A A A A A

વધારાનુ: [આદમખોર]


યિર્મેયાહ ૧૯:૯
એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.”

એઝેકીલ ૫:૧૦
તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ.

લેવિટીસ ૨૬:૨૯
તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો.

૪ કિંગ્સ ૬:૨૮-૨૯
[૨૮] તને શું દુ:ખ છે?” તેણે જવાબ આપ્યો, “એક દિવસે આ સ્ત્રીએ એવું સૂચવ્યું કે આપણે તારો દીકરો ખાઈએ અને પછીને દિવસે મારો દીકરો ખાઈશું.[૨૯] તેથી અમે મારો દીકરો રાંધીને ખાધો. બીજે દિવસે મેં તેને કહ્યું કે આપણે તારો દીકરો ખાઈએ, પણ તેણે તે સંતાડી દીધો છે!”

વિલાપ 4:10
મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.

વિલાપ ૨:૨૦
હે પ્રભુ, જરા જુઓ તો ખરા કે તમે કોને આવું દુ:ખ દઈ રહ્યા છો? સ્ત્રીઓ પોતાનાં પ્રિય બાળકોનું માંસ ખાય છે. યજ્ઞકારો અને સંદેશવાહકો મંદિરમાં જ મારી નંખાયા છે.

પુનર્નિયમ ૨૮:૫૩-૫૭
[૫૩] “શત્રુઓ તમારાં નગરોને ઘેરો ઘાલીને તમને એવા સકંજામાં લેશે કે તમે તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં તમારાં પોતાનાં જ સંતાનોનું માંસ ખાશો.[૫૪] એ ઘેરા અને સકંજાને લીધે એવી કારમી અછત ઊભી થશે કે તમારામાં સૌથી સદ્ગૃહસ્થ અને લાગણીશીલ હોય એવો પુરુષ પણ ખોરાકના અભાવે પોતાનાં જ કેટલાંક સંતાનોનો ભક્ષ કરશે અને તે એટલો સ્વાર્થી થઈ જશે કે પોતાના સગાભાઈ, પ્રાણપ્રિય પત્ની કે બચી ગયેલાં બાળકોને પણ એમાંથી વહેંચશે નહિ.[૫૫] ***[૫૬] તમારામાં કોઈ કોમળ અને નાજુક સ્ત્રી હોય કે જે કદી પગે ચાલીને ક્યાંય ગઈ ન હોય એવી સ્ત્રી પણ એમ જ કરશે. જ્યારે તમારા શત્રુઓ તમારા નગરને ઘેરો ઘાલશે અને તમને ભીંસમાં લેશે, ત્યારે વ્યાપક અછતને લીધે તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, અરે, પોતાનાં જ પુત્રપુત્રીઓ પ્રત્યે સ્વાર્થભરી રીતે વર્તશે. એટલે સુધી કે તેને જન્મેલા બાળકને અને ઓરને છાનીમાની ખાઈ જશે.[૫૭] ***

જિનેસિસ ૧:૨૬-૨૭
[૨૬] પછી ઈશ્વરે કહ્યું, “હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ. જેથી તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્યપશુઓ પર અધિકાર ચલાવે.”[૨૭] ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવજાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું.

૨ કોરીંથી ૫:૮
અમે હિંમતવાન છીએ, અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરરૂપી ઘર છોડી દેવાનું વધુ પસંદ કરીએ છીએ.

એલજે ૧૬:૧૯-૨૬
[૧૯] “એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં.[૨૦] તેને શ્રીમંત માણસને બારણે રોજ લાવવામાં આવતો.[૨૧] અને શ્રીમંત માણસના મેજ પરથી પડતા ખોરાકના ટુકડાથી તે પોતાનું પેટ ભરવાની આશા રાખતો હતો. કૂતરાં પણ આવીને તેનાં ગૂમડાં ચાટતાં![૨૨] તે ગરીબ માણસ મરી ગયો અને દૂતો તેને અબ્રાહામની પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો.[૨૩] તે નરકમાં ખૂબ પીડા ભોગવતો હતો; અને તેણે ઊંચું જોયું તો દૂર દૂર અબ્રાહામને અને તેમની નજીક લાઝરસને બેઠેલા જોયા.[૨૪] તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહામ! મારા પર દયા કરો, અને લાઝરસને મોકલો કે જેથી તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડક વાળે; કારણ, આ અગ્નિમાં હું અસહ્ય વેદના ભોગવું છું!’[૨૫] પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.[૨૬] એ ઉપરાંત આપણી વચ્ચે એક ઊંડી ખાઈ છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઇચ્છે તો ન આવી શકે. તેમજ તારી બાજુથી કોઈ અમારી બાજુ આવવા ઇચ્છે તો પણ તેને ઓળંગી શકે નહિ.’

પ્રકટીકરણ 20:11-15
[11] પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.[12] પછી મેં મરણ પામેલાં નાનાંમોટાં સૌને રાજ્યાસન સામે ઊભેલાં જોયાં. પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકોમાં લખ્યા મુજબ દરેકનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.[13] પછી સમુદ્રે તેનામાં મરણ પામેલાંઓને સોંપી દીધાં. મૃત્યુએ અને હાડેસે પણ તેમની પાસેનાં મરેલાંઓને સોંપી દીધાં અને બધાંનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય થયો.[14] પછી મૃત્યુને અને હાડેસને અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યાં. આ અગ્નિકુંડ એ જ બીજીવારનું મરણ છે.[15] જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેનું નામ લખેલું ન હતું તેવા પ્રત્યેકને અગ્નિના કુંડમાં ફેંકી દેવામાં આવ્યો.

પુનર્નિયમ 28:53
“શત્રુઓ તમારાં નગરોને ઘેરો ઘાલીને તમને એવા સકંજામાં લેશે કે તમે તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં તમારાં પોતાનાં જ સંતાનોનું માંસ ખાશો.

૧ કોરીંથી ૧૪:૩૪-૩૫
[૩૪] સંતોની બધી મંડળીઓમાં ચાલે છે તેમ તમારી મંડળીની સભાઓમાં સ્ત્રીઓએ શાંત રહેવું; તેમને બોલવાની પરવાનગી નથી. યહૂદી નિયમ પ્રમાણે તેમણે પોતાની મર્યાદામાં રહેવું.[૩૫] જો કોઈ બાબત વિષે તેમણે જાણવું હોય, તો ઘેર પોતાના પતિને પૂછવું. મંડળીની સભામાં સ્ત્રી બોલે તે શોભતું નથી.

એલજે 1:37
કારણ, ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!”

જ્હોન 1:1
સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દ નું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો.

પુનર્નિયમ ૨૮:૫૭
***

૧ તીમોથી 2:11-15
[11] બોધ અપાતો હોય ત્યારે સ્ત્રીએ શાંતિથી અને પૂરી આધીનતાથી શીખવું જોઈએ.[12] સ્ત્રી પુરુષ પર અધિકાર ચલાવે કે શિક્ષણ આપે તેવી પરવાનગી હું આપતો નથી; પણ તેમણે શાંત રહેવું.[13] કારણ, આદમને પ્રથમ સર્જવામાં આવ્યો અને ત્યાર પછી તેની પત્ની હવાને;[14] અને આદમ છેતરાઈ ગયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઈશ્વરના નિયમનો ભંગ કર્યો.[15] તેમ છતાં સ્ત્રી વિશ્વાસ, પ્રેમ અને પવિત્રતામાં મર્યાદાશીલ જીવન જીવે તો તે પુત્ર જન્મ દ્વારા ઉદ્ધાર પામશે.

૧ તીમોથી 5:3-16
[3] એક્કી વિધવાઓને મદદ કર. પણ કોઈ વિધવાને છોકરાં કે છોકરાંનાં છોકરાં હોય,[4] તો તેમણે પ્રથમ તેમના પોતાના ઘર પ્રત્યે પોતાની ધાર્મિક જવાબદારી અદા કરવી જોઈએ અને માબાપનું ઋણ અદા કરવું જોઈએ.[5] કારણ, ઈશ્વરને એ ગમે છે. પણ જે સ્ત્રી એક્કી વિધવા છે, જેની સંભાળ રાખનાર કોઈ નથી, તેની આશા ઈશ્વરમાં છે અને તે રાતદિવસ સતત ઈશ્વરને વિનંતી અને પ્રાર્થના કરે છે.[6] પણ જે વિધવા મોજશોખ માણે છે તે જીવંત છતાં મરેલી છે.[7] તેમને આ બધી વાતો સમજાવજે, જેથી તેઓ કોઈ દોષમાં પડે નહિ.[8] પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે.[9] સાઠ વર્ષથી વધુ ઉંમરની હોય, એક જ વાર લગ્ન કર્યું હોય,[10] સારાં ક્મ માટે જાણીતી હોય, પોતાનાં બાળકોને સારી રીતે ઉછેર્યાં હોય, અતિથિ સત્કાર કર્યો હોય, ઈશ્વરના લોકના પગ ધોયા હોય અને સર્વ પ્રકારનાં સારાં કાર્યો કરવામાં નિષ્ઠા દાખવી હોય, તેવી વિધવાઓનાં જ નામ તારે મંડળીની વિધવાઓની યાદીમાં નોંધવાં.[11] પણ જુવાન વિધવાઓનાં નામ યાદીમાં નોંધવાં નહીં. કારણ, જ્યારે તેમને લગ્ન કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ ખ્રિસ્તથી દૂર જઈને લગ્ન કરે છે.[12] આમ, ખ્રિસ્તને અગાઉ આપેલા વચનનો ભંગ કરીને તેઓ દોષિત ઠરે છે.[13] વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે.[14] આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ.[15] કારણ, કેટલીક વિધવાઓ તો વંઠી જઈને શેતાનને માર્ગે ચાલે છે.[16] પણ જો કોઈ વિશ્વાસી પુરુષ કે સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો તેણે તેમનું ભરણપોષણ કરવું અને મંડળી પર તેનો બોજો નાખવો નહિ, જેથી મંડળી ફક્ત નિરાધાર વિધવાઓની જ કાળજી રાખે.

૧ કોરીંથી 11:2-16
[2] તમે મને હંમેશા યાદ કરો છો અને જે પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે તેને તમે ચુસ્તપણે અનુસરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.[3] હું તે માટે તમારો આભાર માનું છું, પણ આટલું સમજી લો: ખ્રિસ્ત સર્વ માણસોના અધિપતિ છે; પતિ તેની પત્નીનો અધિપતિ છે; અને ઈશ્વર ખ્રિસ્તના પણ અધિપતિ છે.[4] આથી જો કોઈ પુરુષ જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ઢાંકેલું રાખે તો તે ખ્રિસ્તનું અપમાન કરે છે.[5] વળી, જો કોઈ સ્ત્રી જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ન ઢાંકે, તો તે તેના પતિનું અપમાન કરે છે. તે સ્ત્રીમાં અને જે સ્ત્રીનું માથું મૂંડાવેલું હોય તેનામાં કંઈ ફરક નથી.[6] જો સ્ત્રી પોતાનું માથું ઢાંકે નહિ, તો તેણે પોતાના વાળ પણ કાપી નાખવા જોઈએ. પણ સ્ત્રી પોતાનું માથું મૂંડાવે કે વાળ કપાવે તે શરમજનક બાબત છે; તેથી સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું.[7] પુરુષે પોતાનું માથું ઢાંકવાની કોઈ જરૂર નથી. કારણ, તે ઈશ્વરના સ્વરૂપ અને મહિમાનું પ્રતિબિંબ છે. પણ સ્ત્રી તો પુરુષનો મહિમા પ્રગટ કરે છે.[8] કારણ, પુરુષનું સર્જન સ્ત્રીમાંથી કરવામાં આવ્યું ન હતું; પણ પુરુષમાંથી સ્ત્રી બનાવવામાં આવી હતી.[9] પુરુષ સ્ત્રીને માટે સર્જવામાં આવ્યો ન હતો, પણ સ્ત્રી પુરુષને માટે સર્જવામાં આવી હતી.[10] દૂતોને લીધે પણ સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ. કારણ, તેમ કરવાથી તે પતિના આધિપત્ય નીચે છે, એવું જાહેર થાય છે.[11] પ્રભુમાં આપણું જે જીવન છે તેમાં સ્ત્રી પુરુષથી સ્વતંત્ર નથી અને પુરુષ સ્ત્રીથી સ્વતંત્ર નથી.[12] કારણ, પુરુષમાંથી સ્ત્રીને બનાવવામાં આવી હતી, તો પુરુષ પણ સ્ત્રીથી જન્મ લે છે. જોકે સર્વ વસ્તુઓ તો ઈશ્વર પાસેથી જ આવી છે.[13] તમે પોતે જ નક્કી કરો. જાહેર ભક્તિસભામાં સ્ત્રી માથું ઢાંક્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરે તે શોભતું છે?[14] કુદરત પોતે પણ શીખવે છે કે લાંબા વાળ પુરુષને માટે શરમજનક છે.[15] છતાં સ્ત્રીને માટે તો તે શોભારૂપ છે. લાંબા વાળ સ્ત્રીને માથું ઢાંકવા માટે આપવામાં આવ્યા છે.[16] જો કોઈ આ વિષે વધુ દલીલ કરવા માગે તો મારે કહેવું પડશે કે અમારી મયે કે ઈશ્વરની મંડળીઓમાં એવો રિવાજ નથી.

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India