A A A A A

શોધો
મેથ્યુ ૧:૧
ઇબ્રાહિમના વંશજ દાઉદના વંશના ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી:


મેથ્યુ ૧:૧૬
અને યાકૂબથી યૂસફ જે મરિયમનો પતિ હતો તે થયો; એ (મરિયમ)થી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યા.


મેથ્યુ ૧:૧૮
હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ.


મેથ્યુ ૧:૨૧
અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.”


મેથ્યુ ૧:૨૫
અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહિ અને તેણે તેનું નામ ‘ઈસુ’ પાડયું.


મેથ્યુ ૨:૧
હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું,


મેથ્યુ ૩:૧૩
ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા.


મેથ્યુ ૩:૧૫
પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.


મેથ્યુ ૩:૧૬
અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો.


મેથ્યુ ૪:૧
ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને રાનમાં લઈ ગયો.


મેથ્યુ ૪:૭
ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર.”


મેથ્યુ ૪:૧૦
ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.”


મેથ્યુ ૪:૧૨
યોહાનને બંદીવાન કરવામાં આવ્યો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા ગયા.


મેથ્યુ ૪:૧૭
ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, “પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.”


મેથ્યુ ૪:૧૮
અને ઈસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા, ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછી હતા.


મેથ્યુ ૪:૨૩
અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુ:ખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.


મેથ્યુ ૫:૧
ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢી ગયા, અને તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.


મેથ્યુ ૭:૨૮
અને ઈસુ એ વાતો કહી રહ્યા, ત્યારે એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી અચરત થયા.


મેથ્યુ ૮:૪
પછી ઈસુ તેને કહે છે, “જો જે, તું કોઈને કહીશ નહિ. પણ જા, પોતાને યાજકને બતાવ, ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.”


મેથ્યુ ૮:૫
અને ઈસુ કપર-નાહૂમમાં પ્રવેશ્યા, ત્યારે એક જમાદારે તેમની પાસે આવીને તેમને વિનંતી કરી,


મેથ્યુ ૮:૭
ત્યારે ઈસુ તેને કહે છે, “હું આવીને તેને સાજો કરીશ.”


મેથ્યુ ૮:૧૦
ત્યારે ઈસુ તે સાંભળીને અચરત થયા, ને પાછળ આવનારાઓને તેમણે કહ્યું, હું તમને ખચીત કહું છું કે, આટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.


મેથ્યુ ૮:૧૩
અને ઈસુએ તે જમાદારને કહ્યું, “જા, જેવો તેં વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાઓ.” અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો.


મેથ્યુ ૮:૧૪
અને ઈસુએ પિતરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંદી પડેલી જોઈ.


મેથ્યુ ૮:૧૮
અને ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ ભેગો થયેલો જોયો, ત્યારે સામે પાર જવાની તેમણે આજ્ઞા કરી.


મેથ્યુ ૮:૨૦
ત્યારે ઈસુ તેને કહે છે, “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, ને માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.”


મેથ્યુ ૮:૨૨
પણ ઈસુએ તેને કહ્યું, “તું મારી પાછળ આવ, ને મૂએલાઓને પોતાના મૂએલાઓને દાટવા દે.”


મેથ્યુ ૮:૩૨
અને ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” પછી તેઓ નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા; અને જુઓ, આખું ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડયું, ને પાણીમાં ડૂબી મર્યું.


મેથ્યુ ૮:૩૪
ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. અને તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી, “અમારી સીમોમાંથી જા.”


મેથ્યુ ૯:૨
અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, “દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.”


મેથ્યુ ૯:૪
ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું, “તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો?


મેથ્યુ ૯:૯
અને ઈસુએ ત્યાં થઈને જતાં માથ્થી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો જોયો. અને તેમણે તેને કહ્યું, “તું મારી પાછળ આવ.”‍ત્યારે માથ્થી ઊઠીને તેમની પાછળ ગયો.


મેથ્યુ ૯:૧૦
અને એમ થયું કે, ઘરમાં તે જમવા બેઠા ‍ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા.


મેથ્યુ ૯:૧૨
અને ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું, “જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી, પણ જેઓ માંદા છે તેઓને છે.


મેથ્યુ ૯:૧૫
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.


મેથ્યુ ૯:૧૯
ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.


મેથ્યુ ૯:૨૦
અને જુઓ, એક સ્‍ત્રીને બાર વરસથી લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્‍ત્રની કોરને અડકી.


મેથ્યુ ૯:૨૨
ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું, “દીકરી, હિમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે, ” અને તે સ્‍ત્રી તે જ ઘડીથી સાજી થઈ.


મેથ્યુ ૯:૨૩
પછી જ્યારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા,


મેથ્યુ ૯:૨૫
અને લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ઈસુએ અંદર જઈને તેનો હાથ પકડ્યો, અને તે છોકરી ઊઠી.


મેથ્યુ ૯:૨૭
અને ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે આંધળા તેમની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”


મેથ્યુ ૯:૨૮
અને ઘરમાં તે આવ્યા, ત્યારે તે આંધળાઓ તેમની પાસે આવ્યા. અને ઈસુ તેઓને કહે છે, “હું એ કરી શકું છું. એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહે છે “હા, પ્રભુ.”


મેથ્યુ ૯:૩૦
અને તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, “જોજો, કોઈ જાણે નહિ.”


મેથ્યુ ૯:૩૨
અને તેઓ બહાર ગયા ત્યારે જુઓ, અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો.


મેથ્યુ ૯:૩૫
અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને દરેક [પ્રકારનો] રોગ તથા દરેક [પ્રકારની] બીમારી દૂર કરતા બધાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.


મેથ્યુ ૧૦:૫
ઈસુએ તે બારને મોકલીને એવી આજ્ઞા આપી, “તમે પરદેશીઓના વિસ્તારોમાં ન જાઓ ને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો.


મેથ્યુ ૧૧:૧
અને ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા.


મેથ્યુ ૧૧:૨
હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્તનાં કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને ઈસુને પુછાવ્યું કે,


મેથ્યુ ૧૧:૪
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, તમે જે જે સાંભળો છો ને જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો:


મેથ્યુ ૧૧:૭
અને તેઓ પાછા જતા હતા ત્યારે-ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા, “તમે રાનમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુને?


મેથ્યુ ૧૧:૨૫
તે સમયે ઈસુએ કહ્યું, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્‍ત્રીઓથી તમે આ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.


મેથ્યુ ૧૨:૧
એ અરસામાં ઈસુ વિશ્રામવારે અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યોને ભૂખ લાગી હતી, ને તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.


મેથ્યુ ૧૨:૨
ત્યારે ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું, “જો વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”


મેથ્યુ ૧૨:૧૦
અને, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. અને ઈસુ પર આરોપ મૂકવા માટે તેઓએ તેમને પૂછ્યું, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”


મેથ્યુ ૧૨:૧૫
પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા, અને ઘણા લોકો તેમની પાછળ ગયા. અને બધાને સાજા કરીને


મેથ્યુ ૧૨:૨૫
ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું, “પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તૂટી પડે છે; અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે, તે ટકી નહિ રહેશે.


મેથ્યુ ૧૩:૧
તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.


મેથ્યુ ૧૩:૨૪
ઈસુએ તેઓની આગળ બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે.


મેથ્યુ ૧૩:૩૪
એ બધી વાતો ઈસુએ લોકોને દ્દષ્ટાંતોમાં કહી. અને દ્દષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ.


મેથ્યુ ૧૩:૫૩
અને એમ થયું કે ઈસુ એ દ્દષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ‍ચાલ્યા ગયા.


મેથ્યુ ૧૩:૫૭
અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું, “પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય [બીજે સ્થળે] માન વગરનો નથી.”


મેથ્યુ ૧૩:૫૮
અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યાં નહિ.


મેથ્યુ ૧૪:૧
એ અરસામાં હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને


મેથ્યુ ૧૪:૧૨
ત્યાર પછી તેના શિષ્યો આવ્યા અને તેનું મુડદું લઈ જઈને દાટ્યું, ને જઈને ઈસુને ખબર આપી.


મેથ્યુ ૧૪:૧૩
એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જડ જગાએ એકાંતમાં ચાલ્યા ગયા. અને લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.


મેથ્યુ ૧૪:૧૬
પણ ઈસુએ તેઓને કહ્યું, “તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને ખાવાનું આપો.”


મેથ્યુ ૧૪:૧૮
ત્યારે ઈસુએ કહ્યું, “તે અહીં મારી પાસે લાવો.”


મેથ્યુ ૧૪:૨૭
પણ તરત ઈસુએ તેઓને કહ્યું, “હિમ્મત રાખો, એ તો હું છું, બીહો નહિ. ”


મેથ્યુ ૧૪:૨૯
અને તેમણે કહ્યું, “આવ.” ત્યારે પિતર હોડી પરથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ‍ચાલવા લાગ્યો.


મેથ્યુ ૧૪:૩૧
અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તેને કહે છે, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ આણ્યો?”


મેથ્યુ ૧૫:૧
તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્‍ત્રીઓ ઈસુની પાસે આવ્યા ને કહ્યું,


મેથ્યુ ૧૫:૨૧
એ પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમમાં ગયા.


મેથ્યુ ૧૫:૨૩
પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, “આ સ્‍ત્રીને વિદાય કરો. કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે.”


મેથ્યુ ૧૫:૨૪
પણ ઈસુએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકલવામાં આવ્યો નથી.”


મેથ્યુ ૧૫:૨૮
ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ, ” અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ.


મેથ્યુ ૧૫:૨૯
ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને તે ત્યાં બેઠા.


મેથ્યુ ૧૫:૩૦
અને લૂલાંઓને, આંધળાઓને, મૂંગાઓને, અપંગોને, તથા બીજાં ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેમની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને ઈસુએ તેઓને સાજાં કર્યાં.


મેથ્યુ ૧૫:૩૨
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે, કેમ કે આજે ત્રણ દિવસ થયા તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી, ને તેઓને ભૂખ્યાં વિદાય કરવાને હું નથી ચાહતો, રખેને વાટમાં તેઓ થાકી જાય.”


મેથ્યુ ૧૫:૩૪
ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું, સાત, ને થોડીએક નાની માછલી છે.”


મેથ્યુ ૧૬:૬
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન બનો ને ખબરદાર રહો.”


મેથ્યુ ૧૬:૮
ઈસુએ એ જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે અંદરોઅંદર કેમ વિચાર કરો છો?


મેથ્યુ ૧૬:૧૩
અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?”


મેથ્યુ ૧૬:૧૭
અને ઈસુએ તેને કહ્યું, “સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાંના પિતાએ તને એ જણાવ્યું છે.


મેથ્યુ ૧૬:૨૧
ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, “હું યરુશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઊઠું, એ જરૂરનું છે.”


મેથ્યુ ૧૬:૨૪
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ‍ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.


મેથ્યુ ૧૭:૧
છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ ગયા.


મેથ્યુ ૧૭:૨
તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું, એટલે તેમનું મોં સૂર્યના જેવું તેજસ્વી થયું, ને તેમનાં વસ્‍ત્ર પ્રકાશના જેવાં ઊજળાં થયાં.


મેથ્યુ ૧૭:૪
અને પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તમારી મરજી હોય તો હું અહીં ત્રણ માંડવા બાંધું. એક તમારે માટે, ને એક મૂસાને માટે, ને એક એલિયાને માટે.”


મેથ્યુ ૧૭:૭
ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું, “ઊઠો, ને બીહો નહિ.”


મેથ્યુ ૧૭:૮
અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ કોઈને જોયા નહિ.


મેથ્યુ ૧૭:૯
અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી, “માણસનો દીકરો મૂએલાંમાંથી પાછો ઊઠે ત્યાં સુધી આ જે તમે જોયું તે કોઈને કહેતા ના.”


મેથ્યુ ૧૭:૧૧
અને ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “એલિયા આવે છે ખરો, ને બધું બરાબર કરશે.


મેથ્યુ ૧૭:૧૪
જ્યારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક માણસ ઈસુની પાસે આવ્યો, અને તેમની આગળ ઘૂંટણ ટેકવીને કહ્યું,


મેથ્યુ ૧૭:૧૭
ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો.”


મેથ્યુ ૧૭:૧૮
પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો અને તે તેનામાંથી નીકળ્યો, અને છોકરો તે ઘડીથી સાજો થયો.


મેથ્યુ ૧૭:૧૯
ત્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને ક્હ્યું, “અમે તેને કેમ કાઢી ન શક્યા?”


મેથ્યુ ૧૭:૨૨
અને તેઓ ગાલીલમાં રહેતા હતા એ અરસામાં ઈસુએ તેઓને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;


મેથ્યુ ૧૭:૨૫
તેણે કહ્યું, “હા.” અને ઘરમાં તે આવ્યો ત્યારે [તેના બોલવા] અગાઉ ઈસુએ કહ્યું, “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?”


મેથ્યુ ૧૭:૨૬
અને પિતરે તેમને કહ્યું, “પારકાઓ પાસેથી.\ ત્યારે ઈસુએ તેને કહ્યું, ત્યારે દીકરાઓ તો છૂટા છે.


મેથ્યુ ૧૮:૧
તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછ્યું “આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”


મેથ્યુ ૧૮:૨૨
ઈસુએ તેને કહ્યું, “સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેરગણી સાત વાર સુધી.


મેથ્યુ ૧૯:૧
અને ઈસુ એ વાતો પૂરી કર્યા પછી ગાલીલથી નીકળીને યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા.


મેથ્યુ ૧૯:૮
ઈસુ તેઓને કહે છે “મૂસાએ તમારાં હૃદયની કઠણતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું.


મેથ્યુ ૧૯:૧૪
પણ ઈસુએ કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ, કેમ કે આકાશનું રાજ્ય એવાંઓનું જ છે.”


મેથ્યુ ૧૯:૧૮
તે તેમને કહે છે, “કઈ કઈ?” ત્યારે ઈસુએ કહ્યું, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું‍ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર.


મેથ્યુ ૧૯:૨૧
ઈસુએ તેને કહ્યું, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે. અને આવીને મારી પાછળ ચાલ.”


મેથ્યુ ૧૯:૨૩
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે.


મેથ્યુ ૧૯:૨૬
પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”


મેથ્યુ ૧૯:૨૮
અને ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયેલનાં બારે કુળોનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બેસશો.


મેથ્યુ ૨૦:૧૭
અને ઈસુએ યરુશાલેમ જતાં, રસ્તે બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું,


મેથ્યુ ૨૦:૨૨
પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે જે માગો છો તે તમે સમજતાં નથી! જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓ તેમને કહે છે, “અમે પી શકીએ છીએ.”


મેથ્યુ ૨૦:૨૫
પણ ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું, “તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ‍ચલાવે છે.


મેથ્યુ ૨૦:૩૦
અને જુઓ, બે આંધળા રસ્તાની બાજુએ બેઠેલા હતા, અને ઈસુ પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ બૂમ પાડી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”


મેથ્યુ ૨૦:૩૨
ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને તેડીને કહ્યું, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?”


મેથ્યુ ૨૦:૩૪
ત્યારે ઈસુને દયા આવી, ને તે તેઓની આંખોને અડક્યા, ને તરત તેઓ દેખતા થયા. અને તેઓ તેમની પાછળ ચાલ્યા.


મેથ્યુ ૨૧:૧
અને જ્યારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા, ને જૈતૂનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યને મોકલીને


મેથ્યુ ૨૧:૬
ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું.


મેથ્યુ ૨૧:૭
અને તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા, ને પોતાનાં વસ્‍ત્ર તેઓ પર નાખ્યાં. અને ઈસુ તેઓ પર સવાર થયા.


મેથ્યુ ૨૧:૧૧
ત્યારે લોકોએ કહ્યું, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાઝરેથના, તે એ છે.”


મેથ્યુ ૨૧:૧૨
પછી ઈસુ ઈશ્વના મંદિરમાં ગયા, ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા, અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો તેમણે ઊંધાં વાળ્યાં.


મેથ્યુ ૨૧:૧૬
અને તેઓએ તેમને કહ્યું, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે, “હા, બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”


મેથ્યુ ૨૧:૨૧
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, જો તમને વિશ્વાસ હોય, ને તમે સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહેશો કે, તું ઊંચકાઈને સમુદ્રમાં નંખા, તો તેમ જ થશે.


મેથ્યુ ૨૧:૨૪
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.


મેથ્યુ ૨૧:૨૭
પછી તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા.” ઈસુએ પણ તેઓને કહ્યું, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને નથી કહેતો.


મેથ્યુ ૨૧:૩૧
તો તે બન્‍નેમાંથી કોણે પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? “તેઓ તેને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે, “હું તમને ખચીત કહું છું, દાણીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે.


મેથ્યુ ૨૧:૪૨
ઈસુ તેઓને કહે છે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો: એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્વર્યકારક છે, એ શું તમે શાસ્‍ત્રમાં કદી નથી વાંચ્યું?


મેથ્યુ ૨૨:૧
અને ઈસુએ ફરીથી તેઓને દ્દષ્ટાંતમાં કહ્યું,


મેથ્યુ ૨૨:૧૮
પણ ઈસુએ તેઓની ભૂંડાઈ જાણીને કહ્યું, “ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો?


મેથ્યુ ૨૨:૨૯
ત્યારે ઈસુએ તેઓને કહ્યું “ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો.


મેથ્યુ ૨૨:૪૧
હવે ફરોશીઓ એકત્ર મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું,


મેથ્યુ ૨૩:૧
ત્યાર પછી ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું,


મેથ્યુ ૨૪:૧
અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના ‍શિષ્યો તેમને મંદિરનાં બાંધકામો બતાવવાને તેમની પાસે આવ્યા.


મેથ્યુ ૨૪:૪
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો કે, તમને કોઈ ભુલાવે નહિ.


મેથ્યુ ૨૬:૧
અને ઈસુએ એ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,


મેથ્યુ ૨૬:૪
અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી.


મેથ્યુ ૨૬:૬
અને ઈસુ બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતા,


મેથ્યુ ૨૬:૧૦
ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું, “એ સ્‍ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.


મેથ્યુ ૨૬:૧૫
કહ્યું, “હું ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોળી આપ્યા.


મેથ્યુ ૨૬:૧૭
અને બેખમીર રોટલીના [પર્વને] પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, “તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઇચ્છા છે?”


મેથ્યુ ૨૬:૧૯
અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું, ને પાસ્ખા તૈયાર કર્યું.


મેથ્યુ ૨૬:૨૬
અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, “લો, ખાઓ; એ મારું શરીર છે.”


મેથ્યુ ૨૬:૩૧
ત્યારે ઈસુ તેઓને કહે છે, “તમે સહુ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે, હું ઘેટાપાળકને મારીશ, ને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’


મેથ્યુ ૨૬:૩૪
ઈસુએ તેને કહ્યું, હું તને સાચે જ કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.”


મેથ્યુ ૨૬:૩૬
ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક સ્થળે આવે છે, ને શિષ્યોને કહે છે, “હું પણે જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”


મેથ્યુ ૨૬:૪૯
અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “રાબ્બી, સલામ”; અને તે તેમને ચૂમ્યો.


મેથ્યુ ૨૬:૫૦
અને ઈસુએ તેને કહ્યું, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેમને પકડી લીધા.


મેથ્યુ ૨૬:૫૧
પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી, ને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો.


મેથ્યુ ૨૬:૫૨
ત્યારે ઈસુ તેને કહે છે, “તારી તરવાર તેના મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.


મેથ્યુ ૨૬:૫૫
તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું, “તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો તોપણ તમે મને પકડ્યો નહોતો;


મેથ્યુ ૨૬:૫૭
પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્‍ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા, ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.


મેથ્યુ ૨૬:૫૯
અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી શોધી;


મેથ્યુ ૨૬:૬૩
પણ ઈસુ છાના રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેમને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહિ, એ અમને કહે.”


મેથ્યુ ૨૬:૬૪
ઈસુ તેને કહે છે, “તેં પોતે જ કહ્યું; પરંતુ હું તમને કહું છું કે, હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો.”


મેથ્યુ ૨૬:૬૯
પિતર બહાર ચોકમાં બેઠો હતો ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું, “તું પણ ગાલીલના ઈસુ સાથે હતો.”


મેથ્યુ ૨૬:૭૧
અને તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું, “એ પણ ઈસુ નાઝારીની જોડે હતો.”


મેથ્યુ ૨૬:૭૫
અને જે વાત ઈસુએ પિતરને કહી હતી, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ, ” તે તેને યાદ આવી; અને બહાર જઈને તે બહુ રડ્યો.


મેથ્યુ ૨૭:૧
અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી.


મેથ્યુ ૨૭:૩
ત્યાર પછી ઈસુ અપરાધી ઠરાવાયા એ જોઈને તેમને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્વાત્તાપ થયો, ને પેલા રૂપિયા ત્રીસ મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને


મેથ્યુ ૨૭:૧૧
અને ઈસુ હાકેમની આગળ ઊભા રહ્યા, ને હાકેમે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ત્યારે ઈસુએ તેને કહ્યું, “તમે પોતે કહો છો.”


મેથ્યુ ૨૭:૧૭
તે માટે તેઓ એકત્ર થયા પછી પિલાતે તેઓને કહ્યું, “હું તમારે માટે કોને છોડી દઉં. એ વિષે તમારી શી મરજી છે? બારાબાસને કે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”


મેથ્યુ ૨૭:૨૦
પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે, તેઓ બારાબાસને માગે, ને ઈસુને મારી નંખાવે.


મેથ્યુ ૨૭:૨૨
પિલાત તેઓને કહે છે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું ‍શું કરું?” સર્વ તેને કહે છે, “તેને વધસ્તંભે જડો.”


મેથ્યુ ૨૭:૨૬
પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી દીધો. પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવવા માટે સોંપ્યા.


મેથ્યુ ૨૭:૨૭
ત્યાર પછી હાકેમના સિપાઈઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેમની આસપાસ એકઠી કરી.


મેથ્યુ ૨૭:૩૭
અને તેમના સંબંધીનું લખેલું તહોમતનામું તેમના માથાની ઉપર તેઓએ લગાડ્યું કે, ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’


મેથ્યુ ૨૭:૪૬
અને આશરે નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી કે, “એલી, એલી, લામા સાબાખ્થાની, ” એટલે, ઓ મારા, ઈશ્ચર, મારા ઈશ્ચર, તમે મને કેમ મૂકી દીધો છે?”


મેથ્યુ ૨૭:૫૦
પછી ઈસુએ બીજી વાર મોટે અવાજે બૂમ પાડીને પ્રાણ મૂક્યો.


મેથ્યુ ૨૭:૫૪
ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


મેથ્યુ ૨૭:૫૫
અને ત્યાં ઘણી સ્‍ત્રીઓ હતી, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.


મેથ્યુ ૨૭:૫૭
અને સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો, તે આવ્યો.


મેથ્યુ ૨૭:૫૮
તેણે પિલાત પાસે જઈને ઈસુની લાસ માગી. ત્યારે પિલાતે તે તેને સોંપવાની આજ્ઞા આપી.


મેથ્યુ ૨૮:૫
ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.


મેથ્યુ ૨૮:૯
અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, “કુશળતા.” અને તેઓએ આવીને તેમના પગ પકડ્યા, ને તેમનું ભજન કર્યું.


મેથ્યુ ૨૮:૧૦
ત્યારે ઈસુ તેઓને કહે છે, “બીહો નહિ; જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને જોશે.”


મેથ્યુ ૨૮:૧૬
પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા.


મેથ્યુ ૨૮:૧૮
અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


ચિહ્ન ૧:૧
ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે. એનો આરંભ


ચિહ્ન ૧:૯
અને તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા, ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા.


ચિહ્ન ૧:૧૪
અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા, ને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું,


ચિહ્ન ૧:૧૭
અને ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.”


ચિહ્ન ૧:૨૪
“અરે, ઈસુ નાઝારી, અમારે ને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.”


ચિહ્ન ૧:૨૫
અને ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, “છાનો રહે, ને તેનામાંથી નીકળી જા.”


ચિહ્ન ૧:૪૧
અને ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તે તેને અડક્યા, ને તેને કહ્યું, “મારી ઇચ્છા છે; તું શુદ્ધ થા.”


ચિહ્ન ૧:૪૩
અને ઈસુએ સખત ચેતવણી આપીને તરત તેને બહાર મોકલ્યો.


ચિહ્ન ૧:૪૫
પણ તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગાઓમાં રહ્યા; અને લોકો ચારે તરફથી તેમની પાસે આવતા હતા.


ચિહ્ન ૨:૫
અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે, “દીકરા, તારાં પાપ માફ થયાં છે.”


ચિહ્ન ૨:૮
અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું, “તમે તમારાં હ્રદયોમાં એવા વિચાર કેમ કરો છો?


ચિહ્ન ૨:૧૫
અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠા હતા, ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા, ને તેમની પાછળ ચાલતા હતા.


ચિહ્ન ૨:૧૭
અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે, “જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે: હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”


ચિહ્ન ૨:૧૮
યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતા હતા. અને તેઓ આવીને ઈસુને કહે છે, “યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે; પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું શું કારણ?”


ચિહ્ન ૨:૧૯
અને ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વર તેઓની સાથે છે તેટલા વખત સુધી તેમનાથી ઉપવાસ કરી શકાય નહિ.


ચિહ્ન ૩:૭
અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની પાસે ગયા; અને ગાલીલમાંથી ઘણા લોકો તેમની પાછળ ગયા. તેમ જ યહૂદિયામાંથી


ચિહ્ન ૫:૬
પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, ને તેમને પગે લાગ્યો.


ચિહ્ન ૫:૭
અને મોટે અવાજે પોકારીને બોલ્યો, “ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ દઉં છું કે, તમે મને દુ:ખ ન દો.”


ચિહ્ન ૫:૯
અને ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.”


ચિહ્ન ૫:૧૫
અને ઈસુની પાસે તેઓ આવે છે, ને જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલા તથા [વસ્ત્ર] પહેરેલો તથા હોશમાં આવેલો જોયો, અને તેઓ બીધા.


ચિહ્ન ૫:૧૯
પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે, “તારે ઘેર તારાં સગાંઓની પાસે જા ને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, ને તારા પર દયા‍ રાખી તેની ખબર તેઓને આપ.”


ચિહ્ન ૫:૨૦
અને તે ગયો, ને ઈસુએ તેને માટે કેટલું બધું કર્યું હતું તે દશનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને બધા અચંબો પામ્યા.


ચિહ્ન ૫:૨૧
અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાસે એકત્ર થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.


ચિહ્ન ૫:૨૭
તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પછવાડે આવી, ને તેમના વસ્ત્રને અડકી.


ચિહ્ન ૫:૩૦
અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું ઈસુને માલૂમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું, “મારા વસ્ત્રને કોણ અડક્યું?”


ચિહ્ન ૫:૩૬
પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહ્યું, “બી નહિ, માત્ર વિશ્વાસ રાખ.”


ચિહ્ન ૬:૨
અને વિશ્રામવાર આવ્યો ત્યારે ઈસુ સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાએ એ સાંભળીને છક થઈને કહ્યું, “આ બધું તેમની પાસે ક્યાંથી? અને તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે? અને એમના હાથથી આવાં પરાક્રમી કામો ક્યાંથી થાય છે?


ચિહ્ન ૬:૪
પણ ઈસુએ તેઓને કહ્યું, “પોતાના દેશ તથા પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય પ્રબોધક [બીજે સ્થળે] માન વિનાનો નથી.”


ચિહ્ન ૬:૩૦
અને પ્રેરિતો ઈસુની પાસે એકત્ર થાય છે, ને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેઓએ તેમને કહી સંભળાવ્યું.


ચિહ્ન ૬:૩૪
અને ઈસુએ નીકળીને અતિ ઘણા લોકોને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.


ચિહ્ન ૭:૨૭
પણ ઈસુએ તેને કહ્યું, “છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાંને ફેંકવી એ વાજબી નથી.”


ચિહ્ન ૮:૧૭
અને ઈસુ એ જાણીને તેઓને કહે છે, “તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા, ને નથી સમજતા? શું તમારાં હ્રદય કઠણ થયાં છે?


ચિહ્ન ૮:૨૭
અને ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપીનાં ગામોમાં ગયા. અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું, ‘હું કોણ છું, એ વિષે માણસો શું કહે છે?”


ચિહ્ન ૯:૨
અને છ દિવસ પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે; અને તેઓની આગળ તેમનું રૂપાંતર થયું.


ચિહ્ન ૯:૪
અને એલિયા મૂસાની સંઘાતે તેઓને દેખાયો, ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.


ચિહ્ન ૯:૫
અને પિતર ઈસુને કહે છે, રાબ્બી, અહીં રહેવું આપણે માટે સારું છે! તો અમે ત્રણ માંડવા બાંધીએ! એક તમારે માટે, ને એક મૂસાને માટે, ને એક એલિયાને માટે.”


ચિહ્ન ૯:૮
અને તત્કાળ ચોતરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.


ચિહ્ન ૯:૨૩
પણ ઈસુએ તેને કહ્યું, “જો તું કરી શકે! વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે.”


ચિહ્ન ૯:૨૫
પણ ઘણા લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, “મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેમાંથી નીકળ, ને ફરી તેમાં ન પેસ.”


ચિહ્ન ૯:૨૭
પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો; અને તે ઊભો થયો.


ચિહ્ન ૯:૩૯
પણ ઈસુએ તેને કહ્યું, “તેને મના કરો નહિ; કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે, ને સહેજ મારી નિંદા કરી શકે.


ચિહ્ન ૧૦:૫
પણ ઈસુએ તેઓને કહ્યું, “તમારાં હ્રદયની કઠણતાને લીધે મૂસાએ તમારે માટે એવી આજ્ઞા લખી.


ચિહ્ન ૧૦:૧૪
પણ ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.


ચિહ્ન ૧૦:૧૮
અને ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર, તે વિના કોઈ ઉત્તમ નથી.


ચિહ્ન ૧૦:૨૧
અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું, ને તેમણે તેને કહ્યું, “તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, ને આકાશમાં તને દોલત મળશે. અને આવ, મારી પાછળ‍ ચાલ.”


ચિહ્ન ૧૦:૨૩
અને ઈસુ આસપાસ જોઈને પોતાના‍ શિષ્યોને કહે છે, “જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે!”


ચિહ્ન ૧૦:૨૪
અને તેમની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે, “વત્સ, દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે!


ચિહ્ન ૧૦:૨૭
ઈસુ તેઓની તરફ જોઈને કહે છે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.”


ચિહ્ન ૧૦:૨૯
ઈસુએ તેને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, “જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને મૂકી દીધાં હશે,


ચિહ્ન ૧૦:૩૨
અને યરુશાલેમની ભણી ચઢતાં તેઓ માર્ગમાં હતા; અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. અને તેઓ નવાઈ પામ્યા, ને પાછળ ચાલનારા બીધા. અને તે ફરી બાર [શિષ્યો] ને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા,


ચિહ્ન ૧૦:૩૮
પણ ઈસુએ તેઓને કહ્યું, “તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છે?”


ચિહ્ન ૧૦:૩૯
અને તેઓએ તેમને કહ્યું, “અમે તેમ કરી શકીએ છીએ.” પણ ઈસુએ તેઓને કહ્યું, “જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો ખરા, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો ખરા!


ચિહ્ન ૧૦:૪૨
પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે, “તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર ધણીપણું કરે છે. અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.


ચિહ્ન ૧૦:૪૭
અને એ ઈસુ નાઝારી છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, “ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.”


ચિહ્ન ૧૦:૪૯
અને ઈસુએ ઊભા રહીને કહ્યું, “તેને બોલાવો.” અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે, “હિમ્મત રાખ; ઊઠ, તે તને બોલાવે છે.”


ચિહ્ન ૧૦:૫૦
અને તે પોતાનું વસ્‍ત્ર નાખી દઈને ઊઠ્યો, ને ઈસુની પાસે આવ્યો.


ચિહ્ન ૧૦:૫૧
અને ઈસુએ તેને કહ્યું, “હું તારે માટે શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?” આંધળાએ તેમને કહ્યું, “સ્વામી, હું દેખતો થાઉં.”


ચિહ્ન ૧૦:૫૨
અને ઈસુએ તેને કહ્યું, “જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.” અને તરત તે દેખતો થયો, ને માર્ગમાં ઈસુની પાછળ ગયો.


ચિહ્ન ૧૧:૬
અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા.


ચિહ્ન ૧૧:૭
અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા, ને તેના પર પોતાનાં વસ્‍ત્ર નાખ્યાં; અને તેના પર તે બેઠા.


ચિહ્ન ૧૧:૧૧
અને ઈસુ યરુશાલેમ જઈને મંદિરમાં ગયા. અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે [શિષ્યો] સહિત નીકળીને તે બેથાનિયામાં ગયા.


ચિહ્ન ૧૧:૧૪
અને ઈસુએ તેને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.


ચિહ્ન ૧૧:૧૯
અને દર સાંજે ઈસુ શહેર બહાર જતા.


ચિહ્ન ૧૧:૨૨
અને ઈસુ તેઓને કહે છે, “ઈશ્વર પર વિશ્વાસ રાખો.


ચિહ્ન ૧૧:૨૭
અને ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ મંદિરમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ તથા વડીલોએ તેમની પાસે આવીને


ચિહ્ન ૧૧:૨૯
અને ઈસુએ તેઓને કહ્યું, “હું એક વાત તમને પૂછીશ, અને તેનો તમે મને જવાબ આપશો, તો હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું તમને કહીશ.


ચિહ્ન ૧૧:૩૩
અને તેઓએ ઈસુને કહ્યું, “અમે જાણતા નથી.” અને ઈસુ તેઓને કહે છે, “હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.”


ચિહ્ન ૧૨:૧૭
અને ઈસુએ ઉત્તર આપ્યો, “જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.” અને તેઓ તેમનાથી ઘણા અંચબો પામ્યા.


ચિહ્ન ૧૨:૨૪
ઈસુએ તેઓને કહ્યું, “શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે, તમે ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી?


ચિહ્ન ૧૨:૨૮
અને શાસ્‍ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની તકરાર સાંભળી, ને ઈસુએ તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેમને પૂછ્યું, “સહુ આજ્ઞાઓમાં પહેલી કઈ છે?”


ચિહ્ન ૧૨:૨૯
ઈસુએ ઉત્તર આપ્યો, “પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ સાંભળ; પ્રભુ આપણો ઈશ્વર તે પ્રભુ એક જ છે;


ચિહ્ન ૧૨:૩૪
અને તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું, “તું ઈશ્વરના રાજ્યથી વેગળો નથી.” અને ત્યાર પછી કોઈએ તેમને પૂછપરછ કરવાની હિમ્મત ન ધરી.


ચિહ્ન ૧૨:૩૫
અને મંદિરમાં બોધ કરતાં ઈસુએ ઉત્તર આપીને કહ્યું, “શાસ્‍ત્રીઓ કેમ કહે છે, ‘ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?’


ચિહ્ન ૧૩:૨
અને ઈસુએ તેને કહ્યું “શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”


ચિહ્ન ૧૩:૫
અને ઈસુ તેઓને કહેવા લાગ્યા, “કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.


ચિહ્ન ૧૪:૬
પણ ઈસુએ તેઓને કહ્યું, “એને રહેવા દો; એને કેમ સતાવો છો? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે.


ચિહ્ન ૧૪:૧૮
તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે.”


ચિહ્ન ૧૪:૨૭
ઈસુ તેઓને કહે છે, “તમે સહુ ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે, ‘હું પાળકને મારીશ ને ઘેટાં વિખેરાઈ જશે.’


ચિહ્ન ૧૪:૩૦
ઈસુ તેને કહે છે, “હું તને ખચીત કહું છું કે, આજ રાત્રે જ, મરઘો બે વાર બોલ્યા અગાઉ, તું ત્રણ વાર મારો નકાર કરીશ.”


ચિહ્ન ૧૪:૩૩
તે પોતાની સાથે પિતર, યાકૂબ અને યોહાનને લઈ જાય છે, અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.


ચિહ્ન ૧૪:૪૫
તે આવ્યો કે તરત ઈસુની પાસે જઈને તે કહે છે, “રાબ્બી!” અને તે તેમને ચૂમ્યો.


ચિહ્ન ૧૪:૪૮
ઈસુએ તેઓને કહ્યું, “જેમ લૂટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને મને પકડવાને આવ્યા છો શું?


ચિહ્ન ૧૪:૫૩
તેઓ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્‍ત્રીઓ તેમની સાથે ભેગા થાય છે.


ચિહ્ન ૧૪:૫૫
હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા માટે તેમની વિરદ્ધ સાક્ષી શોધી; પણ તેઓને કંઈ જડી નહિ.


ચિહ્ન ૧૪:૬૦
પછી પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું, “શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?”


ચિહ્ન ૧૪:૬૨
ઈસુએ તેને કહ્યું, “હું છું; અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશનાં વાદળાંસહિત આવતો તમે જોશો.”


ચિહ્ન ૧૪:૬૭
અને પિતરને તાપતો જોઈને તેને નિહાળીને કહે છે, “તું પણ ઈસુ નાઝારીની સાથે હતો.”


ચિહ્ન ૧૪:૭૨
તરત મરઘો બીજી વાર બોલ્યો. ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, ‘મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’ તે તેને યાદ આવી, અને તે પર મન લગાડીને તે રડ્યો.


ચિહ્ન ૧૫:૧
સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ વડીલો, શાસ્‍ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને યોજના કરી, ને ઈસુને બાંધીને, લઈ ગયા, ને પિલાતના હાથમાં સોંપી દીધા.


ચિહ્ન ૧૫:૫
પણ ઈસુએ બીજો કંઈ ઉત્તર આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.


ચિહ્ન ૧૫:૧૫
ત્યારે પિલાતે લોકોને રાજી કરવા ચાહતાં તેઓને માટે બારાબાસને છોડી દીધો; અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા માટે સોંપ્યા.


ચિહ્ન ૧૫:૩૪
નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લમા શબકથની, ” એટલે “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?”


ચિહ્ન ૧૫:૩૭
ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.


ચિહ્ન ૧૫:૪૩
ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, અરિમથાઈનો યૂસફ આવ્યો, જે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિમ્મત રાખીને પિલાતની પાસે જઈને ઈસુની લાસ માગી.


ચિહ્ન ૧૬:૬
પણ તે તેઓને કહે છે, “નવાઈ ન પામો; વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો; તે ઊઠ્યા છે; તે અહીં નથી. જુઓ, જે જગાએ તેમને મૂક્યા હતા તે આ છે.


ચિહ્ન ૧૬:૧૯
પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા.


એલજે ૧:૩૧
જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે.


એલજે ૨:૨૧
આઠ દિવસ પૂરા થયા પછી તેની સુન્‍નત કરવાનો વખત આવ્યો, ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડયું. તેનું ગર્ભાધાન થયા પહેલાં દૂતે એ નામ પાડયું હતું.


એલજે ૨:૨૭
તે આત્મા [ની પ્રેરણા] થી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્‍ત્રના વિધિ પ્રમાણે કરવા માટે તેનાં માબાપ તેને અંદર લાવ્યાં.


એલજે ૨:૪૩
[પર્વના] દિવસો પૂરા કરીને તેઓ પાછાં જવા લાગ્યાં, ત્યારે છોકરો ઈસુ યરુશાલેમમાં પાછળ રહ્યો. અને તેનાં માબાપને તેની ખબર પડી નહિ.


એલજે ૨:૫૨
ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ને ઈશ્વરની તથા માણસોની પ્રસન્‍નતામાં વધતો ગયો.


એલજે ૩:૨૧
હવે સર્વ લોકો બાપ્તિસ્‍મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં આકાશ ઊઘડી ગયું,


એલજે ૩:૨૩
ઈસુ પોતે [બોધ] કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષના હતા, અને (લોકોની માન્યતા પ્રમાણે) તે યૂસફનો દીકરો હતો, જે એલીનો [દીકરો],


એલજે ૪:૧
ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, ને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં રાનમાં દોરવાયા.


એલજે ૪:૪
ઈસુએ ઉત્તર આપ્યો, “એમ લખેલું છે કે, માણસ એકલી રોટલીથી નહિ જીવશે.”


એલજે ૪:૮
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એમ લખેલું છે કે તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું, ને એકલા તેમની જ સેવા કરવી.”


એલજે ૪:૧૨
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એમ કહેલું છે કે, તારે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ ન કરવું.”


એલજે ૪:૧૪
ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા; અને તેમના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.


એલજે ૪:૩૪
“અરે, ઈસુ નાઝારી, તમારે ને અમારે‍‍ શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરનો પવિત્ર.”


એલજે ૪:૩૫
ઈસુએ તેને ધમકાવીને કહ્યું, “છાનો રહે, ને તેનામાંથી નીકળ.” અશુદ્ધ આત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વિના તેમાંથી નીકળી ગયો.


એલજે ૫:૮
તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું, “ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ; કારણ કે હું પાપી માણસ છું.”


એલજે ૫:૧૦
ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગિયા હતા, તેઓને પણ નવાઈ લાગી. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસો પકડનાર થશે.”


એલજે ૫:૧૨
તે એક શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તિયો માણસ ત્યાં હતો, તે ઈસુને જોઈને તેમને પગે પડ્યો, અને તેમને વિનંતી કરી, “હે પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો છો.”


એલજે ૫:૧૫
પણ [ઈસુ] સંબંધીની ચર્ચા ઊલટી વધારે ફેલાઈ ગઈ. અને ઘણાં લોકો સાંભળવા માટે તથા પોતાના મંદવાડથી સાજા થવા માટે તેમની પાસે એકત્ર થયા.


એલજે ૫:૧૯
પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાનો લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચઢીને છાપરામાં થઈને તેને ખાટલા સહિત ઈસુની આગળ વચ્‍ચે ઉતાર્યો.


એલજે ૫:૨૦
ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું, “હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.”


એલજે ૫:૨૨
પણ ઈસુએ તેઓના વિચાર જાણી લઈને તેઓને કહ્યું, “તમે તમારા મનમાં શા તર્કવિતર્ક કરો છો?


એલજે ૫:૩૧
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદાં છે તેઓને છે,


એલજે ૫:૩૪
ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો શું?


એલજે ૬:૩
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?


એલજે ૬:૯
પછી ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું‍ છું કે, વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેનો નાશ કરવો? એ બેમાંથી ક્યું ઉચિત છે?”


એલજે ૬:૧૧
પણ તેઓ બાવરા બની ગયા; અને એકબીજાને કહેવા લાગ્યા, “ઈસુ વિષે આપણે શું કરીએ?”


એલજે ૭:૩
ઈસુ સંબંધી તેણે સાંભળ્યું, ત્યારે તેણે તેમની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેમને વિનંતી કરી, “તમે આવીને મારા ચાકરને બચાવો.”


એલજે ૭:૪
તેઓએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરી, “જેને માટે તમે આટલું કરો તેને તે યોગ્ય છે.


એલજે ૭:૬
ઈસુ તેઓની સાથે ગયા. તે તેના ઘરથી દૂર નહોતા એટલામાં સૂબેદારે તેમની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલીને તેમને કહેવડાવ્યું, “પ્રભુ, તમે તસ્દી ન લો:કેમ કે તમે મારા છાપરા નીચે આવો, એવો હું યોગ્ય નથી;


એલજે ૭:૯
એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા અને પાછા ફરીને તેમણે પાછળ આવતા લોકોને કહ્યું, “હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ ઇઝરાયેલમાં પણ મારા જોવામાં આવ્યો નથી.”


એલજે ૭:૪૦
ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે તેમને કહ્યું, “ઉપદેશક, કહો.”


એલજે ૭:૪૧
[ઈસુએ કહ્યું,] “એક લેણદારને બે દેવાદાર હતા. એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.


એલજે ૮:૨૮
તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો, ને મોટેથી કહ્યું, “ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે, મને પીડા ન દો.”


એલજે ૮:૩૦
ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે કહ્યું, “સેના;” (કેમ કે તેમાં ઘણા દુષ્ટાત્માઓ પેઠા હતા.)


એલજે ૮:૩૨
હવે ત્યાં ઘણાં ભૂંડોનું એક ટોળું પહાડ પર ચરતું હતું. તેઓએ તેમને વિનંતી કરી, “અમને તેઓમાં પેસવાની રજા આપો.” ઈસુએ તેઓને રજા આપી.


એલજે ૮:૩૫
જે થયું તે જોવા માટે લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્મા નીકળ્યા હતા તેને તેઓએ [વસ્‍ત્ર] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો. અને તેઓ બીધા.


એલજે ૮:૩૮
પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે [ઈસુની] સાથે રહેવાની વિનંતી કરી. પણ તેમણે તેને વિદાય કરીને કહ્યું,


એલજે ૮:૩૯
“તારે ઘેર પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.” તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને માટે કર્યાં હતાં, તે આખા શહેરમાં પ્રગટ કર્યું.


એલજે ૮:૪૦
ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા તેમની રાહ જોતા હતા.


એલજે ૮:૪૧
જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેમને વિનંતી કરી, “મારે ઘેર આવો;”


એલજે ૮:૪૫
ત્યારે ઈસુએ પૂછ્યું, “મને કોણ અડક્યું?” બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જેઓ તેમની સાથે હતા તેઓએ તેમને કહ્યું, ” સ્વામી, તમારા ઉપર ઘણા લોકો પડાપડી કરે છે, અને [તમને] ચગદી નાખે છે!”


એલજે ૮:૪૬
પણ ઈસુએ તેઓને કહ્યું, “કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.”


એલજે ૮:૫૦
પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ગભરાઈશ નહિ. માત્ર વિશ્વાસ કર, એટલે તે સાજી થશે.”


એલજે ૯:૩૩
તેઓ તેમની પાસેથી વિદાય થતા હતા, ત્યારે પિતરે ઈસુને કહ્યું, “સ્વામી, અહીં રહેવું આપણે માટે સારું છે; [તમે કહો] તો અમે ત્રણ માંડવા બનાવીએ; એક તમારે માટે, એક મૂસાને માટે, એક એલિયાને માટે! પણ પોતે શું બોલતો હતો તે તે સમજતો નહોતો.


એલજે ૯:૩૬
તે વાણી થયા પછી ઈસુ એકલા દેખાયા. તેઓ છાના રહ્યા, અને તેઓએ જે જે જોયું હતું તેમાંનું કંઈ પણ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.


એલજે ૯:૪૧
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીને તમારું સહન કરું? તારા દીકરાને અહીં લાવ.”


એલજે ૯:૪૨
તે આવતો હતો એટલામાં અશુદ્ધ આત્માએ તેને પછાડી નાખીને તેને બહુ મરડ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, અને છોકરાને સારો કર્યો, ને તેને તેના પિતાને પાછો સોંપ્યો.


એલજે ૯:૪૭
પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું.


એલજે ૯:૫૦
પણ ઈસુએ તેને કહ્યું, “તેને મના ન કરો; કેમ કે જે કોઈ તમારી વિરુદ્ધ નથી, તે તમારા પક્ષનો છે.”


એલજે ૯:૫૩
તેઓએ ઈસુનો આવકાર કર્યો નહિ કારણ કે તેમનું મોં યરુશાલેમ તરફ હતું.


એલજે ૯:૫૮
ઈસુએ તેને કહ્યું, “લોંકડાને દર હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે. પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામઠેકાણું નથી.”


એલજે ૯:૬૨
પણ ઈસુએ તેને કહ્યું, “કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.”


એલજે ૧૦:૨૯
પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઇચ્છા રાખીને ઈસુને કહ્યું, “મારો પડોશી કોણ છે?”


એલજે ૧૦:૩૦
ઈસુએ ઉત્તર આપ્યો, “એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેનાં વસ્‍ત્ર ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.


એલજે ૧૦:૩૭
તેણે તેમને કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ તેને કહ્યું, “તું જઈને એ પ્રમાણે કર.”


એલજે ૧૦:૩૯
મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના‍ ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.


એલજે ૧૩:૧૨
તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું, “બાઈ, તારા મંદવાડથી તું છૂટી થઈ છે.”


એલજે ૧૩:૧૪
વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, માટે સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, “છ દિવસ છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ. એ માટે તે [દિવસો] એ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહિ.”


એલજે ૧૪:૩
ઈસુએ પંડિતોને તથા ફરોશીઓને પૂછ્યું, “વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે કે નહિ?”


એલજે ૧૭:૧૭
ઈસુએ તેને પૂછ્યું, “શું દશે જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા નવ ક્યાં છે?


એલજે ૧૮:૧૬
પરંતુ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને અટકાવો નહિ. કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.


એલજે ૧૮:૧૯
ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર, વિના ઉત્તમ કોઈ નથી.


એલજે ૧૮:૨૨
એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખીને, તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે. અને પછી મારી પાછળ ચાલ.”


એલજે ૧૮:૨૪
ઈસુએ તેના પર જોઈને કહ્યું, “જેઓની પાસે સંપત્તિ છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું, કેવું અઘરું છે!


એલજે ૧૮:૩૭
તેઓએ તેને કહ્યું, “ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.”


એલજે ૧૮:૩૮
તેણે બૂમ પાડીને કહ્યું, “ઓ ઈસુ, દાઉદપુત્ર, મારા પર દયા કરો.”


એલજે ૧૮:૪૦
ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવનો હુકમ કર્યો. અને તે પાસે આવ્યો, ત્યારે તેમણે તેને પૂછ્યું,


એલજે ૧૮:૪૨
ઈસુએ તેને કહ્યું, “તું દેખતો થા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.”


એલજે ૧૯:૩
તેણે ઈસુને જોવા પ્રયત્ન કર્યો કે તે કોણ છે; પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે ઠીંગણો હતો.


એલજે ૧૯:૫
તે જગાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું, “જાખ્ખી, તું જલ્દી ઊતરી આવ; કેમ કે આજે મારે તારે ઘેર ઊતરવાનું છે.”


એલજે ૧૯:૯
ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહિમનો દીકરો છે.


એલજે ૧૯:૩૫
તેઓ તેને ઈસુની પાસે લાવ્યા. અને વછેરા પર પોતાનાં વસ્‍ત્ર નાખીને ઈસુને તેના પર બેસાડ્યા,


એલજે ૨૦:૮
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું પણ તમને કહેતો નથી કે ક્યા અધિકારથી હું આ કામો કરું છું.”


એલજે ૨૦:૩૪
ઈસુએ તેઓને કહ્યું, “આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે.


એલજે ૨૨:૪૭
તે હજી બોલતા હતા એટલામાં તો ઘણા લોકો આવ્યા, અને યહૂદા કરીને બારમાંનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા માટે તેમની પાસે આવ્યો.


એલજે ૨૨:૪૮
પણ ઈસુએ તેને પૂછ્યું, “યહૂદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વાધીન કરે છે?”


એલજે ૨૨:૫૧
પણ ઈસુએ ઉત્તર આપ્યો, “આટલેથી બસ.” તેમણે તેના કાનને સ્પર્શ કરીને તેને સારો કર્યો.


એલજે ૨૨:૫૨
જે મુખ્ય યાજકો, મંદિરના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, “જેમ તમે લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો શું?


એલજે ૨૨:૬૩
જે માણસોના હવાલામાં ઈસુ હતા તેઓએ તેમની મશ્કરી કરીને તેમને માર માર્યો.


એલજે ૨૩:૮
હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો. કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, તેને લીધે તે ઘણા દિવસથી તેમને જોવા ઇચ્છતો હતો. અને મારા દેખતાં તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો.


એલજે ૨૩:૨૦
ત્યારે ઈસુને છોડવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો.


એલજે ૨૩:૨૫
તોફાન અને ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો, અને જેની તેઓએ માગણી કરી હતી; તેને તેણે છોડી દીધો; પણ ઈસુને તેણે તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.


એલજે ૨૩:૨૬
તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો, તેને પકડીને તેઓએ તેની કાંધે વધસ્તંભ ચઢાવ્યો કે, તે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે.


એલજે ૨૩:૨૮
પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા પોતાનાં છોકરાંને માટે રડો.


એલજે ૨૩:૩૪
ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો. કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્‍ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


એલજે ૨૩:૪૨
તેણે કહ્યું, “હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભારજો.”


એલજે ૨૩:૪૬
ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, “ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું;” એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો.


એલજે ૨૩:૫૨
તેણે પિલાતની પાસે જઈને ઈસુનું શબ માગ્યું.


એલજે ૨૪:૩
તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહિ.


એલજે ૨૪:૧૫
તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલવા લાગ્યા.


એલજે ૨૪:૧૯
તેમણે તેઓને પૂછ્યું, “કઈ બિનાઓ?” તેઓએ તેમને કહ્યું, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા બધા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા.


એલજે ૨૪:૩૬
એ વાતો તેઓ કહેતા હતા એટલામાં [ઈસુ] પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, “તમને શાંતિ થાઓ.”


જ્હોન ૧:૧૭
કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.


જ્હોન ૧:૨૯
બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!


જ્હોન ૧:૩૬
તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું, “જુઓ ઈશ્વરનું હલવાન!”


જ્હોન ૧:૩૭
તે બે શિષ્યો તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા.


જ્હોન ૧:૩૮
તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછયું, “તમે શું શોધો છો?” તેઓએ તેમને કહ્યું, “રાબ્બી (જેનો અર્થ ગુરુ થાય છે), તમે કયાં રહો છો?”


જ્હોન ૧:૪૨
તે તેને ઈસુની પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું, “તું યોનાનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે (જેનો અર્થ પથ્થર છે).”


જ્હોન ૧:૪૩
બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ, અને ફિલિપને મળીને તેમણે તેને કહ્યું, “મારી પાછળ આવ.”


જ્હોન ૧:૪૫
ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, “નિયમશાસ્‍ત્રમાં જેમના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.”


જ્હોન ૧:૪૭
ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, “જુઓ આ ખરેખરો ઇઝરાયલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!”


જ્હોન ૧:૪૮
નથાનિયેલ તેમને કહે છે, “તમે મને કયાંથી ઓળખો છો?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ફિલિપે તને બોલાવ્યો ત્યાર ૫હેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.”


જ્હોન ૧:૫૦
ઈસુએ તેને કહ્યું, “મેં તને અંજીરી નીચે જોયો, એવું મેં તને કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતાં તું મોટી વાતો જોશે.”


જ્હોન ૨:૧
ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુનાં મા હતાં.


જ્હોન ૨:૨
ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા.


જ્હોન ૨:૩
દ્રાક્ષારસ ખૂટયો ત્યારે ઈસુનાં મા તેમને કહે છે, “તેઓની પાસે દ્રાક્ષારસ નથી.”


જ્હોન ૨:૪
ઈસુ તેમને કહે છે, “બાઈ, મારે ને તમારે શું? મારો સમય હજી આવ્યો નથી.”


જ્હોન ૨:૭
ઈસુ તેઓને કહે છે, “તે કુંડાંમાં પાણી ભરો.” એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યાં.


જ્હોન ૨:૧૧
ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.


જ્હોન ૨:૧૩
યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.


જ્હોન ૨:૧૯
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ મંદિરને પાડી નાખો, તો હું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ.”


જ્હોન ૨:૨૨
તે માટે જ્યારે તેમને મરી ગયેલાંઓમાંથી ઉઠાડવામાં આવ્યા ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું. અને તેઓએ લેખ પર તથા ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કર્યો.


જ્હોન ૨:૨૪
પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,


જ્હોન ૩:૨
તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”


જ્હોન ૩:૩
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’


જ્હોન ૩:૫
ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી.


જ્હોન ૩:૧૦
ઈસુએ તેને કહ્યું, “તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો?


જ્હોન ૩:૨૨
એ પછી ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા દેશમાં આવ્યા; ત્યાં તેઓની સાથે રહીને તે [લોકોને] બાપ્તિસ્મા આપતા હતા.


જ્હોન ૪:૧
હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે.


જ્હોન ૪:૨
(ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા), એ પ્રભુએ જાણ્યું,


જ્હોન ૪:૬
ત્યાં યાકૂબનો કૂવો હતો. માટે ઈસુ ચાલવાથી થાકેલા હોવાથી કૂવા પર એવા ને એવા જ બેઠા. તે સમયે આશરે બપોર થયા હતા.


જ્હોન ૪:૭
એક સમરૂની સ્‍ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે, “મને પાણી પા.”


જ્હોન ૪:૧૦
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત, તો તું તેમની પાસે માગત, અને તે તને જીવતું પાણી આપત.”


જ્હોન ૪:૧૩
ઈસુએ તેને કહ્યું, “જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;


જ્હોન ૪:૧૬
ઈસુ તેને કહે છે, “જા, તારા પતિને અહીં તેડી લાવ.”


જ્હોન ૪:૧૮
ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘મારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી, એ તેં ખરું કહ્યું.”


જ્હોન ૪:૨૧
ઈસુ તેને કહે છે, “બાઈ, મારું માન; એવો સમય આવે છે કે જયારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન નહિ કરશો.


જ્હોન ૪:૨૬
ઈસુ તેને કહે છે, “તારી સાથે જે બોલે છે તે હું તે છું.”


જ્હોન ૪:૩૪
ઈસુ તેઓને કહે છે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અન્‍ન છે.


જ્હોન ૪:૪૪
કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, “પ્રબોધકને પોતાના દેશમાં કંઈ માન નથી.”


જ્હોન ૪:૪૭
તેણે સાંભળ્યું કે, ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, “આવીને મારા દીકરાને સાજો કરો.” કેમ કે તે મરવાની અણી પર હતો.


જ્હોન ૪:૪૮
ત્યારે ઈસુએ તેને કહ્યું, “ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્ચાસ કરવાના નથી.”


જ્હોન ૪:૫૦
ઈસુ તેને કહે છે, “ચાલ્યો જા; તારો દીકરો જીવતો રહ્યો છે.” જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો.


જ્હોન ૪:૫૩
એથી પિતાએ જાણ્યું કે, જે ઘડીએ ઈસુએ મને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ ઘડીએ એ થયું;” અને તેણે પોતે તથા તેના ઘરનાં બધાંએ વિશ્વાસ કર્યો.


જ્હોન ૪:૫૪
ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજો ચમત્કાર કર્યો.


જ્હોન ૫:૧
એ બિનાઓ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરુશાલેમ ગયા.


જ્હોન ૫:૬
તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે, એ જાણીને ઈસુ તેને પૂછે છે, “શું તું સાજો થવા ચાહે છે?”


જ્હોન ૫:૮
ઈસુ તેને કહે છે, “ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલ.”


જ્હોન ૫:૧૩
પણ તે કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે ઠેકાણે ભીડ હતી, માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા.


જ્હોન ૫:૧૪
પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, “જો, તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ [વિપત્તિ] આવી પડે.”


જ્હોન ૫:૧૫
તે માણસે જઈને યહૂદીઓને કહ્યું, જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.”


જ્હોન ૫:૧૬
એ કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમની પાછળ લાગ્યા.


જ્હોન ૫:૧૭
પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારા પિતા અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કામ કરું છું.”


જ્હોન ૫:૧૯
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.


જ્હોન ૬:૧
એ પછી ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસનો [કહેવાય] છે, તેને પેલે પાર ઈસુ ગયા.


જ્હોન ૬:૩
ઈસુ પહાડ પર ગયા, અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠા.


જ્હોન ૬:૫
માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?”


જ્હોન ૬:૧૦
ઈસુએ કહ્યું, “લોકોને બેસાડો.” હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. તેઓ બેસી ગયા, અને પુરુષોની સંખ્યા આશરે પાંચેક હજારની હતી.


જ્હોન ૬:૧૧
ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી, અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું.


જ્હોન ૬:૧૪
માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું, “જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે ખરેખર આ જ છે.”


જ્હોન ૬:૧૫
લોકો આવીને મને રાજા કરવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.


જ્હોન ૬:૧૭
હોડીમાં બેસીને તેઓ કપર-નાહૂમ જવાને સમુદ્રને પેલે પાર જતા હતા. તે વખતે અંધારું થયું હતું, અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.


જ્હોન ૬:૧૯
જ્યારે તેઓ હલેસાં મારીને આશરે ત્રણેક માઈલ ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા દેખીને તેઓ બીધા.


જ્હોન ૬:૨૨
બીજે દિવસે જે લોકો સમુદ્રને પેલે પાર ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી, અને તે હોડી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચઢયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.


જ્હોન ૬:૨૪
માટે જ્યારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપર-નાહૂમ આવ્યા.


જ્હોન ૬:૨૬
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ઘરાયા તે માટે [શોધો છો].


જ્હોન ૬:૨૯
ઈસુએ તેઓને કહ્યું, “જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.”


જ્હોન ૬:૩૨
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી. પણ આકાશમાંથી જે ખરી રોટલી [આવે] છે, તે મારા પિતા તમને આપે છે.


જ્હોન ૬:૩૫
ઈસુએ તેઓને કહ્યું, “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.


જ્હોન ૬:૪૨
તેઓએ કહ્યું, “યૂસફનો દીકરો, ઈસુ જેનાં માબાપને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, આકાશમાંથી હું ઊતર્યો છું?”


જ્હોન ૬:૪૩
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે અંદરોઅંદર કચકચ ન કરો.


જ્હોન ૬:૫૩
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી.


જ્હોન ૬:૬૧
પણ મારા શિષ્યો એ વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણી લઈને તેઓને કહ્યું, “શું એ તમને ઠોકર ખવડાવે છે?


જ્હોન ૬:૬૪
પણ તમારામાંના કેટલાક અવિશ્વાસીઓ છે.” કેમ કે કોણ અવિશ્વાસીઓ છે, અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, એ ઈસુ પ્રથમથી જાણતા હતા.


જ્હોન ૬:૬૭
તે માટે ઈસુએ બાર [શિષ્યો] ને પૂછયું, “શું તમે પણ જતા રહેવા ચાહો છો?”


જ્હોન ૬:૭૦
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમ બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંનો એક જણ તો શેતાન છે.”


જ્હોન ૭:૧
એ પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.


જ્હોન ૭:૬
ત્યારે ઈસુ તેઓને કહે છે, “મારો સમય હજી આવ્યો નથી. પણ તમને સર્વ સમય સરખા છે.


જ્હોન ૭:૧૪
પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ મંદિરમાં જઈને બોધ કર્યો.


જ્હોન ૭:૧૬
માટે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.


જ્હોન ૭:૨૧
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં એક કામ કર્યું, અને તમે બધા આશ્ચર્ય પામ્યા છો.


જ્હોન ૭:૨૮
એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતાં બુલંદ સ્વરે કહ્યું, “તમે મને જાણો છો, અને હું ક્યાંથી [આવ્યો] છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી જાતે આવ્યો નથી, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.


જ્હોન ૭:૩૩
ત્યારે ઈસુએ કહ્યું, “હજી થોડી વાર હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.


જ્હોન ૭:૩૭
હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.


જ્હોન ૭:૩૯
પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી [આપવામાં આવ્યો] ન હતો.


જ્હોન ૭:૫૦
નિકોદેમસ (તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે) તેઓને પૂછે છે,


જ્હોન ૮:૧
પણ ઈસુ જૈતૂનના પહાડ પર ગયા.


જ્હોન ૮:૬
પણ તેમના પર દોષ મૂકવાનું [કારણ] તેમને મળી આવે માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ એ પૂછયું. પણ ઈસુએ નીચા વળીને જમીન પર આંગળીએ લખ્યું.


જ્હોન ૮:૯
તેઓ એ સાંભળીને ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રાખેલી સ્‍ત્રીને મૂકી ગયા.


જ્હોન ૮:૧૦
ત્યારે ઈસુ ઊભા થયા, અને તેને પૂછયું, “બહેન, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?”


જ્હોન ૮:૧૧
તેણે કહ્યું, “પ્રભુ, કોઈએ નહિ.” ત્યારે ઈસુએ કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા; હવેથી પાપ કરતી ના.”]


જ્હોન ૮:૧૨
ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


જ્હોન ૮:૧૪
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી ખરી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું, અને ક્યાં જાઉં છું, એ હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અથવા ક્યાં જાઉં છું.


જ્હોન ૮:૧૯
ત્યારે તેઓએ તેમને પૂછયું, “તમારા પિતા ક્યાં છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.”


જ્હોન ૮:૨૫
તે માટે તેઓએ તેમને પૂછયું, “તમે કોણ છો?” ઈસુએ તેઓને કહ્યું, “પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.


જ્હોન ૮:૨૮
તે માટે ઈસુએ કહ્યું, “જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું [તે જ] છું, અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું.


જ્હોન ૮:૩૧
તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો.


જ્હોન ૮:૩૪
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈ પાપ કર્યા કરે છે, તે પાપનો દાસ છે.


જ્હોન ૮:૩૯
તેઓએ ઉત્તર આપ્યો, “ઇબ્રાહિમ અમારો પિતા છે.” ઈસુ તેઓને કહે છે, “જો તમે ઇબ્રાહિમના સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામ કરો.


જ્હોન ૮:૪૨
ઈસુએ તેઓને કહ્યું, “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.


જ્હોન ૮:૪૯
ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં અશુદ્ધ આત્મા નથી, પણ હું મારા પિતાને માન આપું છું, અને તમે મારું અપમાન કરો છો.


જ્હોન ૮:૫૪
ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને માન આપનાર તો મારા પિતા છે, જેના વિષે તમે કહો છો કે, ‘તે અમારો ઈશ્વર છે.’


જ્હોન ૮:૫૮
ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું.”


જ્હોન ૮:૫૯
ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિમાંથી બહાર નીકળી ગયા.


જ્હોન ૯:૩
ઈસુએ ઉત્તર આપ્યો, “એણે કે એનાં માતાપિતાએ પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે [એમ થયું].


જ્હોન ૯:૧૧
તેણે ક્હ્યું, “જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ કર્યો, અને મારી આંખો પર ચોપડીને મને કહ્યું કે, તું શિલોઆહ [ના કુંડ] માં જઈને ધો; માટે હું ગયો અને ધોઈને દેખતો થયો.”


જ્હોન ૯:૧૪
હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસે વિશ્રામવાર હતો.


જ્હોન ૯:૩૫
તેઓએ તેને કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધી કાઢીને પૂછયું, “શું તું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે?”


જ્હોન ૯:૩૭
ઈસુએ તેને કહ્યું, “તેં તેમને જોયા છે, અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.”


જ્હોન ૯:૩૯
ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.”


જ્હોન ૯:૪૧
ઈસુએ તેઓને કહ્યું, “જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ, ’ માટે તમારું પાપ કાયમ રહે છે.”


જ્હોન ૧૦:૬
ઈસુએ તેઓને એ દ્દષ્ટાંત ક્હ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.


જ્હોન ૧૦:૭
તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઘેટાંનું બારણું હું છું.


જ્હોન ૧૦:૨૩
ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.


જ્હોન ૧૦:૨૫
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં તો તમને કહ્યું, પણ તમે માનતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.


જ્હોન ૧૦:૩૨
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના ક્યા કામને લીધે તમે મને પથ્થર મારો છો?”


જ્હોન ૧૦:૩૪
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એમ શું તમારા નિયમશાસ્‍ત્રમાં લખેલું નથી?


જ્હોન ૧૧:૪
પણ ઈસુએ એ સાંભળીને કહ્યું, “જેથી મરણ થાય એવી આ માંદગી નથી. પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.”


જ્હોન ૧૧:૫
હવે માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતા હતા.


જ્હોન ૧૧:૯
ઈસુએ ઉત્તર આપ્યો, “શું દિવસના બાર કલાક નથી? દિવસે જો કોઈ ચાલે, તો તે આ જગતનો પ્રકાશ જુએ છે, માટે ઠોકર ખાતો નથી.


જ્હોન ૧૧:૧૩
ઈસુએ તો તેના મરણ વિષે કહ્યું હતું; પણ તેઓને એવું લાગ્યું કે, તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.


જ્હોન ૧૧:૧૪
ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, લાજરસ મરી ગયો છે.


જ્હોન ૧૧:૧૭
હવે જ્યારે ઈસુ [ત્યાં] આવ્યા ત્યારે તેમને માલૂમ પડયું કે, તેને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.


જ્હોન ૧૧:૨૦
ઈસુ આવ્યા છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ. પણ મરિયમ ઘરમાં બેસી રહી.


જ્હોન ૧૧:૨૧
ત્યારે માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ.


જ્હોન ૧૧:૨૩
ઈસુ તેને કહે છે, “તારો ભાઈ પાછો ઊઠશે.”


જ્હોન ૧૧:૨૫
ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે,


જ્હોન ૧૧:૩૦
(ઈસુ તો હજી ગામમાં આવ્યા નહોતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગાએ હતા)


જ્હોન ૧૧:૩૨
જ્યાં ઈસુ હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે લાગીને તેમને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”


જ્હોન ૧૧:૩૩
ત્યારે તેને રડતી જોઈને, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયા.


જ્હોન ૧૧:૩૫
ઈસુ રડયા.


જ્હોન ૧૧:૩૮
તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો.


જ્હોન ૧૧:૩૯
ઈસુ કહે છે, “પથ્થરને ખસેડો.” મરનારની બહેન માર્થા તેમને કહે છે, “પ્રભુ, હવે તો તે ગંધાતો હશે; કેમ કે આજે તેને ચાર દિવસ થયા.”


જ્હોન ૧૧:૪૦
ઈસુ તેને કહે છે, “જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?”


જ્હોન ૧૧:૪૧
ત્યારે તેઓએ પથ્થર ખસેડયો. અને ઈસુએ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.


જ્હોન ૧૧:૪૪
ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાયેલો બહાર આવ્યો! અને તેનો મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”


જ્હોન ૧૧:૪૬
પણ તેઓમાંના કેટલાક ફરોશીઓની પાસે ગયા, અને ઈસુએ જે કામ કર્યાં હતાં, તે તેઓને કહી સંભળાવ્યાં.


જ્હોન ૧૧:૫૧
(આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકની વતી ઈસુ મરશે.


જ્હોન ૧૧:૫૪
તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યા નહિ, પણ ત્યારથી અરણ્યની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા; અને પોતાના શિષ્યો સાથે‍ ત્યાં રહ્યા.


જ્હોન ૧૧:૫૬
તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઊભા ઊભા અંદરોઅંદર પૂછવા લાગ્યા, “તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?”


જ્હોન ૧૨:૧
પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા; લાજરસ, જેને ઈસુએ મરી ગયેલાંઓમાંથી ઉઠાડયો હતો, તે ત્યાં હતો.


જ્હોન ૧૨:૩
તે સમયે મરિયમે ઘણું મૂલ્યવાન જટામાંસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોળ્યું, અને પોતાને ચોટલે તેમના પગ લૂછયા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી.


જ્હોન ૧૨:૭
ત્યારે ઈસુએ કહ્યું, “મને દફન કરવાના દિવસને માટે તેને એ રાખવા દે.


જ્હોન ૧૨:૯
જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરી ગયેલામાંથી ઉઠાડયો હતો, તેને પણ જોવા માટે ત્યાં આવ્યા.


જ્હોન ૧૨:૧૧
કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા, અને ઈસુ પર વિશ્વાસ કર્યો.


જ્હોન ૧૨:૧૨
બીજે દિવસે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;


જ્હોન ૧૨:૧૪
ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો, અને તેના પર તે બેઠા. જેમ લખેલું છે તેમ, એટલે કે,


જ્હોન ૧૨:૧૬
પ્રથમ તેમના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, તેમના સંબંધી એ વાતો લખેલી છે, અને તે જ પ્રમાણે તેઓએ તેમને માટે કર્યું હતું.


જ્હોન ૧૨:૨૧
માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી, “સાહેબ, અમે ઈસુનાં દર્શન કરવા ચાહીએ છીએ.”


જ્હોન ૧૨:૨૨
ફિલિપ આવીને આન્દ્રિયાને કહે છે; અને આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે.


જ્હોન ૧૨:૨૩
ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે, “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે.


જ્હોન ૧૨:૩૦
ઈસુએ ઉત્તર આપ્યો, “એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.


જ્હોન ૧૨:૩૫
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી.


જ્હોન ૧૨:૩૬
જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ.” એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓનાથી સંતાઈ રહ્યા.


જ્હોન ૧૨:૪૪
ત્યારે ઈસુએ પોકારીને કહ્યું, “મારા પર જે વિશ્વાસ રાખે છે, તે એકલા મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર વિશ્વાસ રાખે છે.


જ્હોન ૧૩:૧
હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોકો, જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.


જ્હોન ૧૩:૪
[ઈસુ] જમણ પરથી ઊઠે છે, અને પોતાનો ઝભ્ભો ઉતારીને તેમણે રૂમાલ લીધો, અને તેને પોતાની કમરે બાંધ્યો.


જ્હોન ૧૩:૭
ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી. પણ હવે પછી તું સમજશે.”


જ્હોન ૧૩:૮
પિતર તેમને કહે છે “હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો હું તને ન ઘોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી.”


જ્હોન ૧૩:૧૦
ઈસુ તેને કહે છે, “જે નાહેલો છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; અને તમે શુદ્ધ છો, પણ બધા નહિ.”


જ્હોન ૧૩:૨૧
એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયા અને ગંભીરતાથી કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.”


જ્હોન ૧૩:૨૩
હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો.


જ્હોન ૧૩:૨૫
ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેને પૂછે છે “પ્રભુ, તે કોણ છે?”


જ્હોન ૧૩:૨૬
માટે ઈસુ ઉત્તર આપે છે “હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.


જ્હોન ૧૩:૨૭
અને કોળિયો [લીધા] પછી તરત તેનામાં શેતાન પ્રવેશ્યો. માટે ઈસુ તેને કહે છે “તું જે કરવાનો છે, તે જલદી કર, ”


જ્હોન ૧૩:૨૯
કેમ કે કેટલાકે ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને પર્વને માટે આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું.


જ્હોન ૧૩:૩૧
તેના બહાર ગયા પછી ઈસુ કહે છે, “હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, અને તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે.


જ્હોન ૧૩:૩૬
સિમોન પિતર તેમને પૂછે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જ્યાં હું જાઉં છું, ત્યાં તું મારી પાછળ હમણાં આવી શક્તો નથી. પણ પછી તું મારી પાછળ આવીશ.”


જ્હોન ૧૩:૩૮
ઈસુ ઉત્તર આપે છે, “શું તું મારે માટે તારો જીવ આપશે? હું તને ખચીત ખચીત કહું છું કે, મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”


જ્હોન ૧૪:૬
ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


જ્હોન ૧૪:૯
ઈસુ તેને કહે છે, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા બતાવો.


જ્હોન ૧૪:૨૩
ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


જ્હોન ૧૬:૧૯
તેઓ મને પૂછવા ચાહે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર પૂછો છો?


જ્હોન ૧૬:૩૧
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે શું હવે વિશ્વાસ કરો છો?


જ્હોન ૧૭:૧
એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે, દીકરો તમને મહિમાવાન કરે.


જ્હોન ૧૭:૩
અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


જ્હોન ૧૮:૧
એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી, જેમાં પોતે તથા તેમના શિષ્યો ગયા.


જ્હોન ૧૮:૨
હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે સ્થળ જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વાર‍ ત્યાં જતા હતા.


જ્હોન ૧૮:૪
ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને પૂછયું કે, તમે કોને શોધો છો?”


જ્હોન ૧૮:૫
તેઓએ તેમને ઉત્તર આપ્યો, “ઈસુ નાઝારીને.” ઈસુએ તેઓને કહ્યું, “હું તે છું.” તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તેઓની સાથે ઊભો રહ્યો હતો.


જ્હોન ૧૮:૭
ત્યારે તેમણે ફરીથી તેઓને પૂછયું, “તમે કોને શોધો છો?” તેઓએ કહ્યું, “ઈસુ નાઝારીને.”


જ્હોન ૧૮:૮
ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને કહ્યું કે, હું તે છું; માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો.”


જ્હોન ૧૮:૧૧
ઈસુએ પિતરને કહ્યું, “તારી તરવાર મ્યાનમાં નાખ; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે તે શું હું ના પીઉં?”


જ્હોન ૧૮:૧૨
ત્યારે [રોમન] સૈનિકોએ, જમાદારે તથા યહૂદીઓના સિપાઈઓએ ઈસુને પકડયા અને તેમને બાંધીને


જ્હોન ૧૮:૧૫
પછી સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો, તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના [ઘરના] ચોકમાં ગયો.


જ્હોન ૧૮:૧૯
પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિષે તથા તેમના બોધ વિષે પૂછયું.


જ્હોન ૧૮:૨૦
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્‍થાનોમાં તથા મંદિરમાં જ્યાં સર્વ યહૂદીઓ એકત્ર થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો. અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.


જ્હોન ૧૮:૨૨
જ્યારે તેમણે એમ કહ્યું ત્યારે સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું, “શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે?”


જ્હોન ૧૮:૨૩
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર; પણ જો ખરું [કહ્યું હોય], તો તું મને કેમ મારે છે?”


જ્હોન ૧૮:૨૮
ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે વહેલી સવાર હતી. તેઓ અશુદ્ધ ન થાય, અને પાસ્ખા ખાઈ શકે, માટે તેઓ પોતે દરબારમાં ગયા નહિ.


જ્હોન ૧૮:૩૨
પોતે ક્યા મોતથી મરવાનો હતો તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે [એમ થયું].


જ્હોન ૧૮:૩૩
એથી પિલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?”


જ્હોન ૧૮:૩૪
ઈસુએ ઉત્તર આપ્યો, “આ શું તમે પોતાના તરફથી કહો છો કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તમને કહ્યું?”


જ્હોન ૧૮:૩૬
ઈસુએ ઉત્તર આપ્યો, “મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારું રાજ્ય તો અહીંનું નથી.”


જ્હોન ૧૮:૩૭
એથી પિલાતે તેમને પૂછયું, “ત્યારે શું તું રાજા છે.” ઈસુએ ઉત્તર આપ્યો કે, “તમે કહો છો કે હું રાજા છું. એ જ માટે હું જનમ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે, સત્ય વિષે હું સાક્ષી આપું! જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.”


જ્હોન ૧૯:૧
ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા.


જ્હોન ૧૯:૫
ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા એવા બહાર નીકળ્યા. પછી [પિલાત] તેઓને કહે છે, “જુઓ, આ માણસ!”


જ્હોન ૧૯:૯
તે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછે છે, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહિ.


જ્હોન ૧૯:૧૧
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઉપરથી તમને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેણે મને તમને સોંપ્યો તેનું પાપ વિશેષ છે.”


જ્હોન ૧૯:૧૩
જ્યારે પિલાતે આ વાત સાંભળી ત્યારે તે ઈસુને બહાર લાવ્યો, અને ફરસબંદી નામની જગા, જેન હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર તે બેઠો.


જ્હોન ૧૯:૧૬
ત્યારે તેણે તેમને વધસ્તંભે જડવાને તેઓના હાથમાં સોંપ્યા. તેથી તેઓ ઈસુને પકડીને લઈ ગયા.


જ્હોન ૧૯:૧૮
ત્યાં તેઓએ તેમને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યા. દરેક બાજુએ એકને, તથા વચમાં ઈસુને.


જ્હોન ૧૯:૧૯
પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોઢયો. “ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા” એવો એ લેખ હતો.


જ્હોન ૧૯:૨૦
વળી જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે સ્થળ શહેરની પાસે હતું. અને તે લેખ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલો હતો, તેથી ઘણા યહૂદીઓએ તે વાંચ્યો.


જ્હોન ૧૯:૨૩
હવે સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડયા પછી તેમનાં વસ્‍ત્ર લઈ લીધાં, અને એના ચાર ભાગ પાડયા, દરેક સિપાઈને માટે એક. અને ઝભ્ભો પણ લીધો. હવે તે ઝભ્ભો સીવણ વગરનો, ઉપરથી આખો વણેલો હતો.


જ્હોન ૧૯:૨૫
હવે ઈસુના વધસ્‍તંભની પાસે તેમનાં મા, તેમની માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભાં રહેલાં હતાં.


જ્હોન ૧૯:૨૬
તેથી જ્યારે ઈસુએ પોતાનાં માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યને પાસે ઊભાં રહેલાં જોયાં, ત્યારે તે પોતાનાં માને કહે છે, “બાઈ જો, તારો દીકરો!”


જ્હોન ૧૯:૨૮
એ પછી ઈસુ હવે બધું પૂરું થયું એ જાણીને, શાસ્‍ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે, “મને તરસ લાગી છે.”


જ્હોન ૧૯:૩૦
માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું, “સંપૂર્ણ થયું.” અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો.


જ્હોન ૧૯:૩૩
પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.


જ્હોન ૧૯:૩૮
આ બિના બન્યા પછી આરીમથાઈનો યૂસફ, જે ઈસુનો એક શિષ્‍ય હતો, પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય બન્યો હતો, તેણે ઈસુનું શબ લઈ જવાની પિલાત પાસે રજા માંગી. અને પિલાતે રજા આપી, તેથી તેણે આવીને તેમનું શબ ઉતારી લીધું.


જ્હોન ૧૯:૩૯
વળી નિકોદેમસ, જે પહેલવહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે સો શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો.


જ્હોન ૧૯:૪૦
ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું શબ લઈને, તેને સુગંધીદ્રવ્ય લગાડીને, શણના વસ્‍ત્રમાં લપેટયું.


જ્હોન ૧૯:૪૨
એ માટે તેઓએ યહૂદીઓના [પાસ્ખાની] તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યા. કેમ કે તે કબર પાસે હતી.


જ્હોન ૨૦:૨
ત્યારે તે દોડીને સિમોન પિતરની પાસે તથા બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેની પાસે જઈને તેઓને કહે છે, “તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે અમે જાણતા નથી.”


જ્હોન ૨૦:૧૨
અને જ્યાં ઈસુનું શબ મૂકવામાં આવ્યું હતું, ત્યાં શ્વેત વસ્‍ત્ર પહેરેલા બે દૂતને, એકને ઓસીકે, ને બીજાને પાંગતે, બેઠેલા તેણે જોયા.


જ્હોન ૨૦:૧૪
એમ કહીને તેણે પાછળ ફરીને ઈસુને ઊભેલા જોયા, પણ એ ઈસુ છે, એમ તેણે જાણ્યું નહિ.


જ્હોન ૨૦:૧૫
ઈસુ તેને કહે છે, “બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે?” તે માળી છે એમ ધારીને તેણે તેમને કહ્યું, “સાહેબ, જો તમે તેમને અહીંથી ઉઠાવી લીધા હોય, તો તમે તેમને ક્યાં મૂક્યા છે એ મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.”


જ્હોન ૨૦:૧૬
ઈસુ તેને કહે છે, “મરિયમ.” તે ફરીને તેને હિબ્રૂ ભાષામાં કહે છે, “રાબ્બોની!” (એટલે ગુરુજી.)


જ્હોન ૨૦:૧૭
ઈસુ તેને કહે છે, “હજી સુધી હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું ચઢી જાઉં છું.”


જ્હોન ૨૦:૧૯
ત્યારે તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે, સાંજ પડયે શિષ્યો જ્યાં [એકત્ર થયા] હતા, ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યાં હતાં, ત્યારે ઈસુ આવ્યા અને [તેઓની] વચમાં ઊભા રહીને તેઓને કહે છે, “તમને શાંતિ થાઓ.”


જ્હોન ૨૦:૨૧
તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને મોકલું છું.”


જ્હોન ૨૦:૨૪
પણ ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો.


જ્હોન ૨૦:૨૬
આઠ દિવસ પછી ફરીથી તેમના શિષ્યો [ઘર] માં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણાં બંધ કર્યાં છતાં, ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું, “તમને શાંતિ થાઓ.”


જ્હોન ૨૦:૨૯
ઈસુ તેને કહે છે, “તેં મને જોયો છે, માટે તેં વિશ્વાસ કર્યો છે, જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્‍ય છે.”


જ્હોન ૨૦:૩૦
ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે, જે [નું વર્ણન] આ પુસ્તકમાં કરેલું નથી.


જ્હોન ૨૦:૩૧
પણ, ‘ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે.


જ્હોન ૨૧:૧
એ બિનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન આપ્યું; અને તેમણે આવી રીતે દર્શન આપ્યું.


જ્હોન ૨૧:૪
પણ બહુ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા. પરંતુ તે ઈસુ છે એમ શિષ્‍યોએ જાણ્યું નહિ.


જ્હોન ૨૧:૫
તેથી ઈસુ તેઓને કહે છે, “છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે?” તેઓએ તેમને ઉત્તર આપ્યો “નથી.”


જ્હોન ૨૧:૭
તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો, તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે.” જયારે સિમોન પિતરે સાંભળ્યું કે, ‘એ તો પ્રભુ છે’, ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો), અને સમુદ્રમાં કૂદી પડ્યો.


જ્હોન ૨૧:૧૦
ઈસુ તેઓને કહે છે, “તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.”


જ્હોન ૨૧:૧૨
ઈસુ તેઓને કહે છે, “આવો નાસ્તો કરો.” તે પ્રભુ છે, એ જાણીને શિષ્યોમાંના કોઈથી “તમે કોણ છો.” એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ.


જ્હોન ૨૧:૧૩
ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી. અને માછલી પણ [આપી].


જ્હોન ૨૧:૧૪
મરી ગયેલાંઓમાંથી પાછા ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.


જ્હોન ૨૧:૧૫
હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિતરને પૂછે છે, “યોહાનના દીકરા, સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “તું મારાં હલવાનોને પાળ.”


જ્હોન ૨૧:૧૭
તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.


જ્હોન ૨૧:૨૦
ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ, જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?” તે [શિષ્ય] ને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો.


જ્હોન ૨૧:૨૧
તેથી પિતર તેને જોઈને ઈસુને પૂછે છે, “પ્રભુ, એ માણસનું શું થશે?”


જ્હોન ૨૧:૨૨
ઈસુ તેને કહે છે, “હું [પાછો] આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.”


જ્હોન ૨૧:૨૩
તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને વિષે એમ નહોતું કહ્યું કે, તે મરશે નહિ; પણ એમ [કહ્યું હતું] કે, “હું [પાછો] આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?”


જ્હોન ૨૧:૨૫
ઈસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારું છું.???????? 1


અધિનિયમો ૧:૧
ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી,


અધિનિયમો ૧:૧૧
તેઓએ કહ્યું, “ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ, જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે, જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ [પાછા] આવશે.


અધિનિયમો ૧:૧૪
એ સર્વ સ્‍ત્રીઓ સહિત, તથા ઈસુની મા મરિયમ અને તેમના ભાઈઓ એકચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.


અધિનિયમો ૧:૧૬
“ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને રસ્તો બતાવનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્‍ત્રવચન પૂર્ણ થવાની અગત્ય હતી.


અધિનિયમો ૧:૨૧
માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી તેણે આપણામાં આવજા કરી,


અધિનિયમો ૨:૨૨
હે ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો:ઈસુ નાઝારી, જેની મારફતે ઈશ્વરે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે માણસ ઈશ્વરને પસંદ પડેલા છે, એવું તમારી આગળ [સાબિત થયું] છતાં,


અધિનિયમો ૨:૩૨
એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.


અધિનિયમો ૨:૩૬
એ માટે ઇઝરાયેલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્‍તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.”


અધિનિયમો ૨:૩૮
ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.


Acts 3:6
પણ પિતરે કહ્યું, “સોનુંરૂપું તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા.”


Acts 3:13
ઇબ્રાહિમના, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેને તમે પકડાવ્યા, અને પિલાતે તેમને છોડી મૂકવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેમનો નકાર કર્યો.


Acts 3:16
તેમના નામ પર વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામે શક્તિમાન કર્યો; હા, તેમના પરના વિશ્વાસે તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.


Acts 3:20
અને ખ્રિસ્ત, જેને તમારે માટે ઠરાવવામાં આવ્યા છે, તેમને, એટલે ઈસુને તે મોકલે.


Acts 3:21
ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સર્વની પુન:સ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેમણે [એટલે ઈસુએ] રહેવું જોઈએ.


Acts 4:2
કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા, અને ઈસુમાં મૂએલાંનું પુનરુત્થાન [થાય છે, એવું] પ્રગટ કરતા હતા, તે તેઓને બહુ માઠું લાગ્યું હતું.


Acts 4:10
તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને માલૂમ થાય કે, ઈસુ‍ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, અને જેમને ઈશ્વરે મૂએલાંમાંથી ઉઠાડ્યા, તેમના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.


Acts 4:13
ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે, એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.


Acts 4:18
પછી તેઓએ તેઓને બોલાવીને ફરમાવ્યું, “વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.”


Acts 4:27
કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


Acts 4:30
તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લાંબો કરો. અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદભુત કામો કરાવો.”


Acts 4:33
પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.


Acts 5:30
જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે.


Acts 5:40
તેઓએ તેનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા.


Acts 5:42
તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.


Acts 6:14
કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, એ ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે.”


Acts 7:55
પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજરે જોઈ રહેતાં, ઈશ્વરનો મહિમા તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલો જોયા.


Acts 7:59
તેઓ સ્તેફનને પથરા મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”


Acts 8:12
પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્‍ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું.


Acts 8:16
કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઊતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.


Acts 8:35
ત્યારે ફિલિપે બોલવાનું શરૂ કર્યું, અને શાસ્‍ત્રની એ વાતથી આરંભ કરીને તેને ઈસુ [વિષેની સુવાર્તા] પ્રગટ કરી.


Acts 8:37
ત્યારે ફિલિપે કહ્યું, “જો તમે તમારા પૂરા મનથી વિશ્વાસ કરો છો તો એ ઉચિત છે.” તેણે ઉત્તર આપ્યો, “ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વરનો દીકરો છે, એવું હું માનું છું.”


Acts 9:5
ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે;


Acts 9:17
ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.”


Acts 9:20
તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, “તે ઈશ્વરના દીકરા છે.”


Acts 9:22
પણ શાઉલમાં વિશેષ બળ આવતું ગયું, અને [ઈસુ] તે જ ખ્રિસ્ત છે એનાં પ્રમાણો આપીને તેણે દમસ્કસમાં રહેનારા યહૂદીઓને ગૂંચવી નાખ્યા.


Acts 9:27
પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે તેડી ગયો, અને તેણે માર્ગમાં કેવી રીતે પ્રભુને જોયા હતા, અને કેવી રીતે તે તેની સાથે બોલ્યા હતા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો હતો, એ તેણે તેઓને કહી બતાવ્યું.


Acts 9:34
પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, અને તારું બિછાનું ઊંચકી લે;” એટલે તે તરત ઊઠ્યો.


Acts 10:36
ઈસુ ખ્રિસ્ત (તે સર્વના પ્રભુ છે) તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતાં [ઈશ્વરે] ઇઝરાયલી લોકોની પાસે જે વાત મોકલી,


Acts 10:38
એટલે નાઝરેથના ઈસુની વાત કે જેમને ઈશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.


Acts 10:48
તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી. પછી તેઓએ કેટલાક દિવસ [ત્યાં] રહેવાની તેને વિનંતી કરી.


Acts 11:17
માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું [દાન] મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?”


Acts 11:20
પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.


Acts 13:6
તેઓ તે આખો બેટ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં આગળ બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો. તે જાદુગર [તથા] દંભી પ્રબોધક હતો.


Acts 13:23
એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને માટે એક તારનારને એટલે ઈસુને ઊભા કર્યા છે.


Acts 13:33
ઈસુને પાછા ઉઠાડીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે [વચન] પૂર્ણ કર્યું છે. અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે.’


Acts 15:11
પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે, તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ.”


Acts 15:26
કે, જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને માટે પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.


Acts 16:7
તેઓએ મુસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહિ.


Acts 16:18
તે ઘણા દિવસ સુધી એમ કર્યા કરતી હતી. ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું “ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે, એનામાંથી નીકળી જા.” એટલે તે ને તે જ ઘડીએ તે નીકળી ગયો.


Acts 16:31
તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરનાં સર્વ માણસો તારણ પામશો.”


Acts 17:3
તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, તથા મૂએલાંમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. અને [એવું પણ કહ્યું કે,] “જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.”


Acts 17:7
તેઓને યાસોને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ બધાં કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, “ઈસુ [નામે] બીજો એક રાજા છે.”


Acts 17:18
ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહેવા માગે છે?” બીજા કેટલાકે કહ્યું, “તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે.” કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [ની વાત] પ્રગટ કરતો હતો.


Acts 18:5
પણ જ્યારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતાં યહૂદીઓને સિદ્ધ કરી આપ્યું કે, ઈસુ તે જ ખ્રિસ્ત છે.


Acts 18:25
એ માણસને પ્રભુના માર્ગનું શિક્ષણ મળ્યું હતું. અને ઘણો ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો,


Acts 18:28
કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્‍ત્ર ઉપરથી સાબિત કરીને એણે જાહેર [વાદવિવાદ] માં યહૂદીઓને પૂરેપૂરા હરાવ્યા.


Acts 19:4
ત્યારે પાઉલે કહ્યું, યોહાને પશ્ચાત્તાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો, ”


Acts 19:5
એ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.


Acts 19:13
કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા, “જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેની દુવાઈ હું તમને દઉં છું.”


Acts 19:15
પણ અશુદ્ધ આત્માએ તેઓને ઉત્તર આપ્યો, “ઈસુ વિષે હું જાણું છું, અને પાઉલને હું ઓળખું છું; પણ તમે કોણ છો?”


Acts 19:17
એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી, ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું.


Acts 20:21
અને ઈશ્વરની આગળ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી [તે પણ તમે જાણો છો].


Acts 20:24
પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.


Acts 20:35
કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”


Acts 21:13
ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો, “તમે શું કરવા રડો છો, અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુનાં નામની ખાતર યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.”


Acts 22:8
ત્યારે મેં ઉત્તર આપ્યો, ‘પ્રભુ, તમે કોણ છો?’ તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે તે.’


Acts 25:19
પણ પોતાના ધર્મ વિષે, તથા ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે, પણ જેને વિષે પાઉલ કહે છે કે જીવતો છે, તે સંબંધી તેઓએ તેની વિરુદ્ધ કેટલાક સવાલ ઉઠાવ્યા.


Acts 26:9
હું તો [પ્રથમ] મારા મનમાં એવું ધારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.


Acts 26:15
ત્યારે મેં કહ્યું, ‘પ્રભુ, તમે કોણ છો? પ્રભુએ મને કહ્યું, ‘હું ઈસુ છું, જેને તું સતાવે છે તે.


Acts 28:23
તેઓએ તેને માટે એક દિવસ નક્કી કર્યો, તે દિવસે ઘણા માણસો તેની પાસે તેના ઉતારામાં આવ્યા. તેઓને તેણે પ્રમાણો આપીને ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને સવારથી સાંજ સુધી મૂસાના નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત તેઓને સમજાવી.


Acts 28:31
તે પૂરેપૂરી હિંમતથી તથા વગર હરકતે ઈશ્વરના રાજ્ય વિષે ઉપદેશ કરતો તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ કરતો હતો.???????? 1


૧ કોરીંથી ૧:૧
કરિંથમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વ જોગ,


૧ કોરીંથી ૧:૨
લખનાર ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ.


૧ કોરીંથી ૧:૩
આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો.


૧ કોરીંથી ૧:૪
ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારે વિષે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું,


૧ કોરીંથી ૧:૭
જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જુઓ છો.


૧ કોરીંથી ૧:૮
વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દઢ રાખશે.


૧ કોરીંથી ૧:૯
જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.


૧ કોરીંથી ૧:૧૦
હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ દરેક વાતમાં એકમત થાઓ, અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો.


૧ કોરીંથી ૧:૩૦
પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.


૧ કોરીંથી ૨:૨
કેમ કે ઈસુ ખ્રિસ્ત, અને તે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો.


૧ કોરીંથી ૩:૧૧
કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી.


૧ કોરીંથી ૪:૧૫
કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને દશ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણા પિતા નથી. કેમ કે સુવાર્તાદ્ધારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા થયો છું.


૧ કોરીંથી ૫:૪
કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે,


૧ કોરીંથી ૫:૫
તમારે એવા માણસને દેહના નાશને માટે શેતાનને સોંપવો કે, જેથી પ્રભુ ઈસુના દિવસમાં [તેનો] આત્મા તારણ પામે.


૧ કોરીંથી ૬:૧૧
વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.


૧ કોરીંથી ૮:૬
તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.


૧ કોરીંથી ૯:૧
શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી?


૧ કોરીંથી ૧૧:૨૩
કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાતે તેમણે રોટલી લીધી;


૧ કોરીંથી ૧૨:૩
માટે હું તમને સમજાવું છું કે, ઈશ્વરના આત્મા [ની પ્રેરણા] થી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્મા [ની પ્રેરણા] વગર કહી શકતો નથી.


૧ કોરીંથી ૧૫:૩૧
ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે, હું દરરોજ મૃત્યુ [ના ભય] માં છું.


૧ કોરીંથી ૧૫:૫૭
પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણને જય આપે છે, તેમને ધન્યવાદ હો.


૧ કોરીંથી ૧૬:૨૩
આપણા પ્રભુ આવનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.


૧ કોરીંથી ૧૬:૨૪
ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે થાઓ આમીન.???????? 1


૨ કોરીંથી ૧:૧
કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના સર્વ સંતો જોગ લખનાર ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તથા ભાઈ તિમોથી:


૨ કોરીંથી ૧:૨
ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.


૨ કોરીંથી ૧:૩
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ થાઓ.


૨ કોરીંથી ૧:૧૪
અને જેમ તમે અમને કેટલેક દરજ્જે માન્ય કર્યા, તેમ અંત સુધી પણ માનશો કે, જેમ પ્રભુ ઈસુના દિવસોમાં તમે અમારા [અભિમાનનું કારણ છો] તેમ [તે દિવસોમાં] અમે પણ તમારા અભિમાનનું કારણ છીએ, એવી હું આશા રાખું છું.


૨ કોરીંથી ૧:૧૯
કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનસ તથા તિમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તે હાની હા ને નાની ના નહોતા, પણ તેમનામાં તો હા જ છે.


૨ કોરીંથી ૪:૫
કેમ કે અમે [ઉપદેશ કરતાં] પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું [અમે પ્રગટ કરીએ છીએ.]


૨ કોરીંથી ૪:૬
કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


૨ કોરીંથી ૪:૧૦
[અમારા] શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે.


૨ કોરીંથી ૪:૧૧
કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્યદેહમાં પ્રગટ કરવામાં આવે.


૨ કોરીંથી ૪:૧૪
અને એવું જાણીએ છીએ કે જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તે અમને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને તમારી સાથે અમને રજૂ કરશે.


૨ કોરીંથી ૮:૯
કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.


૨ કોરીંથી ૧૧:૪
કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી, એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા, એવો જો તમે બીજો આત્મા પામો; અથવા જે [સુવાર્તા] નો અંગીકાર તમે કર્યો નહોતો, એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકરો; તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે!


૨ કોરીંથી ૧૧:૩૧
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.


૨ કોરીંથી ૧૩:૫
તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. વળી, જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહિ હોય, તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે, એટલે શું તમે પોતે નથી જાણતા?


૨ કોરીંથી ૧૩:૧૪
પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો.???????? 1


ગલાટિયન ૧:૧
ગલાતીઓમાંની મંડળીઓ પ્રતિ લખનાર [હું] પાઉલ પ્રેરિત (જે માણસોનો નહિ ને માણસથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તથી તથા ઈશ્વર પિતા જેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા તેથી [નિમાયેલો] ),


ગલાટિયન ૧:૩
ઈશ્વર પિતા તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.


ગલાટિયન ૧:૧૨
કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી [પામ્યો છું].


ગલાટિયન ૨:૪
ગુપ્ત રીતે [મંડળી] માં દાખલ થયેલા [દંભી] ભાઈઓ તેની સુન્‍નત કરાવવા માગતા હતા, તેઓ તો ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે, તેની બાતમી કાઢવા માટે ગુપ્ત રીતે અંદર આવ્યા હતાં કે, જેથી તેઓ આપણને દાસત્વમાં લાવે.


ગલાટિયન ૨:૧૬
તોપણ માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરતું નથી, પણ માત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી [ન્યાયી ઠરે છે], એ જાણીને આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો કે, આપણે નિયમની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયની કરણીઓથી કોઈ પણ માણસ ન્યાયી ઠરશે નહિ.


ગલાટિયન ૩:૧
ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલા સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હતા એમ છતાં તમને કોણે ભરમાવ્યા?


ગલાટિયન ૩:૧૪
એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે, અને આપણે [પવિત્ર] આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.


ગલાટિયન ૩:૨૨
પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે, માટે પવિત્રશાસ્‍ત્રે બધાંને પાપને તાબે બંધ કર્યાં.


ગલાટિયન ૪:૧૪
અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો દૂત હોઉં, બલકે હું ઈસુ ખ્રિસ્ત હોઉં, તેમ તમે મારો અંગીકાર કર્યો.


ગલાટિયન ૫:૬
કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્‍નત ઉપયોગી નથી, અને બેસુન્‍નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે.


ગલાટિયન ૬:૧૪
પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું.


ગલાટિયન ૬:૧૭
હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુનાં ચિહ્નોની છાપ મારેલી છે.


ગલાટિયન ૬:૧૮
ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો.આમીન.???????? 1


એફેસી ૧:૧
એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત [લખે છે]:


એફેસી ૧:૨
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.


એફેસી ૧:૩
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


એફેસી ૧:૫
તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્‍નતા પ્રમાણે, પોતાને માટે, આપણને ઈસુ ખ્રિસ્તદ્વારા પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યાં.


એફેસી ૧:૧૫
એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સર્વ પવિત્રો પર તમારા પ્રેમ વિષે સાંભળીને,


એફેસી ૧:૧૭
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાને વિષેના જ્ઞાનને માટે બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે.


એફેસી ૨:૬
અને સાથે ઉઠાડયા, ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડયા.


એફેસી ૨:૭
જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે.


એફેસી ૨:૧૦
કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


એફેસી ૨:૧૩
પણ તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો.


એફેસી ૨:૨૦
પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.


એફેસી ૩:૧
એ કારણથી હું પાઉલ, તમ વિદેશીઓની માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,


એફેસી ૩:૬
એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.


એફેસી ૩:૧૦
જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો,


એફેસી ૩:૧૨
તે [ખ્રિસ્ત ઈસુ] માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.


એફેસી ૩:૨૧
તેમને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દરપેઢી મહિમા હો. આમીન.


એફેસી ૪:૨૧
જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષેનું શક્ષણ પામ્યા હો, તો


એફેસી ૫:૨૦
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો.


એફેસી ૬:૨૩
ઈશ્વર પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી ભાઈઓને શાંતિ તથા વિશ્વાસસહિત પ્રેમ થાઓ.


એફેસી ૬:૨૪
જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રેમ રાખે છે તેઓ સર્વ પર કૃપા થાઓ. આમીન.???????? 1


ફિલિપીયન ૧:૧
ફિલિપીમાંના ઈસુ ખ્રિસ્તમાં સહુ સંતો, અધ્યક્ષો તથા સાહાયકારીઓ, એ સર્વ પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુના દાસો પાઉલ તથા તિમોથી:


ફિલિપીયન ૧:૨
ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.


ફિલિપીયન ૧:૬
જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.


ફિલિપીયન ૧:૮
કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમ સર્વ ઉપર કેટલી બધી મમતા રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


ફિલિપીયન ૧:૧૧
અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


ફિલિપીયન ૧:૨૬
જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય.


ફિલિપીયન ૨:૫
ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો:


ફિલિપીયન ૨:૧૦
આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ નીચેનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે.


ફિલિપીયન ૨:૧૧
અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.


ફિલિપીયન ૨:૧૯
પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને હું પણ આનંદિત થાઉં.


ફિલિપીયન ૨:૨૧
કેમ કે બધા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.


ફિલિપીયન ૩:૩
કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્‍નતી છીએ.


ફિલિપીયન ૩:૮
વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,


ફિલિપીયન ૩:૧૨
હજી સુધી હું બધું સંપાદન કરી ચૂકયો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ જેને માટે ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો, તેને હું પકડી લઉં, માટે હું આગળ ધસું છું.


ફિલિપીયન ૩:૧૪
ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું.


ફિલિપીયન ૩:૨૦
પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, રાહ જોઈએ છીએ.


ફિલિપીયન ૪:૭
અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હ્રદયોની તથા મનોની સંભાળ રાખશે.


ફિલિપીયન ૪:૧૯
મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.


ફિલિપીયન ૪:૨૧
ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને ક્ષેમકુશળ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે.


ફિલિપીયન ૪:૨૩
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે થાઓ. આમીન.???????? 1


કોલોસીઅન્સ ૧:૧
કલોસેમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ પ્રતિ લખનાર ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, અને ભાઈ તિમોથી:


કોલોસીઅન્સ ૧:૨
તમને ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા તથા શાંતિ થાઓ.


કોલોસીઅન્સ ૧:૩
અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિષે, તથા તમારે માટે આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું,


કોલોસીઅન્સ ૧:૪
ત્યારથી તમારે માટે હંમેશાં પ્રાર્થના કરીને, ઈશ્વર, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા છે, તેની આભારસ્તુતિ કરીએ છીએ;


કોલોસીઅન્સ ૨:૬
તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો,


કોલોસીઅન્સ ૩:૧૭
વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.


કોલોસીઅન્સ ૪:૧૧
અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, જેઓ સુન્‍નતીઓમાંના છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. તેઓ એકલા જ ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે. તેઓ મને દિલાસારૂપ થયા છે.


૧ થેસ્સાલોનીકી ૧:૧
ઈશ્વર પિતામાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકામાંની મંડળી પ્રતિ લખનાર પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી:તમને કૃપા તથા શાંતિ થાઓ.


૧ થેસ્સાલોનીકી ૧:૩
કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.


૧ થેસ્સાલોનીકી ૧:૧૦
અને [ઈશ્વર] ના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી ઉઠાડયા, તેમની આકાશથી આવવાની રાહ જોવાને, તમે શી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વરની તરફ ફર્યા, એ [બધી વાતો લોકો] પોતે અમારા વિષે પ્રગટ કરે છે.


૧ થેસ્સાલોનીકી ૨:૧૪
કેમ કે, ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ [પર વિશ્વાસ રાખનારી] ઈશ્વરની જે મંડળીઓ યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુ:ખ સહન કર્યાં તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવાં જ દુ:ખો સહન કર્યાં છે.


૧ થેસ્સાલોનીકી ૨:૧૫
[યહૂદીઓએ] પ્રભુ ઈસુને તથા [પોતાના] પ્રબોધકોને પણ મારી નાખ્યા, અને અમને કાઢી મૂક્યા! તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરતા નથી, અને બધા માણસોના વિરોધી છે.


૧ થેસ્સાલોનીકી ૨:૧૯
કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું અપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેમની સમક્ષ તમે જ એ [મુગટ] નથી?


૧ થેસ્સાલોનીકી ૩:૧૧
હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ તમારી પાસે આવવાનો અમારો રસ્તો પાધરો કરો.


૧ થેસ્સાલોનીકી ૩:૧૩
એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજૂરમાં, તે તમારાં હ્રદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દઢ કરે.


૧ થેસ્સાલોનીકી ૪:૧
તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુને નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું ને ઈશ્વરને પ્રસન્‍ન કરવા, એ વિષે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો, તેમ વધારે ને વધારે વર્તતા જાઓ.


૧ થેસ્સાલોનીકી ૪:૨
કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.


૧ થેસ્સાલોનીકી ૪:૧૪
કેમ કે ઈસુ મરણ પામ્યા ને પાછા ઊઠયા એવો જો આપણે વિશ્ચાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.


૧ થેસ્સાલોનીકી ૫:૯
કેમ કે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે નિર્માણ કર્યા છે.


૧ થેસ્સાલોનીકી ૫:૧૮
દરેક સંજોગમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે.


૧ થેસ્સાલોનીકી ૫:૨૩
હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતાં સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ [તથા] નિર્દોષ રાખવામાં આવો.


૧ થેસ્સાલોનીકી ૫:૨૮
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ.???????? 1


૨ થેસ્સાલોનીકી ૧:૧
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકામાંની મંડળી પ્રતિ લખનાર પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી:


૨ થેસ્સાલોનીકી ૧:૨
ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ.


૨ થેસ્સાલોનીકી ૧:૭
અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જવાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુ:ખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે.


૨ થેસ્સાલોનીકી ૧:૮
તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.


૨ થેસ્સાલોનીકી ૧:૧૨
જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય, અને તમે તેમનામાં [મહિમાવાન થાઓ].


૨ થેસ્સાલોનીકી ૨:૧
હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિષે તથા તેમની પાસે આપણા એકત્રિત થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે,


૨ થેસ્સાલોનીકી ૨:૮
ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે, તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે.


૨ થેસ્સાલોનીકી ૨:૧૪
અને એટલા માટે તેમણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તા દ્વારા તેડયા છે.


૨ થેસ્સાલોનીકી ૨:૧૬
હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યાં,


૨ થેસ્સાલોનીકી ૩:૬
હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો.


૨ થેસ્સાલોનીકી ૩:૧૨
હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આજ્ઞા કરીએ છીએ તથા સલાહ આપીએ છીએ કે, તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું કમાયેલું ખાય.


૨ થેસ્સાલોનીકી ૩:૧૮
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.???????? 1


૧ તીમોથી ૧:૧
[ખ્રિસ્ત પરના] વિશ્વાસમાં મારા ખરા દીકરા તિમોથી પ્રતિ લખનાર, ઈશ્વર આપણા તારનારની તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞા પ્રમાણે થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ,.


૧ તીમોથી ૧:૨
ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.


૧ તીમોથી ૧:૧૨
મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો.


૧ તીમોથી ૧:૧૪
આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ [ઉત્પન્‍ન] થયો.


૧ તીમોથી ૧:૧૫
આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.


૧ તીમોથી ૧:૧૬
અનંતજીવનને માટે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી કે, તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે.


૧ તીમોથી ૨:૫
કેમ કે ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ,


૧ તીમોથી ૩:૧૩
કેમ કે જેઓએ સેવકનું કામ સારી રીતે કર્યું હોય, તેઓ સારી પદવી [સંપાદન કરે છે]; તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં ઘણા હિંમતવાન થાય છે.


૧ તીમોથી ૪:૬
આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે.


૧ તીમોથી ૫:૨૧
ઈશ્વર તથા ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા દૂતોની સમક્ષ હું તને આજ્ઞા કરું છું. કે, મારુંતારું ન કરતાં નિષ્પક્ષપાતપણે આ આજ્ઞાઓનો અમલ કરજે.


૧ તીમોથી ૬:૩
જે કોઈ જુદો ઉપદેશ કરે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનોને તથા ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરતો નથી,


૧ તીમોથી ૬:૧૩
જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે,


૧ તીમોથી ૬:૧૪
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થતાં સુધી તું નિષ્કલંક તથા દોષરહિત રહીને આ આજ્ઞા પાળ.


૨ તીમોથી ૧:૧
મારા વહાલા દીકરા પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુમાંના જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ:


૨ તીમોથી ૧:૨
તને ઈશ્વર પિતા તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.


૨ તીમોથી ૧:૯
તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડયા, આપણી કરણીઓ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે; એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી,


૨ તીમોથી ૧:૧૦
પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેમણે મરણને નાબૂદ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.


૨ તીમોથી ૧:૧૩
જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યા તેનું ખરું સ્વરૂપ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.


૨ તીમોથી ૨:૧
માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા.


૨ તીમોથી ૨:૩
માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુ:ખ સહન કર.


૨ તીમોથી ૨:૮
ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા, [ને] જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ.


૨ તીમોથી ૨:૧૦
તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે [તારણ] તેઓ અનંત મહિમાસહિત પામે.


૨ તીમોથી ૩:૧૨