A A A A A

શોધો
મેથ્યુ ૨:૨૦
'ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.'


મેથ્યુ ૯:૧૮
ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, "મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે."


મેથ્યુ ૧૧:૫
'અંધજનો દેખતા થાય છે, પગે અપંગ ચાલતા થાય છે, રક્તપિત્તના રોગી શુદ્ધ કરાય છે, બહેરા સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.


મેથ્યુ ૧૪:૨
તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, "આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે."


મેથ્યુ ૨૦:૧૮
આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે.


મેથ્યુ ૨૨:૨૩
તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ મરણોત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું,


મેથ્યુ ૨૬:૬૬
તમે શું વિચારો છો?' તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, 'મૃત્યુદંડને પાત્ર છે.


મેથ્યુ ૨૮:૭
વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.


ચિહ્ન ૬:૧૪
હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે તેમનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે 'યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.'


ચિહ્ન ૬:૧૬
પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, 'એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.'


ચિહ્ન ૯:૯
તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, 'તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.'


ચિહ્ન ૯:૧૦
તેઓએ તે સૂચના મનમાં રાખીને 'મૃત્યુમાંથી પાછા ઊઠવું' એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.


ચિહ્ન ૧૦:૩૩
'જુઓ, આપણે યરુશાલેમમાં જઈએ છીએ; માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે;


ચિહ્ન ૧૨:૧૯
'ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ પત્નીને મૂકીને નિ:સંતાન મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને રાખે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.


ચિહ્ન ૧૨:૨૫
કેમ કે મૃત્યુમાંથી ઊઠનારા લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંનાં સ્વર્ગદૂતોનાં જેવા હોય છે.


ચિહ્ન ૧૨:૨૭
તે મૃત્યુ પામેલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે. તમે ભારે ભૂલ કરો છો.'


ચિહ્ન ૧૪:૬૪
તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?' બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.


ચિહ્ન ૧૫:૪૪
પિલાત આશ્ચર્ય પામ્યો કે, 'શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!' તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, 'ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?'


એલજે ૭:૧૪
ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેના ઠાઠડી એટલે તે મૃતદેહ ઊંચકનારાં ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, 'જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.'


એલજે ૭:૧૫
જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.


એલજે ૯:૭
જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગૂંચવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.'


એલજે ૯:૨૭
હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.


એલજે ૯:૩૧
તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.


એલજે ૧૩:૩૩
કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસ મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.


એલજે ૧૫:૨૪
કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.


એલજે ૧૫:૩૨
આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.'


એલજે ૧૬:૩૦
અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી [સજીવન પામીને] તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.


એલજે ૧૬:૩૧
અને તેણે [ઇબ્રાહિમે] તેને કહ્યું કે, જો તેઓ મૂસા (નું નિયમશાસ્ત્ર) તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.'


એલજે ૨૦:૨૮
'ઉપદેશક, મોઝિસે અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.


એલજે ૨૪:૨૦
વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં.


જ્હોન ૨:૨૨
માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.


જ્હોન ૫:૨૧
કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને સજીવન કરે છે.


જ્હોન ૫:૨૪
હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.


જ્હોન ૫:૨૫
હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.


જ્હોન ૬:૪૯
તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.


જ્હોન ૬:૫૦
પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.


જ્હોન ૬:૫૮
જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ [તમારા] પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.'


જ્હોન ૮:૫૧
હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મારું વચન (શબ્દ) પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.


જ્હોન ૮:૫૨
યહૂદીઓએ તેમને કહ્યું, 'તને ભૂત વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચન (શબ્દ) પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.


જ્હોન ૧૧:૪
પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.


જ્હોન ૧૧:૧૩
ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.


જ્હોન ૧૧:૧૪
ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, 'લાજરસ મૃત્યુ પામ્યો છે.


જ્હોન ૧૧:૨૧
ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ.


જ્હોન ૧૧:૨૫
ઈસુએ તેને કહ્યું કે, 'મરણોત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે.


જ્હોન ૧૧:૩૨
ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, 'પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.


જ્હોન ૧૧:૩૭
પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?'


જ્હોન ૧૧:૩૯
ઈસુએ કહ્યું કે, 'પથ્થરને ખસેડો.' મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, 'પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.'


જ્હોન ૧૧:૪૪
ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે કફને બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલથી વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.


જ્હોન ૧૧:૫૧
તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે.


જ્હોન ૧૨:૩૩
પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું,


જ્હોન ૧૯:૭
યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, 'અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.


જ્હોન ૨૦:૯
કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા.


જ્હોન ૨૧:૧૪
મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.


જ્હોન ૨૧:૧૯
હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, 'મારી પાછળ આવ.'


અધિનિયમો ૨:૨૪
ઈશ્વરે તેમને મરણની વેદનાથી અલિપ્ત રાખી ઉઠાડ્યાં; કેમ કે તેઓ મૃત્યુના બંધનમાં રહે તે અસંભવ હતું.


અધિનિયમો ૪:૨
કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું મરણોત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.


અધિનિયમો ૧૦:૪૧
પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા સાક્ષીઓ, જેઓએ તેમના મૃત્યુમાંથી સજીવન થયા પછી તેમની સાથે ખાધું પીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા,


અધિનિયમો ૧૩:૨૮
મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.


અધિનિયમો ૧૩:૩૦
પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.


અધિનિયમો ૧૩:૩૩
ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે [વચન] પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે ગીતશાસ્ત્ર બીજા અધ્યાયમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.


અધિનિયમો ૧૩:૩૭
પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.


રોમન ૪:૧૭
જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, (જેમ લખ્યું છે કે, 'મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ').


રોમન ૪:૨૪
એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૃત્યુ પામેલાઓમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને લેખે પણ ગણાશે.


રોમન ૫:૧૦
કેમ કે જયારે આપણે ઈશ્વરના વિરોધી હતા, ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થયું. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!


રોમન ૫:૧૨
તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો.


રોમન ૫:૧૪
પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું, જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું; આદમ તો તે આવનારના ચિહ્નરૂપ હતો.


રોમન ૫:૨૧
તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે.


રોમન ૬:૨
ના, એવું ન થાઓ; આપણે પાપના સંબંધી મૃત્યુ પામ્યા, તો પછી એમાં કેમ જીવીએ?


રોમન ૬:૪
તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.


રોમન ૬:૭
કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.


રોમન ૬:૮
પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા.


રોમન ૬:૯
કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી.


રોમન ૬:૧૦
કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે.


રોમન ૬:૧૧
તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.


રોમન ૬:૧૩
અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.


રોમન ૬:૨૧
તો જે ખરાબ કામોથી તમે હમણાં શરમાઓ છો, તેનાથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મૃત્યુ છે.


રોમન ૬:૨૩
કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.


રોમન ૭:૪
તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ.


રોમન ૭:૫
કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.


રોમન ૭:૬
પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.


રોમન ૭:૯
હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો;


રોમન ૭:૧૦
જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું;


રોમન ૭:૧૩
ત્યારે જે હિતકારી છે, તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ; પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય, એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.


રોમન ૮:૩૪
તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.


રોમન ૧૦:૭
અથવા એ કે, 'ઊંડાણમાં કોણ ઊતરશે?" એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને.


રોમન ૧૦:૯
જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉદ્ધાર પામીશ.


રોમન ૧૧:૧૫
કેમ કે જો તેઓનો નકાર થવાથી માનવજગતનું [ઈશ્વર સાથે] સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?


રોમન ૧૪:૧૫
જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.


૧ કોરીંથી ૬:૧૪
ઈશ્વરે ઈસુને સજીવન કર્યા છે, અને પોતાના પરાક્રમથી તે આપણને પણ (મૃત્યુમાંથી) સજીવન કરશે.


૧ કોરીંથી ૭:૩૯
પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.


૧ કોરીંથી ૮:૧૧
એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;


૧ કોરીંથી ૧૧:૨૬
કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો.


૧ કોરીંથી ૧૫:૬
ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે.


૧ કોરીંથી ૧૫:૧૨
પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, 'મૃત્યુ પામેલાઓનું મરણોત્થાન નથી?'


૧ કોરીંથી ૧૫:૧૩
પણ જો મૃત્યુ પામેલાઓનું મરણોત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.


૧ કોરીંથી ૧૫:૨૦
પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે.


૧ કોરીંથી ૧૫:૨૯
જો એવું ના હોય તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો મૂએલાંઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે?


૨ કોરીંથી ૧:૯
વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.


૨ કોરીંથી ૨:૧૬
મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે?


૨ કોરીંથી ૪:૧૧
કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય.


૨ કોરીંથી ૫:૧૫
અને સર્વને માટે તે મૃત્યુ પામ્યા, એ સારુ કે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને માટે નહિ, પણ જે તેઓને વાસ્તે મૃત્યુ પામ્યા તથા ઊઠ્યાં તેમને માટે જીવે.


૨ કોરીંથી ૬:૯
અજાણ્યા તોપણ નામાંકિત; મરણ નજીક તોપણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તોપણ મૃત્યુ પામેલા નહિ;


૨ કોરીંથી ૧૧:૨૩
શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.


ગલાટિયન ૧:૧
હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું.


ગલાટિયન ૨:૧૯
કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું.


એફેસી ૨:૧
વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;


ફિલિપીયન ૧:૨૦
એ પ્રમાણે મને વિશ્વાસ, અપેક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ બાબતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તનાં મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.


ફિલિપીયન ૩:૧૦
એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,


ફિલિપીયન ૩:૧૧
કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.


કોલોસીઅન્સ ૧:૧૮
તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.


કોલોસીઅન્સ ૨:૧૨
તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.


કોલોસીઅન્સ ૨:૨૦
જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?


૧ થેસ્સાલોનીકી ૪:૧૬
કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે.


હિબ્રૂ ૨:૯
પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ.


હિબ્રૂ ૫:૭
તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી;


હિબ્રૂ ૬:૨
બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનનો અને અનંતકાળના ન્યાયચૂકાદાનો પાયો ફરીથી ન નાખીએ.


હિબ્રૂ ૭:૮
અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે.


હિબ્રૂ ૭:૨૩
જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા.


હિબ્રૂ ૯:૧૬
કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે.


હિબ્રૂ ૯:૧૭
કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?


હિબ્રૂ ૧૧:૪
વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારુ બલિદાન ઈશ્વરને ચડાવ્યું, તેથી તે ન્યાયી છે, એમ તેના સંબંધી સાક્ષી આપવામાં આવી, કેમ કે ઈશ્વરે તેનાં અર્પણો સંબંધી સાક્ષી આપી; અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે.


હિબ્રૂ ૧૧:૫
વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહિ અને તે અદ્રશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા, તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધી એ સાક્ષી થઈ કે 'ઈશ્વર તેના પર પ્રસન્ન હતા.'


હિબ્રૂ ૧૧:૧૩
એ સઘળાં વિશ્વાસમાં મૃત્યુ પામ્યા તેઓને આશાવચનોનાં ફળ મળ્યા નહિ, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિષે કબૂલ કર્યું છે કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ.


હિબ્રૂ ૧૧:૧૯
કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.


હિબ્રૂ ૧૧:૨૧
વિશ્વાસથી યાકૂબે પોતાના મૃત્યુ સમયે યૂસફના બન્ને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીના હાથા પર ટેકીને ભજન કર્યું.


હિબ્રૂ ૧૧:૨૯
વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા; એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબીને મૃત્યુ પામ્યા.


હિબ્રૂ ૧૩:૧૨
એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું.


હિબ્રૂ ૧૩:૨૦
હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં,


જેમ્સ ૫:૨૦
તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે.


૧ પીટર ૨:૨૪
લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા.


૧ પીટર ૪:૫
જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;


૧ પીટર ૪:૬
કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીર વિષે માનવીય ધોરણો અનુસાર તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.


પ્રકટીકરણ ૧:૧૮
અને જે જીવંત છે તે હું છું, હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું; મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


પ્રકટીકરણ ૨:૮
સ્મર્નામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પ્રથમ તથા છેલ્લાં, જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે


પ્રકટીકરણ ૮:૯
તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યા. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.


પ્રકટીકરણ ૧૧:૧૩
તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેઓ ગભરાયા, તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.


પ્રકટીકરણ ૧૪:૧૩
પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે, 'તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે; આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે; કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે.'


પ્રકટીકરણ ૨૦:૧૨
પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.


પ્રકટીકરણ ૨૦:૧૩
સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો.


પ્રકટીકરણ ૨૦:૧૪
મૃત્યુ તથા હાદેસ અગ્નિની ખાઈમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે.


Gujarati Bible 2017
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0