A A A A A

જીવન: [પ્રાણીઓ]


જિનેસિસ ૧:૨૧
ઈશ્વરે મહાકાય માછલાં, પોતપોતાની જાત પ્રમાણે બધી જાતનાં જળચરો અને પોતપોતાની જાત પ્રમાણે બધી જાતનાં પક્ષીઓનું સર્જન કર્યું. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.

જિનેસિસ ૧:૩૦
પરંતુ જેમનામાં જીવનનો શ્વાસ છે એવાં પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓ, આકાશમાંનાં સર્વ પક્ષીઓ અને પૃથ્વી પર પેટે ચાલતાં સર્વ પ્રાણીઓ માટે મેં સઘળી વનસ્પતિ આપી છે.” અને એમ જ થયું.

જેમ્સ ૩:૭
દરેક પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ, સર્પટિયાં અને માછલાંને માણસે કાબૂમાં રાખ્યાં છે,

યિર્મેયાહ ૮:૭
આકાશમાં ઊડનાર બગલો પોતાનો પાછા ફરવાનો નિયત સમય જાણે છે; કબૂતર, અબાબીલ અને સારસ તેમના સ્થળાંતરનો સમય સાચવે છે. પણ મારા લોકને મારા નિયમની સમજ નથી.

જોબ ૩૫:૧૧
તે પૃથ્વીનાં પ્રાણીઓ કરતાં આપણને વધારે શીખવે છે, અને આકાશનાં પંખીઓ કરતાં આપણને વધારે શાણા બનાવે છે.’

એલજે ૩:૬
સમસ્ત માનવજાત ઈશ્વરનો ઉદ્ધાર જોશે.”

એલજે ૧૨:૨૪
કાગડાઓનો વિચાર કરો! તે નથી વાવતા કે નથી કાપણી કરતા; તેમની પાસે નથી કોઠાર કે ભંડાર; છતાં ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે! પંખીઓ કરતાં તમારું મૂલ્ય ઘણું મોટું છે!

મેથ્યુ 6:26
આકાશમાં ઊડતાં પંખીઓ જુઓ! તેઓ બી વાવતાં નથી કે કાપણી કરીને કોઠાર ભરતાં નથી; છતાં આકાશમાંના તમારા ઈશ્વરપિતા તેમની કાળજી રાખે છે. શું તમે પંખીઓ કરતાં વધુ મૂલ્યવાન નથી?

ઉકિતઓ ૧૨:૧૦
નેકજન પોતાનાં પશુઓની પણ દરકાર લે છે, પણ દુષ્ટોના દયાભાવમાં પણ ક્રૂરતા હોય છે.

ગીતશાસ્ત્ર 104:21
સિંહનાં બચ્ચાં શિકાર મેળવવા ગર્જે છે; તેઓ ઈશ્વર પાસે પોતાનો આહાર માગે છે.

જિનેસિસ ૨:૧૯-૨૦
[૧૯] એટલે તેમણે માટીમાંથી પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓ ઉપજાવ્યાં અને એ માણસ તેમનાં શું નામ પાડશે તે જોવા તેમને તેની પાસે લાવ્યા.[૨૦] માણસે સર્વ પાલતુ પ્રાણીઓ, આકાશનાં પક્ષીઓ અને વન્ય પશુઓનાં નામ પાડયાં; પરંતુ તેને માટે યોગ્ય એવી સહાયકારી મળી નહિ.

જિનેસિસ ૯:૨-૩
[૨] પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ, આકાશનાં બધાં પક્ષીઓ, જમીન પર પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરિયાનાં માછલાં તમારાથી બીશે અને ગભરાશે; તેઓ તમારા અધિકાર નીચે છે.[૩] પહેલાં જેમ મેં તમને લીલાં શાકભાજી ખોરાક તરીકે આપ્યાં હતાં તેમ હવે પૃથ્વી પર હાલતાંચાલતાં બધાં પ્રાણી તમારો ખોરાક થશે.

જિનેસિસ ૧:૨૪-૨૮
[૨૪] પછી ઈશ્વરે કહ્યું, “ભૂમિ પોતપોતાની જાત પ્રમાણેનાં સજીવ પ્રાણીઓ એટલે બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉપજાવો.” એટલે એમ થયું.[૨૫] આમ, ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણેનાં બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉત્પન્‍ન કર્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.[૨૬] પછી ઈશ્વરે કહ્યું, “હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ. જેથી તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્યપશુઓ પર અધિકાર ચલાવે.”[૨૭] ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવજાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું.[૨૮] ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં બધાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”

ઉકિતઓ ૬:૬-૮
[૬] ઓ આળસુ, તું કીડીઓ પાસે જઈને શીખ, તેમની જીવનચર્યા પરથી બોધપાઠ ગ્રહણ કર.[૭] કીડીઓને કોઈ નેતા હોતો નથી, તેમને કોઈ નાયક કે શાસક હોતો નથી;[૮] તોપણ તે ઉનાળામાં અનાજનો સંગ્રહ કરે છે, અને કાપણી વખતે ખોરાક એકત્ર કરે છે.

ગીતશાસ્ત્ર ૮:૬-૯
[૬] ***[૭] ઘેટાંબકરાં, ગાયભેંસ અને વન્ય પશુઓ;[૮] આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં અને સમુદ્રનાં અન્ય જળચરો એ બધું તેને તાબે કર્યું છે.[૯] હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે!

જોબ ૧૨:૭-૧૦
[૭] પરંતુ પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે; આકાશનાં પક્ષીઓ તમને કહી બતાવશે.[૮] અથવા પૃથ્વીને પૂછો, એટલે તે તમને જ્ઞાન આપશે. સાગરનાં માછલાં તમને પાઠ શીખવશે.[૯] એ બધાં જ જાણે છે કે ઈશ્વરને હાથે જ સર્વ કાર્યો થાય છે.[૧૦] સર્વ સજીવોના પ્રાણ અને દરેક મનુષ્યનો આત્મા તેમના હાથમાં છે.

યશાયાહ ૧૧:૬-૯
[૬] એ સમયે વરુ અને હલવાન સાથે રહેશે, અને ચિત્તો લવારા સાથે સૂઈ જશે. વાછરડું અને સિંહનું બચ્ચું સાથે ખાશે, અને નાનું બાળક તેમને સાચવશે.[૭] ગાય અને રીંછડી સાથે ચરશે, અને તેમનાં બચ્ચાં સાથે સૂઈ જશે. સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે.[૮] ધાવણું બાળક નાગના રાફડા પર રમશે, અને નાનું બાળક ઝેરી સાપના દરમાં હાથ ઘાલશે.[૯] ઈશ્વરના પવિત્ર પર્વત સિયોન પર નુક્સાન કે વિનાશ કરનાર કંઈ હશે નહિ. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ પૃથ્વી પ્રભુના જ્ઞાનથી ભરપૂર થશે.

સભાશિક્ષક ૩:૧૮-૨૧
[૧૮] મેં મનુષ્યો વિષે મારા મનમાં વિચાર્યું છે કે ઈશ્વર તેમની ક્સોટી કરે છે, જેથી તેઓ સમજે કે તે પશુથી વિશેષ નથી.[૧૯] મનુષ્ય અને પશુ બંનેનું ભાવિ એક જ છે. જેમ પશુ મરે છે તેમ જ માણસ મરે છે. બધામાં એક જ પ્રાણ હોય છે. મનુષ્યો પશુઓ કરતાં જરાય ચડિયાતા નથી.[૨૦] એ બન્‍ને એક જ જગ્યાએ જાય છે. સર્વ માટીમાંથી જન્મે છે ને પાછાં માટીમાં મળી જાય છે.[૨૧] મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે ધરતીમાં જાય છે, તેની કોને ખબર છે?

ગીતશાસ્ત્ર ૧૪૮:૭-૧૨
[૭] પૃથ્વી પર વસનારા, પ્રભુની સ્તુતિ કરો; જળ રાક્ષસો અને સર્વ ઊંડાણો;[૮] વીજળી તથા કરા; હિમ તથા મેઘ; ઈશ્વરની આજ્ઞા પાળનારા આંધીના પવનો;[૯] પર્વતો અને સર્વ ડુંગરાઓ; ફળવૃક્ષો અને સર્વ ગંધતરુઓ;[૧૦] વનનાં રાની પશુઓ તથા સર્વ ઢોર; પેટે ચાલતાં જીવજંતુઓ અને ઊડનારાં પક્ષીઓ;[૧૧] પૃથ્વીના રાજાઓ તથા સર્વ પ્રજાઓ; નેતાઓ અને પૃથ્વીના સર્વ શાસકો;[૧૨] યુવાનો અને યુવતીઓ; વૃદ્ધો અને બાળકો

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India