A A A A A


શોધો

મેથ્યુ ૨:૧૦
અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા.


મેથ્યુ ૫:૧૨
તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.


મેથ્યુ ૨૫:૨૧
ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, ‘શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો ‌છે; હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ.’


મેથ્યુ ૨૫:૨૩
તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ, સારા તથા વિશ્વાસુ‍ ચાકર, તું થોડામાં વિશ્ચાસુ માલૂમ પડ્યો છે. હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ.’


ચિહ્ન ૪:૧૯
પણ આ કાળની ચિંતાઓ તથા દોલતનો આનંદ તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થાય છે.


એલજે ૧:૧૪
તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મને લીધે ઘણાં હરખાશે


એલજે ૧:૪૪
કેમ કે જો તારી સલામનો અવાજ મારા કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.


એલજે ૧:૪૭
અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા આનંદ પામ્યો છે.


એલજે ૨:૧૦
દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે.


એલજે ૬:૨૩
તે દિવસે આનંદ કરો, ને [ખુશાલીમાં] કૂદો:કેમ કે જુઓ, આકાશમાં તમારું ફળ ઘણું છે. કેમ કે તેઓના બાપદાદાઓ પ્રબોધકોની પ્રત્યે એમ જ વર્ત્યા.


એલજે ૧૨:૧૯
હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.’


એલજે ૧૫:૬
તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પાડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને મળ્યું છે.’


એલજે ૧૫:૭
હું તમને કહું છું કે, એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે.


એલજે ૧૫:૯
તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોશણોને બોલાવીને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી, તે મને મળી છે.’


એલજે ૧૫:૨૩
અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે, આપણે ખાઈને આનંદ કરીએ.


એલજે ૧૫:૨૪
કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.


એલજે ૧૯:૬
તે જલ્દી ઊતરી આવ્યો, અને તેણે આનંદથી તેમનો આવકાર કર્યો.


એલજે ૨૪:૫૨
તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા.


જ્હોન ૩:૨૯
જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


જ્હોન ૫:૩૫
તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો! તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.


જ્હોન ૬:૨૧
ત્યારે આનંદથી તેઓએ તેમને હોડીમાં લીધા, અને તેઓ જયાં જતા હતા તે જગાએ હોડી તરત આવી પહોંચી.


જ્હોન ૮:૫૬
તમારા પિતા ઇબ્રાહિમ મારો સમય જોવા [ની આશાથી] હર્ષ પામ્યા; ને તે જોઈને તેમને આનંદ થયો.”


જ્હોન ૧૪:૨૮
હું જાઉં છું, ને તમારી પાસે [પાછો] આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત. કેમ કે મારા કરતાં પિતા મોટા છે.


જ્હોન ૧૫:૧૧
તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વચનો કહ્યાં છે.


જ્હોન ૧૬:૨૦
હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે.


જ્હોન ૧૬:૨૧
જ્યારે સ્‍ત્રી પ્રસવવેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી, જગતમાં એક માણસ જનમ્યું છે તેના આનંદથી તે દુ:ખ તેને ફરીથી યાદ આવતું નથી.


જ્હોન ૧૬:૨૨
તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.


જ્હોન ૧૬:૨૪
હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.


જ્હોન ૧૭:૧૩
પણ હવે હું તમારી પાસે આવું છું. અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય, માટે હું જગતમાં એ વાતો કહું છું.


અધિનિયમો ૨:૨૮
તમે મને જીવનના માર્ગ જણાવ્યા છે; તમે તમારા મુખ [ના દર્શન] થી મને આનંદથી ભરપૂર કરશો, ’


અધિનિયમો ૮:૮
તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો.


અધિનિયમો ૮:૩૯
તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અને ખોજાએ ફરી તેને જોયો નહિ. પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો.


અધિનિયમો ૧૧:૨૩
તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો.


અધિનિયમો ૧૨:૧૪
તેણે પિતરનો અવાજ ઓળખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં અંદર દોડી જઈને કહ્યું, “પિતર બારણા આગળ ઊભો છે.”


અધિનિયમો ૧૩:૫૨
શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.


અધિનિયમો ૧૪:૧૭
તોપણ કલ્‍યાણ કરતાં, અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતાં, અને અન્‍નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરતાં તે પોતાને વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.”


અધિનિયમો ૧૫:૩
એથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર કહ્યા. અને [તે સાંભળીને] બધા ભાઈઓને ઘણો આનંદ થયો.


અધિનિયમો ૧૫:૩૧
તે વાંચીને તેઓ તેમાં આપેલા દિલાસાથી આનંદ પામ્યા.


અધિનિયમો ૧૬:૩૪
પછી તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું. અને પોતાના ઘરનાં સર્વ માણસો સાથે ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.


અધિનિયમો ૨૦:૧૨
તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, અને તેથી તેઓ ઘણો આનંદ પામ્યા


અધિનિયમો ૨૧:૧૭
અમે યરુશાલેમ આવી પહોંચ્યા ત્યારે ભાઈઓએ અમને આનંદથી આવકાર આપ્યો.


રોમન ૫:૨
આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.


રોમન ૫:૩
અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને,


રોમન ૫:૧૧
એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.


રોમન ૭:૨૨
કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું.


રોમન ૧૨:૧૨
આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો.


રોમન ૧૨:૧૫
આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો


રોમન ૧૪:૧૭
કેમ કે ઈશ્વરનું રાજય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી [મળતો] આનંદ, તેઓમાં છે.


રોમન ૧૫:૧૦
વળી તે કહે છે, “ઓ વિદેશીઓ, તમે તેમના લોકોની સાથે આનંદ કરો.”


રોમન ૧૫:૩૨
અને ઈશ્વરની ઈચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું, અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.


રોમન ૧૬:૧૯
પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું. અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, અને ભૂંડી બાબતો વિષે ભોળા હો.


૧ કોરીંથી ૭:૩૦
જેઓ રડનારા છે તેઓ નહિ રડનારા જેવા થાય; અને આનંદ કરનારા નહિ આનંદ કરનારા જેવા થાય; વેચાતું લેનારા તેઓ પોતાની પાસે કશું નહિ રાખનારા જેવા થાય;


૧ કોરીંથી ૧૨:૨૬
જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો [એક] અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.


૧ કોરીંથી ૧૬:૧૭
સ્તેફનાસ, ફોર્તુનાતસ તથા અખાઈકસના આવવાથી હું આનંદ પામું છું, કેમ કે તમારા તરફથી જે અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.


૨ કોરીંથી ૧:૨૪
તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.


૨ કોરીંથી ૨:૨
કેમ કે જો હું તમને ખેદિત કરું, તો જે મારાથી ખેદિત થયો હોય તેના સિવાય બીજો કોણ મને આનંદ આપે છે?


૨ કોરીંથી ૨:૩
અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.


૨ કોરીંથી ૬:૧૦
શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા [છીએ]. દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા [છીએ]. નાદાર જેવા છતાં સર્વસંપન્‍ન છીએ.


૨ કોરીંથી ૭:૪
તમારી સાથે હું બહુ છૂટથી બોલું છું, તમારે લીધે હું બહુ અભિમાન કરું છું. હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં મારું અંત:કરણ આનંદથી ઊભરાઈ જાય છે.


૨ કોરીંથી ૭:૭
અને માત્ર તેના આવ્યાથી નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો તેથી પણ. વળી તેણે તમારી અભિલાષા, તમારો શોક, મારે માટે તમારી ઝંખના, એની ખબર પણ અમને આપી; તેથી મને વિશેષ આનંદ થયો.


૨ કોરીંથી ૭:૯
પણ હવે મને આનંદ થાય છે, તમે ખેદ પામ્યા તેને માટે નહિ, પણ તમને ખેદ થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે; કેમ કે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખિન્‍ન કરવામાં આવ્યા કે, અમારાથી તમને કંઈ નુકસાન ન થાય.


૨ કોરીંથી ૭:૧૩
એથી અમને દિલાસો મળ્યો છે. અને અમારા દિલાસા ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વળી અધિક આનંદ પામ્યા કેમ કે તમો સર્વથી તેનો આત્મા વિસામો પામ્યો છે.


૨ કોરીંથી ૭:૧૬
સર્વ વાતે તમારે વિષે મને પૂરો ભરોસો છે, તેથી હું આનંદ પામું છું.


૨ કોરીંથી ૮:૨
વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ.


૨ કોરીંથી ૧૨:૧૦
એ માટે નિર્બળતામાં, અપમાન [સહન કરવા], તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.


૨ કોરીંથી ૧૩:૯
કેમ કે જ્યારે અમે નિર્બળ છીએ, પણ તમે સબળ છો, ત્યારે અમે આનંદ પામીએ છીએ. અને તમે સંપૂર્ણ થાઓ, તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.


૨ કોરીંથી ૧૩:૧૧
છેવટે, હે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ થાઓ; હિંમત રાખો; એક દિલના થાઓ; શાંતિમાં રહો; અને પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.


ગલાટિયન ૪:૨૭
કેમ કે લખેલું છે, “હે વંઝા, જેને સંતતિ થતી નથી, તે તું આનંદ કર; જેને પ્રસૂતિવેદના થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્‍ત્રીનાં સંતાન વધારે હોય છે.”


ગલાટિયન ૫:૨૨
પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,


ફિલિપીયન ૧:૪
નિત્ય આનંદથી તમો સર્વને માટે વિનંતી કરતાં મારી સર્વ પ્રાર્થનાઓમાં,


ફિલિપીયન ૧:૧૮
તો એથી શું? દરેક રીતે, ગમે તો ઢોંગથી કે સત્યથી, ખ્રિસ્ત [ની વાત] પ્રગટ કરવામાં આવે છે, એથી હું આનંદ પામું છું, ને વળી પામીશ.


ફિલિપીયન ૧:૨૫
[મને] એ ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો, અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમો સર્વની સાથે રહેવાનો;


ફિલિપીયન ૧:૨૬
જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય.


ફિલિપીયન ૨:૨
તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ.


ફિલિપીયન ૨:૧૭
પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.


ફિલિપીયન ૨:૧૮
એમ જ તમે પણ આનંદ પામો, અને મારી સાથે હરખાઓ.


ફિલિપીયન ૨:૧૯
પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને હું પણ આનંદિત થાઉં.


ફિલિપીયન ૨:૨૯
માટે તમે પૂર્ણ આનંદસહિત પ્રભુમાં તેનો આદરસત્કાર કરો, અને એવાઓને માનયોગ્ય ગણો.


ફિલિપીયન ૩:૧
છેવટે, મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એ ને એ જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને માટે છે.


ફિલિપીયન ૪:૧
માટે મારા પ્રિય તથા ઇષ્ટ ભાઇઓ, મારા આનંદ તથા મુગટરૂપ, એવી જ રીતે પ્રભુમાં સ્થિર રહો, મારા પ્રિય [ભાઈઓ].


ફિલિપીયન ૪:૪
પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો.


ફિલિપીયન ૪:૧૦
મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે, તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું. તે બાબતમાં તમે ચિંતા તો રાખતા હતા, પણ તમને પ્રસંગ મળ્યો નહોતો.


કોલોસીઅન્સ ૧:૧૧
અને આનંદસહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને માટે તેમના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ.


કોલોસીઅન્સ ૧:૨૪
તમારે માટે મારા પર જે દુ:ખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તનાં સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું, તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું.


કોલોસીઅન્સ ૨:૫
કેમ કે દેહમાં હું દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું. અને તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને આનંદ પામું છું.


૧ થેસ્સાલોનીકી ૧:૬
અને તમે ઘણી વિપત્તિઓ સહન કરીને પવિત્ર આત્માના આનંદસહિત [પ્રભુની] વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા.


૧ થેસ્સાલોનીકી ૨:૧૯
કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું અપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેમની સમક્ષ તમે જ એ [મુગટ] નથી?


૧ થેસ્સાલોનીકી ૨:૨૦
હા, તમે અમારો મહિમા તથા આનંદ છો.


૧ થેસ્સાલોનીકી ૩:૯
કેમ કે જે પૂર્ણ આનંદથી અમે અમારા ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિષે ઈશ્વરની કેટલી બધી આભારસ્તુતિ કરી શકીએ!


૧ થેસ્સાલોનીકી ૫:૧૬
સદા આનંદ કરો.


૨ થેસ્સાલોનીકી ૨:૧૧
જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે


૨ તીમોથી ૧:૪
તારાં આંસુઓ સંભારતાં હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે [તને જોઈને] હું આનંદથી ભરપૂર થાઉં.


ફિલેમોન ૧:૨૦
હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હ્રદય શાંત કર.


હિબ્રૂ ૧:૯
તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક [ગણીને] આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.”


હિબ્રૂ ૧૦:૩૪
કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી, અને તમારી માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે [સ્‍વર્ગમાં] છે, એ તમે જાણતા હતા.


હિબ્રૂ ૧૦:૩૮
પણ મારો ન્યાયી [સેવક] વિશ્વાસથી જીવશે; જો તે પાછો હઠી જાય, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.


હિબ્રૂ ૧૨:૨
આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું [દુ:ખ] સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.


હિબ્રૂ ૧૨:૧૧
કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે. પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.


હિબ્રૂ ૧૩:૧૭
તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે [કામ] કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થાય.


જેમ્સ ૧:૨
મારા ભાઈઓ, જયારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો,


જેમ્સ ૪:૯
તમે ઉદાસ થાઓ, ને શોક કરો, ને રડો. તમને હાસ્યને બદલે શોક તથા આનંદને બદલે ખેદ થાય.


જેમ્સ ૫:૧૩
તમારામાં શું કોઈ દુ:ખી છે? તો તેણે પ્રાર્થના કરવી, શું કોઈ આનંદિત છે? તો તેણે સ્તોત્ર ગાવાં.


૧ પીટર ૧:૬
એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી જુદા જુદા પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુ:ખી થયા છો,


૧ પીટર ૧:૮
તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


૧ પીટર ૪:૩
કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવાં કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્ન હતા.


૧ પીટર ૪:૧૩
પણ [એને બદલે] ખ્રિસ્તનાં દુ:ખોના તમે ભાગીદાર છો, એને લીધે હરખાઓ. જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો.


૨ પીટર ૨:૧૩
તેઓ ધોળે દિવસે ભોગવિલાસમાં આનંદ કરે છે. તેઓ ડાઘ તથા કલંક છે. તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે.


૧ જ્હોન ૧:૪
અને અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.


૨ જ્હોન ૧:૪
જે પ્રમાણે આપણને પિતાએ આજ્ઞા આપી તે પ્રમાણે સત્યમાં ચાલતાં તારાં કેટલાંક બાળકોને મેં જોયાં છે, તેથી મને ઘણો આનંદ થાય છે.


૨ જ્હોન ૧:૧૨
મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ શાહીથી કાગળ પર લખવાની મારી ઇચ્છા નથી. પણ તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે તમારી પાસે હાજર થઈને મોઢામોઢ વાત કરવાની હું આશા રાખું છું.


૩ જ્હોન ૧:૩
કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તેવી તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.


૩ જ્હોન ૧:૪
જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં [બીજાથી] મને મોટો આનંદ થતો નથી.


પ્રકટીકરણ ૧૧:૧૦
પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


પ્રકટીકરણ ૧૨:૧૨
એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.


પ્રકટીકરણ ૧૮:૨૦
ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


પ્રકટીકરણ ૧૯:૭
આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.


Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016