A A A A A

શોધો
મેથ્યુ ૧:૨૧
તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે; કારણ, તે પોતાના લોકોને તેમનાં પાપમાંથી બચાવશે.


મેથ્યુ ૩:૨
તે કહેતો, તમારાં પાપથી પાછા ફરો.


મેથ્યુ ૩:૬
તેઓએ પોતાનાં પાપની કબૂલાત કરી અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.


મેથ્યુ ૩:૮
તમે તમારાં પાપથી પાછા ફર્યા છો તેવું દર્શાવતાં કાર્યો કરો.


મેથ્યુ ૩:૧૧
તમે પાપથી પાછા ફર્યા છો માટે હું તમારું બાપ્તિસ્મા પાણીથી કરું છું, પણ મારા પછી આવનાર તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. મારા કરતાં તો તે ઘણા મહાન છે. હું તો તેમનાં ચંપલ ઊંચકવાને પણ યોગ્ય નથી.


મેથ્યુ ૪:૧૭
આ સમયથી ઈસુએ પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું: તમારાં પાપથી પાછા ફરો; કારણ, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.


મેથ્યુ ૫:૨૯
તેથી જો તારી જમણી આંખ તારી પાસે પાપ કરાવે તો તેને કાઢી નાખીને ફેંકી દે! તારે તારા એક અંગને ગુમાવવું તે તારું સમગ્ર શરીર નર્કમાં નાખી દેવાય તે કરતાં સારું છે.


મેથ્યુ ૫:૩૦
જો તારો જમણો હાથ તારી પાસે પાપ કરાવે તો તેને કાપીને ફેંકી દે! તારે તારા એક અંગને ગુમાવવું તે તારું સમગ્ર શરીર નર્કમાં નાખી દેવાય એ કરતાં સારું છે.


મેથ્યુ ૯:૨
કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષમાં લઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારાં પાપ માફ કરવામાં આવે છે.


મેથ્યુ ૯:૫
શું કહેવું વધારે સરળ છે? ’તારાં પાપ તને માફ કરવામાં આવે છે’ તે કે, ’ઊભો થઈને ચાલ’ તે?


મેથ્યુ ૯:૬
હું એ સાબિત કરી બતાવીશ કે માનવપુત્રને પૃથ્વી પર પાપ માફ કરવાની સત્તા છે. તેથી તેમણે પેલા લકવાવાળાને કહ્યું, ઊભો થા, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા.


મેથ્યુ ૯:૧૩
જાઓ, અને આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય તે તમે જાતે જ શોધી કાઢો: ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ હું સદાચારી ગણાતા લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.


મેથ્યુ ૧૧:૨૦
ત્યાર પછી ઈસુ જ્યાં તેમણે તેમના મોટા ભાગના ચમત્કારો કર્યા હતા તેવાં શહેરો તરફ ગયા. કારણ, ત્યાંના લોકો હજુ પોતાનાં પાપથી પાછા ફર્યા ન હતા.


મેથ્યુ ૧૧:૨૧
ઈસુએ કહ્યું, હાય રે, ખોરાજીન, હાય હાય! હાય રે, બેથસાઈદા, હાય હાય! તમારામાં જે અદ્‌ભૂત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યાં હોત, તો ત્યાંના લોકોએ ટાટ પહેરીને અને રાખ લાવીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત.


મેથ્યુ ૧૨:૩૧
તેથી હું તમને કહું છું: કોઈ પણ પાપ અને ઈશ્વરનિંદાની માણસને માફી મળશે, પણ પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલી નિંદાની માફી મળશે નહિ.


મેથ્યુ ૧૨:૪૧
ન્યાયને દિવસે નિનવેહના લોકો તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો ઉપદેશ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા હતા. પણ અહીં યોના કરતાં પણ મહાન એવો એક છે.


મેથ્યુ ૧૩:૪૧
માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે, અને તેઓ રાજમાંથી પાપ કરાવનાર અને કરનાર સૌને એકઠા કરશે.


મેથ્યુ ૧૮:૧૫
જો તારો ભાઈ તારી વિરુદ્ધ* પાપ કરે, તો તેની પાસે જા અને ખાનગીમાં તેને તેની ભૂલ સમજાવ. જો તે તારું માને તો તેં તારા ભાઈને પાછો જીતી લીધો છે.


મેથ્યુ ૧૮:૨૧
ત્યાર પછી પિતરે ઈસુની પાસે આવીને પૂછયું, પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે તો મારે તેને કેટલી વાર માફ કરવું? શું સાત વાર?


મેથ્યુ ૨૧:૩૨
કારણ, બાપ્તિસ્મા કરનાર યોહાને તમને ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાનો માર્ગ બતાવ્યો. તમે તેનું માન્યું નહિ, પણ નાકાદારો અને વેશ્યાઓએ તેનું માન્યું. અરે, તમે તો એ જોયા પછી પણ પાપથી પાછા ફર્યા નહિ કે તેનું માન્યું નહિ.


મેથ્યુ ૨૩:૨૮
તે જ પ્રમાણે બાહ્ય રીતે તમે લોકોની સમક્ષ ધાર્મિક દેખાઓ છો, પણ અંદરથી તો તમે દંભ અને પાપથી ભરેલા છો.


મેથ્યુ ૨૬:૨૮
ઈશ્વરના [નવા] કરારને મંજૂર કરનાર આ મારું રક્ત છે. ઘણાંઓને પાપની માફી મળે તે માટે એ રેડાનાર છે.


મેથ્યુ ૨૬:૪૫
ત્યાર પછી શિષ્યો પાસે પાછા આવીને તેમને કહ્યું, તમે હજુ પણ ઊંઘો છો? આરામ કરો છો? માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપાઈ જવાનો સમય આવી પહોંચ્યો છે.


મેથ્યુ ૨૭:૩
ઈસુની ધરપકડ કરાવનાર યહૂદાને જ્યારે ખબર પડી કે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે ત્યારે તેને પોતાના પાપનું ભાન થયું અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યજ્ઞકારો તથા આગેવાનો પાસે ગયો અને કહ્યું,


મેથ્યુ ૨૭:૪
એક નિર્દોષ ખૂન કરાવવા દગો કરીને મેં પાપ કર્યું છે. તેમણે જવાબ આપ્યો, તેમાં અમારે શું? તારું પાપ તારે માથે!


મેથ્યુ ૨૭:૨૪
પિલાતે જોયું કે રાહ જોવાથી કશો ફાયદો થવાનો નથી, પણ કદાચ હુલ્લડ ફાટી નીકળે. આથી તેણે પાણી લીધું અને પોતાના હાથ ટોળાંની સમક્ષ ધોઈ નાખતાં કહ્યું, આ માણસના મોતને માટે હું જવાબદાર નથી! તમારું પાપ તમારે માથે.


ચિહ્ન ૧:૪
એમ યોહાન વેરાન પ્રદેશમાં પ્રગટ થયો. તે લોકોને બાપ્તિસ્મા આપતો અને ઉપદેશ કરતો. તેણે લોકોને કહ્યું, “તમારાં પાપથી પાછા ફરો અને બાપ્તિસ્મા લો, અને ઈશ્વર તમારાં પાપની ક્ષમા આપશે.”


ચિહ્ન ૧:૫
યોહાનને સાંભળવા માટે યહૂદિયાના પ્રદેશમાંથી અને યરુશાલેમ શહેરમાંથી ઘણા લોકો તેની પાસે આવતા. તેઓ પોતાનાં પાપ કબૂલ કરતા અને તે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો.


ચિહ્ન ૧:૧૫
તેમણે કહ્યું, “સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.”


ચિહ્ન ૨:૫
ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.”


ચિહ્ન ૨:૭
“આ માણસ આવું કેમ બોલે છે? તે તો ઈશ્વરની નિંદા કરે છે! એકલા ઈશ્વર સિવાય બીજું કોઈ પાપની ક્ષમા આપી શકે જ નહિ.”


ચિહ્ન ૨:૯
‘તારાં પાપ માફ કરવામાં આવે છે,’ અથવા ‘ઊઠ, તારી પથારી ઊંચકીને ચાલ,’ એ બેમાંથી આ લકવાવાળા માણસને શું કહેવું સહેલું છે?


ચિહ્ન ૨:૧૦
પણ હું તમારી આગળ સાબિત કરી આપીશ કે માનવપુત્રને પૃથ્વી પર પાપની ક્ષમા આપવાનો અધિકાર છે.”


ચિહ્ન ૩:૨૮
હું તમને સાચે જ કહું છું: માણસોને તેમનાં બધાં પાપની અને ઈશ્વરનિંદાની ક્ષમા મળી શકે છે,


ચિહ્ન ૩:૩૦
કારણ, પોતાને માથે સાર્વકાલિક દોષ રહે એવું પાપ તેણે કર્યું છે.” કારણ, કેટલાકે “તેને દુષ્ટાત્મા વળગ્યો છે” એવું કહ્યું હતું. સાચાં સગાં કોણ?


ચિહ્ન ૪:૧૨
જેથી “તેઓ જોયા જ કરે, છતાં સૂઝે જ નહિ, તેઓ સાંભળ્યા જ કરે, છતાં સમજી શકે નહિ, કદાચ તેઓ ઈશ્વર તરફ પાછા ફરે, અને તેમનાં પાપોની ક્ષમા પામે.”


ચિહ્ન ૬:૧૨
તેથી બાર શિષ્યોએ જઈને લોકોને પોતાનાં પાપથી પાછા ફરવાનો ઉપદેશ આપ્યો.


Mark 14:41
જ્યારે તે ત્રીજી વાર પાછા આવ્યા ત્યારે તેમણે તેમને કહ્યું, “શું તમે હજુયે ઊંઘો છો અને આરામ કરો છો? બસ, બહુ થયું. સમય આવી ચૂક્યો છે! જુઓ, માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપી દેવામાં આવે છે.


અધિનિયમો ૨:૩૮
પિતરે તેમને કહ્યું, “તમે સૌ તમારાં પાપથી પાછા ફરો, અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો; તેથી તમારાં પાપ માફ કરવામાં આવશે, અને તમે ઈશ્વરની ભેટ, એટલે કે, પવિત્ર આત્મા પામશો.


અધિનિયમો ૩:૧૯
તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે,


અધિનિયમો ૫:૩૧
ઈશ્વરે પોતાની જમણી તરફ તેમને આગેવાન અને ઉદ્ધારક તરીકે ઊંચા કર્યા છે. જેથી તે ઇઝરાયલીઓને પાપથી પાછા ફરવાની અને તેમનાં પાપની માફી મેળવવાની તક આપે.


અધિનિયમો ૭:૬૦
તે ધૂંટણે પડયો, અને મોટે અવાજે બોલ્યો, “ઓ પ્રભુ! આ પાપની જવાબદારી તેમને શિરે મૂકશો નહિ!” એમ કહીને તે મરી ગયો. તેના ખૂનમાં શાઉલની સંમતિ હતી.


અધિનિયમો ૮:૨૩
કારણ, હું જોઉં છું કે તું અદેખાઈથી ભરેલો અને પાપનો કેદી છે.”


અધિનિયમો ૧૦:૪૩
બધા સંદેશવાહકો તેમને વિશે સાક્ષી પૂરે છે કે, જે તેમનામાં વિશ્વાસ મૂકશે તેનાં પાપ તેમના નામના અધિકારથી માફ થશે.”


અધિનિયમો ૧૧:૧૮
એ સાંભળીને તેઓ ટીકા કરતા બંધ થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “તો તો ઈશ્વરે બિનયહૂદીઓને પણ પોતાનાં પાપથી પાછા ફરીને નવું જીવન પામવાની તક આપી છે.”


અધિનિયમો ૧૩:૨૪
ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું તે પહેલાં યોહાને સર્વ ઇઝરાયલી લોકોને ઉપદેશ કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરવું જોઈએ અને બાપ્તિસ્મા પામવું જોઈએ.


અધિનિયમો ૧૩:૩૮
મારા ભાઈઓ, તમે સૌ સમજી લો કે પાપની ક્ષમા એ ઈસુ દ્વારા જ મળે છે એવો સંદેશ તમને પ્રગટ કરવામાં આવે છે;


અધિનિયમો ૧૩:૩૯
તમારે એ જાણવાની જરૂર છે કે મોશેનું નિયમશાસ્ત્ર તમને પાપમાંથી છુટકારો આપી શકાયું નહિ, પણ ઈસુ પર વિશ્વાસ કરનાર પ્રત્યેકને પાપમાંથી છુટકારો મળે છે.


અધિનિયમો ૧૯:૪
પાઉલે કહ્યું, “પોતાનાં પાપથી પાછા ફરનારાઓ માટે યોહાનનું બાપ્તિસ્મા હતું; અને તેણે ઇઝરાયલી લોકોને તેના પછીથી આવનાર ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાનું કહ્યું હતું.”


અધિનિયમો ૨૦:૨૧
યહૂદી અને બિનયહૂદી બધાને એક સરખી રીતે મેં ગંભીર ચેતવણી આપી કે તેમણે પોતાનાં પાપથી વિમુખ થઈ ઈશ્વર તરફ ફરવું, અને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો.


અધિનિયમો ૨૨:૧૬
તો હવે વિલંબ શા માટે કરે છે? ઊઠ, બાપ્તિસ્મા લે, અને તેમને નામે વિનંતી કરીને પાપની માફી પ્રાપ્ત કર.’


અધિનિયમો ૨૬:૧૮
તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’


અધિનિયમો ૨૬:૨૦
પ્રથમ દમાસ્ક્સમાં, પછી યરુશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિનયહૂદીઓ મયે મેં પ્રચાર કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ, તેમ જ તેઓ પાપથી પાછા ફર્યા છે એવું દર્શાવતાં કાર્યો કરવાં જોઈએ.


રોમન ૨:૧૨
બિનયહૂદીઓ પાસે મોશેનું નિયમશાસ્ત્ર નથી; પણ તેઓ પાપ તો કરે છે. તેથી નિયમશાસ્ત્ર ન હોવા છતાં તેઓ નાશ પામશે. યહૂદીઓની પાસે નિયમશાસ્ત્ર છે, અને છતાં તેઓ પાપ કરે છે. તેથી તેમને નિયમશાસ્ત્ર પ્રમાણે સજા થશે.


રોમન ૩:૭
જો મારા જૂઠ્ઠથી ઈશ્વરનું સત્ય પ્રગટ થાય, અને એમ ઈશ્વરને મહિમા મળે, તો પછી મને પાપી તરીકેની સજા થાય ખરી?


રોમન ૩:૯
તો પછી આપણે યહૂદીઓ બિનયહૂદીઓ કરતાં શું કંઈ સારી સ્થિતિમાં છીએ? ના, જરાય નહિ. અગાઉ મેં સમજાવ્યું છે તેમ યહૂદીઓ કે ગ્રીકો બધા પાપની સત્તા નીચે છે.


રોમન ૩:૨૦
કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરીને કોઈ માણસ ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવતું નથી. નિયમશાસ્ત્ર તો માણસોને ફક્ત પાપનું ભાન કરાવે છે.


રોમન ૩:૨૩
કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.


રોમન ૩:૨૫
ઈશ્વરે ઈસુને તેમના બલિદાન પરના વિશ્વાસ દ્વારા પાપ નિવારણ અર્થે પ્રાયશ્ર્વિત તરીકે નિયત કર્યા છે અને એમ કરીને ઈશ્વરે પોતાની ન્યાયયુક્તતા જાહેર કરેલી છે. પ્રથમ તો ભૂતકાળના સંબંધમાં; કે જે વખતે થયેલાં પાપ વિષે ઈશ્વરે પોતાની સહનશીલતામાં સજા કરી નહોતી;


રોમન ૪:૭
“જેમના અપરાધોની માફી આપવામાં આવી છે, અને જેમનાં પાપ ઢાંકી દેવામાં આવ્યાં છે, તેમને ધન્ય છે.


રોમન ૪:૮
જે માણસના પાપને ઈશ્વર હિસાબમાં નહિ લે, તે કેવો સુખી માણસ છે!”


રોમન ૫:૮
પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે! કારણ, આપણે જ્યારે પાપી હતા, ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા.


રોમન ૫:૧૨
એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું.


રોમન ૫:૧૩
નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું તે પહેલાં દુનિયામાં પાપ તો હતું; પણ નિયમ ન હોવાને કારણે પાપની નોંધ લેવાતી ન હતી.


રોમન ૫:૧૪
આદમથી મોશેના સમય સુધી બધા માણસો ઉપર મરણે રાજ કર્યું. જેમણે આદમની માફક આજ્ઞાભંગનું પાપ કર્યું ન હતું, તેમના ઉપર પણ મરણે રાજ કર્યું. આદમ તો ભવિષ્યમાં આવનારના પ્રતીકરૂપ હતો.


રોમન ૫:૧૫
પણ તેઓ બન્‍ને સરખા નથી. કારણ, ઈશ્વરની અમૂલ્ય ભેટ આદમના પાપ જેવી નથી. એ ખરું છે કે એક માણસના પાપથી ઘણા માણસો મરણ પામ્યા. તો એક માણસ, એટલે કે, ઈસુ ખ્રિસ્તની મારફતે મળેલી ઈશ્વરની કૃપા, તેમ જ તેમની અમૂલ્ય ભેટ બધાને માટે એથી પણ વિશેષ છે.


રોમન ૫:૧૬
ઈશ્વરની ભેટ અને એક માણસના પાપ વચ્ચે તફાવત છે. એક માણસના અપરાધને પરિણામે આપણે દોષિત ઠર્યા; જ્યારે અનેક અપરાધો પછી આવેલ કૃપાદાને આપણને નિર્દોષ જાહેર કર્યા.


રોમન ૫:૧૭
એક માણસના પાપના પરિણામે મરણે રાજ કર્યું; પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિશેષ છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા દોષમુક્તિની અમૂલ્ય ભેટ સ્વીકારે છે, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે.


રોમન ૫:૧૮
એક પાપને પરિણામે બધા માણસો દોષિત ઠર્યા. તેવી જ રીતે એક ન્યાયયુક્ત કાર્ય બધા માણસોને નિર્દોષ જાહેર કરી જીવન આપે છે.


રોમન ૫:૧૯
એક માણસે આજ્ઞા તોડી અને બધાં પાપી થયાં, તેવી જ રીતે એક માણસના આજ્ઞાપાલનથી બધાં ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવશે.


રોમન ૫:૨૦
નિયમશાસ્ત્ર આવવાથી અપરાધોમાં વધારો થયો, પણ જેમ પાપ વયું, તેમ ઈશ્વરની કૃપા એથીય વિશેષ વધી.


રોમન ૫:૨૧
પાપે મરણ દ્વારા રાજ કર્યું, પણ હવે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનમાં દોરી જનાર દોષમુક્તિ દ્વારા ઈશ્વરની કૃપા રાજ કરે છે.


રોમન ૬:૧
તો પછી આપણે શું કહીશું? ઈશ્વરની કૃપા વધતી જાય તે માટે આપણે પાપમાં જીવવાનું ચાલુ રાખીશું?


રોમન ૬:૨
ના, કદી નહિ. આપણે પાપ સંબંધી મરણ પામ્યા છીએ, તો પછી આપણે કેવી રીતે તેમાં જીવવાનું ચાલુ રાખી શકીએ?


રોમન ૬:૬
આપણે જાણીએ છીએ કે આપણું જૂનું વ્યક્તિત્વ ખ્રિસ્તની સાથે તેમના ક્રૂસ પર મરણ પામ્યું; એ માટે કે આપણી પાપી પ્રકૃતિના બળનો નાશ થાય અને આપણે હવેથી પાપના ગુલામ રહીએ નહિ.


રોમન ૬:૭
જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તે પાપની સત્તામાંથી મુક્ત થાય છે.


રોમન ૬:૧૦
તે પાપના સંબંધમાં ફક્ત એક જ વાર મરણ પામ્યા; પણ ઈશ્વરના સંબંધમાં તે હવે જીવે છે.


રોમન ૬:૧૧
એ જ રીતે તમે પોતાને પાપના સંબંધમાં મરણ પામેલા અને ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરના સંબંધમાં જીવતા ગણો.


રોમન ૬:૧૨
પાપને તમારા નાશવંત શરીરમાં રાજ કરવા દઈ તમારા દેહની ભૂંડી ઇચ્છાઓને આધીન થશો નહિ.


રોમન ૬:૧૩
ખરાબ હેતુના ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને ન કરો. એથી ઊલટું, તમને મરણમાંથી જીવનમાં લાવવામાં આવ્યા છે, માટે તમારી સોંપણી ઈશ્વરને કરો અને તમારા અવયવોને સદાચાર માટે ઈશ્વરને સોંપી દો.


રોમન ૬:૧૪
પાપે તમારા પર રાજ કરવું ન જોઈએ. કારણ, હવે તમે નિયમ નીચે નહિ, પણ ઈશ્વરની કૃપામાં જીવન જીવો છો.


રોમન ૬:૧૫
તેથી શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તેથી પાપ કર્યા કરીએ? ના, કદી નહિ.


રોમન ૬:૧૬
તમે આટલું તો જાણો છો કે જ્યારે કોઈને આધીન થવા તમે તમારી જાતને ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જે માલિકને આધીન થાઓ છો, તેના તમે ગુલામ છો - એટલે પાપના, કે જેનું પરિણામ મરણ છે; અથવા આજ્ઞાપાલનના, કે જેને પરિણામે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થવાય છે.


રોમન ૬:૧૭
ઈશ્વરનો આભાર માનો; કારણ, તમે એક વેળાએ પાપના ગુલામ હતા, પરંતુ તમને આપવામાં આવેલું શિક્ષણ તમે અંત:કરણથી સ્વીકાર્યું છે.


રોમન ૬:૧૮
તમને પાપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે સદાચારના ગુલામ છો.


રોમન ૬:૨૦
જ્યારે તમે પાપના ગુલામ હતા, ત્યારે સદાચારથી સ્વતંત્ર હતા.


રોમન ૬:૨૨
પણ હવે તમે પાપથી મુક્ત થયા છો અને ઈશ્વરના ગુલામ બન્યા છો. એમ તમારું જીવન પ્રભુને સંપૂર્ણપણે સોંપાયેલું છે, અને પરિણામે તમને સાર્વકાલિક જીવન મળે છે.


રોમન ૬:૨૩
કારણ, પાપ એના વેતન તરીકે મરણ આપે છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે.


રોમન ૭:૫
કારણ, જ્યારે આપણે માનવી સ્વભાવ પ્રમાણે જીવતા હતા, ત્યારે નિયમશાસ્ત્રે જગાડેલી પાપી વાસનાઓ આપણામાં કાર્યરત હતી, અને આપણે જે કંઈ કરતા તે મરણજનક હતું.


રોમન ૭:૭
તો પછી આપણે શું કહીશું? શું નિયમશાસ્ત્ર પાપી છે? ના, એવું નથી. પણ પાપ શું છે એનું ભાન મને નિયમથી થયું. જો નિયમશાસ્ત્રે એમ કહ્યું ન હોત કે, “લોભ ન રાખ,” તો લોભ રાખવો એટલે શું તે મેં જાણ્યું ન હોત.


રોમન ૭:૮
નિયમ દ્વારા પાપને મારી અંદર સઘળા પ્રકારનો લોભ ઉત્પન્‍ન કરવાની તક મળી. નિયમ વગર પાપ મરેલું છે.


રોમન ૭:૯
એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું,


રોમન ૭:૧૧
પાપને મારામાં તક મળવાથી તેણે આજ્ઞાની મારફતે મને છેતર્યો. આજ્ઞાને આધારે પાપે મને મારી નાખ્યો.


રોમન ૭:૧૩
તો એનો અર્થ એ છે કે જે સારું છે તેણે મારું મોત નિપજાવ્યું? ના, કદી નહિ. એ કરનાર તો પાપ હતું. સારાનો ઉપયોગ કરીને પાપ મારી પાસે મરણ લાવ્યું; જેથી તેનો ખરો સ્વભાવ પ્રગટ થાય. આમ, આજ્ઞા મારફતે પાપ વધુ બદતર બને છે.


રોમન ૭:૧૪
આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર ઈશ્વરે આપેલું છે; પરંતુ હું પૃથ્વીનો માનવી છું. હું ગુલામ તરીકે પાપને વેચાયેલો છું.


રોમન ૭:૧૭
તેથી આ જે કરનાર છે તે હું નહિ, પણ મારામાં વસી રહેલું પાપ કરે છે.


રોમન ૭:૨૦
જે મારે ન કરવું જોઈએ તે હું કરું છું, તો એનો અર્થ એ થાય કે એ તો હું નહિ, પણ મારામાં વસતું પાપ તે કરે છે.


રોમન ૭:૨૩
તે સિદ્ધાંત મારા મનથી સ્વીકારેલા સિદ્ધાંતની વિરુદ્ધ લડાઈ કરે છે. મારા શરીરમાંનો પાપનો સિદ્ધાંત મને કેદી બનાવે છે.


રોમન ૭:૨૪
હું કેવો દુ:ખી માનવી છું! મરણને માર્ગે લઈ જનાર પાપના સિદ્ધાંતના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ બચાવશે?


રોમન ૭:૨૫
ઈશ્વર! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો આભાર! જોકે મારી હાલત તો આવી છે: મારા મનથી હું ઈશ્વરના નિયમને આધીન થાઉં છું; પણ મારા પાપી સ્વભાવને લીધે હું પાપના નિયમને આધીન થાઉં છું.


રોમન ૮:૨
કારણ, ખ્રિસ્ત ઈસુની સાથે મેળવાયા હોવાથી આત્માનો નિયમ મને જીવન આપે છે. તેણે મને પાપ અને મરણના નિયમથી મુક્ત કર્યો છે.


રોમન ૮:૩
માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


રોમન ૮:૧૦
જો ખ્રિસ્ત તમારામાં વસે છે, તો પાપને કારણે તમારું શરીર તો મરણશીલ છે; પણ ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી તમારો આત્મા જીવે છે.


રોમન ૮:૧૩
જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો, તો મરશો જ; પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો, તો તમે જીવશો.


રોમન ૧૧:૨૬
અને એ રીતે સર્વ ઇઝરાયલીઓનો ઉદ્ધાર થશે. શાસ્ત્રમાં લખેલું છે: “સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકોબનાં સંતાનોમાંથી પાપને દૂર કરશે.


રોમન ૧૧:૨૭
જ્યારે હું તેમનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેમની સાથે મારો આ કરાર હશે.”


રોમન ૧૪:૧૩
આપણે એકબીજાનો ન્યાય કરવાનો બંધ કરીએ. એને બદલે, એવો નિર્ણય કરીએ કે આપણે આપણા ભાઈને ઠોકરરૂપ થઈએ નહિ, અને તે પાપમાં પડે એવું કંઈ કાર્ય કરીએ નહિ.


રોમન ૧૪:૨૦
ખોરાકની બાબતોમાં ઈશ્વરના કાર્યનો નાશ કરો નહિ. દરેક ખોરાક ખાવાલાયક છે. પણ આપણે જે ખાઈએ છીએ તેથી કોઈ માણસ પાપમાં પડતો હોય, તો તે બાબત ખરાબ છે.


Romarbrevet 14:23
તે જે ખાય છે તે સંબંધી તેના મનમાં શંકા હોય, તો ઈશ્વર તેને દોષિત ઠરાવે છે; કારણ, તેનું કાર્ય વિશ્વાસ ઉપર આધારિત નથી. જેનો આધાર વિશ્વાસ ઉપર નથી તે પાપ છે.


2 Korinthierbrevet 5:19
ઈશ્વર સર્વ માણસોને ખ્રિસ્તની મારફતે પોતાના મિત્રો બનાવે છે, એ જ અમારો સંદેશો છે. માણસોએ કરેલાં પાપોની ઈશ્વરે તેમની વિરુદ્ધમાં નોંધ રાખી નહિ; પણ તે કેવી રીતે તેમને તેમના મિત્રો બનાવે છે તે અંગેનો સંદેશો તેમણે અમને આપેલો છે.


2 Korinthierbrevet 5:21
ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


2 Korinthierbrevet 11:29
જો કોઈ નબળું હોય, તો હું પણ નબળાઈ અનુભવું છું. જો કોઈ કોઈને પાપમાં પાડે છે, તો મારો જીવ બળે છે.


2 Korinthierbrevet 12:21
મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.


2 Korinthierbrevet 13:2
જેમણે અગાઉ પાપ કર્યાં હતાં તેમને અને બાકીનાં બીજાં બધાંને હું ચેતવણી આપવા માગું છું. આ અગાઉ મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં ચેતવણી આપી હતી, અને ફરી હું જ્યારે તમારાથી દૂર છું ત્યારે પણ ચેતવું છું. હવે પછી હું આવીશ ત્યારે શિક્ષામાંથી કોઈ બચી શકશે નહિ.


એફેસી ૧:૮
એટલે કે, આપણાં પાપ માફ કરવામાં આવ્યાં છે. એ રીતે ઈશ્વરે આપણા પર પોતાની કૃપાની સમૃદ્ધિ વરસાવી છે. ઈશ્વરે પોતાનાં સર્વ જ્ઞાન અને આંતરસૂઝ પ્રમાણે


એફેસી ૨:૧
ભૂતકાળમાં તમે તમારા આજ્ઞાભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા.


એફેસી ૪:૨૬
જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો.


કોલોસીઅન્સ ૧:૧૪
એમના પુત્ર દ્વારા આપણે મુક્ત થયા છીએ, એટલે કે, આપણને આપણાં પાપની માફી આપવામાં આવી છે.


કોલોસીઅન્સ ૨:૧૧
ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમારી સુન્‍નત કરાઈ હતી. એ તો માણસ દ્વારા કરાયેલી શારીરિક સુન્‍નત નહિ, પણ ખ્રિસ્તે પોતે કરેલી આત્મિક સુન્‍નત છે, કે જેમાં તમને પાપી સ્વભાવમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.


કોલોસીઅન્સ ૨:૧૩
એક સમયે તમારાં પાપને લીધે અને તમારા સુન્‍નતવિહીન સ્વભાવને લીધે તમે આત્મિક રીતે મરેલા હતા. પણ હવે ઈશ્વરે ખ્રિસ્તની સાથે તમને સજીવન કર્યા છે. ઈશ્વરે આપણને આપણાં બધાં પાપની માફી આપી છે.


૧ થેસ્સાલોનીકી ૨:૧૬
સર્વ માણસો પ્રત્યે તેઓ કેવા ક્રૂર છે! તમ બિનયહૂદીઓનો ઉદ્ધાર થાય તે માટે સંદેશો પ્રગટ કરતાં તેમણે અમને પણ અટકાવવા પ્રયત્ન કર્યો. તેઓ જે પાપ કરતા આવ્યા છે તેની આ પરાક્ષ્ટા છે: હવે તેમના પર ઈશ્વરનો અત્યંત કોપ ઊતર્યો છે.


૨ થેસ્સાલોનીકી ૨:૧૨
પરિણામે, જેમણે સત્ય પર વિશ્વાસ કર્યો નથી અને પાપમાં મોજમઝા માણી છે તેઓ સર્વને શિક્ષા થાય.


૧ તીમોથી ૧:૯
છતાં યાદ રાખવું જોઈએ કે નિયમ સારા માણસ માટે નહિ, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, નાસ્તિક ને પાપી, અપવિત્ર ને અધર્મી, માતપિતાને મારી નાખનારાઓ, ખૂનીઓ,


૧ તીમોથી ૧:૧૫
આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે: ખ્રિસ્ત ઈસુ આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા અને એ બધામાં હું સૌથી મુખ્ય પાપી છું.


૧ તીમોથી ૧:૧૬
પણ આ કારણને લીધે જ ઈશ્વરે મારા પ્રત્યે દયા રાખી, જેથી ઈસુ ખ્રિસ્ત મારી સાથેના વ્યવહારમાં તેમની સંપૂર્ણ ધીરજ દાખવે. હું તો પાપીઓમાં સૌથી મુખ્ય પાપી હોવા છતાં પાછળથી તેમના પર વિશ્વાસ કરનારાઓ અને સાર્વકાલિક જીવન મેળવનારાઓ માટે નમૂનારૂપ બન્યો.


૧ તીમોથી ૫:૨૦
પાપ કરનારાઓને જાહેરમાં ધમકાવ જેથી બીજાઓ પર પણ ધાક બેસે.


૧ તીમોથી ૫:૨૨
પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહિ. બીજાઓનાં પાપમાં સામેલ ન થા. પણ તું પોતાને શુદ્ધ રાખ.


૧ તીમોથી ૫:૨૪
કેટલાક માણસોનાં પાપ દેખીતાં હોય છે અને તે તેમને ન્યાયશાસનમાં લઈ જાય છે; જ્યારે બીજા કેટલાંકનાં પાપ તપાસ થયા પછી માલૂમ પડે છે.


૧ તીમોથી ૬:૧૦
કારણ, દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુ:ખોથી તેમનાં હૃદય વીંધાયાં છે.


૨ તીમોથી ૨:૨૫
તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે; કદાચ પ્રભુ એવાઓને પાપથી પાછા ફરવાની તક આપે કે જેથી તેઓ સત્યને જાણી લે


૨ તીમોથી ૩:૬
એમાંના કેટલાક તો પારક્ં ઘરોમાં ધૂસી જાય છે, અને પાપાચારમાં વ્યસ્ત રહેતી અને વિવિધ વાસનાઓથી ખેંચાઈ જતી સ્ત્રીઓને ફસાવે છે;


ટાઇટસ ૩:૧૧
તારે જાણી લેવું કે એવી વ્યક્તિ ભ્રષ્ટ છે અને તે જાણે છે કે પોતે પોતાના પાપથી સજાપાત્ર ઠરી ચૂક્યો છે.


હિબ્રૂ ૧:૩
તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


હિબ્રૂ ૨:૧૧
તે મનુષ્યોને તેમનાં પાપથી શુદ્ધ કરે છે, તેથી તે તથા જેમને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. તેથી ઈસુ તેમને પોતાના ભાઈઓ કહેતાં શરમાતા નથી.


હિબ્રૂ ૨:૧૭
આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


હિબ્રૂ ૩:૧૩
તેને બદલે, તમારામાંનો કોઈ પાપથી છેતરાય નહિ કે હઠીલો બને નહિ માટે પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણે ‘આજનો દિવસ’ છે, ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ.


હિબ્રૂ ૩:૧૭
કોના પર ઈશ્વર ચાળીસ વર્ષ સુધી ગુસ્સે રહ્યા? એ જ લોકો પર કે જેમણે પાપ કર્યું અને જેમનાં શબ આ અરણ્યમાં રઝડયાં.


હિબ્રૂ ૪:૧૫
આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.


હિબ્રૂ ૫:૧
દરેક પ્રમુખ યજ્ઞકાર માણસોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરની સેવા કરવા, તેમજ અર્પણો તથા પાપોને માટે બલિદાનો ચઢાવવા તેને નીમવામાં આવે છે.


હિબ્રૂ ૫:૩
વળી, તે પોતે નિર્બળ હોવાથી ફક્ત બીજાઓનાં જ નહિ, પરંતુ પોતાનાં પાપના પ્રાયશ્ર્વિત્ત માટે પણ તેણે બલિદાનો અર્પણ કરવાં પડે છે.


હિબ્રૂ ૬:૬
અને પછી અધ:પતન પામ્યા, તેમને પાપથી પાછા ફેરવવા એ અશક્ય છે. કારણ, તેઓ ઈશ્વરના પુત્રને પોતામાં ફરીવાર ક્રૂસે જડે છે અને તેમને જાહેરમાં નિંદાપાત્ર કરે છે.


હિબ્રૂ ૭:૨૬
ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


હિબ્રૂ ૭:૨૭
તેથી બીજા પ્રમુખ યજ્ઞકારોની જેમ તેમને દરરોજ પ્રથમ પોતાનાં પાપોને માટે અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન અર્પવાં પડતાં નથી. તેમણે પોતાનું અર્પણ કર્યું ત્યારે તેમણે હંમેશને માટે પર્યાપ્ત એવું બલિદાન એક જ વખત કર્યું.


હિબ્રૂ ૮:૧૨
કારણ, નાનામોટા સૌ મને ઓળખતા હશે. તેમના અપરાધોના સંબંધમાં હું દયા દર્શાવીશ અને હવેથી હું તેમનાં પાપ યાદ કરીશ નહીં.”


હિબ્રૂ ૯:૫
આ પેટીના ઢાંકણ પર કરૂબ દૂતો હતા. જ્યાં પાપોની ક્ષમા મળતી હતી તે જગ્યા પર તેમની પાંખો પ્રસરેલી હતી. પરંતુ આ સર્વ બાબતો વિગતવાર રીતે સમજાવવાનો અત્યારે સમય નથી.


હિબ્રૂ ૯:૭
પરંતુ મંડપના અંદરના ભાગમાં માત્ર પ્રમુખ યજ્ઞકાર વર્ષમાં એક જ વાર જતો હતો. તે પોતાની સાથે રક્ત લઈ જતો અને પોતાને માટે અને લોકોએ અજાણતાં કરેલાં પાપને બદલે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો.


હિબ્રૂ ૯:૨૨
અલબત્ત, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ બધી જ વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ થાય છે; અને રક્ત વહેવડાવ્યા વગર પાપોની ક્ષમા મળતી નથી.


હિબ્રૂ ૯:૨૬
કારણ, જો તે પ્રમાણે હોત તો સૃષ્ટિના સર્જનથી જ ઘણીવાર તેમને દુ:ખસહન કરવું પડયું હોત. તેને બદલે, જ્યારે સર્વ યુગોનો અંત પાસે આવ્યો છે, ત્યારે પોતાના બલિદાન દ્વારા પાપ દૂર કરવા તે સર્વકાળ માટે ફક્ત એક જ વાર પ્રવેશ્યા.


હિબ્રૂ ૯:૨૮
તે જ પ્રમાણે ઘણાનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્તનું રક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. તેઓ બીજીવાર પાપના સંબંધમાં નહિ, પરંતુ જેઓ તેમની પ્રતીક્ષા કરે છે તેમનો ઉદ્ધાર કરવા પ્રગટ થશે.


હિબ્રૂ ૧૦:૨
ઈશ્વરની ભક્તિ કરનાર લોકોને તેમનાં પાપોમાંથી સાચે જ શુદ્ધ કરવામાં આવ્યા હોત, તો તેમનું પાપ તેમને ડંખ્યા કરતું ન હોત, અને બધાં બલિદાનો બંધ થઈ ગયાં હોત.


હિબ્રૂ ૧૦:૩
અત્યારની વ્યવસ્થા પ્રમાણે તો બલિદાનો લોકોને વર્ષોવર્ષ તેમનાં પાપની યાદ આપે છે.


હિબ્રૂ ૧૦:૪
કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.


હિબ્રૂ ૧૦:૬
વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્‍ન થતા નથી.


હિબ્રૂ ૧૦:૮
પ્રથમ તેમણે કહ્યું, “વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્‍ન થતા નથી.” આ બધાં બલિદાનો નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણ કરાતાં હતાં, છતાં તેમણે એમ કહ્યું.


હિબ્રૂ ૧૦:૧૦
કારણ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા. તેમણે પોતાના શરીર દ્વારા સર્વકાળને માટે જે અર્પણ કર્યું તેથી આપણ સૌને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા છે.


હિબ્રૂ ૧૦:૧૧
દરેક યહૂદી યજ્ઞકાર ઊભો રહીને પોતાની સેવા દરરોજ બજાવે છે અને એકનાં એક બલિદાનો ઘણીવાર આપે છે. પરંતુ આ બલિદાનો કદી પાપ દૂર કરી શકે નહિ.


હિબ્રૂ ૧૦:૧૨
પણ ખ્રિસ્ત તો પાપના નિવારણ માટે સર્વકાળને માટે યોગ્ય એવું એક જ બલિદાન આપીને ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા છે.


હિબ્રૂ ૧૦:૧૪
આમ, જેઓ પાપમાંથી શુદ્ધ થયા છે તેમને તેમણે એક જ બલિદાનથી સર્વકાળને માટે સંપૂર્ણ બનાવ્યા છે.


હિબ્રૂ ૧૦:૧૭
પછી તે કહે છે, “હું તેમનાં પાપ તથા દુષ્કર્મો ફરીથી યાદ કરીશ નહિ.”


હિબ્રૂ ૧૦:૧૮
તેથી જો આ બધાંની માફી મળી ગઈ હોય, તો પાપના નિવારણ માટે હવે કોઈ અર્પણની જરૂર નથી.


હિબ્રૂ ૧૦:૨૬
કારણ, આપણને સત્ય પ્રગટ કરવામાં આવ્યું હોવા છતાં આપણે જાણી જોઈને પાપ કર્યા કરીએ, તો તે પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ બલિદાન નથી.


હિબ્રૂ ૧૦:૨૯
તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


હિબ્રૂ ૧૧:૨૫
પાપની ક્ષણિક મઝા માણવા કરતાં તેણે ઈશ્વરના લોકો સાથે દુ:ખ સહન કરવાનું પસંદ કર્યું.


હિબ્રૂ ૧૨:૧
વાદળાંની જેમ આ સાક્ષીઓની મોટી ભીડથી આપણે ઘેરાઈ ગયા છીએ. તેથી માર્ગમાંની પ્રત્યેક અવરોધરૂપ બાબતથી અને આપણને વળગી રહેનાર પાપથી આપણે મુક્ત થઈએ અને આપણે માટે ઠરાવેલી સ્પર્ધામાં ખંતપૂર્વક દોડીએ.


હિબ્રૂ ૧૨:૩
પાપીઓનો મોટો વિરોધ સહન કરનાર ઈસુનો વિચાર કરો, જેથી તમે નિર્ગત અને નિરાશ ન થાઓ.


હિબ્રૂ ૧૨:૪
કારણ, પાપ સામેના યુદ્ધમાં હજી તમારે લોહી રેડવા સુધી લડવું પડયું નથી.


હિબ્રૂ ૧૩:૧૧
યહૂદી પ્રમુખ યજ્ઞકાર, પરમ પવિત્રસ્થાનમાં પ્રાણીઓનું રક્ત લઈને પાપોને માટે અર્પણ ચઢાવે છે; પરંતુ પ્રાણીઓનાં શરીરોને મંડપ બહાર બાળી નાખવામાં આવે છે.


હિબ્રૂ ૧૩:૧૨
આ જ કારણથી ઈસુ પણ શહેરના દરવાજાની બહાર મૃત્યુ પામ્યા, જેથી પોતાના રક્ત દ્વારા તે લોકોને તેમનાં પાપમાંથી શુદ્ધ કરી શકે.


જેમ્સ ૧:૧૫
ત્યાર પછી આ દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પુખ્ત થઈને મરણ નિપજાવે છે.


જેમ્સ ૨:૯
પણ જો તમે બાહ્ય દેખાવ પ્રમાણે માણસો સાથે વર્તાવ કરો તો તમે પાપથી દોષિત છો અને એ નિયમ તમને નિયમ તોડનાર તરીકે દોષિત ઠરાવે છે.


જેમ્સ ૪:૮
ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો.


જેમ્સ ૪:૧૭
સારું કાર્ય શું છે તે જાણ્યા છતાં તે ન કરનારને પાપ લાગે છે.


જેમ્સ ૫:૧૫
વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેનાં પાપની ક્ષમા આપશે.


જેમ્સ ૫:૧૬
આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે.


જેમ્સ ૫:૨૦
પાપીને ખોટા માર્ગમાંથી પાછો વાળનાર તેના આત્માને મરણથી બચાવે છે અને ઘણાં પાપની ક્ષમા મેળવે છે.


૧ પીટર ૨:૨૨
તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી.


૧ પીટર ૨:૨૪
ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે.


૧ પીટર ૩:૧૮
તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


૧ પીટર ૪:૧
ખ્રિસ્તે શારીરિક દુ:ખ સહન કર્યું હોવાથી તમારે પણ તેવી જ મનોવૃત્તિથી સજ્જ થવું જોઈએ. કારણ, શારીરિક રીતે સહન કરનાર પાપથી મુક્ત થયો છે.


૧ પીટર ૪:૮
એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.


૧ પીટર ૪:૧૮
શાસ્ત્રમાં લખેલું છે: “જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો પછી નાસ્તિકો અને પાપીઓનું શું થશે?”


૨ પીટર ૧:૯
પણ જેની પાસે તે નથી તે ટૂંકી દૃષ્ટિનો છે અને તેથી તેને કશું દેખાતું નથી તથા તે તેના ભૂતકાળનાં પાપોથી શુદ્ધ થયો હતો તે પણ તે ભૂલી ગયો છે.


૨ પીટર ૨:૪
જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે.


૨ પીટર ૨:૧૪
તેમની આંખો વાસનાથી ભરેલી છે, અને પાપ કરતાં ધરાતી નથી. તેઓ નબળા મનના માણસોને સકંજામાં સપડાવે છે. તેમનાં હૃદયો લોભથી રીઢાં થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના શાપ નીચે છે.


૨ પીટર ૨:૧૬
બલઆમે તો પાપને લીધે ઠપકો મળ્યો હોવા છતાં ખોટું કરવાથી મળનાર પૈસા પર પ્રેમ રાખ્યો. એક મૂંગા ગધેડાએ માનવીની ભાષા બોલીને એ સંદેશવાહકને તેના મૂર્ખ કૃત્યથી અટકાવ્યો હતો.


૨ પીટર ૩:૯
કેટલાક માને છે તેમ પ્રભુ પોતે આપેલું વચન પૂર્ણ કરવામાં વિલંબ કરતા નથી. એને બદલે, તે તમારા પ્રત્યે ધીરજ રાખે છે. કારણ, કોઈનો ય નાશ થાય એવું તે ઇચ્છતા નથી, પણ બધા પોતાનાં પાપથી પાછાં ફરે એવું તે ઇચ્છે છે.


૧ જ્હોન ૧:૭
પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


૧ જ્હોન ૧:૮
આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.


૧ જ્હોન ૧:૯
પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપશે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે.


૧ જ્હોન ૧:૧૦
જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને આપણે તેમનો સંદેશો આપણા જીવનમાં ઉતાર્યો નથી.


૧ જ્હોન ૨:૧
મારાં બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતા સમક્ષ આપણી હિમાયત કરનાર છે; એ તો ઈસુ ખ્રિસ્ત છે, જે સાચા અને ઈશ્વરને સ્વીકાર્ય છે.


૧ જ્હોન ૨:૨
ખ્રિસ્તની મારફતે જ આપણાં પાપની આપણને માફી મળે છે; ફક્ત આપણાં જ નહિ પણ સર્વ માણસોનાં પાપની માફી મળે છે.


૧ જ્હોન ૨:૧૨
મારાં બાળકો, હું તમને લખું છું, કારણ, ખ્રિસ્તના નામને લીધે તમારાં પાપની ક્ષમા આપવામાં આવી છે.


૧ જ્હોન ૩:૪
જે કોઈ પાપ કરે છે તે ઈશ્વરના નિયમનો ભંગ કરવા સંબંધી દોષિત છે, કારણ, નિયમભંગ તે પાપ છે.


૧ જ્હોન ૩:૫
તમે જાણો છો કે માનવીનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્ત પ્રગટ થયા હતા અને તેમનામાં કોઈ પાપ નથી.


૧ જ્હોન ૩:૬
તેથી જે કોઈ ખ્રિસ્તમાં રહે છે તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ. પણ જે કોઈ પાપમાં રહેવાનું ચાલુ રાખે તેણે ખ્રિસ્તને કદીએ જોયા નથી કે ઓળખ્યા નથી.


૧ જ્હોન ૩:૮
જે પાપમાં રહેવાનું ચાલુ રાખે છે તે શેતાનના પક્ષનો છે, કારણ, શેતાન શરૂઆતથી જ પાપ કરતો આવ્યો છે. શેતાનનાં કાર્યોનો નાશ કરવા માટે જ ઈશ્વરપુત્ર પ્રગટ થયા.


૧ જ્હોન ૩:૯
ઈશ્વરનું સંતાન પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ, કારણ, તેની પાસે ઈશ્વરનો સ્વભાવ છે અને ઈશ્વર તેના પિતા હોવાથી તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ.


૧ જ્હોન ૪:૧૦
આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણાં પાપની માફી મળે, એમાં પ્રેમ છે.


૧ જ્હોન ૫:૧૬
જેનાથી મરણ ન થાય એવું પાપ કરતાં જો કોઈ પોતાના ભાઈને જુએ તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી; જેથી ઈશ્વર તેને જીવન આપે. મરણ ન થાય તેવા પાપ માટે આ નિયમ છે. મરણ નિપજાવે તેવું પણ પાપ છે, અને તેને માટે ઈશ્વરને વિનંતી કરવાનું હું તમને કહેતો નથી.


૧ જ્હોન ૫:૧૭
સર્વ દુરાચાર પાપ છે અને મરણકારક નથી તેવું પણ પાપ છે.


૧ જ્હોન ૫:૧૮
આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું સંતાન પાપ કર્યા કરતું નથી. કારણ, ઈશ્વરપુત્ર તેને સંભાળે છે અને દુષ્ટ તેને ઇજા પહોંચાડી શક્તો નથી.


જુડ ૧:૧૫
અને તે સર્વ પર ન્યાયશાસન લાવશે. દુષ્ટ પાપીઓએ કરેલાં દુષ્ટ કૃત્યો, અને ઈશ્વર વિરુદ્ધ ઉચ્ચારેલા ઉદ્ધત શબ્દો અંગે તે તેમને સજા કરશે.”


પ્રકટીકરણ ૧:૫
અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


પ્રકટીકરણ ૨:૧૬
તારાં પાપથી પાછો ફર. જો તું નહિ ફરે તો હું તરત તારી પાસે આવીશ અને મારા મુખમાંથી નીકળતી તલવારથી હું એ લોકો સાથે યુદ્ધ કરીશ.


પ્રકટીકરણ ૨:૨૧
મેં તેને તેનાં પાપથી પાછા ફરવાનો સમય આપ્યો છે. પણ તે પોતાનો વ્યભિચાર ત્યજી દેવા માંગતી નથી.


પ્રકટીકરણ ૩:૩
તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ.


પ્રકટીકરણ ૩:૧૯
જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


પ્રકટીકરણ ૧૬:૯
માણસો ભયાનક ગરમીથી બળવા લાગ્યા. તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વરની મહાનતાની પ્રશંસા કરી નહિ, પણ આ આફતો પર અધિકાર ધરાવનાર ઈશ્વરના નામને શાપ દીધો.


પ્રકટીકરણ ૧૮:૪
પછી મેં બીજી એક વાણી આકાશમાંથી આમ કહેતી સાંભળી, “ઓ મારા ભક્તો, તે નગરીમાંથી નીકળી આવો, અને તેના પાપમાં તમે ભાગીદાર થશો નહિ, રખેને તેની આફતો તમારા પર આવી પડે!


પ્રકટીકરણ ૧૮:૫
કારણ, તેના પાપનો ગંજ ઊંચે આકાશ સુધી ખડક્યો છે, અને ઈશ્વર તેનાં દુષ્ટ કાર્યો યાદ કરે છે.


Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India