A A A A A

સારું પાત્ર: [સંભાળ]


૧ તીમોથી ૫:૪
તો તેમણે પ્રથમ તેમના પોતાના ઘર પ્રત્યે પોતાની ધાર્મિક જવાબદારી અદા કરવી જોઈએ અને માબાપનું ઋણ અદા કરવું જોઈએ.

૧ તીમોથી ૩:૧૫
પણ મને આવવામાં વિલંબ થાય તો, ઈશ્વરના ઘરમાં કેવું વર્તન દાખવવું જોઈએ તે વિષે આ પત્ર માહિતી પૂરી પાડશે. ઈશ્વરનું ઘર તો જીવંત ઈશ્વરની મંડળી છે. તે તો સત્યનો સ્તંભ તથા આધાર છે.

જ્હોન ૮:૩૨
તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે.”

પ્રકટીકરણ ૧૭:૫
તેના કપાળે એક નામ લખેલું હતું જેનો ગુપ્ત અર્થ આવો છે: “મહાનગરી બેબિલોન - પૃથ્વીની બધી વેશ્યાઓ અને વિકૃત ક્માચારીઓની માતા.”

જેમ્સ ૧:૨૭
અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે.

જ્હોન ૬:૫૪
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને સાર્વકાલિક જીવન છે, અને તેને હું છેલ્લે દિવસે સજીવન કરીશ.

ચિહ્ન ૬:૩
શું એ તો સુથાર, મિર્યામનો પુત્ર તથા યાકોબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં રહેતી નથી?” એમ તેમણે તેમનો ઇનકાર કર્યો.

જ્હોન ૧૪:૬
ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”

જિનેસિસ ૧:૧-૭
[૧] આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.[૨] ત્યારે પૃથ્વી આકારરહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા ધુમરાઈ રહ્યો હતો.[૩] ત્યારે ઈશ્વરે કહ્યું, “પ્રકાશ થાઓ,” એટલે પ્રકાશ થયો.[૪] ઈશ્વરે તે પ્રકાશ જોયો અને તે તેમને સારો લાગ્યો. પછી ઈશ્વરે પ્રકાશ અને અંધકારને જુદા પાડયા.[૫] ઈશ્વરે પ્રકાશને દિવસ કહ્યો અને અંધકારને રાત કહી. સાંજ પડી અને સવાર થયું. આ પહેલો દિવસ હતો.[૬] પછી ઈશ્વરે કહ્યું, “પાણીની વચમાં ધુમ્મટ થાઓ અને પાણીને બે ભાગમાં જુદાં કરો.” એટલે એમ થયું.[૭] ઈશ્વરે ધુમ્મટ બનાવ્યો અને ધુમ્મટથી તેની નીચેનાં પાણી અને તેની ઉપરનાં પાણી જુદાં પડયાં.

૧ તીમોથી ૫:૮
પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે.

ગલાટિયન ૧:૧૯
ત્યારે પણ પ્રભુના ભાઈ યાકોબ સિવાય બીજા કોઈ પ્રેષિતને હું મળ્યો નહોતો.

માલાચી ૧:૧૧
પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.

જિનેસિસ ૨:૭
પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.

જ્હોન ૩:૩-૫
[૩] ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.”[૪] નિકોદેમસે પૂછયું, “માણસ વયોવૃદ્ધ થયા પછી કેવી રીતે ફરીથી જન્મ પામી શકે? તે પોતાની માના ગર્ભમાં પ્રવેશીને ફરીવાર તો જન્મ પામી શકે જ નહિ.”[૫] ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી.

હિબ્રૂ ૧૨:૧૪
બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી, પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો.

પ્રકટીકરણ 17:18
જે સ્ત્રી તેં જોઈ તે તો પૃથ્વીના રાજાઓ પર શાસન ચલાવનાર મહાનગરી છે.

મેથ્યુ ૧૬:૧૮
અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.

જિનેસિસ ૧:૧
આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.

નિર્ગમન ૧૫:૩
પ્રભુ શૂરવીર સૈનિક છે; તેમનું નામ યાહવે છે.

પ્રકટીકરણ ૧૭:૯
આ વાત તો જ્ઞાન અને સમજણ માંગી લે છે. સાત માથાં તે સાત ટેકરીઓ છે. અને એ ટેકરીઓ પર તે સ્ત્રી બેઠી છે. વળી, એ સાત રાજાઓ પણ છે.

ફિલિપીયન 4:6-7
[6] કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો.[7] અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની અને મનોની ખ્રિસ્ત ઈસુમાં સંભાળ રાખશે.

ગલાટિયન 4:19
મારાં પ્રિય બાળકો, તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્‍ન થાય, ત્યાં સુધી પ્રસવવેદના જેવી વેદના મને તમારે માટે ફરીથી થાય છે.

૧ પીટર ૩:૧૫
પણ તમારાં હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. તમારી પાસે જે આશા છે તે વિષે તમને કોઈ પ્રશ્ર્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો.

પ્રકટીકરણ 17:1
પછી સાત પ્યાલાવાળા સાત દૂતોમાંનો એક મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, “ચાલ, ઘણાં પાણી પર બેઠેલી નામચીન વેશ્યાને કેવી સજા થશે તે બતાવું.

મેથ્યુ ૧૮:૧૫-૧૮
[૧૫] જો તારો ભાઈ તારી વિરુદ્ધ* પાપ કરે, તો તેની પાસે જા અને ખાનગીમાં તેને તેની ભૂલ સમજાવ. જો તે તારું માને તો તેં તારા ભાઈને પાછો જીતી લીધો છે.[૧૬] પણ જો તે તારું સાંભળે જ નહિ, તો તારી સાથે બીજી એક કે બે વ્યક્તિને લઈને તેની પાસે જા. જેથી શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક આક્ષેપ બે કે ત્રણ વ્યક્તિની સાક્ષીથી પુરવાર થાય.[૧૭] હવે જો તે તેમનું પણ ન માને તો એ વાત મંડળીને જણાવ અને ત્યાર પછી જો તે મંડળીનું પણ ન માને તો તેને વિધર્મી કે નાકાદાર જેવો ગણ.[૧૮] હું તમને સાચે જ કહું છું: તમે પૃથ્વી પર જેને બાંધશો તે આકાશમાં બાંધી દેવાશે અને તમે પૃથ્વી પર જેને મુક્ત કરશો તે આકાશમાં મુક્ત કરવામાં આવશે.

એફેસી ૧:૨૨-૨૩
[૨૨] ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે, અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે.[૨૩] મંડળી તો ખ્રિસ્તનું શરીર છે અને સકળ સર્જનને પરિપૂર્ણ કરનાર ખ્રિસ્તની પરિપૂર્ણતાનો સંચય છે.

એફેસી ૫:૨૩
કારણ, જેમ ખ્રિસ્તને મંડળી પર અધિકાર છે તે જ રીતે પતિને તેની પત્ની પર અધિકાર છે; અને ખ્રિસ્ત પોતે, મંડળી જે તેમનું શરીર છે, તેના ઉદ્ધારક છે.

અધિનિયમો ૪:૩૨
વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા.

૧ કોરીંથી ૧:૧૦
ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ એકબીજા સાથે સંમત થાઓ; અને તમારામાં પક્ષાપક્ષી થવા ન દો. તમે એક વિચારના થઈને અને એક ઉદ્દેશ રાખીને પૂરેપૂરું ઐક્ય પ્રાપ્ત કરો.

જ્હોન ૧૨:૪૮
જો કોઈ મારો ઇન્કાર કરે છે અને મારો સંદેશ સ્વીકારતો નથી, તો જે શબ્દો હું બોલ્યો છું તે તેને છેલ્લે દિવસે સજાપાત્ર ઠરાવશે.

જ્હોન ૧૪:૨૮
હું જઉં છું પરંતુ હું તમારી પાસે પાછો આવીશ એવું જે મેં તમને કહ્યું છે તે તમે સાંભળ્યું છે. જો તમને મારા પર પ્રેમ હોય, તો હું પિતા પાસે જઉં છું તેથી તમને આનંદ થવો જોઈએ. કારણ, પિતા મારા કરતાં મોટા છે.

હિબ્રૂ ૧:૧૪
તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.

મેથ્યુ 18:10
તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે.

એફેસી 6:12
કારણ, આપણે માનવજાત સામે લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય ક્ષેત્રમાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ છે તેમની સામે લડીએ છીએ.

જ્હોન ૩:૧૬
ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે.

જ્હોન ૧૭:૧૭
જેમ તમે મને દુનિયામાં મોકલ્યો હતો,

પ્રકટીકરણ ૨:૯
“તારી યાતનાઓ અને ગરીબાઈ હું જાણું છું. જો કે તું તો ખરેખર શ્રીમંત છે! જેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પરંતુ શેતાનના સભાગૃહના છે તેઓ તારી કેવી નિંદા કરે છે તે પણ હું જાણું છું.

ગીતશાસ્ત્ર ૬૮:૫
અનાથોના પિતા અને વિધવાઓના હિમાયતી એવા ઈશ્વર પોતાના પવિત્ર નિવાસસ્થાનમાં છે.

ગીતશાસ્ત્ર ૧૪૬:૯
પ્રભુ પરદેશીઓનું રક્ષણ કરે છે; પ્રભુ અનાથો અને વિધવાઓને સંભાળે છે, પણ પ્રભુ દુષ્ટોની યોજનાઓને નિષ્ફળ કરે છે.

ગલાટિયન ૨:૧૦
તેમણે એટલું જ કહ્યું કે ગરીબોની જરૂરિયાતો લક્ષમાં રાખજો અને હું પણ એ માટે અથાગ પ્રયત્નો કરતો રહ્યો છું.

રોમન ૩:૨૩
કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India