A A A A A

એન્જલ્સ અને રાક્ષસો: [મુખ્ય પાત્ર]


જુડ 1:9
મોશેનું શબ કોણ રાખે તે વિષે શેતાનની સાથે વિવાદ થયો, ત્યારે મિખાએલે શેતાનની નિંદા કરીને તેના પર આરોપ મૂક્યો નહિ, પણ માત્ર આટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”

ડેનિયલ ๑๐:๑๓-๒๑
[๑๓] ઇરાનના રાજ્યના ચોકિયાત દૂતે એકવીસ દિવસ સુધી મારો સામનો કર્યો. પણ મુખ્ય દૂતોમાંનો એક એટલે મિખાયેલ મારી મદદે આવ્યો. કારણ, હું ઈરાનમાં એકલો જ રહી ગયો હતો.[๑๔] તારા લોક પર ભવિષ્યમાં શું વીતશે તે સમજાવવા હું આવ્યો છું. આ દર્શન દૂરના ભવિષ્યનું છે.”[๑๕] એ સાંભળીને હું અવાક બની જમીન પર તાકી રહ્યો.[๑๖] ત્યારે માનવસ્વરૂપના પેલા દૂતે પોતાનો હાથ લાંબો કરીને મારા હોઠને સ્પર્શ કર્યો. મેં તેને કહ્યું, “સાહેબ, દર્શનને કારણે મારામાં કંઈ શક્તિ રહી નથી અને હું ધ્રૂજ્યા કરું છું.[๑๗] કોઈ ગુલામ માલિક સમક્ષ ઊભો હોય એવી મારી સ્થિતિ છે. હું કેવી રીતે તમારી સાથે વાત કરું? મારામાં કંઈ શક્તિ કે દમ નથી.”[๑๘] તેણે મને ફરીથી સ્પર્શ કર્યો એટલે મારામાં શક્તિ આવી.[๑๙] તેણે કહ્યું, “તું ઈશ્વરને પ્રિય છે; તેથી કશાની ચિંતા કરીશ નહિ, અથવા કશાથી ગભરાઈશ નહિ.” તેણે એવું કહ્યું એટલે મારામાં વધુ બળ આવ્યું અને મેં કહ્યું, “સાહેબ, હવે તમારો સંદેશ જણાવો; કારણ, તમે મને બળ આપ્યું છે.”[๒๐] તેણે કહ્યું, “હું તારી પાસે શા માટે આવ્યો તે તું જાણે છે? હું તો તારી આગળ સત્યના ગ્રંથમાંનું લખાણ પ્રગટ કરવા આવ્યો છું. મારે પાછા જઈને ઇરાનના ચોકિયાત દૂત સાથે લડવાનું છે. તે પછી ગ્રીસનો ચોકિયાત દૂત આવશે. ઇઝરાયલના ચોકિયાત દૂત મિખાયેલ સિવાય મને મદદ કરનાર બીજું કોઈ નથી.[๒๑] મારી મદદ અને મારું રક્ષણ કરવાની જવાબદારી તેની છે.

ડેનિયલ 12:1
અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા દૂતે કહ્યું, “તે સમયે તારા લોકનું રક્ષણ કરનાર મહાન દૂત મિખાયેલ પ્રગટ થશે. તે વખતે, રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી કદી આવ્યો ન હોય એવો મોટા સંકટનો સમય આવશે. એ સમય આવે ત્યારે તારી પ્રજાના જે લોકનાં નામ ઈશ્વરના પુસ્તકમાં નોંધાયેલાં છે તેમનો બચાવ થશે.

૧ થેસ્સાલોનીકી 4:16
હુકમ અપાશે, મુખ્ય દૂતનો અવાજ સંભળાશે, ઈશ્વરનું રણશિંગડું વાગશે, અને પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઊતરી આવશે. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મૃત્યુ પામ્યાં છે તેઓ પ્રથમ સજીવન થશે.

ડેનિયલ ๙:๒๑
હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.

ડેનિયલ 8:11-16
[11] તેણે આકાશના સૈન્યના અધિપતિનો પણ તિરસ્કાર કર્યો અને તેમને ચડાવતાં રોજિંદાં બલિદાન બંધ કરાવ્યાં અને મંદિરને ભ્રષ્ટ કર્યું.[12] દરરોજનાં નિયત અર્પણો ચડાવવાને બદલે લોકોએ તે જગાએ પાપાચાર કર્યો અને સતધર્મને જમીનદોસ્ત કરી દીધો. પોતાને ફાવે તેમ વર્તવામાં શિંગડું સફળ થયું.[13] ત્યારે મેં એક દૂતને બીજા દૂતને પૂછતાં સાંભળ્યો, “દર્શનમાં જે જે જોયું તે ક્યાં સુધી ચાલુ રહેશે? દરરોજનાં બલિદાનોને બદલે પાપાચાર ક્યાં સુધી ચાલશે? અને આકાશી સૈન્ય અને મંદિરને પગ તળે છૂંદવાનું ક્યાં સુધી ચાલશે?”[14] બીજા દૂતને મેં જવાબ આપતાં સાંભળ્યો, “ત્રેવીસો સવાર અને સાંજ સુધી એ પ્રમાણે ચાલશે. તે પછી મંદિરનું પુન:સ્થાપન થશે.”[15] હું એ દર્શન સમજવાની કોશિષ કરતો હતો એવામાં એકાએક કોઈ મારી સામે આવી ઊભું રહ્યું.[16] મેં ઉલાય નદી તરફથી એક વાણી પોકારતી સાંભળી. “હે ગાબ્રિયેલ, દાનિયેલે જે જોયું છે તેનો તેને અર્થ સમજાવ.”

પ્રકટીકરણ 12:7-9
[7] પછી સ્વર્ગમાં યુદ્ધ જામ્યું. મીખાએલ અને તેના સાથી દૂતો તે પ્રચંડ અજગર વિરુદ્ધ લડયા. તે પ્રચંડ અજગરે પણ પોતાના દૂતોને સાથે રાખી સામી લડાઈ આપી.[8] પણ તે પ્રચંડ અજગરને હરાવવામાં આવ્યો અને તેનું તથા તેના દૂતોનું સ્વર્ગમાં કંઈ સ્થાન રહ્યું નહિ.[9] તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.

એલજે ๑:๒๖
એલીસાબેતને છઠ્ઠો મહિનો જતો હતો, ત્યારે ઈશ્વરે ગાલીલ પ્રાંતના નાઝારેથ નામે એક ગામમાં ગાબ્રીએલ દૂતને એક કુંવારી કન્યા પાસે સંદેશો લઈને મોકલ્યો.

હિબ્રૂ ๑:๑๔
તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.

જોશુઆ ૫:૧૩-૧૫
[૧૩] યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?”[૧૪] તેણે જવાબ આપ્યો, “હું કોઈના પક્ષનો નથી. હું તો અહીં પ્રભુના સૈન્યના સેનાપતિ તરીકે આવેલો છું.” યહોશુઆએ ભૂમિ સુધી પોતાનું મુખ નમાવીને ભજન કરતાં કહ્યું, “મારા માલિક, હું તો તમારો દાસ છું. આપની શી આજ્ઞા છે?”[૧૫] પ્રભુના સૈન્યના સેનાપતિએ યહોશુઆને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ; કારણ, તું જ્યાં ઊભો છે તે જગ્યા પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.

મેથ્યુ ๑๘:๑๐
તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે.

નિર્ગમન ૩:૨
ત્યાં પ્રભુના દૂતે તેને એક છોડવા મધ્યે અગ્નિની જવાળામાં દર્શન આપ્યું. મોશેએ જોયું તો છોડવો સળગતો હતો, પણ બળીને ભસ્મ થતો નહોતો.

પ્રકટીકરણ ๑:๔
યોહાન તરફથી આસિયા પ્રાંતની સાતે સ્થાનિક મંડળીઓને, જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજયાસનની આગળ જે સાત આત્માઓ છે તેમના તરફથી,

મેથ્યુ ๒๒:๓๐
કારણ, જ્યારે મરેલાં સજીવન થશે ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે અને પરણવા-પરણાવવાનું નહિ હોય.

જોબ ૧:૬
એક દિવસે સ્વર્ગદૂતો પ્રભુની તહેનાતમાં હાજર થયા હતા અને શેતાન પણ તેમની સાથે આવ્યો.

એલજે ๒๐:๓๖
તેઓ તો દૂતો જેવાં છે અને ફરીથી મરનાર નથી. મરણમાંથી સજીવન થતાં હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે.

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India