A A A A A

એન્જલ્સ અને રાક્ષસો: [એન્જલ્સ]


જિનેસિસ ૨:૧
આમ, ઈશ્વરે આકાશ તથા પૃથ્વી અને સમસ્ત સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું.

કોલોસીઅન્સ ૧:૧૬
કારણ, આકાશમાંની કે પૃથ્વી પરની, દૃશ્ય કે અદૃશ્ય બધી વસ્તુઓ એમના દ્વારા જ સર્જાઈ હતી; એમાં અપાર્થિવ રાજસત્તાઓ, અધિપતિઓ, શાસકો અને સત્તાધારીઓનો પણ સમાવેશ થઈ જાય છે; એ બધું તેમની મારફતે જ અને તેમને માટે જ સર્જાયું છે.

જોબ ૩૮:૧-૭
[૧] ત્યારે પ્રભુએ વંટોળમાંથી યોબને પ્રત્યુત્તર આપતાં કહ્યું,[૨] “જ્ઞાનવિહોણી વાતો વડે મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે?[૩] હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોના ઉત્તર આપ.[૪] જો તને સમજણ હોય તો મને કહે કે, મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?[૫] તને ખ્યાલ હોય તો કહે કે તેના પાયાનાં માપ કોણે નક્કી કર્યાં હતાં? કોણે માપવાની દોરીથી માપ લીધું હતું?[૬] પૃથ્વીના પાયાની કૂંભીઓ શાના પર જડવામાં આવી હતી? અને તેની કમાનની આધારશિલા કોણે ગોઠવી હતી?[૭] સર્જનની સવારે તારાઓએ સમૂહગાન ગાયું અને સ્વર્ગદૂતોએ હર્ષનાદ કર્યો ત્યારે તું ક્યાં હતો?

એલજે ૨૦:૩૫-૩૬
[૩૫] મરી ગયેલાંઓમાંથી સજીવન થઈને આવનાર યુગમાં જીવનારાં સ્ત્રીપુરુષો લગ્ન કરશે નહિ.[૩૬] તેઓ તો દૂતો જેવાં છે અને ફરીથી મરનાર નથી. મરણમાંથી સજીવન થતાં હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે.

પ્રકટીકરણ ૪:૮
અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”

મેથ્યુ ૨૨:૩૦
કારણ, જ્યારે મરેલાં સજીવન થશે ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે અને પરણવા-પરણાવવાનું નહિ હોય.

૨ સેમ્યુઅલ ૧૪:૧૭
મેં મારા મનમાં કહ્યું કે આપના અભયવચનથી મને જંપ વળશે. આપ નામદાર તો ભલુંભૂંડું પારખવામાં ઈશ્વરના દૂત જેવા છો. ઈશ્વર તમારા પ્રભુ તમારી સાથે રહો.”

એલજે ૧૫:૧૦
એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”

પ્રકટીકરણ ૧૪:૬
પછી મેં એક દૂતને ઊંચે હવામાં ઊડતો જોયો. તેની પાસે દરેક રાષ્ટ્ર, જાતિ, ભાષા અને પ્રજાને પ્રગટ કરવા માટે સાર્વકાલિક શુભસંદેશ હતો.

જોબ ૪:૧૫-૧૮
[૧૫] એક આત્મા મારા મુખ પાસેથી સરક્યો અને ભયથી મારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં.[૧૬] એક આકૃતિ ત્યાં ઊભી હોય એવું મને લાગ્યું. મેં તાકીને જોયું પણ કશું કરી શક્યો નહિ. નીરવ શાંતિમાં મેં એક મૃદુવાણી સાંભળી:[૧૭] મર્ત્ય માનવ ઈશ્વરની સમક્ષ નેક ઠરી શકે? અથવા કોઈ માણસ તેના સર્જક આગળ વિશુદ્ધ હોઈ શકે?[૧૮] ઈશ્વર તો પોતાના આકાશી સેવકોમાંય ભરોસો મૂક્તા નથી, અને પોતાના સ્વર્ગદૂતોમાંય તેમને ક્ષતિઓ દેખાય છે;

યશાયાહ ૧૪:૧૨-૧૪
[૧૨] હે સવારના તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી પડયો છે! ભૂતકાળમાં તેં પ્રજાઓને કચડી નાખી હતી પણ હવે તને જમીન પર પટકવામાં આવ્યો છે.[૧૩] તેં તારા મનમાં કહેલું, ‘હું આકાશમાં ચડીશ. હું ઈશ્વરના સર્વ તારાઓથી ય ઊંચે મારી રાજગાદી સ્થાપીશ. હું ઉત્તરના ભાગમાં આવેલા દેવોની સભાના પર્વતના શિખરે બિરાજીશ.[૧૪] હું વાદળોની ટોચ પર ચડીશ અને પોતાને પરમેશ્વર સમાન કરીશ.’

જુડ ૧:૬
જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે.

૧ પીટર 3:21-22
[21] તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે.[22] તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે.

૧ પીટર 1:12
આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.

હિબ્રૂ 12:22
એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.

પ્રકટીકરણ 5:11-12
[11] મેં ફરીથી જોયું અને મેં હજારો અને લાખો દૂતોનો અવાજ સાંભળ્યો. તેઓ રાજ્યાસન અને ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલોની આસપાસ ઊભા હતા અને મોટે અવાજે ગાતા હતા:[12] “જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, વૈભવ, જ્ઞાન અને સામર્થ્ય, સન્માન, ગૌરવ અને સ્તુતિ સ્વીકારવાને યોગ્ય છે!”

ગીતશાસ્ત્ર 78:25-49
[25] માણસોએ સ્વર્ગદૂતોનો ખોરાક ખાધો; તેમને તૃપ્તિ થાય તેટલો આહાર ઈશ્વરે મોકલ્યો.[26] ઈશ્વરે આકાશમાંથી પૂર્વનો પવન ફૂંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણનો પવન ચલાવ્યો.[27] એ દ્વારા તેમણે પોતાના લોક માટે પક્ષીઓ મોકલ્યાં, ધૂળ તથા સમુદ્રકાંઠાની રેતીની જેમ તે વરસ્યાં.[28] ઈશ્વરે તેમને ઇઝરાયલના પડાવો મધ્યે, લોકોના તંબૂઓની ચારેબાજુએ પાડયાં[29] તેથી લોકો તે ખાઈને ધરાયા; ઈશ્વરે તેમની લાલસા પ્રમાણે તેમને આપ્યું;[30] પરંતુ તેમની તીવ્ર લાલસા હજુ સંતોષાઈ નહોતી અને હજી તો તેઓ ખોરાક ખાઈ રહ્યા હતા,[31] એવામાં જ ઈશ્વરનો કોપ તેમના પર ભભૂકી ઊઠયો, અને તેમણે સૌથી અલમસ્ત પુરુષોને મારી નાખ્યા અને ઇઝરાયલના સર્વોત્તમ યુવાનોને ઢાળી દીધા.[32] આ બધું બનવા છતાં પણ તેઓ પાપ કરતા જ રહ્યા અને ઈશ્વરના અદ્‍ભુત ચમત્કારો પર વિશ્વાસ કર્યો નહિ.[33] તેથી ઈશ્વરે તેમના દિવસો ફૂંકની જેમ, અને તેમનાં વર્ષો આતંકમાં સમાપ્ત કર્યાં.[34] જ્યારે ઈશ્વરે તેમનામાંના કેટલાકને માર્યાં ત્યારે જ બાકીનાઓ ઈશ્વરને શોધવા લાગ્યા; તેઓ ઈશ્વર તરફ પાછા વળ્યા અને આતુરતાથી તેમને શરણે આવ્યા.[35] ત્યારે જ તેમને યાદ આવ્યું કે ઈશ્વર તેમના સંરક્ષક ખડક છે, અને સર્વોચ્ચ ઈશ્વર જ તેમના મુક્તિદાતા છે.[36] છતાં તેમણે મુખથી ઈશ્વરની ખોટી ખુશામત કરી અને પોતાની જીભે તેમની સામે જૂઠું બોલ્યા.[37] કારણ, તેમનાં હૃદય ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન નહોતાં અને ઈશ્વરે તેમની સાથે કરેલા કરારમાં તેઓ વફાદાર નહોતા.[38] છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,[39] કારણ, ઈશ્વરે સંભાર્યું કે તેઓ ક્ષુદ્ર મનુષ્યો છે અને તેઓ તો ગયા પછી પાછો ન આવનાર વાયુ જેવા છે.[40] તેમણે કેટલીવાર રણપ્રદેશમાં ઈશ્વર સામે વિદ્રોહ કર્યો, અને વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરને દુ:ખી કર્યા![41] પતનમાં પડીને વારંવાર તેમણે ઈશ્વરની ક્સોટી કરી અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ચીડવ્યા.[42] તેઓએ ઈશ્વરનું બાહુબળ ધ્યાનમાં લીધું નહિ, અને તેમણે તેમને શત્રુઓથી છોડાવ્યા હતા તે દિવસ વીસરી ગયા.[43] ઈશ્વરે તો ઇજિપ્તના સોઆનના મેદાનમાં અજાયબ કાર્યો અને અદ્‍ભુત ચમત્કારો કર્યાં હતાં.[44] તેમણે ઇજિપ્તનાં નદીનાળાંનાં પાણી રક્તમાં ફેરવી દીધાં હતાં, તેથી ઇજિપ્તવાસીઓ તેમનાં પાણી પી ન શક્યા.[45] તેમણે ડાંસના ઝૂંડેઝૂંડ ત્યાં મોકલ્યાં, જેમણે તેમને કરડી ખાધા, અને ઈશ્વરે મોકલેલાં દેડકાંઓએ ઇજિપ્તની ભૂમિને ખરાબ કરી મૂકી.[46] તેમણે તેમનો ઊભો પાક કાતરાને તથા તેમના સખત પરિશ્રમની પેદાશ તીડોને સુપરત કર્યાં.[47] તેમણે તેમના દ્રાક્ષવેલાઓનો કરાથી તથા તેમનાં ગુલ્લરવૃક્ષોનો હિમથી નાશ કર્યો[48] તેમણે કરાથી તેમનાં ઢોરઢાંકનો અને વીજળીથી તેમનાં ઘેટાંબકરાંનો નાશ કર્યો.[49] વિનાશક દૂતો, એટલે રોષ, કોપ તથા આફત મોકલીને તેમણે પોતાનો કોપ પ્રગટાવ્યો.

ગીતશાસ્ત્ર 91:11
કારણ, તારા સર્વ માર્ગોમાં તારી રક્ષા કરવા, ઈશ્વર પોતાના દૂતોને આજ્ઞા આપશે.

ગીતશાસ્ત્ર 103:20
પ્રભુની આજ્ઞાનો અમલ કરનારા અને તેમની વાણી પ્રત્યે લક્ષ દેનારા શક્તિશાળી અને પરાક્રમી દૂતો, પ્રભુનું સ્તવન કરો.

મેથ્યુ 4:6-11
[6] જો તું ઈશ્વરપુત્ર છે, તો નીચે કૂદકો માર. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: ’ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી હુકમ આપશે અને તેઓ તને તેમના હાથમાં ઝીલી લેશે; જેથી તારા પગને પણ પથ્થરથી ઈજા થાય નહિ’.[7] ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, ’તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ન જોઈએ.’[8] ત્યાર પછી શેતાન ઈસુને એક ઊંચા પર્વત પર લઈ ગયો અને દુનિયાનાં બધાં રાજયો અને તેમનો વૈભવ બતાવ્યાં.[9] પછી શેતાને કહ્યું, જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધું હું તને આપીશ.[10] પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’[11] ત્યાર પછી શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.

મેથ્યુ 16:27
માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.

મેથ્યુ 18:10
તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે.

મેથ્યુ 24:31-35
[31] મોટું રણશિંગડું વગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે. તેઓ ક્ષિતિજના એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી જઈને ઈશ્વરના પસંદ કરેલા લોકોને એકત્ર કરશે.[32] અંજીરી પરથી બોધપાઠ શીખો. જ્યારે તેની ડાળીઓ લીલી અને કુમળી બને છે અને પછી પાન ફૂટવા લો છે ત્યારે તમને ખબર પડી જાય છે કે હવે ઉનાળો આવી પહોંચ્યો છે.[33] એ જ પ્રમાણે જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ, ત્યારે તમને ખબર પડી જશે કે તે સમય એકદમ નજીક આવી પહોંચ્યો છે.[34] હું તમને સાચે જ કહું છું: પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે.[35] આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.

એલજે 4:10
કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર પોતાના દૂતોને તારી સંભાળ લેવાની આજ્ઞા કરશે.”

જ્હોન 20:11-12
[11] પરંતુ મિર્યામ કબરની બહાર ઊભી ઊભી રડતી હતી. રડતાં રડતાં નીચા નમીને તે કબરમાં જોયા કરતી હતી.[12] જ્યાં ઈસુના શબને મૂકવામાં આવ્યું હતું ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલા બે દૂતને, એકને માથાની જગ્યાએ અને બીજાને પગની જગ્યાએ બેઠેલા તેણે જોયા.

કોલોસીઅન્સ ૨:૧૮
નમ્રતાનો દેખાવ કરીને સ્વેચ્છાપૂર્વક વર્તનાર અને દૂતોની ભક્તિ પર ભાર મૂકનાર કોઈ માણસ તમારામાં ધુસણખોરી કરીને તમને ઈનામ માટે અયોગ્ય ન ઠરાવે. તેને જેનું દર્શન થયું નથી એવી બાબતો વિશે તે પોતાના દુન્યવી મનથી વ્યર્થ ફૂલાશ મારે છે,

હિબ્રૂ ૧:૧૪
તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.

હિબ્રૂ 2:6-13
[6] પરંતુ પવિત્ર શાસ્ત્રમાં કોઈક જગ્યાએ આવી સાક્ષી આપવામાં આવી છે: “હે ઈશ્વર, માણસની શી વિસાત કે તમે તેને લક્ષમાં લો; માનવપુત્ર કોણ કે તમે તેની કાળજી રાખો?[7] થોડા સમય માટે જ દૂતો કરતાં તમે તેને ઊતરતી કક્ષાનો કર્યો, પણ પછી તમે તેને મહિમા તથા સન્માનનો મુગટ પહેરાવ્યો અને સર્વ વસ્તુઓ પર સત્તાધીશ બનાવ્યો.”[8] ઈશ્વરે “તેને સર્વસત્તાધીશ” બનાવ્યો. એનો સ્પષ્ટ અર્થ તો એ છે કે તેના અધિકાર નીચે ન મૂકાયું હોય એવું કશું નથી. પરંતુ વર્તમાનમાં આપણે તેને બધા પર સત્તા ચલાવતો જોતા નથી.[9] પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ.[10] સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વરને એ ઘટિત હતું કે તે તેમનાં ઘણાં સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા એ સંતાનોના ઉદ્ધારર્ક્તા ઈસુને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે.[11] તે મનુષ્યોને તેમનાં પાપથી શુદ્ધ કરે છે, તેથી તે તથા જેમને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. તેથી ઈસુ તેમને પોતાના ભાઈઓ કહેતાં શરમાતા નથી.[12] તે ઈશ્વરને કહે છે: “હે ઈશ્વર, હું મારા ભાઈઓને તમારું નામ પ્રગટ કરીશ. તેમની સભા મયે હું તમારી પ્રશંસા કરીશ.”[13] તે એમ કહે છે, “હું ઈશ્વરમાં મારો વિશ્વાસ મૂકીશ.” વળી, તે કહે છે, “જે સંતાનો ઈશ્વરે મને આપ્યાં છે તેમની સાથે હું અહીં છું.”

હિબ્રૂ 13:2
તમારાં ઘરોમાં અજાણ્યાંઓની પરોણાગત કરવાનું યાદ રાખો. કેટલાકે અજાણતા જ દૂતોની પરોણાગત કરી હતી.

૨ પીટર ૨:૪
જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે.

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India