A A A A A

ભગવાન: [આદેશો]


ચિહ્ન ૧૦:૧૯
તું આજ્ઞાઓ તો જાણે છે: ‘ખૂન ન કર; વ્યભિચાર ન કર; ચોરી ન કર; જુઠ્ઠી સાક્ષી ન પૂર; છેતરપિંડી ન કર; તારાં માતાપિતાનું સન્માન કર.”

એલજે ૧૮:૨૦
તું આજ્ઞાઓ તો જાણે છે ને? વ્યભિચાર ન કર; ખૂન ન કર; ચોરી ન કર; જૂઠી સાક્ષી ન પૂર, તારાં માતાપિતાને માન આપ!”

મેથ્યુ ૨૨:૩૪-૪૦
[૩૪] ઈસુએ સાદૂકીઓને ચૂપ કરી દીધા છે એ સાંભળીને ફરોશીઓ એકઠા થયા.[૩૫] તેમનામાંના નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને પ્રશ્ર્ન પૂછી સપડાવવાનો યત્ન કર્યો.[૩૬] તેણે પૂછયું, ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી અત્યની આજ્ઞા કઈ છે?[૩૭] ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’[૩૮] આ જ શ્રેઠ અને સૌથી અત્યની આજ્ઞા છે. બીજી સૌથી અત્યની આજ્ઞા આ છે:[૩૯] ’જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’[૪૦] મોશેના નિયમશાસ્ત્રનો અને સંદેશવાહકોનાં પુસ્તકોનો આધાર આ બે આજ્ઞાઓ પર રહેલો છે.

રોમન ૧૩:૯
કારણ, “વ્યભિચાર કરવો નહિ, ખૂન કરવું નહિ, ચોરી કરવી નહિ, લોભ રાખવો નહિ,” આ બધી આજ્ઞાઓનો સાર આ એક જ વાકાયમાં મળી જાય છે. “જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.”

મેથ્યુ १९:१६-१९
[१६] એવામાં એક યુવાન ઈસુની પાસે આવ્યો. તેણે પૂછયું, ગુરુજી, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું સારું કરવું જોઈએ?[१७] ઈસુએ જવાબ આપ્યો, સારું શું છે તે તું મને શા માટે પૂછે છે? એકલા ઈશ્વર જ સારા છે. જો તારે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવું હોય તો તેમની આજ્ઞાઓને આધીન રહે.[१८] તેણે પૂછયું કઈ આજ્ઞાઓ? ઈસુએ જવાબ આપ્યો, ખૂન ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જુઠ્ઠી સાક્ષી ન પૂરવી,[१९] પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને બીજા પર પોતાના જેવો જ પ્રેમ રાખવો.

મેથ્યુ २२:३६-४०
[३६] તેણે પૂછયું, ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી અત્યની આજ્ઞા કઈ છે?[३७] ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’[३८] આ જ શ્રેઠ અને સૌથી અત્યની આજ્ઞા છે. બીજી સૌથી અત્યની આજ્ઞા આ છે:[३९] ’જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’[४०] મોશેના નિયમશાસ્ત્રનો અને સંદેશવાહકોનાં પુસ્તકોનો આધાર આ બે આજ્ઞાઓ પર રહેલો છે.

મેથ્યુ १०:१७-२२
[१७] સાવધ રહેજો, કારણ, કેટલાક માણસો તમારી ધરપકડ કરશે, તમને કોર્ટમાં લઈ જશે અને તેમનાં ભજનસ્થાનમાં તમને ચાબખા મારશે.[१८] મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહૂદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે.[१९] જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે.[२०] કારણ, જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહિ હોય, પણ તમારા ઈશ્વરપિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે.[२१] ભાઈ ભાઈને અને પિતા સંતાનને મોતની સજા માટે પકડાવી દેશે. બાળકો પોતાનાં માતાપિતાની વિરુદ્ધ થઈ જશે અને તેમને મારી નંખાવશે.[२२] મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.

રોમન १३:८-१४
[८] એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું કોઈ દેવું ન કરો, કેમકે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે, તેણે નિયમનું પૂરું પાલન કર્યું છે.[९] કારણ, “વ્યભિચાર કરવો નહિ, ખૂન કરવું નહિ, ચોરી કરવી નહિ, લોભ રાખવો નહિ,” આ બધી આજ્ઞાઓનો સાર આ એક જ વાકાયમાં મળી જાય છે. “જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.”[१०] બીજાઓ પર પ્રેમ રાખનાર તેમનું કદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા નિયમશાસ્ત્રનું પાલન થાય છે.[११] તમારે તેમ કરવાની જરૂર છે; કારણ, આ કેવો સમય છે તે તમે જાણો છો. હાલ તમારે ઊંઘમાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે વિશ્વાસ કર્યો, ત્યારના કરતાં હાલ આપણો ઉદ્ધાર વધુ નજીક છે.[१२] રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ.[१३] દિવસના પ્રકાશમાં જીવનાર લોકોની માફક આપણું વર્તન યથાયોગ્ય રાખીએ. એટલે કે, આપણે ભોગવિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્ર્લીલ વર્તનમાં, ઝગડામાં કે ઈર્ષામાં જીવીએ નહિ;[१४] પણ તમારા બખ્તર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને તમારા દેહની વાસનાઓ સંતોષવા તરફ ધ્યાન ન આપો.

ચિહ્ન १२:२८-३४
[२८] નિયમશાસ્ત્રનો એક શિક્ષક એ ચર્ચા સાંભળતો હતો. તેણે જોયું કે ઈસુએ સાદુકીઓને યોગ્ય જવાબ આપ્યો, તેથી તે તેમની પાસે બીજો એક પ્રશ્ર્ન લઈ આવ્યો, “બધી આજ્ઞાઓમાં સૌથી અગત્યની કઈ?”[२९] ઈસુએ કહ્યું, “સૌથી વધુ અગત્યની આજ્ઞા આ છે: ‘હે ઇઝરાયલ, સાંભળ! પ્રભુ આપણા ઈશ્વર એકમાત્ર પ્રભુ છે.[३०] તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’[३१] બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે: ‘જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’ આ બે આજ્ઞાઓ કરતાં વિશેષ અગત્યની બીજી કોઈ આજ્ઞા નથી.”[३२] નિયમશાસ્ત્રના શિક્ષકે ઈસુને કહ્યું, “વાહ, ગુરુજી, તમે કહો છો એ સાચું છે કે, એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે અને તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.[३३] માણસે ઈશ્વર પર પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ; તેમ જ જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખવો. યજ્ઞવેદી પર પ્રાણીઓ અને બીજાં અર્પણો ચઢાવવા કરતાં આ બે આજ્ઞાઓને આધીન થવું વધારે મહત્ત્વનું છે.”[३४] ઈસુએ જોયું કે તેણે સમજણપૂર્વક જવાબ આપ્યો છે તેથી તેમણે તેને કહ્યું, “તું ઈશ્વરના રાજથી દૂર નથી.” એ પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્ર્નો પૂછવાની હિંમત કરી નહિ.

નિર્ગમન ૩૪:૨૮
મોશે ત્યાં પ્રભુ સાથે ચાળીસ દિવસ અને ચાળીસ રાત રહ્યો; તેણે એ સમય દરમ્યાન કંઈ ખોરાક ખાધો નહોતો કે પાણી પીધું નહોતું. તેણે શિલાપાટીઓ પર કરારનાં વચનો અર્થાત્ દસ આજ્ઞાઓ લખી લીધી.

પુનર્નિયમ ૪:૧૩
તેમણે તમારી સાથેના તેમનો કરાર, એટલે, દશ આજ્ઞાઓ જાહેર કરીને તમને તે પાળવાની આજ્ઞા કરી, અને તેમણે તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ પર લખી.

પુનર્નિયમ ૧૦:૪
જે દશ આજ્ઞાઓ પ્રભુએ તમે એકત્ર થયા તે દિવસે પર્વત ઉપર અગ્નિ મધ્યેથી કહી હતી તે તેમણે પાટીઓ પર પહેલા લખાણ પ્રમાણે લખી અને પ્રભુએ તે પાટીઓ મને આપી.

પુનર્નિયમ ૫:૭-૨૨
[૭] મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો.[૮] તમે તમારે માટે મૂર્તિ ન બનાવો. આકાશમાં, પૃથ્વી પર કે પૃથ્વી નીચેના પાણીમાં જે કાંઈ હોય એના આકારની પ્રતિમા તમે ન બનાવો.[૯] તમે મૂર્તિઓને નમન કરશો નહિ, અથવા તેમની ભક્તિ કરશો નહિ, કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનારા સૌને સજા કરું છું.[૧૦] પણ જેઓ મારા પર પ્રેમ રાખે છે તથા મારી આજ્ઞાઓનું પાલન કરે છે તેમના સંબંધમાં તો તેમની હજારો પેઢીઓ સુધી હું અવિચળ પ્રેમ દર્શાવું છું.[૧૧] ‘તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ. કારણ, મારા નામનો નિરર્થક ઉપયોગ કરનારને હું સજા કર્યા વિના રહેતો નથી.[૧૨] ‘મેં, તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કર્યા પ્રમાણે સાબ્બાથ દિન પાળો અને તેની પવિત્રતા જાળવો.[૧૩] છ દિવસ તમે શ્રમ કરો અને તમારાં બધાં કાર્યો કરો.[૧૪] પરંતુ સાતમો દિવસ તો મને, એટલે તમારા ઈશ્વર પ્રભુને અર્પિત કરેલો સાબ્બાથદિન છે. તે દિવસે તમે, તમારાં સંતાનો, તમારા દાસદાસીઓ, તમારો બળદ કે ગધેડું, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં વસનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરો, જેથી તમારાં દાસદાસીઓને પણ આરામ મળે.[૧૫] તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પ્રચંડ બાહુબળથી તમને ત્યાંથી મુક્ત કર્યા એ યાદ રાખો. તેથી મેં, તમારા ઈશ્વર પ્રભુએ તમને સાબ્બાથદિન પાળવાની આજ્ઞા આપી છે.[૧૬] ‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય.[૧૭] ‘તમે ખૂન ન કરો.[૧૮] ‘તમે વ્યભિચાર ન કરો.[૧૯] ‘તમે ચોરી ન કરો.[૨૦] ‘તમે કોઈની વિરુધ જૂઠી સાક્ષી ન આપો.[૨૧] ‘તમે બીજા માણસની પત્નીની લાલસા ન રાખો. તમે તેના ઘરનો, તેના ખેતરનો, તેનાં દાસદાસીનો, તેના બળદ કે ગધેડાનો અથવા તેની માલિકીની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.’[૨૨] “પ્રભુએ પર્વત પર અગ્નિજ્વાળા, વાદળ અને ગાઢ અંધકાર મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભા સમક્ષ આ જ આજ્ઞાઓ કહી સંભળાવી હતી; અને એથી વિશેષ કંઈ કહ્યું નહોતું. પછી તેમણે બે શિલાપાટીઓ પર તે લખીને મને આપી હતી.

પુનર્નિયમ ६:२१
ત્યારે તમે તેમને કહેજો કે ‘અમે ઇજિપ્તના રાજા ફેરોના ગુલામ હતા અને પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા.

પુનર્નિયમ ૧૦:૧-૫
[૧] “તે સમયે પ્રભુએ મને કહ્યું, ‘તું પહેલાની જેવી બીજી બે શિલાપાટીઓ ઘડ અને તેમને લઈને મારી પાસે પર્વત પર આવ. તે પાટીઓ મૂકવા માટે લાકડાની એક કરારપેટી પણ બનાવ.[૨] તેં ભાંગી નાખેલી પ્રથમ પાટીઓ પર જે લખાણ હતું તે હું આ નવી પાટીઓ પર લખીશ; પછી તું તેમને કરારપેટીમાં મૂકજે.’[૩] “તેથી મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈ હું પર્વત પર ચડયો.[૪] જે દશ આજ્ઞાઓ પ્રભુએ તમે એકત્ર થયા તે દિવસે પર્વત ઉપર અગ્નિ મધ્યેથી કહી હતી તે તેમણે પાટીઓ પર પહેલા લખાણ પ્રમાણે લખી અને પ્રભુએ તે પાટીઓ મને આપી.[૫] પછી હું પર્વત પરથી પાછો ઊતર્યો, અને પ્રભુના ફરમાવ્યા પ્રમાણે તે પાટીઓ મેં બનાવેલી પેટીમાં મૂકી અને ત્યારથી તે તેમાં છે.

નિર્ગમન ૨૦:૧-૧૭
[૧] પછી ઈશ્વર આ સર્વ આજ્ઞાઓ બોલ્યા:[૨] “તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.[૩] “મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો.[૪] “તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો.[૫] તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;[૬] પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું.[૭] “તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી.[૮] “સાબ્બાથદિન યાદ રાખીને તેની પવિત્રતા જાળવો.[૯] છ દિવસ તમે શ્રમપૂર્વક તમારાં બધાં કામ કરો,[૧૦] પરંતુ સાતમો દિવસ તો મારે માટે અલગ કરેલો સાબ્બાથદિન છે. તમે, તમારાં સંતાનો, તમારાં દાસદાસી, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં રહેનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરે.[૧૧] મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો.[૧૨] “તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.[૧૩] “તમે ખૂન ન કરો.[૧૪] “તમે વ્યભિચાર ન કરો.[૧૫] “તમે ચોરી ન કરો.[૧૬] “તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો.[૧૭] “તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેનાં દાસદાસીઓનો, તેનાં ઢોરઢાંકનો, તેનાં ગધેડાંનો અથવા તેની માલિકીની કોઈપણ વસ્તુનો લોભ ન રાખો.”

નિર્ગમન ૨૪:૧૨
પ્રભુએ મોશેને કહ્યું, “તું મારી પાસે પર્વતના શિખર પર આવ. તું ત્યાં ઊભો હોઈશ ત્યારે હું તને બે શિલાપાટીઓ આપીશ. લોકોને શિક્ષણ માટે આ શિલાપાટીઓ પર મેં નિયમો તથા આજ્ઞાઓ લખેલાં છે.”

નિર્ગમન ૩૪:૧૦-૨૯
[૧૦] પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું. આ પૃથ્વી પર કોઈપણ પ્રજામાં ન થયાં હોય એવાં મહાન કાર્યો હું આ લોકો સમક્ષ કરીશ. હું પ્રભુ કેવાં મહાન કાર્યો કરી શકું છું તે સર્વ લોકો જોશે; કારણ, હું તમારે માટે અજાયબ કાર્યો કરવાનો છું.[૧૧] હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું તેનું તમારે પાલન કરવાનું છે. હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરીઝીઓને, હિવ્વીઓને અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢીશ.[૧૨] તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.[૧૩] તેથી તમારે તો તેમની વેદીઓ તોડી પાડવી, તેમના ધાર્મિકસ્તંભોનો નાશ કરવો અને તેમની દેવી અશેરાની મૂર્તિઓ કાપી નાખવી.[૧૪] “તમારે બીજા કોઈ દેવની પૂજા કરવી નહિ. કારણ, હું યાહવે મારા કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતો નથી.[૧૫] તમારે તે દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો સંધિ-કરાર કરવો નહિ. કારણ, જ્યારે તેઓ તેમના દેવતાઓની પૂજા કરશે અને તેમને બલિદાનો ચડાવશે ત્યારે તેઓ તમને તેમની સાથે ભાગીદાર થવા આમંત્રણ આપશે અને તમે તેમના દેવોને ચડાવેલો પ્રસાદ ખાવાની લાલચમાં પડશો.[૧૬] વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે.[૧૭] “તમે ધાતુના ઢાળેલા દેવો ન બનાવશો અને તેમની પૂજા પણ ન કરશો.[૧૮] “તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું. મેં તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં સાત દિવસ સુધી ખમીર વગરની રોટલી ખાવી; કારણ, આબીબ માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળ્યા હતા.[૧૯] “પ્રત્યેક પ્રથમજનિત પુત્ર અને તમારાં પશુઓના પ્રથમજનિત નર મારા છે.[૨૦] પરંતુ પ્રત્યેક પ્રથમજનિત ગધેડું તમારે ઘેટાનું અર્પણ આપીને છોડાવી લેવું. જો તમે તેને એ રીતે મૂલ્ય ચૂકવી છોડાવી ન શકો તો તમારે તેની ગરદન ભાંગી નાખવી. પ્રત્યેક પ્રથમજનિત પુત્ર પણ તમારે મૂલ્ય આપીને છોડાવી લેવો. “મારી સમક્ષ આવનાર પ્રત્યેક જણે અર્પણ લીધા સિવાય આવવું નહિ.[૨૧] “છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કાર્ય કરવું પરંતુ સાતમે દિવસે તમારે કંઈ કાર્ય ન કરવું. જમીન ખેડવાના સમયે અથવા કાપણીના સમયે પણ તમારે સાતમે દિવસે કાર્ય કરવું નહિ.[૨૨] “તમારા ઘઉંના પ્રથમફળની કાપણીની શરૂઆતે તમારે કાપણીનું પર્વ ઊજવવું અને પાનખર ઋતુમાં જ્યારે તમે તમારો પાક એકત્ર કરો ત્યારે તમારે સંગ્રહનું પર્વ પાળવું.[૨૩] “વર્ષમાં ત્રણવાર તમારા સર્વ પુરુષોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુની એટલે મારી ભક્તિ કરવા માટે આવવું.[૨૪] હું તમારી આગળથી અન્ય પ્રજાઓને હાંકી કાઢીશ અને તમારી સીમાઓ વધારીશ. એ ત્રણ પર્વો દરમ્યાન કોઈ તમારા દેશ પર આધિપત્ય જમાવવા પ્રયત્ન કરશે નહિ.[૨૫] “જ્યારે તું મને પ્રાણીનું અર્પણ કરે ત્યારે તારે ખમીરવાળી રોટલીનું અર્પણ કરવું નહિ. વળી, પાસ્ખાપર્વની ઉજવણી વખતે કાપેલ હલવાનનો કોઈપણ ભાગ સવાર સુધી રહેવા દઈશ નહિ.[૨૬] “દર વરસે તારે તારી કાપણીનું પ્રથમ ફળ તારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવવું. “તારે ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફવું નહિ.”[૨૭] પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ કથનો લખી લે; કારણ, આ કથનો પ્રમાણે હું તારી સાથે તથા ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું.”[૨૮] મોશે ત્યાં પ્રભુ સાથે ચાળીસ દિવસ અને ચાળીસ રાત રહ્યો; તેણે એ સમય દરમ્યાન કંઈ ખોરાક ખાધો નહોતો કે પાણી પીધું નહોતું. તેણે શિલાપાટીઓ પર કરારનાં વચનો અર્થાત્ દસ આજ્ઞાઓ લખી લીધી.[૨૯] મોશે જ્યારે સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે આવ્યો ત્યારે પ્રભુની સાથે વાત કર્યાને લીધે તેનું મુખ પ્રકાશતું હતું; જો કે મોશેને તેની ખબર નહોતી.

પુનર્નિયમ ६:४-९
[४] “હે ઇઝરાયલીઓ સાંભળો; યાહવે, એકમાત્ર યાહવે આપણા ઈશ્વર છે;[५] અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા દયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાક્તથી પ્રેમ રાખો.[६] આ જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમારાં હૃદયમાં ઠસાવી રાખો.[७] તમે તમારાં સંતાનોને તે ખંતથી શીખવો, અને જ્યારે તમે ઘેર હો કે મુસાફરીએ હો; જ્યારે તમે આરામ લેતા હો કે કામ કરતા હો ત્યારે તેમનું હરહંમેશ રટણ કરો.[८] તેમને તમારા હાથ પર નિશાની તરીકે બાંધો અને તમારાં કપાળ વચ્ચે યાદગીરી માટે પહેરો.[९] એ ઉપરાંત તમે તેમને તમારાં મકાનોની બારસાખો ઉપર તથા નગરના દરવાજાઓ ઉપર લખો.

નિર્ગમન ૨૦:૨-૧૭
[૨] “તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.[૩] “મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો.[૪] “તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો.[૫] તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;[૬] પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું.[૭] “તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી.[૮] “સાબ્બાથદિન યાદ રાખીને તેની પવિત્રતા જાળવો.[૯] છ દિવસ તમે શ્રમપૂર્વક તમારાં બધાં કામ કરો,[૧૦] પરંતુ સાતમો દિવસ તો મારે માટે અલગ કરેલો સાબ્બાથદિન છે. તમે, તમારાં સંતાનો, તમારાં દાસદાસી, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં રહેનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરે.[૧૧] મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો.[૧૨] “તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.[૧૩] “તમે ખૂન ન કરો.[૧૪] “તમે વ્યભિચાર ન કરો.[૧૫] “તમે ચોરી ન કરો.[૧૬] “તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો.[૧૭] “તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેનાં દાસદાસીઓનો, તેનાં ઢોરઢાંકનો, તેનાં ગધેડાંનો અથવા તેની માલિકીની કોઈપણ વસ્તુનો લોભ ન રાખો.”

નિર્ગમન ३१:१८
સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે મોશેની સાથેની વાત પૂરી કરીને તેમણે તેને પોતાની આંગળીથી આજ્ઞાઓ લખેલા સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ આપી.

જ્હોન ૧૪:૧૫
“જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો.

મેથ્યુ १९:१८
તેણે પૂછયું કઈ આજ્ઞાઓ? ઈસુએ જવાબ આપ્યો, ખૂન ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જુઠ્ઠી સાક્ષી ન પૂરવી,

જ્હોન ૧૫:૧૦
જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.

મેથ્યુ ५:१७
એમ ન માનશો કે હું મોશેના નિયમશાસ્ત્રને અને સંદેશવાહકોના શિક્ષણને નષ્ટ કરવા આવ્યો છું. હું નષ્ટ કરવા તો નહિ, પણ તેમના શિક્ષણને પરિપૂર્ણ કરવા આવ્યો છું.

નિર્ગમન ૩૨:૧૫
મોશે પર્વત પરથી નીચે ઊતરી આવ્યો. તેના હાથમાં સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ આજ્ઞાઓ લખેલી હતી.

જ્હોન १५:१२-१७
[१२] મારી આજ્ઞા તો આ છે: જેમ મેં તમારા પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો.[१३] માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી[१४] મારી આજ્ઞા પ્રમાણે વર્તો, તો જ તમે મારા મિત્રો છો.[१५] હવેથી હું તમને નોકર ગણતો નથી; કારણ, પોતાનો શેઠ શું કરે છે, તેની નોકરને ખબર હોતી નથી. એથી ઊલટું, હું તો તમને મિત્રો કહું છું; કારણ, જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું, તે બધું જ મેં તમને જણાવી દીધું છે.[१६] તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, અને જઈને સદા ટકે તેવાં ફળ આપો. એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે.[१७] હું તમને આ આજ્ઞા આપું છું: એકબીજા પર પ્રેમ રાખો.

નિર્ગમન ૩૨:૧૬
ઈશ્વરે પોતે એ શિલાપાટીઓ બનાવી હતી અને તેમણે પોતે જ તેના પર આજ્ઞાઓ કોતરી હતી.

નિર્ગમન ૩૪:૨૭
પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ કથનો લખી લે; કારણ, આ કથનો પ્રમાણે હું તારી સાથે તથા ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું.”

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India