A A A A A

શોધો
મેથ્યુ ૮:૨૮
જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા, તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું.


મેથ્યુ ૨૧:૪૬
પણ જયારે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.


ચિહ્ન ૫:૩૩
તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમની આગળ નમીને તેણે તેમને બધું સાચે સાચું કહ્યું.


ચિહ્ન ૬:૨૦
કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગભરાતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.


ચિહ્ન ૯:૬
શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.


ચિહ્ન ૧૦:૩૨
યરુશાલેમની તરફ ઢાળ ચઢતાં તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા; તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી બાર શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે,


ચિહ્ન ૧૧:૧૮
મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા હતા.


ચિહ્ન ૧૬:૮
તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી.


એલજે ૮:૩૭
ગેરાસીનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, 'અમારી પાસેથી ચાલ્યા જાઓ.' તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.


એલજે ૧૨:૪
મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ.


એલજે ૧૨:૫
પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે 'મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.


એલજે ૧૨:૩૨
ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


એલજે ૨૪:૫
તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, 'મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?


જ્હોન ૭:૧૩
તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.


જ્હોન ૯:૨૨
તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, 'તે ખ્રિસ્ત છે' એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.


અધિનિયમો ૪:૬
તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગાં યરુશાલેમમાં એકઠા થયા.


અધિનિયમો ૫:૧૧
આથી આખા વિશ્વાસી સમુદાયને તથા જે લોકોએ એ વાતો સાંભળી તે સર્વને ઘણો ડર લાગ્યો.


અધિનિયમો ૧૯:૩૩
તેઓ [યહૂદીઓ] એલેકઝાન્ડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે એલેકઝાન્ડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.


અધિનિયમો ૨૨:૨૯
ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.


અધિનિયમો ૨૭:૨૪
'પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.


રોમન ૫:૧૬
એકના પાપનું જે પરિણામ આવ્યું, તેવું એ દાનનું નથી; કેમ કે એકના અપરાધથી દંડરૂપ ન્યાયચુકાદો થયો, પણ ઘણાં અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.


રોમન ૧૩:૪
કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે.


૨ કોરીંથી ૫:૧૧
માટે પ્રભુનો ડર રાખીને અમે માણસોને સમજાવીએ છીએ; અમે ઈશ્વર આગળ પ્રગટ થયા છીએ તે સાથે મારી આશા છે કે તમારાં અંતઃકરણોમાં પણ પ્રગટ થયા છીએ.


૨ કોરીંથી ૭:૫
કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમારાં શરીરોને કંઈ સુખાકારી ન હતી; પણ અમારા પર ચારેબાજુથી વિપત્તિઓ હતી; બહાર લડાઈઓ અને અંદર ઘણી જાતનાં ડર હતા.


૨ કોરીંથી ૧૧:૩
પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.


૨ કોરીંથી ૧૨:૨૦
કેમ કે મને ડર લાગે છે, હું આવું ત્યારે કદાચ જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં અને જેવો તમે ચાહતા નથી તેવો તમે મને જુઓ; રખેને બોલાચાલી, અદેખાઇ, ક્રોધ, ઝઘડા, ચાડીચુગલી, બડબડાટ, ઘમંડ તથા ધાંધલ ધમાલ થાય;


ગલાટિયન ૨:૧૨
કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.


કોલોસીઅન્સ ૩:૨૨
દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની રીતે નહિ અને દેખરેખ હોય ત્યારે જ નહિ, પણ પ્રામાણિક હૃદયથી તથા પ્રભુથી ડરીને, તમામ બાબતોમાં પૃથ્વી પરના તમારા માલિકોની આજ્ઞાઓ પાળો.


૧ તીમોથી ૧:૨૦
તેઓમાંના હુમનાયસ તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.


૨ તીમોથી ૪:૧૪
એલેક્ઝાન્ડર તામ્રવર્ણોએ મને બહુ નુકસાન કર્યું છે, પ્રભુ તેનાં કામ પ્રમાણે તેણે બદલો આપશે,


હિબ્રૂ ૪:૧
એ માટે આપણે ડરવું જોઈએ એમ ન થાય, કે તેમના વિશ્રામમાં પ્રવેશ પામવાનું આશાવચન હજી એવું ને એવું હોવા છતાં તમારામાંનો કોઈ કદાચ ત્યાં પહોંચવામાં નિષ્ફળ થાય.


૧ પીટર ૩:૧૪
જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ' અને ગભરાઓ પણ નહિ.


૨ પીટર ૨:૧૦
અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.


જુડ ૧:૧૨
તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં પ્રેમભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;


પ્રકટીકરણ ૧૧:૧૮
દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.'


પ્રકટીકરણ ૧૪:૭
તે મોટે અવાજે કહે છે કે, 'ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.'


પ્રકટીકરણ ૧૯:૫
રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે, 'આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો.'


Gujarati Bible 2017
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0