A A A A A


શોધો

મેથ્યુ ૫:૪૩
આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’તમારા મિત્રો પર પ્રેમ રાખો અને દુશ્મનોનો ધિક્કાર કરો.’


મેથ્યુ ૫:૪૪
પણ હવે હું તમને કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો,


મેથ્યુ ૫:૪૬
જેઓ તમારા પર પ્રેમ કરે, તેમના પર જ તમે પ્રેમ કરો તેમાં ઈશ્વર તમને શો બદલો આપે? તેવું તો નાકાદારો પણ કરે છે!


મેથ્યુ ૬:૨૪
કોઈપણ વ્યક્તિ બે શેઠની નોકરી કરી શકે નહિ. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહિ.


મેથ્યુ ૧૦:૩૭
મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી.


મેથ્યુ ૧૨:૧૮
આ મારો પસંદ કરેલો સેવક છે તેના પર મેં પ્રેમ કર્યો છે, અને હું તેના પર પ્રસન્‍ન છું. હું તેનામાં મારો આત્મા મૂકીશ, અને તે બધી જાઓની સમક્ષ મારું ન્યાયશાસન જાહેર કરશે.


મેથ્યુ ૧૯:૧૯
પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને બીજા પર પોતાના જેવો જ પ્રેમ રાખવો.


મેથ્યુ ૨૨:૩૭
ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


મેથ્યુ ૨૨:૩૯
’જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’


મેથ્યુ ૨૪:૧૨
દુષ્ટતા એટલી બધી વધી જશે કે એથી ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.


ચિહ્ન ૧૦:૨૧
ઈસુએ તેની સામે પ્રેમપૂર્વક જોઈને કહ્યું, “તારે એક વાતની જરૂર છે. જા, જઈને તારું સર્વ વેચી દે અને તારા પૈસા ગરીબોને આપી દે; તને સ્વર્ગમાં સમૃદ્ધિ મળશે. પછી આવીને મને અનુસર.”


ચિહ્ન ૧૨:૩૦
તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


ચિહ્ન ૧૨:૩૧
બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે: ‘જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’ આ બે આજ્ઞાઓ કરતાં વિશેષ અગત્યની બીજી કોઈ આજ્ઞા નથી.”


ચિહ્ન ૧૨:૩૩
માણસે ઈશ્વર પર પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ; તેમ જ જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખવો. યજ્ઞવેદી પર પ્રાણીઓ અને બીજાં અર્પણો ચઢાવવા કરતાં આ બે આજ્ઞાઓને આધીન થવું વધારે મહત્ત્વનું છે.”


એલજે ૬:૨૭
“પણ તમે જેઓ મારું સાંભળી રહ્યા છો તેમને હું કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો, અને જેઓ તમારો તિરસ્કાર કરે છે તેમનું ભલું કરો.


એલજે ૬:૩૨
“તમારા પર પ્રેમ રાખે તેમના જ પર તમે પ્રેમ રાખો તો તમને કેવી રીતે આશિષ મળે? પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારાઓ પર પ્રેમ રાખે છે!


એલજે ૬:૩૫
પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો. કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો થશો. કારણ, ઈશ્વર અનુપકારીઓ અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે.


એલજે ૭:૪૨
બેમાંથી કોઈ પૈસા ભરપાઈ કરી શકે તેમ ન હતો, તેથી તેણે બન્‍નેનું દેવું માફ કર્યું. તો એ બેમાંથી કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?”


એલજે ૭:૪૭
તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેનાં ઘણાં પાપ માફ કરાયાં છે તેની સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે, તે પ્રેમ પણ ઓછો કરે છે.”


लूका १०:२७
એ માણસે જવાબ આપ્યો, “તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી તાક્તથી, અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો; અને તારા માનવબધું પ્રત્યે તારી જાત પર કરે છે તેટલો પ્રેમ કરવો.”


लूका ११:४२
“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી.


लूका १६:१३
“કોઈ પણ નોકર બે માલિકની નોકરી કરી શકે નહિ; કારણ, તે એકને ધિક્કારશે અને બીજા પર પ્રેમ કરશે; તે એકને વફાદાર રહેશે, અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વર અને સંપત્તિ એ બન્‍નેની સેવા કરી શકો નહિ.”


અધિનિયમો ૨:૪૬
તેઓ દરરોજ મંદિરમાં એકત્ર થતા હતા. તેઓ ઘેરઘેર પ્રેમભોજન લેતા અને આનંદથી એકબીજા મયે ખોરાક વહેંચીને ખાતા.


૧ કોરીંથી ૨:૯
શાસ્ત્રમાં લખેલું છે, “માનવીએ જે વાનાં કદી જોયાં નથી, જેના વિષે કદી સાંભળ્યું નથી, અને જેના વિષે કલ્પનાયે કરી ન હોય, તે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યાં છે.”


૧ કોરીંથી ૪:૨૧
તમારી પાસે હું શું લઈને આવું? સોટી કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી શી પસંદગી છે?


૧ કોરીંથી ૮:૨
જ્યારે પ્રેમ તેની ઉન્‍નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે પોતે કંઈ જાણે છે, તો હજી તેણે જેટલું જાણવું જોઈએ તેટલું તે જાણતો નથી.


૧ કોરીંથી ૮:૩
પણ જો તે ઈશ્વર પર પ્રેમ કરે છે તો ઈશ્વર તેને ઓળખે છે.


૧ કોરીંથી ૧૩:૧
જો કે હું માણસોની અને દૂતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો પછી મારી બોલી ખાલી બડબડાટ કરનાર જેવી એટલે કે રણકાર કરનાર ઘંટ અને ઘોંઘાટ કરનાર થાળી જેવી છે.


૧ કોરીંથી ૧૩:૨
જો મારી પાસે ઈશ્વરપ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી.


૧ કોરીંથી ૧૩:૩
હું મારું સર્વસ્વ દાનમાં આપી દઉં અને હું મારું શરીર આગમાં અર્પી દઉં, પણ મારામાં પ્રેમ ન હોય તો એ બધું નિરર્થક છે.


૧ કોરીંથી ૧૩:૪
પ્રેમ ધીરજવાન અને માયાળુ છે, પ્રેમ ઈર્ષાળુ, બડાઈખોર કે અભિમાની નથી.


૧ કોરીંથી ૧૩:૫
પ્રેમ ઉદ્ધત કે સ્વાર્થી નથી. પ્રેમ ખીજાતો નથી, કે કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી.


૧ કોરીંથી ૧૩:૬
કોઈનું ભૂંડું થતું હોય તો તેમાં નહિ, પણ કોઈનું સારું થતું હોય તો તેમાં પ્રેમને આનંદ થાય છે.


૧ કોરીંથી ૧૩:૭
પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે; બધાની આશા રાખે છે; બધા માટે ધીરજ રાખે છે.


૧ કોરીંથી ૧૩:૮
પ્રેમ સનાતન છે. આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ હોય, તો તે ધીમે ધીમે અટકી જશે. જ્ઞાન હોય, તો તે ચાલ્યું જશે.


૧ કોરીંથી ૧૩:૧૩
હવે, વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે, પણ એમાંથી પ્રેમ સર્વશ્રેષ્ઠ છે.


૧ કોરીંથી ૧૪:૧
આથી પ્રેમની ઝંખના સેવો. આત્મિક બક્ષિસો પર અને ખાસ કરીને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ પર તમારું મન લગાડો.


૧ કોરીંથી ૧૬:૧૪
તમારું બધું કાર્ય પ્રેમપૂર્વક કરો.


૧ કોરીંથી ૧૬:૨૨
જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


૧ કોરીંથી ૧૬:૨૪
હું તમને બધાને ઈસુ ખ્રિસ્તને નામે પ્રેમ પાઠવું છું. આમીન


૨ કોરીંથી ૨:૪
મેં તમારા પર બહુ જ વ્યથિત અને શોક્તિ હૃદયથી તથા આંસુઓ સહિત લખ્યું હતું. હવે, તે તમને ખેદ પમાડવા માટે નહિ, પણ હું તમારા પર કેટલો બધો પ્રેમ રાખું છું, તે તમે સમજો માટે લખ્યું હતું.


૨ કોરીંથી ૨:૮
તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી એને તમારા પ્રેમની પ્રતીતિ કરાવો.


૨ કોરીંથી ૫:૧૪
ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


૨ કોરીંથી ૬:૭
સાચા પ્રેમથી, સત્યના અમારા સંદેશાથી અને ઈશ્વરના સામર્થ્ય દ્વારા કર્યું છે. સ્વરક્ષણ તેમજ આક્રમણ માટે અમે સચ્ચાઈને અમારું શસ્ત્ર બનાવ્યું છે!


૨ કોરીંથી ૭:૧૫
તમે સર્વ તેને આધીન થવાને કેટલા આતુર હતા અને ભય તથા કંપારી સહિત તમે તેનો અંગીકાર કર્યો, તે યાદ કરતાં તમારા પ્રત્યેનો તેનો પ્રેમ વૃદ્ધિ પામતો જાય છે.


૨ કોરીંથી ૮:૬
તેથી આ કાર્યની શરૂઆત કરનાર તિતસને અમે એવી વિનંતી કરી છે કે તે આ કાર્ય ચાલુ રાખે અને પ્રેમની આ ખાસ સેવા પૂરી કરવામાં તમારી મદદ કરે.


૨ કોરીંથી ૮:૭
વિશ્વાસ, વાણી, જ્ઞાન, મદદ કરવાની તમારી તમન્‍ના અને અમારા માટેનો તમારો પ્રેમ એ સર્વમાં તમે ધનવાન છો અને તેથી પ્રેમની આ સેવામાં તમે ઉદાર બનો એવી અમારી વિનંતી છે.


૨ કોરીંથી ૮:૮
હું તમારે માટે કોઈ નિયમો નક્કી કરતો નથી, પણ તમે બીજાઓને મદદ કરવાને કેટલા આતુર છે, તે બતાવીને તમારો પ્રેમ કેટલો સાચો છે તે હું શોધી કાઢવા માગું છું.


૨ કોરીંથી ૮:૧૯
વળી, ઈશ્વરના માહિમાર્થે પ્રેમની આ જે સેવા અમે કરીએ છીએ તેમાં અમારી સાથે મુસાફરી કરવા, તેમ જ અમે મદદ કરવા આતુર છીએ તે જણાવવા મંડળીઓએ તેને પસંદ કરીને તેની નિમણૂંક કરી છે.


૨ કોરીંથી ૮:૨૪
તેઓ પ્રત્યે તમારો પ્રેમ દર્શાવશો; જેથી તમારા સંબંધી અમે યથાયોગ્ય ગર્વ કરીએ છીએ તેની સર્વ મંડળીઓને ખાતરી થાય.


૨ કોરીંથી ૯:૧૪
આમ, તમારા પર ઘણો પ્રેમ રાખીને તેઓ તમારે માટે પ્રાર્થના કરશે; કારણ, ઈશ્વરે તમારા પર અસાધારણ કૃપા દર્શાવી છે.


૨ કોરીંથી ૧૧:૧૧
હું શા માટે આવું લખું છું? શું હું તમારા પર પ્રેમ કરતો નથી? પ્રભુ જાણે છે કે, હું તમારા પર પ્રેમ કરું છું.


૨ કોરીંથી ૧૨:૧૫
તમને મદદ કરવા માટે હું આનંદથી મારું સર્વસ્વ ખર્ચી નાખીશ. હા, મારી જાત પણ ખર્ચી નાખીશ! તમારા પર હું પુષ્કળ પ્રેમ કરું છું ત્યારે તમે મારા પર ઓછો પ્રેમ રાખશો?


૨ કોરીંથી ૧૩:૧૧
હવે, ભાઈઓ, આવજો! પરિપૂર્ણ થવાના પ્રયાસ જારી રાખો, મારી સલાહને ધ્યાનમાં લો, એક દિલના થાઓ, શાંતિમાં જીવન ગાળો, પ્રેમ તથા શાંતિના દાતા ઈશ્વર તમારી સાથે રહેશે.


૨ કોરીંથી ૧૩:૧૪
પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હો.


ગલાટિયન ૨:૨૦
તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું.


ગલાટિયન ૫:૬
ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


ગલાટિયન ૫:૧૩
તમે સ્વતંત્ર રહો એ માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. પણ તમારું સ્વાતંય તમારી શારીરિક ઇચ્છાઓને સ્વચ્છંદતાના માર્ગે લઈ જવાનું બહાનું ન બની જાય, તેનું ધ્યાન રાખો. એને બદલે, એકબીજા પરનો પ્રેમ તમને સેવા કરતાં શીખવે.


ગલાટિયન ૫:૧૪
કારણ, “જેવો પોતાના પર તેવો જ તારા માનવબધું પર પ્રેમ રાખ.” આ એક જ આજ્ઞામાં સમગ્ર નિયમશાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે.


ગલાટિયન ૫:૨૨
પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ.


એફેસી ૧:૫
ઈશ્વરના પ્રેમને લીધે આપણે ઈસુ ખ્રિસ્તની મારફતે તેમના પુત્રો બનીએ તેવું ઈશ્વરે નક્કી કરેલું હતું; એમાં જ તેમનો આનંદ અને એ જ તેમનો હેતુ હતો.


એફેસી ૧:૧૫
એને લીધે, મેં પ્રભુ ઈસુમાંના તમારા વિશ્વાસ અને ઈશ્વરના સર્વ લોક માટેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું


એફેસી ૨:૪
પણ ઈશ્વરની કૃપા એટલી બધી સમૃદ્ધ છે, અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે


એફેસી ૨:૭
એમ કરવા દ્વારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રેમ બતાવીને આપણા પ્રત્યે તેમની કૃપાની સમૃદ્ધિ કેવી મહાન છે તે ભાવિ યુગોમાં બતાવવા માગતા હતા.


એફેસી ૩:૧૭
અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય.


એફેસી ૩:૧૮
જેથી ઈશ્વરના સર્વ લોકની સાથે સાથે તમે પણ ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈનો ખ્યાલ મેળવી શકો,


એફેસી ૩:૧૯
વળી, તમે તેમનો પ્રેમ જાણી શકો - જો કે એ તો કયારેય સંપૂર્ણ રીતે કદી જાણી શકાય નહિ - જેથી તમે ઈશ્વરની બધી પરિપૂર્ણતાથી પૂર્ણ થાઓ.


એફેસી ૪:૨
હંમેશાં નમ્ર, માયાળુ અને ધીરજવાન બનો. એકબીજાને મદદરૂપ થઈને તમારો પ્રેમ બતાવો.


એફેસી ૪:૧૫
એને બદલે, પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમનામાં આપણે દરેક રીતે વૃદ્ધિ પામીએ.


એફેસી ૪:૧૬
તેમના નિયંત્રણ નીચે શરીરના બધા અવયવો પરસ્પર જોડાયેલા રહે છે અને સમગ્ર શરીર તેના દરેક સાંધાથી જોડાયેલું રહે છે. તેથી જ્યારે બધા અવયવ પોતપોતાનું કાર્ય કરે ત્યારે સમગ્ર શરીર વૃદ્ધિ પામે છે, અને પ્રેમથી સંગીન બને છે.


એફેસી ૫:૨
ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


એફેસી ૫:૨૫
પતિઓ, તમે પણ ખ્રિસ્તે મંડળી પર કર્યો તેવો પ્રેમ તમારી પત્ની પર કરો; ખ્રિસ્તે તો મંડળી માટે પોતાનો જીવ આપી દીધો,


એફેસી ૫:૨૮
પતિઓ, તમે જેમ પોતાના શરીર પર પ્રેમ કરો છો તેવી જ રીતે તમારે પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્ની પર પ્રેમ કરે છે


એફેસી ૫:૨૯
તે પોતાના પર જ પ્રેમ કરે છે.


એફેસી ૫:૩૩
વળી, તે તમને પણ લાગુ પડે છે. દરેક પતિએ, જેવો પોતા પર તેવો જ પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.


એફેસી ૬:૨૩
ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ ભાઈઓને શાંતિ અને વિશ્વાસ સહિત પ્રેમ બક્ષો.


એફેસી ૬:૨૪
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખનાર સૌની સાથે ઈશ્વરની કૃપા હો. આમીન.


ફિલિપીયન ૧:૮
એ માટે ઈસુ ખ્રિસ્તના હૃદયમાં તમારે માટે જેવો પ્રેમ છે તેવા પ્રેમથી તમારા બધાની હું કેવી ઝંખના રાખું છું તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


ફિલિપીયન ૧:૯
તમારે માટે મારી એવી પ્રાર્થના છે કે જ્ઞાનમાં અને સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોતર વધતો જાય.


ફિલિપીયન ૧:૧૬
જેઓ પ્રેમથી પ્રેરાઈને એ ક્મ કરે છે તેઓ જાણે છે કે હું શુભસંદેશના સમર્થન માટે નિમાયેલો છું.


ફિલિપીયન ૨:૧
શું ખ્રિસ્તમાં તમારું જીવન તમને પ્રોત્સાહન આપે છે? શું તેમનો પ્રેમ તમને દિલાસો આપે છે? શું પવિત્ર આત્મા સાથે તમારી સંગત છે?


ફિલિપીયન ૨:૨
શું તમને એકબીજાને માટે મમતા અને લાગણી છે? તો પછી મારી વિનંતી છે કે મારો આનંદ સંપૂર્ણ કરવા માટે તમે એક મનના થાઓ, એક્સરખો પ્રેમ બતાવો, એક જીવના તથા એક દિલના થાઓ.


ફિલિપીયન ૪:૮
અંતમાં, મારા ભાઈઓ, સાચી, ઉમદા, ન્યાયી, શુદ્ધ, પ્રેમાળ અને સન્માનનીય એવી સારી ને સ્તુતિપાત્ર બાબતોનો વિચાર કરો.


કોલોસીઅન્સ ૧:૪
અમે ખ્રિસ્ત ઈસુમાંના તમારા વિશ્વાસ અને ઈશ્વરના લોક પ્રત્યેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું છે.


કોલોસીઅન્સ ૧:૫
તમે જેની આશા રાખો છો તે સ્વર્ગમાં સાચવી રખાયેલ છે અને એ આશા પર તમારા એ વિશ્વાસ અને પ્રેમનો આધાર છે. સાચો સંદેશ, એટલે શુભસંદેશ તમારી પાસે આવ્યો ત્યારે તેમાં જણાવેલી એ આશા વિષે તમે સૌ પ્રથમ સાંભળ્યું હતું.


કોલોસીઅન્સ ૧:૮
પવિત્ર આત્માએ તમને આપેલા પ્રેમ વિષે તેણે અમને જણાવ્યું છે.


કોલોસીઅન્સ ૨:૨
એ માટે કે તમારાં સૌનાં હૃદય પ્રોત્સાહિત થાય અને તમે પ્રેમના બંધનમાં બંધાયેલા રહો અને પૂરી ખાતરીવાળી સમજની સમૃદ્ધિ સંપાદન કરો; જેથી ઈશ્વરનું રહસ્ય જે ખ્રિસ્ત છે તેમને તમે જાણી શકો.


કોલોસીઅન્સ ૩:૧૨
તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, સૌમ્યતા અને ધીરજ પહેરી લેવાં જોઈએ.


કોલોસીઅન્સ ૩:૧૪
સર્વ બાબતોને સંપૂર્ણ સુસંગત બનાવનાર પ્રેમને આ સર્વ બાબતો સાથે જોડી દો.


કોલોસીઅન્સ ૩:૧૯
પતિઓ, તમારી પત્નીઓ પર પ્રેમ કરો અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ.


૧ થેસ્સાલોનીકી ૧:૩
કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત ક્મ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દૃઢ છે એ વાતોને અમે ઈશ્વરપિતા સમક્ષ નિરંતર યાદ કરીએ છીએ.


૧ થેસ્સાલોનીકી ૧:૪
ઈશ્વર તમારા પર પ્રેમ રાખે છે અને તેમના લોક થવા માટે તેમણે તમને પસંદ કર્યા છે, એ વાતની અમને ખાતરી છે.


૧ થેસ્સાલોનીકી ૨:૮
અમને તમારા પર પ્રેમ હોવાથી તમને માત્ર શુભસંદેશ જણાવવા જ નહિ, પણ તમારે માટે મરવા પણ તૈયાર હતા. તમે અમને કેવા પ્રિય થઈ પડયા છો!


૧ થેસ્સાલોનીકી ૩:૬
હવે તિમોથી તમારી મુલાકાત લઈને પાછો આવી ગયો છે અને તમારા પ્રેમ અને વિશ્વાસ સંબંધી સારા સમાચાર લાવ્યો છે. તમે હંમેશાં અમારું ભલું ઇચ્છો છો અને જેમ અમે તમને મળવાની ઇચ્છા રાખીએ છીએ તેમ તમે પણ અમને મળવા આતુર છો એવું તેણે અમને જણાવ્યું છે.


૧ થેસ્સાલોનીકી ૩:૧૨
પ્રભુ એવું કરો કે અમે તમારા પર જેવો પ્રેમ રાખીએ છીએ તેવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો અને સર્વ લોક પર પ્રેમ કરવામાં વૃદ્ધિ પામતા જાઓ,


૧ થેસ્સાલોનીકી ૪:૯
તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખવાની બાબત વિષે લખવાની કોઈ જરૂર નથી. તમારે એકબીજા પર કેવો પ્રેમ રાખવો જોઈએ તે ઈશ્વરે જ તમને શીખવ્યું છે.


૧ થેસ્સાલોનીકી ૪:૧૦
અને એ જ રીતે તમે મકદોનિયાના સર્વ ભાઈઓ પર પ્રેમ રાખો છો. ભાઈઓ, તમે એથી પણ વિશેષ પ્રેમ રાખો તેવી અમારી આગ્રહભરી વિનંતી છે.


૧ થેસ્સાલોનીકી ૫:૮
પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.


૧ થેસ્સાલોનીકી ૫:૧૩
તેમને તેમના કાર્યને લીધે પ્રેમપૂર્વક સન્માનપાત્ર ગણો.


૧ થેસ્સાલોનીકી ૫:૨૬
સર્વ ભાઈઓને પ્રેમના પ્રતીકરૂપ ચુંબનથી શુભેચ્છા પાઠવજો.


૨ થેસ્સાલોનીકી ૧:૩
ભાઈઓ, તમારે માટે અમારે સર્વ સમયે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એમ કરવું અમારે માટે યોગ્ય છે, કારણ, તમારો વિશ્વાસ ઘણો વૃદ્ધિ પામતો જાય છે અને બીજાઓ પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય છે.


૨ થેસ્સાલોનીકી ૨:૧૦
જેઓ નાશ પામવાના છે તેમની તે સર્વ પ્રકારે ભૂંડી છેતરપિંડી કરશે. બચાવને અર્થે જે પ્રેમ અને સત્યનો આવકાર કરવાનો છે, તે નહિ કરવાથી તેઓ નાશ પામશે.


૨ થેસ્સાલોનીકી ૨:૧૬
હવે આપણા પ્રભુ ઈસુ પોતે તથા આપણા પર પ્રેમ કરનાર અને આપણને સાર્વકાલિક દિલાસો આપનાર અને કૃપા દ્વારા સારી આશા આપનાર


૧ તીમોથી ૧:૫
એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


૧ તીમોથી ૧:૧૪
અને ખ્રિસ્ત ઈસુની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણાં છે તે મને આપ્યાં.


૧ તીમોથી ૨:૧૫
તેમ છતાં સ્ત્રી વિશ્વાસ, પ્રેમ અને પવિત્રતામાં મર્યાદાશીલ જીવન જીવે તો તે પુત્ર જન્મ દ્વારા ઉદ્ધાર પામશે.


૧ તીમોથી ૪:૧૨
જો જે, તું જુવાન છે તેથી કોઈ તારો તિરસ્કાર ન કરે. પણ તારે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં વિશ્વાસીઓને નમૂનારૂપ બનવું.


૧ તીમોથી ૬:૧૧
પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.


૨ તીમોથી ૧:૭
કારણ, ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.


૨ તીમોથી ૧:૧૩
મારા સાચા શિક્ષણને નમૂનારૂપ ગણીને પકડી રાખ. ખ્રિસ્ત ઈસુની સાથેના જોડાણથી મળતાં વિશ્વાસ અને પ્રેમને વળગી રહે.


૨ તીમોથી ૨:૨૨
યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ.


૨ તીમોથી ૩:૪
તેઓ દગાખોર, અવિચારી, ઘમંડી હશે. ઈશ્વર પર નહિ, પણ ભોગવિલાસ પર પ્રેમ કરશે.


૨ તીમોથી ૩:૧૧
મારી વર્તણૂકનું અને મારા જીવનના યેયનું અનુકરણ કર્યું છે. તેં મારો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશક્તિ, સતાવણીઓ અને દુ:ખો જોયાં છે. અંત્યોખ, ઈકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે. તે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો.


૨ તીમોથી ૪:૮
હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


૨ તીમોથી ૪:૧૦
દેમાસ આ દુનિયાના પ્રેમમાં પડીને મને તજી દઈને થેસ્સાલોનિકા ચાલ્યો ગયો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલમાતિયા ગયા છે.


ટાઇટસ ૨:૨
વૃદ્ધ પુરુષોને સમજાવ કે તેઓ સંયમી, ગંભીર અને ઠરેલ બને તથા વિશ્વાસ, પ્રેમ અને સહનશક્તિમાં દૃઢ બને.


ટાઇટસ ૨:૪
તેમણે યુવાન સ્ત્રીઓને કેળવવી જેથી તેઓ તેમના પતિ અને બાળકો પર પ્રેમ કરે


ટાઇટસ ૩:૪
પણ જ્યારે ઈશ્વર આપણા ઉદ્ધારકનાં ભલાઈ અને પ્રેમ પ્રગટ થયાં,


ફિલેમોન ૧:૫
કારણ, ઈશ્વરના લોક માટેનો તારો પ્રેમ અને પ્રભુ ઈસુમાંના તારા વિશ્વાસ વિષે મેં સાંભળ્યું છે.


ફિલેમોન ૧:૭
પ્રિય ભાઈ, તારા પ્રેમથી મને પુષ્કળ આનંદ થયો છે અને ઘણું ઉત્તેજન મળ્યું છે! તેં ઈશ્વરના સર્વ લોકનાં હૃદયોને પ્રફુલ્લિત કર્યાં છે.


ફિલેમોન ૧:૯
પણ એને બદલે પ્રેમ મને વિનંતી કરવાની ફરજ પાડે છે. હું પાઉલ, ઈસુ ખ્રિસ્તનો રાજદૂત અને તેમને માટે હાલ કેદી હોવા છતાં આમ કરું છું.


હિબ્રૂ ૬:૧૦
તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


હિબ્રૂ ૧૦:૨૪
આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ દર્શાવીએ તથા સારાં કાર્યો કરીએ.


હિબ્રૂ ૧૨:૬
“મારા પુત્ર, પ્રભુની શિક્ષાનો તું તિરસ્કાર ન કર, અને તે તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા. કારણ, પ્રભુ જેના પર પ્રેમ કરે છે તે દરેકને તે કેળવે છે. અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તેને તે શિક્ષા કરે છે.”


હિબ્રૂ ૧૩:૧
ભ્રાતૃપ્રેમ જારી રાખો.


જેમ્સ ૧:૧૨
જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


જેમ્સ ૨:૫
મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.


જેમ્સ ૨:૮
શાસ્ત્રમાંથી મળી આવતો રાજમાન્ય નિયમ આ છે: “જેવો તારી જાત પર તેવો જ તારા સાથી ભાઈ પર પ્રેમ કર.” જો તમે એ પાળો તો તમે સારું કરો છો.


૧ પીટર ૧:૮
તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


૧ પીટર ૧:૨૨
સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.


૧ પીટર ૨:૧૭
સર્વ માણસોને માન આપો. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો. ઈશ્વરનો ડર રાખો અને રાજાને માન આપો.


૧ પીટર ૩:૮
છેવટે, તમે સૌ ઐક્ય અને સહાનુભૂતિ કેળવો. એકબીજા પર ભાઈઓના જેવો પ્રેમ કરો અને એકબીજા પ્રત્યે મયાળુ અને નમ્ર થાઓ.


૧ પીટર ૪:૮
એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.


૨ પીટર ૧:૭
ભક્તિભાવની સાથે બધુંપ્રેમ, અને બધુંપ્રેમની સાથે પ્રેમ જોડી દો.


૨ પીટર ૨:૧૬
બલઆમે તો પાપને લીધે ઠપકો મળ્યો હોવા છતાં ખોટું કરવાથી મળનાર પૈસા પર પ્રેમ રાખ્યો. એક મૂંગા ગધેડાએ માનવીની ભાષા બોલીને એ સંદેશવાહકને તેના મૂર્ખ કૃત્યથી અટકાવ્યો હતો.


૧ જ્હોન ૨:૫
પણ જે કોઈ તેમની આજ્ઞાઓ પાળે છે તેનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ સંપૂર્ણ કરવામાં આવેલો છે. આપણે ઈશ્વરની સાથે ચાલીએ છીએ તેની ખાતરી આ રીતે થઈ શકે છે:


૧ જ્હોન ૨:૧૦
જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ કરે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં બીજાને ઠોકર ખાવાનું કારણ નથી.


૧ જ્હોન ૨:૧૫
દુનિયા પર અથવા દુનિયાની કોઈ વસ્તુ પર પ્રેમ ન કરો. જો તમે દુનિયા પર પ્રેમ કરો છો તો પછી તમારામાં ઈશ્વરપિતા પ્રત્યેનો પ્રેમ નથી.


૧ જ્હોન ૩:૧
જુઓ, ઈશ્વરપિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યો છે! તેમનો પ્રેમ એટલો મહાન છે કે આપણને ઈશ્વરનાં સંતાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ, હકીક્તમાં આપણે તેમનાં સંતાન છીએ. આથી દુનિયા આપણને ઓળખતી નથી. કારણ, તે ઈશ્વરને પણ ઓળખતી નથી.


૧ જ્હોન ૩:૧૦
ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું સંતાન નથી.


૧ જ્હોન ૩:૧૧
શરૂઆતથી જ તમે જે સંદેશો સાંભળ્યો છે તે આ છે: આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ.


૧ જ્હોન ૩:૧૪
આપણે આપણા ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ તે પરથી આપણને ખબર છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. જે કોઈ પ્રેમ કરતો નથી તે હજી મરણમાં જ છે.


૧ જ્હોન ૩:૧૬
પ્રેમ શું છે તે આપણે આ રીતે જાણી શકીએ છીએ: ખ્રિસ્તે આપણે માટે પોતાનું જીવન અર્પી દીધું. તેથી આપણે પણ આપણા ભાઈઓને માટે આપણું જીવન અર્પી દેવું જોઈએ.


૧ જ્હોન ૩:૧૭
જો કોઈ માણસ ધનવાન છે અને તેનો ભાઈ મુશ્કેલીમાં છે તેમ જોવા છતાં પોતાના ભાઈની વિરુદ્ધ પોતાનું હૃદય નિષ્ઠુર બનાવે, તો પછી તેના હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, એમ તે કેવી રીતે કહી શકે?


૧ જ્હોન ૩:૧૮
મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોથી કે જીભથી હોવો ન જોઈએ, પણ કૃત્યોમાં દેખાવો જોઈએ અને સાચો હોવો જોઈએ.


૧ જ્હોન ૩:૨૩
તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ મૂકીએ અને ખ્રિસ્તે આપેલી આજ્ઞા પ્રમાણે એકબીજા પર પ્રેમ રાખીએ.


૧ જ્હોન ૪:૭
પ્રિયજનો, આપણે એકબીજા પર પ્રેમ કરીએ, કારણ, પ્રેમ ઈશ્વર પાસેથી આવે છે. જે કોઈ પ્રેમ કરે છે તે ઈશ્વરનું બાળક છે અને ઈશ્વરને ઓળખે છે.


૧ જ્હોન ૪:૮
જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી. કારણ, ઈશ્વર પ્રેમ છે.


૧ જ્હોન ૪:૯
આ રીતે ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો: તેમણે પોતાના એકના એક પુત્રને આ દુનિયામાં મોકલ્યા જેથી તેમની મારફતે આપણને જીવન મળે.


૧ જ્હોન ૪:૧૦
આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણાં પાપની માફી મળે, એમાં પ્રેમ છે.


૧ જ્હોન ૪:૧૧
પ્રિયજનો, ઈશ્વરે આપણા પર એવો પ્રેમ કર્યો હોવાથી આપણે પણ એકબીજા પર પ્રેમ કરવો જોઈએ.


૧ જ્હોન ૪:૧૨
ઈશ્વરને કોઈએ કદી જોયા નથી. જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને આપણામાં તેમનો પ્રેમ સંપૂર્ણ થાય છે.


૧ જ્હોન ૪:૧૬
આપણા પ્રત્યે ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ અને તે પર ભરોસો મૂકીએ છીએ. ઈશ્વર પ્રેમ છે અને જે કોઈ પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.


૧ જ્હોન ૪:૧૭
ન્યાયને દિવસે આપણને હિંમત રહે તે માટે આપણા જીવનમાં પ્રેમ સંપૂર્ણ કરાતો જાય છે. કારણ, આ દુનિયામાં જેવું ખ્રિસ્તનું જીવન હતું તેવું આપણું પણ છે.


૧ જ્હોન ૪:૧૮
પ્રેમમાં કંઈ ભય નથી. પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે. જેઓ બીકણ છે તેમના જીવનમાં પ્રેમ સંપૂર્ણ થયેલો નથી. કારણ, બીકને સજા સાથે સંબંધ છે.


૧ જ્હોન ૪:૧૯
પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ.


૧ જ્હોન ૪:૨૦
જો કોઈ કહે, “હું ઈશ્વર પર પ્રેમ કરું છું.” પણ જો તે તેના ભાઈ પર દ્વેષ રાખતો હોય તો તે જૂઠો છે. કારણ, પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર તે પ્રેમ કરી શક્તો નથી તો પછી ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ કરી શકે?


૧ જ્હોન ૪:૨૧
ખ્રિસ્તે તો આપણને આ આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વર પર પ્રેમ કરે છે તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ કરવો જોઈએ.


૧ જ્હોન ૫:૧
ઈસુ એ જ મસીહ છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે પિતાનાં અન્ય સંતાન પર પણ પ્રેમ રાખે છે.


૧ જ્હોન ૫:૨
ઈશ્વર પર પ્રેમ કરવાથી અને તેમની આજ્ઞાઓ પાળવાથી આપણે ઈશ્વરનાં સંતાનો પર પ્રેમ રાખીએ છીએ તેની ખાતરી થાય છે.


૧ જ્હોન ૫:૩
ઈશ્વર પર પ્રેમ કરવો એટલે જ તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓનું પાલન બહુ અઘરું નથી.


૨ જ્હોન ૧:૧
ઈશ્વરે પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકોને, વડીલબધું તરફથી શુભેચ્છા. હું તમારા પર સાચા દિલથી પ્રેમ કરું છું. માત્ર હું જ નહિ, પણ સત્ય જાણનાર સૌ તમારા પર પ્રેમ કરે છે.


૨ જ્હોન ૧:૩
ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણને કૃપા, દયા અને શાંતિ બક્ષો અને સત્ય તથા પ્રેમમાં તે આપણા બની રહો.


૨ જ્હોન ૧:૫
તેથી બહેન, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ એવી વિનંતી હું તને કરું છું. હું આ કોઈ નવી આજ્ઞા લખતો નથી; આ આજ્ઞા તો શરૂઆતથી જ આપણી પાસે છે.


૨ જ્હોન ૧:૬
જે પ્રેમ વિષે હું વાત કરું છું તેનો અર્થ તો એ છે કે આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. જે આજ્ઞા તમે શરૂઆતથી જ સાંભળી છે તે આ છે: તમારે સૌએ પ્રેમમાં રહેવું જોઈએ.


૩ જ્હોન ૧:૧
વડીલબધું તરફથી પ્રિય ગાયસને શુભેચ્છા. તારા પર હું પ્રેમ રાખું છું.


૩ જ્હોન ૧:૬
તેમણે તારા પ્રેમ વિષે અહીંની મંડળી સમક્ષ સાક્ષી પૂરી છે. ઈશ્વરને પસંદ પડે એ રીતે તું તેમને તેમની મુસાફરી ચાલુ રાખવામાં મદદ કરજે.


જુડ ૧:૨
તમને દયા, શાંતિ અને પ્રેમ ભરપૂરપણે પ્રાપ્ત થાઓ.


જુડ ૧:૨૧
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને પોતાની દયાથી તમને સાર્વકાલિક જીવન આપે તે માટે તમે તેમના આગમનની રાહ જોતાં જોતાં ઈશ્વરના પ્રેમમાં દૃઢ રહો.


પ્રકટીકરણ ૧:૫
અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


પ્રકટીકરણ ૨:૪
પરંતુ તારી વિરુદ્ધ મારે આટલું છે: તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે.


પ્રકટીકરણ ૨:૧૯
‘તારાં કાર્યો, તારો પ્રેમ, તારી વફાદારી, તારી સેવા અને તારી ધીરજ હું જાણું છું. પહેલાંના કરતાં તું અત્યારે વધારે કાર્યરત છે.


પ્રકટીકરણ ૩:૯
સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


પ્રકટીકરણ ૩:૧૯
જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India