A A A A A

શોધો
મેથ્યુ ૮:૧૦
ઈસુએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયા અને જે લોકો તેમની સાથે હતા તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: ઇઝરાયલી લોકોમાં પણ આ માણસના જેવો વિશ્વાસ મેં કદી જોયો નથી.


મેથ્યુ ૮:૧૩
ઈસુએ સૂબેદારને કહ્યું, ઘેર જા; તારા વિશ્વાસ પ્રમાણે કરવામાં આવશે. તે જ ક્ષણે તે સૂબેદારનો નોકર સાજો થયો.


મેથ્યુ ૮:૨૬
ઈસુએ જવાબ આપ્યો, ઓ અલ્પ-વિશ્વાસીઓ, તમને શા માટે બીક લાગી? ત્યાર પછી તે ઊભા થયા અને પવન તથા મોજાંને હુકમ કર્યો અને ાઢ શાંતિ થઈ.


મેથ્યુ ૯:૨
કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષમાં લઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારાં પાપ માફ કરવામાં આવે છે.


મેથ્યુ ૯:૨૨
ઈસુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. એ જ ક્ષણે તે સ્ત્રી સાજી થઈ.


મેથ્યુ ૯:૨૮
ઈસુ ઘરમાં ગયા એટલે બંને અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને પૂછયું, હું તમને દેખતા કરી શકું એવો તમને વિશ્વાસ છે? તેમણે જવાબ આપ્યો, હા, પ્રભુ.


મેથ્યુ ૯:૨૯
પછી ઈસુએ તેમની આંખોને સ્પર્શ કર્યો અને કહ્યું, તમારા વિશ્વાસ પ્રમાણે થાઓ.


મેથ્યુ ૧૩:૫૮
ઈસુએ તેમના અવિશ્વાસને કારણે તેઓ મધ્યે ઝાઝાં અદ્‌ભૂત કાર્યો કર્યાં નહિ.


મેથ્યુ ૧૪:૩૧
ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પવિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો?


મેથ્યુ ૧૫:૨૮
તેથી ઈસુએ જવાબ આપ્યો, બાઈ, તારો વિશ્વાસ ઘણો મહાન છે! તારી માગણી પૂર્ણ થાઓ. અને તે જ ક્ષણે તેની દીકરી સાજી થઈ.


મેથ્યુ ૧૬:૮
તેઓ જે ચર્ચા કરતા હતા તેની ઈસુને ખબર પડી ગઈ. તેથી તેમણે તેમને પૂછયું, ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તેથી અંદરોઅંદર ચર્ચા શા માટે કરો છો?


મેથ્યુ ૧૭:૧૭
ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું?


મેથ્યુ ૧૭:૨૦
ઈસુએ જવાબ આપ્યો, તમારા વિશ્વાસની ઊણપને લીધે. હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલોય વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહી શકશો, ’અહીંથી ત્યાં ચાલ્યો જા!’ અને તે ચાલ્યો જશે. એ રીતે તમે સર્વ કંઈ કરી શકશો.


મેથ્યુ ૧૮:૬
આ નાનાઓમાંના કોઈને મારા પરના વિશ્વાસમાંથી કોઈ ડગાવી દે તો તેને ગળે ઘંટીનો મોટો પથ્થર બંધાય અને તેને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દેવાય તે તેને માટે વધારે સારું છે.


મેથ્યુ ૧૮:૮
જો તમારો હાથ કે પગ તમને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાપી નાખીને ફેંકી દો! બે હાથ ને બે પગ સાથે સાર્વકાલિક અગ્નિમાં બળ્યા કરવું તેના કરતાં એક હાથ અને એક પગ લઈને જીવનમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે.


મેથ્યુ ૧૮:૯
અને જો તમારી આંખ તમને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાઢીને ફેંકી દો. બંને આંખ સાથે નર્કના અગ્નિમાં જવું તેના કરતાં એક આંખ લઈને જીવનમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે.


મેથ્યુ ૨૧:૨૧
ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું: અંજીરીને મેં કહ્યું અને તે સુકાઈ ગઈ. જો તમે શંકા ન લાવતાં વિશ્વાસ રાખો તો તમે એથી પણ વિશેષ કરી શકશો. એટલે, જો આ પર્વતને તમે કહો કે, ’ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો તે પ્રમાણે થશે.


મેથ્યુ ૨૧:૨૨
જો તમે વિશ્વાસસહિત પ્રાર્થના કરો તો તમે જે કંઈ માગો તે મળશે.


મેથ્યુ ૨૧:૨૫
યોહાનને બાપ્તિસ્મા આપવાનો અધિકાર કોણે આપ્યો? ઈશ્વરે કે માણસોએ? તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, આપણે શો જવાબ આપીએ? જો આપણે કહીએ, ’ઈશ્વર તરફથી,’ તો તે કહેશે, ’તો પછી તમે યોહાન પર વિશ્વાસ કેમ ન કર્યો?’


મેથ્યુ ૨૪:૧૦
આ સમયે ઘણા પોતાના વિશ્વાસનો ત્યાગ કરશે. તેઓ એકબીજાને દગો દેશે અને ધિક્કારશે.


મેથ્યુ ૨૪:૪૫
પોતાના શેઠે બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવા તેમનો ઉપરી ઠરાવ્યો હોય એવો વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર કોણ છે?


મેથ્યુ ૨૫:૨૧
માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


મેથ્યુ ૨૫:૨૩
માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


મેથ્યુ ૨૬:૩૧
ઈસુએ તેમને કહ્યું, આજ રાત્રે તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, ’હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’


મેથ્યુ ૨૬:૩૩
પિતર જલદીથી બોલી ઊઠયો, જોકે તમારા પરનો બધાનો વિશ્વાસ ડગી જાય તો પણ મારો વિશ્વાસ તો કદી નહિ ડગે.


મેથ્યુ ૨૭:૪૨
તેણે બીજા ઘણાને બચાવ્યા પણ પોતાને બચાવી શક્તો નથી. શું તે ઇઝરાયલનો રાજા નથી? જો તે હાલ ક્રૂસ પરથી ઊતરી આવે તો અમે તેના પર વિશ્વાસ કરીશું.


ચિહ્ન ૧:૧૫
તેમણે કહ્યું, “સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.”


ચિહ્ન ૨:૫
ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.”


ચિહ્ન ૪:૪૦
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમે કેમ ભયભીત થયા? તમને હજુયે વિશ્વાસ નથી?”


ચિહ્ન ૫:૩૪
ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. શાંતિથી જા; તારું દર્દ તારાથી દૂર રહો.”


ચિહ્ન ૫:૩૬
ઈસુએ તેમની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહિ, પણ ભજનસ્થાનના અધિકારીને કહ્યું, “ગભરાઈશ નહિ, ફક્ત વિશ્વાસ રાખ.”


ચિહ્ન ૬:૬
લોકોમાં વિશ્વાસનો અભાવ જોઈને તેમને ઘણું જ આશ્ર્વર્ય થયું. પછી ઈસુ આજુબાજુનાં ગામોમાં લોકોને ઉપદેશ આપતા ફર્યા.


ચિહ્ન ૯:૧૯
ઈસુએ તેમને કહ્યું, “તમે કેવા અવિશ્વાસુ લોકો છો! તમારી સાથે મારે ક્યાં સુધી રહેવું? મારે ક્યાં સુધી તમારું સહન કરવું? છોકરાને મારી પાસે લાવો!”


ચિહ્ન ૯:૨૩
ઈસુએ કહ્યું, “‘જો તમારાથી બની શકે તો!’ વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શકાય છે.”


ચિહ્ન ૯:૨૪
છોકરાનો પિતા બોલી ઊઠયો, “હું વિશ્વાસ તો રાખું છું, પણ તે આૂરો છે. મારો વિશ્વાસ વધારો.”


ચિહ્ન ૯:૪૨
“વળી, આ નાનાઓમાંના કોઈને જો કોઈ મારા પરના તેના વિશ્વાસથી ડગાવી દે, તો એ કરતાં એ માણસને ગળે ઘંટીનો મોટો પથ્થર બંધાય અને તે સમુદ્રમાં નંખાય એ તેને માટે સારું છે.


ચિહ્ન ૯:૪૩
તેથી જો તારો હાથ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાપી નાખ!


ચિહ્ન ૯:૪૫
અને જો તારો પગ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાપી નાખ! બે પગ લઈ નરકમાં નંખાવું,


ચિહ્ન ૯:૪૭
અને જો તારી આંખ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાઢી નાખ! બે આંખ લઈને નરકમાં નંખાવું,


ચિહ્ન ૧૦:૫૨
ઈસુએ તેને કહ્યું, “જા, તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે.” તે તરત જ દેખતો થયો, અને માર્ગમાં ઈસુની પાછળ ચાલવા લાગ્યો.


ચિહ્ન ૧૧:૨૩
જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ પર્વતને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં પડ!’ અને તમારા હૃદયમાં શંકા ન રાખતાં, તમે જે કહો છો તે થશે જ એવો વિશ્વાસ રાખો, તો તમારે માટે તે કરાશે.


ચિહ્ન ૧૧:૨૪
તેથી હું તમને કહું છું: જ્યારે તમે પ્રાર્થનામાં કંઈક માગો તો તમને તે મળી ચૂકાયું છે એવો વિશ્વાસ રાખો; એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે.


ચિહ્ન ૧૧:૩૧
તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, “આપણે શું કહીએ? જો આપણે એમ જવાબ આપીએ કે ‘ઈશ્વરથી’, તો તે કહેશે, ‘તો પછી તમે યોહાન પર વિશ્વાસ કેમ ન કર્યો?’


ચિહ્ન ૧૪:૨૭
ઈસુએ તેમને કહ્યું, “તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે; કારણ, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’


ચિહ્ન ૧૪:૨૯
પિતરે જવાબ આપ્યો, “બીજા બધાનો વિશ્વાસ કદાચ ડગી જાય, પણ મારો વિશ્વાસ તો નહિ જ ડગે.”


ચિહ્ન ૧૫:૩૨
ઇઝરાયલના રાજા મસીહને આપણે અત્યારે ક્રૂસ પરથી ઊતરી આવતો જોઈએ, એટલે આપણે તેના પર વિશ્વાસ કરીશું!” તેમની સાથે ક્રૂસે જડવામાં આવેલા લૂંટારાઓએ પણ તેમની નિંદા કરી.


ચિહ્ન ૧૬:૧૩
તેઓ પાછા વળ્યા અને બીજા શિષ્યોને તે કહી જણાવ્યું, પણ તેમના પર કોઈએ વિશ્વાસ કર્યો નહિ.


ચિહ્ન ૧૬:૧૪
એ પછી અગિયાર શિષ્યો જમતા હતા ત્યારે ઈસુએ તેમને દર્શન દીધું. તેમના અવિશ્વાસને લીધે તેમણે તેમને ઠપકો આપ્યો; કારણ, તેઓ એટલા જડ હતા કે જેમણે તેમને જીવતા થયેલા જોયા હતા તેમની પણ વાત માની નહિ.


ચિહ્ન ૧૬:૧૬
જે વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લેશે તેનો ઉદ્ધાર થશે; જે વિશ્વાસ નહિ કરે, તે દોષિત ઠરશે.


ચિહ્ન ૧૬:૧૭
વિશ્વાસીઓને પરાક્રમી ચમત્કારો કરવાનું દાન અપાશે; તેઓ મારે નામે દુષ્ટાત્માઓને કાઢશે; તેઓ અજાણી ભાષાઓ બોલશે.


એલજે ૧:૨૦
મારો સંદેશો તો ઠરાવેલે સમયે સાચો પડશે, પણ તેં તે પર વિશ્વાસ કર્યો નથી, અને તેથી તું બોલી શકશે નહિ; મારો સંદેશ સાચો ઠરે તે દિવસ લગી તું મૂંગો રહેશે.”


એલજે ૧:૪૫
ઈશ્વર તરફથી તને મળેલો સંદેશો સાચો ઠરશે એવા તારા વિશ્વાસને લીધે તને ધન્ય છે!”


એલજે ૫:૨૦
તેમનો વિશ્વાસ જોઈને, તેમણે તે માણસને કહ્યું, “ભાઈ, તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.”


એલજે ૭:૯
એ સાંભળીને ઈસુ આશ્ર્વર્ય પામ્યા. તેમણે ટોળા તરફ ફરીને કહ્યું, “હું તમને કહું છું કે આવો વિશ્વાસ મને ઇઝરાયલમાં પણ જોવા મળ્યો નથી!”


એલજે ૭:૫૦
પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસને લીધે તું ઊગરી ગઈ છે. શાંતિથી જા.”


એલજે ૮:૧૨
રસ્તે પડેલાં બી સંદેશ સાંભળનારાં માણસો સૂચવે છે. તેઓ વિશ્વાસ કરીને ઉદ્ધાર ન પામે માટે શેતાન આવીને તેમનાં હૃદયોમાંથી સંદેશો લઈ જાય છે.


એલજે ૮:૧૩
ખડકાળ જમીન પર પડેલાં બી સંદેશો સાંભળીને તેને આનંદથી સ્વીકારી લેનાર માણસો સૂચવે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી; તેઓ થોડોક સમય વિશ્વાસ કરે છે, પછી ક્સોટીનો સમય આવતાં તેમનું પતન થાય છે.


એલજે ૮:૨૫
પછી તેમણે શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ કયાં છે?” પણ તે આશ્ર્વર્ય પામ્યા અને ગભરાઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે? તે પવન તથા પાણીનાં મોજાંને હુકમ કરે છે, અને તેઓ તેમને આધીન પણ થાય છે!”


એલજે ૮:૪૮
ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને કારણે તું સાજી થઈ છે. શાંતિથી જા.” ઈસુ બોલતા હતા એવામાં અધિકારીના ઘેરથી એક માણસ આવ્યો.


એલજે ૮:૫૦
એ સાંભળીને ઈસુએ યાઇરસને કહ્યું, “ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ; એટલે તે જીવતી થશે.”


એલજે ૯:૪૧
ઈસુએ જવાબ આપ્યો, “તમે લોકો કેવા અવિશ્વાસી અને હઠીલા છો! ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું સહન કરવું?” પછી તેમણે તે માણસને કહ્યું, “તારા પુત્રને અહીં લાવ.”


એલજે ૧૨:૨૮
એ માટે જે ઘાસ આજે ખેતરમાં છે અને કાલે ચૂલામાં બાળી નંખાય છે તેને જો ઈશ્વર આટલું સજાવે છે, તો પછી ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને વસ્ત્રો પહેરાવવાની એથી પણ વિશેષ કાળજી નહિ રાખે?


એલજે ૧૨:૪૨
પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે? શેઠ ઘરકુટુંબ ચલાવવા અને બીજા નોકરોને યોગ્ય સમયે તેમના ખોરાકનો હિસ્સો આપવા જેની નિમણૂક કરે તે જ.


એલજે ૧૬:૧૨
અને જે બીજા કોઈનું છે તેમાં તમે વિશ્વાસુ રહ્યા નથી, તો તમારું પોતાનું તમને કોણ સોંપશે?


એલજે ૧૭:૫
પ્રેષિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”


એલજે ૧૭:૬
પ્રભુએ જવાબ આપ્યો, “તમારામાં રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ હોય, તો આ શેતુરના વૃક્ષને, ‘અહીંથી સમૂળગું ઊખડી જા, અને સમુદ્રમાં રોપાઈ જા,’ એમ તમે કહી શક્યા હોત અને તે તમારું કહ્યું માનત.


એલજે ૧૭:૧૯
અને ઈસુએ તેને કહ્યું, “ઊઠ, જા; તારા વિશ્વાસને લીધે તું સાજો થયો છે.”


એલજે ૧૮:૮
હું તમને કહું છું કે તે તેમની તરફેણમાં વિના વિલંબે ન્યાય કરશે. પણ માનવપુત્ર પૃથ્વી પર આવે ત્યારે તેને વિશ્વાસ જડશે કે કેમ?”


એલજે ૧૮:૪૨
ત્યારે ઈસુએ તેને કહ્યું, “દેખતો થા! તારા વિશ્વાસને લીધે તું સાજો કરાયો છે.”


એલજે ૧૯:૧૭
તેણે કહ્યું, ‘શાબાશ! તું સારો નોકર છે! તું નાની બાબતોમાં વિશ્વાસુ રહ્યો, તેથી હું તને દસ શહેર પર અધિકારી ઠરાવીશ.’


એલજે ૨૨:૩૨
પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.”


જ્હોન ૧:૭
તે લોકોને એ પ્રકાશ વિષે સાક્ષી આપવા આવ્યો; જેથી બધા માણસો એનો સંદેશો સાંભળીને વિશ્વાસ કરે.


જ્હોન ૧:૧૨
છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.


જ્હોન ૧:૫૦
ઈસુએ કહ્યું, “તું અંજીરી નીચે ઊભો હતો ત્યારે મેં તને જોયેલો, એમ મેં તને કહ્યું એટલા પરથી જ શું તું વિશ્વાસ કરે છે? અરે, એના કરતાં પણ વધુ મહાન બાબતો તું જોઈશ!”


જ્હોન ૨:૧૧
ઈસુએ પોતાનાં અદ્‍ભુત કાર્યોની શરૂઆત ગાલીલના કાના ગામથી કરી અને ત્યાં તેમણે પોતાનો મહિમા પ્રગટ કર્યો અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.


જ્હોન ૨:૨૨
તેથી જ્યારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને આ વાત યાદ આવી. અને તેમણે ધર્મશાસ્ત્ર પર અને ઈસુએ જે કહ્યું હતું તે પર વિશ્વાસ કર્યો.


જ્હોન ૨:૨૩
હવે પાસ્ખાપર્વ દરમિયાન ઈસુ યરુશાલેમમાં હતા ત્યારે જે અદ્‍ભુત કાર્યો તેમણે કર્યાં હતાં તે જોઈને ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.


જ્હોન ૨:૨૪
પરંતુ ઈસુએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ,


જ્હોન ૩:૧૫
જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તેને તેમના દ્વારા સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય.


જ્હોન ૩:૧૬
ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે.


જ્હોન ૩:૧૮
પુત્ર ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂક્તો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ, તેણે ઈશ્વરના એકનાએક પુત્ર પર વિશ્વાસ મૂક્યો નથી.


જ્હોન ૩:૩૬
જે કોઈ પુત્ર પર વિશ્વાસ મૂકે છે, તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ પુત્રને આધીન થતો નથી તેને જીવન મળતું નથી; એથી ઊલટું, ઈશ્વરનો કોપ તેના પર કાયમ રહે છે.


જ્હોન ૪:૩૯
“જે કંઈ મેં કર્યું તે બધું જ તેમણે કહી દેખાડયું,” એવી સ્ત્રીની સાક્ષીને લીધે તે નગરના ઘણા સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.


જ્હોન ૪:૪૧
બીજા ઘણાએ તેમની વાણી સાંભળીને વિશ્વાસ કર્યો.


જ્હોન ૪:૪૨
અને તેમણે તે સ્ત્રીને કહ્યું, “અમે માત્ર તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી, પરંતુ હવે અમે પોતે તેમને સાંભળ્યા છે અને અમને ખાતરી થઈ છે કે તે જ દુનિયાના ઉદ્ધારક છે.”


જ્હોન ૪:૪૮
ઈસુએ તેને કહ્યું, “અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો જોયા સિવાય તમે વિશ્વાસ કરવાના નથી.”


જ્હોન ૪:૫૦
ઈસુએ તેને કહ્યું, “જા, તારો પુત્ર જીવતો રહેશે.” તે માણસ ઈસુના શબ્દો પર વિશ્વાસ મૂકીને ગયો.


જ્હોન ૪:૫૩
તેના પિતાને યાદ આવ્યું કે તે જ સમયે ઈસુએ તેને કહ્યું હતું, “તારો પુત્ર જીવતો રહેશે.” તેથી તેણે અને તેના આખા કુટુંબે વિશ્વાસ કર્યો.


જ્હોન ૫:૨૪
“હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોળાશે નહિ, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે.


જ્હોન ૫:૩૮
કારણ, તેમણે જેને મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કર્યો નથી.


જ્હોન ૫:૪૪
તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ અનન્ય એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી. તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના?


જ્હોન ૫:૪૭
પણ જો તમે તેનું લખાણ માનતા નથી, તો મારી વાતો પર કઈ રીતે વિશ્વાસ કરવાના?”


જ્હોન ૬:૨૯
ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તો તમારી પાસે આટલું જ માગે છે: જેને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો.”


જ્હોન ૬:૩૦
તેમણે જવાબ આપ્યો, “તમારા પર અમે વિશ્વાસ મૂકીએ એ માટે નિશાની તરીકે તમે કયું અદ્‍ભુત કાર્ય કરી બતાવશો?


જ્હોન ૬:૩૫
ઈસુએ તેમને કહ્યું, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહિ થાય; જે મારામાં વિશ્વાસ મૂકશે તે કદી તરસ્યો નહિ થાય.


જ્હોન ૬:૩૬
પણ મેં કહ્યું તેમ, તમે મને જોયો છે, અને છતાં તમે વિશ્વાસ કરતા નથી.


જ્હોન ૬:૪૦
જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક જીવન પામે, અને હું તેમને અંતિમ દિવસે સજીવન કરું એ જ પિતા ઇચ્છે છે.”


જ્હોન ૬:૪૭
હું તમને સાચે જ કહું છું કે જે વિશ્વાસ રાખે છે તેને સાર્વકાલિક જીવન છે.


જ્હોન ૬:૬૪
પણ તમારામાંના ઘણા વિશ્વાસ કરતા નથી.” કોણ વિશ્વાસ કરવાના નથી અને કોણ તેમની ધરપકડ કરાવશે, તે ઈસુ પહેલેથી જ જાણતા હતા.


જ્હોન ૬:૬૯
હવે અમે વિશ્વાસ કરીએ છીએ અને અમને ખાતરી થઈ છે કે તમે જ ઈશ્વર તરફથી આવેલા પવિત્ર પુરુષ છો.”


જ્હોન ૭:૫
તેમના ભાઈઓને પણ તેમનામાં વિશ્વાસ ન હતો.


જ્હોન ૭:૩૧
પરંતુ ટોળામાંના ઘણાંએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું, “એમણે જે કાર્યો કર્યાં છે તેના કરતાં વધારે અદ્‍ભુત કાર્યો મસીહ આવશે ત્યારે કરી બતાવશે ખરા?”


જ્હોન ૭:૩૮
શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ મૂકશે તેના અંતરમાંથી જીવનજળનાં ઝરણાં વહેશે.”


જ્હોન ૭:૩૯
ઈસુમાં વિશ્વાસ મૂકનારાઓને મળનાર પવિત્ર આત્માને લક્ષમાં રાખીને તેમણે આ વાત કહી. તે સમયે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો, કારણ, ઈસુ હજી મહિમાવંત કરાયા ન હતા.


જ્હોન ૭:૪૮
શું કોઈ આગેવાને અથવા કોઈ ફરોશીએ તેના પર વિશ્વાસ મૂક્યો હોય એવું જાણ્યું છે?


જ્હોન ૮:૨૪
એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.”


જ્હોન ૮:૩૦
ઈસુની આ વાતો સાંભળીને ઘણાએ તેમના પર વિશ્વાસ મૂક્યો.


જ્હોન ૮:૩૧
તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, “જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો.


જ્હોન ૯:૩૫
તેને કાઢી મૂકવામાં આવ્યો છે એવું ઈસુએ સાંભળ્યું એટલે તેમણે તેને મળીને કહ્યું, “શું તું માનવપુત્ર પર વિશ્વાસ મૂકે છે?”


જ્હોન ૯:૩૬
તે માણસે જવાબ આપ્યો, “પ્રભુ, તે કોણ છે તે મને કહો; જેથી હું તેમનામાં વિશ્વાસ મૂકું.”


જ્હોન ૯:૩૮
“પ્રભુ, હું વિશ્વાસ કરું છું,” એમ કહેતાં તે તેમને પગે પડયો.


જ્હોન ૧૦:૩૭
જો હું મારા પિતાનાં કાર્યો કરતો ન હોઉં, તો મારા પર વિશ્વાસ ન કરશો.


જ્હોન ૧૦:૩૮
હું તે કાર્યો કરું છું, તે પરથી ય તમને મારામાં વિશ્વાસ ન હોય, તો પણ મારાં કાર્યોનો પુરાવો તો માન્ય રાખો; જેથી તમે સમજો અને જાણો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”


જ્હોન ૧૦:૪૨
અને ત્યાં ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો.


જ્હોન ૧૧:૧૫
“લાઝરસનું અવસાન થયું છે; હું ત્યાં તેની સાથે ન હતો તેથી મને તમારે લીધે આનંદ થાય છે. કારણ, હવે તમે વિશ્વાસ કરી શકશો. ચાલો, આપણે ત્યાં જઈએ.”


જ્હોન ૧૧:૨૫
ઈસુએ તેને કહ્યું, “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જોકે મરી જાય તોપણ તે જીવતો થશે,


જ્હોન ૧૧:૨૬
અને જીવંત વ્યક્તિ મારામાં વિશ્વાસ મૂકશે તો તે કદી પણ મરણ પામશે નહિ. શું તું આ વાત માને છે?”


જ્હોન ૧૧:૨૭
તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે આ દુનિયામાં આવનાર મસીહ એટલે ઈશ્વરપુત્ર તે તમે જ છો.”


જ્હોન ૧૧:૪૦
ઈસુએ તેને કહ્યું, “જો તું વિશ્વાસ કરીશ તો તું ઈશ્વરનો મહિમા જોઈશ એવું મેં તને કહ્યું ન હતું?”


જ્હોન ૧૧:૪૫
મિર્યામની મુલાકાતે આવેલાઓમાંથી ઘણા યહૂદીઓએ ઈસુએ જે કર્યું હતું તે જોઈને તેમના પર વિશ્વાસ મૂક્યો.


જ્હોન ૧૧:૪૮
જો આમને આમ ચાલશે તો બધા તેના પર વિશ્વાસ મૂકશે, અને પછી રોમનો આવીને આપણા મંદિરનો અને આખી પ્રજાનો નાશ કરશે!”


જ્હોન ૧૨:૧૧
કારણ, તેને લીધે ઘણા યહૂદીઓ પોતાના આગેવાનોને મૂકીને ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા હતા.


જ્હોન ૧૨:૩૬
તમારી મયે પ્રકાશ છે, ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરો; જેથી તમે પ્રકાશના પુત્રો બની જાઓ.” આમ બોલીને ઈસુ ચાલતા થયા અને તેમની દૃષ્ટિથી દૂર જતા રહ્યા.


જ્હોન ૧૨:૩૭
ઈસુએ તેમની આંખો આગળ આવાં અદ્‍ભુત કાર્યો કર્યાં, છતાં તેમણે તેમના પર વિશ્વાસ કર્યો નહિ;


જ્હોન ૧૨:૩૯
તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ, કારણ, યશાયાએ એ પણ કહ્યું છે:


જ્હોન ૧૨:૪૨
છતાં ઘણા યહૂદી અધિકારીઓએ તેમના પર વિશ્વાસ મૂક્યો, પરંતુ ફરોશીઓ તેમનો બહિષ્કાર કરે એની બીકને લીધે તેઓ જાહેરમાં કબૂલાત કરતા નહોતા.


જ્હોન ૧૨:૪૪
ઈસુએ પોકારીને કહ્યું, “જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે ફક્ત મારા ઉપર જ નહિ, પણ મને મોકલનાર પર પણ વિશ્વાસ મૂકે છે.


જ્હોન ૧૨:૪૬
દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું; જેથી મારા પર વિશ્વાસ મૂકનાર પ્રત્યેક અંધકારમાં ચાલે નહિ.


જ્હોન ૧૩:૧૯
એવું બને તે પહેલાં હું તમને આ જણાવું છું; જેથી તેમ બને ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે જ છું.


જ્હોન ૧૪:૧
ઈસુએ તેમને કહ્યું, “તમારાં હૃદયોને શોક્તુર થવા ન દો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો.


જ્હોન ૧૪:૧૨
હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે હું કરું છું તેવાં કાર્ય કરશે.


જ્હોન ૧૬:૧
“તમે વિશ્વાસમાં ડગી ન જાઓ માટે મેં તમને આ બધું કહ્યું છે.


જ્હોન ૧૬:૯
તેઓ દોષિત છે; પાપ વિષે, કારણ, તેઓ મારા પર વિશ્વાસ મૂક્તા નથી;


જ્હોન ૧૬:૩૧
ઈસુએ જવાબ આપ્યો, “હજી હમણાં તમને વિશ્વાસ બેઠો?


જ્હોન ૧૭:૨૦
“હું ફક્ત તેમને માટે જ પ્રાર્થના કરું છું એવું નથી, પરંતુ જેઓ તેમનો સંદેશ સાંભળીને મારામાં વિશ્વાસ મૂકશે, તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું, કે


જ્હોન ૧૯:૩૫
જેણે આ જોયું છે તે જ આ પુરાવો આપે છે, જેથી તમે વિશ્વાસ કરો. તેણે જે પુરાવો આપ્યો છે તે ખરો છે, અને પોતે સત્ય બોલે છે તે તે જાણે છે.


જ્હોન ૨૦:૮
પછી બીજો શિષ્ય જે કબર આગળ પહેલો આવ્યો હતો તે પણ અંદર ગયો. તેણે જોયું અને વિશ્વાસ કર્યો.


જ્હોન ૨૦:૨૭
પછી તેમણે થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો; તારો હાથ લંબાવીને મારા પડખામાં મૂક; શંકા ન રાખ, વિશ્વાસ કર!”


જ્હોન ૨૦:૨૯
ઈસુએ તેને કહ્યું, “તું મને જુએ છે એટલે જ વિશ્વાસ કરે છે. પણ મને જોયા વગર જેઓ મારામાં વિશ્વાસ મૂકે છે તેમને ધન્યવાદ ઘટે છે!”


જ્હોન ૨૦:૩૧
પરંતુ ઈસુ એ જ મસીહ, ઈશ્વરનો પુત્ર છે, એવો તમે વિશ્વાસ કરો અને એ વિશ્વાસને કારણે તેમના નામ દ્વારા જીવન પામો તે માટે આ વાતો લખવામાં આવી છે.


અધિનિયમો ૧:૧૫
થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


અધિનિયમો ૨:૧
પચાસમાના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્ર થયા હતા.


અધિનિયમો ૨:૬
તેમણે એ અવાજ સાંભળ્યો એટલે એક મોટું ટોળું એકત્ર થઈ ગયું. તેઓ બધા આશ્ર્વર્યમાં પડી ગયા. કારણ, તેમાંની પ્રત્યેક વ્યક્તિએ વિશ્વાસીઓને પોતપોતાની ભાષામાં બોલતા સાંભળ્યા.


અધિનિયમો ૨:૧૩
પણ બીજા કેટલાક લોકો વિશ્વાસીઓની મશ્કરી કરતાં કહેવા લાગ્યા, “આ માણસોએ તાજો દારૂ પીધો છે.”


અધિનિયમો ૨:૪૧
ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા; તે દિવસે સંગતમાં લગભગ ત્રણ હજાર માણસો ઉમેરાયા.


અધિનિયમો ૨:૪૪
સર્વ વિશ્વાસીઓ સાથે રહેતા હતા અને તેમની માલમિલક્ત સહિયારી હતી.


અધિનિયમો ૩:૧૬
તમે જે જોઈ રહ્યા છો અને જાણો છો તે તો તેમના નામ પરના વિશ્વાસ દ્વારા જ બન્યું છે. ઈસુ પરના વિશ્વાસે જ તમ સર્વ સમક્ષ તે આ રીતે સંપૂર્ણ સાજો કરાયો છે.


અધિનિયમો ૪:૪
પણ સંદેશો સાંભળનારાઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો; અને વિશ્વાસ કરનાર પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


અધિનિયમો ૪:૩૨
વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા.


અધિનિયમો ૫:૧૨
પ્રેષિતો દ્વારા લોકો મયે ચમત્કારો અને અદ્‍ભુત કૃત્યો થતાં હતાં. સર્વ વિશ્વાસીઓ શલોમોનની પરસાળમાં એકત્ર થતા હતા.


અધિનિયમો ૫:૧૪
પ્રભુ પર વિશ્વાસ કરનારાઓની સંગતમાં વધારે અને વધારે સ્ત્રીપુરુષો ઉમેરાતાં ગયાં.


અધિનિયમો ૬:૨
તેથી બાર પ્રેષિતોએ સર્વ વિશ્વાસીઓને એકત્રિત કરીને કહ્યું, “ભોજન વ્યવસ્થા કરવા માટે અમે ઈશ્વરનાં વચનનો બોધ કરવા તરફ દુર્લક્ષ સેવીએ એ અમારે માટે યોગ્ય નથી.


અધિનિયમો ૬:૫
પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ. તેથી તેમણે સ્તેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો તેને, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને બિનયહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોખમાંથી આવેલ નિકોલસને પસંદ કર્યા.


Handelingen Apostelen 8:1
એ જ દિવસથી યરુશાલેમમાંની મંડળીની આકરી સતાવણી શરૂ થઈ ગઈ. પ્રેષિતો સિવાય બધા વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.


Handelingen Apostelen 8:3
પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં.


Handelingen Apostelen 8:4
વિખેરાઈ ગયેલા વિશ્વાસીઓએ બધી જગ્યાઓએ જઈને શુભસંદેશનો પ્રચાર કર્યો.


Handelingen Apostelen 8:12
પણ ફિલિપ તરફથી ઈશ્વરના રાજનો શુભસંદેશ સાંભળીને સ્ત્રીપુરુષોએ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં.


Handelingen Apostelen 8:13
સિમોને પણ વિશ્વાસ કર્યો, અને ફિલિપની સાથે રહ્યો. જે મહાન ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરવામાં આવતાં હતાં તે જોઈને તે આશ્ર્વર્યચકિત થઈ ગયો.


Handelingen Apostelen 8:15
તેમણે આવીને વિશ્વાસીઓને પવિત્ર આત્મા મળે તે માટે પ્રાર્થના કરી.


Handelingen Apostelen 8:37
ચફિલિપે તેને કહ્યું, “જો તમે તમારા પૂરા દયથી વિશ્વાસ કરો છો, તો તમારું બાપ્તિસ્મા કરી શકાય.” તેણે જવાબ આપ્યો, “હા, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરપુત્ર છે.”


Handelingen Apostelen 9:36
જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી.


Handelingen Apostelen 9:41
પિતરે આગળ વધીને તેને બેઠા થવામાં સહાય કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને બોલાવીને તેને જીવતી સોંપી.


Handelingen Apostelen 9:42
આ અંગેના સમાચાર આખા જોપ્પામાં પ્રસરી ગયા, અને ઘણા લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો.


Handelingen Apostelen 10:43
બધા સંદેશવાહકો તેમને વિશે સાક્ષી પૂરે છે કે, જે તેમનામાં વિશ્વાસ મૂકશે તેનાં પાપ તેમના નામના અધિકારથી માફ થશે.”


Handelingen Apostelen 10:45
પિતરની સાથે જોપ્પાથી જે યહૂદી વિશ્વાસીઓ આવ્યા હતા તેઓ વિસ્મય પામ્યા કે ઈશ્વરે બિનયહૂદીઓને પણ પવિત્ર આત્માની ભેટ આપી છે.


Handelingen Apostelen 11:17
આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે આપણને જે ભેટ આપી તે તેમણે બિનયહૂદીઓને પણ આપી છે એ વાત સ્પષ્ટ છે. ત્યારે પ્રભુને એમ કરતાં અટકાવનાર હું કોણ?”


Handelingen Apostelen 11:19
સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે થયેલી સતાવણીને કારણે વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા. એમાંના કેટલાક આ સંદેશ માત્ર યહૂદીઓને જ પ્રગટ કરતા કરતા છેક ફોનેસિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા.


Handelingen Apostelen 11:20
પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો.


Handelingen Apostelen 11:21
પ્રભુનું પરાક્રમ તેમની સાથે હતું અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને પ્રભુ તરફ ફર્યા.


Handelingen Apostelen 11:24
બાર્નાબાસ પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો અને સારો માણસ હતો. ઘણા લોકોને પ્રભુ તરફ દોરી લાવવામાં આવ્યા.


Handelingen Apostelen 13:8
પણ જાદુગર એલિમાસે, જે એનું ગ્રીક નામ છે, તેમનો વિરોધ કર્યો. તેણે રાજ્યપાલને વિશ્વાસ કરતો અટકાવવા પ્રયત્ન કર્યો.


Handelingen Apostelen 13:12
જે બન્યું તે જોઈને રાજ્યપાલે વિશ્વાસ કર્યો. પ્રભુ વિષેના શિક્ષણથી તે ખૂબ જ આશ્ર્વર્ય પામ્યો.


Handelingen Apostelen 13:39
તમારે એ જાણવાની જરૂર છે કે મોશેનું નિયમશાસ્ત્ર તમને પાપમાંથી છુટકારો આપી શકાયું નહિ, પણ ઈસુ પર વિશ્વાસ કરનાર પ્રત્યેકને પાપમાંથી છુટકારો મળે છે.


Handelingen Apostelen 13:48
આ સાંભળીને બિનયહૂદીઓ ખુશ થઈ ગયા અને તેમણે પ્રભુના સંદેશ માટે સ્તુતિ કરી; અને જેઓ સાર્વકાલિક જીવન માટે પસંદ કરાયેલા હતા તેઓ વિશ્વાસી બન્યા.


Handelingen Apostelen 14:1
ઈકોનિયમમાં પણ એવું જ બન્યું. પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને એવી રીતે બોલ્યા કે મોટી સંખ્યામાં યહૂદીઓ અને બિનયહૂદીઓ વિશ્વાસી બન્યા.


Handelingen Apostelen 14:2
પણ વિશ્વાસ નહિ કરનાર યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેર્યા અને તેમની લાગણીઓ ભાઈઓની વિરુદ્ધ ફેરવી નાખી.


Handelingen Apostelen 14:9
તે બેઠો બેઠો પાઉલના શબ્દો સાંભળતો હતો. પાઉલે જોયું કે સાજાપણું પ્રાપ્ત કરવા માટે તેનામાં વિશ્વાસ છે. તેથી તેણે તેની સામે તાકીને જોયું અને મોટે અવાજે કહ્યું,


Handelingen Apostelen 14:20
પણ વિશ્વાસીઓ તેની આસપાસ એકઠા થયા ત્યારે તે ઊભો થઈને નગરમાં પાછો ફર્યો. બીજે દિવસે તે અને બાર્નાબાસ દેર્બે ગયા.


Handelingen Apostelen 14:22
તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.”


Handelingen Apostelen 14:23
પ્રત્યેક મંડળીમાં તેમણે આગેવાનો નીમ્યા; અને તેમને પ્રાર્થના તથા ઉપવાસ કરીને જેમના પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો તે પ્રભુને સોંપ્યા.


Handelingen Apostelen 14:27
તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું.


Handelingen Apostelen 14:28
ત્યાં તેઓ વિશ્વાસીઓ સાથે લાંબો સમય રહ્યા.


Handelingen Apostelen 15:5
પણ ફરોશી પક્ષના કેટલાક વિશ્વાસીઓએ ઊભા થઈને કહ્યું, “તેમની સુન્‍નત તો થવી જ જોઈએ અને મોશેનું નિયમશાસ્ત્ર પાળવાનું તેમને ફરમાવવું જોઈએ.”


Handelingen Apostelen 15:7
લાંબી ચર્ચા થયા પછી પિતરે ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ, તમે જાણો છો કે કેટલાક સમય પહેલાં બિનયહૂદીઓને શુભસંદેશની વાતનો ઉપદેશ કરવા ઈશ્વરે મને પસંદ કર્યો કે જેથી તેઓ તે સાંભળીને વિશ્વાસ કરે.


Handelingen Apostelen 15:9
આપણી અને તેમની વચ્ચે તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નહિ; તેમણે વિશ્વાસ કર્યો એટલે ઈશ્વરે તેમનાં હૃદયોને શુદ્ધ કર્યાં.


Handelingen Apostelen 15:11
ના, ના, તેમની જેમ આપણે પણ વિશ્વાસ કરવાને લીધે જ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામ્યા છીએ.”


Handelingen Apostelen 15:30
સંદેશકોને મોકલવામાં આવ્યા. તેઓ અંત્યોખ આવ્યા અને ત્યાં તેમણે વિશ્વાસીઓની આખી સંગતને એકઠી કરીને તેમને પત્ર આપ્યો.


Handelingen Apostelen 15:41
તે મંડળીઓને વિશ્વાસમાં સુદઢ કરતો કરતો સિરિયા અને કિલીકિયામાં થઈને પસાર થયો.


Handelingen Apostelen 16:1
ત્યાર પછી પાઉલ દેર્બે અને લુસ્ત્રા ગયો. ત્યાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો હતો. તેની મા વિશ્વાસી હતી; તે યહૂદી હતી. તેનો પિતા ગ્રીક હતો.


Handelingen Apostelen 16:4
નગરેનગર જતાં જતાં તેઓ પ્રેષિતો અને યરુશાલેમના આગેવાનોએ ઠરાવેલા નિયમો વિશ્વાસીઓને જણાવતા ગયા, અને તેમને એ નિયમો પાળવાનું કહેતા ગયા.


Handelingen Apostelen 16:5
એમ મંડળીઓ વિશ્વાસમાં દઢ થતી ગઈ અને સંખ્યામાં વધતી ગઈ.


Handelingen Apostelen 16:15
પછી તેણે અમને આમંત્રણ આપ્યું, “જો તમને લાગ્યું હોય કે હું પ્રભુમાં સાચો વિશ્વાસ કરું છું, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને પોતાને ત્યાં લઈ જવા આગ્રહ કર્યો.


Handelingen Apostelen 16:31
તેમણે કહ્યું, “પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તારો તથા તારા ઘરકુટુંબનો ઉદ્ધાર થશે.”


Handelingen Apostelen 16:34
તે પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં લઈ ગયો અને તેમને ખાવાનું આપ્યું. તેણે ઈશ્વરમાં વિશ્વાસ મૂક્યો તેથી તેને તથા તેના કુટુંબને ખૂબ જ આનંદ થયો.


Handelingen Apostelen 17:12
તેમનામાંથી ઘણાએ વિશ્વાસ કર્યો. વળી ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતી કેટલીક ગ્રીક સ્ત્રીઓએ તેમ જ ઘણા ગ્રીક પુરુષોએ પણ વિશ્વાસ કર્યો.


Handelingen Apostelen 17:34
કેટલાક માણસો તેની સાથે જોડાયા અને વિશ્વાસ કર્યો; તેમાં એરિયોપાગસનો સભ્ય ડાયનીસીયસ, હેમેરિયસ નામની એક સ્ત્રી અને બીજા કેટલાક હતા.


Handelingen Apostelen 18:8
ભજનસ્થાનના આગેવાન ક્રિસ્પસે તથા તેના કુટુંબે વિશ્વાસ કર્યો. કોરીંથના બીજા ઘણા લોકોએ સંદેશો સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા.


Handelingen Apostelen 18:23
ત્યાં થોડો સમય રહ્યા પછી તે ચાલી નીકળ્યો. બધા વિશ્વાસીઓને દઢ કરતો કરતો તે ગલાતિયા અને ફ્રુગિયાના પ્રદેશમાં ફર્યો.


Handelingen Apostelen 18:27
આપોલસે ગ્રીસ જવાનો નિર્ણય કર્યો હોવાથી ત્યાં તેનો આદરસત્કાર થાય તે માટે એફેસસના વિશ્વાસીઓએ ગ્રીસમાં વસતા શિષ્યો પર પત્ર લખીને તેને મદદ કરી. તે ત્યાં આવી પહોંચ્યો અને જેઓ ઈશ્વરની કૃપાથી વિશ્વાસીઓ બન્યા હતા તેમને ખૂબ જ મદદર્ક્તા થઈ પડયો.


Handelingen Apostelen 19:2
તેણે તેમને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા મળ્યો હતો?” તેમણે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા છે એવું અમે સાંભળ્યું પણ નથી.”


Handelingen Apostelen 19:4
પાઉલે કહ્યું, “પોતાનાં પાપથી પાછા ફરનારાઓ માટે યોહાનનું બાપ્તિસ્મા હતું; અને તેણે ઇઝરાયલી લોકોને તેના પછીથી આવનાર ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાનું કહ્યું હતું.”


Handelingen Apostelen 19:9
પણ તેમાંના કેટલાક જડ હતા અને તેઓ વિશ્વાસ ન કરતાં આખી સંગતની સમક્ષ પ્રભુના માર્ગની નિંદા કરતા. તેથી પાઉલ તેમને મૂકીને શિષ્યોને પોતાની સાથે લઈને જતો રહ્યો. તે દરરોજ તુરેન્‍નસના સભાગૃહમાં ચર્ચા કરતો.


Handelingen Apostelen 19:18
ઘણા વિશ્વાસીઓએ આવીને પોતાનાં દુષ્કૃત્યોની જાહેરમાં કબૂલાત કરી.


Handelingen Apostelen 19:30
પાઉલ પોતે ટોળા સમક્ષ જવા માગતો હતો. પણ વિશ્વાસીઓએ તેને જવા દીધો નહિ.


Handelingen Apostelen 20:1
હુલ્લડ શમી ગયા પછી પાઉલે વિશ્વાસીઓને એકત્રિત કર્યા, અને તેમને ઉત્તેજનદાયક વચનો કહીને તેમની વિદાય લીધી. પછી તે ત્યાંથી નીકળીને મકદોનિયા ગયો.


Handelingen Apostelen 20:21
યહૂદી અને બિનયહૂદી બધાને એક સરખી રીતે મેં ગંભીર ચેતવણી આપી કે તેમણે પોતાનાં પાપથી વિમુખ થઈ ઈશ્વર તરફ ફરવું, અને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો.


Handelingen Apostelen 20:30
એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે.


Handelingen Apostelen 21:4
ત્યાં અમને થોડા વિશ્વાસીઓ મળ્યા, અને અમે તેમની સાથે એક સપ્તાહ રહ્યા. પવિત્ર આત્માની પ્રેરણાથી તેમણે પાઉલને યરુશાલેમ ન જવા જણાવ્યું.


Handelingen Apostelen 21:16
કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે જેને ત્યાં ઊતરવાનું હતું તે સાયપ્રસના માસોનને ત્યાં લઈ ગયા. માસોન તો શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો.


Handelingen Apostelen 21:20
તેનું સાંભળી રહ્યા પછી તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેમણે પાઉલને કહ્યું, “ભાઈ, વાત આમ છે. હજારો યહૂદીઓ વિશ્વાસી બન્યા છે અને તેઓ બધા નિયમશાસ્ત્રમાં ખૂબ આસ્થા ધરાવે છે.


Handelingen Apostelen 21:25
છતાં બિનયહૂદીઓમાંથી વિશ્વાસી બનેલાઓને તો તેમણે મૂર્તિઓને અર્પેલો કંઈ ખોરાક ખાવો નહિ, રક્તપાન કરવું નહિ, ગૂંગળાવીને મારી નાખેલું પ્રાણી ખાવું નહિ અને પોતાને વ્યભિચારથી દૂર રાખવા એવો નિર્ણય અમે કરેલો છે, અને તેવો પત્ર અમે પાઠવ્યો છે.”


Handelingen Apostelen 22:19
મેં જવાબ આપ્યો, ‘પ્રભુ, તેઓ સારી રીતે જાણે છે કે, ભજનસ્થાનોમાં જઈને તારા પર વિશ્વાસ કરનારાઓની ધરપકડ કરીને મેં તેમને માર્યા છે


Handelingen Apostelen 24:21
એ જ કે હું તેમની સમક્ષ ઊભો હતો ત્યારે મેં કહ્યું હતું તેમ, ‘મરેલાંઓ સજીવન થશે એવો વિશ્વાસ રાખવાને લીધે જ તમે આજે મારો ન્યાય કરો છો.”


Handelingen Apostelen 24:24
થોડા દિવસો પછી ફેલીક્ષ તેની યહૂદી પત્ની દ્રુસિલા સાથે આવ્યો. તેણે પાઉલને બોલાવડાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવા અંગે સાંભળ્યું.


Handelingen Apostelen 26:11
બધાં ભજનસ્થાનોમાં મેં તેમને શિક્ષા કરાવી હતી અને તેઓ પોતાના વિશ્વાસનો નકાર કરે તે માટે પ્રયાસ કર્યો હતો. તેમની પર હું એવો ક્રોધે ભરાયો હતો કે તેમની સતાવણી કરવાને હું બીજા પ્રદેશોમાં પણ ગયો.


Handelingen Apostelen 26:18
તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’


Handelingen Apostelen 26:27
હે આગ્રીપા રાજા, તમે સંદેશવાહકો પર તો વિશ્વાસ કરો છો ને? મને એની ખબર છે!”


Handelingen Apostelen 28:14
ત્યાં અમને થોડાક વિશ્વાસીઓ મળ્યા. તેમણે અમને તેમની સાથે એકાદ અઠવાડિયું રહેવા કહ્યું. એ રીતે અમે રોમ પહોંચ્યા.


Handelingen Apostelen 28:15
વિશ્વાસી ભાઈઓએ અમારે વિષે સાંભળ્યું એટલે છેક ‘આપ્પિયસનું બજાર’ તેમ જ ‘ત્રણ ધર્મશાળા’ નામનાં સ્થળો સુધી અમને સામા મળવા આવ્યા. પાઉલે તેમને જોયા ત્યારે તેણે ઈશ્વરનો આભાર માન્યો અને તેનામાં હિંમત આવી.


Handelingen Apostelen 28:24
તેમનામાંના કેટલાક તેનાં વચનોથી ખાતરી પામ્યા, પણ બીજાઓએ વિશ્વાસ કર્યો નહિ.


1 Korintiërs 1:21
કારણ, માણસો પોતાના જ્ઞાનથી ઈશ્વરને પામી શકે નહિ એવો પ્રબંધ ઈશ્વરે પોતાના જ્ઞાનથી કર્યો. એને બદલે, જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની “મૂર્ખતા” દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું.


1 Korintiërs 2:5
આમ, તમારા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર રહેલો છે.


1 Korinthierbrevet 3:1
ભાઈઓ, જેમની પાસે પવિત્ર આત્મા હોય, તેમની સાથે જે રીતે વાત કરી શકાય, તે રીતે હું તમારી સાથે વાત કરી શકયો નહિ. તમે જાણે કે દુન્યવી માણસો હો અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં બાળકો હો તે રીતે મારે તમારી સાથે વાત કરવી પડી હતી.


1 Korinthierbrevet 3:5
આપોલસ કોણ છે? વળી, પાઉલ કોણ છે? અમે તો માત્ર ઈશ્વરના સેવકો જ છીએ કે જેમની મારફતે તમે વિશ્વાસ કર્યો છે. અમારામાંનો દરેક પ્રભુએ તેને સોંપેલું કાર્ય કરે છે.


1 Korinthierbrevet 4:2
કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


1 Korinthierbrevet 4:17
આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે.


1 Korinthierbrevet 5:11
પણ મારો લખવાનો અર્થ આ હતો: પોતાને વિશ્વાસી ભાઈ કહેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે દુષ્ટ છે, તેની સાથે તમારે સંબંધ રાખવો નહિ. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહિ.


1 Korinthierbrevet 6:6
એક ભાઈ બીજા ભાઈ વિરુદ્ધ અદાલતમાં કેસ માંડે છે અને તેય અવિશ્વાસી આગળ!


1 Korinthierbrevet 7:12
બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું જણાવું છું: જો કોઈ ખ્રિસ્તી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ.


1 Korinthierbrevet 7:13
તેમ જ જો કોઈ ખ્રિસ્તી બહેનને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે પણ તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ.


1 Korinthierbrevet 7:14
કારણ, અવિશ્વાસી પતિ ખ્રિસ્તી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. તેવી જ રીતે અવિશ્વાસી પત્ની ખ્રિસ્તી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત, તો તેમનાં બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીક્તમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે.


1 Korinthierbrevet 7:15
જો અવિશ્વાસી જીવનસાથી તેના ખ્રિસ્તી જીવનસાથી સાથે રહેવા રાજી ન હોય તો તેને છૂટો થવા દે. આવા કિસ્સાઓમાં ખ્રિસ્તી પતિ કે પત્ની યોગ્ય પગલું ભરવાને સ્વતંત્ર છે.


1 Korinthierbrevet 7:16
હે ખ્રિસ્તી પત્ની, તું તારા અવિશ્વાસી પતિનો ઉદ્ધાર નહિ કરી શકે એવી ખાતરી તને કયાંથી મળે? વળી, હે ખ્રિસ્તી પતિ, તું તારી અવિશ્વાસી પત્નીનો ઉદ્ધાર નહિ કરી શકે એવી તને ક્યાંથી ખબર પડી?


1 Korinthierbrevet 7:25
હવે હું કુંવારાં વિષે જણાવું છું: મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હું મારો મત જણાવું છું.


1 Korinthierbrevet 7:39
પતિ જીવંત હોય ત્યાં સુધી પરણેલી સ્ત્રી સ્વતંત્ર નથી. પણ પતિના મૃત્યુ પછી પોતાની પસંદગી મુજબના માણસ સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ એ માણસ વિશ્વાસી હોવો જોઈએ.


1 Korinthierbrevet 8:9
તમારી આ સ્વતંત્રતાથી વિશ્વાસમાં જેઓ નબળા છે તેઓ પાપમાં ન પડે તે માટે સાવધ રહો.


1 Korinthierbrevet 8:11
આથી તમારો ભાઈ જે વિશ્વાસમાં નબળો છે અને જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તે તમારા “જ્ઞાન” લીધે નાશ પામશે!


1 Korinthierbrevet 9:22
વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેમના જેવો જ નિર્બળ બનું છું; જેથી હું તેમને જીતી શકું. આમ હું બધાંની સાથે બધાંનાં જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું.


1 Korinthierbrevet 10:27
જો કોઈ અવિશ્વાસી તમને ભોજનને માટે આમંત્રણ આપે અને તે આમંત્રણ તમે સ્વીકારો તો તમને જે કંઈ પીરસવામાં આવે તે તમારી વિવેકબુદ્ધિને ખાતર કંઈપણ પ્રશ્ર્ન પૂછયા વગર ખાઓ.


1 Korinthierbrevet 12:9
એનો એ જ આત્મા કોઈને વિશ્વાસનું, અને કોઈને સાજા કરવાનું સામર્થ્ય આપે છે.


1 Korinthierbrevet 13:2
જો મારી પાસે ઈશ્વરપ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી.


1 Korinthierbrevet 13:7
પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે; બધાની આશા રાખે છે; બધા માટે ધીરજ રાખે છે.


1 Korinthierbrevet 13:13
હવે, વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે, પણ એમાંથી પ્રેમ સર્વશ્રેષ્ઠ છે.


1 Korinthierbrevet 14:22
આથી અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ તો વિશ્વાસીઓને માટે નહિ, પણ અવિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે. જ્યારે ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ અવિશ્વાસીઓને માટે નહિ, પણ વિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે.


1 Korinthierbrevet 14:23
આમ, જો સમગ્ર મંડળી એકત્ર થાય અને દરેક અન્ય ભાષાઓમાં બોલવાની શરૂઆત કરે અને સામાન્ય લોકો કે અવિશ્વાસીઓ તેમાં આવે, તો શું તેઓ એમ નહિ કહે કે, આ બધા તો પાગલ છે!


1 Korinthierbrevet 14:24
પણ જો બધા ઈશ્વરનો સંદેશો પ્રગટ કરે અને કોઈ અવિશ્વાસી કે સામાન્ય વ્યક્તિ આવે, તો તે સાંભળવાથી તેને પોતાનાં પાપનું ભાન થશે. તે જે સાંભળશે તેથી તેનો ન્યાય થશે.


1 Korinthierbrevet 15:1
ભાઈઓ, જે શુભસંદેશ મેં તમને પ્રગટ કર્યો, જેનો તમે સ્વીકાર કર્યો તથા જેના પર તમારો દૃઢ વિશ્વાસ છે, તેની હું તમને યાદ અપાવવા માગું છું.


1 Korinthierbrevet 15:2
જે સ્વરુપમાં મેં તમને શુભસંદેશ જણાવ્યો તે જ સ્વરૂપમાં તમે તેને દૃઢતાથી વળગી રહો તો જ તમારો ઉદ્ધાર થાય; નહિ તો તમારો વિશ્વાસ નિરર્થક છે.


1 Korinthierbrevet 15:11
આથી શુભસંદેશ મારી મારફતે આવ્યો હોય કે તેમની મારફતે, પણ અમે બધા આ જ ઉપદેશ કરીએ છીએ, અને તમે તેના પર વિશ્વાસ કરેલો છે.


1 Korinthierbrevet 15:17
જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો પછી તમારો વિશ્વાસ નિરર્થક છે અને તમે હજી તમારાં પાપમાં ખોવાયેલા છો.


1 Korinthierbrevet 15:18
એનો અર્થ એ પણ થાય કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા છે, તેઓ પણ નાશ પામ્યા છે.


1 Korinthierbrevet 16:13
જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.


ગલાટિયન ૧:૨૩
તેઓ માત્ર આટલું જ જાણતા હતા: “આપણને પહેલાં સતાવનાર માણસ જે વિશ્વાસને એકવાર નષ્ટ કરવાનો પ્રયત્ન કરતો તેને હવે તે પ્રગટ કરે છે.”


ગલાટિયન ૨:૧૬
છતાં આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવા દ્વારા નહિ, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ માણસ ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શકે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસ દ્વારા આપણને ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે તે માટે આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી કોઈ માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી.


ગલાટિયન ૨:૨૦
તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું.


ગલાટિયન ૩:૨
આ એક જ વાત મને જણાવો: નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી તમે ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કર્યો કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કરવાથી?


ગલાટિયન ૩:૫
તમે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરી તેથી ઈશ્વરે તમને પવિત્ર આત્મા આપ્યો અને તમારી મયે ચમત્કારો કર્યા કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કર્યો તેથી એમ બન્યું?


ગલાટિયન ૩:૬
અબ્રાહામને લક્ષમાં લો: “તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને એને લીધે ઈશ્વરે સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે તેનો સ્વીકાર કર્યો.”


ગલાટિયન ૩:૭
એ પરથી તમારે સમજવું જોઈએ કે વિશ્વાસ ધરાવનાર લોકો જ અબ્રાહામના સાચા વંશજો છે.


ગલાટિયન ૩:૮
ઈશ્વર બિનયહૂદીઓનો પણ વિશ્વાસ દ્વારા સુમેળમાં આવેલી વ્યક્તિઓ તરીકે સ્વીકાર કરશે એવું અગાઉથી જોઈને શાસ્ત્રમાં અબ્રાહામને પહેલેથી જ શુભસંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો: “તારી મારફતે બધી પ્રજાઓ ઈશ્વરની આશિષ પામશે.”


ગલાટિયન ૩:૯
અબ્રાહામે વિશ્વાસ કર્યો અને તેને આશિષ મળી. તે જ પ્રમાણે વિશ્વાસ કરનાર બધાને અબ્રાહામના જેવી આશિષ મળે છે.


ગલાટિયન ૩:૧૧
કોઈ માણસ નિયમશાસ્ત્રની મારફતે ઈશ્વરની સમક્ષ સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી તે હવે સ્પષ્ટ છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવેલ વ્યક્તિ જીવશે.”


ગલાટિયન ૩:૧૨
પણ નિયમશાસ્ત્રનો આધાર વિશ્વાસ પર નથી. એથી ઊલટું, શાસ્ત્રમાં લખેલું છે: “નિયમશાસ્ત્રની બધી જ માગણીઓ પૂરી કરનાર માણસ નિયમશાસ્ત્રથી જીવન પામશે.”


ગલાટિયન ૩:૧૪
એ પ્રમાણે ખ્રિસ્તે આપણો ઉદ્ધાર કર્યો છે; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલી આશિષ, ઈસુ ખ્રિસ્તની મારફતે બિનયહૂદીઓને પણ પ્રાપ્ત થાય અને વિશ્વાસ કરવા દ્વારા જેનું વચન અપાયું છે તે પવિત્ર આત્મા આપણે પ્રાપ્ત કરીએ.


ગલાટિયન ૩:૨૨
પણ શાસ્ત્રમાં લખેલું છે કે, સમગ્ર દુનિયા પાપની સત્તા નીચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે વરદાનો મળે છે તે તો વિશ્વાસ કરનારાઓને જ પ્રાપ્ત થાય છે.


ગલાટિયન ૩:૨૩
વિશ્વાસનો સમય આવ્યો તે પહેલાં નિયમશાસ્ત્રે આપણને કેદીઓ જેવા રાખ્યા.


ગલાટિયન ૩:૨૪
આમ, ખ્રિસ્ત આવ્યા ત્યાં સુધી આપણે નિયમશાસ્ત્રના વાલીપણા હેઠળ હતા; જેથી તે પછી આપણે વિશ્વાસ દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીએ.


ગલાટિયન ૩:૨૫
પણ હવે વિશ્વાસનો સમય આવ્યો છે તેથી આપણે નિયમશાસ્ત્રના નિયંત્રણ હેઠળ નથી.


ગલાટિયન ૩:૨૬
વિશ્વાસની મારફતે જ તમે સર્વ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના પુત્રો છો.


ગલાટિયન ૫:૫
પણ આપણે તો વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી પવિત્ર આત્માને પ્રતાપે ફળીભૂત થનારી આશાની આતુરતાથી રાહ જોઈએ છીએ.


ગલાટિયન ૫:૬
ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


ગલાટિયન ૬:૧૦
આમ, જ્યારે પણ આપણને તક મળે, ત્યારે આપણે સૌનું, અને ખાસ કરીને જેઓ વિશ્વાસમાં એક કુટુંબ છે, તેમનું ભલું કરીએ.


ફિલિપીયન ૧:૧૪
હું જેલમાં છું તેથી પ્રભુમાંના ઘણા ભાઈઓ વિશ્વાસ રાખીને પ્રભુના સંદેશ વિષે નિર્ભયતાથી બોલવા વિશેષ હિંમતવાન થયા છે.


ફિલિપીયન ૧:૨૫
મને આ વિષે ખાતરી હોવાથી હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા વિશ્વાસની વૃદ્ધિ અને આનંદને માટે હું તમ સર્વની સાથે રહીશ.


ફિલિપીયન ૧:૨૭
હવે તમારું વર્તન ખ્રિસ્તના શુભસંદેશને અનુરૂપ રાખો. જેથી હું તમારી મુલાકાત લઉં કે પછી તમારાથી દૂર હોઉં, તો પણ તમારા વિષે મને સમાચાર મળે કે તમે સૌ એક યેયમાં સ્થિર રહીને એક મનથી શુભસંદેશના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો,


ફિલિપીયન ૧:૨૯
માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુ:ખ સહન કરવું એ માટે તમને આ કૃપા આપવામાં આવી છે.


ફિલિપીયન ૨:૧૭
તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું.


ફિલિપીયન ૩:૯
જેથી હું તેમની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાઉં. નિયમના પાલન દ્વારા પ્રાપ્ત થતો ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ નહિ, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર સાથે સ્થપાતો સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ હું ધરાવું છું. આ સુમેળભર્યો સંબંધ ઈશ્વર પોતે જ સ્થાપિત કરે છે અને તે વિશ્વાસ પર આધારિત છે.


ફિલિપીયન ૪:૩
મારા વિશ્વાસુ સાથી, મારે તને પણ વિનંતી કરવાની કે આ બંને સ્ત્રીઓને તું મદદ કરજે. કારણ, મારી સાથે તેમજ કલેમેન્ટ અને બીજા સર્વ સહકાર્યકરો, જેમનાં નામ ઈશ્વરે રાખેલા જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેમની સાથે શુભસંદેશના પ્રચારકાર્યમાં તેમણે સખત પરિશ્રમ કર્યો હતો.


કોલોસીઅન્સ ૧:૨
કોલોસેમાંના ઈશ્વરના લોક જેઓ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આપણા ભાઈઓ છે તેમને આપણા ઈશ્વરપિતા કૃપા તથા શાંતિ બક્ષો.


કોલોસીઅન્સ ૧:૪
અમે ખ્રિસ્ત ઈસુમાંના તમારા વિશ્વાસ અને ઈશ્વરના લોક પ્રત્યેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું છે.


કોલોસીઅન્સ ૧:૫
તમે જેની આશા રાખો છો તે સ્વર્ગમાં સાચવી રખાયેલ છે અને એ આશા પર તમારા એ વિશ્વાસ અને પ્રેમનો આધાર છે. સાચો સંદેશ, એટલે શુભસંદેશ તમારી પાસે આવ્યો ત્યારે તેમાં જણાવેલી એ આશા વિષે તમે સૌ પ્રથમ સાંભળ્યું હતું.


કોલોસીઅન્સ ૧:૨૩
અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું.


કોલોસીઅન્સ ૨:૫
કારણ, જો કે હું શરીરે હાજર નથી તો પણ મારો આત્મા તમારી સાથે હોવાથી હું તમને એ જણાવું છું. તમે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસમાં જે દૃઢતાથી ઊભા રહ્યા છો તે જોઈને મને આનંદ થાય છે.


કોલોસીઅન્સ ૨:૭
તેમનામાં તમારાં મૂળ ઊંડાં નાખો, તેમના પર તમારા જીવનનું બાંધક્મ કરો અને તમને શીખવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારા વિશ્વાસમાં દૃઢ થાઓ અને આભારસ્તુતિ કરતા રહો.


કોલોસીઅન્સ ૨:૧૨
કારણ, જ્યારે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું ત્યારે ખ્રિસ્તની સાથે તમારું દફન થયું અને બાપ્તિસ્મામાં તમે ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વરના કાર્યશીલ સામર્થ્ય પર વિશ્વાસ મૂક્યો, તેથી તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે.


કોલોસીઅન્સ ૪:૫
અવિશ્વાસીઓ સાથે સમજણપૂર્વક વર્તો અને તમને મળેલી દરેક તકનો ઉપયોગ કરો.


કોલોસીઅન્સ ૪:૭
આપણો પ્રિય ભાઈ તુખિક્સ, જે પ્રભુના કાર્યમાં વિશ્વાસુ કાર્યકર અને સાથી સેવક છે તે મારા વિષેના સર્વ સમાચાર તમને જણાવશે.


કોલોસીઅન્સ ૪:૯
તેની સાથે તમારી સંગતમાંનો પ્રિય તથા વિશ્વાસુ ભાઈ ઓનેસિમસ પણ આવે છે. તે તમને અહીંના બધા સમાચાર આપશે.


૧ થેસ્સાલોનીકી ૧:૩
કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત ક્મ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દૃઢ છે એ વાતોને અમે ઈશ્વરપિતા સમક્ષ નિરંતર યાદ કરીએ છીએ.


૧ થેસ્સાલોનીકી ૧:૭
આમ, તમે મકદોનિયા અને આખાયાના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા છો.


૧ થેસ્સાલોનીકી ૧:૮
કારણ, પ્રભુ વિષેનો સંદેશો તમારી પાસેથી મકદોનિયા અને આખાયામાં પહોંચ્યો એટલું જ નહિ, પણ ઈશ્વરમાં તમે મૂકેલા વિશ્વાસના સમાચાર પણ સર્વત્ર પહોંચી ગયા છે.


૧ થેસ્સાલોનીકી ૨:૧૦
તમે પોતે તેમ જ ઈશ્વર પણ અમારા સાક્ષી છે કે તમ વિશ્વાસ કરનારાઓ પ્રત્યે અમારું વર્તન પવિત્ર, નિખાલસ અને નિર્દોષ હતું.


૧ થેસ્સાલોનીકી ૨:૧૩
અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ, અમે તમારી પાસે ઈશ્વરનો સંદેશો લાવ્યા ત્યારે તમે તેને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો અને હકીક્તમાં તો તે ઈશ્વરનો જ સંદેશો છે. કારણ, તમ વિશ્વાસ કરનારાઓમાં ઈશ્વર કાર્ય કરી રહેલા છે.


૧ થેસ્સાલોનીકી ૩:૨
જ્યારે અમે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાના ઈશ્વરના કાર્યમાં અમારા સહકાર્યકર, આપણા ભાઈ તિમોથીને તમને દૃઢ કરવા અને તમારા વિશ્વાસમાં મદદ કરવા માટે મોકલ્યો,


૧ થેસ્સાલોનીકી ૩:૫
હું વધુ સમય રાહ જોઈ શક્યો નહિ, તેથી તમારા વિશ્વાસ વિષેના સમાચાર જાણી લાવવા મેં તિમોથીને મોકલ્યો; કદાચ શેતાને તમારી પરીક્ષા કરી હોય અને અમારું કાર્ય નિરર્થક થયું હોય.


૧ થેસ્સાલોનીકી ૩:૬
હવે તિમોથી તમારી મુલાકાત લઈને પાછો આવી ગયો છે અને તમારા પ્રેમ અને વિશ્વાસ સંબંધી સારા સમાચાર લાવ્યો છે. તમે હંમેશાં અમારું ભલું ઇચ્છો છો અને જેમ અમે તમને મળવાની ઇચ્છા રાખીએ છીએ તેમ તમે પણ અમને મળવા આતુર છો એવું તેણે અમને જણાવ્યું છે.


૧ થેસ્સાલોનીકી ૩:૭
આથી અમારી સર્વ મુશ્કેલીઓ અને અમારાં દુ:ખોમાં તમારા વિશ્વાસથી અમને નિરાંત વળી છે.


૧ થેસ્સાલોનીકી ૩:૧૦
અમે ઈશ્વરને ખરા અંત:કરણથી રાતદિવસ પ્રાર્થના કરીએ છીએ; જેથી અમે તમને રૂબરૂ મળી શકીએ અને તમારા વિશ્વાસમાં જે કંઈ ઊણપ હોય તે પૂરી કરી શકીએ.


૧ થેસ્સાલોનીકી ૪:૯
તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખવાની બાબત વિષે લખવાની કોઈ જરૂર નથી. તમારે એકબીજા પર કેવો પ્રેમ રાખવો જોઈએ તે ઈશ્વરે જ તમને શીખવ્યું છે.


૧ થેસ્સાલોનીકી ૪:૧૨
એ રીતે, જેઓ વિશ્વાસીઓ નથી તેઓ તરફથી પણ તમને માન મળશે અને તમારે તમારી જરૂરિયાતો માટે બીજાઓ પર આધાર રાખવો પડશે નહિ.


૧ થેસ્સાલોનીકી ૪:૧૪
આપણે માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા; અને સજીવન થયા. તેથી જેઓ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા તેમને ઈશ્વર ઈસુની સાથે લાવશે તેવું પણ આપણે માનીએ છીએ.


૧ થેસ્સાલોનીકી ૪:૧૬
હુકમ અપાશે, મુખ્ય દૂતનો અવાજ સંભળાશે, ઈશ્વરનું રણશિંગડું વાગશે, અને પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઊતરી આવશે. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મૃત્યુ પામ્યાં છે તેઓ પ્રથમ સજીવન થશે.


૧ થેસ્સાલોનીકી ૫:૮
પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.


૧ થેસ્સાલોનીકી ૫:૨૪
તમને આમંત્રણ આપનાર ઈશ્વર તેમ કરશે, કારણ, તે વિશ્વાસુ છે.


૨ થેસ્સાલોનીકી ૧:૩
ભાઈઓ, તમારે માટે અમારે સર્વ સમયે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એમ કરવું અમારે માટે યોગ્ય છે, કારણ, તમારો વિશ્વાસ ઘણો વૃદ્ધિ પામતો જાય છે અને બીજાઓ પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય છે.


૨ થેસ્સાલોનીકી ૧:૪
સર્વ સતાવણીઓ અને દુ:ખોમાંથી પસાર થઈ ચૂકયા હોવા છતાં તમે તે સહન કરો છો અને વિશ્વાસ રાખો છો, તેથી અમે ઈશ્વરની મંડળીઓમાં તમારે માટે ગર્વ લઈએ છીએ.


૨ થેસ્સાલોનીકી ૧:૧૦
જયારે સર્વ લોકની પાસેથી મહિમા અને સર્વ વિશ્વાસીઓ પાસેથી માન મેળવવાને ઈસુ આવશે તે દિવસે આમ બનશે. અમે તમને જણાવેલા સંદેશા પર તમે વિશ્વાસ કર્યો હોવાથી તમે પણ તેમનામાં હશો.


૨ થેસ્સાલોનીકી ૧:૧૧
એટલે જ અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, ઈશ્વરે તમને જે જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે તે જીવવાને તમે યોગ્ય થાઓ. તે પોતાની શક્તિથી સારાં ક્મ કરવા માટે તમારી સર્વ ઇચ્છાઓ પૂરી કરો અને વિશ્વાસનું તમારું કાર્ય સંપૂર્ણ કરો.


૨ થેસ્સાલોનીકી ૨:૧૨
પરિણામે, જેમણે સત્ય પર વિશ્વાસ કર્યો નથી અને પાપમાં મોજમઝા માણી છે તેઓ સર્વને શિક્ષા થાય.


૨ થેસ્સાલોનીકી ૨:૧૩
ભાઈઓ, તમે ઈશ્વરને પ્રિય છો અને તમારે માટે અમારે હંમેશાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પવિત્ર આત્માની શક્તિથી અને સત્ય પરના તમારા વિશ્વાસથી તમારો ઉદ્ધાર થાય તે માટે ઈશ્વરે તમને પ્રથમથી જ પસંદ કર્યા છે; જેથી તમે ઈશ્વરના પવિત્ર લોક બનો.


૨ થેસ્સાલોનીકી ૩:૨
ઈશ્વર અમને દુષ્ટ અને ભૂંડા માણસોથી બચાવે તેને માટે પણ પ્રાર્થના કરો. કારણ, બધા લોકો કંઈ સંદેશા પર વિશ્વાસ કરતા નથી.


૨ થેસ્સાલોનીકી ૩:૩
પણ પ્રભુ વિશ્વાસુ છે; તે તમને બળવાન બનાવશે અને શેતાનથી તમને બચાવશે.


૧ તીમોથી ૧:૧
ઈશ્વર આપણા ઉદ્ધારક અને ઈસુ ખ્રિસ્ત જે આપણી આશા છે તેમની આજ્ઞાથી ઈસુ ખ્રિસ્તના પ્રેષિત થએલા પાઉલ તરફથી વિશ્વાસમાં મારા સાચા પુત્ર તિમોથીને શુભેચ્છા.


૧ તીમોથી ૧:૪
તેમને જણાવ કે તેઓ કલ્પિત કથાઓ અને વંશાવળીઓની લાંબી યાદીઓ પ્રત્યે ધ્યાન ન આપે. કારણ, તેથી તો વાદવિવાદ જ થાય છે અને વિશ્વાસથી પ્રગટ થતો ઈશ્વરનો ઈરાદો પૂર્ણ થતો નથી.


૧ તીમોથી ૧:૫
એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


૧ તીમોથી ૧:૧૩
જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


૧ તીમોથી ૧:૧૪
અને ખ્રિસ્ત ઈસુની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણાં છે તે મને આપ્યાં.


૧ તીમોથી ૧:૧૬
પણ આ કારણને લીધે જ ઈશ્વરે મારા પ્રત્યે દયા રાખી, જેથી ઈસુ ખ્રિસ્ત મારી સાથેના વ્યવહારમાં તેમની સંપૂર્ણ ધીરજ દાખવે. હું તો પાપીઓમાં સૌથી મુખ્ય પાપી હોવા છતાં પાછળથી તેમના પર વિશ્વાસ કરનારાઓ અને સાર્વકાલિક જીવન મેળવનારાઓ માટે નમૂનારૂપ બન્યો.


૧ તીમોથી ૧:૧૯
અને તારો વિશ્વાસ તથા શુદ્ધ અંત:કરણ જાળવી રાખો. કેટલાક માણસો પોતાની પ્રેરકબુદ્ધિનુંય સાંભળતા નથી અને તેથી પોતાના વિશ્વાસરૂપી વહાણને ભાંગી નાખ્યું છે.


૧ તીમોથી ૨:૭
એની જ જાહેરાત કરવા, એનો જ સંદેશો પહોંચાડવા અને બિનયહૂદીઓને વિશ્વાસ અને સત્યનું શિક્ષણ આપવા મને નીમવામાં આવેલો છે. હું સાચું કહું છું અને જૂઠું બોલતો નથી.


૧ તીમોથી ૨:૧૫
તેમ છતાં સ્ત્રી વિશ્વાસ, પ્રેમ અને પવિત્રતામાં મર્યાદાશીલ જીવન જીવે તો તે પુત્ર જન્મ દ્વારા ઉદ્ધાર પામશે.


૧ તીમોથી ૩:૯
તેઓ સ્પષ્ટ પ્રેરકબુદ્ધિથી વિશ્વાસનું પ્રગટ સત્ય પકડી રાખનાર હોવા જોઈએ.


૧ તીમોથી ૩:૧૧
એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ ગંભીર હોવી જોઈએ; તેઓ નિંદાખોર નહિ, પણ સંયમી અને સર્વ બાબતમાં વિશ્વાસપાત્ર હોવી જોઈએ.


૧ તીમોથી ૩:૧૩
જેઓ સારું કાર્ય કરે તેમની પ્રતિષ્ઠા વધે છે અને ખ્રિસ્ત ઈસુમાં તેમનો જે વિશ્વાસ છે તે વિષે હિંમતથી બોલી શકે છે.


૧ તીમોથી ૩:૧૬
બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.


૧ તીમોથી ૪:૧
પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે.


૧ તીમોથી ૪:૩
લગ્ન ન કરવું જોઈએ અને અમુક ખોરાક ન ખાવો જોઈએ તેવું આ માણસો શીખવે છે. પણ વિશ્વાસીઓ અને સત્યને જાણનારાઓએ આભારની પ્રાર્થના કરી, ઈશ્વરે ઉત્પન્‍ન કરેલો ખોરાક ખાવો જોઈએ.


૧ તીમોથી ૪:૬
તું પોતે વિશ્વાસનાં સત્યો અને સાચા શિક્ષણને અનુસરીને આત્મિક રીતે પોષણ પામતાં ભાઈઓને આ શિક્ષણ આપીશ, તો તું ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનીશ.


૧ તીમોથી ૪:૧૦
એ જ કારણથી અમે ઝઝૂમીએ છીએ અને સખત પરિશ્રમ કરીએ છીએ. કારણ, અમે અમારી આશા જીવંત ઈશ્વર પર રાખેલી છે. તે બધા માણસોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓના ઉદ્ધારક છે.


૧ તીમોથી ૪:૧૨
જો જે, તું જુવાન છે તેથી કોઈ તારો તિરસ્કાર ન કરે. પણ તારે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં વિશ્વાસીઓને નમૂનારૂપ બનવું.


૧ તીમોથી ૫:૮
પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે.


૧ તીમોથી ૫:૧૬
પણ જો કોઈ વિશ્વાસી પુરુષ કે સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો તેણે તેમનું ભરણપોષણ કરવું અને મંડળી પર તેનો બોજો નાખવો નહિ, જેથી મંડળી ફક્ત નિરાધાર વિધવાઓની જ કાળજી રાખે.


૧ તીમોથી ૬:૨
જેમના માલિકો વિશ્વાસીઓ છે તેવા ગુલામોએ માલિકો તેમના ભાઈઓ હોવાથી તેમને તુચ્છકારવા ન જોઈએ. એથી ઊલટું, તેમની વધુ સારી સેવા કરવી જોઈએ. કારણ, તેમની સેવાનો લાભ તો વિશ્વાસી પ્રિયજનોને જ મળે છે. તારે આ વાતોનું બોધદાયક શિક્ષણ આપવું જોઈએ.


૧ તીમોથી ૬:૧૦
કારણ, દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુ:ખોથી તેમનાં હૃદય વીંધાયાં છે.


૧ તીમોથી ૬:૧૧
પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.


૧ તીમોથી ૬:૧૨
વિશ્વાસની દોડ પૂરી તાક્તથી દોડ અને પોતાને માટે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કર. કારણ, ઘણા સાક્ષીઓ સમક્ષ તેં વિશ્વાસનો સારો એકરાર કર્યો ત્યારે ઈશ્વરે તને એ જ જીવન માટે આમંત્રણ આપ્યું હતું.


૧ તીમોથી ૬:૨૧
કારણ, પોતાની પાસે એ જ્ઞાન હોવાનો દાવો કરીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે રહો.


૨ તીમોથી ૧:૪
તારાં આંસુઓ મને યાદ આવે છે અને મને ઘણો આનંદ થાય તે માટે તને મળવાને હું ખૂબ જ આતુર છું. મને તારા વિશ્વાસની નિખાલસતા યાદ આવે છે.


૨ તીમોથી ૧:૫
અગાઉ એવો જ વિશ્વાસ તારાં દાદી લોઈસ અને મા યુનિકેમાં હતો અને મને ખાતરી છે કે તે તારામાં પણ છે.


૨ તીમોથી ૧:૧૩
મારા સાચા શિક્ષણને નમૂનારૂપ ગણીને પકડી રાખ. ખ્રિસ્ત ઈસુની સાથેના જોડાણથી મળતાં વિશ્વાસ અને પ્રેમને વળગી રહે.


૨ તીમોથી ૨:૨
ઘણા સાક્ષીઓની રૂબરૂમાં તેં મારે મુખે જે સાંભળ્યું છે તે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે કે જેઓ બીજાને પણ એ શીખવવાને સમર્થ હોય.


૨ તીમોથી ૨:૧૩
જો આપણે અવિશ્વાસુ નીવડીએ, તો પણ તે વિશ્વાસુ રહે છે, કારણ, તે પોતાના સ્વભાવ વિરુદ્ધ જતા નથી.


૨ તીમોથી ૨:૧૮
તેઓએ સત્યનો માર્ગ ત્યજી દીધો છે અને આપણે મરણમાંથી સજીવન થઈ ચૂક્યા છીએ, તેવું શીખવીને કેટલાક વિશ્વાસીઓના વિશ્વાસને ડગાવી રહ્યા છે.


૨ તીમોથી ૨:૨૨
યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ.


૨ તીમોથી ૩:૮
જેમ જાન્‍નેસ અને જામ્બ્રેસ મોશેની વિરુદ્ધ થયા હતા તેવી જ રીતે આવા માણસો સત્યનો વિરોધ કરે છે. તેઓ ભ્રષ્ટ મનના અને વિશ્વાસમાં નિષ્ફળ ગયેલા છે.


૨ તીમોથી ૩:૧૧
મારી વર્તણૂકનું અને મારા જીવનના યેયનું અનુકરણ કર્યું છે. તેં મારો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશક્તિ, સતાવણીઓ અને દુ:ખો જોયાં છે. અંત્યોખ, ઈકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે. તે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો.


૨ તીમોથી ૩:૧૫
તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારનાં પવિત્ર શાસ્ત્રોની વાતોની ખબર છે; તેઓ તને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે;


૨ તીમોથી ૪:૭
દોડની સ્પર્ધામાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે. મેં મારી દોડનું નિયત અંતર પૂરું કર્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું.


ટાઇટસ ૧:૧
ઈશ્વરના સેવક અને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલ તરફથી શુભેચ્છા. ઈશ્વરના પસંદ કરાયેલા લોકનો વિશ્વાસ વધે તે માટે અને તેમને આપણા ધર્મના સત્યમાં દોરી જવામાં મદદરૂપ થવા માટે મને પસંદ કરીને મોકલવામાં આવ્યો છે.


ટાઇટસ ૧:૪
તિતસ, હું તને આ પત્ર પાઠવું છું. આપણે જે વિશ્વાસ ધરાવીએ છીએ, તેમાં તું મારો સાચો પુત્ર છે. ઈશ્વરપિતા અને આપણા ઉદ્ધારક ખ્રિસ્ત ઈસુ તને કૃપા અને શાંતિ બક્ષો.


ટાઇટસ ૧:૬
આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ.


ટાઇટસ ૧:૧૪
જેથી તેમનો વિશ્વાસ મજબૂત બને અને યહૂદી દંતકથાઓ પર કે સત્યનો નકાર કરનારાઓની આજ્ઞાઓ પર આધાર ન રાખે.


ટાઇટસ ૧:૧૫
જેઓ જાતે જ શુદ્ધ છે તેમને માટે બધું શુદ્ધ છે. પણ જેઓ અશુદ્ધ અને અવિશ્વાસી છે તેમને મન કશું જ શુદ્ધ નથી; કારણ, તેમનાં મન અને પ્રેરકબુદ્ધિ અશુદ્ધ થયેલાં છે.


ટાઇટસ ૨:૨
વૃદ્ધ પુરુષોને સમજાવ કે તેઓ સંયમી, ગંભીર અને ઠરેલ બને તથા વિશ્વાસ, પ્રેમ અને સહનશક્તિમાં દૃઢ બને.


ટાઇટસ ૨:૧૦
કે તેમની વસ્તુઓ ચોરી લેવી નહિ. એના કરતાં ગુલામ તરીકે તેઓ હંમેશાં સારા અને વિશ્વાસુ છે તેમ બતાવવું. આમ, તેમણે તેમનાં કાર્યોની મારફતે આપણા ઉદ્ધારક ઈશ્વર વિષેના શિક્ષણને દીપાવવું.


ટાઇટસ ૩:૮
આ તો સાચી વાત છે અને તું આ બાબતો પર ખાસ ભાર મૂકે એવું હું ઇચ્છું છું; જેથી ઈશ્વર પર વિશ્વાસ મૂકનારાઓ સારાં કાર્યો પાછળ પોતાનો સમય ગાળવાની કાળજી રાખે.


ટાઇટસ ૩:૧૫
મારી સાથેના બધા તને શુભેચ્છા પાઠવે છે. વિશ્વાસમાંના આપણા મિત્રોને અમારી શુભેચ્છા. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે રહો.


ફિલેમોન ૧:૫
કારણ, ઈશ્વરના લોક માટેનો તારો પ્રેમ અને પ્રભુ ઈસુમાંના તારા વિશ્વાસ વિષે મેં સાંભળ્યું છે.


ફિલેમોન ૧:૬
મારી પ્રાર્થના છે કે તું બીજાઓને તારો વિશ્વાસ જણાવવામાં અસરકારક નીવડે; જેથી ખ્રિસ્ત ઈસુમાં મેળવાયાને લીધે તને જે આશિષો પ્રાપ્ત થઈ તેની સાચી અનુભૂતિ તારા જેવો વિશ્વાસ કરનારાઓને પણ થાય.


હિબ્રૂ ૨:૧૩
તે એમ કહે છે, “હું ઈશ્વરમાં મારો વિશ્વાસ મૂકીશ.” વળી, તે કહે છે, “જે સંતાનો ઈશ્વરે મને આપ્યાં છે તેમની સાથે હું અહીં છું.”


હિબ્રૂ ૨:૧૭
આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


હિબ્રૂ ૩:૧
મારા પવિત્ર ભાઈઓ, તમને પણ ઈશ્વરે આમંત્રણ આપ્યું છે! આપણે પ્રગટ કરીએ છીએ તે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત ઈસુનો વિચાર કરો.


હિબ્રૂ ૩:૨
જેમ મોશે ઈશ્વરના ઘરમાં તેનાં બધાં કાર્યમાં વિશ્વાસુ હતો તેમ ઈસુ પણ ઈશ્વરે તેમને માટે પસંદ કરેલા કાર્ય પ્રત્યે વિશ્વાસુ હતા.


હિબ્રૂ ૩:૫
ઈશ્વર ભવિષ્યમાં જે પ્રગટ કરવાના હતા તેની સાક્ષીના સંબંધમાં મોશે ઈશ્વરના આખા કુટુંબમાં સેવક તરીકે વિશ્વાસુ હતો,


હિબ્રૂ ૩:૬
પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


હિબ્રૂ ૩:૧૨
મારા ભાઈઓ, સાવધ રહો કદાચ તમારામાંના કોઈનું હૃદય દુષ્ટ અને અવિશ્વાસુ બને અને તે જીવતા ઈશ્વરથી વિમુખ થાય.


હિબ્રૂ ૩:૧૯
તેથી આપણે જોઈએ છીએ કે, તેમના અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહિ.


હિબ્રૂ ૪:૨
કારણ, તેમની જેમ આપણે પણ શુભસંદેશ સાંભળ્યો છે. તેમણે સંદેશો સાંભળ્યો, પણ તેનાથી તેમને કંઈ લાભ થયો નહીં. કારણ, તેમણે તે સાંભળીને તેનો વિશ્વાસ સહિત સ્વીકાર કર્યો નહીં.


હિબ્રૂ ૪:૩
પણ આપણે વિશ્વાસ કરનારા ઈશ્વરના વિશ્રામમાં જરૂર પ્રવેશ કરીશું. તેમણે જેમ કહ્યું હતું તેમ, “મેં ગુસ્સે ભરાઈને શપથ લીધા કે તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી પ્રવેશ કરશે નહિ!” સૃષ્ટિનું સર્જન કર્યું, તે સમયથી જ તેમનું કાર્ય પૂર્ણ થયું હોવા છતાં તેમણે એ કહ્યું.


હિબ્રૂ ૪:૬
તેમણે પ્રથમ શુભસંદેશ સાંભળ્યો, છતાં ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરી શક્યા નહિ. કારણ, તેમણે તે શુભસંદેશ પર વિશ્વાસ કર્યો નહીં. હજુ પણ કેટલાકને ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરવાનું બાકી રહે છે.


હિબ્રૂ ૪:૧૪
તેથી, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી પકડી રાખીએ. કારણ, આપણે માટે છેક ઈશ્વરની હજૂરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે.


હિબ્રૂ ૬:૧
તેથી આપણે ખ્રિસ્તી સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણથી પણ આગળ જઈને સંપૂર્ણ શિક્ષણ તરફ વધીએ. નિર્જીવ કાર્યોથી પાછા ફરવું અને ઈશ્વરમાં વિશ્વાસ કરવો;


હિબ્રૂ ૬:૧૨
તમે આળસુ ન બનો, પણ વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરનાં વચનોનો વારસો મેળવનારાઓનું અનુકરણ કરો.


હિબ્રૂ ૮:૯
“પ્રભુ કહે છે: મેં તેમના પૂર્વજોને તેમનો હાથ પકડીને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં જે કરાર તેમની સાથે કર્યો તેના જેવો એ કરાર નહિ હોય.” “મેં તેમની સાથે કરેલા કરારને તેઓ વિશ્વાસુ રહ્યા નહિ. અને તેથી મેં તેમની કંઈ પરવા કરી નહીં.”


હિબ્રૂ ૧૦:૨૨
તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.


હિબ્રૂ ૧૦:૩૮
મારા ધોરણ પ્રમાણે વર્તનાર વિશ્વાસથી જ જીવશે; પરંતુ તેમાંનો કોઈ પાછો પડે તો, હું તેના ઉપર પ્રસન્‍ન નહીં થાઉં.”


હિબ્રૂ ૧૦:૩૯
પણ આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી. એને બદલે, આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ.


હિબ્રૂ ૧૧:૧
હવે વિશ્વાસ તો આપણે જે આશા રાખીએ છીએ તેની બાંયધરી તથા હજી નજરે જોયું નથી તેની ખાતરી છે.


હિબ્રૂ ૧૧:૨
પૂર્વજો વિશ્વાસ દ્વારા જ ઈશ્વરની પ્રશંસા પામ્યા.


હિબ્રૂ ૧૧:૩
વિશ્વાસ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના શબ્દ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, જેથી જે અદૃશ્ય છે તેમાંથી દૃશ્યનું સર્જન થયું.


હિબ્રૂ ૧૧:૪
વિશ્વાસને લીધે જ હાબેલે કાઈન કરતાં ચડિયાતું બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું, અને પોતાના વિશ્વાસ દ્વારા જ તેણે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર તરીકેની પ્રશંસા સંપાદન કરી, કારણ, ઈશ્વરે તેના અર્પણનો સ્વીકાર કર્યો. હાબેલ મૃત્યુ પામ્યો હોવા છતાં વિશ્વાસને કારણે બોલે છે.


હિબ્રૂ ૧૧:૫
વિશ્વાસને લીધે હનોખ મૃત્યુ પામ્યો નહિ, પણ એને બદલે, તેને ઈશ્વર પાસે લઈ લેવામાં આવ્યો, અને કોઈ તેને શોધી શકાયું નહિ, કારણ, ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. શાસ્ત્ર કહે છે કે ઉપર લઈ લેવાયા પહેલાં હનોખે ઈશ્વરને પ્રસન્‍ન કર્યા હતા.


હિબ્રૂ ૧૧:૬
કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શક્તી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે.


હિબ્રૂ ૧૧:૭
વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો.


હિબ્રૂ ૧૧:૮
ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો.


હિબ્રૂ ૧૧:૯
વિશ્વાસને લીધે જ, ઈશ્વરે જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો. ઇસ્હાક અને યાકોબ, જેમને ઈશ્વરે એ જ વચન આપ્યું હતું, તેમની સાથે અબ્રાહામ તંબૂઓમાં રહ્યો.


હિબ્રૂ ૧૧:૧૧
પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા પણ વિશ્વાસને લીધે ગર્ભ ધારણ કરવા શક્તિમાન બની; કારણ, ઈશ્વર પોતાનું વચન પૂરું કરશે એવો વિશ્વાસ તેણે રાખ્યો.


હિબ્રૂ ૧૧:૧૩
આ બધા માણસો વિશ્વાસમાં જારી રહેતાં મૃત્યુ પામ્યા. ઈશ્વરે જે બાબતોનું વચન આપ્યું તે તેઓ પામી શક્યા નહિ. પરંતુ તેમણે તેમને દૂરથી જોઈને તેમનો આવકાર કર્યો, અને પોતે આ દુનિયામાં પરદેશી તથા પ્રવાસી છે એવો તેમણે એકરાર કર્યો.


હિબ્રૂ ૧૧:૧૭
જ્યારે ઈશ્વરે અબ્રાહામની પરીક્ષા કરી ત્યારે અબ્રાહામે વિશ્વાસને લીધે જ પોતાના પુત્ર ઇસ્હાકનું અર્પણ કર્યું. અબ્રાહામને ઈશ્વરે વચન આપ્યું હતું, છતાં પોતાના એકનાએક પુત્રનું બલિદાન અર્પવા તે તૈયાર હતો.


હિબ્રૂ ૧૧:૨૦
વિશ્વાસ દ્વારા જ ઇસ્હાકે યાકોબ અને એસાવને આશિષ આપી.


હિબ્રૂ ૧૧:૨૧
વિશ્વાસને લીધે જ યાકોબે મરતી વખતે યોસેફના બંને પુત્રોને આશિષ આપી, અને પલંગના પાયાની મૂઠના ટેકે નમીને ઈશ્વરનું ભજન કર્યું,


હિબ્રૂ ૧૧:૨૨
પોતે મરવાની અણી પર હતો ત્યારે વિશ્વાસ દ્વારા જ યોસેફે “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળી જશે.” તેમ કહ્યું હતું, અને પોતાના મૃતદેહ સંબંધી સૂચનાઓ આપી હતી.


હિબ્રૂ ૧૧:૨૩
વિશ્વાસને લીધે જ મોશેનાં માતપિતાએ તેને તેના જન્મ પછી ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. તેમણે જોયું કે તે સુંદર બાળક છે અને તેથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં તેઓ ડર્યાં નહિ.


હિબ્રૂ ૧૧:૨૪
વિશ્વાસને લીધે જ, મોશેએ મોટો થયા પછી ફેરોની પુત્રીનો પુત્ર ગણાવાની ના પાડી.


હિબ્રૂ ૧૧:૨૭
વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.


હિબ્રૂ ૧૧:૨૮
વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.


હિબ્રૂ ૧૧:૨૯
વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓ જાણે કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી શકયા; પરંતુ તેવો પ્રયાસ કરવા જતાં ઇજિપ્તીઓ પાણીમાં ડૂબી ગયા.


હિબ્રૂ ૧૧:૩૦
વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓએ યરીખો શહેરની દીવાલની આજુબાજુ સાત દિવસ સુધી કૂચ કરી, અને તેથી તે દીવાલો તૂટી પડી.


હિબ્રૂ ૧૧:૩૧
વિશ્વાસને લીધે જ ઈશ્વરને આધીન નહિ થનારા લોકો સાથે રાહાબ વેશ્યાનો સંહાર થયો નહિ. કારણ, રાહાબે જાસૂસોને મૈત્રીભર્યો આવકાર આપ્યો હતો.


હિબ્રૂ ૧૧:૩૩
તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં.


હિબ્રૂ ૧૧:૩૫
વિશ્વાસ દ્વારા જ સ્ત્રીઓને પોતાનાં મૃત્યુ પામેલાં સ્વજનો સજીવન થઈને પાછાં મળ્યાં. પણ બીજા કેટલાકે તો વિશેષ સારું જીવન પ્રાપ્ત કરવા છુટકારાનો સ્વીકાર કર્યો નહિ, તેથી રીબાઈ રીબાઈને મારી નંખાયા.


હિબ્રૂ ૧૧:૩૯
એ બધા પોતાના વિશ્વાસ દ્વારા કેવી મહાન પ્રશંસા પામ્યા! છતાં તેઓ ઈશ્વરે આપેલા વચનનું ફળ પામી શક્યા નહોતા,


હિબ્રૂ ૧૨:૨
જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


હિબ્રૂ ૧૩:૪
સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


હિબ્રૂ ૧૩:૭
તમને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર તમારા અગાઉના આગેવાનોને યાદ રાખજો. તેઓ કેવી રીતે જીવ્યા અને મૃત્યુ પામ્યા તેનો વિચાર કરો અને તેમના વિશ્વાસને અનુસરવા પ્રયત્ન કરો.


જેમ્સ ૧:૩
કારણ, તમે જાણો છો કે તમારા વિશ્વાસની ક્સોટી થવાને લીધે તમારામાં સહનશક્તિ પેદા થાય છે.


જેમ્સ ૧:૬
પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહિ. શંકાશીલ માણસ પવનથી ઊછળતા દરિયાના મોજાં જેવો અસ્થિર છે.


જેમ્સ ૧:૧૨
જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


જેમ્સ ૨:૧
મારા ભાઈઓ, તમે આપણા મહિમાવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોવાથી તમારે બાહ્ય દેખાવ પરથી લોકો પ્રત્યે ભેદભાવવાળું વર્તન દાખવવું ન જોઈએ.


જેમ્સ ૨:૫
મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.


જેમ્સ ૨:૧૪
મારા ભાઈઓ, જો કોઈ એમ કહે કે, “મને વિશ્વાસ છે” પણ તેનાં કાર્યો તેવું પુરવાર કરતાં ન હોય તો તેથી શો ફાયદો?


જેમ્સ ૨:૧૫
શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ધારો કે કોઈ ભાઈ કે બહેનની પાસે પૂરતાં કપડાં કે ખોરાક નથી.


જેમ્સ ૨:૧૬
અને તમે તેમને કહો, “જાઓ, તમારું કલ્યાણ થાઓ! વસ્ત્રો પહેરીને હૂંફ મેળવો અને સારું ખાઈને તૃપ્ત થાઓ!” પણ જો તમે તેમના જીવનની જરૂરિયાતો પૂરી પાડો નહિ તો તેથી શો ફાયદો? વિશ્વાસ સંબંધી પણ આમ જ છે.


જેમ્સ ૨:૧૭
કાર્યરહિત વિશ્વાસ નિર્જીવ છે.


જેમ્સ ૨:૧૮
પણ કોઈ કહેશે, “એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે, જ્યારે બીજા પાસે કાર્યો છે.” મારો જવાબ છે: “કાર્યો વગર વિશ્વાસ કેવી રીતે બતાવી શકાય તે મને સમજાવો. હું મારા વિશ્વાસને મારાં કાર્યો દ્વારા દર્શાવીશ.”


જેમ્સ ૨:૧૯
ઈશ્વર એક જ છે એવું તમે માનો છો? તો તે સારી વાત છે. દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને બીકથી ધ્રૂજે છે.


જેમ્સ ૨:૨૦
અરે મૂર્ખ! કાર્ય વગરનો વિશ્વાસ નકામો છે તે માટે તારે પુરાવો જોઈએ છે?


જેમ્સ ૨:૨૨
તમે સમજી શક્તા નથી? એમ થવામાં તેનાં વિશ્વાસ અને કાર્યો બન્‍ને હતાં. તેનાં કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ બન્યો.


જેમ્સ ૨:૨૩
આથી શાસ્ત્રવચન સાચું પડયું કે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.” તેથી અબ્રાહામને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.


જેમ્સ ૨:૨૪
માણસ માત્ર વિશ્વાસથી જ નહિ, પણ કાર્યથી ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે.


જેમ્સ ૨:૨૬
તે જ પ્રમાણે, જેમ આત્મા વગર શરીર મરેલું છે, તેમ કાર્યો વગર વિશ્વાસ પણ નિર્જીવ છે.


જેમ્સ ૫:૧૫
વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેનાં પાપની ક્ષમા આપશે.


૧ પીટર ૧:૫
અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


૧ પીટર ૧:૭
આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે.


૧ પીટર ૧:૮
તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


૧ પીટર ૧:૯
કારણ, તેથી તમે તમારા વિશ્વાસનું પરિણામ એટલે, તમારા આત્માઓનો ઉદ્ધાર પ્રાપ્ત કરો છો.


૧ પીટર ૧:૨૧
ઈસુને મરણમાંથી સજીવન કરનાર અને મહિમા આપનાર ઈશ્વર પર તમે તેમની મારફતે વિશ્વાસ મૂકો છો અને આમ તમારો વિશ્વાસ અને આશા ઈશ્વર પર છે.


૧ પીટર ૧:૨૨
સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.


૧ પીટર ૨:૬
“મેં મૂલ્યવાન પથ્થરને પસંદ કર્યો હતો અને હવે હું તેને આધારશિલા તરીકે સિયોનમાં મૂકું છું; જે કોઈ તેનામાં વિશ્વાસ મૂકશે તે કદી નિરાશ થશે નહિ.”


૧ પીટર ૨:૭
તમ વિશ્વાસ કરનારાઓ માટે આ પથ્થર અતિ મૂલ્યવાન છે, પણ જેઓ વિશ્વાસ કરતા નથી તેમને માટે તો, “બાંધક્મ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો હતો, તે જ સૌથી અગત્યનો પથ્થર બન્યો છે.”


૧ પીટર ૨:૮
વળી, શાસ્ત્રમાં લખેલું બીજું એક વચન કહે છે, “લોકોને ઠોકર ખવડાવનાર પથ્થર એ જ છે, એ જ તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.” વચન પર વિશ્વાસ નહિ કરવાને કારણે તેમણે ઠોકર ખાધી છે. તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી.


૧ પીટર ૨:૧૭
સર્વ માણસોને માન આપો. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો. ઈશ્વરનો ડર રાખો અને રાજાને માન આપો.


૧ પીટર ૩:૨
તેથી જો કોઈ પતિ ઈશ્વરનો સંદેશ માનનાર ન હોય તોપણ એકપણ શબ્દ કહ્યા વગર તમારા શુદ્ધ અને આદરયુક્ત વર્તનથી તેમને વિશ્વાસને માટે જીતી શકાશે.


૧ પીટર ૪:૧૭
ન્યાયશાસનનો સમય આવી પહોંચ્યો છે અને ઈશ્વર પ્રથમ પોતાના લોકોનો જ ન્યાય કરશે. જો તેની શરૂઆત આપણાથી થાય તો પછી જેઓ ઈશ્વરના શુભસંદેશ પર વિશ્વાસ કરતા નથી તેમની અંતે કેવી દુર્દશા થશે?


૧ પીટર ૫:૯
તમારા વિશ્વાસમાં અડગ રહો અને શેતાનનો સામનો કરો, કારણ, સમગ્ર દુનિયામાં તમારા સાથી વિશ્વાસીઓ પણ એવા જ પ્રકારનાં દુ:ખોમાંથી પસાર થઈ રહ્યા છે તેની તમને ખબર છે.


૧ પીટર ૫:૧૨
સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો.


૨ પીટર ૧:૧
આપણા ઈશ્વરપિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ન્યાયયુક્તતાને લીધે અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા.


૨ પીટર ૧:૫
એ જ કારણને લીધે તમારા વિશ્વાસની સાથે ભલાઈ, ભલાઈની સાથે જ્ઞાન,


૧ જ્હોન ૧:૯
પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપશે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે.


૧ જ્હોન ૩:૨૩
તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ મૂકીએ અને ખ્રિસ્તે આપેલી આજ્ઞા પ્રમાણે એકબીજા પર પ્રેમ રાખીએ.


૧ જ્હોન ૪:૧
મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


૧ જ્હોન ૫:૧
ઈસુ એ જ મસીહ છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે પિતાનાં અન્ય સંતાન પર પણ પ્રેમ રાખે છે.


૧ જ્હોન ૫:૪
કારણ, ઈશ્વરનું પ્રત્યેક સંતાન દુનિયાને જીતી શકે છે. આપણા વિશ્વાસની મારફતે આપણે દુનિયા પર વિજય મેળવી શકીએ છીએ.


૧ જ્હોન ૫:૫
ઈસુ તે જ ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરનાર સિવાય બીજું કોણ દુનિયાને જીતી શકે?


૧ જ્હોન ૫:૧૦
આથી જે કોઈ ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરે છે તેના હૃદયમાં એ સાક્ષી છે. પણ જે કોઈ વિશ્વાસ કરતો નથી તેને ઈશ્વરે જૂઠો ઠરાવ્યો છે. કારણ, ઈશ્વરે તેમના પુત્ર વિષે જે સાક્ષી આપી છે તે પર તેણે વિશ્વાસ કર્યો નથી.


૧ જ્હોન ૫:૧૩
તમને સાર્વકાલિક જીવન છે તેવું તમે જાણો માટે હું તમને આ વાતો લખું છું, જેથી તમે ઈશ્વરપુત્રના નામ પર વિશ્વાસ મૂકી શકો.


૩ જ્હોન ૧:૩
કેટલાક ભાઈઓએ આવીને જણાવ્યું કે તું સત્યમાં ખૂબ જ વિશ્વાસુ છે, ત્યારે મને પુષ્કળ આનંદ થયો. આમ તો તું સત્યને હંમેશાં અનુસરે છે.


૩ જ્હોન ૧:૫
મારા પ્રિય મિત્ર, ભાઈઓની અને અજાણ્યાઓની પણ સેવા કરવામાં તું ખૂબ જ વિશ્વાસુ છે.


જુડ ૧:૩
પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે.


જુડ ૧:૫
જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.


જુડ ૧:૨૦
પણ પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધક્મ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો.


પ્રકટીકરણ ૧:૫
અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


પ્રકટીકરણ ૨:૧૩
‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી;


પ્રકટીકરણ ૩:૧૪
લાઓદીકિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે આમીન, વિશ્વાસુ અને સત્યનિષ્ઠ સાક્ષી તથા ઈશ્વરના સર્વ સર્જનનું ઉદ્ભવસ્થાન છે તે આમ કહે છે:


પ્રકટીકરણ ૧૩:૧૦
જે બંદીવાસમાં જવાના હોય તે બંદીવાસમાં જશે; જે તલવારથી માર્યા જવાના હોય, તે તલવારથી જ માર્યા જશે. આ બધું તો ઈશ્વરના લોકોમાં સહનશક્તિ અને વિશ્વાસ માંગી લે છે.


પ્રકટીકરણ ૧૪:૧૩
પછી મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, “આ વાત લખી લે: ‘હવે પછી પ્રભુ પરના વિશ્વાસમાં રહેતાં મરણ પામનારને ધન્ય છે!” આત્મા જવાબ આપે છે, “ખરેખર તેમને ધન્ય છે. તેઓ તેમના સખત પરિશ્રમમાંથી આરામ પામશે, કારણ, તેમનાં સેવાકાર્યનાં ફળ તેમની સાથે જાય છે.”


પ્રકટીકરણ ૧૯:૧૧
પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


પ્રકટીકરણ ૨૧:૫
પછી રાજ્યાસન પર બિરાજનારે કહ્યું, “જુઓ, હવે હું બધું નવું બનાવું છું!” તેમણે મને એ પણ કહ્યું, “આ વાત લખી લે; કારણ, આ શબ્દો વિશ્વાસપાત્ર અને સત્ય છે.”


પ્રકટીકરણ ૨૨:૬
પછી તેમણે મને કહ્યું. “આ કથનો વિશ્વાસપાત્ર અને સત્ય છે. અને સંદેશવાહકોના આત્માઓના પ્રભુ ઈશ્વરે થોડીવારમાં શું થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા પોતાના દૂતને મોકલ્યો છે.”


Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India