A A A A A


શોધો

મેથ્યુ ૮:૨૮
અને સામે પાર ગાડરેનેસના દેશમાં તે પહોંચ્યા ત્યારે અશુદ્ધ આત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા. તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું ન હતું.


અધિનિયમો ૪:૬
તથા આન્‍નાસ પ્રમુખ યાજક, કાયાફાસ, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરુશાલેમમાં એકત્ર થયા.


અધિનિયમો ૧૯:૧૭
એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી, ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું.


અધિનિયમો ૧૯:૩૩
યહૂદીઓ એલેકઝાંડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા. ત્યારે એલેકઝાંડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો.


રોમન ૫:૧૬
એકના પાપનું પરિણામ જેવું થયું તેવું એ દાનનું નથી, કેમ કે એક [ના અપરાધ] થી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.


રોમન ૧૩:૪
કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે. પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી, કેમ કે તે ઈશ્વરનો કારભારી છે, એટલે ભૂંડું કરનાર પર તે કોપરૂપી બદલો વાળનાર‌ છે.


૨ કોરીંથી ૧૦:૯
હું તમને પત્રોદ્વારા ડરાવનાર જેવો ન દીસું, એ હેતુથી [હું આ લખું છું].


કોલોસીઅન્સ ૩:૨૨
દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની જેમ નહિ, અને દેખરેખ હોય ત્યાં સુધી નહિ અને પણ ખરા ભાવથી, અને પ્રભુથી ડરીને, પૃથ્વી પરના તમારા માલિકોની સર્વ વાતે આજ્ઞાઓ પાળો.


૧ તીમોથી ૧:૨૦
તેઓમાંના હુમનાય તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા.


૧ તીમોથી ૫:૨૦
પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે.


૨ તીમોથી ૪:૧૪
એલેકઝાન્ડર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે. તેનાં કામ પ્રમાણે પ્રભુ તેને બદલો આપશે.


હિબ્રૂ ૫:૭
તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


હિબ્રૂ ૧૧:૭
નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને [ઈશ્વરનો] ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.


૨ પીટર ૨:૧૦
દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, ને [પ્રભુના] અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉધ્ધત તથા સ્વચ્છંદી થઈને અધિકારીઓની નિંદા કરતાં ડરતા નથી.


જુડ ૧:૧૨
તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


પ્રકટીકરણ ૧૧:૧૮
દેશોના લોકો ક્રોધે ભરાયા, અને તમારો કોપ પ્રગટ થયો, અને મૂએલાંનો ઇનસાફ થવાનો અને તમારા સેવકો, એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”


Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016