A A A A A


શોધો

મેથ્યુ ૫:૮
હૃદયની શુદ્ધતા જાળવનારને ધન્ય છે; કારણ, તેઓ ઈશ્વરનું દર્શન પામશે.


મેથ્યુ ૯:૩૬
લોકોનાં ટોળાં જોતાં જ તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. કારણ, લોકો કચડાયેલા, નિરાધાર અને પાલક વરનાં ઘેટાં જેવા હતા.


મેથ્યુ ૧૧:૨૯
મારી ઝૂંસરી ઉપાડો અને મારી પાસેથી શીખો. કારણ, હું હૃદયનો દીન અને નમ્ર છું, અને તમારા જીવને આરામ મળશે.


મેથ્યુ ૧૫:૮
’આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે.


મેથ્યુ ૧૫:૧૮
પણ જે કંઈ મુખમાંથી બહાર આવે છે તે હૃદયમાંથી નીકળે છે અને તે માનવીને અશુદ્ધ બનાવે છે.


મેથ્યુ ૧૫:૧૯
કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.


મેથ્યુ ૧૮:૩૫
ઈસુએ અંતમાં કહ્યું, તમારે પણ તમારા સાથીભાઈને ખરા હૃદયથી માફી આપવાની છે. જો તમે તેમ નહિ કરો તો આકાશમાંના મારા ઈશ્વરપિતા પણ તમારી સાથે એવી જ રીતે વર્તશે.


મેથ્યુ ૧૯:૮
ઈસુએ જવાબ આપ્યો, તમારા હૃદયની જડતા લક્ષમાં લઈને મોશેએ પત્નીથી લગ્નવિચ્છેદ કરવાની પરવાની આપી. પણ આરંભમાં એવું ન હતું.


મેથ્યુ ૨૨:૩૭
ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


મેથ્યુ ૨૬:૩૮
તેમણે તેમને કહ્યું, મારા હૃદયમાં પારાવાર શોક છે, અને જાણે કે હું મરી જતો હોઉં તેમ મને લો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.


ચિહ્ન ૬:૩૪
ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી.


ચિહ્ન ૭:૬
ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમ ઢોંગીઓ વિષે યશાયાએ કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! તેણે લખેલું છે તેમ, ‘આ લોકો મને શબ્દોથી માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે.


ચિહ્ન ૭:૧૯
કારણ, તે તેના હૃદયમાં નહિ, પણ પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે.” આમ ઈસુએ સર્વ પ્રકારનો ખોરાક ખાવાલાયક ઠરાવ્યો.


ચિહ્ન ૧૧:૨૩
જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ પર્વતને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં પડ!’ અને તમારા હૃદયમાં શંકા ન રાખતાં, તમે જે કહો છો તે થશે જ એવો વિશ્વાસ રાખો, તો તમારે માટે તે કરાશે.


એલજે ૧:૪૬
મિર્યામે કહ્યું, “મારું હૃદય ઈશ્વરની પ્રશંસા કરે છે;


એલજે ૨:૩૫
અને એમ તેમના ગુપ્ત વિચારો જાહેર થશે. તારું હૃદય પણ તીક્ષ્ણ તલવાર જેવા દુ:ખથી વિંધાશે.”


એલજે ૬:૪૫
સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે.


એલજે ૮:૧૨
રસ્તે પડેલાં બી સંદેશ સાંભળનારાં માણસો સૂચવે છે. તેઓ વિશ્વાસ કરીને ઉદ્ધાર ન પામે માટે શેતાન આવીને તેમનાં હૃદયોમાંથી સંદેશો લઈ જાય છે.


એલજે ૧૫:૨૦
પછી તે ઊઠીને પોતાના પિતાજીની પાસે જવા ઊપડયો. હજુ તો તે ઘરથી દૂર હતો એવામાં તેના પિતાએ તેને જોયો; તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડયો અને તેને ચુંબન કર્યું.


એલજે ૧૬:૧૫
ઈસુએ તેમને કહ્યું, “તમે તો પોતાની જાતને માણસોની દૃષ્ટિમાં સાચા દેખાડનારા છો, પણ ઈશ્વર તમારાં હૃદયો જાણે છે, કારણ, માણસ જેને મૂલ્યવાન ગણે છે, તે ઈશ્વરની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે.


એલજે ૨૪:૩૨
તેમણે એકબીજાને કહ્યું, “તે આપણી સાથે રસ્તે ચાલતા હતા અને આપણને ધર્મશાસ્ત્ર સમજાવતા હતા, ત્યારે આપણાં હૃદયો કેવાં ઉષ્માભર્યા બન્યાં હતાં?”


જ્હોન ૨:૨૫
કારણ, તે બધા માણસોને સારી રીતે જાણતા હતા. માણસો વિષે કોઈ તેમને કંઈ કહે એવી જરૂર નહોતી, કારણ, માણસના હૃદયમાં શું છે તે તે જાણતા હતા.


જ્હોન ૫:૩૭
વળી, મને મોકલનાર પિતા પણ મારે પક્ષે સાક્ષી પૂરે છે. તમે નથી તેમની વાણી સાંભળી કે નથી તેમને જોયા, કે નથી તેમનો સંદેશો તમારા હૃદયમાં ગ્રહણ કર્યો.


જ્હોન ૫:૪૨
પરંતુ હું તમને બરાબર ઓળખું છું અને જાણું છું કે તમારા હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ નથી.


જ્હોન ૧૪:૧
ઈસુએ તેમને કહ્યું, “તમારાં હૃદયોને શોક્તુર થવા ન દો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો.


જ્હોન ૧૬:૬
પણ હવે મેં તમને તે કહ્યું ત્યારે તમારાં હૃદયોમાં શોક વ્યાપી ગયો છે.


જ્હોન ૧૬:૨૨
એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.


જ્હોન ૧૭:૧૩
હવે હું તમારી પાસે આવું છું અને મારો આનંદ તેમના હૃદયમાં પૂર્ણપણે રહે તે માટે આ દુનિયા છોડતાં પહેલાં હું આ બધું કહું છું.


અધિનિયમો ૧:૨૫
“પ્રભુ, તમે સર્વ માણસોનાં હૃદયો પારખો છો. યહૂદા તો પોતાના સ્થાનમાં જવા માટે પ્રેષિત તરીકેની સેવાનું સ્થાન તજીને ગયો છે. ઓ પ્રભુ, એ સેવાના સ્થાન માટે આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે બતાવો.”


અધિનિયમો ૨:૨૬
આને લીધે મારું હૃદય પ્રસન્‍ન છે અને હું આનંદપૂર્વક બોલું છું. વળી, મારો દેહ ખાતરીપૂર્વક આશા રાખશે.


અધિનિયમો ૨:૩૭
એ સાંભળીને લોકોનાં હૃદય વીંધાઈ ગયાં, અને તેમણે પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછયું, “ભાઈઓ, અમે શું કરીએ?”


અધિનિયમો ૮:૨૧
ઈશ્વરની દૃષ્ટિમાં તારું હૃદય ચોખ્ખું નહિ હોવાથી અમારા કાર્યમાં તારે કંઈ લાગભાગ નથી.


અધિનિયમો ૧૪:૧૭
તેમ છતાં પોતાની હયાતીના પ્રમાણથી તેમને વંચિત રાખી નહિ. કારણ, તે સારાં કાર્યો કરે છે: તે તમને આકાશમાંથી વરસાદ આપે છે, ખોરાક આપીને તમારાં હૃદયોને ઉલ્લાસિત કરે છે.”


અધિનિયમો ૧૫:૯
આપણી અને તેમની વચ્ચે તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નહિ; તેમણે વિશ્વાસ કર્યો એટલે ઈશ્વરે તેમનાં હૃદયોને શુદ્ધ કર્યાં.


અધિનિયમો ૨૧:૧૩
પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.”


રોમન ૨:૫
તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


રોમન ૨:૧૫
તેમનું વર્તન બતાવી આપે છે કે તેમનાં હૃદયોમાં નિયમ કોતરાયેલો છે. એ વાતની સાક્ષી તેમનાં અંત:કરણો પણ આપે છે; કારણ, તેમના વિચારો તેમને કોઈવાર દોષિત ઠરાવે છે, તો કોઈવાર નિર્દોષ ઠરાવે છે.


રોમન ૯:૨
મને અત્યંત શોક થાય છે. મારા લોકને માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે.


રોમન ૯:૧૮
આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે.


રોમન ૧૦:૮
એનો અર્થ આ છે: “ઈશ્વરનો સંદેશ તારી નજીક છે. તે તારા હોઠ ઉપર અને હૃદયમાં છે.” અમે એ વિશ્વાસનો જ સંદેશ પ્રગટ કરીએ છીએ.


૧ કોરીંથી ૪:૨૧
તમારી પાસે હું શું લઈને આવું? સોટી કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી શી પસંદગી છે?


૨ કોરીંથી ૧:૨૨
એ રીતે તેમણે આપણા પર તેમની માલિકીની મુદ્રા મારી છે; એટલે, આપણને જે કંઈ મળનાર છે એની ખાતરીરૂપે તેમણે આપણાં હૃદયોમાં વાસો કરવા પવિત્ર આત્મા આપ્યો છે.


૨ કોરીંથી ૨:૪
મેં તમારા પર બહુ જ વ્યથિત અને શોક્તિ હૃદયથી તથા આંસુઓ સહિત લખ્યું હતું. હવે, તે તમને ખેદ પમાડવા માટે નહિ, પણ હું તમારા પર કેટલો બધો પ્રેમ રાખું છું, તે તમે સમજો માટે લખ્યું હતું.


૨ કોરીંથી ૩:૨
અમારો ભલાણપત્ર તો તમે જ છો, જે અમારા હૃદય પર લખાયેલો છે, અને સૌ તેને વાંચે છે, અને જાણે છે.


૨ કોરીંથી ૩:૩
આ પત્ર તો ખ્રિસ્તે લખ્યો છે, અને અમારી મારફતે તે મોકલ્યો છે. તે શાહીથી નહિ, પણ જીવંત ઈશ્વરના આત્માથી; તેમજ શિલાપાટીઓ પર નહિ, પણ માનવી હૃદયો પર લખાયેલો છે.


૨ કોરીંથી ૪:૬
“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


૨ કોરીંથી ૭:૫
મકદોનિયા આવ્યા પછી પણ અમને કંઈ આરામ મળ્યો નહિ. ચોતરફ મુશ્કેલીઓ હતી - બહાર સંઘર્ષ અને અમારાં હૃદયોમાં બીક હતાં.


ગલાટિયન ૪:૬
તમે ઈશ્વરના પુત્રો છો તેની પ્રતીતિ માટે ઈશ્વરે તેમના પુત્રનો પવિત્ર આત્મા તમારાં હૃદયોમાં મોકલ્યો છે. એ આત્મા, “પિતા, મારા પિતા” એવો ઉદ્ગાર કાઢે છે.


એફેસી ૩:૧૭
અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય.


એફેસી ૬:૨૨
એ કારણથી જ હું તેને તમારી પાસે મોકલું છું કે તે તમને અમારા સમાચાર જણાવે અને તે દ્વારા તમારાં હૃદયોને પ્રોત્સાહન આપે.


ફિલિપીયન ૧:૭
તમે સૌ મારા હૃદયમાં વસેલા હોવાથી તમારે વિષે મને આવી લાગણી થાય એ વાજબી છે. મારા હાલના જેલવાસ દરમ્યાન અને જ્યારે શુભસંદેશનો બચાવ કે સમર્થન કરવા હું મુક્ત હતો ત્યારે પણ તમે સૌ કૃપામાં મારા સહભાગી થયા.


ફિલિપીયન ૧:૮
એ માટે ઈસુ ખ્રિસ્તના હૃદયમાં તમારે માટે જેવો પ્રેમ છે તેવા પ્રેમથી તમારા બધાની હું કેવી ઝંખના રાખું છું તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


ફિલિપીયન ૪:૭
અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની અને મનોની ખ્રિસ્ત ઈસુમાં સંભાળ રાખશે.


કોલોસીઅન્સ ૨:૨
એ માટે કે તમારાં સૌનાં હૃદય પ્રોત્સાહિત થાય અને તમે પ્રેમના બંધનમાં બંધાયેલા રહો અને પૂરી ખાતરીવાળી સમજની સમૃદ્ધિ સંપાદન કરો; જેથી ઈશ્વરનું રહસ્ય જે ખ્રિસ્ત છે તેમને તમે જાણી શકો.


કોલોસીઅન્સ ૩:૧૫
ખ્રિસ્ત જે શાંતિ આપે છે તે તમારાં હૃદયોમાં રાજ કરે. કારણ, આ જ શાંતિને માટે ઈશ્વરે તમને એક શરીર તરીકે આમંત્રણ આપ્યું છે. વળી, આભારી બનો.


કોલોસીઅન્સ ૩:૧૬
ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.


કોલોસીઅન્સ ૩:૨૨
ગુલામો, સર્વ બાબતોમાં તમારા દુન્યવી માલિકોને આધીન થાઓ અને ફક્ત જ્યારે તેઓ તમારા પર નજર રાખે ત્યારે તેમની પ્રશંસા માટે નહિ, પણ પ્રામાણિક હૃદયથી અને પ્રભુનો ડર રાખીને તેમ કરો.


૨ થેસ્સાલોનીકી ૨:૧૭
ઈશ્વર આપણા પિતા તમારાં હૃદયોને શાંતિ આપો અને સર્વ સારાં કાર્યો કરવામાં તથા સારું બોલવામાં તમને દૃઢ કરો.


૨ થેસ્સાલોનીકી ૩:૫
પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વર તરફ વાળો અને ખ્રિસ્તની મારફતે મળતી ધીરજ તમને પ્રાપ્ત થાઓ.


૧ તીમોથી ૧:૫
એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


૧ તીમોથી ૬:૧૦
કારણ, દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુ:ખોથી તેમનાં હૃદય વીંધાયાં છે.


ફિલેમોન ૧:૭
પ્રિય ભાઈ, તારા પ્રેમથી મને પુષ્કળ આનંદ થયો છે અને ઘણું ઉત્તેજન મળ્યું છે! તેં ઈશ્વરના સર્વ લોકનાં હૃદયોને પ્રફુલ્લિત કર્યાં છે.


હિબ્રૂ ૩:૧૨
મારા ભાઈઓ, સાવધ રહો કદાચ તમારામાંના કોઈનું હૃદય દુષ્ટ અને અવિશ્વાસુ બને અને તે જીવતા ઈશ્વરથી વિમુખ થાય.


હિબ્રૂ ૧૦:૧૬
“પ્રભુ કહે છે: આવનાર દિવસોમાં તેમની સાથે હું આ કરાર કરીશ: હું મારા નિયમો તેમનાં હૃદયોમાં મૂકીશ અને તેમનાં મન ઉપર તે લખીશ.”


હિબ્રૂ ૧૦:૨૨
તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.


જેમ્સ ૧:૨૧
આથી તમારામાંથી કુટેવો અને દુષ્ટતા દૂર કરો. ઈશ્વરને આધીન થાઓ અને તમારો ઉદ્ધાર થાય માટે તમારાં હૃદયોમાં ઈશ્વરે વાવેલો સંદેશ ગ્રહણ કરો.


જેમ્સ ૩:૧૪
પણ જો તમે તમારાં હૃદયોમાં ઈર્ષાળુ, ઝેરીલા અને સ્વાર્થી હો તો તમારે ગર્વ કરવો નહિ અને સત્યની વિરુદ્ધ જૂઠું બોલવું નહિ.


જેમ્સ ૪:૮
ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો.


૧ પીટર ૩:૧૫
પણ તમારાં હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. તમારી પાસે જે આશા છે તે વિષે તમને કોઈ પ્રશ્ર્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો.


૨ પીટર ૧:૧૯
તેથી સંદેશવાહકોએ પ્રગટ કરેલા સંદેશા પર અમે વિશેષ ભરોસો રાખીએ છીએ. તમે પણ તે સંદેશા પર ધ્યાન આપો તો સારું, કારણ, સવાર થતાં સુધી અને પ્રભાતના તારાનો પ્રકાશ તમારા હૃદયમાં પ્રકાશે ત્યાં સુધી એ સંદેશો અંધકારમાં પ્રકાશતા દીવાના જેવો છે.


૨ પીટર ૨:૯
અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.


૨ પીટર ૨:૧૪
તેમની આંખો વાસનાથી ભરેલી છે, અને પાપ કરતાં ધરાતી નથી. તેઓ નબળા મનના માણસોને સકંજામાં સપડાવે છે. તેમનાં હૃદયો લોભથી રીઢાં થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના શાપ નીચે છે.


૧ જ્હોન ૨:૨૪
આથી તમે શરૂઆતથી જ સાંભળેલો સંદેશો તમારાં હૃદયોમાં જાળવી રાખો. શરૂઆતથી જ સાંભળેલા સંદેશાનું જો તમે પાલન કરો તો તમે હંમેશાં ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્રની સંગતમાં જીવન જીવશો.


૧ જ્હોન ૩:૧૭
જો કોઈ માણસ ધનવાન છે અને તેનો ભાઈ મુશ્કેલીમાં છે તેમ જોવા છતાં પોતાના ભાઈની વિરુદ્ધ પોતાનું હૃદય નિષ્ઠુર બનાવે, તો પછી તેના હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, એમ તે કેવી રીતે કહી શકે?


૧ જ્હોન ૩:૧૯
આપણે સત્યના પક્ષના છીએ તેવું આ રીતે જાણી શકીએ છીએ. આ જ રીતે ઈશ્વરની હાજરીમાં આપણે આપણા હૃદયમાં ખાતરી મેળવી શકીશું.


૧ જ્હોન ૩:૨૦
જો આપણું હૃદય આપણને દોષિત ઠરાવે તો આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે અને તે સર્વ જાણે છે.


૧ જ્હોન ૩:૨૧
અને તેથી પ્રિયજનો, જો આપણને આપણું હૃદય દોષિત ઠરાવે નહિ તો ઈશ્વરની સમક્ષ જવા માટે આપણને હિંમત છે


૧ જ્હોન ૫:૧૦
આથી જે કોઈ ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરે છે તેના હૃદયમાં એ સાક્ષી છે. પણ જે કોઈ વિશ્વાસ કરતો નથી તેને ઈશ્વરે જૂઠો ઠરાવ્યો છે. કારણ, ઈશ્વરે તેમના પુત્ર વિષે જે સાક્ષી આપી છે તે પર તેણે વિશ્વાસ કર્યો નથી.


પ્રકટીકરણ ૧૭:૧૭
કારણ, ઈશ્વરે પોતાનો ઇરાદો પૂરો કરવા તેમના હૃદયમાં એવું કરવાની ઇચ્છા મૂકી છે. જેથી ઈશ્વરનાં કથનો સાચાં ઠરે ત્યાં સુધી તેઓ એક મતના થઈ કાર્ય કરે અને પશુને તેમનો રાજ્યાધિકાર આપે.


Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India