૬:૨૮ |
જેઓ તમને શાપ આપે છે તેમને આશિષ આપો, જેઓ તમારું અપમાન કરે તેમને માટે પ્રાર્થના કરો. |
|
મેથ્યુ ૫:૨૨ |
પણ હવે હું તમને કહું છું: જે કોઈ પોતાના ભાઈ પર વિનાકારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને ’મૂર્ખ!’ કહેશે, તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે કોઈ પોતાના ભાઈને ’બેવકૂફ’ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે. |
|
૧ પીટર ૩:૧૦ |
શાસ્ત્રમાં લખેલું છે, “જો કોઈએ જીવનમાં સુખી થવું હોય અને સારા દિવસો જોવા હોય, તો તેણે ભૂંડું બોલવાથી દૂર રહેવું અને જૂઠું બોલવું નહિ; |
|
મેથ્યુ ૧૫:૧૧ |
માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે. |
|
ઉકિતઓ ૧૮:૨૧ |
જીવન અને મૃત્યુ જીભ પર અવલંબે છે; જેવો જીભનો ઉપયોગ તેવાં તેનાં ફળ! |
|
ગીતશાસ્ત્ર ૧૦૯:૧૭ |
શાપ દેવાનું તેને પ્રિય હતું, માટે તેને જ શાપ લાગો. આશિષ આપવાનું તેને ગમતું નહિ, માટે આશિષ તેનાથી દૂર રહો. |
|
રોમન ૧૨:૧૪ |
જેઓ તમને સતાવે તેમને ઈશ્વર આશિષ આપે તેવી વિનંતી કરો; અને શાપ આપતા નહિ. |
|
૪ કિંગ્સ ૨:૨૩-૨૪ |
[૨૩] એલિશા યરીખોથી બેથેલ ઉપડયો, તો રસ્તે જતાં નગરમાંથી છોકરાઓએ નીકળી આવી તેની મજાક ઉડાવી. તેમણે બૂમો પાડી, “ઓ ટાલિયા, ચાલ્યો જા! ઓ ટાલિયા, ચાલ્યો જા.”[૨૪] એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં. |
|
મેથ્યુ ૧૫:૧૦-૧૧ |
[૧૦] ત્યાર પછી ઈસુએ જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, સાંભળો અને સમજો![૧૧] માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે. |
|
જેમ્સ ૩:૮-૧૦ |
[૮] પણ કોઈએ કદી જીભને કાબૂમાં રાખી નથી, તે તો ભૂંડી અને કાબૂમાં રાખી ન શકાય તેવી છે. વળી, ક્તિલ ઝેરથી ભરપૂર છે.[૯] આપણે આપણા પ્રભુ અને ઈશ્વરપિતાની સ્તુતિ કરવા તેનો ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે સર્જવામાં આવેલા આપણા સાથી માનવોને તે જ જીભથી શાપ આપીએ છીએ.[૧૦] સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ; |
|
મેથ્યુ ૧૫:૧૮-૨૦ |
[૧૮] પણ જે કંઈ મુખમાંથી બહાર આવે છે તે હૃદયમાંથી નીકળે છે અને તે માનવીને અશુદ્ધ બનાવે છે.[૧૯] કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.[૨૦] આ બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે. પણ હાથ ધોયા વગર ખાવાથી માણસ અશુદ્ધ થઈ જતો નથી. |
|
Gujarati Bible 2016 (GUCL) |
Bible Society of India |