A A A A A

વધારાનુ: [વિપુલતા]


૧ તીમોથી 5:8
પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે.

૨ કોરીંથી 9:8
ઈશ્વર તમને તમારી જરૂર કરતાં પણ વિશેષ આપવાને સમર્થ છે; તેથી તમારે જેની જરૂર છે તે તમને હંમેશાં મળશે, અને દરેક સારા ક્મને માટે જરૂર કરતાં પણ વધુ મળશે.

પુનર્નિયમ ૨૯:૧૨
તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે આજે જે કરાર શપથપૂર્વક કરવા માગે છે તે પાળવાની જવાબદારી સ્વીકારો;

એફેસી 3:20
આપણામાં કાર્ય કરતા તેમના સામર્થ્યની મારફતે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ કરવાને જે શક્તિમાન છે,

નિર્ગમન ૩૪:૬
પછી પ્રભુ તેની આગળ થઈને પસાર થયા અને પોકાર્યું, “યાહવે, યાહવે, હું કૃપા તથા દયાથી ભરપૂર ઈશ્વર છું. હું મંદરોષી તથા કરુણા અને નિષ્ઠાનો ભર્યો ભંડાર છું.

જેમ્સ 1:17
દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.

જ્હોન 10:10
ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે.

એલજે 6:38
બીજાઓને આપો એટલે તમને પણ અપાશે. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઊભરાતું તમારા ખોળામાં ઠાલવવામાં આવશે. કારણ, જે માપથી તમે ભરી આપશો, તે માપથી જ તમને ભરી આપવામાં આવશે.”

એલજે ૬:૪૫
સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે.

મેથ્યુ 6:33
એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો, એટલે તે ઉપરાંત તમને આ બધી બાબતો અપાશે.

ફિલિપીયન ૪:૧૯
અને મારા ઈશ્વર, ખ્રિસ્ત ઈસુમાં તેમની મહિમાવંત સંપત્તિમાંથી તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે.

ઉકિતઓ ૩:૫-૧૦
[૫] પૂરા દયથી પ્રભુ પર ભરોસો રાખ; માત્ર તારી પોતાની જ સમજણ પર આધાર રાખીશ નહિ.[૬] તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.[૭] તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા.[૮] એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે.[૯] તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ.[૧૦] ત્યારે તારા કોઠારો ધાન્યથી ઊભરાશે, અને તારા દ્રાક્ષકુંડો દ્રાક્ષાસવથી છલકાશે.

ગીતશાસ્ત્ર ૨૩:૫
મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો!

ગીતશાસ્ત્ર 36:8
તેઓ તમારા ઘરની વિપુલતાથી ધરાશે, અને તમારા આહ્લાદક ઝરણાંમાંથી પીને તૃપ્ત થશે.

ગીતશાસ્ત્ર 37:11
પરંતુ નમ્રજનો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, તેઓ તેની વિપુલ સમૃદ્ધિમાં રાચશે.

ગીતશાસ્ત્ર ૬૫:૧૧
તમે તમારી ઉદારતાથી વર્ષને આબાદીનો મુગટ પહેરાવો છો. તમારી કેડીઓ પર અમી વરસે છે.

ગીતશાસ્ત્ર ૭૨:૧૬
દેશમાં વિપુલ ધાન્ય પાકો, અને પર્વતોનાં શિખરો પર પણ પાક વિલસી રહો; લબાનોન પર્વતની જેમ ત્યાં ફળો લચી પડો, અને ઘાસથી ભરપૂર મેદાનોની જેમ નગરો માણસોથી ઊભરાઈ રહો.

રોમન ૧૫:૧૩
હવે ઈશ્વર, જે આશાનું મૂળ છે, તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો; જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય.

ગીતશાસ્ત્ર ૬૬:૮-૧૨
[૮] હે સર્વ પ્રજાઓ, અમારા ઈશ્વરને ધન્યવાદ આપો. તેમના સ્તવનનો વનિ સર્વત્ર સંભળાવો.[૯] તેમણે આપણને જીવતા રાખ્યા છે, અને આપણા પગને લપસવા દીધા નથી.[૧૦] હે ઈશ્વર, તમે અમારી પારખ કરી છે. જેમ ચાંદી શુદ્ધ કરાય તેમ તમે અમને શુદ્ધ કર્યા છે.[૧૧] તમે અમને જાળમાં પડવા દીધા, અને અમારી પીઠ પર ભારે બોજ મૂક્યો.[૧૨] તમે અમારાં શિર ઘોડેસવારોની પાસે કચડાવ્યાં. અમારે અગ્નિ તથા પાણીમાં થઈને પસાર થવું પડયું. છતાં આખરે તમે અમને વિપુલતાના પ્રદેશમાં પહોંચાડયા.”

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India