૪ કિંગ્સ ૫:૧૦ |
એલિશાએ પોતાના નોકરને મોકલીને તેને કહેવડાવ્યું કે, “તે યર્દન નદીમાં જઈ સાત વાર ડૂબકી મારે એટલે તેનો કોઢ બિલકુલ મટી જશે.” |
|
પુનર્નિયમ ૫:૧૨ |
‘મેં, તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કર્યા પ્રમાણે સાબ્બાથ દિન પાળો અને તેની પવિત્રતા જાળવો. |
|
નિર્ગમન ૨૨:૩૦ |
તમારાં ઢોર અને તમારાં ઘેટાંના પ્રથમજનિત બચ્ચાંનું મને અર્પણ કરો. પ્રથમજનિત નર સાત દિવસ સુધી પોતાની મા સાથે રહે, પરંતુ આઠમે દિવસે તમે મને તેમનું અર્પણ કરો. |
|
જ્હોન ૬:૩૫ |
ઈસુએ તેમને કહ્યું, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહિ થાય; જે મારામાં વિશ્વાસ મૂકશે તે કદી તરસ્યો નહિ થાય. |
|
મેથ્યુ ૨૬:૨૬ |
તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપતાં કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે. |
|
નંબર્સ ૪:૭ |
તેમણે ઈશ્વરને રોટલી અર્પવાની મેજ પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું. તેના પર થાળીઓ, વાટકા, ધૂપદાનીઓ અને દ્રાક્ષાસવ અર્પણ કરવાનાં પાત્રો ગોઠવી દેવાં. મેજ પર હંમેશા પ્રભુને અર્પિત રોટલી રાખવી. |
|
જોશુઆ ૬:૩-૪ |
[૩] તારે અને તારા સર્વ સૈનિકોએ છ દિવસ સુધી દરરોજ કૂચ કરતાં કરતાં શહેરની એકવાર પ્રદક્ષિણા કરવી.[૪] સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી. |
|
જિનેસિસ ૨:૧-૩ |
[૧] આમ, ઈશ્વરે આકાશ તથા પૃથ્વી અને સમસ્ત સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું.[૨] સાતમા દિવસ સુધીમાં તેમણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું અને સાતમે દિવસે તેમણે પોતાનાં સર્વ કામોથી વિશ્રામ લીધો.[૩] ઈશ્વરે સાતમા દિવસને આશિષ આપી અને તેને પવિત્ર દિવસ તરીકે અલગ કર્યો; કારણ, તે દિવસે ઈશ્વરે પોતાનું સર્જનકાર્ય પૂર્ણ કરીને આરામ લીધો. |
|
જિનેસિસ ૯:૧૨-૧૬ |
[૧૨] પછી ઈશ્વરે કહ્યું, “તમારી સાથે તથા સર્વ સજીવ પ્રાણીઓ સાથે હું આ જે સાર્વકાલિક કરાર કરું છું તેનું આ ચિહ્ન છે: હું વાદળમાં મારું મેઘધનુષ્ય મૂકું છું. પૃથ્વી સાથે મેં કરેલા મારા કરારનું એ ચિહ્ન છે.[૧૩] ***[૧૪] જ્યારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ ત્યારે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,[૧૫] ત્યારે તમારી સાથે તથા સર્વ પ્રાણીઓ સાથે મેં કરેલો મારો કરાર હું સંભારીશ અને જળપ્રલયથી ફરી કદીપણ સર્વ સજીવોનો નાશ થશે નહિ.[૧૬] વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે ત્યારે તે જોઈને મારી અને પૃથ્વીના સર્વ જાતનાં સજીવ પ્રાણીઓ વચ્ચેનો એ સાર્વકાલિક કરાર હું યાદ કરીશ.” |
|
Gujarati Bible 2016 (GUCL) |
Bible Society of India |