A A A A A

શોધો
મેથ્યુ ૧:૧
ઈસુ ખ્રિસ્ત જે દાઉદના દીકરા, જે ઇબ્રાહિમનાં દીકરા, તેમની વંશાવળી.


મેથ્યુ ૧:૧૬
યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.


મેથ્યુ ૧:૧૮
ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.


મેથ્યુ ૧:૨૧
તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે."


મેથ્યુ ૧:૨૫
મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે દીકરાનું નામ ઈસુ પાડ્યું.


મેથ્યુ ૨:૧
હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે,


મેથ્યુ ૨:૯
તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળ ઈસુ હતા તે જગ્યા પર આવીને અટકી ગયો.


મેથ્યુ ૩:૧૩
ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા.


મેથ્યુ ૩:૧૫
પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.' ત્યારે યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું.


મેથ્યુ ૩:૧૬
જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા; અને જુઓ, તેમને સારુ સ્વર્ગો ઉઘાડાયાં અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા.


મેથ્યુ ૪:૧
પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.


મેથ્યુ ૪:૪
પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, એમ લખેલું છે કે, 'માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.'


મેથ્યુ ૪:૭
ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.'


મેથ્યુ ૪:૧૦
ત્યારે ઈસુ તેને કહે છે કે, 'અરે શેતાન, દૂર જા; કેમ કે લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.'


મેથ્યુ ૪:૧૨
યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.


મેથ્યુ ૪:૧૭
ત્યાર પછી ઈસુ પ્રગટ કરવા અને કહેવા લાગ્યા કે, 'પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'


મેથ્યુ ૪:૧૮
ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.


મેથ્યુ ૪:૧૯
ત્યારે ઈસુ તેઓને કહ્યું કે, 'મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.'


મેથ્યુ ૪:૨૩
ઈસુ સભાસ્થાનોમાં ઉપદેશ કરતા તથા રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.


મેથ્યુ ૫:૧
ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.


મેથ્યુ ૭:૨૮
ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા;


મેથ્યુ ૮:૧
પહાડ પરથી ઈસુ ઊતર્યા, ત્યાર પછી અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા.


મેથ્યુ ૮:૩
ત્યારે ઈસુએ પોતાના હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, "હું ચાહું છું, તું શુદ્ધ થા." અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.


મેથ્યુ ૮:૪
પછી ઈસુ તેને કહ્યું કે, "જોજે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને બતાવ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાનાં ફરમાવ્યાં પ્રમાણે છે તે ચઢાવ."


મેથ્યુ ૮:૫
ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે,


મેથ્યુ ૮:૭
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "હું આવીને તેને સાજો કરીશ."


મેથ્યુ ૮:૧૦
ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, "હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.


મેથ્યુ ૮:૧૩
ઈસુએ તે સૂબેદારને કહ્યું કે, "જા, જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ." તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.


મેથ્યુ ૮:૧૪
ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ.


મેથ્યુ ૮:૧૫
ઈસુ તેના હાથને સ્પર્શ્યા; એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.


મેથ્યુ ૮:૧૮
ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ એકત્ર થયેલો જોયો, ત્યારે તેમણે સરોવરની પેલે પાર જવાની આજ્ઞા કરી.


મેથ્યુ ૮:૨૦
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "શિયાળોને દર હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી."


મેથ્યુ ૮:૨૨
પણ ઈસુએ તેને કહ્યું કે, "તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો."


મેથ્યુ ૮:૨૩
ઈસુ હોડી પર ચઢ્યાં ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા.


મેથ્યુ ૮:૨૪
જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા.


મેથ્યુ ૮:૨૬
પછી ઈસુ તેઓને કહ્યું કે, "ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?" પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ.


મેથ્યુ ૮:૨૮
જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા, તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું.


મેથ્યુ ૮:૩૨
ઈસુએ તેઓને કહ્યું કે, 'જાઓ.' પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.


મેથ્યુ ૮:૩૪
ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું; તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.


મેથ્યુ ૯:૧
ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા.


મેથ્યુ ૯:૨
ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા, ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, "દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે."


મેથ્યુ ૯:૪
ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, "તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો?


મેથ્યુ ૯:૬
પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો તેથી ઈસુ લકવાગ્રસ્ત માણસને કહ્યુંકે "ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા."


મેથ્યુ ૯:૯
ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામે એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, 'તું મારી પાછળ આવ.' ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો.


મેથ્યુ ૯:૧૦
ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા.


મેથ્યુ ૯:૧૨
ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, "જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે.


મેથ્યુ ૯:૧૫
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, "જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.


મેથ્યુ ૯:૧૮
ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, "મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે."


મેથ્યુ ૯:૧૯
ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.


મેથ્યુ ૯:૨૦
ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી;


મેથ્યુ ૯:૨૨
ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, "દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;" અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.


મેથ્યુ ૯:૨૩
પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા;


મેથ્યુ ૯:૨૪
ત્યારે તેમણે કહ્યું કે, "અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે." અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી.


મેથ્યુ ૯:૨૭
ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનો તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહ્યું કે, "ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો!"


મેથ્યુ ૯:૨૮
ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા, અને ઈસુ તેઓને કહ્યું છે કે, "હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?" તેઓ તેમને કહ્યું કે, 'હા પ્રભુ.'


મેથ્યુ ૯:૨૯
ત્યારે ઈસુ તેઓની આંખોને અડકીને કહ્યું કે, "તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ."


મેથ્યુ ૯:૩૦
તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, "જોજો, કોઈ આ વિષે જાણે નહિ."


મેથ્યુ ૯:૩૫
ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા, સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.


મેથ્યુ ૯:૩૭
ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહ્યું કે, "ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે.


મેથ્યુ ૧૦:૧
પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.


મેથ્યુ ૧૦:૪
સિમોન જે કનાનનો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર પણ હતો.


મેથ્યુ ૧૦:૫
ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, "તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો;


મેથ્યુ ૧૧:૧
ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને ત્યાંથી તેઓનાં નગરોમાં તે ગયા.


મેથ્યુ ૧૧:૪
ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, "તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો કે,


મેથ્યુ ૧૧:૭
જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, "તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?


મેથ્યુ ૧૧:૨૫
તે વેળા ઈસુએ કહ્યું કે, "ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણોથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે.


મેથ્યુ ૧૨:૧
તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.


મેથ્યુ ૧૨:૨
ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, "જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે."


મેથ્યુ ૧૨:૩
પણ ઈસુએ તેઓને કહ્યું કે, "જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?


મેથ્યુ ૧૨:૯
ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.


મેથ્યુ ૧૨:૧૦
ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, "શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?"


મેથ્યુ ૧૨:૧૩
ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, "તારો હાથ લાંબો કર." તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો.


મેથ્યુ ૧૨:૧૫
પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા; અને તેમણે બધાને સાજાં કર્યા.


મેથ્યુ ૧૨:૨૫
ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, "દરેક રાજ્ય જે ભાગલા પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પડે, તે સ્થિર નહિ રહેશે.


મેથ્યુ ૧૨:૩૯
પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, "દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.


મેથ્યુ ૧૨:૪૬
ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં.


મેથ્યુ ૧૩:૧
તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.


મેથ્યુ ૧૩:૩
ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, "જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.


મેથ્યુ ૧૩:૧૧
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, "સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.


મેથ્યુ ૧૩:૨૪
ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, "સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું.


મેથ્યુ ૧૩:૩૧
ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, "સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું.


મેથ્યુ ૧૩:૩૪
એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી; દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ;


મેથ્યુ ૧૩:૩૬
ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, "ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો."


મેથ્યુ ૧૩:૩૭
ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, "સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે;


મેથ્યુ ૧૩:૫૧
શું તમે એ બધી વાતો સમજ્યા?" તેઓ ઈસુને કહ્યું કે, "હા."


મેથ્યુ ૧૩:૫૩
ત્યારે એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા.


મેથ્યુ ૧૩:૫૭
તેઓ તેમને સમજવામાં નિષ્ફળ ગયા. પણ ઈસુએ તેઓને કહ્યું કે, "પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી."


મેથ્યુ ૧૪:૧
તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી.


મેથ્યુ ૧૪:૧૨
ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.


મેથ્યુ ૧૪:૧૩
ત્યારે ઈસુએ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા, લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.


મેથ્યુ ૧૪:૧૪
ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.


મેથ્યુ ૧૪:૧૬
પણ ઈસુએ તેઓને કહ્યું કે, "તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો."


મેથ્યુ ૧૪:૧૮
ત્યારે ઈસુએ કહ્યું કે, "તે અહીં મારી પાસે લાવો."


મેથ્યુ ૧૪:૨૩
લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.


મેથ્યુ ૧૪:૨૫
રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.


મેથ્યુ ૧૪:૨૭
પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, "હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ."


મેથ્યુ ૧૪:૨૯
ઈસુએ કહ્યું કે "આવ." ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.


મેથ્યુ ૧૪:૩૧
ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, "અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?"


મેથ્યુ ૧૪:૩૨
પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.


મેથ્યુ ૧૪:૩૬
તેઓએ ઈસુને વિનંતી કરી કે 'કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;' અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.


મેથ્યુ ૧૫:૧
તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,


મેથ્યુ ૧૫:૩
પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?'


મેથ્યુ ૧૫:૧૦
પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, 'સાંભળો અને સમજો.


મેથ્યુ ૧૫:૧૨
ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, 'આ વાત સાંભળીને ફરોશીઓ નાખુશ છે, એ શું તમે જાણો છો?'


મેથ્યુ ૧૫:૧૩
પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.


મેથ્યુ ૧૫:૧૫
ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.


મેથ્યુ ૧૫:૧૬
ઈસુએ કહ્યું કે, 'શું હજી સુધી તમે પણ અણસમજુ છો?'


મેથ્યુ ૧૫:૨૧
ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા.


મેથ્યુ ૧૫:૨૩
પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ; અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, 'તે સ્ત્રીને વિદાય કરો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.'


મેથ્યુ ૧૫:૨૫
પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મને મદદ કરો.


મેથ્યુ ૧૫:૨૮
ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, 'ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.' તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.


મેથ્યુ ૧૫:૨૯
પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા.


મેથ્યુ ૧૫:૩૦
ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું.


મેથ્યુ ૧૫:૩૨
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, 'આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.'


મેથ્યુ ૧૫:૩૪
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલી છે?' તેઓએ કહ્યું કે, 'સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.'


મેથ્યુ ૧૫:૩૯
લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.


મેથ્યુ ૧૬:૧
ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં માંગણી કરી કે, 'અમને સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવો.'


મેથ્યુ ૧૬:૪
દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.' ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.


મેથ્યુ ૧૬:૬
ઈસુએ તેઓને કહ્યું કે, 'ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.'


મેથ્યુ ૧૬:૭
ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, 'આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.'


મેથ્યુ ૧૬:૮
ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?'


મેથ્યુ ૧૬:૧૩
ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, 'માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?'


મેથ્યુ ૧૬:૧૫
ઈસુ તેઓને પૂછ્યું, 'પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?'


મેથ્યુ ૧૬:૧૭
ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંનાં મારા પિતાએ તને એ જણાવ્યું છે.


મેથ્યુ ૧૬:૨૦
ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે, 'હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ.'


મેથ્યુ ૧૬:૨૧
ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, 'હું યરુશાલેમમાં જાઉં, વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરું, માર્યો જાઉં અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.'


મેથ્યુ ૧૬:૨૪
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.'


મેથ્યુ ૧૭:૧
છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ ગયા.


મેથ્યુ ૧૭:૪
પિતરે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.'


મેથ્યુ ૧૭:૭
ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, 'ઊઠો, અને બીશો નહિ.'


મેથ્યુ ૧૭:૮
તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.


મેથ્યુ ૧૭:૯
જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'આ જે તમે જોયું તે માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.'


મેથ્યુ ૧૭:૧૧
ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે;'


મેથ્યુ ૧૭:૧૪
જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે,


મેથ્યુ ૧૭:૧૭
ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, 'ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.'


મેથ્યુ ૧૭:૧૮
પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો; અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.


મેથ્યુ ૧૭:૧૯
પછી શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, 'અમે તેને કેમ કાઢી ન શક્યા?'


મેથ્યુ ૧૭:૨૦
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, "તું અહીંથી ત્યાં ખસી જા" અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.'


મેથ્યુ ૧૭:૨૨
જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;


મેથ્યુ ૧૭:૨૫
પિતરે કહ્યું કે, 'હા,' અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, 'સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?'


મેથ્યુ ૧૭:૨૬
પિતરે ઈસુને કહ્યું કે, 'પરદેશીઓ પાસેથી. ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "તો પછી દીકરાઓ તો કરમુક્ત છે."


મેથ્યુ ૧૮:૧
તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 'સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?'


મેથ્યુ ૧૮:૨
ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને


મેથ્યુ ૧૮:૧૧
કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.


મેથ્યુ ૧૮:૨૧
ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?'


મેથ્યુ ૧૮:૨૨
ઈસુએ તેને કહ્યું કે, 'સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.


મેથ્યુ ૧૯:૧
ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા.


મેથ્યુ ૧૯:૪
ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?'


મેથ્યુ ૧૯:૭
તેઓએ ઈસુને કહ્યું કે, 'તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, છૂટાછેડા આપીને તેને મૂકી દેવી?'


મેથ્યુ ૧૯:૮
ઈસુએ તેઓને કહ્યું કે, મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું.


મેથ્યુ ૧૯:૧૧
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ.


મેથ્યુ ૧૯:૧૪
પણ ઈસુએ કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.'


મેથ્યુ ૧૯:૧૬
ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?'


મેથ્યુ ૧૯:૧૮
તે વ્યક્તિ ઈસુને કહે છે કે, 'કઈ કઈ?' ત્યારે ઈસુએ કહ્યું કે, 'તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર,


મેથ્યુ ૧૯:૨૧
ઈસુએ તે જુવાનને કહ્યું કે, 'જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.'


મેથ્યુ ૧૯:૨૩
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.


મેથ્યુ ૧૯:૨૬
પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, 'માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.'


મેથ્યુ ૧૯:૨૭
ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, 'જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?'


મેથ્યુ ૧૯:૨૮
ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.'


મેથ્યુ ૨૦:૧૭
ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે,


મેથ્યુ ૨૦:૨૦
ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી.


મેથ્યુ ૨૦:૨૧
ઈસુએ તેમને કહ્યું કે, 'તમે શું ચાહો છો? તે તેમને કહે છે કે, તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.'


મેથ્યુ ૨૦:૨૨
પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?' તેઓ તેમને કહે છે કે, 'અમે પી શકીએ છીએ.'


મેથ્યુ ૨૦:૨૫
પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, 'તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે.


મેથ્યુ ૨૦:૩૦
જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.'


મેથ્યુ ૨૦:૩૨
ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, 'હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?'


મેથ્યુ ૨૦:૩૪
ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા; અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.


મેથ્યુ ૨૧:૧
જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને


મેથ્યુ ૨૧:૬
ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું;


મેથ્યુ ૨૧:૭
તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના કપડાં તેઓ પર નાખ્યાં; અને ઈસુ તેના પર સવાર થયા.


મેથ્યુ ૨૧:૧૧
ત્યારે લોકોએ કહ્યું કે, 'ઈસુ પ્રબોધક કે, જે ગાલીલના નાસરેથના, તે એ છે.'


મેથ્યુ ૨૧:૧૨
પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા, ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં;


મેથ્યુ ૨૧:૧૩
ઈસુએ તેઓને કહ્યું કે, "મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે."


મેથ્યુ ૨૧:૧૬
તેઓએ ઈસુને કહ્યું કે, 'તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?' ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'હા, "બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?"


મેથ્યુ ૨૧:૧૭
પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.


મેથ્યુ ૨૧:૧૮
હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી.


મેથ્યુ ૨૧:૧૯
રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, 'હવેથી તારા પર કદી ફળ ન લાગો; અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.'


મેથ્યુ ૨૧:૨૧
ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, 'તું ઊંચકાઈને સમુદ્રમાં પડ. તો તેમ જ થશે.'


મેથ્યુ ૨૧:૨૩
પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?'


મેથ્યુ ૨૧:૨૪
ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'હું પણ તમને એક વાત પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.'


મેથ્યુ ૨૧:૨૫
જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?' ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, 'જો આપણે કહીએ કે સ્વર્ગથી, તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?


મેથ્યુ ૨૧:૨૭
પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, 'અમે નથી જાણતા. તેમણે પણ તેઓને કહ્યું કે, 'હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.


મેથ્યુ ૨૧:૩૧
તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓ ઈસુને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે કે, હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે.


મેથ્યુ ૨૧:૪૧
તેઓએ ઈસુને કહ્યું કે, 'તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.'


મેથ્યુ ૨૧:૪૨
ઈસુએ તેઓને કહ્યું કે, 'જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયા તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે, 'એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?


મેથ્યુ ૨૧:૪૬
પણ જયારે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.


મેથ્યુ ૨૨:૧
ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતોમાં કહ્યું કે,


મેથ્યુ ૨૨:૧૫
ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો.


મેથ્યુ ૨૨:૧૮
પણ ઈસુએ તેઓની ચાલાકી જાણીને કહ્યું કે, ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષા કેમ કરો છો?


મેથ્યુ ૨૨:૨૦
અને ઈસુએ તેઓને કહ્યું કે, 'આ છાપ તથા લેખ કોનાં છે?'


મેથ્યુ ૨૨:૨૧
તેઓએ તેમને કહ્યું કે, 'કાઈસારનાં. ત્યારે ઈસુ તેઓને કહે છે કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.


મેથ્યુ ૨૨:૨૯
ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, 'પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.'


મેથ્યુ ૨૨:૩૭
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.


મેથ્યુ ૨૨:૪૧
હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે,


મેથ્યુ ૨૨:૪૩
ઈસુએ તેઓને કહ્યું, 'તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?'


મેથ્યુ ૨૩:૧
ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,


મેથ્યુ ૨૪:૧
ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.


મેથ્યુ ૨૪:૩
પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, 'એ બધુ ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.


મેથ્યુ ૨૪:૪
ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો.


મેથ્યુ ૨૪:૪૪
એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો ઈસુ આવશે.


મેથ્યુ ૨૫:૩૧
જયારે માણસના દીકરા [ઈસુ] પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે.


મેથ્યુ ૨૫:૪૫
ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.'


મેથ્યુ ૨૬:૧
ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,


મેથ્યુ ૨૬:૨
'તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે; અને માણસના દીકરા ઈસુને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.'


મેથ્યુ ૨૬:૪
ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.


મેથ્યુ ૨૬:૬
ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,


મેથ્યુ ૨૬:૭
ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્ત્રી ઈસુની પાસે આવી, તેઓ જમવા બેઠા હતા ત્યારે ઈસુના માથા ઉપર તેણે અત્તર રેડ્યું.


મેથ્યુ ૨૬:૧૦
ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, 'એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.'


મેથ્યુ ૨૬:૧૬
ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.


મેથ્યુ ૨૬:૧૭
બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 'અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?'


મેથ્યુ ૨૬:૧૮
ત્યારે ઈસુએ કહ્યું કે, 'નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સુદ્ધાં તારે ઘરે પાસ્ખા પાળીશ.'


મેથ્યુ ૨૬:૧૯
ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.


મેથ્યુ ૨૬:૨૦
સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.


મેથ્યુ ૨૬:૨૩
ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, 'જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે.


મેથ્યુ ૨૬:૨૫
ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, 'ગુરુજી, શું તે હું છું?' ઈસુ તેને કહે છે કે, 'તેં પોતે જ કહ્યું.'


મેથ્યુ ૨૬:૨૬
તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, લો, ખાઓ, આ મારું શરીર છે.


મેથ્યુ ૨૬:૨૭
પછી ઈસુએ પ્યાલો લઈને સ્તુતિ કરીને તેઓને આપતાં કહ્યું કે, 'તમે બધા એમાંથી પીઓ.'


મેથ્યુ ૨૬:૩૧
ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'તમે બધા આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો;' કેમ કે એમ લખેલું છે કે 'હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.'


મેથ્યુ ૨૬:૩૩
ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, 'જો બધા તમારા સંબંધી ઠોકર ખાશે, તોપણ હું કદી ઠોકર ખાઈશ નહિ.'


મેથ્યુ ૨૬:૩૪
ઈસુએ તેને કહ્યું, 'હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.'


મેથ્યુ ૨૬:૩૬
ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે અને શિષ્યોને કહે છે કે, 'હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.'


મેથ્યુ ૨૬:૩૭
પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા;


મેથ્યુ ૨૬:૩૮
પછી ઈસુ તેઓને કહે છે કે, 'મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.'


મેથ્યુ ૨૬:૪૦
પછી શિષ્યોની પાસે ઈસુ આવે છે અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, 'શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?


મેથ્યુ ૨૬:૪૨
બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, 'ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.'


મેથ્યુ ૨૬:૪૩
ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.


મેથ્યુ ૨૬:૪૪
ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.


મેથ્યુ ૨૬:૪૯
તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, 'ગુરુજી સલામ' અને તે તેમને ચૂમ્યો;


મેથ્યુ ૨૬:૫૦
ઈસુએ તેને કહ્યું કે, 'મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.' ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.


મેથ્યુ ૨૬:૫૧
પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી અને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો.


મેથ્યુ ૨૬:૫૨
ત્યારે ઈસુ તેને કહે છે કે, 'તારી તરવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તરવાર પકડે છે તેઓ તરવારથી જ નાશ પામશે.'


મેથ્યુ ૨૬:૫૫
તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, 'તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.


મેથ્યુ ૨૬:૫૬
પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે. 'ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.'


મેથ્યુ ૨૬:૫૭
પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.


મેથ્યુ ૨૬:૫૮
પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.


મેથ્યુ ૨૬:૫૯
મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી;


મેથ્યુ ૨૬:૬૧
બોલ્યા કે, ઈસુએ કહ્યું હતું કે, હું ઈશ્વરના ભક્તિસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.'


મેથ્યુ ૨૬:૬૩
પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, 'હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે તું જ છે કે નહિ, એ અમને કહે.'


મેથ્યુ ૨૬:૬૪
ઈસુ તેને કહે છે કે, તેં જ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશનાં વાદળો પર આવતા નિહાળશો.


મેથ્યુ ૨૬:૬૯
પિતર બહાર ચોકમાં બેઠો હતો, ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું કે, 'તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.'


મેથ્યુ ૨૬:૭૧
તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને દેખીને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, 'એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.'


મેથ્યુ ૨૬:૭૫
જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, 'મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,' તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.


મેથ્યુ ૨૭:૧
હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.


મેથ્યુ ૨૭:૨
પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.


મેથ્યુ ૨૭:૩
જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને;


મેથ્યુ ૨૭:૧૧
અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કહ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' ઈસુએ તેને કહ્યું કે, 'તું પોતે કહે છે.'


મેથ્યુ ૨૭:૧૪
ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલ ઘણું આશ્ચર્ય પામ્યો.


મેથ્યુ ૨૭:૧૭
તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, 'હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?'


મેથ્યુ ૨૭:૧૮
કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇથી ઈસુને સોંપ્યો હતો.


મેથ્યુ ૨૭:૨૦
હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.


મેથ્યુ ૨૭:૨૨
પિલાતે તેઓને કહ્યું છે કે, 'તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?' સઘળાંએ તેને કહ્યું કે, 'ઈસુને વધસ્તંભે જડાવો.'


મેથ્યુ ૨૭:૨૩
ત્યારે તેણે કહ્યું, 'શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?' પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ઈસુને વધસ્તંભે જડાવો.


મેથ્યુ ૨૭:૨૬
ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.


મેથ્યુ ૨૭:૨૭
ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.


મેથ્યુ ૨૭:૩૫
ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;


મેથ્યુ ૨૭:૩૭
'ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.' એવું તેમના વિરુધ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.


મેથ્યુ ૨૭:૪૬
આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, 'એલી, એલી, લમા શબકથની,' એટલે, 'ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'


મેથ્યુ ૨૭:૫૦
પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.


મેથ્યુ ૨૭:૫૩
અને ઈસુના મરણોત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.


મેથ્યુ ૨૭:૫૪
ત્યારે સૂબેદાર તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, 'ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.'


મેથ્યુ ૨૭:૫૫
ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.


મેથ્યુ ૨૭:૫૭
સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો,


મેથ્યુ ૨૭:૫૮
તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.


મેથ્યુ ૨૮:૫
ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.


મેથ્યુ ૨૮:૬
જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ.


મેથ્યુ ૨૮:૯
ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું કે, 'કુશળતા.' તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.


મેથ્યુ ૨૮:૧૦
ઈસુ તેઓને કહે છે, 'બીશો નહિ,' જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.


મેથ્યુ ૨૮:૧૬
પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા.


મેથ્યુ ૨૮:૧૮
ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.'


ચિહ્ન ૧:૧
ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત;


ચિહ્ન ૧:૯
તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા;


ચિહ્ન ૧:૧૪
યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે,


ચિહ્ન ૧:૧૭
ઈસુએ તેઓને કહ્યું કે, 'મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.'


ચિહ્ન ૧:૨૦
ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના બાપ ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.


ચિહ્ન ૧:૨૧
તેઓ કપરનાહૂમમાં ગયા; અને તરત, વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો.


ચિહ્ન ૧:૨૪
'અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.'


ચિહ્ન ૧:૨૫
ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા'.


ચિહ્ન ૧:૩૦
હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું.


ચિહ્ન ૧:૩૫
સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.


ચિહ્ન ૧:૪૧
ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, 'મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;'


ચિહ્ન ૧:૪૫
પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.


ચિહ્ન ૨:૧
કેટલાક દિવસ પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે 'તેઓ ઘરમાં છે.'


ચિહ્ન ૨:૨
તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને વચન સંભળાવતા હતા.


ચિહ્ન ૨:૫
ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, 'દીકરા, તારાં પાપ માફ થયાં છે.'


ચિહ્ન ૨:૮
તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, 'તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?


ચિહ્ન ૨:૧૦
પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે


ચિહ્ન ૨:૧૩
ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.


ચિહ્ન ૨:૧૫
એમ થયું કે ઈસુ તેના ઘરમાં જમવા બેઠા અને ઘણાં જકાત ઉઘરાવનારાઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.


ચિહ્ન ૨:૧૬
શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને જકાત ઉઘરાવનારાઓની તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, 'ઈસુ તો દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે.'


ચિહ્ન ૨:૧૭
ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, 'જેઓ સાજાં છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.'


ચિહ્ન ૨:૧૯
ઈસુએ તેઓને કહ્યું કે, 'વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.


ચિહ્ન ૨:૨૩
એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.


ચિહ્ન ૩:૧
ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.


ચિહ્ન ૩:૬
શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.


ચિહ્ન ૩:૭
અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી


ચિહ્ન ૩:૧૩
ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.


ચિહ્ન ૩:૧૪
ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,


ચિહ્ન ૪:૧
ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણાં લોકો ભેગા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે કાંઠા પર હતા.


ચિહ્ન ૪:૩૬
લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી.


ચિહ્ન ૫:૨
ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો;


ચિહ્ન ૫:૬
પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો,


ચિહ્ન ૫:૭
અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, 'ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.'


ચિહ્ન ૫:૧૩
ઈસુએ તેઓને રજા આપી અને દુષ્ટાત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું.


ચિહ્ન ૫:૧૫
ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો કપડાં પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.


ચિહ્ન ૫:૧૭
તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે 'અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.'


ચિહ્ન ૫:૧૯
પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, 'તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.'


ચિહ્ન ૫:૨૦
તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા.


ચિહ્ન ૫:૨૧
જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.


ચિહ્ન ૫:૨૪
ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી.


ચિહ્ન ૫:૨૭
તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી.


ચિહ્ન ૫:૩૦
મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, 'કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?'


ચિહ્ન ૫:૩૪
ઈસુએ તેને કહ્યું કે, 'દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.'


ચિહ્ન ૫:૩૬
પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનનાં અધિકારીને કહે છે કે, 'ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.'


ચિહ્ન ૫:૪૩
ઈસુએ તેઓને તાકીદ કરી કે, 'કોઈ એ ન જાણે;' અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.


ચિહ્ન ૬:૧
ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા.


ચિહ્ન ૬:૩
શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યુસફ, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?' અને તેઓએ ઈસુને ઓળખવાની મના કરી.


ચિહ્ન ૬:૪
પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'પ્રબોધક પોતાના દેશ, પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.'


ચિહ્ન ૬:૩૦
પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું.


ચિહ્ન ૬:૩૪
ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.


ચિહ્ન ૬:૪૧
ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.


ચિહ્ન ૬:૪૬
તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા.


ચિહ્ન ૬:૪૭
સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.


ચિહ્ન ૬:૪૮
તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, આશરે રાતને ચોથે પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાનું તેઓ ઇચ્છતા હતા.


ચિહ્ન ૬:૫૪
તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા,


ચિહ્ન ૬:૫૫
અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં.


ચિહ્ન ૬:૫૬
જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, 'તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;' જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.


ચિહ્ન ૭:૧
ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.


ચિહ્ન ૭:૬
ઈસુએ તેઓને કહ્યું કે, 'ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક બોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.


ચિહ્ન ૭:૧૪
લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે બધા મારું સાંભળો તથા સમજો.


ચિહ્ન ૭:૧૭
જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દૃષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.


ચિહ્ન ૭:૧૮
ઈસુ તેઓને કહે છે કે, 'તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?


ચિહ્ન ૭:૧૯
કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;' [એવું કહીને] ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.


ચિહ્ન ૭:૨૪
પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.


ચિહ્ન ૭:૨૫
કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.


ચિહ્ન ૭:૨૭
પણ ઈસુએ તેને કહ્યું કે, 'છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.'


ચિહ્ન ૭:૨૯
ઈસુએ તેને કહ્યું કે, 'આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.'


ચિહ્ન ૭:૩૧
ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.


ચિહ્ન ૭:૩૩
ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;


ચિહ્ન ૭:૩૬
ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'તમારે કોઈને કહેવું નહિ;' પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.


ચિહ્ન ૮:૧
તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણાં લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે,


ચિહ્ન ૮:૪
શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, 'અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?'


ચિહ્ન ૮:૫
ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે?' તેઓએ કહ્યું, 'સાત.'


ચિહ્ન ૮:૬
ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.


ચિહ્ન ૮:૭
તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું.


ચિહ્ન ૮:૯
[જમનારાં] આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં.


ચિહ્ન ૮:૧૦
તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવ્યા.


ચિહ્ન ૮:૧૧
ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા.


ચિહ્ન ૮:૧૨
પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે, 'આ પેઢી ચમત્કારિક ચિહ્ન કેમ માગે છે? હું તેમને નિશ્ચે કહું છું કે, આ પેઢીને કંઈ જ ચમત્કારિક ચિહ્ન અપાશે નહિ.'


ચિહ્ન ૮:૧૩
તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા.


ચિહ્ન ૮:૧૫
ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, 'જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.'


ચિહ્ન ૮:૧૭
તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, 'તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જાણતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?


ચિહ્ન ૮:૧૯
જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?' તેઓ ઈસુને કહે છે કે, 'બાર ટોપલીઓ.'


ચિહ્ન ૮:૨૧
ઈસુએ તેઓને કહ્યું 'શું તમે હજી નથી સમજતા?'


ચિહ્ન ૮:૨૨
તે બેથસેદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક અંધજનને લાવે છે, અને તેને સ્પર્શવા સારુ તેમને વિનંતી કરી.


ચિહ્ન ૮:૨૩
અંધનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે, 'તને કશું દેખાય છે?'


ચિહ્ન ૮:૨૫
પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એક નજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો.


ચિહ્ન ૮:૨૬
ઈસુએ તેને ઘરે મોકલતાં કહ્યું કે, 'ગામમાં પણ જઈશ નહિ.'


ચિહ્ન ૮:૨૭
ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે 'હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?'


ચિહ્ન ૮:૨૮
તેઓએ ઈસુને કહ્યું કે, 'કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે 'તમે પ્રબોધકોમાંના એક છો.'


ચિહ્ન ૮:૨૯
ઈસુએ તેઓને પૂછ્યું, 'પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?' પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, 'તમે તો ખ્રિસ્ત છો.'


ચિહ્ન ૮:૩૧
ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, 'માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.'


ચિહ્ન ૮:૩૨
ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો;


ચિહ્ન ૮:૩૪
ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.


ચિહ્ન ૯:૧
ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.'


ચિહ્ન ૯:૨
છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું.


ચિહ્ન ૯:૩
ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.


ચિહ્ન ૯:૪
એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.


ચિહ્ન ૯:૫
પિતર ઈસુને કહે છે કે, 'ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.'


ચિહ્ન ૯:૮
તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓએ સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.


ચિહ્ન ૯:૯
તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, 'તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.'


ચિહ્ન ૯:૧૧
તેઓએ ઈસુને પૂછ્યું, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?'


ચિહ્ન ૯:૧૨
ઈસુએ તેઓને કહ્યું કે, 'એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું અને અપમાનિત થવું પડશે?'


ચિહ્ન ૯:૧૫
તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી.


ચિહ્ન ૯:૧૬
ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?'


ચિહ્ન ૯:૧૯
પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, 'ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.'


ચિહ્ન ૯:૨૦
તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.


ચિહ્ન ૯:૨૧
ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, 'તેને કેટલા વખતથી આવું થયું છે?' તેણે કહ્યું કે, 'બાળપણથી.'


ચિહ્ન ૯:૨૩
ઈસુએ તેને કહ્યું કે, 'જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.'


ચિહ્ન ૯:૨૫
ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, 'મૂંગા તથા બહેરા દુષ્ટાત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.'


ચિહ્ન ૯:૨૭
પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.


ચિહ્ન ૯:૨૮
ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, 'અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?'


ચિહ્ન ૯:૨૯
ઈસુએ કહ્યું કે, 'પ્રાર્થના સિવાય બીજાકોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.'


ચિહ્ન ૯:૩૧
કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.'


ચિહ્ન ૯:૩૨
તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.


ચિહ્ન ૯:૩૩
તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?'


ચિહ્ન ૯:૩૫
ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, 'જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.'


ચિહ્ન ૯:૩૮
યોહાને ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.'


ચિહ્ન ૯:૩૯
પણ ઈસુએ કહ્યું કે, 'તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.


ચિહ્ન ૧૦:૧
ત્યાંથી ઊઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણાં લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો.


ચિહ્ન ૧૦:૨
ફરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું કે, 'શું પતિએ પોતાની પત્નીને છોડી દેવી ઉચિત છે?'


ચિહ્ન ૧૦:૩
ઈસુએ જવાબ આપતાં તેઓને પૂછ્યું કે, 'મૂસાએ તમને શી આજ્ઞા આપી છે?'


ચિહ્ન ૧૦:૫
પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમારાં હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારુ તે આજ્ઞા આપી છે.


ચિહ્ન ૧૦:૧૦
ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે ઈસુને પૂછ્યું.


ચિહ્ન ૧૦:૧૧
ઈસુ તેઓને કહે છે કે, 'જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે


ચિહ્ન ૧૦:૧૩
પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.


ચિહ્ન ૧૦:૧૪
ઈસુ તે જોઈને દુ:ખી થયા અને તેમણે તેઓને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.'


ચિહ્ન ૧૦:૧૬
ઈસુએ તેઓને બાથમાં લીધાં, અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.


ચિહ્ન ૧૦:૧૮
ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.


ચિહ્ન ૧૦:૨૦
પણ તેણે ઈસુને કહ્યું કે, 'ઓ ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું બાળપણથી પાળતો આવ્યો છું.'


ચિહ્ન ૧૦:૨૧
તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, 'તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.'


ચિહ્ન ૧૦:૨૩
ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, 'જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!'


ચિહ્ન ૧૦:૨૪
ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, 'બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે!


ચિહ્ન ૧૦:૨૭
ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, 'માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.'


ચિહ્ન ૧૦:૨૯
ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને છોડ્યાં છે,


ચિહ્ન ૧૦:૩૨
યરુશાલેમની તરફ ઢાળ ચઢતાં તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા; તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી બાર શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે,


ચિહ્ન ૧૦:૩૫
ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવીને કહે છે કે, 'ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માગીએ તે તમે અમારે માટે કરો.'


ચિહ્ન ૧૦:૩૬
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?'


ચિહ્ન ૧૦:૩૮
પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો?'


ચિહ્ન ૧૦:૩૯
તેઓએ તેમને કહ્યું કે, 'અમે તેમ કરી શકીએ છીએ.' પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા તમે લેશો;


ચિહ્ન ૧૦:૪૨
પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે, 'તમે જાણો કે વિદેશીઓ પર જેઓ રાજ કરનારા કહેવાય છે, તેઓ તેમના પર શાસન કરે છે અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.


ચિહ્ન ૧૦:૪૬
તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણાં લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો.


ચિહ્ન ૧૦:૪૭
એ નાસરેથના ઈસુ છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, 'ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.'


ચિહ્ન ૧૦:૪૯
ઈસુએ ઊભા રહીને કહ્યું કે, 'તેને બોલાવો' અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, 'હિંમત રાખ, ઊઠ, ઈસુ તને બોલાવે છે.'


ચિહ્ન ૧૦:૫૦
પોતાનું વસ્ત્ર પડતું મૂકીને તે ઊઠ્યો, અને ઈસુની પાસે આવ્યો.


ચિહ્ન ૧૦:૫૧
ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?' અંધ વ્યક્તિએ કહ્યું કે, 'સ્વામી, હું દેખતો થાઉં.'


ચિહ્ન ૧૦:૫૨
ઈસુએ તેને કહ્યું કે 'જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે,' અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.


ચિહ્ન ૧૧:૧
તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનનાં પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે ઈસુ બે શિષ્યોને આગળ મોકલે છે.


ચિહ્ન ૧૧:૬
જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધાં.


ચિહ્ન ૧૧:૭
તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં કપડાં બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા.


ચિહ્ન ૧૧:૧૧
ઈસુ યરુશાલેમમાં જઈને ભક્તિસ્થાનમાં ગયા અને ચારેબાજુ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધાં નીકળીને તે બેથાનિયામાં ગયા.


ચિહ્ન ૧૧:૧૨
બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી, ઈસુને ભૂખ લાગી.


ચિહ્ન ૧૧:૧૩
એક અંજીરી જેને પાંદડાં હતાં તેને દૂરથી જોઈને ઈસુ તેની પાસે ગયા કે કદાચ તે પરથી કંઈ ફળ મળે; અને તેઓ તેની પાસે આવ્યા, ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ઋતુ ન હતી.


ચિહ્ન ૧૧:૧૪
ઈસુએ તેને કહ્યું કે, 'હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય' અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું.


ચિહ્ન ૧૧:૧૭
તેઓને બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.'


ચિહ્ન ૧૧:૧૮
મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા હતા.


ચિહ્ન ૧૧:૨૧
પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, 'ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.'


ચિહ્ન ૧૧:૨૨
ઈસુએ તેઓને કહ્યું કે, 'ઈશ્વર પર વિશ્વાસ રાખો.'


ચિહ્ન ૧૧:૨૭
પછી ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા.


ચિહ્ન ૧૧:૨૮
તેઓએ ઈસુને પૂછ્યું કે, 'કયા અધિકારથી તું આ કામો કરો છો,' અથવા 'કોણે તને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?'


ચિહ્ન ૧૧:૨૯
ઈસુએ તેઓને કહ્યું કે, 'હું એક વાત તમને પૂછીશ અને જો તમે મને જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ.


ચિહ્ન ૧૧:૩૩
તેઓ ઉત્તર આપ્યો કે, 'અમે જાણતા નથી.' ઈસુ તેઓને કહે છે કે, 'કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.'


ચિહ્ન ૧૨:૧
ઈસુ તેઓને દ્રષ્ટાંતમાં કહેવા લાગ્યા કે, 'એક માણસે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, દ્રાક્ષરસનો કૂંડ ખોદ્યો, બુરજ બાંધ્યો અને ખેડૂતોને વાડી ભાડે આપીને પરદેશ ગયો.


ચિહ્ન ૧૨:૧૨
તેઓએ ઈસુને પકડવાને શોધ કરી; પણ તેઓ લોકોથી ગભરાયા. કેમ કે તેઓ સમજ્યા કે તેમણે તેઓના પર આ દ્રષ્ટાંત કહ્યું હતું, અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.


ચિહ્ન ૧૨:૧૩
તેઓએ ઈસુની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલ્યા છે કે તેઓ વાતમાં તેમને ફસાવે.


ચિહ્ન ૧૨:૧૫
આપીએ કે ન આપીએ?' પણ ઈસુએ તેઓનો ઢોંગ જાણીને તેઓને કહ્યું કે, 'તમે મારી પરીક્ષા કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં.'


ચિહ્ન ૧૨:૧૭
ઈસુએ જવાબ આપતાં તેઓને કહ્યું કે, 'જે કાઈસારનાં છે કાઈસારને અને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.' અને તેઓ તેનાથી વધારે આશ્ચર્ય પામ્યા.


ચિહ્ન ૧૨:૧૮
સદૂકીઓ જેઓ કહે છે કે, મરણોત્થાન નથી, તેઓ તેમની પાસે આવ્યા. અને તેઓએ ઈસુને પૂછ્યું કે,


ચિહ્ન ૧૨:૨૪
ઈસુએ તેઓને કહ્યું કે, 'શું તમે આ કારણથી ભૂલ નથી કરતા, કે તમે પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી?


ચિહ્ન ૧૨:૨૮
શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની વાતો સાંભળી. અને ઈસુએ તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેમને પૂછ્યું કે, 'બધી આજ્ઞાઓમાં મુખ્ય કંઈ છે?'


ચિહ્ન ૧૨:૨૯
ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ, સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર તે એક જ છે;


ચિહ્ન ૧૨:૩૪
તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું કે, 'તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.' ત્યાર પછી કોઈએ તેમને પૂછવાની હિંમત કરી નહિ.


ચિહ્ન ૧૨:૩૫
ભક્તિસ્થાનમાં બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે, ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?


ચિહ્ન ૧૨:૩૮
ઈસુએ બોધ કરતાં તેઓને કહ્યું કે, 'શાસ્ત્રીઓથી સાવધાન રહો; તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, ચોકમાં સલામો,


ચિહ્ન ૧૨:૪૧
ઈસુએ દાનપેટીની સામે બેસીને, લોકો પેટીમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું અને ઘણાં શ્રીમંતો તેમાં વધારે નાખતા હતા.


ચિહ્ન ૧૨:૪૩
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે.


ચિહ્ન ૧૩:૧
ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, 'ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!'


ચિહ્ન ૧૩:૨
ઈસુએ તેને કહ્યું કે, 'શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.'


ચિહ્ન ૧૩:૫
ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, 'કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.


ચિહ્ન ૧૪:૧
હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા.


ચિહ્ન ૧૪:૩
જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.


ચિહ્ન ૧૪:૬
પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે.


ચિહ્ન ૧૪:૧૦
બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને તેઓના હાથમાં પકડાવે.


ચિહ્ન ૧૪:૧૧
તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.


ચિહ્ન ૧૪:૧૨
બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, 'તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?'


ચિહ્ન ૧૪:૧૩
ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, 'શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો.


ચિહ્ન ૧૪:૧૬
શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.


ચિહ્ન ૧૪:૧૮
અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે.'


ચિહ્ન ૧૪:૧૯
તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, 'શું તે હું છું?'


ચિહ્ન ૧૪:૨૨
તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, 'લો, આ મારું શરીર છે.'


ચિહ્ન ૧૪:૨૪
ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેવડાવેલું આવ્યું છે.


ચિહ્ન ૧૪:૨૭
ઈસુ તેઓને કહે છે કે, 'તમે સઘળા ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે.


ચિહ્ન ૧૪:૨૯
પણ પિતરે ઈસુને કહ્યું કે, 'જોકે બધા ભલે ઠોકર ખાય. હું તો નહિ ભૂલું.'


ચિહ્ન ૧૪:૩૦
ઈસુ તેને કહે છે, કે 'હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.'


ચિહ્ન ૧૪:૩૨
તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.'


ચિહ્ન ૧૪:૩૩
ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.


ચિહ્ન ૧૪:૩૪
ઈસુ તેઓને કહે છે, 'મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.'


ચિહ્ન ૧૪:૩૭
ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, 'સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?


ચિહ્ન ૧૪:૪૦
ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.


ચિહ્ન ૧૪:૪૧
ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, 'શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.


ચિહ્ન ૧૪:૪૩
તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તરવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.


ચિહ્ન ૧૪:૪૪
હવે ઈસુને પકડાવનારે તેઓને એવી નિશાની આપી હતી કે, 'જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈ લઈ જજો.'


ચિહ્ન ૧૪:૪૫
ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, 'ગુરુજી.' અને તે તેમને ચૂમ્યો.


ચિહ્ન ૧૪:૪૬
ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.


ચિહ્ન ૧૪:૪૮
ઈસુએ તેઓને કહ્યું કે, 'જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?


ચિહ્ન ૧૪:૫૦
બધા ઈસુને મૂકીને નાસી ગયા.


ચિહ્ન ૧૪:૫૩
તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.


ચિહ્ન ૧૪:૫૫
હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.


ચિહ્ન ૧૪:૬૦
પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, 'શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?'


ચિહ્ન ૧૪:૬૧
પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, 'શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?'


ચિહ્ન ૧૪:૬૨
ઈસુએ કહ્યું કે, 'હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશનાં વાદળાંપર આવતા જોશો.


ચિહ્ન ૧૪:૬૪
તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?' બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.


ચિહ્ન ૧૪:૬૭
અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, 'તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.'


ચિહ્ન ૧૪:૭૨
તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.


ચિહ્ન ૧૫:૧
સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.


ચિહ્ન ૧૫:૨
પિલાતે ઈસુને પૂછ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, 'તું કહે છે તે જ હું છું.'


ચિહ્ન ૧૫:૫
પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.


ચિહ્ન ૧૫:૧૧
પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.


ચિહ્ન ૧૫:૧૪
પિલાતે તેઓને કહ્યું કે, 'શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?' પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, 'ઈસુને વધસ્તંભે જડાવો.'


ચિહ્ન ૧૫:૧૫
ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.


ચિહ્ન ૧૫:૧૬
સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડી ખડી કરી.


ચિહ્ન ૧૫:૧૯
તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં.


ચિહ્ન ૧૫:૨૧
સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે સીમમાંથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો.


ચિહ્ન ૧૫:૨૩
તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી.


ચિહ્ન ૧૫:૨૪
સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.


ચિહ્ન ૧૫:૨૫
સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં.


ચિહ્ન ૧૫:૨૬
તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે "યહૂદીઓનો રાજા."


ચિહ્ન ૧૫:૨૭
ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.


ચિહ્ન ૧૫:૨૯
પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, 'વાહ રે! ભક્તિસ્થાનને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર,


ચિહ્ન ૧૫:૩૨
ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.' વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.


ચિહ્ન ૧૫:૩૪
બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, 'એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'


ચિહ્ન ૧૫:૩૭
ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.


ચિહ્ન ૧૫:૪૧
જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.


ચિહ્ન ૧૫:૪૩
ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો પાર્થિવ દેહ માગ્યો.


ચિહ્ન ૧૫:૪૪
પિલાત આશ્ચર્ય પામ્યો કે, 'શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!' તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, 'ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?'


ચિહ્ન ૧૬:૬
પણ તે તેઓને કહે છે કે, 'ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે.


ચિહ્ન ૧૬:૯
હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા.


ચિહ્ન ૧૬:૧૧
ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહિ.


ચિહ્ન ૧૬:૧૨
એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા.


ચિહ્ન ૧૬:૧૪
ત્યાર પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યાં પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું.


ચિહ્ન ૧૬:૧૫
ઈસુએ તેઓને કહ્યું કે, 'આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો.


ચિહ્ન ૧૬:૧૯
પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા.


એલજે ૧:૩૧
જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે.


એલજે ૨:૨૧
આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું.


એલજે ૨:૨૭
તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા.


એલજે ૨:૪૨
જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયા.


એલજે ૨:૪૩
પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ.


એલજે ૨:૪૪
પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા.


એલજે ૨:૪૫
ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછા ગયા.


એલજે ૨:૪૯
ઈસુએ તેઓને કહ્યું કે 'તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?'


એલજે ૨:૫૦
જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.


એલજે ૨:૫૧
ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.


એલજે ૨:૫૨
ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.


એલજે ૩:૨૧
સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગો ઊઘડી ગયાં;


એલજે ૩:૨૩
ઈસુ પોતે [બોધ] કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને (લોકોના ધાર્યા પ્રમાણે) તે યૂસફના દીકરા હતા, જે એલીનો [દીકરો],


એલજે ૪:૧
ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા,


એલજે ૪:૨
તે [દરમિયાન] શેતાને ઈસુની પરીક્ષણ કરી; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.


એલજે ૪:૩
શેતાને ઈસુને કહ્યું કે, 'જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય.


એલજે ૪:૪
ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.'


એલજે ૪:૬
શેતાને ઈસુને કહ્યું કે, 'આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;


એલજે ૪:૮
અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.'


એલજે ૪:૯
તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ.


એલજે ૪:૧૨
ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.'


એલજે ૪:૧૪
ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.


એલજે ૪:૧૬
નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.


એલજે ૪:૨૦
પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.


એલજે ૪:૨૧
ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, 'આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.'


એલજે ૪:૨૩
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.' કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.


એલજે ૪:૨૪
ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.


એલજે ૪:૨૯
તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.


એલજે ૪:૩૦
પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.


એલજે ૪:૩૧
પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;


એલજે ૪:૩૪
'અરે, ઈસુ નાઝીરી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!'


એલજે ૪:૩૫
ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળ'. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો.


એલજે ૪:૩૭
આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.


એલજે ૪:૩૮
સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી.


એલજે ૪:૩૯
તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.


એલજે ૪:૪૦
સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.


એલજે ૪:૪૨
દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં.


એલજે ૫:૧
હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા.


એલજે ૫:૩
તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હંકારવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.


એલજે ૫:૪
ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, 'હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.'


એલજે ૫:૮
તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.'


એલજે ૫:૧૦
તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, 'બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.'


એલજે ૫:૧૧
તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.


એલજે ૫:૧૨
એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તનો એક રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, 'પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.'


એલજે ૫:૧૩
ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, 'હું ચાહું છું, તું શુદ્ધ થા.' અને તરત તેનો રક્તપિત્તનો રોગ મટી ગયો.


એલજે ૫:૧૪
ઈસુએ તેને આજ્ઞા કરી કે, 'તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.'


એલજે ૫:૧૫
પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા.


એલજે ૫:૧૬
પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.


એલજે ૫:૧૭
એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા નિયમશાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું.


એલજે ૫:૧૮
જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો;


એલજે ૫:૧૯
પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.


એલજે ૫:૨૦
ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, 'હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.'


એલજે ૫:૨૨
ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, 'તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો?


એલજે ૫:૨૭
ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક જકાત ઉઘરાવનાર દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, 'મારી પાછળ આવ.'


એલજે ૫:૨૯
લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. જકાત ઉઘરાવનાર તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું.


એલજે ૫:૩૧
ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે;


એલજે ૫:૩૪
ઈસુએ તેઓને કહ્યું કે, 'વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?


એલજે ૫:૩૬
ઈસુએ તેઓને એક દ્વષ્ટાંત પણ કહ્યું કે,' નવા કપડાંમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના કપડાંને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે.


એલજે ૬:૧
એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના કણસલાં તોડને હાથમાં મસળીને ખાતા હતા.


એલજે ૬:૩
ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, 'દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે


એલજે ૬:૬
બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.


એલજે ૬:૭
વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે.


એલજે ૬:૮
પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, 'ઊઠીને વચમાં ઊભો રહે.' તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો.


એલજે ૬:૯
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?'


એલજે ૬:૧૦
ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.


એલજે ૬:૧૧
પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, 'ઈસુ વિષે આપણે શું કરીએ?'


એલજે ૬:૧૨
તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી.


એલજે ૬:૧૩
સવાર થતાં ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કર્યા, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને 'પ્રેરિતો' એવું નામ આપ્યું;


એલજે ૬:૧૪
સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું હતું તેને તથા તેના ભાઈ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ અને બર્થોલ્મીને,


એલજે ૬:૧૭
પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા;


એલજે ૬:૧૯
સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.


એલજે ૬:૨૦
ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, 'ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.


એલજે ૬:૩૯
ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, 'શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ?


એલજે ૭:૧
લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કપરનાહૂમમાં ગયા.


એલજે ૭:૩
ઈસુ વિશે સૂબેદારે સાંભળતાં તેણે યહૂદીઓના કેટલાક વડીલોને એવી વિનંતી કરી કે, 'તમે આવીને મારા ચાકરને બચાવો.'


એલજે ૭:૪
ત્યારે લોકોએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરતાં કહ્યું કે, 'જેને સારુ તમે આટલું કરો તેને તે યોગ્ય છે;


એલજે ૭:૬
એટલે ઈસુ તેઓની સાથે ગયા. અને ઈસુ તેના ઘરથી થોડે દૂર હતા એટલામાં સૂબેદારે ઈસુ પાસે મિત્રો મોકલીને કહેવડાવ્યું કે, 'પ્રભુ, આપ તસ્દી ન લેશો, કેમ કે તમે મારે ઘરે આવો એવો હું યોગ્ય નથી;


એલજે ૭:૯
એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા, અને ફરીને પોતાની પાછળ આવેલા લોકોને ઈસુએ કહ્યું કે, 'હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.'


એલજે ૭:૧૧
થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણાં લોકો પણ તેમની સાથે ગયા.


એલજે ૭:૧૩
તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, 'રડીશ નહિ.'


એલજે ૭:૧૪
ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેના ઠાઠડી એટલે તે મૃતદેહ ઊંચકનારાં ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, 'જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.'


એલજે ૭:૧૫
જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.


એલજે ૭:૨૧
તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા.


એલજે ૭:૨૨
ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે,


એલજે ૭:૨૪
યોહાનના સંદેશવાહકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, 'અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?


એલજે ૭:૩૬
કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા.


એલજે ૭:૩૭
જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને,


એલજે ૭:૩૯
હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, 'જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.'


એલજે ૭:૪૦
આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'સિમોન, મારે તને કંઈ કહેવું છે.' ત્યારે તેણે ઈસુને કહ્યું કે, 'કહો ને, પ્રભુ.'


એલજે ૭:૪૧
[ઈસુએ કહ્યું] 'એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.


એલજે ૭:૪૪
પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, 'આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે.


એલજે ૭:૪૮
ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, 'તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.'


એલજે ૭:૪૯
ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, 'આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?'


એલજે ૭:૫૦
ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, 'તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.'


એલજે ૮:૧
થોડા સમય પછી ઈસુ શહેરેશહેર તથા ગામેગામ ઈશ્વરના રાજ્યની સુવાર્તા કહેતાં ફર્યા અને બાર શિષ્યો પણ તેમની સાથે હતા,


એલજે ૮:૩
હેરોદના કારભારી ખોઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાના નાણાં વાપરીને ઈસુની સેવા કરતી હતી તેઓ પણ તેમની સાથે હતી.


એલજે ૮:૮
વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,' એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.'


એલજે ૮:૯
તેમના શિષ્યોએ ઈસુને પૂછ્યું કે, 'એ દ્રષ્ટાંતનો અર્થ શો છે?'


એલજે ૮:૧૦
ઈસુએ કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.


એલજે ૮:૧૯
ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ.


એલજે ૮:૨૦
અને ઈસુને કોઈએ ખબર આપી કે, 'તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.'


એલજે ૮:૨૨
એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, 'આપણે સરોવરને સામે પાર જઈએ;' અને તેઓ નીકળ્યા.


એલજે ૮:૨૩
અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.


એલજે ૮:૨૪
એટલે શિષ્યોએ ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, 'ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!' ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ.


એલજે ૮:૨૫
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારો વિશ્વાસ ક્યાં છે?' તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, 'આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?'


એલજે ૮:૨૭
પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.


એલજે ૮:૨૮
તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, 'ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.'


એલજે ૮:૨૯
કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખીને જંગલમાં જતો રહેતો હતો.


એલજે ૮:૩૦
ઈસુએ તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે કહ્યું કે, 'સેના,' કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં.


એલજે ૮:૩૧
દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, 'અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.'


એલજે ૮:૩૨
હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને 'તેઓમાં પેસવાની રજા આપો.' ઈસુએ તેઓને રજા આપી.


એલજે ૮:૩૫
જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ કપડાં પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા.


એલજે ૮:૩૭
ગેરાસીનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, 'અમારી પાસેથી ચાલ્યા જાઓ.' તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.


એલજે ૮:૩૮
પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે,


એલજે ૮:૩૯
'તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.' અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.


એલજે ૮:૪૦
ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા ઈસુની રાહ જોતાં હતા.


એલજે ૮:૪૧
જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે સભાસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, 'મારે ઘરે પધારો.'


એલજે ૮:૪૨
કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી.


એલજે ૮:૪૪
તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો.


એલજે ૮:૪૫
ઈસુએ કહ્યું કે, 'મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, 'ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.'


એલજે ૮:૪૬
પણ ઈસુએ કહ્યું કે, 'કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.'


એલજે ૮:૪૭
જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું.


એલજે ૮:૪૮
ઈસુએ તેને કહ્યું કે, 'દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.'


એલજે ૮:૪૯
ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનનાં અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, 'તારી દીકરી મરી ગઈ છે, પ્રભુને તસ્દી ન આપીશ.'


એલજે ૮:૫૦
પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.'


એલજે ૮:૫૧
ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ.


એલજે ૮:૫૨
ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.


એલજે ૮:૫૩
તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં.


એલજે ૮:૫૪
પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, 'દીકરી, ઊઠ.'


એલજે ૮:૫૫
અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો.


એલજે ૯:૧
ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં;


એલજે ૯:૨
ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.


એલજે ૯:૩
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી મુસાફરીને સારુ કંઈ લેતા નહિ; લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી કપડાં પણ લેશો નહિ.


એલજે ૯:૯
હેરોદે કહ્યું કે, 'યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?' અને હેરોદ ઈસુને મળવા ઉત્સુક બની ગયો.


એલજે ૯:૧૦
પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.


એલજે ૯:૧૧
લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.


એલજે ૯:૧૨
દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર [શિષ્યોએ] આવીને ઈસુને કહ્યું કે, 'લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.'


એલજે ૯:૧૩
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' શિષ્યોએ કહ્યું કે, 'અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.'


એલજે ૯:૧૪
કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.


એલજે ૯:૧૬
પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.


એલજે ૯:૧૮
એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, 'હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?'


એલજે ૯:૨૦
ઈસુએ તેઓને કહ્યું કે, 'પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?' પિતરે ઉત્તર આપતા કહ્યું કે, 'ઈશ્વરના ખ્રિસ્ત.'


એલજે ૯:૨૧
પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, 'એ વાત કોઈને કહેશો નહિ.'


એલજે ૯:૨૨
વળી, ઈસુએ તેઓને કહ્યું કે, 'માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.'


એલજે ૯:૨૩
ઈસુએ બધાને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.


એલજે ૯:૨૮
એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા.


એલજે ૯:૨૯
ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં.


એલજે ૯:૩૧
તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.


એલજે ૯:૩૨
હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનું ગૌરવ જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા.


એલજે ૯:૩૩
તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.


એલજે ૯:૩૬
તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.


એલજે ૯:૩૭
બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા.


એલજે ૯:૪૧
ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, 'ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.'


એલજે ૯:૪૨
તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.


એલજે ૯:૪૩
ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું,


એલજે ૯:૪૫
પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.


એલજે ૯:૪૭
પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું,


એલજે ૯:૪૮
ઈસુએ તેઓને કહ્યું કે, 'જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે.'


એલજે ૯:૫૦
પણ ઈસુએ કહ્યું કે, 'તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.'


એલજે ૯:૫૧
એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.


એલજે ૯:૫૨
ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.


એલજે ૯:૫૩
પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.


એલજે ૯:૫૫
ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં.


એલજે ૯:૫૭
તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.'


એલજે ૯:૫૮
ઈસુએ તેને કહ્યું કે, 'શિયાળોને દર હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.'


એલજે ૯:૫૯
ઈસુએ બીજાને કહ્યું કે, 'મારી પાછળ આવ.' પણ તેણે કહ્યું કે, 'પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.'


એલજે ૯:૬૨
પણ ઈસુએ તેને કહ્યું કે, 'કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.'


એલજે ૧૦:૨
ઈસુએ તેઓને કહ્યું કે, 'ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.'


એલજે ૧૦:૧૮
ઈસુએ તેઓને કહ્યું કે, 'મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો.


એલજે ૧૦:૨૩
ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, 'જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે.


એલજે ૧૦:૨૬
ઈસુએ તેને કહ્યું કે, 'નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?'


એલજે ૧૦:૨૮
ઈસુએ તેને કહ્યું કે, 'તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.'


એલજે ૧૦:૨૯
પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, 'તો મારો પડોશી કોણ છે?'


એલજે ૧૦:૩૦
ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.


એલજે ૧૦:૩૭
તેણે કહ્યું કે, 'જેણે તેના પર દયા કરી તે.' અને ઈસુએ તેને કહ્યું કે, 'તું જઈને એ પ્રમાણે કર.'


એલજે ૧૦:૩૮
તેઓ રસ્તે ચાલતા હતા એ દરમિયાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો.


એલજે ૧૦:૩૯
મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.


એલજે ૧૦:૪૧
પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે;


એલજે ૧૧:૧
એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.'


એલજે ૧૧:૨
ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંનાં અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.


એલજે ૧૧:૫
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ,


એલજે ૧૧:૧૭
પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'હરેક રાજ્ય જેમાં ફૂટ પડે છે તે ઉજ્જડ થાય છે; અને ઘરમાં ફૂટ પડે, તો તે પડી જાય છે;


એલજે ૧૧:૨૭
એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, 'જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.'


એલજે ૧૧:૨૮
પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.'


એલજે ૧૧:૩૭
ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા.


એલજે ૧૧:૩૮
ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.


એલજે ૧૧:૪૬
ઈસુએ કહ્યું કે, 'ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.


એલજે ૧૧:૫૩
ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને ઉશ્કેરવા લાગ્યા.


એલજે ૧૨:૧૪
ઈસુએ કહ્યું કે, 'ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો?'


એલજે ૧૨:૧૫
પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.'


એલજે ૧૨:૧૬
ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ;


એલજે ૧૨:૨૨
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું.


એલજે ૧૩:૧
તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને જણાવ્યું કે, કેટલાક ગાલીલીઓ બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે તેઓની હત્યા કરીને લોહી વહેવડાવ્યું હતું.


એલજે ૧૩:૨
ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, 'તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેમની એવી દશા થઈ એમ તમે માનો છો?'


એલજે ૧૩:૬
ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ.


એલજે ૧૩:૧૦
વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા.


એલજે ૧૩:૧૨
ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, 'બહેન, તારી બીમારી મટી ગઈ છે.'


એલજે ૧૩:૧૩
ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી.


એલજે ૧૩:૧૪
પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનનાં અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, 'છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.'


એલજે ૧૩:૧૭
ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.


એલજે ૧૩:૧૮
ઈસુએ કહ્યું કે, 'ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?


એલજે ૧૩:૨૦
ફરીથી ઈસુએ કહ્યું કે, 'હું ઈશ્વરના રાજ્યને શાની ઉપમા આપું?


એલજે ૧૩:૨૨
ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.'


એલજે ૧૩:૨૩
એક માણસે ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?' પછી ઈસુએ તેઓને કહ્યું કે,


એલજે ૧૩:૩૧
તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે.


એલજે ૧૩:૩૨
ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, આજકાલ તો હું દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને પણ ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.


એલજે ૧૪:૧
અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.


એલજે ૧૪:૩
ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?


એલજે ૧૪:૪
પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.


એલજે ૧૪:૫
ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ?


એલજે ૧૪:૧૨
જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, 'ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.


એલજે ૧૪:૧૬
પણ ઈસુએ તેને કહ્યું કે, 'કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાંને આમંત્રણ આપ્યું.


એલજે ૧૪:૨૫
હવે ઘણાં લોક ઈસુની સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે,


એલજે ૧૫:૧
હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ-કર ઉઘરાવનારાઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.


એલજે ૧૫:૩
ઈસુએ તેઓને આ દૃષ્ટાંત કહ્યું કે,


એલજે ૧૫:૧૧
વળી ઈસુએ કહ્યું કે, 'એક માણસને બે દીકરા હતા.


એલજે ૧૬:૧
પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, 'એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે.


એલજે ૧૬:૧૪
અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને તેમની [ઈસુની] મશ્કરી કરી.


એલજે ૧૬:૧૫
ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.


એલજે ૧૭:૧
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'ઠોકર ખાવાનાં પ્રસંગ ન આવે એમ બની શકતું નથી, પણ જેનાંથી ઠોકર આવે છે તેને અફસોસ છે!


એલજે ૧૭:૧૧
એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા.


એલજે ૧૭:૧૨
એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને


એલજે ૧૭:૧૩
બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.'


એલજે ૧૭:૧૬
તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.


એલજે ૧૭:૧૭
ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે?


એલજે ૧૭:૧૯
[ઈસુએ] કહ્યું કે, 'તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.'


એલજે ૧૭:૩૭
અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, 'પ્રભુ, ક્યાં?' અને [ઈસુએ] તેઓને કહ્યું કે, 'જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.'


એલજે ૧૮:૧
સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કંટાળવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે,


એલજે ૧૮:૯
કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,


એલજે ૧૮:૧૫
તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.


એલજે ૧૮:૧૬
તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.


એલજે ૧૮:૧૮
એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, 'ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?'


એલજે ૧૮:૧૯
ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.


એલજે ૧૮:૨૨
ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, 'તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.'


એલજે ૧૮:૨૪
ઈસુએ તેને જોઈને કહ્યું કે, 'જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!


એલજે ૧૮:૨૭
પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.'


એલજે ૧૮:૨૯
ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,


એલજે ૧૮:૩૧
ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,' જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.


એલજે ૧૮:૩૫
એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.


એલજે ૧૮:૩૭
તેઓએ તેને કહ્યું કે, 'ઈસુ નાઝીરી પાસે થઈને જાય છે.'


એલજે ૧૮:૩૮
તેણે બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.'


એલજે ૧૮:૪૦
ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,


એલજે ૧૮:૪૨
ઈસુએ તેને કહ્યું કે, 'તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,'


એલજે ૧૯:૧
ઈસુ યરીખોમાં થઈને જતા હતા.


એલજે ૧૯:૩
તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો.


એલજે ૧૯:૪
તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા.


એલજે ૧૯:૫
તે જગ્યાએ ઈસુ આવ્યા. તેમણે ઊંચે જોઈને કહ્યું, 'જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘરે છે.'


એલજે ૧૯:૬
તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા.


એલજે ૧૯:૭
બધાએ તે જોઈને કચકચ કરી કે, ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે.


એલજે ૧૯:૯
ઈસુએ તેને કહ્યું કે, 'આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે.


એલજે ૧૯:૧૧
તેઓ આ વચન સાંભળતાં હતા, ત્યારે ઈસુએ અન્ય એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.


એલજે ૧૯:૧૨
માટે ઈસુએ કહ્યું કે, 'એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો.


એલજે ૧૯:૨૯
એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે,


એલજે ૧૯:૩૨
જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું.


એલજે ૧૯:૩૫
તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં કપડાં નાખીને ઈસુને તેના પર સવાર થયા.


એલજે ૧૯:૩૬
ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં કપડાં માર્ગમાં પાથર્યાં.


એલજે ૧૯:૩૭
ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે,


એલજે ૧૯:૩૯
લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.'


એલજે ૧૯:૪૦
ઈસુએ ઉત્તર આપ્યો કે, 'હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.'


એલજે ૧૯:૪૧
ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે,


એલજે ૧૯:૪૫
ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.'


એલજે ૧૯:૪૭
ઈસુ રોજ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા;


એલજે ૧૯:૪૮
શું કરવું તે તેઓને સમજાયું નહિ; કેમ કે બધા લોકો એક ચિત્તે ઈસુને સાંભળતાં હતા.


એલજે ૨૦:૧
તે અરસામાં એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા.


એલજે ૨૦:૩
ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, 'હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો


એલજે ૨૦:૮
ઈસુએ તેઓને કહ્યું કે, "હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.'


એલજે ૨૦:૧૭
પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે 'આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર (કોણશિલા) થયો.


એલજે ૨૦:૨૧
તેઓએ ઈસુને પૂછ્યું કે, 'ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કોઈની શરમ રાખતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;


એલજે ૨૦:૨૩
પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે,


એલજે ૨૦:૨૫
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.'


એલજે ૨૦:૨૬
લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.


એલજે ૨૦:૩૪
ઈસુએ તેઓને કહ્યું કે, 'આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે;


એલજે ૨૦:૪૧
ઈસુએ તેઓને કહ્યું કે, 'ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?


એલજે ૨૦:૪૫
સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે,


એલજે ૨૧:૧
ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ધર્મ ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા.


એલજે ૨૧:૩
ત્યારે ઈસુએ કહ્યું કે, 'હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે.


એલજે ૨૧:૫
સુંદર પથ્થરોથી તથા ધર્મ દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે,


એલજે ૨૧:૮
ઈસુએ કહ્યું કે, 'કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.'


એલજે ૨૧:૧૦
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,' પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે;


એલજે ૨૧:૨૯
ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ.


એલજે ૨૧:૩૭
ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા.


એલજે ૨૨:૨
ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.


એલજે ૨૨:૪
તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.


એલજે ૨૨:૬
તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.


એલજે ૨૨:૮
ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, 'જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.'


એલજે ૨૨:૯
તેઓએ ઈસુને કહ્યું કે, 'અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?'


એલજે ૨૨:૧૦
ઈસુએ તેઓને કહ્યું કે, 'જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.'


એલજે ૨૨:૧૩
તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.


એલજે ૨૨:૧૫
ઈસુએ તેઓને કહ્યું કે, 'મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી.


એલજે ૨૨:૧૭
ઈસુએ પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે, 'આ લો, અને માંહોમાંહે વહેંચો.


એલજે ૨૨:૧૯
પછી ઈસુએ રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, 'આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.'


એલજે ૨૨:૨૫
ઈસુએ તેઓને કહ્યું કે, 'વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.


એલજે ૨૨:૩૪
પણ ઈસુએ કહ્યું કે, 'પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, 'હું તને ઓળખતો નથી', એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.'


એલજે ૨૨:૩૯
બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા.


એલજે ૨૨:૪૦
ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.'


એલજે ૨૨:૪૩
આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.


એલજે ૨૨:૪૫
પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને થાકને લીધે નિદ્રાવશ થયેલા જોયા,


એલજે ૨૨:૪૬
ઈસુએ તેઓને કહ્યું કે, 'કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.'


એલજે ૨૨:૪૭
તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.


એલજે ૨૨:૪૮
પણ ઈસુએ તેને કહ્યું, 'શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?'


એલજે ૨૨:૫૧
પણ ઈસુએ કહ્યું કે, 'હવે બસ કરો'. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.


એલજે ૨૨:૫૨
જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, 'જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો?


એલજે ૨૨:૫૪
તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.


એલજે ૨૨:૬૧
પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, "ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે."


એલજે ૨૨:૬૩
ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો.


એલજે ૨૨:૬૭
"જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો." પણ ઈસુએ તેઓને કહ્યું કે, "જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી


એલજે ૨૩:૧
અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા.


એલજે ૨૩:૩
અને પિલાતે ઈસુને પૂછ્યું, 'શું તું યહૂદીઓના રાજા છે?' અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, 'તમે કહો છો તે બરાબર છે.'


એલજે ૨૩:૫
પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, 'ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.'


એલજે ૨૩:૭
અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.


એલજે ૨૩:૮
હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને મારા દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો.


એલજે ૨૩:૯
હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ.


એલજે ૨૩:૧૪
તેઓને કહ્યું કે, 'આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી;


એલજે ૨૩:૧૮
પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, 'ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.'