પ્રકટીકરણ ૧૩:૧૮ |
આ તો બુદ્ધિ માંગી લે છે, જે કોઈ બુદ્ધિશાળી હોય તે પશુના આંકડા પરથી તેનું નામ શોધી કાઢી શકે છે; કારણ, એ આંકડો એક માણસનું નામ સૂચવે છે. તે આંકડો છસો છાસઠ છે. |
|
પુનર્નિયમ ૬:૪ |
“હે ઇઝરાયલીઓ સાંભળો; યાહવે, એકમાત્ર યાહવે આપણા ઈશ્વર છે; |
|
લેવિટીસ ૨૦:૧૩ |
જો કોઈ પુરુષ બીજા પુરુષની સાથે સ્ત્રીની માફક સમાગમ કરે તો તેમણે ઘણું ધિક્કારપાત્ર કાર્ય કર્યું છે. તેમને મારી નાખવા. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે. |
|
૧ કોરીંથી ૬:૯-૧૧ |
[૯] શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,[૧૦] ચોર, લોભી, દારૂડિયા, નિંદાખોર કે દુષ્ટો કે એવા બીજા કોઈ ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકશે નહિ,[૧૧] તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા. |
|
પ્રકટીકરણ ૧૧:૨-૩ |
[૨] પરંતુ મંદિરની બહારનો ચોક મૂકી દઈને માપ લે. કારણ, એ ચોક વિધર્મીઓને સોંપેલો છે, તેઓ બેંતાળીસ મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદશે.[૩] અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે. |
|
લેવિટીસ ૨૦:૨૭ |
“જો કોઈ પુરુષ કે સ્ત્રી મૃતાત્મા- ઓનો સંપર્ક સાધે અને સલાહ લે તો તેમને પથ્થરે મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને શિરે રહેશે.” |
|
પુનર્નિયમ ૧૮:૧૦-૧૨ |
[૧૦] તમારામાં કોઈએ પોતાના બાળકોને વેદીના અગ્નિમાં બલિ તરીકે ચડાવવાં નહિ.[૧૧] તમારામાંથી કોઈ જોષ જોનાર, શુકન જોનાર, ધંતરમંતર કરનાર, જાદુ કરનાર, મોહિની લગાડનાર, ભૂતપ્રેતની સાધના કરનાર કે મૃતાત્માઓનો સંપર્ક સાધનાર હોવો જોઈએ નહિ.[૧૨] કારણ, એવાં ઘૃણાસ્પદ કાર્યો કરનારને પ્રભુ ધિક્કારે છે અને તેમનાં એવાં ઘૃણાસ્પદ કાર્યોને લીધે તો તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢે છે. |
|
૪ કિંગ્સ ૨૧:૬ |
તેણે ઘંતરમંતર અને જાદુક્રિયા આચરી અને જોશ જોનારા તથા પ્રેતાત્માઓનો સંપર્ક સાયો. તેણે પ્રભુની વિરુદ્ધ ભયંકર પાપકર્મો કરીને તેમનો રોષ વહોરી લીધો. |
|
મીખાહ ૫:૧૨ |
તમારા હાથે બાંધેલાં જાદુઈ માદળિયાં હું તોડી નાખીશ અને જોશ જોનારને હું રહેવા દઈશ નહિ. |
|
યશાયાહ ૪૭:૧૨ |
તું છેક તારી બાલ્યાવસ્થાથી ધંતરમંતર અને જાદુક્રિયામાં મંડી રહી છે. તેના પર આધાર રાખ; કદાચ, તું તેનાથી સફળ થાય અને તારા દુશ્મનો પર ધાક પણ બેસાડે! |
|
અધિનિયમો ૮:૧૧-૨૪ |
[૧૧] તેણે પોતાની જાદુવિદ્યાથી ઘણા લાંબા સમયથી લોકોને છક કરી દીધા હોવાથી તેઓ યાનપૂર્વક તેનું સાંભળતા.[૧૨] પણ ફિલિપ તરફથી ઈશ્વરના રાજનો શુભસંદેશ સાંભળીને સ્ત્રીપુરુષોએ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં.[૧૩] સિમોને પણ વિશ્વાસ કર્યો, અને ફિલિપની સાથે રહ્યો. જે મહાન ચમત્કારો અને અદ્ભુત કાર્યો કરવામાં આવતાં હતાં તે જોઈને તે આશ્ર્વર્યચકિત થઈ ગયો.[૧૪] સમરૂનના લોકોએ ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે એ વિષે યરુશાલેમમાં પ્રેષિતોએ સાંભળ્યું; તેથી તેમણે તેમની પાસે પિતર અને યોહાનને મોકલ્યા.[૧૫] તેમણે આવીને વિશ્વાસીઓને પવિત્ર આત્મા મળે તે માટે પ્રાર્થના કરી.[૧૬] કારણ, હજી સુધી તેમનામાંના કોઈને પવિત્ર આત્મા મળ્યો ન હતો; માત્ર ઈસુના નામમાં તેમનું બાપ્તિસ્મા થયું હતું.[૧૭] પછી પિતર અને યોહાને તેમના પર પોતાના હાથ મૂક્યા એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.[૧૮] પ્રેષિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા પ્રાપ્ત થાય છે એ સિમોને જોયું. તેથી તે પિતર તથા યોહાનને પૈસા આપવા લાગ્યો અને કહ્યું,[૧૯] “મને પણ એ શક્તિ આપો, જેથી હું જેના પર હાથ મૂકું તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”[૨૦] પણ પિતરે જવાબ આપ્યો, “તું અને તારા પૈસા જાય જહન્નમમાં! ઈશ્વરની ભેટને તું પૈસાથી ખરીદવાનો વિચાર કરે છે?[૨૧] ઈશ્વરની દૃષ્ટિમાં તારું હૃદય ચોખ્ખું નહિ હોવાથી અમારા કાર્યમાં તારે કંઈ લાગભાગ નથી.[૨૨] તેથી તારો આ દુષ્ટ વિચાર તજી દે, અને પ્રાર્થના કર કે પ્રભુ તને એવા વિચારની ક્ષમા આપે.[૨૩] કારણ, હું જોઉં છું કે તું અદેખાઈથી ભરેલો અને પાપનો કેદી છે.”[૨૪] સિમોન જાદુગરે પિતર તથા યોહાનને કહ્યું, “મારે માટે પ્રાર્થના કરો કે તમે કહેલું કંઈ અનિષ્ટ મારા પર આવી પડે નહિ.” |
|
જિનેસિસ ૧:૨૪-૩૧ |
[૨૪] પછી ઈશ્વરે કહ્યું, “ભૂમિ પોતપોતાની જાત પ્રમાણેનાં સજીવ પ્રાણીઓ એટલે બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉપજાવો.” એટલે એમ થયું.[૨૫] આમ, ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણેનાં બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.[૨૬] પછી ઈશ્વરે કહ્યું, “હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ. જેથી તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્યપશુઓ પર અધિકાર ચલાવે.”[૨૭] ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવજાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું.[૨૮] ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં બધાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”[૨૯] વળી, ઈશ્વરે તેમને કહ્યું, “મેં તમને હરેક પ્રકારના બીજદાયક ધાન્યના છોડ તેમ જ હરેક પ્રકારના બીજદાયક ફળનાં વૃક્ષો ખોરાક માટે આપ્યાં છે.[૩૦] પરંતુ જેમનામાં જીવનનો શ્વાસ છે એવાં પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓ, આકાશમાંનાં સર્વ પક્ષીઓ અને પૃથ્વી પર પેટે ચાલતાં સર્વ પ્રાણીઓ માટે મેં સઘળી વનસ્પતિ આપી છે.” અને એમ જ થયું.[૩૧] ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ સારું લાગ્યું. સાંજ પડી અને સવાર થયું. આ છઠ્ઠો દિવસ હતો. |
|
૧ કોરીંથી ૬:૯ |
શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા, |
|
જ્હોન ૧:૮ |
યોહાન પોતે એ પ્રકાશ ન હતો, પરંતુ પ્રકાશ વિષે તે સાક્ષી આપવા આવ્યો હતો. |
|
પ્રકટીકરણ ૪:૬-૮ |
[૬] રાજ્યાસનની સામે સ્ફટિક જેવા નિર્મળ ક્ચના હોજ જેવું દેખાતું કંઈક હતું. રાજ્યસનની પ્રત્યેક બાજુએ ચાર જીવંત પ્રાણીઓ હતાં. તેઓ આગળપાછળ આંખોથી ભરપૂર હતાં.[૭] પહેલું પ્રાણી સિંહ જેવું દેખાતું હતું; બીજું વાછરડા જેવું દેખાતું હતું; ત્રીજાને મનુષ્યના જેવો ચહેરો હતો; અને ચોથું ઊડતા ગરુડ જેવું હતું.[૮] અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.” |
|
જિનેસિસ ૩:૧૫ |
હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.” |
|
પ્રકટીકરણ ૧૩:૫ |
તે પશુને ભયંકર ઈશ્વરનિંદા કરવાની અને ગર્વિષ્ઠ દાવા કરવાની છૂટ આપવામાં આવી અને બેંતાળીસ મહિના સુધી તેને અધિકાર ચલાવવાની છૂટ આપવામાં આવી. |
|
નિર્ગમન ૭:૧૧ |
ત્યારે ફેરોએ પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે જ પ્રમાણે કર્યું. |
|
Gujarati Bible 2016 (GUCL) |
Bible Society of India |