A A A A A


શોધો

મેથ્યુ ૧:૧૯
તેનો પતિ યૂસફ ન્યાયી માણસ હતો, જેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા, તેને ગુપ્ત રીતે છોડી દેવાનો વિચાર કર્યો.


મેથ્યુ ૩:૧૫
પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.' ત્યારે યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું.


મેથ્યુ ૫:૬
જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.


મેથ્યુ ૫:૧૦
ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.


મેથ્યુ ૫:૨૦
કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.


મેથ્યુ ૫:૨૨
પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને 'બેવકૂફ' કહેશે, તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે 'તું મૂર્ખ છે', તે નરકાગ્નિના જોખમમાં આવશે.


મેથ્યુ ૫:૨૫
જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે.


મેથ્યુ ૫:૪૫
એ માટે કે તમે સ્વર્ગમાંનાં તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકળે છે.


મેથ્યુ ૬:૧
માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંનાં તમારા પિતાથી તમને બદલો મળશે નહિ.


મેથ્યુ ૬:૩૩
પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.


મેથ્યુ ૭:૧
કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે.


મેથ્યુ ૭:૨
કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.


મેથ્યુ ૯:૧૩
પણ, 'બલિદાન કરતાં હું દયા ચાહું છું,' એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું."


મેથ્યુ ૧૦:૧૫
હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.


મેથ્યુ ૧૦:૧૭
તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.


મેથ્યુ ૧૦:૪૧
પ્રબોધકોને નામે પ્રબોધકનો આવકાર જે કરે છે, તે પ્રબોધકનું બદલો પામશે; અને ન્યાયીને નામે ન્યાયીનો આવકાર જે કરે છે તે ન્યાયીનું બદલો પામશે.


મેથ્યુ ૧૧:૨૨
વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.


મેથ્યુ ૧૧:૨૪
વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે."


મેથ્યુ ૧૨:૧૮
"જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે; તેના પર હું મારો આત્મા મૂકીશ; અને તે બઘા જ દેશોનો ન્યાયચુકાદો પ્રગટ કરશે.


મેથ્યુ ૧૨:૨૦
જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે.


મેથ્યુ ૧૨:૨૭
જો હું બાલઝબૂલની મદદથી ભૂતોને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.


મેથ્યુ ૧૨:૩૬
વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.


મેથ્યુ ૧૨:૩૭
કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે."


મેથ્યુ ૧૨:૪૧
ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.


મેથ્યુ ૧૨:૪૨
દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.


મેથ્યુ ૧૩:૧૭
કારણ કે હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.


મેથ્યુ ૧૩:૪૩
ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.


મેથ્યુ ૧૩:૪૯
એમ જ જગતને અંતે પણ થશે. સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે;


મેથ્યુ ૧૯:૨૮
ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.'


મેથ્યુ ૨૦:૧૩
પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો?


મેથ્યુ ૨૧:૩૨
કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.


મેથ્યુ ૨૩:૨૩
ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.


મેથ્યુ ૨૩:૨૫
ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે થાળીવાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે.


મેથ્યુ ૨૩:૨૮
તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.


મેથ્યુ ૨૩:૨૯
ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો;


મેથ્યુ ૨૩:૩૫
કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને ભક્તિસ્થાનની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.


મેથ્યુ ૨૪:૧૨
અન્યાય વધી જવાનાં કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.


મેથ્યુ ૨૫:૩૭
ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને [પાણી] પાયું?'


મેથ્યુ ૨૫:૪૬
તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.'


મેથ્યુ ૨૬:૫૯
મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી;


મેથ્યુ ૨૭:૧૯
જયારે ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, 'તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.'


મેથ્યુ ૨૭:૨૪
જયારે પિલાતે જોયું કે મારું કંઈ ચાલતું નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, 'એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; તે તમે પોતે જાણો.'


ચિહ્ન ૨:૧૭
ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, 'જેઓ સાજાં છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.'


ચિહ્ન ૬:૨૦
કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગભરાતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.


ચિહ્ન ૧૩:૯
પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે.


ચિહ્ન ૧૪:૫૫
હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.


ચિહ્ન ૧૫:૧
સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.


ચિહ્ન ૧૫:૪૩
ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો પાર્થિવ દેહ માગ્યો.


એલજે ૧:૬
તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.


એલજે ૧:૧૭
તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.


એલજે ૧:૭૫
પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.


એલજે ૨:૨૫
ત્યારે જુઓ, સિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો.


એલજે ૫:૩૨
ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.'


એલજે ૬:૩૭
કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે.


એલજે ૭:૨૯
એ સાંભળીને બધા લોકોએ તથા જકાત ઉઘરાવનારાઓ સહિત જેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ 'ઈશ્વર ન્યાયી છે' એમ કબૂલ કર્યું.


એલજે ૧૦:૧૪
તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે.


એલજે ૧૦:૨૯
પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, 'તો મારો પડોશી કોણ છે?'


એલજે ૧૧:૧૯
જો હું બાલઝબૂલની મદદથી ભૂતો કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.


એલજે ૧૧:૩૧
દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.


એલજે ૧૧:૩૨
નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.


એલજે ૧૧:૪૨
પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા રિયું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.


એલજે ૧૨:૧૪
ઈસુએ કહ્યું કે, 'ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો?'


એલજે ૧૨:૫૮
તું તારા વાદીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.


એલજે ૧૩:૨૭
પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.


એલજે ૧૪:૧૪
તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.'


એલજે ૧૫:૭
હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.


એલજે ૧૬:૮
તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.


એલજે ૧૬:૯
અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.


એલજે ૧૬:૧૦
જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે.


એલજે ૧૬:૧૧
માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે?


એલજે ૧૬:૧૫
ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.


એલજે ૧૮:૨
'એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો;


એલજે ૧૮:૩
તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવીને કરગરતી હતી કે 'મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.'


એલજે ૧૮:૫
તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.'


એલજે ૧૮:૬
પ્રભુએ કહ્યું કે, 'એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.


એલજે ૧૮:૭
(એ ન્યાયાધીશની માફક) ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?'


એલજે ૧૮:૮
હું તમને કહું છું કે, 'તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?'


એલજે ૧૮:૯
કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,


એલજે ૧૮:૧૧
ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, 'ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી ઉપકારસ્તુતિ કરું છું.


એલજે ૧૮:૧૪
હું તમને કહું છું કે, 'પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઉચો કરવામાં આવશે.'


એલજે ૧૯:૮
જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, 'પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,'


એલજે ૧૯:૨૨
કુલવાન માણસે તેને કહ્યું, 'ઓ દુષ્ટ નોકર, તારા પોતાના મુખથી હું તારો ન્યાય કરીશ; હું કડક માણસ છું, જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો;


એલજે ૨૦:૨૦
તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.


એલજે ૨૨:૩૦
કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.'


એલજે ૨૨:૬૬
દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે,


એલજે ૨૩:૪૭
જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, 'ખરેખર આ તો ન્યાયી માણસ હતા.'


એલજે ૨૩:૫૦
હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો,


જ્હોન ૫:૨૨
કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે


જ્હોન ૫:૨૭
ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે.


જ્હોન ૫:૩૦
હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચૂકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.


જ્હોન ૭:૧૮
જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.


જ્હોન ૭:૨૪
દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.'


જ્હોન ૭:૫૧
'માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?'


જ્હોન ૮:૧૫
તમે માનવીય રીતે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી.


જ્હોન ૮:૧૬
વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાયચૂકાદો સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે.


જ્હોન ૮:૨૬
મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.'


જ્હોન ૮:૫૦
પણ હું મારું પોતાનું માન શોધતો નથી; શોધનાર તથા ન્યાય કરનાર એક છે.


જ્હોન ૯:૩૯
ઈસુએ કહ્યું કે, 'જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.'


જ્હોન ૧૨:૩૧
હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.


જ્હોન ૧૨:૪૭
જો કોઈ મારી વાતો સાંભળીને તેને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું માનવજગતને દોષિત ઠરાવવા માટે નહીં, પણ માનવ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.


જ્હોન ૧૨:૪૮
જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે.


જ્હોન ૧૬:૮
જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;


જ્હોન ૧૬:૧૦
ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી મને જોશો નહિ;


જ્હોન ૧૬:૧૧
ન્યાયચૂકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.


જ્હોન ૧૭:૨૫
ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે;


જ્હોન ૧૮:૩૧
ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, 'તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,' યહૂદીઓએ તેમને કહ્યું કે, 'કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.'


જ્હોન ૧૯:૧૩
ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં 'ગાબ્બાથા' કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.


અધિનિયમો ૩:૧૪
તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને,


અધિનિયમો ૭:૭
વળી ઈશ્વરે કહ્યું કે, 'તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.'


અધિનિયમો ૭:૨૪
તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને મૂસાએ તેની સહાય કરી, અને મિસરીને મારી નાખીને પોતાના જે ભાઈ પર જુલમ થતો હતો તેનું વૈર વાળ્યું.


અધિનિયમો ૭:૨૬
તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે સમયે મૂસા તેઓની પાસે આવ્યો તેણે તેઓની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી કહ્યું કે, 'ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?'


અધિનિયમો ૭:૨૭
પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, 'અમારા પર તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?


અધિનિયમો ૭:૩૫
જે મૂસાનો નકાર કરીને તેઓએ કહ્યું હતું કે, 'તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?' તેને જે સ્વર્ગદૂત તેને ઝાડવાં મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધારક થવા સારુ મોકલ્યો.


અધિનિયમો ૭:૫૨
પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે અગાઉથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા; અને હવે તમે, જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ.


અધિનિયમો ૭:૫૩
તે તમે, તે ન્યાયી ને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો."


અધિનિયમો ૮:૩૩
તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો."


અધિનિયમો ૧૦:૨૨
ત્યારે તેઓએ કહ્યું કે, કર્નેલ્યસ નામે એક સેનાપતિ જે ન્યાયી તથા ઈશ્વરનું સન્માન જાળવનાર વ્યક્તિ છે, અને તેને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેને પવિત્ર સ્વર્ગદૂતની મારફતે આજ્ઞા મળી છે કે તે તને તેના ઘરે તેડાવીને તમારી વાતો સાંભળે.


અધિનિયમો ૧૦:૩૫
પણ દરેક દેશમાં જે કોઈ તેમનું સન્માન જાળવે છે, અને ન્યાયીપણે વર્તે છે, તેઓ તેમને માન્ય છે.


અધિનિયમો ૧૦:૪૨
તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વર એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ નીમ્યા છે.


અધિનિયમો ૧૩:૧૦
'અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?'


અધિનિયમો ૧૩:૨૦
એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.


અધિનિયમો ૧૩:૩૯
અને જે [બાબતો] વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.


અધિનિયમો ૧૭:૩૧
કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા માનવજગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.


અધિનિયમો ૧૮:૧૨
પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ [સંપ કરીને] પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને [પાઉલને] ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,


અધિનિયમો ૧૮:૧૪
પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, 'ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા ગુનાની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;


અધિનિયમો ૧૮:૧૫
પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.'


અધિનિયમો ૧૮:૧૬
એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.


અધિનિયમો ૧૮:૧૭
ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનનાં આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.


અધિનિયમો ૧૯:૩૯
પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.


અધિનિયમો ૨૨:૧૪
પછી તેણે કહ્યું કે, 'આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.


અધિનિયમો ૨૨:૩૦
યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.


અધિનિયમો ૨૩:૧
ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, 'હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.'


અધિનિયમો ૨૩:૩
ત્યારે પાઉલે તેને કહ્યું કે, 'ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?'


અધિનિયમો ૨૩:૬
પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, 'ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના મરણોત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.'


અધિનિયમો ૨૩:૨૦
તેણે કહ્યું કે, 'યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.


અધિનિયમો ૨૩:૨૮
તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.


અધિનિયમો ૨૪:૬
તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા.


અધિનિયમો ૨૪:૧૦
પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, 'ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.


અધિનિયમો ૨૪:૧૫
હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું મરણોત્થાન થશે.


અધિનિયમો ૨૪:૨૦
હવે આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલૂમ પડ્યો હતો?


અધિનિયમો ૨૪:૨૧
એટલું તો ખરું કે, તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે, મૂએલાઓના મરણોત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.'


અધિનિયમો ૨૪:૨૫
પાઉલ ન્યાયીપણું, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, 'હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.'


અધિનિયમો ૨૫:૬
તેઓ સાથે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી.


અધિનિયમો ૨૫:૯
પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, 'શું તું યરુશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?'


અધિનિયમો ૨૫:૧૦
પણ પાઉલે કહ્યું કે, કાઈસારનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો.


અધિનિયમો ૨૫:૧૨
ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, 'તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે.


અધિનિયમો ૨૫:૧૭
તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો.


અધિનિયમો ૨૫:૨૦
એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવાં ઇચ્છે છે?


અધિનિયમો ૨૬:૬
હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે આશાવચનની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;


અધિનિયમો ૨૮:૪
ત્યાંના વતનીઓએ તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જોકે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.


રોમન ૧:૧૭
કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, 'ન્યાયી વિશ્વાસથી જીવશે.'


રોમન ૧:૧૮
કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓની સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.


રોમન ૧:૨૯
તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,


રોમન ૨:૧
તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે.


રોમન ૨:૨
પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચૂકાદો સત્યને આધારે આવે છે.


રોમન ૨:૩
અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો?


રોમન ૨:૫
તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરી કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચૂકાદો જાહેર થશે.


રોમન ૨:૮
પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,


રોમન ૨:૧૨
કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે;


રોમન ૨:૧૩
કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે;


રોમન ૨:૧૬
ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.


રોમન ૩:૪
ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, 'તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.'


રોમન ૩:૫
પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું.


રોમન ૩:૬
ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે?


રોમન ૩:૭
પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?


રોમન ૩:૧૦
જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; 'કોઈ ન્યાયી નથી, એક પણ નથી;


રોમન ૩:૨૦
કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.


રોમન ૩:૨૧
પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે;


રોમન ૩:૨૨
એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી;


રોમન ૩:૨૪
પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.


રોમન ૩:૨૫
ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી (લોકો માટે) પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે;


રોમન ૩:૨૬
એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.


રોમન ૩:૨૮
માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.


રોમન ૩:૩૦
કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.


રોમન ૪:૨
કેમ કે ઇબ્રાહિમ જો કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને આત્મપ્રશંસા કરવાનું કારણ છે, પણ ઈશ્વર આગળ નહિ.


રોમન ૪:૩
કેમ કે શાસ્ત્રવચન શું કહે છે? કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયીપણાને અર્થે ગણાયો.


રોમન ૪:૫
પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.


રોમન ૪:૬
તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે,


રોમન ૪:૯
ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે 'ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.'


રોમન ૪:૧૧
અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય.


રોમન ૪:૧૩
કેમ કે દુનિયાના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમશાસ્ત્ર દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું.


રોમન ૪:૨૨
તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.


રોમન ૪:૨૫
તે આપણા અપરાધોને લીધે પરાધીન કરાય, ને આપણા ન્યાયીકરણને માટે પાછા ઉઠાડવામાં આવ્યા.


રોમન ૫:૧
આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ;


રોમન ૫:૭
ન્યાયી મનુષ્યને માટે કયારેક જ કોઈ પોતાનો જીવ આપે, સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે.


રોમન ૫:૯
તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!


રોમન ૫:૧૬
એકના પાપનું જે પરિણામ આવ્યું, તેવું એ દાનનું નથી; કેમ કે એકના અપરાધથી દંડરૂપ ન્યાયચુકાદો થયો, પણ ઘણાં અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.


રોમન ૫:૧૭
કેમ કે જો એકથી એટલે આદમના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!


રોમન ૫:૧૮
માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.


રોમન ૫:૨૧
તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે.


રોમન ૬:૭
કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.


રોમન ૬:૧૩
અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.


રોમન ૬:૧૬
શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?


રોમન ૬:૧૮
તે રીતે તમે પાપથી મુક્ત થઈને, ન્યાયીપણાના દાસ થયા.


રોમન ૬:૧૯
તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.


રોમન ૬:૨૦
કેમ કે જેવા તમે પાપના દાસ હતા તેવા તમે ન્યાયીપણાથી સ્વતંત્ર હતા.


રોમન ૭:૧૨
તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.


રોમન ૮:૧૦
અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.


રોમન ૮:૩૦
વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.


રોમન ૮:૩૩
ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે;


રોમન ૯:૧૪
ત્યારે આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, તેવું ન થાઓ;


રોમન ૯:૩૦
ત્યારે આપણે શું અનુમાન કરીએ? કે બિનયહૂદીઓ ન્યાયીપણાની શોધ કરતા ન હતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.'


રોમન ૯:૩૧
પણ ઇઝરાયલ ન્યાયીપણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયીપણાને પહોંચી શક્યા નહિ.


રોમન ૧૦:૩
કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.


રોમન ૧૦:૪
કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે.


રોમન ૧૦:૫
કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, 'જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના દ્વારા જીવશે.'


રોમન ૧૦:૬
પણ જે ન્યાયીપણું વિશ્વાસ ધ્વારા મળે છે તે એવું કહે છે કે, 'તું તારા અંતઃકરણમાં ન કહે કે, 'સ્વર્ગમાં કોણ ચઢશે?' એટલે ખ્રિસ્તને નીચે લાવવાને;


રોમન ૧૦:૧૦
કારણ કે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે.


રોમન ૧૧:૩૩
આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચૂકાદાઓ કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!


રોમન ૧૪:૧૦
પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.


રોમન ૧૪:૧૭
કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.


૧ કોરીંથી ૧:૩૦
પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે;


૧ કોરીંથી ૪:૩
પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી.


૧ કોરીંથી ૪:૪
કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.


૧ કોરીંથી ૪:૫
માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે.


૧ કોરીંથી ૫:૩
કેમ કે શરીરે હું ગેરહાજર છતાં, આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં એમ, એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું.


૧ કોરીંથી ૫:૧૨
કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ?


૧ કોરીંથી ૫:૧૩
પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.


૧ કોરીંથી ૬:૧
તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતા અવિશ્વાસીઓની આગળ ન્યાય માગવા જાય એ કેવું કહેવાય?


૧ કોરીંથી ૬:૨
સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી?


૧ કોરીંથી ૬:૩
આપણે નર્કદૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય આપણે ના કરી શકીએ?


૧ કોરીંથી ૬:૪
એ માટે જો તમારે આ જિંદગીની બાબતોનો ન્યાય કરવાનો હોય, તો વિશ્વાસી સમુદાયમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવાને બેસાડો છો?


૧ કોરીંથી ૬:૫
હું તમને શરમાવવાને માટે કહું છું. કે શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો એક પણ જ્ઞાની માણસ તમારામાં નથી?


૧ કોરીંથી ૬:૭
માટે હમણાં તમારામાં સાચે જ ગેરસમજ ઊભી થઈ છે, કે, તમે એકબીજા સામે ફરિયાદ કરો છો. એમ કરવાને બદલે તમે અન્યાય કેમ સહન કરતા નથી?


૧ કોરીંથી ૬:૮
ઊલટાનું તમે અન્યાય કરો છો, તથા બીજાનું પડાવી લો છો, અને તે પણ તમારા ભાઈઓનું!


૧ કોરીંથી ૬:૯
શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા [સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ],


૧ કોરીંથી ૬:૧૧
તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો.


૧ કોરીંથી ૧૦:૨૯
હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?


૧ કોરીંથી ૧૧:૩૧
પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.


૧ કોરીંથી ૧૧:૩૨
પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.


૧ કોરીંથી ૧૩:૬
અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે;


૧ કોરીંથી ૧૫:૩૪
ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.


૨ કોરીંથી ૩:૯
કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!


૨ કોરીંથી ૫:૧૦
કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારુ કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારુ આપણને સર્વને ખ્રિસ્તનાં ન્યાયાસનની આગળ હાજર થવું પડશે.


૨ કોરીંથી ૫:૧૬
એ માટે હવેથી અમે માનવીય ધોરણથી કોઈનો ન્યાય કરતા નથી, જો કે ખ્રિસ્તને અમે પહેલા માનવીય ધોરણથી જોયા હતા પણ હવેથી અમે આ રીતે કોઈનો ન્યાય કરતા નથી.


૨ કોરીંથી ૫:૨૧
જેમણે પાપ જાણ્યું ન હતું, તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા, એ સારુ કે આપણે તેમનાંમાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ.


૨ કોરીંથી ૬:૭
સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણાં તથા ડાબા હાથ પર ન્યાયીપણાનાં હથિયારોથી,


૨ કોરીંથી ૬:૧૪
અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય?


૨ કોરીંથી ૭:૨
અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી.


૨ કોરીંથી ૭:૧૨
જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.


૨ કોરીંથી ૯:૯
જેમ લખેલું છે કે, 'તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.'


૨ કોરીંથી ૯:૧૦
જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે;


૨ કોરીંથી ૧૧:૧૫
તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનો પરિણામ આવશે.


ગલાટિયન ૨:૧૬
જાણીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ, પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. અમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે જેથી અમે નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયમશાસ્ત્રની કરણીઓથી કોઈ પણ મનુષ્ય ન્યાયી ઠરશે નહિ.


ગલાટિયન ૨:૧૭
પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના સેવક છે? કદી નહિ.


ગલાટિયન ૨:૨૧
હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો ન્યાયીપણું નિયમશાસ્ત્રથી મળતું હોય તો ખ્રિસ્તનાં મરણનો કોઈ અર્થ નથી.


ગલાટિયન ૩:૬
એ પ્રમાણે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે ન્યાયીપણા અર્થે ગણાયો.


ગલાટિયન ૩:૮
ઈશ્વર વિશ્વાસથી બિનયહૂદીઓને ન્યાયી ઠરાવશે, તે અગાઉથી જાણીને શાસ્ત્રવચને ઇબ્રાહિમને સુવાર્તા પ્રગટ કરી કે, તારા ધ્વારા સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે.


ગલાટિયન ૩:૧૧
તો હવે એ સ્પષ્ટ છે કે નિયમશાસ્ત્રથી ઈશ્વરની આગળ કોઈ પણ ન્યાયી ઠરતું નથી, કેમ કે 'ન્યાયી વિશ્વાસથી જીવશે.'


ગલાટિયન ૩:૨૧
ત્યારે શું નિયમશાસ્ત્ર ઈશ્વરનાં આશાવચનોથી વિરુધ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ જો આપવામાં આવ્યો હોત, તો નિશ્ચે નિયમશાસ્ત્રથી ન્યાયીપણું મળત.


ગલાટિયન ૩:૨૪
એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારુ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ.


ગલાટિયન ૪:૧૨
ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું; તમે મારો કંઈ અન્યાય કર્યો નથી.


ગલાટિયન ૫:૪
તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી દૂર થયા છો.


ગલાટિયન ૫:૫
કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.


એફેસી ૪:૨૪
અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાયેલું છે તે ધારણ કરો.


એફેસી ૫:૯
(કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.)


એફેસી ૬:૧૪
તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને


ફિલિપીયન ૧:૧૧
વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


ફિલિપીયન ૩:૬
ધર્મના આવેશ સંબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.


ફિલિપીયન ૩:૯
અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય;


કોલોસીઅન્સ ૪:૧
માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા ચાકરો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.


૧ થેસ્સાલોનીકી ૨:૧૦
તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, ન્યાયીપણાથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા; તે વિષે તમે અને ઈશ્વર સાક્ષી છો.


૨ થેસ્સાલોનીકી ૧:૫
ઈશ્વરના ન્યાયી ચુકાદાની આ નિશાની છે કે ઈશ્વરનું રાજ્ય જેને સારુ તમે દુઃખ સહન કરો છો, તેને માટે તમે યોગ્ય ગણાશો જ.


૨ થેસ્સાલોનીકી ૨:૧૦
તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ.


૨ થેસ્સાલોનીકી ૨:૧૨
અને તે સર્વનો ન્યાય થાય; જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ પણ અન્યાયમાં આનંદ માણ્યો.


૧ તીમોથી ૧:૯
આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ,


૧ તીમોથી ૩:૧૬
નિર્વિવાદપણે ઈશ્વરપરાયણતાનો મર્મ મોટો છે તેઓ મનુષ્યદેહમાં પ્રગટ થયા, પવિત્ર આત્મામાં ન્યાયી ઠરાવાયા, સ્વર્ગદૂતોનાં જોવામાં આવ્યા, લોકજાતીઓમાં પ્રચાર કરાયા, દુનિયામાં જેમનાં પર વિશ્વાસ કરાયો અને તેમને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.


૧ તીમોથી ૫:૧૨
તેઓ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને ન્યાયશાસનને નોતરે છે.


૧ તીમોથી ૫:૨૪
કેટલાક મનુષ્યોનાં પાપ જાહેર હોવાથી તેમનો ન્યાય પહેલાં થાય છે પણ કેટલાકનાં પછીથી જાહેર થાય છે.


૧ તીમોથી ૬:૧૧
પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ.


૨ તીમોથી ૨:૧૯
પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, 'પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે અન્યાયથી દૂર થવું.'


૨ તીમોથી ૨:૨૨
વળી જુવાનીનાં આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.


૨ તીમોથી ૩:૧૬
દરેક શાસ્ત્રવચન ઈશ્વર પ્રેરિત છે, તે ઉપદેશ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને સારુ ઉપયોગી છે;


૨ તીમોથી ૪:૧
માટે ઈશ્વરની સમક્ષ ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંઓનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ઈસુના પ્રગટ થવાનાં તથા તેમના રાજ્યના [આદેશથી] હું તને આગ્રહથી કહું છું કે,


૨ તીમોથી ૪:૮
અને હવે મારે સારું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે દિવસે અદલ ન્યાયાધીશ પ્રભુ મને તે આપશે; અને કેવળ મને નહિ પણ જે સઘળાં તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.


ટાઇટસ ૧:૮
પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી


ટાઇટસ ૨:૧૨
તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં સમજદારી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું;


ટાઇટસ ૨:૧૪
જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.


ટાઇટસ ૩:૫
ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માના નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા.


ટાઇટસ ૩:૭
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.


ફિલેમોન ૧:૧૮
પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું.


હિબ્રૂ ૧:૮
પણ પુત્ર વિષે તે કહે છે, 'ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.


હિબ્રૂ ૧:૯
તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.


હિબ્રૂ ૫:૧૩
કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે.


હિબ્રૂ ૬:૨
બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનનો અને અનંતકાળના ન્યાયચૂકાદાનો પાયો ફરીથી ન નાખીએ.


હિબ્રૂ ૬:૧૦
કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.


હિબ્રૂ ૭:૨
અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો 'ન્યાયીપણાનો રાજા,' પછી 'શાલેમનો રાજા,' એટલે 'શાંતિનો રાજા' છે.


હિબ્રૂ ૮:૧૨
કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓનાં પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહિ.'


હિબ્રૂ ૯:૨૭
જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.


હિબ્રૂ ૧૦:૧૭
પછી તે કહે છે કે, 'તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.'


હિબ્રૂ ૧૦:૨૭
પણ ન્યાયચૂકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.


હિબ્રૂ ૧૦:૩૦
કેમ કે 'બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.' ત્યાર બાદ ફરી, 'પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,' એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.


હિબ્રૂ ૧૦:૩૮
પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.


હિબ્રૂ ૧૧:૪
વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારુ બલિદાન ઈશ્વરને ચડાવ્યું, તેથી તે ન્યાયી છે, એમ તેના સંબંધી સાક્ષી આપવામાં આવી, કેમ કે ઈશ્વરે તેનાં અર્પણો સંબંધી સાક્ષી આપી; અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે.


હિબ્રૂ ૧૧:૭
નૂહે જે બાબત હજી સુધી જોઈ ન હતી, તે વિષે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના કુટુંબનાં ઉદ્ધારને માટે વહાણ તૈયાર કર્યું, તેથી તેણે માનવજગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે તેનો તે વારસ થયો.


હિબ્રૂ ૧૧:૩૩
તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યાં, ન્યાયી આચરણ કર્યું, આશાવચનો પ્રાપ્ત કર્યાં, સિંહોનાં મુખ બંધ કર્યાં,


હિબ્રૂ ૧૨:૧૧
કોઈ પણ શિક્ષા તે સમયે આનંદકારક નહિ, પણ ખેદકારક લાગે છે; પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.


હિબ્રૂ ૧૨:૨૩
પ્રથમ જન્મેલાં જેઓનાં નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલાં છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે અને સંપૂર્ણ થએલાં ન્યાયીઓના આત્માઓની પાસે,


હિબ્રૂ ૧૩:૪
લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


જેમ્સ ૧:૨૦
કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.


જેમ્સ ૨:૬
પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?


જેમ્સ ૨:૧૨
સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો.


જેમ્સ ૨:૧૩
કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.


જેમ્સ ૨:૨૧
આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઇસહાકનું અર્પણ કર્યું; તેમ કરીને કૃત્યોથી તેને ન્યાયી ઠરાવવાંમાં આવ્યો નહિ?


જેમ્સ ૨:૨૩
એટલે આ શાસ્ત્રવચન સત્ય ઠર્યું કે જેમાં કહેલું છે, 'ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને માટે ન્યાયીપણા અર્થે ગણવામાં આવ્યો; અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.'


જેમ્સ ૨:૨૪
તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કૃત્યોથી મનુષ્યને ન્યાયી ઠરાવવાંમાં આવે છે.


જેમ્સ ૨:૨૫
તે જ પ્રમાણે જયારે રાહાબ ગણિકાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કૃત્યોથી ન્યાયી ઠરાવવાંમાં આવી નહિ?


જેમ્સ ૩:૬
જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે.


જેમ્સ ૩:૧૮
વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.


જેમ્સ ૪:૧૧
ઓ ભાઈઓ અને બહેનો, તમે એકબીજાની નિંદા કરો નહીં; જે પોતાના ભાઈની નિંદા કરે છે અને પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; અને જો તું નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; તો તું નિયમશાસ્ત્રનો અમલ કરનાર નહીં પણ તેનો ન્યાય કરનાર છે.


જેમ્સ ૪:૧૨
નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો ઉદ્ધાર કરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ તું કોણ કે બીજાનો ન્યાય કરે છે?


જેમ્સ ૫:૬
ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી.


જેમ્સ ૫:૯
ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે.


જેમ્સ ૫:૧૬
તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.


૧ પીટર ૧:૧૭
અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.


૧ પીટર ૨:૧૨
વિદેશીઓમાં તમે પોતાનો વ્યવહાર સારો રાખો, કે જેથી તેઓ તમને ખરાબ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારાં સારાં કામ જોઈને તેઓ ન્યાયને દિવસે ઈશ્વરનો મહિમા કરે.


૧ પીટર ૨:૧૯
કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠતાં દુઃખ સહે છે તો તે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.


૧ પીટર ૨:૨૩
તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો.


૧ પીટર ૨:૨૪
લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા.


૧ પીટર ૩:૧૨
કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની તેમની પ્રાર્થના પ્રત્યે તેમના કાન ખુલ્લાં છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિરુદ્ધ છે.


૧ પીટર ૩:૧૪
જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ' અને ગભરાઓ પણ નહિ.


૧ પીટર ૩:૧૮
કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને મનુષ્યદેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.


૧ પીટર ૪:૫
જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;


૧ પીટર ૪:૬
કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીર વિષે માનવીય ધોરણો અનુસાર તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.


૧ પીટર ૪:૧૭
કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?


૧ પીટર ૪:૧૮
'જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?'


૨ પીટર ૧:૧
આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે


૨ પીટર ૨:૪
કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા;


૨ પીટર ૨:૫
તેમ જ [ઈશ્વરે] પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં;


૨ પીટર ૨:૭
અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,


૨ પીટર ૨:૮
કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.


૨ પીટર ૨:૯
પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે,


૨ પીટર ૨:૧૦
અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.


૨ પીટર ૨:૧૨
પણ તેઓ સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.


૨ પીટર ૨:૧૫
ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા;


૨ પીટર ૨:૨૧
કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં આ તેઓ તે [માર્ગ] વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.


૨ પીટર ૩:૭
પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.


૨ પીટર ૩:૧૩
તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.


૧ જ્હોન ૧:૯
જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.


૧ જ્હોન ૨:૧
મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.


૧ જ્હોન ૨:૨૯
જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.


1 Johannesbrevet 3:7
બાળકો, કોઈ તમને ભમાવે નહિ; જેમ તેઓ ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે.


1 Johannesbrevet 3:10
ઈશ્વરનાં બાળકો તથા શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયીપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનો નથી.


1 Johannesbrevet 3:12
જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.


1 Johannesbrevet 4:17
એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ.


1 Johannesbrevet 5:17
સર્વ અન્યાય પાપ છે, અને જે મરણકારક નથી એવું પણ પાપ છે.


જુડ ૧:૬
અને જે નર્કદૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચૂકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.


જુડ ૧:૧૫
સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર સંતો સહિત આવ્યા."


પ્રકટીકરણ ૧૧:૧૮
દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.'


પ્રકટીકરણ ૧૪:૭
તે મોટે અવાજે કહે છે કે, 'ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.'


પ્રકટીકરણ ૧૫:૩
તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતાં હતા કે, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભુત છે; હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.


પ્રકટીકરણ ૧૫:૪
હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે, તમારા નામનો મહિમા કોણ નહિ કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.


પ્રકટીકરણ ૧૬:૫
મેં પાણીના સ્વર્ગદૂતને બોલતાં સાંભળ્યો કે, 'તમે ન્યાયી છો, તમે જે છો અને જે હતા, પવિત્ર ઈશ્વર, કેમ કે તમે અદલ ન્યાયચૂકાદાઓ કર્યા છે;


પ્રકટીકરણ ૧૬:૭
યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, 'હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.'


પ્રકટીકરણ ૧૮:૮
એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુકાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નંખાશે; કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો, તે સમર્થ છે.


પ્રકટીકરણ ૧૯:૨
કેમ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે; કેમ કે જે મોટી વારાંગનાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી, તેનો તેમણે ન્યાય કર્યો છે અને તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે.


પ્રકટીકરણ ૧૯:૮
તેજસ્વી શુદ્ધ તથા બારીક શણનું વસ્ત્ર તેને પહેરવા આપ્યું છે, તે બારીક વસ્ત્ર સંતોના ન્યાયીપણાને દર્શાવે છે.


પ્રકટીકરણ ૧૯:૧૧
પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે 'વિશ્વાસુ તથા સત્ય' છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે.


પ્રકટીકરણ ૨૦:૪
પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું; અને જેઓ ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે મારી નંખાયેલા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને [મેં જોયાં]; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.


પ્રકટીકરણ ૨૦:૧૨
પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.


પ્રકટીકરણ ૨૦:૧૩
સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો.


પ્રકટીકરણ ૨૨:૧૧
જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યો કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય.


Gujarati Bible 2017
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0