A A A A A

જીવન: [વૃદ્ધત્વ]


૧ તીમોથી 5:8
પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે.

૨ કોરીંથી ૪:૧૬
આ જ કારણથી અમે નિરાશ થતા નથી. જોકે અમારું શારીરિક જીવન ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, પણ અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે.

પુનર્નિયમ ૩૨:૭
“ભૂતકાળના દિવસો સંભારો, વીતેલી પેઢીઓનાં વર્ષોને યાદ કરો, તમારા પિતાને પૂછો, એટલે તે તમને કહેશે. વૃધ લોકોને ભૂતકાળ વિષે પૂછો તો તેઓ કહેશે.

પુનર્નિયમ ૩૪:૭
મૃત્યુ સમયે મોશેની ઉંમર એક્સો વીસ વર્ષની હતી, છતાં તેની આંખ ઝાંખી પડી નહોતી કે તેની શક્તિ ઓસરી નહોતી.

સભાશિક્ષક ૭:૧૦
વીતેલો સમય આજના સમય કરતાં કેમ સારો હતો એવો પ્રશ્ર્ન ઉઠાવીશ નહિ. કારણ, એવો પ્રશ્ર્ન ડહાપણયુક્ત નથી.

નિર્ગમન ૨૦:૧૨
“તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.

જિનેસિસ ૬:૩
ત્યારે પ્રભુએ કહ્યું, “મારો આત્મા માણસમાં સદા વાસો કરશે નહિ, કારણ, માણસ આખરે મર્ત્ય છે. હવે પછી માણસની આયુમર્યાદા માત્ર 120 વર્ષની રહેશે.”

જિનેસિસ ૨૫:૮
તે પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.

યશાયાહ ૪૦:૨૯
તે નિર્ગત થઈ ગયેલાને બળ આપે છે, અને કમજોરને તાક્તવાન બનાવે છે.

યશાયાહ ૪૬:૪
તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્‍નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.”

જોબ ૫:૨૬
પાકેલ ધાન્યનો પૂળો મોસમે ખળામાં લવાય છે તેમ પાકટ વયે તું મૃત્યુ પામશે.

જોબ ૧૨:૧૨-૨૦
[૧૨] વયોવૃદ્ધ માણસો પાસે જ્ઞાન હોય છે, પરંતુ ઈશ્વર પાસે જ્ઞાન અને સામર્થ્ય બન્‍ને છે. પરિપકવ માણસો પાસે સમજ હોય છે, પણ ઈશ્વર પાસે સમજ ઉપરાંત સત્તા પણ છે.[૧૩] ***[૧૪] ઈશ્વર જેને તોડી પાડે તેને કોણ ફરી બાંધે? તે જેને કેદ કરે તેને કોણ છોડાવે?[૧૫] ઈશ્વર વરસાદ રોકી દે તો દુકાળ પડે છે, અને વરસાદને છુટ્ટો દોર આપે તો તે ધરતીને પાયમાલ કરે છે.[૧૬] તેમની પાસે શક્તિ અને સૂઝ છે. ઠગનાર અને ઠગાનાર બન્‍ને તેમના અંકુશમાં છે.[૧૭] કુશળ રાજનીતિજ્ઞોને તે ઉઘાડે પગે દોરી જાય છે અને ન્યાયાધીશોને મૂર્ખ પુરવાર કરે છે.[૧૮] તે રાજવીઓના કમરબંધ છોડી નાખે છે, અને તેમની કમરે કેદીની સાંકળો બાંધે છે.[૧૯] તે યજ્ઞકારોને વસ્ત્રહીન કરીને દોરી જાય છે, અને સદ્ધર લોકોને ઊથલાવી નાખે છે.[૨૦] તે વાક્ચતુરોની વાચા લઈ લે છે, અને વડીલોની તર્કશક્તિ હરી લે છે.

જોબ ૩૨:૭
મેં વિચાર્યું, ‘ભલે, વયોવૃદ્ધો બોલે અને વયમાં મોટાઓ જ્ઞાન શીખવે,’

જોએલ ૨:૨૮
આખરી દિવસોમાં એમ થશે કે હું સર્વ માનવજાત પર મારો આત્મા રેડી દઇશ; તમારા પુત્રો અને પુત્રીઓ મારો સંદેશ પ્રગટ કરશે; તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, અને તમારા જુવાનોને સંદર્શનો થશે.

લેવિટીસ ૧૯:૩૨
“વૃદ્ધોને માન આપો, અને મારી બીક રાખો; હું પ્રભુ છું.

ફિલેમોન ૧:૯
પણ એને બદલે પ્રેમ મને વિનંતી કરવાની ફરજ પાડે છે. હું પાઉલ, ઈસુ ખ્રિસ્તનો રાજદૂત અને તેમને માટે હાલ કેદી હોવા છતાં આમ કરું છું.

ગીતશાસ્ત્ર ૭૧:૯
મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દેશો, મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરશો.

ગીતશાસ્ત્ર ૭૧:૧૮
હે ઈશ્વર, હું વૃદ્ધ થાઉં અને માથે પળિયાં આવે ત્યારેય મારો ત્યાગ કરશો નહિ; જેથી હું આગામી પેઢીને તમારા બળ વિષે જણાવું, અને આગંતુક પેઢીના પ્રત્યેક જનને તમારું પરાક્રમ પ્રગટ કરું.

ગીતશાસ્ત્ર ૭૩:૨૬
મારું શરીર અને મારું મન નબળાં થતાં જશે, પરંતુ ઈશ્વર મારા દયના સમર્થ સંરક્ષક છે, અને તે જ મારો સાર્વકાલિક વારસો છે.

ગીતશાસ્ત્ર ૯૦:૧૦-૧૨
[૧૦] અમારાં આયુષ્યનાં વર્ષો કદાચ સિત્તેર જેટલાં હોય, અથવા શક્તિને લીધે કદાપિ એંસી વર્ષ જેટલાં પણ થાય; તો પણ તે અમારે માટે મુશ્કેલી અને દુ:ખથી ભરેલાં છે; જિંદગી ઝડપથી પૂરી થાય છે અને અમે ઊડી જઈએ છીએ.[૧૧] તમારા ક્રોધની ઉગ્રતા કોણ જાણે છે? એવા રોષ માટે કેટલો ભય રાખવો ઘટે![૧૨] હે પ્રભુ, અમને અમારા આયુષ્યના અલ્પ દિવસો ગણતાં શીખવો; જેથી અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.

ગીતશાસ્ત્ર ૯૧:૧૬
હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.”

ઉકિતઓ 17:6
વૃદ્ધોની શોભા તેમનાં પૌત્રપૌત્રીઓ છે; એમ જ સંતાનોનું ગૌરવ તેમના પિતાઓ છે.

ઉકિતઓ 20:29
જુવાનોનો મહિમા તેમનું જોમ છે, અને વૃદ્ધોની શોભા માથાનાં પળિયાં છે.

ઉકિતઓ ૨૩:૨૨
તારા જન્મદાતા પિતાનું કહેવું સાંભળ; તારી માતાને તેની વૃદ્ધાવસ્થામાં તુચ્છકારીશ નહિ.

ગીતશાસ્ત્ર 37:35
મેં એક જુલમી દુષ્ટને આતંક ફેલાવતાં જોયો; તે લબાનોનના વિશાળ વૃક્ષની જેમ બીજાઓ પર દમામ મારતો હતો.

૧ ક્રોનિકલ્સ ૨૯:૨૮
તે સંપત્તિવાન અને સન્માનનીય બની ઘણી પાકટ ઉંમરે મરણ પામ્યો, અને તેની જગ્યાએ તેનો પુત્ર શલોમોન રાજા બન્યો.

૩ કિંગ્સ 3:14
અને તારા પિતા દાવિદની માફક તું મને આધીન થઈશ અને મારા નિયમો તથા આજ્ઞાઓ પાળીશ તો હું તને દીર્ઘાયુષ્ય આપીશ.”

ગીતશાસ્ત્ર 103:5
તે તને જીવનભર ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારું યૌવન તાજું થાય છે.

ટાઇટસ 2:3
તેવી જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને સમજાવ કે તેઓ પવિત્ર સ્ત્રીઓની જેમ જીવે. તેમણે બીજાની નિંદા ન કરવી કે દારૂના ગુલામ ન બનવું. તેમણે સારું જ શીખવવું,

૧ તીમોથી 5:1-2
[1] મોટી ઉંમરનાઓને ઠપકો ન આપ, પણ તેમને પિતાની માફક સમજાવ. યુવાનોને ભાઈ જેવા ગણ.[2] મોટી ઉંમરની સ્ત્રીઓને માતા જેવી અને યુવતીઓને સર્વ પવિત્રતામાં બહેનો જેવી ગણ.

ગીતશાસ્ત્ર 71:8-9
[8] મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર છે. આખો દિવસ હું તમારી શ્રેષ્ઠતા પ્રગટ કરું છું.[9] મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દેશો, મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરશો.

ફિલિપીયન 3:20-21
[20] પણ આપણે સ્વર્ગના નાગરિક છીએ અને આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પાછા આવે તેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ.[21] જે સામર્થ્ય દ્વારા તે સર્વ બાબતોને પોતાના આધિપત્ય નીચે લાવી શકે છે તે જ સામર્થ્ય દ્વારા તે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે અને તેમના મહિમાવંત શરીરના જેવાં બનાવશે.

યશાયાહ 46:3-4
[3] પ્રભુ કહે છે, “હે યાકોબનાં સંતાનો, ઇઝરાયલના બચવા પામેલા લોકો, મારું સાંભળો. તમારા ગર્ભધારણના સમયથી મેં તમને ધરી રાખ્યા છે અને તમારો જન્મ થતાં જ તમને ઊંચકી લીધા છે.[4] તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્‍નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.”

ગીતશાસ્ત્ર 92:12-15
[12] નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે.[13] જેઓ પ્રભુના ઘરમાં રોપાયેલા છે તેઓ આપણા ઈશ્વરનાં પ્રાંગણમાં ખીલશે.[14] તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ફળવંત રહેશે; તેઓ સદા રસસભર અને તાજા રહેશે.[15] એ પરથી પ્રભુ ન્યાયી છે એની પ્રતીતિ થાય છે; તે મારા સંરક્ષક ખડક છે અને તેમનામાં કશો અન્યાય નથી.

સભાશિક્ષક 12:1-7
[1] તેથી તારી જુવાનીના દિવસોમાં, અને જ્યારે તું એમ કહેશે કે, મને કશામાં આનંદ આવતો નથી તેવા માઠા દિવસો આવ્યા અગાઉ તારા સર્જનહાર નું સ્મરણ કર.[2] કારણ, તે પછી તો સૂર્ય અને પ્રકાશ, ચંદ્ર અને તારા અંધકારમાં જતા રહેશે અને વાદળાં વરસી વરસીને પાછાં આવશે.[3] તે દિવસે તારું રક્ષણ કરનાર તારા હાથ ધ્રૂજશે. તારા બળવાન પગ વાંકા થઈ જશે, ચાવવાના દાંતની સંખ્યા ઘટી જતાં ચવાતું બંધ જઈ જશે;[4] તારા કાન રસ્તા પરનો ઘોંઘાટ સાંભળી શકશે નહિ. ઘંટીએ દળવાનો અવાજ કે સંગીતના સૂર વચ્ચેનો તફાવત તું પારખી શકીશ નહિ; છતાં પક્ષીઓના કલરવ માત્રથી તું જાગી જશે.[5] થોડાંક ઊંચાં સ્થળોએ ચઢતાં કે રસ્તે જતાં પણ તું બીશે. બદામડીનાં ખીલી ઊઠતાં શ્વેત ફૂલોની જેમ તારે માથે પળિયાં આવશે. તું તીડની જેમ માંડમાંડ ઢસડાતો ચાલીશ અને કેરડાં ખાવાથી ય કામેચ્છા પ્રદીપ્ત થશે નહિ. માણસ એના સાર્વકાલિક નિવાસસ્થાને પ્રસ્થાન કરશે અને વિલાપ કરનારાઓ રસ્તાઓ પર ફરતા રહેશે.[6] રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી દીવો ભાંગી જશે. પાણી ખેંચવાની ગરગડી ભાંગી જશે અને ઘડો ઝરા આગળ જ ફૂટી જશે.[7] ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India