A A A A A

શોધો
મેથ્યુ ૫:૪૩
‘તું તારા પડોશી પર પ્રેમ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર, ’ એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે:


મેથ્યુ ૫:૪૪
પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો.


મેથ્યુ ૫:૪૬
કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શું ફળ છે? જકાતદારો પણ શું એમ નથી કરતા?


મેથ્યુ ૬:૨૪
કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ.


મેથ્યુ ૧૦:૩૭
મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.


મેથ્યુ ૧૯:૧૯
પોતાનાં માબાપને માન આપ, ને પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”


મેથ્યુ ૨૨:૩૭
ત્યારે તેમણે તેને કહ્યું, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર.


મેથ્યુ ૨૨:૩૯
અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવો પોતા પર તેવો તારા પડોશી પર તું પ્રેમ કર.


મેથ્યુ ૨૪:૧૨
અને અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.


ચિહ્ન ૧૨:૩૦
અને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર.


ચિહ્ન ૧૨:૩૧
અને બીજી એ છે કે જેમ તું પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પ્રેમ કર તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.”


ચિહ્ન ૧૨:૩૩
અને પૂરા હ્રદયથી, તથા પૂરી સમજણથી, તથા પૂરા સામર્થ્યથી, તેમના પર પ્રેમ કરવો, તથા પોતાના પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો તે સર્વ સંપૂર્ણ દહનિયાર્પણ તથા યજ્ઞ કરતાં અધિક છે.”


એલજે ૬:૨૭
પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે, તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો.


એલજે ૬:૩૨
તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓના પર જો તમે પ્રેમ રાખો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારા પર પ્રેમ રાખે છે.


એલજે ૬:૩૫
પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.


એલજે ૭:૫
કેમ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; વળી તેણે [પોતાને ખરચે] આપણું સભાસ્થાન બંધાવ્યું છે.”


એલજે ૭:૪૨
જ્યારે તેઓની પાસે વાળી આપવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્‍નેને માફ કર્યું. તો તેના પર તેઓમાંનો કોણ વિશેષ પ્રેમ રાખશે?”


એલજે ૭:૪૭
માટે હું તને કહું છું કે, એનાં પાપ ઘણાં છે તે તેને માફ થયાં છે. કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો; પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.”


એલજે ૧૦:૨૭
તેણે ઉત્તર આપ્યો, “તારા ઈશ્વર પ્રભુ પર તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો. અને જેવો પોતાના પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો].”


એલજે ૧૧:૪૨
પણ તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો, સિતાબનો તથા બધી શાકભાજીનો દશાંશ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ તમે પડતાં મૂકો છો. તમારે આ કરવાં જોઈતાં હતાં, અને એ પડતાં ન મૂકવાં જોઈતાં હતાં.


એલજે ૧૬:૧૩
કોઈ ચાકર બે ધણીઓની ચાકરી કરી શકતો નથી. કેમ કે તે એકનો દ્વેષ કરશે, અને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, અને બીજાને તુચ્છ ગણશે. ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા.”


જ્હોન ૩:૧૬
કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.


જ્હોન ૩:૩૫
પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે બધું તેમના હાથમાં સોપ્યું છે.


જ્હોન ૫:૨૦
કેમ કે પિતા દિકરા પર પ્રેમ કરે છે, અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો.


જ્હોન ૫:૪૨
પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.


જ્હોન ૮:૪૨
ઈસુએ તેઓને કહ્યું, “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.


જ્હોન ૧૦:૧૭
પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.


જ્હોન ૧૧:૩
એ માટે બહેનોએ તેમને કહેવડાવી મોકલ્યું, “પ્રભુ, જેના પર તમે પ્રેમ રાખો છો, તે માંદો છે.”


જ્હોન ૧૧:૫
હવે માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતા હતા.


જ્હોન ૧૧:૩૬
[એ જોઈને] યહૂદીઓએ કહ્યું, “જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!”


જ્હોન ૧૨:૨૫
જે કોઈ પોતાના જીવ પર પ્રેમ રાખે છે, તે તેને ખુએ છે; અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને માટે તેને બચાવી રાખશે.


જ્હોન ૧૩:૧
હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોકો, જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.


જ્હોન ૧૩:૨૩
હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો.


જ્હોન ૧૩:૩૪
હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.


જ્હોન ૧૩:૩૫
જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”


જ્હોન ૧૪:૧૫
જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો.


જ્હોન ૧૪:૨૧
જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”


જ્હોન ૧૪:૨૩
ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


જ્હોન ૧૪:૨૪
જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારાં વચન પાળતો નથી. અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી, પણ પિતા જેમણે મને મોકલ્યો છે તેમનું છે.


જ્હોન ૧૪:૨૮
હું જાઉં છું, ને તમારી પાસે [પાછો] આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત. કેમ કે મારા કરતાં પિતા મોટા છે.


જ્હોન ૧૪:૩૧
પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું, અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું [એ માટે આ થાય છે]. ઊઠો, અહીંથી આપણે જઈએ.


જ્હોન ૧૫:૯
જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે, તમે મારા પ્રેમમાં રહો.


જ્હોન ૧૫:૧૦
જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.


જ્હોન ૧૫:૧૨
મારી આજ્ઞાઓ એ છે કે, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.


જ્હોન ૧૫:૧૩
પોતાના મિત્રોને માટે જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.


જ્હોન ૧૫:૧૭
તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.


જ્હોન ૧૫:૧૯
જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત! પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.


જ્હોન ૧૬:૨૭
કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, એવો વિશ્વાસ પણ તમે કર્યો છે.


જ્હોન ૧૭:૨૩
[એટલે] હું તેઓમાં અને તમે મારામાં થઈએ, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય. અને જગત જાણે કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે.


જ્હોન ૧૭:૨૪
હે પિતા, હું એમ ચાહું છું કે, જયાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે કે, મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ; કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો.


જ્હોન ૧૭:૨૬
અને મેં તેઓને તમારું નામ જણાવ્યું છે, અને જણાવીશ, જેથી જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.”


જ્હોન ૧૯:૨૬
તેથી જ્યારે ઈસુએ પોતાનાં માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યને પાસે ઊભાં રહેલાં જોયાં, ત્યારે તે પોતાનાં માને કહે છે, “બાઈ જો, તારો દીકરો!”


જ્હોન ૨૦:૨
ત્યારે તે દોડીને સિમોન પિતરની પાસે તથા બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેની પાસે જઈને તેઓને કહે છે, “તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે અમે જાણતા નથી.”


જ્હોન ૨૧:૭
તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો, તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે.” જયારે સિમોન પિતરે સાંભળ્યું કે, ‘એ તો પ્રભુ છે’, ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો), અને સમુદ્રમાં કૂદી પડ્યો.


જ્હોન ૨૧:૧૫
હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિતરને પૂછે છે, “યોહાનના દીકરા, સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “તું મારાં હલવાનોને પાળ.”


જ્હોન ૨૧:૧૬
તે ફરીથી બીજી વાર તેને પૂછે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “મારાં ઘેટાંને સાચવ.”


જ્હોન ૨૧:૨૦
ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ, જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?” તે [શિષ્ય] ને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો.


રોમન ૫:૫
અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.


રોમન ૫:૮
પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.


રોમન ૮:૨૮
વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


રોમન ૮:૩૫
ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે, વેદના કે, સતાવણી કે, દુકાળ કે, નગ્નતા કે, જોખમ કે, તરવાર?


રોમન ૮:૩૭
તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.


રોમન ૮:૩૯
ઊંચાણ કે ઊંડાણ કે, કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.


રોમન ૯:૧૩
વળી, એમ પણ લખેલું છે, મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિકકાર કર્યો.’


રોમન ૧૨:૯
[તમારો] પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.


રોમન ૧૨:૧૦
ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન [આપવા] માં પોતાના કરતાં બીજાને અધિક ગણો.


રોમન ૧૩:૮
એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈબીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે.


રોમન ૧૩:૯
કારણ કે “તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો, “ઈત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, “તારે જેવો પોતાના પર [પ્રેમ છે] તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો.”


રોમન ૧૩:૧૦
પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે.


રોમન ૧૪:૧૫
પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેનો નાશ તું તારા ભોજનથી ન કર.


રોમન ૧૫:૩૦
હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,


૧ કોરીંથી ૨:૯
પણ લખેલું છે, “જે વાનાં આંખે જોયાં નથી, અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પ્રવેશ્યાં નથી, જે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે તૈયાર કર્યાં છે;


૧ કોરીંથી ૪:૨૧
તમારી શી ઈચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું કે, પ્રેમથી તથા નમ્રતાથી આવું?


૧ કોરીંથી ૮:૧
હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને [એ બાબતનું] જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન [માણસને] ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ [તેની] ઉન્‍નતિ કરે છે.


૧ કોરીંથી ૮:૩
પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તેમને તે ઓળખે છે.


૧ કોરીંથી ૧૩:૧
જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું.


૧ કોરીંથી ૧૩:૨
જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.


૧ કોરીંથી ૧૩:૩
જો કે હું [દરિદ્રીઓનું] પોષણ કરવા માટે, મારી સર્વ સંપત્તિ આપી દૂઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોપું, પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશો લાભ નથી.


૧ કોરીંથી ૧૩:૪
પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી, પ્રેમ આપવડાઈ કરતો નથી, ફુલાઈ જતો નથી,


૧ કોરીંથી ૧૩:૮
પ્રેમ કદી ખૂટતો નથી. પણ ભવિષ્ય [ભાખવાનું] દાન હોય તો તે લોપ થશે; ભાષાઓ હોય, તો તેઓનો અંત આવશે; વિદ્યા હોય તો તે જતી રહેશે.


૧ કોરીંથી ૧૩:૧૩
હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે.


૧ કોરીંથી ૧૪:૧
પ્રેમને અનુસરો; અને આત્મિક [દાનો પ્રાપ્ત કરવા] ની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો [એની અભિલાષા રાખો].


૧ કોરીંથી ૧૬:૧૪
જે કંઈ તમે કરો તે પ્રેમથી કરો.


૧ કોરીંથી ૧૬:૨૨
જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.


૧ કોરીંથી ૧૬:૨૪
ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે થાઓ આમીન.???????? 1


૨ કોરીંથી ૨:૪
કેમ કે ઘણી વિપત્તિથી તથા અંત:કરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું. તે તમે ખેદિત થાઓ એ માટે નહિ, પણ તમારા ઉપર મારો જે અતિશય પ્રેમ છે તે તમે જાણો તે માટે [લખ્યું].


૨ કોરીંથી ૨:૮
એ માટે હું તમને વિનંતી કરું છું કે તમે [ફરીથી] તેના પર પૂર્ણ પ્રેમ રાખો.


૨ કોરીંથી ૫:૧૪
કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું [ચોક્કસ] સમજીએ છીએ કે, એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા;


૨ કોરીંથી ૬:૬
શુદ્ધતા વડે, જ્ઞાન વડે, સહનશીલતા વડે, પરોપકાર વડે, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી,


૨ કોરીંથી ૮:૭
પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઝંખનામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં, વધ્યા, તેમ જ આ [ઉદારતાની] કૃપામાં પણ વધો.


૨ કોરીંથી ૮:૮
હું આજ્ઞાની રૂએ નહિ, પણ બીજાઓની ઝંખનાને ધોરણે તમારા પ્રેમનું પારખું કરવાને આ કહું છું.


૨ કોરીંથી ૮:૨૪
એ માટે તમારા પ્રેમનું [પ્રમાણ] તથા તમારે વિષે અમારું અભિમાન કરવાનું પ્રમાણ, તેઓને મંડળીઓની આગળ બતાવી આપો.


૨ કોરીંથી ૧૧:૧૧
શા માટે? શું હું તમારા પર પ્રેમ રાખતો નથી તે માટે? ઈશ્વર જાણે છે.


૨ કોરીંથી ૧૨:૧૫
પણ હું તમારા આત્માઓને વાસ્તે ઘણી ખુશીથી [મારું સર્વસ્વ] ખર્ચીશ તથા હું જાતે પણ ખર્ચાઈ જઈશ. જો હું તમારા પર વધારે પ્રેમ રાખું, તો શું તમે મારા પર ઓછો પ્રેમ રાખશો?


૨ કોરીંથી ૧૩:૧૧
છેવટે, હે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ થાઓ; હિંમત રાખો; એક દિલના થાઓ; શાંતિમાં રહો; અને પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.


૨ કોરીંથી ૧૩:૧૪
પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો.???????? 1


ગલાટિયન ૨:૨૦
હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તોપણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.


ગલાટિયન ૫:૬
કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્‍નત ઉપયોગી નથી, અને બેસુન્‍નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે.


ગલાટિયન ૫:૧૩
કેમ કે, ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.


ગલાટિયન ૫:૧૪
કેમ કે “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.” આ એક જ વચનમાં આખા નિયમ [શાસ્‍ત્ર] નો સમાવેશ થાય છે.


ગલાટિયન ૫:૨૨
પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,


એફેસી ૧:૪
એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.


એફેસી ૧:૧૫
એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સર્વ પવિત્રો પર તમારા પ્રેમ વિષે સાંભળીને,


એફેસી ૨:૪
પણ ઈશ્વર, જે કરુણાથી ભરપૂર છે, તેમણે આપણા પર પ્રેમ રાખ્યો, તેમના અત્યંત પ્રેમને લીધે,


એફેસી ૩:૧૭
અને વિશ્વાસથી તમારાં હ્રદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારાં મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને,


એફેસી ૩:૧૮
તમે સર્વ સંતોની સાથે [ખ્રિસ્તના પ્રેમની] પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો,


એફેસી ૩:૧૯
અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમે સમજી શકો કે, તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.


એફેસી ૪:૨
સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો.


એફેસી ૪:૧૫
પણ પ્રેમથી સત્યને અનુસરીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.


એફેસી ૪:૧૬
એમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્‍નતિને માટે પોતાની વૃદ્ધિ કરે છે.


એફેસી ૫:૨
અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે, આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ.


એફેસી ૫:૨૫
પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.


એફેસી ૫:૨૮
એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે, તે પોતા પર પ્રેમ રાખે છે.


એફેસી ૫:૩૩
તોપણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.


એફેસી ૬:૨૩
ઈશ્વર પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી ભાઈઓને શાંતિ તથા વિશ્વાસસહિત પ્રેમ થાઓ.


એફેસી ૬:૨૪
જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રેમ રાખે છે તેઓ સર્વ પર કૃપા થાઓ. આમીન.???????? 1


ફિલિપીયન ૧:૯
વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોઉત્તર વધતો જાય;


ફિલિપીયન ૧:૧૭
પણ બીજા, સુવાર્તા વિષે પ્રત્યુત્તર આપવા માટે હું નિર્મિત થયો છું, એવું જાણીને પ્રેમથી કરે છે.


ફિલિપીયન ૨:૧
એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો [પવિત્ર] આત્માની કંઈ સંગત, જો કંઈ હ્રદયની કરુણા તથા દયા હોય,


ફિલિપીયન ૨:૨
તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ.


ફિલિપીયન ૪:૮
છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.


કોલોસીઅન્સ ૧:૩
અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિષે, તથા તમારે માટે આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું,


કોલોસીઅન્સ ૧:૮
આત્મામાં તમારો જે પ્રેમ તે વિષે પણ તેણે અમને ખબર આપી.


કોલોસીઅન્સ ૨:૨
તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે.


કોલોસીઅન્સ ૩:૧૪
વળી એ સર્વ ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.


કોલોસીઅન્સ ૩:૧૯
પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.


૧ થેસ્સાલોનીકી ૧:૩
કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.


૧ થેસ્સાલોનીકી ૩:૬
પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો, અને તમારા વિશ્વાસ તથા પ્રેમના ખુશકારક સમાચાર અમને જણાવ્યા, ને [કહ્યું] કે જેમ અમે તમને [જોવાની અભિલાષા રાખીએ છીએ] તેમ તમે પણ અમને જોવાને ઘણા આતુર છો, ને સદા અમારું પ્રેમપૂર્વક સ્મરણ કરો છો.


૧ થેસ્સાલોનીકી ૩:૧૨
અને જેમ અમારો પ્રેમ તમારા પર [પુષ્કળ છે], તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો.


૧ થેસ્સાલોનીકી ૪:૯
પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કંઈ જરૂર નથી, કેમ કે તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને ઈશ્વરથી શીખેલા છો.


૧ થેસ્સાલોનીકી ૪:૧૦
કેમ કે તમે ખરેખર આખા મકદોનિયાના સર્વ ભાઈઓ પર એ પ્રમાણે પ્રેમ રાખો છો. પણ, ભાઈઓ અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજુ વધારે પ્રેમ રાખો.


૧ થેસ્સાલોનીકી ૫:૮
પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.


૧ થેસ્સાલોનીકી ૫:૧૩
અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિઘણું માન આપો. તમે એકબીજા સાથે શાંતિમાં રહો.


૨ થેસ્સાલોનીકી ૧:૩
ભાઈઓ, અમારે તમારા વિષે હમેશાં ઈશ્વરની આભારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.


૨ થેસ્સાલોનીકી ૨:૧૦
તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહિ, અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે [અધર્મી પુરુષ] પ્રગટ થશે.


૨ થેસ્સાલોનીકી ૨:૧૬
હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યાં,


૨ થેસ્સાલોનીકી ૩:૫
પ્રભુ તમારાં હ્રદયોને ઈશ્વરના પ્રેમ તરફ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.


૧ તીમોથી ૧:૫
એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હ્રદયથી તથા સારા અંત:કરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રેમ રાખવો એ છે.


૧ તીમોથી ૧:૧૪
આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ [ઉત્પન્‍ન] થયો.


૧ તીમોથી ૨:૧૫
તોપણ જો [સ્‍ત્રી] મર્યાદાસહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહે, તો તે પુત્રપ્રસવદ્વારા તારણ પામશે.


૧ તીમોથી ૪:૧૨
તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.


૧ તીમોથી ૬:૧૧
પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


૨ તીમોથી ૧:૭
કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.


૨ તીમોથી ૧:૧૩
જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યા તેનું ખરું સ્વરૂપ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.


૨ તીમોથી ૨:૨૨
વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હ્રદયથી લેનારાઓની સાથે ન્‍યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.


૨ તીમોથી ૩:૩
પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનાર, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી,


૨ તીમોથી ૩:૪
વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર‍ પ્રેમ રાખનારા;


૨ તીમોથી ૩:૧૦
પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ


૨ તીમોથી ૪:૧૦
કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતીઆ ગયો, અને તિતસ દલ્માતીઆ ગયો.


ટાઇટસ ૧:૮
પણ પરોણાગત કરનાર, સત્કર્મોનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર તથા સંયમી,


ટાઇટસ ૨:૨
વૃદ્ધોને કહેવું કે, તમારે સંયમી, ગંભીર, ઠરેલ, અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દઢ થવું જોઈએ.


ટાઇટસ ૨:૪
એ માટે કે તેઓ જુવાન સ્‍ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે,


ટાઇટસ ૩:૪
પણ ઈશ્વર આપણા તારનારની દયા તથા માણસો પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,


ટાઇટસ ૩:૧૫
મારી સાથેના સર્વ તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને ક્ષેમકુશળ કહેજે. તમ સર્વ પર કૃપા થાઓ.


ફિલેમોન ૧:૪
પ્રભુ ઈસુ પરના તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે


ફિલેમોન ૧:૭
કારણ કે, તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે, કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોનાં હ્રદય ઉત્તેજિત થયાં છે.


ફિલેમોન ૧:૯
તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી બીજી રીતે, એટલે પ્રેમપૂર્વક, તને વિનંતી કરું છું.


હિબ્રૂ ૧:૯
તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક [ગણીને] આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.”


હિબ્રૂ ૬:૧૦
કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


હિબ્રૂ ૧૦:૨૪
અને પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.


હિબ્રૂ ૧૨:૬
કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો સ્વીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.”


હિબ્રૂ ૧૩:૧
ભાઈઓ પરનો પ્રેમ ચાલુ રાખો.


જેમ્સ ૧:૧૨
જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.


જેમ્સ ૨:૫
મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યાં?


જેમ્સ ૨:૮
તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર‍ પ્રેમ રાખ, ” એ [નિયમ] જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો,


૧ પીટર ૧:૮
તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


૧ પીટર ૧:૨૨
તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મન પવિત્ર કર્યા છે, માટે [ખરા] અંત:કરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રેમ કરો.


૧ પીટર ૨:૧૭
તમે સર્વને માન આપો. બંધુમંડળ પર પ્રેમ રાખો. ઈશ્વરનું ભય રાખો. રાજાનું સન્માન કરો.


૧ પીટર ૩:૮
છેવટે તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુ:ખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રેમ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.


૧ પીટર ૪:૮
વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ પાપના પુંજને ઢાંકે છે.


૧ પીટર ૫:૧૪
તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો. ખ્રિસ્ત ઈસુમાં તમ સર્વને શાંતિ થાઓ આમીન.


૨ પીટર ૧:૭
ને ભક્તિભાવની સાથે બંધુપ્રેમ, ને બંધુપ્રેમની સાથે પ્રેમ જોડી દો.


૨ પીટર ૨:૧૩
તેઓ ધોળે દિવસે ભોગવિલાસમાં આનંદ કરે છે. તેઓ ડાઘ તથા કલંક છે. તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે.


૧ જ્હોન ૨:૫
પણ જે કોઈ તેમનું વચન પાળે છે, તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે, તેમનામાં છીએ.


૧ જ્હોન ૨:૧૦
જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે, તે પ્રકાશમાં રહે છે, અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી.


૧ જ્હોન ૨:૧૫
જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી.


૧ જ્હોન ૩:૧
જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરનાં છોકરાં કહેવાઈએ! અને ખરેખર આપણે તેમનાં છોકરાં છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેમને ઓળખ્યા નહિ.


૧ જ્હોન ૩:૧૦
આથી ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી.


૧ જ્હોન ૩:૧૧
કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે કે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.


૧ જ્હોન ૩:૧૪
આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.


૧ જ્હોન ૩:૧૬
એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો. અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણો આપવા જોઈએ.


૧ જ્હોન ૩:૧૭
પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?


૧ જ્હોન ૩:૧૮
બાળકો, આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.


૧ જ્હોન ૩:૨૩
તેમની આજ્ઞાએ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ, અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી છે, તેમ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.


૧ જ્હોન ૪:૭
વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે. અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરને ઓળખે છે.


૧ જ્હોન ૪:૮
જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી:કેમ કે ઈશ્વર પ્રેમ છે.


૧ જ્હોન ૪:૯
ઈશ્વરે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યા કે, આપણે તેમનાથી જીવીએ, એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો.


૧ જ્હોન ૪:૧૦
આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્વિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે.


૧ જ્હોન ૪:૧૧
વહાલાંઓ, જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.


૧ જ્હોન ૪:૧૨
કોઈએ ઈશ્વરને કદી જોયા નથી! જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, તો ઈશ્વર આપણામાં રહે છે ને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.


૧ જ્હોન ૪:૧૬
ઈશ્વરનો જે‍ પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ, અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે; અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં ને ઈશ્વર તેનામાં રહે છે.


૧ જ્હોન ૪:૧૭
એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમ કે જેવા તે છે, તેવા આપણે આ જગતમાં છીએ.


૧ જ્હોન ૪:૧૮
પ્રેમમાં ભય નથી; પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે; અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.


૧ જ્હોન ૪:૧૯
આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.


૧ જ્હોન ૪:૨૦
જો કોઈ કહે, “હું ઈશ્વર પર પ્રેમ રાખું છું” પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે; કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી.


૧ જ્હોન ૪:૨૧
જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.


૧ જ્હોન ૫:૧
ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે; અને જન્મ આપનાર પર જે કોઈ પ્રેમ રાખે છે તે તેમનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે.


૧ જ્હોન ૫:૨
જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં છોકરાં ઉપર પણ પ્રેમ રાખીએ છીએ.


૧ જ્હોન ૫:૩
કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે, અને તેમની આજ્ઞાઓ ભારે નથી.


૨ જ્હોન ૧:૨
જે સત્ય આપણામાં રહે છે, અને સર્વકાળ રહેવાનું છે તે [સત્ય] ની ખાતર હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું; અને એકલો હું જ નહિ, પણ જેઓ સત્યને જાણે છે તેઓ બધા પણ રાખે છે.


૨ જ્હોન ૧:૩
ઈશ્વર પિતાથી તથા પિતાના પુત્ર ઈસુ ખ્રિસ્તથી આપણી સાથે કૃપા, દયા તથા શાંતિ સત્યમાં તથા પ્રેમમાં રહેશે.


૨ જ્હોન ૧:૫
હવે, બહેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.


૨ જ્હોન ૧:૬
આપણે તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે. જેમ તમે આરંભથી સાંભળ્‍યું તેમ તમે પ્રેમમાં ચાલો એ જ આજ્ઞા છે.


૩ જ્હોન ૧:૧
જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસ પ્રતિ લખનાર વડીલ.


૩ જ્હોન ૧:૬
તે [ભાઈ] ઓએ તારા પ્રેમ વિષે મંડળીની આગળ સાક્ષી પૂરી છે. ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે તું તેઓને આગળ વળાવશે તો તું સારું કરશે.


પ્રકટીકરણ ૧:૫
તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મૂએલાંમાંથી પ્રથમજનિત, અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા,


પ્રકટીકરણ ૨:૪
તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.


પ્રકટીકરણ ૨:૧૯
તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, તથા તારી ધીરજ હું જાણું છું, અને તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે [એ પણ હું જાણું છું].


પ્રકટીકરણ ૩:૯
જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલાકને હું [તને] સોપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.


પ્રકટીકરણ ૩:૧૯
હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016