A A A A A

શોધો
મેથ્યુ ૧:૧
ઈસુ ખ્રિસ્તના પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: તે દાવિદના વંશજ હતા, દાવિદ અબ્રાહામનો વંશજ હતો.


મેથ્યુ ૧:૧૬
યાકોબ યોસેફનો પિતા હતો. યોસેફ મિર્યામનો પતિ હતો અને મિર્યામ ઈસુ જે ખ્રિસ્ત કહેવાયા તેમની માતા હતી.


મેથ્યુ ૧:૨૧
તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે; કારણ, તે પોતાના લોકોને તેમનાં પાપમાંથી બચાવશે.


મેથ્યુ ૧:૨૫
પણ મિર્યામે પુત્રને જન્મ આપ્યો નહિ ત્યાં સુધી તેણે તેની સાથે સમાગમ કર્યો નહિ. યોસેફે તે પુત્રનું નામ ઈસુ પાડયું.


મેથ્યુ ૨:૧
હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા.


મેથ્યુ ૩:૧૩
આ સમયે ઈસુ ગાલીલના દેશથી યર્દન નદીએ આવ્યા અને યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા ગયા.


મેથ્યુ ૩:૧૫
પણ ઈસુએ જવાબ આપ્યો, હાલ એમ થવા દે. કારણ, આ રીતે આપણે ઈશ્વરની સર્વ માગણીઓ પરિપૂર્ણ કરીએ એ ઉચિત છે.


મેથ્યુ ૩:૧૬
આથી યોહાન સંમત થયો. તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું કે ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા. ત્યાં તેમની સમક્ષ આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો અને પોતાના પર સ્થિર થતો જોયો.


મેથ્યુ ૪:૧
ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન દેશમાં જવા પ્રેરાયા; જેથી શેતાન તેમનું પ્રલોભન કરે.


મેથ્યુ ૪:૨
ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા.


મેથ્યુ ૪:૪
ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, ’માનવી ફક્ત રોટલીથી જ નહિ, પણ ઈશ્વરના મુખે ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે’.


મેથ્યુ ૪:૫
ત્યાર પછી શેતાન ઈસુને પવિત્ર શહેરમાં લઈ જાય છે અને મંદિરના સૌથી ઊંચા ભાગ પર બેસાડીને કહે છે,


મેથ્યુ ૪:૭
ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, ’તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ન જોઈએ.’


મેથ્યુ ૪:૮
ત્યાર પછી શેતાન ઈસુને એક ઊંચા પર્વત પર લઈ ગયો અને દુનિયાનાં બધાં રાજયો અને તેમનો વૈભવ બતાવ્યાં.


મેથ્યુ ૪:૧૦
પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’


મેથ્યુ ૪:૧૧
ત્યાર પછી શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.


મેથ્યુ ૪:૧૨
યોહાનને કેદમાં પૂરવામાં આવ્યો છે તેવું ઈસુએ સાંભળ્યું, ત્યારે તે ગાલીલ દેશમાં ગયા.


મેથ્યુ ૪:૧૭
આ સમયથી ઈસુએ પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું: તમારાં પાપથી પાછા ફરો; કારણ, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.


મેથ્યુ ૪:૧૮
ઈસુ ગાલીલ સરોવરને કિનારે ચાલતા હતા. તેમણે બે માછી ભાઈઓ, સિમોન પિતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા.


મેથ્યુ ૪:૧૯
ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો, એટલે હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ.


મેથ્યુ ૪:૨૦
તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈને ઈસુની પાછળ ચાલી નીકળ્યા.


મેથ્યુ ૪:૨૧
તે આગળ ચાલ્યા, અને બીજા બે ભાઈઓ, ઝબદીના પુત્રો યાકોબ અને યોહાનને તેમણે જોયા. તેઓ હોડીમાં તેમના પિતા ઝબદીની સાથે જાળો સાંધતા હતા. ઈસુએ તેમને બોલાવ્યા.


મેથ્યુ ૪:૨૨
તરત જ તેઓ હોડી તથા તેમના પિતાને મૂકીને ઈસુની પાછળ ચાલી નીકળ્યા.


મેથ્યુ ૪:૨૩
ઈસુ સમગ્ર ગાલીલ દેશમાં તેમનાં ભજનસ્થાનોમાં ઈશ્વરના રાજનો શુભસંદેશ પ્રગટ કરતા અને દરેક પ્રકારની માંદગી અને બીમારીમાં સપડાયેલાંને સાજા કરતા ફર્યા.


મેથ્યુ ૪:૨૪
તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા.


મેથ્યુ ૫:૧
ઈસુ ટોળાંને લીધે એક ટેકરી પર ચઢીને ત્યાં બેસી ગયા. તેમના શિષ્યો તેમની પાસે આવ્યા,


મેથ્યુ ૭:૨૮
ઈસુએ આ બાબતો જણાવી પોતાનું વચન સમાપ્ત કર્યું. તેમના શિક્ષણથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.


મેથ્યુ ૮:૧
ઈસુ ટેકરી પરથી ઊતરી આવ્યા ત્યારે વિશાળ જનસમુદાય તેમની પાછળ ચાલ્યો આવતો હતો.


મેથ્યુ ૮:૩
ઈસુએ પોતાના હાથ લંબાવીને તેને સ્પર્શ કર્યો અને કહ્યું, હું ઇચ્છું છું, તું શુદ્ધ થા. અને તરત જ તે રક્તપિત્તમાંથી સાજો થયો.


મેથ્યુ ૮:૪
પછી ઈસુએ તેને કહ્યું, સાંભળ! કોઈને કહીશ નહિ, પણ પ્રથમ યજ્ઞકાર પાસે જા અને તેને તારી તપાસ કરવા દે. ત્યાર પછી મોશેએ ઠરાવેલો અર્પણવિધિ કર; જેથી બધાની સમક્ષ એ સાબિત થાય કે તું હવે શુદ્ધ થયો છે.


મેથ્યુ ૮:૫
ઈસુએ કાપરનાહુમમાં પ્રવેશ કર્યો અને એક રોમન સૂબેદારે તેમની પાસે આવીને મદદ માગી.


મેથ્યુ ૮:૭
ઈસુએ જવાબ આપ્યો, હું ત્યાં આવીને તેને સાજો કરીશ.


મેથ્યુ ૮:૧૦
ઈસુએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયા અને જે લોકો તેમની સાથે હતા તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: ઇઝરાયલી લોકોમાં પણ આ માણસના જેવો વિશ્વાસ મેં કદી જોયો નથી.


મેથ્યુ ૮:૧૩
ઈસુએ સૂબેદારને કહ્યું, ઘેર જા; તારા વિશ્વાસ પ્રમાણે કરવામાં આવશે. તે જ ક્ષણે તે સૂબેદારનો નોકર સાજો થયો.


મેથ્યુ ૮:૧૪
ઈસુ પિતરને ઘેર ગયા. ત્યાં પિતરની સાસુને તાવ આવ્યો હોવાથી તે પથારીવશ હતી.


મેથ્યુ ૮:૧૬
સાંજ પડતાં અશુદ્ધ આત્મા વળગેલા ઘણા માણસોને લોકો ઈસુની પાસે લાવ્યા. ઈસુએ શબ્દમાત્રથી અશુદ્ધ આત્માઓને કાઢી મૂક્યા અને જે બીમાર હતા તે બધાને સાજા કર્યા.


મેથ્યુ ૮:૧૮
ઈસુએ તેમની આસપાસ ઘણા લોકો જોયા. તેથી તેમણે પોતાના શિષ્યોને સરોવરને સામે કિનારે જવા આજ્ઞા આપી.


મેથ્યુ ૮:૨૦
ઈસુએ તેને જવાબ આપ્યો, શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને માથું ટેકવીને આરામ કરવાનું કોઈ સ્થાન નથી.


મેથ્યુ ૮:૨૨
ઈસુએ કહ્યું, મને અનુસર, મરેલાને દફનાવવાનું મરેલાંઓ ઉપર છોડી દે.


મેથ્યુ ૮:૨૩
ઈસુ હોડીમાં ચઢયા અને તેમના શિષ્યો પણ સાથે ગયા.


મેથ્યુ ૮:૨૪
એકાએક સરોવરમાં મોટું તોફાન થયું. તેથી મોજાંઓ હોડીમાં આવવા લાગ્યાં. પણ ઈસુ તો ઊંઘી ગયા હતા.


મેથ્યુ ૮:૨૬
ઈસુએ જવાબ આપ્યો, ઓ અલ્પ-વિશ્વાસીઓ, તમને શા માટે બીક લાગી? ત્યાર પછી તે ઊભા થયા અને પવન તથા મોજાંને હુકમ કર્યો અને ાઢ શાંતિ થઈ.


મેથ્યુ ૮:૨૮
ઈસુ ાડરેનેસના દેશમાં આવ્યા. આ દેશ સરોવરને સામે કિનારે આવેલો છે. ત્યાં કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી બે માણસો નીકળી આવ્યા. તેમને ઈસુનો ભેટો થઈ ગયો. આ બંનેને અશુદ્ધ આત્મા વળગેલા હતા અને તેમની એવી ધાક હતી કે કોઈ તે માર્ગે મુસાફરી કરવાની હિંમત કરતું નહિ.


મેથ્યુ ૮:૩૦
ત્યાંથી થોડે દૂર ભૂંડોનું એક ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી,


મેથ્યુ ૮:૩૨
ઈસુએ જવાબ આપ્યો, જાઓ. તેથી તેઓ નીકળી જઈને ભૂંડોમાં દાખલ થયા. ભૂંડોનું આખું ટોળું ઊંચેથી સરોવરમાં ધસી પડયું અને ડૂબી યું.


મેથ્યુ ૮:૩૪
તેથી શહેરમાંથી બધા ઈસુને મળવા ગયા. જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે તેમણે તેમને તેમનો દેશ છોડીને જતા રહેવા વિનંતી કરી.


મેથ્યુ ૯:૧
ઈસુ હોડીમાં બેસીને સરોવરને પેલે પાર પોતાના નગરમાં ગયા.


મેથ્યુ ૯:૨
કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષમાં લઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારાં પાપ માફ કરવામાં આવે છે.


મેથ્યુ ૯:૪
તેઓ જે વિચાર કરતા હતા તે ઈસુ જાણી ગયા. તેથી તેમણે કહ્યું, શા માટે તમે આવી દુષ્ટ વાત વિચારો છો?


મેથ્યુ ૯:૯
ઈસુ એ સ્થળેથી થોડે આગળ ચાલ્યા. તેમણે માથ્થી નામે એક નાકાદારને જકાતનાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, મને અનુસર. માથ્થી ઊભો થયો અને ઈસુની પાછળ ચાલવા લાગ્યો.


મેથ્યુ ૯:૧૦
ઈસુ ભોજન માટે ઘરમાં ગયા. ત્યાં ઘણા નાકાદારો, સમાજમાંથી બહિકૃત થયેલાઓ તથા ઈસુના શિષ્યો ભોજન લઈ રહ્યા હતા.


મેથ્યુ ૯:૧૧
કેટલાક ફરોશીપંથના લોકોએ એ જોઈને ઈસુના શિષ્યોને કહ્યું, તમારા ગુરુ આવા લોકો સાથે ભોજન કેમ લે છે?


મેથ્યુ ૯:૧૨
એ સાંભળીને ઈસુએ જવાબ આપ્યો, જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી, પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે.


મેથ્યુ ૯:૧૪
ત્યાર પછી યોહાનના શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો તો ઉપવાસ કરતા જ નથી. એવું કેમ?


મેથ્યુ ૯:૧૫
ઈસુએ જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્નસમારંભમાં આવેલા મહેમાનો દુ:ખી બને એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ન બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.


મેથ્યુ ૯:૧૮
જ્યારે ઈસુ તેમને એ કહી રહ્યા હતા ત્યારે એક યહૂદી અધિકારીએ આવીને તેમના ચરણોમાં ઢળી પડીને કહ્યું, મારી પુત્રી હમણાં જ મરણ પામી છે; પણ તમે આવીને તેના પર તમારો હાથ મૂકો કે તે જીવતી થાય.


મેથ્યુ ૯:૧૯
તેથી ઈસુ તેની સાથે ગયા. શિષ્યો પણ સાથે હતા.


મેથ્યુ ૯:૨૦
એક સ્ત્રીને બાર વરસથી રક્તસ્રાવનો રોગ થયો હતો. તેણે ઈસુની પાસે આવીને તેમના ઝભ્ભાની કિનારને સ્પર્શ કર્યો.


મેથ્યુ ૯:૨૨
ઈસુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. એ જ ક્ષણે તે સ્ત્રી સાજી થઈ.


મેથ્યુ ૯:૨૩
ઈસુ અધિકારીના ઘરમાં ગયા. તેમણે શોકીત ગાનારાઓને અને રોકકળ કરતા લોકોને જોયા,


મેથ્યુ ૯:૨૫
બધાએ ઈસુને હસી કાઢયા. લોકોને બહાર કાઢી મૂકીને ઈસુ તરત જ છોકરીના ઓરડામાં ગયા, અને તેનો હાથ પકડીને તેને બેઠી કરી.


મેથ્યુ ૯:૨૭
ઈસુ એ સ્થળેથી આગળ ચાલ્યા. બે અંધજનો પણ તેમની પાછળ પાછળ ગયા. તેમણે બૂમ પાડી, હે દાવિદપુત્ર, અમારા પર દયા કરો.


મેથ્યુ ૯:૨૮
ઈસુ ઘરમાં ગયા એટલે બંને અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને પૂછયું, હું તમને દેખતા કરી શકું એવો તમને વિશ્વાસ છે? તેમણે જવાબ આપ્યો, હા, પ્રભુ.


મેથ્યુ ૯:૨૯
પછી ઈસુએ તેમની આંખોને સ્પર્શ કર્યો અને કહ્યું, તમારા વિશ્વાસ પ્રમાણે થાઓ.


મેથ્યુ ૯:૩૦
અને તેમને દૃષ્ટિ પાછી મળી. ઈસુએ તેમને સખત આજ્ઞા આપી, જોજો, આ વાત કોઈને જણાવશો નહિ.


મેથ્યુ ૯:૩૨
તેઓ બહાર નીકળતા હતા તેવામાં જ એક મૂગાં માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો. તેને અશુદ્ધ આત્મા વળેલો હોવાથી તે બોલી શક્તો નહોતો.


મેથ્યુ ૯:૩૫
ઈસુ બધાં નગરો અને ગામડાંઓની મુલાકાત લેતા ફર્યા. તેમણે તેમનાં ભજનસ્થાનમાં શિક્ષણ આપ્યું, ઈશ્વરના રાજનો શુભસંદેશપ્રગટ કર્યો અને બધા પ્રકારના રોગ અને માંદગીમાં પીડાતા માણસોને સાજા કર્યા.


મેથ્યુ ૯:૩૭
તેથી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ફસલ પુષ્કળ છે, પણ તે એકઠી કરવા માટે મજૂરો બહુ જ થોડા છે.


મેથ્યુ ૧૦:૧
ઈસુએ પોતાના બાર શિષ્યોને બોલાવ્યા અને તેમને અશુદ્ધ આત્માઓ કાઢવાનો અને બધા પ્રકારનાં દર્દ તથા માંદગીથી પીડાતા માણસોને સાજા કરવાનો અધિકાર આપ્યો.


મેથ્યુ ૧૦:૪
સિમોન ધર્માવેશી અને ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત.


મેથ્યુ ૧૦:૫
ઈસુએ આ બાર પ્રેષિતોને આવી સૂચનાઓ આપી મોકલ્યા: કોઈ બિનયહૂદી દેશમાં કે સમરૂનનાં નગરોમાં જશો નહિ.


મેથ્યુ ૧૧:૧
ઈસુએ બાર પ્રેષિતોને સૂચનાઓ આપવાનું પૂરું કર્યું અને તે સ્થળ મૂકીને તેઓ આસપાસનાં શહેરોમાં શિક્ષણ આપતા અને ઉપદેશ કરતા ફર્યા.


મેથ્યુ ૧૧:૨
બાપ્તિસ્મા કરનાર યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો વિષે સાંભળ્યું. તેથી તેણે તેના કેટલાક શિષ્યોને ઈસુ પાસે પૂછવા મોકલ્યા.


મેથ્યુ ૧૧:૩
તેમણે ઈસુને પૂછયું, આવનાર મસીહ તે તમે જ છો કે પછી અમે બીજા કોઈના આવવાની રાહ જોઈએ?


મેથ્યુ ૧૧:૪
ઈસુએ જવાબ આપ્યો, તમે જે સાંભળો તથા જુઓ, તે પાછા જઈને યોહાનને જણાવો.


મેથ્યુ ૧૧:૭
યોહાનના શિષ્યો પાછા ફરી રહ્યા હતા ત્યારે યોહાન સંબંધી ઈસુએ જનસમુદાયને પૂછયું, તમે યોહાનની પાસે વેરાન દેશમાં ગયા, ત્યારે શું જોવાની અપેક્ષા રાખી હતી? પવનથી હાલતું ઘાસનું તરણું?


મેથ્યુ ૧૧:૨૦
ત્યાર પછી ઈસુ જ્યાં તેમણે તેમના મોટા ભાગના ચમત્કારો કર્યા હતા તેવાં શહેરો તરફ ગયા. કારણ, ત્યાંના લોકો હજુ પોતાનાં પાપથી પાછા ફર્યા ન હતા.


મેથ્યુ ૧૧:૨૧
ઈસુએ કહ્યું, હાય રે, ખોરાજીન, હાય હાય! હાય રે, બેથસાઈદા, હાય હાય! તમારામાં જે અદ્‌ભૂત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યાં હોત, તો ત્યાંના લોકોએ ટાટ પહેરીને અને રાખ લાવીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત.


મેથ્યુ ૧૧:૨૫
આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


મેથ્યુ ૧૨:૧
ત્યાર પછી ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરમાં થઈને જતા હતા. તેમના શિષ્યોને ભૂખ લાગી હતી. આથી તેઓ ડૂંડા તોડીને તેમાંના દાણા ખાવા લાગ્યા.


મેથ્યુ ૧૨:૨
એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો આપણા નિયમશાસ્ત્રના શિક્ષણ વિરુદ્ધ જઈને જે કાર્ય વિશ્રામવારે કરવું ઉચિત નથી તે કરી રહ્યા છે!


મેથ્યુ ૧૨:૩
ઈસુએ જવાબ આપ્યો, જ્યારે દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા, ત્યારે તેમણે શું કર્યું હતું તે તમે કદી વાંચ્યું નથી?


મેથ્યુ ૧૨:૯
ઈસુ તે સ્થળ મૂકીને યહૂદીઓના એક ભજનસ્થાનમાં ગયા. ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો.


મેથ્યુ ૧૨:૧૦
ઈસુ કંઈક ખોટું કરે તો તેમને દોષિત ઠરાવવા તેમણે ઈસુને પૂછયું, આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે કોઈને સાજો કરવાની છૂટ છે?


મેથ્યુ ૧૨:૧૧
ઈસુએ જવાબ આપ્યો, ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ઊંડા ખાડામાં પડી જાય, તો શું તમે તેને તેમાંથી બહાર નહીં કાઢો?


મેથ્યુ ૧૨:૧૪
ફરોશીઓ ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડી કાઢયું.


મેથ્યુ ૧૨:૧૫
પણ એ જાણીને ઈસુ તે સ્થળ મૂકીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા.


મેથ્યુ ૧૨:૨૨
ત્યાર પછી કેટલાક લોકો એક માણસને ઈસુ પાસે લાવ્યા. તે આંધળો હતો અને તેને અશુદ્ધ આત્મા વળેલો હોવાથી તે બોલી શક્તો ન હતો. ઈસુએ તેને સાજો કર્યો. તેથી તે બોલવા અને જોવા લાગ્યો.


મેથ્યુ ૧૨:૨૫
તેઓ શો વિચાર કરતા હતા તે ઈસુ જાણતા હતા. તેથી તેમણે તેમને કહ્યું, કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે કોઈ શહેર કે કુટુંબમાં જૂથ પડી જાય અને અરસપરસ લડવા માંડે તો નક્કી તેનું પતન થાય છે.


મેથ્યુ ૧૨:૩૯
ઈસુએ જવાબ આપ્યો, આ જમાનાના લોકો કેવા દુષ્ટ અને નિષ્ઠાહીન છે! તમે મારી પાસે નિશાની માગો છો? તમને તો સંદેશવાહક યોનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહિ.


મેથ્યુ ૧૨:૪૬
ઈસુ લોકોને સંબોધતા હતા ત્યારે તેમનાં મા અને ભાઈઓ તેમની સાથે વાત કરવા બહાર રાહ જોતાં ઊભાં હતાં.


મેથ્યુ ૧૨:૪૭
આસપાસ બેઠેલા લોકોમાંથી કોઈએ ઈસુને કહ્યું, તમારાં મા અને ભાઈઓ બહાર તમારી રાહ જુએ છે અને તમારી સાથે વાત કરવા માગે છે.


મેથ્યુ ૧૨:૪૮
ઈસુએ જવાબ આપ્યો, મારાં મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?


મેથ્યુ ૧૩:૧
એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરને કિનારે ગયા અને ત્યાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું.


મેથ્યુ ૧૩:૧૦
ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, લોકો સાથે વાત કરતાં તમે ઉદાહરણો કેમ વાપરો છો?


મેથ્યુ ૧૩:૧૧
ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે.


મેથ્યુ ૧૩:૨૪
ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ આપ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસે ખેતરમાં સારાં બી વાવ્યાં.


મેથ્યુ ૧૩:૩૧
ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ રાઈનું બી લઈને તેને ખેતરમાં વાવે છે.


મેથ્યુ ૧૩:૩૩
ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક સ્ત્રી ખમીર લઈને ત્રણ માપ લોટમાં ભેળવે છે અને તેથી લોટના સમગ્ર લોંદામાં ખમીર સરી જાય છે.


મેથ્યુ ૧૩:૩૪
ઈસુએ આ બધું લોકોને ઉદાહરણો દ્વારા કહ્યું. ઉદાહરણનો ઉપયોગ કર્યા સિવાય તે તેમને કોઈ વાત કહેતા નહિ.


મેથ્યુ ૧૩:૩૬
લોકોને વિદાય કરીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, ખેતરમાંના જંગલી ઘાસના ઉદાહરણનો અર્થ અમને સમજાવો.


મેથ્યુ ૧૩:૩૭
ઈસુએ જવાબ આપ્યો, સારું બી વાવનાર વ્યક્તિ માનવપુત્ર છે.


મેથ્યુ ૧૩:૫૧
ઈસુએ તેમને પૂછયું, તમને આ બધું સમજાય છે? તેમણે જવાબ આપ્યો, હા.


મેથ્યુ ૧૩:૫૨
તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે.


મેથ્યુ ૧૩:૫૩
આ બધાં ઉદાહરણો કહી રહ્યા પછી ઈસુ તે સ્થળ મૂકીને પોતાના વતનમાં ગયા.


મેથ્યુ ૧૩:૫૭
અને એમ તેમણે ઈસુનો નકાર કર્યો. ઈસુએ તેમને કહ્યું, સંદેશવાહકને પોતાના વતન અને કુટુંબ સિવાય બીજી બધી જગ્યાએ આવકાર મળે છે.


મેથ્યુ ૧૩:૫૮
ઈસુએ તેમના અવિશ્વાસને કારણે તેઓ મધ્યે ઝાઝાં અદ્‌ભૂત કાર્યો કર્યાં નહિ.


મેથ્યુ ૧૪:૧
એ જ સમયે ગાલીલના શાસક હેરોદે ઈસુ વિષે સાંભળ્યું.


મેથ્યુ ૧૪:૧૨
ત્યાર પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું શબ લઈ જઈને દફનાવ્યું, અને પછી ઈસુને તે વિષે ખબર આપી.


મેથ્યુ ૧૪:૧૩
એ સમાચાર જાણ્યા પછી ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત સ્થળે ચાલ્યા ગયા. લોકોને તેની ખબર પડી એટલે નગરોમાંથી તેમની પાછળ જમીન માર્ગે પહોંચી ગયા.


મેથ્યુ ૧૪:૧૪
ઈસુ હોડીમાંથી બહાર આવ્યા ત્યારે લોકોનો મોટો સમુદાય જોઈને તેમને અનુકંપા આવી. તેમણે તેમાંનાં માંદાંઓને સાજાં કર્યાં.


મેથ્યુ ૧૪:૧૬
ઈસુએ કહ્યું, તેમને જવાની જરૂર નથી. તમે જ તેમને ખોરાક આપો.


મેથ્યુ ૧૪:૧૮
ઈસુએ કહ્યું, મારી પાસે લાવો.


મેથ્યુ ૧૪:૨૨
તરત ઈસુએ શિષ્યોને હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે જવાની આજ્ઞા આપી, જ્યારે લોકોને તેમણે વિદાય કર્યા.


મેથ્યુ ૧૪:૨૫
સવારના ત્રણથી છ વાગ્યાના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા.


મેથ્યુ ૧૪:૨૭
ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.


મેથ્યુ ૧૪:૨૯
ઈસુએ જવાબ આપ્યો, આવ. તેથી પિતર હોડીમાંથી નીકળીને પાણી પર ચાલીને ઈસુ પાસે જવા લાગ્યો.


મેથ્યુ ૧૪:૩૧
ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પવિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો?


મેથ્યુ ૧૪:૩૩
શિષ્યોએ હોડીમાં ઈસુનું ભજન કર્યું અને કહ્યું, ખરેખર, તમે ઈશ્વરપુત્ર છો.


મેથ્યુ ૧૪:૩૪
તેઓ સરોવરને સામે કિનારે ગેન્‍નેસારેતના દેશમાં આવ્યા. ત્યાં લોકોએ ઈસુને ઓળખી કાઢયા.


મેથ્યુ ૧૪:૩૫
તેથી તેઓ આસપાસના દેશના બીમારોને ઈસુની પાસે લાવ્યા.


મેથ્યુ ૧૪:૩૬
ઈસુ બીમારોને માત્ર પોતાના ઝભ્ભાની કોરનો સ્પર્શ કરવા દે તેવી તેમણે વિનંતી કરી. જેટલાએ સ્પર્શ કર્યો તેટલા બધા સાજા થયા.


મેથ્યુ ૧૫:૧
યરુશાલેમથી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુની પાસે આવીને તેમને પૂછયું,


મેથ્યુ ૧૫:૩
ઈસુએ જવાબ આપ્યો, તમારી પ્રણાલિકાઓ પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા કેમ ઉથાપો છો?


મેથ્યુ ૧૫:૧૦
ત્યાર પછી ઈસુએ જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, સાંભળો અને સમજો!


મેથ્યુ ૧૫:૧૨
ત્યાર પછી શિષ્યોએ આવીને ઈસુને કહ્યું, તમે જે કહ્યું તેથી ફરોશીઓની લાગણી દુભાઈ છે તેની તમને ખબર છે?


મેથ્યુ ૧૫:૧૩
ઈસુએ જવાબ આપ્યો, જે કોઈ છોડ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ વાવ્યો નથી તે દરેકને ઉખેડી નાખવામાં આવશે.


મેથ્યુ ૧૫:૧૬
ઈસુએ તેમને કહ્યું, બીજાની જેમ તમને હજુ પણ સમજણ પડતી નથી!


મેથ્યુ ૧૫:૨૧
ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના દેશમાં ગયા.


મેથ્યુ ૧૫:૨૨
એક કનાની સ્ત્રી એ દેશમાં રહેતી હતી. તેણે ઈસુની પાસે આવીને બૂમ પાડી, ઓ પ્રભુ! દાવિદના પુત્ર! મારા પર દયા કરો! મારી પુત્રીને અશુદ્ધ આત્મા વળેલો છે અને તેની સ્થિતિ ઘણી ગંભીર છે.


મેથ્યુ ૧૫:૨૩
પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને આજીજી કરી, તેને વિદાય કરો કે જેથી તે આપણી પાછળ બૂમ પાડતી ફરે નહિ.


મેથ્યુ ૧૫:૨૪
ઈસુએ જવાબ આપ્યો, મને તો માત્ર ઇઝરાયલનાં ખોવાયેલાં ઘેટાં પાસે જ મોકલવામાં આવ્યો છે.


મેથ્યુ ૧૫:૨૫
એ જ વખતે તે સ્ત્રી ઈસુનાં ચરણો આગળ નમી પડી અને તેણે કહ્યું, પ્રભુ, મને મદદ કરો.


મેથ્યુ ૧૫:૨૬
ઈસુએ જવાબ આપ્યો, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે વાજબી નથી.


મેથ્યુ ૧૫:૨૮
તેથી ઈસુએ જવાબ આપ્યો, બાઈ, તારો વિશ્વાસ ઘણો મહાન છે! તારી માગણી પૂર્ણ થાઓ. અને તે જ ક્ષણે તેની દીકરી સાજી થઈ.


મેથ્યુ ૧૫:૨૯
ઈસુ તે સ્થળ છોડીને ગાલીલ સરોવરને કિનારે ગયા.


મેથ્યુ ૧૫:૩૦
તે એક ટેકરી પર ચઢીને બેઠા. ઘણા લોકો તેમની પાસે લૂલાં, આંધળાં, મૂગાં, અપંગ અને એવા બીજાં ઘણા માંદાંઓને લઈને આવ્યા. તેઓ તેમને ઈસુના ચરણો આગળ લાવ્યા. ઈસુએ તેમને સાજાં કર્યાં.


મેથ્યુ ૧૫:૩૨
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, આ લોકો પર મને દયા આવે છે. કારણ, તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેમની પાસે કંઈ ખોરાક નથી. મારે તેમને ભૂખ્યા વિદાય કરવા નથી. કારણ, કદાચ તેઓ રસ્તામાં નિર્ગત થઈ જાય.


મેથ્યુ ૧૫:૩૪
ઈસુએ પૂછયું, તમારી પાસે કેટલી રોટલી છે? તેમણે જવાબ આપ્યો, સાત. વળી, થોડી નાની માછલીઓ પણ છે.


મેથ્યુ ૧૫:૩૫
ઈસુએ લોકોને જમીન પર બેસી જવા આજ્ઞા કરી.


મેથ્યુ ૧૫:૩૯
ત્યાર પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને હોડીમાં બેસીને તે મગદાનના દેશમાં આવી પહોંચ્યા.


મેથ્યુ ૧૬:૧
કેટલાક ફરોશીઓ અને સાદૂકીઓ ઈસુ પાસે આવ્યા. ઈશ્વર ઈસુની સાથે છે તેવું પુરવાર કરવા માટે કોઈ નિશાનીની તેમણે માગણી કરી, પણ તેમનો ઈરાદો તો ઈસુને સપડાવવાનો હતો.


મેથ્યુ ૧૬:૨
ઈસુએ જવાબ આપ્યો, સૂર્યાસ્ત સમયે આકાશ લાલ રંગનું હોય, તો તમે કહો છો કે હવામાન સારું રહેશે.


મેથ્યુ ૧૬:૬
ઈસુએ તેમને કહ્યું, ધ્યાન રાખો, અને ફરોશીઓ તથા સાદૂકીઓના ખમીર વિષે સાવધ રહો.


મેથ્યુ ૧૬:૮
તેઓ જે ચર્ચા કરતા હતા તેની ઈસુને ખબર પડી ગઈ. તેથી તેમણે તેમને પૂછયું, ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તેથી અંદરોઅંદર ચર્ચા શા માટે કરો છો?


મેથ્યુ ૧૬:૧૨
ત્યારે શિષ્યોને સમજ પડી કે ઈસુ તેમની સાથે રોટલીમાં વપરાતા ખમીર વિષે નહિ, પણ ફરોશીઓ અને સાદૂકીઓના શિક્ષણ વિષે સાવધ રહેવાની વાત કરે છે.


મેથ્યુ ૧૬:૧૩
ઈસુ કાઈસારિયા ફિલિપ્પીના દેશમાં ગયા. ત્યાં તેમણે તેમના શિષ્યોને પૂછયું, માનવપુત્ર કોણ છે તે વિષે લોકો કેવી વાતો કરે છે?


મેથ્યુ ૧૬:૧૭
ઈસુએ જવાબ આપ્યો, સિમોન બારયોના, શાબાશ! આ સત્ય કોઈ માનવીએ નહિ, પણ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ તને સીધેસીધું જણાવ્યું છે.


મેથ્યુ ૧૬:૨૦
ત્યાર પછી પોતે મસીહ છે એ વિષે બીજા કોઈને ન જણાવવા ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી.


મેથ્યુ ૧૬:૨૧
ત્યાર પછી ઈસુ તેમના શિષ્યોને સ્પષ્ટ રીતે જણાવવા લાગ્યા કે, મારે યરુશાલેમ જવું જ જોઈએ. ત્યાં આગેવાનો, મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકો મને ખૂબ દુ:ખ દેશે, મને મારી નાખવામાં આવશે અને ત્રીજે દિવસે મને સજીવન કરવામાં આવશે.


મેથ્યુ ૧૬:૨૨
પિતરે ઈસુને એક બાજુએ લઈ જઈને ઠપકો આપતાં કહ્યુ, ના પ્રભુ, આવું તમારા જીવનમાં કદી નહીં બને.


મેથ્યુ ૧૬:૨૩
ઈસુએ પાછા ફરીને પિતરને કહ્યું, શેતાન, દૂર ભાગ! તું મારા માર્ગમાં ઠોકરરૂપ છે. કારણ, તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહિ!


મેથ્યુ ૧૬:૨૪
ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું.


મેથ્યુ ૧૭:૧
છ દિવસ પછી ઈસુ પિતર, યાકોબ તથા તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત પર એકાંતમાં લઈ ગયા.


મેથ્યુ ૧૭:૨
તેઓ જોઈ રહ્યા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમનો ચહેરો સૂર્યના જેવો તેજસ્વી થયો અને તેમનાં વસ્ત્ર પ્રકાશના જેવાં શ્વેત બન્યાં.


મેથ્યુ ૧૭:૩
ત્યાર પછી તેમણે મોશે અને એલિયાને ઈસુની સાથે વાત કરતા જોયા. તેથી પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, આપણે અહીં રહીએ એ સારું છે.


મેથ્યુ ૧૭:૫
ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો.


મેથ્યુ ૧૭:૭
ઈસુએ આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, ઊઠો, ગભરાશો નહિ!


મેથ્યુ ૧૭:૮
તેથી તેમણે ઊંચે જોયું તો એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ.


મેથ્યુ ૧૭:૯
તેઓ પર્વત પરથી નીચે ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, માનવપુત્ર મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી આ દર્શન વિષે કોઈને કહેશો નહિ.


મેથ્યુ ૧૭:૧૦
ત્યાર પછી શિષ્યોએ ઈસુને પૂછયું, નિયમશાસ્ત્રના શિક્ષકો શા માટે કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?


મેથ્યુ ૧૭:૧૧
ઈસુએ જવાબ આપ્યો, એલિયા ખરેખર પ્રથમ આવે છે, અને તે બધી બાબતો તૈયાર કરશે.


મેથ્યુ ૧૭:૧૪
તેઓ લોકોનાં ટોળા પાસે પાછા આવ્યા ત્યારે એક માણસ ઈસુ પાસે આવ્યો અને ધૂંટણિયે પડીને કહ્યું,


મેથ્યુ ૧૭:૧૭
ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું?


મેથ્યુ ૧૭:૧૮
છોકરાને મારી પાસે લાવો. ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો. તેથી તે છોકરામાંથી નીકળી ગયો અને તે જ ક્ષણે છોકરો સાજો થયો.


મેથ્યુ ૧૭:૧૯
ત્યાર પછી શિષ્યો ઈસુની પાસે આવ્યા અને ખાનગીમાં પૂછયું, શા માટે અમે તે દુષ્ટાત્માને કાઢી શક્યા નહીં?


મેથ્યુ ૧૭:૨૦
ઈસુએ જવાબ આપ્યો, તમારા વિશ્વાસની ઊણપને લીધે. હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલોય વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહી શકશો, ’અહીંથી ત્યાં ચાલ્યો જા!’ અને તે ચાલ્યો જશે. એ રીતે તમે સર્વ કંઈ કરી શકશો.


મેથ્યુ ૧૭:૨૨
જ્યારે બધા શિષ્યો ગાલીલમાં એકત્ર થયા, ત્યારે ઈસુએ તેમને કહ્યું, માનવપુત્રની ધરપકડ થવાની તૈયારી છે.


મેથ્યુ ૧૭:૨૪
ઈસુ અને તેમના શિષ્યો કાપરનાહૂમ આવ્યા ત્યારે મંદિરનો કર ઉઘરાવનારા માણસો પિતર પાસે આવ્યા અને પૂછયું, તમારા ગુરુ મંદિરનો કર ભરે છે કે નહિ?


મેથ્યુ ૧૭:૨૫
પિતર ઘરમાં ગયો. ઈસુએ પૂછયું, સિમોન, તારું શું મંતવ્ય છે? આ દુનિયાના રાજાઓને કરવેરા અને જકાત કોણ આપે છે? શું દેશના નાગરિકો કે પછી પરદેશીઓ?


મેથ્યુ ૧૭:૨૬
પિતરે જવાબ આપ્યો, પરદેશીઓ. ઈસુએ કહ્યું, તો પછી એનો અર્થ એ થાય કે નાગરિકોએ કર ભરવો ન જોઈએ.


મેથ્યુ ૧૮:૧
આ સમયે શિષ્યો ઈસુની પાસે આવ્યા અને પૂછયું, ઈશ્વરના રાજમાં સૌથી મહાન કોણ છે?


મેથ્યુ ૧૮:૨
ઈસુએ એક બાળકને બોલાવીને તેમની સમક્ષ ઊભું રાખીને કહ્યું,


મેથ્યુ ૧૮:૨૧
ત્યાર પછી પિતરે ઈસુની પાસે આવીને પૂછયું, પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે તો મારે તેને કેટલી વાર માફ કરવું? શું સાત વાર?


મેથ્યુ ૧૮:૨૨
ઈસુએ જવાબ આપ્યો, ના, સાત વાર નહિ, પણ સિત્તેર ઘણી સાત વાર માફ કર.


મેથ્યુ ૧૮:૩૫
ઈસુએ અંતમાં કહ્યું, તમારે પણ તમારા સાથીભાઈને ખરા હૃદયથી માફી આપવાની છે. જો તમે તેમ નહિ કરો તો આકાશમાંના મારા ઈશ્વરપિતા પણ તમારી સાથે એવી જ રીતે વર્તશે.


મેથ્યુ ૧૯:૧
એ વાતો કહ્યા પછી ઈસુ ગાલીલના દેશમાંથી યર્દન નદીની પેલે પાર આવેલા યહૂદિયાના દેશમાં આવ્યા.


મેથ્યુ ૧૯:૩
કેટલાક ફરોશીઓ આવ્યા. તેમણે ઈસુને સપડાવવા પ્રશ્ર્ન પૂછયો, પુરુષ પોતાની પત્નીને મે તે કારણસર લગ્નવિચ્છેદ આપી શકે? એ વિષે આપણું નિયમશાસ્ત્ર શું શીખવે છે?


મેથ્યુ ૧૯:૪
ઈસુએ જવાબ આપ્યો, શું તમે આ શાસ્ત્રભાગ નથી વાંચ્યો? ’આરંભમાં સર્જનહારે નર અને નારી ઉત્પન્‍ન કર્યાં.’


મેથ્યુ ૧૯:૮
ઈસુએ જવાબ આપ્યો, તમારા હૃદયની જડતા લક્ષમાં લઈને મોશેએ પત્નીથી લગ્નવિચ્છેદ કરવાની પરવાની આપી. પણ આરંભમાં એવું ન હતું.


મેથ્યુ ૧૯:૧૧
ઈસુએ જવાબ આપ્યો, આ વાતનો સ્વીકાર બધા કરી શક્તા નથી, પણ જેમને એનું ખાસ દાન હોય તેવા કેટલાકને જ એ લાગુ પડે છે.


મેથ્યુ ૧૯:૧૩
કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા; જેથી ઈસુ તેમના માથા પર હાથ મૂકીને તેમને આશિષ આપે. પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા.


મેથ્યુ ૧૯:૧૪
ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ. કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.


મેથ્યુ ૧૯:૧૫
ઈસુએ બાળકોના માથા પર હાથ મૂકીને આશિષ આપી. પછી તે ત્યાંથી ગયા.


મેથ્યુ ૧૯:૧૬
એવામાં એક યુવાન ઈસુની પાસે આવ્યો. તેણે પૂછયું, ગુરુજી, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું સારું કરવું જોઈએ?


મેથ્યુ ૧૯:૧૭
ઈસુએ જવાબ આપ્યો, સારું શું છે તે તું મને શા માટે પૂછે છે? એકલા ઈશ્વર જ સારા છે. જો તારે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવું હોય તો તેમની આજ્ઞાઓને આધીન રહે.


મેથ્યુ ૧૯:૧૮
તેણે પૂછયું કઈ આજ્ઞાઓ? ઈસુએ જવાબ આપ્યો, ખૂન ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જુઠ્ઠી સાક્ષી ન પૂરવી,


મેથ્યુ ૧૯:૨૧
ઈસુએ જવાબ આપ્યો, જો તારે સંપૂર્ણ થવું હોય તો જા, તારું બધું ધન વેચીને ગરીબોને વહેંચી દે, એટલે તને આકાશમાં ધન મળશે. ત્યાર પછી મારી પાસે આવીને મને અનુસર.


મેથ્યુ ૧૯:૨૩
ઈસુએ શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે ઈશ્વરના રાજમાં પ્રવેશવું એ ધનવાનને માટે ખૂબ જ મુશ્કેલ છે.


મેથ્યુ ૧૯:૨૬
ઈસુએ તેમની તરફ જોઈને કહ્યું, માણસોને માટે એ અશકય છે, પણ ઈશ્વરને તો સર્વ શકય છે.


મેથ્યુ ૧૯:૨૮
ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: પુન:ઉત્પતિમાં માનવપુત્ર પોતાના મહિમાવંત રાજ્યાસન પર બિરાજશે, ત્યારે તેમની સાથે તમે મારા બાર શિષ્યો પણ બેસશો અને ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરશો.


મેથ્યુ ૨૦:૧૬
ઈસુએ અંતમાં કહ્યું, આમ, જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે, અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે.


મેથ્યુ ૨૦:૧૭
ઈસુ યરુશાલેમ જઈ રહ્યા હતા. ચાલતાં ચાલતાં તેમણે શિષ્યોને બાજુમાં બોલાવીને ખાનગીમાં કહ્યું,


મેથ્યુ ૨૦:૨૦
ઝબદીના પુત્રોની માતા પોતાના પુત્રોને લઈને ઈસુની પાસે આવી અને તેમને પગે લાગીને તેણે માગણી કરી.


મેથ્યુ ૨૦:૨૧
ઈસુએ પૂછયું, તારી શી માગણી છે? તેણે જવાબ આપ્યો, તમારા રાજમાં મારા આ બન્‍ને પુત્રો તમારી ડાબી અને જમણી બાજુએ બેસે તેવું વચન આપો.


મેથ્યુ ૨૦:૨૨
ઈસુએ જવાબ આપ્યો, તમારી માગણી સમજ વરની છે. હું હાલ જે પ્યાલો પીવાનો છું તે શું તમે પી શકશો? તેમણે જવાબ આપ્યો, હા, અમે તેમ કરી શકીએ છીએ.


મેથ્યુ ૨૦:૨૩
ઈસુએ જવાબ આપ્યો, તમે જરૂર મારા પ્યાલામાંથી પીશો, પણ મારી જમણી કે ડાબી બાજુએ કોણ બેસશે તે નકકી કરવાનું કામ મારું નથી. મારા ઈશ્વરપિતાએ જેમને માટે એ જગ્યા નક્કી કરેલી છે, તેમને જ તે મળશે.


મેથ્યુ ૨૦:૨૫
તેથી ઈસુએ બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે વિધર્મીઓના રાજાઓ લોકો પર સત્તા ચલાવે છે અને આગેવાનો લોકો પર રાજ કરે છે.


મેથ્યુ ૨૦:૨૯
તેઓ યરીખોમાંથી નીકળીને આગળ જતા હતા. ઘણા લોકો ઈસુની પાછળ પાછળ ચાલતા હતા.


મેથ્યુ ૨૦:૩૦
બે અંધજનો માર્ગની બાજુએ બેઠેલા હતા. તેમણે સાંભળ્યું કે ઈસુ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. તેઓ બૂમો પાડવા લાગ્યા, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો.


મેથ્યુ ૨૦:૩૨
ઈસુ થંભી ગયા. તેમણે તેમને બોલાવ્યા અને પૂછયું, તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?


મેથ્યુ ૨૦:૩૪
ઈસુને તેઓ પર દયા આવી. તેમણે તેમની આંખોને સ્પર્શ કર્યો. તરત જ તેઓ દેખતા થયા અને ઈસુની પાછળ ચાલવા લાગ્યા.


મેથ્યુ ૨૧:૨
ઈસુએ ત્યાંથી પોતાના બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા: તમે સામેના ગામમાં જાઓ અને તમને એક ગધેડી બાંધેલી જોવા મળશે. તેની સાથે વછેરો પણ હશે.


મેથ્યુ ૨૧:૬
તેથી શિષ્યો ગયા અને ઈસુના કહ્યા પ્રમાણે કર્યું.


મેથ્યુ ૨૧:૭
તેઓ ગધેડીને તથા તેના વછેરાને લાવ્યા અને તેના પર પોતાનાં વસ્ત્રો નાખ્યાં ને ઈસુ તે પર સવાર થયા.


મેથ્યુ ૨૧:૯
ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્‍ના! પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો!


મેથ્યુ ૨૧:૧૦
ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર શહેર ખળભળી ઊઠયું. કેટલાકે પૂછયું, આ કોણ છે?


મેથ્યુ ૨૧:૧૧
લોકોનો જવાબ હતો, આ તો ગાલીલના દેશમાં આવેલા નાઝારેથ નગરના સંદેશવાહક ઈસુ છે.


મેથ્યુ ૨૧:૧૨
ઈસુ મંદિરમાં ગયા અને તેમણે ખરીદનારા તથા વેચનારા સૌને હાંકી કાઢયા. શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓનાં આસનોને ઉથલાવી પાડયાં.


મેથ્યુ ૨૧:૧૪
આંધળાં અને લૂલાં મંદિરમાં તેમની પાસે આવ્યાં. ઈસુએ તેમને સાજાં કર્યાં.


મેથ્યુ ૨૧:૧૫
મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તેમનાં અદ્‌ભૂત કાર્યો જોયાં અને બાળકો પોકારતાં હતાં: દાવિદપુત્રને હોસાન્‍ના! તેથી તેમણે ગુસ્સે થઈને ઈસુને કહ્યું,


મેથ્યુ ૨૧:૧૬
આ બાળકો જે પોકારે છે તે સાંભળ્યું? ઈસુએ જવાબ આપ્યો, હા. શું તમે આ શાસ્ત્રવચન કદી નથી વાંચ્યું કે, ’તમે બાળકો અને ધાવણાં બચ્ચાંના મુખેથી સ્તુતિ સંપૂર્ણ કરાવી છે’?


મેથ્યુ ૨૧:૧૭
ઈસુ તેમને છોડીને શહેરની બહાર બેથાનિયા ચાલ્યા ગયા અને ત્યાં રાત રહ્યા.


મેથ્યુ ૨૧:૧૮
બીજે દિવસે સવારે શહેરમાં પાછા આવતાં ઈસુને ભૂખ લાગી હતી.


મેથ્યુ ૨૧:૧૯
માર્ગની બાજુએ અંજીરી હતી. તે તેની નજીક ગયા, પણ એકલાં પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ. તેથી ઈસુએ અંજીરીને કહ્યું, હવેથી તારા પર કદી ફળ લાશે નહિ. તરત જ તે અંજીરી સુકાઈ ઈ.


મેથ્યુ ૨૧:૨૧
ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું: અંજીરીને મેં કહ્યું અને તે સુકાઈ ગઈ. જો તમે શંકા ન લાવતાં વિશ્વાસ રાખો તો તમે એથી પણ વિશેષ કરી શકશો. એટલે, જો આ પર્વતને તમે કહો કે, ’ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો તે પ્રમાણે થશે.


મેથ્યુ ૨૧:૨૩
ઈસુ મંદિરમાં પાછા આવ્યા. તે શિક્ષણ આપતા હતા, ત્યારે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો તેમની પાસે આવ્યા અને પૂછયું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?


મેથ્યુ ૨૧:૨૪
ઈસુએ તેમને જવાબ આપ્યો, હું પણ તમને એક સવાલ પૂછું છું, અને જો તમે મને તેનો જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કાર્યો કરું છું તે હું તમને કહીશ.


મેથ્યુ ૨૧:૨૭
આથી તેમણે ઈસુને જવાબ આપ્યો, અમને ખબર નથી. તેથી ઈસુએ તેમને કહ્યું, તો કયા અધિકારથી હું આ કાર્યો કરું છું તે હું પણ તમને નહિ કહું.


મેથ્યુ ૨૧:૩૧
આ બેમાંથી પિતાની આજ્ઞા કોણે પાળી? તેમણે જવાબ આપ્યો, પહેલા પુત્રે. ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: નાકાદારો અને વેશ્યાઓ તમારી પહેલાં ઈશ્વરના રાજમાં જાય છે.


મેથ્યુ ૨૧:૩૩
ઈસુએ કહ્યું, બીજું એક ઉદાહરણ સાંભળો: એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. ત્યાર પછી દ્રાક્ષવાડી ખેડૂતોને ભો આપી તે પરદેશ મુસાફરીએ ગયો.


મેથ્યુ ૨૧:૪૦
ઈસુએ પૂછયું, તો હવે દ્રાક્ષવાડીનો માલિક પાછો આવશે ત્યારે આ ખેડૂતોને શું કરશે?


મેથ્યુ ૨૧:૪૨
ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


મેથ્યુ ૨૧:૪૩
ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે.


મેથ્યુ ૨૧:૪૫
મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ ઈસુનાં આ ઉદાહરણો સાંભળ્યાં અને ઈસુ તેમને વિષે વાત કરે છે તે તેઓ સમજી ગયા.


મેથ્યુ ૨૧:૪૬
તેથી તેમણે ઈસુની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પણ તેઓ લોકોથી ડરતા હતા. કારણ, લોકો ઈસુને ઈશ્વરના સંદેશવાહક માનતા હતા.


મેથ્યુ ૨૨:૧
લોકોની સાથે વાત કરતાં ઈસુએ ફરી ઉદાહરણ કહ્યું:


મેથ્યુ ૨૨:૧૪
ઈસુએ સાર આપતાં કહ્યું, આમંત્રણ ઘણાને આપવામાં આવ્યું છે, પણ થોડાને જ પસંદ કરવામાં આવેલા છે.


મેથ્યુ ૨૨:૧૫
પછી ફરોશીઓ બહાર ચાલ્યા ગયા અને તેમણે પ્રશ્ર્નો પૂછીને ઈસુને સપડાવવાની યોજના ઘડી કાઢી.


મેથ્યુ ૨૨:૧૬
ત્યાર પછી તેમણે પોતાના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેમણે કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી, તમે માણસના દરજ્જાની પરવા કર્યા વર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.


મેથ્યુ ૨૨:૧૮
ઈસુને તેમની ચાલાકીની ખબર હતી. તેથી તેમણે જવાબ આપ્યો,


મેથ્યુ ૨૨:૨૦
ઈસુએ તેમને પૂછયું, આમાં કોની છાપ અને કોનું નામ છે?


મેથ્યુ ૨૨:૨૧
તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો.


મેથ્યુ ૨૨:૨૨
એ જવાબ સાંભળીને તેઓ તો આભા જ બની ગયા, અને ઈસુને મૂકીને ચાલ્યા ગયા.


મેથ્યુ ૨૨:૨૩
લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનારા સાદૂકીઓ ઈસુની પાસે આવ્યા.


મેથ્યુ ૨૨:૨૯
ઈસુએ તેમને જવાબ આપ્યો, ધર્મશાસ્ત્ર અને ઈશ્વરના સામર્થ્ય વિષે અજ્ઞાન હોવાથી તમે ભૂલ કરો છો.


મેથ્યુ ૨૨:૩૪
ઈસુએ સાદૂકીઓને ચૂપ કરી દીધા છે એ સાંભળીને ફરોશીઓ એકઠા થયા.


મેથ્યુ ૨૨:૩૫
તેમનામાંના નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને પ્રશ્ર્ન પૂછી સપડાવવાનો યત્ન કર્યો.


મેથ્યુ ૨૨:૩૭
ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


મેથ્યુ ૨૨:૪૧
જ્યારે ફરોશીઓ એકઠા થયા ત્યારે ઈસુએ તેમને પૂછયું,


મેથ્યુ ૨૨:૪૩
ઈસુએ પૂછયું, એમ શી રીતે બની શકે? તો પછી પવિત્ર આત્માએ તેને ’પ્રભુ’ કહેવાની પ્રેરણા દાવિદને કેમ આપી? કારણ, દાવિદ કહે છે:


મેથ્યુ ૨૨:૪૬
કોઈ ઈસુને જવાબ આપી શકાયું નહિ, અને તે દિવસથી ઈસુને પ્રશ્ર્નો પૂછવાની કોઈની હિંમત ચાલી નહિ.


મેથ્યુ ૨૩:૧
ઈસુએ જનસમુદાયને તથા પોતાના શિષ્યોને કહ્યું,


મેથ્યુ ૨૪:૧
ઈસુ ત્યાંથી નીકળીને બહાર જતા હતા ત્યારે તેમના શિષ્યો મંદિરનાં બાંધકામો બતાવવા તેમની પાસે આવ્યા.


મેથ્યુ ૨૪:૨
ઈસુએ તેમને કહ્યું, દેખાવમાં તે ઘણાં ભવ્ય છે. પણ હું તમને સાચે જ કહું છું કે આ જગ્યાએ એક પથ્થર પર બીજો પથ્થર રહેવા પામશે નહિ. એકેએક પથ્થર તોડી નાખવામાં આવશે.


મેથ્યુ ૨૪:૩
ઈસુ ઓલિવ પર્વત પર ગયા ત્યારે શિષ્યોએ તેમને ખાનગીમાં પૂછયું, આ બધી બાબતો ક્યારે બનશે તે અમને જણાવો. તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે?


મેથ્યુ ૨૪:૪
ઈસુએ જવાબ આપ્યો, સાવધ રહો કે કોઈ તમને છેતરે નહિ.


મેથ્યુ ૨૫:૧૩
ઈસુએ સાર આપતાં કહ્યું, સાવધ રહો, કારણ, તે દિવસ કે ઘડીની તમને ખબર નથી.


મેથ્યુ ૨૬:૧
આ બધી બાબતોનું શિક્ષણ પૂરું કર્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું,


મેથ્યુ ૨૬:૪
અને ઈસુની છળકપટથી ધરપકડ કરી તેમને મારી નાખવા યોજના ઘડી કાઢી.


મેથ્યુ ૨૬:૬
ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા.


મેથ્યુ ૨૬:૭
તે વખતે એક સ્ત્રી આરસપહાણની શીશીમાં ખૂબ કીમતી અત્તર લઈને આવી. તેણે તે અત્તર ઈસુ જમતા હતા ત્યારે તેમના માથા પર રેડયું.


મેથ્યુ ૨૬:૧૦
તેઓ જે કહેતા હતા તેની ઈસુને ખબર હતી. તેથી તેમણે તેમને કહ્યું, તમે આ સ્ત્રીને શા માટે હેરાન કરો છો? તેણે મારે માટે ઉમદા કામ કર્યું છે.


મેથ્યુ ૨૬:૧૫
ઈસુની ધરપકડ કરાવવામાં હું તમને મદદ કરું તો તમે મને શું આપશો? તેમણે તેને ચાંદીના ત્રીસ સિક્કા ગણી આપ્યા.


મેથ્યુ ૨૬:૧૬
એ સમયથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધતો હતો.


મેથ્યુ ૨૬:૧૭
ખમીરરહિત રોટલીના પર્વને પ્રથમ દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, તમારે માટે પાસ્ખાનું ભોજન અમે કયા સ્થળે તૈયાર કરીએ? તમારી શી ઇચ્છા છે?


મેથ્યુ ૨૬:૧૮
ઈસુએ જવાબ આપ્યો, શહેરમાં એક માણસની પાસે જાઓ, અને તેને કહો: ગુરુએ કહ્યું છે કે, મારો સમય પાકી ચૂક્યો છે. હું અને મારા શિષ્યો તમારે ઘેર પાસ્ખાનું પર્વ પાળીશું.


મેથ્યુ ૨૬:૧૯
ઈસુની આજ્ઞા પ્રમાણે જઈને શિષ્યોએ પાસ્ખાનું ભોજન તૈયાર કર્યું.


મેથ્યુ ૨૬:૨૦
સાંજ પડી ત્યારે ઈસુ તેમના બાર શિષ્યો સાથે જમવા બેઠા.


મેથ્યુ ૨૬:૨૧
જમતી વખતે ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું કે તમારામાંનો એક મારી ધરપકડ કરાવશે.


મેથ્યુ ૨૬:૨૨
શિષ્યો બહુ ગમગીન થઈ ગયા અને એક પછી એક ઈસુને પૂછવા લાગ્યા, પ્રભુ, શું એ હું છું?


મેથ્યુ ૨૬:૨૩
ઈસુએ જવાબ આપ્યો, જે મારી થાળીમાં રોટલી બોળે છે તે જ મારી ધરપકડ કરાવશે.


મેથ્યુ ૨૬:૨૫
ત્યારે ધરપકડ કરાવનાર યહૂદા બોલી ઊઠયો, ગુરુજી, એ હું તો નથી ને? ઈસુએ જવાબ આપ્યો, તું જ તે કહે છે.


મેથ્યુ ૨૬:૨૬
તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપતાં કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે.


મેથ્યુ ૨૬:૩૧
ઈસુએ તેમને કહ્યું, આજ રાત્રે તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, ’હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’


મેથ્યુ ૨૬:૩૪
ઈસુએ પિતરને જવાબ આપ્યો, હું તને સાચે જ કહું છું: આજ રાત્રે કૂકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ તું ત્રણવાર કહીશ.


મેથ્યુ ૨૬:૩૬
ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથસેમાને નામના સ્થળે ગયા. તેમણે શિષ્યોને કહ્યું, હું ત્યાં જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી તમે અહીં બેસો.


મેથ્યુ ૨૬:૩૯
પછી ઈસુ થોડેક દૂર ગયા અને તેમણે ભૂમિ પર ઊંધે મુખે શિર ટેકવીને પ્રાર્થના કરી, હે પિતા, શકાય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો! તેમ છતાં મારી નહિ, પણ તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ.


મેથ્યુ ૨૬:૪૨
ઈસુએ ફરીથી દૂર જઈને પ્રાર્થના કરી: હે પિતા, જો આ પ્યાલો હું પીઉં તે સિવાય દૂર ન થઈ શકે તો તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.


મેથ્યુ ૨૬:૪૪
ઈસુ ફરીવાર તેમનાથી દૂર ગયા અને ત્રીજી વાર એના એ જ શબ્દોમાં પ્રાર્થના કરી.


મેથ્યુ ૨૬:૪૭
હજુ તો ઈસુ બોલતા હતા એટલામાં બાર શિષ્યોમાંનો એક, એટલે યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ મોકલેલા લોકોનું મોટું ટોળું હતું. તેમની પાસે તલવારો અને લાઠીઓ હતી.


મેથ્યુ ૨૬:૪૯
યહૂદા આવ્યો કે તરત જ ઈસુની પાસે ગયો અને ગુરુજી, સલામ એમ કહીને તેણે તેમને ચુંબન કર્યું.


મેથ્યુ ૨૬:૫૦
ઈસુએ જવાબ આપ્યો, મિત્ર, જે કરવાનો હોય તે જલદી કર. પછી લોકોએ આવીને ઈસુની ધરપકડ કરી.


મેથ્યુ ૨૬:૫૧
ઈસુની સાથે જેઓ હતા તેમનામાંના એકે પોતાની તલવાર કાઢીને મુખ્ય યજ્ઞકારના નોકરનો કાન કાપી નાખ્યો.


મેથ્યુ ૨૬:૫૨
ત્યારે ઈસુએ તેને કહ્યું, તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક. કારણ, જે તલવાર ચલાવે છે તે તલવારથી જ માર્યો જશે.


મેથ્યુ ૨૬:૫૫
ત્યાર પછી ઈસુએ લોકોને કહ્યું, જેમ કોઈ બળવાખોરને પકડવા તલવાર અને લાઠીઓ લઈને જાય તેમ તમે મને પકડવા આવ્યા છો? દિનતિદિન મંદિરમાં હું શિક્ષણ આપતો હતો પણ ત્યારે તમે મારી ધરપકડ કરી નહિ.


મેથ્યુ ૨૬:૫૭
ઈસુની ધરપકડ કરીને તેઓ તેમને મુખ યજ્ઞકાર ક્યાફા પાસે લઈ ગયા. ત્યાં નિયમશાસ્ત્રના શિક્ષકો અને યહૂદી આગેવાનો એકત્ર થયા હતા.


મેથ્યુ ૨૬:૫૯
મુખ્ય યજ્ઞકારોએ અને સમગ્ર ન્યાયસભાએ ઈસુને મારી નાખવા માટે ખોટો પુરાવો શોધવા યત્નો કર્યા.


મેથ્યુ ૨૬:૬૨
મુખ યજ્ઞકારે ઊભા થઈને ઈસુને પૂછયું, તારી પર મૂકવામાં આવેલા આરોપનો તારી પાસે કોઈ બચાવ નથી?


મેથ્યુ ૨૬:૬૩
પણ ઈસુ શાંત રહ્યા. મુખ યજ્ઞકારે ફરીથી તેમને પૂછયું, જીવંત ઈશ્વરના સોંગદ લઈને કહે; શું તું ઈશ્વરનો પુત્ર ખ્રિસ્ત છે?


મેથ્યુ ૨૬:૬૪
ઈસુએ જવાબ આપ્યો, તમે પોતે જ તે કહો છો. પણ હું તમને કહું છું કે એક સમયે તમે માનવપુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી તરફ બિરાજેલો અને આકાશનાં વાદળો પર આવતો જોશો.


મેથ્યુ ૨૬:૬૯
પિતર બહાર ચોકમાં બેઠો હતો. મુખ યજ્ઞકારની એક નોકરડીએ તેની પાસે આવીને કહ્યું, તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.


મેથ્યુ ૨૬:૭૧
પછી તે ચોકના પ્રવેશદ્વાર આગળ ચાલ્યો ગયો. બીજી નોકરડીએ તેને જોયો. તેણે ત્યાં બેઠેલા માણસોને કહ્યું, તે નાઝરેથના ઈસુની સાથે જ હતો.


મેથ્યુ ૨૬:૭૫
ઈસુએ પિતરને જે કહ્યું હતું તે તેને યાદ આવ્યું, કૂકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ તું ત્રણવાર કહીશ. પછી તે બહાર જઈને હૈયાફાટ રડયો.


મેથ્યુ ૨૭:૧
વહેલી સવારમાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ ઈસુને મોતની સજા થાય તેવી યોજના ઘડી કાઢી.


મેથ્યુ ૨૭:૩
ઈસુની ધરપકડ કરાવનાર યહૂદાને જ્યારે ખબર પડી કે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે ત્યારે તેને પોતાના પાપનું ભાન થયું અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યજ્ઞકારો તથા આગેવાનો પાસે ગયો અને કહ્યું,


મેથ્યુ ૨૭:૧૧
ઈસુને રાજ્યપાલની સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને તેમણે સવાલ પૂછયો, શું તું યહૂદીઓનો રાજા છે?


મેથ્યુ ૨૭:૧૨
ઈસુએ જવાબ આપ્યો, તમે જ તે પ્રમાણે કહો છો. મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોના આરોપ વિષે તેમણે મૌન સેવ્યું.


મેથ્યુ ૨૭:૧૪
પણ ઈસુ જવાબમાં એકપણ શબ્દ બોલ્યા નહિ. આથી રાજ્યપાલને ભારે આશ્ચર્ય થયું.


મેથ્યુ ૨૭:૧૬
આ વખતે પણ ઈસુ - બારાબાસ કરીને એક નામચીન કેદી હતો.


મેથ્યુ ૨૭:૧૭
જ્યારે ટોળું એકઠું થયું ત્યારે પિલાતે તેમને પૂછયું, તમારી શી ઇચ્છા છે? તમારે માટે હું કોને મુક્ત કરું? ઈસુ જે બારાબાસ કહેવાય છે તેને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?


મેથ્યુ ૨૭:૧૮
તેને ખબર હતી કે અધિકારીઓ ઈર્ષાને લીધે જ ઈસુને પકડી લાવ્યા હતા.


મેથ્યુ ૨૭:૨૦
પિલાત બારાબાસને મુક્ત કરે અને ઈસુને મોતની સજા ફરમાવે તે માગણી ચાલુ રાખવા માટે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું. રાજ્યપાલે તેમને પૂછયું,


મેથ્યુ ૨૭:૨૨
પિલાતે પૂછયું, તો પછી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું? તેમણે જવાબ આપ્યો, તેને ક્રૂસે જડી દો.


મેથ્યુ ૨૭:૨૬
ત્યાર પછી પિલાતે તેમને માટે બારાબાસને છોડી મૂકાયો, જ્યારે ઈસુને ચાબખા મરાવીને ક્રૂસે જડવા માટે સોંપી દીધા.


મેથ્યુ ૨૭:૨૭
ત્યાર પછી પિલાતના સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા અને સૈનિકોની ટુકડી તેમની આસપાસ એકઠી થઈ.


મેથ્યુ ૨૭:૨૮
તેમણે ઈસુનાં કપડાં ઉતારી લીધાં અને તેમને જાંબુડી રંગનો ઝભ્ભો પહેરાવ્યો.


મેથ્યુ ૨૭:૩૨
તેઓ જઈ રહ્યા હતા ત્યારે કૂરેનીનો સિમોન મળ્યો. તેમણે બળજબરીથી ઈસુનો ક્રૂસ તેની પાસે ઊંચકાવ્યો.


મેથ્યુ ૨૭:૩૪
ત્યાં તેમણે તેમને બોળ મિશ્રિત દ્રાક્ષરસ પીવા આપ્યો. પણ ચાખ્યા પછી ઈસુએ તે પીવાની ના પાડી.


મેથ્યુ ૨૭:૩૮
આ ઈસુ યહૂદીઓનો રાજા છે. ત્યાર પછી ઈસુની સાથે બે લૂંટારાઓને, એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ ક્રૂસે જડયા.


મેથ્યુ ૨૭:૩૯
ત્યાંથી પસાર થતા લોકોએ માથાં હલાવીને ઈસુની મશ્કરી કરતાં કહ્યું,


મેથ્યુ ૨૭:૪૬
લગભગ ત્રણ વાગે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી, એલી, એલી, લામા સાબાખ્થાની અર્થાત્ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યજી દીધો છે?


મેથ્યુ ૨૭:૪૮
તેમનામાંથી એક જણે દોડીને વાદળી લીધી અને તેને હલકી જાતના દારૂમાં બોળીને લાકડીની ટોચે મૂકીને ઈસુને ચૂસવા માટે આપી.


મેથ્યુ ૨૭:૫૦
ઈસુએ ફરીથી મોટે ઘાંટે બૂમ પાડી અને પછી મરણ પામ્યા.


મેથ્યુ ૨૭:૫૩
ઈસુ મરણમાંથી સજીવન થયા પછી તે લોકો કબરમાંથી બહાર નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણા લોકોએ તેમને જોયા.


મેથ્યુ ૨૭:૫૪
ઈસુની ચોકી કરતા સૂબેદાર તથા તેની સાથેના સૈનિકોને ધરતીકંપ તથા બીજા બનાવો જોઈને બીક લાગી. તેમણે કહ્યું, ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા.


મેથ્યુ ૨૭:૫૫
ગાલીલમાંથી ઈસુની પાછળ આવેલી અને તેમને મદદ કરનારી ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. તેઓ થોડે દૂરથી બધું જોયા કરતી હતી.


મેથ્યુ ૨૭:૫૭
સાંજ પડી ત્યારે આરીમથાઈથી એક ધનવાન માણસ ત્યાં આવ્યો. તેનું નામ યોસેફ હતું. તે ઈસુનો શિષ્ય હતો.


મેથ્યુ ૨૭:૫૮
તે પિલાતની પાસે ગયો અને તેણે ઈસુના શબની માગણી કરી. પિલાતે શબ આપવાનો હુકમ કર્યો.


મેથ્યુ ૨૭:૫૯
તેથી યોસેફે ઈસુનું શબ લઈને અળસીરેસાનાં શ્વેત નવાં વસ્ત્રોમાં વીંટાળ્યું


મેથ્યુ ૨૮:૫
દૂતે સ્ત્રીઓને કહ્યું, ડરશો નહિ, હું જાણું છું કે જેમને ક્રૂસે જડવામાં આવેલા તે ઈસુને તમે શોધો છો.


મેથ્યુ ૨૮:૯
એકાએક ઈસુ તેમને મળ્યા અને તેમણે કહ્યું, તમને શાંતિ થાઓ. તેઓ તેમની નજીક આવી અને તેમનાં ચરણોમાં નમી પડીને તેમનું ભજન કર્યું.


મેથ્યુ ૨૮:૧૦
ઈસુએ તેમને કહ્યું, ડરશો નહિ, જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય અને ત્યાં હું તેમને મળીશ.


મેથ્યુ ૨૮:૧૬
ઈસુના કહ્યા મુજબ અયષિર શિષ્યો ગાલીલમાં એક પર્વત પર ગયા.


મેથ્યુ ૨૮:૧૭
જ્યારે તેમણે ઈસુને જોયા ત્યારે તેમનું ભજન કર્યું, પણ કેટલાકને શંકા આવી.


મેથ્યુ ૨૮:૧૮
ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


ચિહ્ન ૧:૧
ઈશ્વરપુત્ર ઈસુ ખ્રિસ્ત વિષેનો આ શુભસંદેશ છે.


ચિહ્ન ૧:૯
થોડા સમય પછી ઈસુ ગાલીલના પ્રદેશમાં આવેલા નાઝારેથથી આવ્યા, અને યોહાને યર્દન નદીમાં તેમનું બાપ્તિસ્મા કર્યું.


ચિહ્ન ૧:૧૦
ઈસુ પાણીમાંથી બહાર આવ્યા કે તરત જ તેમણે આકાશને ઊઘડતું જોયું અને પવિત્ર આત્માને પોતા પર કબૂતરની જેમ ઊતરતો જોયો.


ચિહ્ન ૧:૧૩
એ વેરાન પ્રદેશમાં જંગલી પ્રાણીઓ હતાં. ઈસુ ત્યાં ચાળીસ દિવસ સુધી રહ્યા. શેતાનથી તેમનું પ્રલોભન થતું, પણ દૂતો આવીને તેમની સેવા કરતા.


ચિહ્ન ૧:૧૪
યોહાનને કેદમાં પૂરવામાં આવ્યા પછી ઈસુ ગાલીલમાં ગયા અને ઈશ્વરના શુભસંદેશનો ઉપદેશ કર્યો.


ચિહ્ન ૧:૧૬
ગાલીલ સરોવરને કિનારે ચાલતાં ચાલતાં ઈસુએ માછી સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને જોયા. તેઓ જાળ વડે સરોવરમાંથી માછલાં પકડતા હતા.


ચિહ્ન ૧:૧૭
ઈસુએ તેમને કહ્યું, “મને અનુસરો, અને હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ.”


ચિહ્ન ૧:૧૯
તેઓ થોડેક દૂર ગયા, અને ઝબદીના દીકરા યાકોબ અને તેના ભાઈ યોહાનને જોયા. તેઓ પોતાની હોડીમાં પોતાની જાળો સાંધી રહ્યા હતા. ઈસુએ તેમને જોતાંની સાથે જ બોલાવ્યા.


ચિહ્ન ૧:૨૦
તેઓ તેમના પિતા ઝબદીને અન્ય મજૂરો સાથે હોડીમાં જ મૂકી દઈને ઈસુની પાછળ ગયા.


ચિહ્ન ૧:૨૧
તે કાપરનાહુમ નગરમાં આવ્યા, અને પછીના વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને શિક્ષણ આપવા લાગ્યા.


ચિહ્ન ૧:૨૪
“નાઝારેથના ઈસુ, તમારે અમારું શું ક્મ છે? શું તમે અમારો નાશ કરવા અહીં આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું. તમે ઈશ્વર પાસેથી આવેલ પવિત્ર વ્યક્તિ છો!”


ચિહ્ન ૧:૨૫
ઈસુએ તેને સખત આજ્ઞા કરી, “ચૂપ રહે, અને એ માણસમાંથી બહાર નીકળી જા.”


ચિહ્ન ૧:૨૮
આમ, ગાલીલના સમગ્ર પ્રદેશમાં ઈસુની ખ્યાતિ ઝડપથી ફેલાઈ ગઈ.


ચિહ્ન ૧:૩૦
સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી. ઈસુ ત્યાં ગયા એટલે તરત જ લોકોએ તેને વિષે ઈસુને વાત કરી.


ચિહ્ન ૧:૩૧
ઈસુ તેની પાસે ગયા અને તેનો હાથ પકડીને તેને બેઠી કરી. તેનો તાવ ઊતરી ગયો, અને તે તેમની સરભરા કરવા લાગી.


ચિહ્ન ૧:૩૨
સાંજ પડતાં લોકો બીમાર અને દુષ્ટાત્મા વળગેલા માણસોને ઈસુની પાસે લાવ્યા.


ચિહ્ન ૧:૩૪
જાતજાતના રોગથી પીડાતા ઘણા માણસોને ઈસુએ સાજા કર્યા અને ઘણા દુષ્ટાત્માઓને કાઢયા. તેમણે દુષ્ટાત્માઓને કંઈ બોલવા દીાા નહિ; કારણ, ઈસુ કોણ છે તે દુષ્ટાત્માઓ જાણતા હતા.


ચિહ્ન ૧:૩૫
બીજે દિવસે અજવાળું થયા પહેલાં વહેલી સવારે ઈસુ ઊઠયા અને ઘરમાંથી બહાર ગયા. નગર બહાર એક્ંત સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી.


ચિહ્ન ૧:૩૮
પણ ઈસુએ જવાબ આપ્યો, “આપણે આસપાસનાં અન્ય ગામોમાં પણ જઈએ. મારે ત્યાંના લોકોને પણ ઉપદેશ આપવાનો છે; કારણ, તે માટે હું આવ્યો છું.”


ચિહ્ન ૧:૪૦
એક રક્તપિતિયો ઈસુની પાસે આવી નમી પડયો, અને તેણે આજીજીપૂર્વક સહાય માગતાં કહ્યું, “તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો તેમ છો.”


ચિહ્ન ૧:૪૧
ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેની નજીક જઈને તેમણે તેને સ્પર્શ કર્યો. તેમણે કહ્યું, “હા, હું ઇચ્છું છું; તું શુદ્ધ થા!”


ચિહ્ન ૧:૪૩
પછી ઈસુએ તેને વિદાય આપતાં સખત શબ્દોમાં કહ્યું,


ચિહ્ન ૧:૪૫
પછી એ માણસે જઈને એ વાત બધે ફેલાવી. તેણે એટલી બધી જાહેરાત કરી કે ઈસુ કોઈ નગરમાં જાહેર રીતે જઈ શક્યા નહિ; એને બદલે, તેમને બહાર એક્ંત જગ્યાઓમાં જવું પડયું. ચોમેરથી લોકો તેમની પાસે આવતા હતા.


ચિહ્ન ૨:૧
થોડા દિવસો પછી ઈસુ કાપરનાહુમ પાછા આવ્યા, અને તે ઘેર છે એવા સમાચાર ફેલાઈ ગયા;


ચિહ્ન ૨:૨
તેથી એટલા બધા લોકો એકઠા થયા કે ક્યાંય જગ્યા રહી નહિ, આંગણામાં પણ નહિ. ઈસુ તેમને શુભસંદેશ સંભળાવતા હતા,


ચિહ્ન ૨:૩
ત્યારે કેટલાક લોકો લકવાથી પીડાતા એક માણસને ચાર માણસો પાસે ઊંચકાવીને ઈસુની પાસે લાવ્યા.


ચિહ્ન ૨:૪
પણ લોકોની ભીડને કારણે તેઓ તેને ઈસુની પાસે લઈ જઈ શક્યા નહિ. તેથી ઈસુ જ્યાં હતા, બરાબર તે જ ઠેકાણે તેમણે છાપરું ઉકેલી નાખ્યું. છાપરું ખુલ્લું થયા પછી તેમણે તેને તેની પથારી સાથે જ ઉતાર્યો.


ચિહ્ન ૨:૫
ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.”


ચિહ્ન ૨:૮
ઈસુ તરત જ તેમના મનમાં ચાલતા વિચારો જાણી ગયા, અને તેથી તેમને કહ્યું, “તમે એવા વિચાર કેમ કરો છો?


ચિહ્ન ૨:૧૩
ઈસુ ફરીવાર ગાલીલ સરોવરને કિનારે આવ્યા. લોકોનો સમુદાય તેમની પાસે આવ્યો અને તે તેમને શિક્ષણ આપવા લાગ્યા.


ચિહ્ન ૨:૧૪
પછી જતાં જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જક્તનાકા પર બેઠેલો જોયો. તે નાકાદાર હતો. ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” લેવી ઊઠીને તેમની પાછળ ગયો.


ચિહ્ન ૨:૧૫
થોડા સમય પછી ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા હતા. ઘણા બધા નાકાદારો અને સમાજમાં બહિષ્કૃત થયેલાઓ ઈસુ પાછળ ગયા હતા, અને તેમાંના ઘણા તો તેમની અને તેમના શિષ્યોની સાથે જમવા પણ બેઠા હતા.


ચિહ્ન ૨:૧૬
નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો જેઓ ફરોશી હતા, તેમણે જોયું કે ઈસુ એ બહિષ્કૃત માણસો અને નાકાદારો સાથે જમે છે; તેથી તેમણે તેમના શિષ્યોને પૂછયું, “તે આવા લોકો સાથે કેમ જમે છે?”


ચિહ્ન ૨:૧૭
ઈસુએ એ સાંભળીને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી; પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે. હું નેકીવાન ગણાતા લોકોને નહિ, પણ સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓને આમંત્રણ આપવા આવ્યો છું.”


ચિહ્ન ૨:૧૮
એકવાર બાપ્તિસ્મા કરનાર યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા, ત્યારે કેટલાક લોકોએ ઈસુની પાસે આવીને પૂછયું, “બાપ્તિસ્મા કરનાર યોહાનના અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી તેનું શું કારણ?


ચિહ્ન ૨:૧૯
ઈસુએ જવાબ આપ્યો, “લગ્નજમણમાં આવેલા મહેમાનો ઉપવાસ કરે ખરા? ના, કદી જ નહી. જ્યાં સુધી તેમની સાથે વરરાજા છે, ત્યાં સુધી તેઓ ઉપવાસ નહિ કરે.


ચિહ્ન ૨:૨૩
વિશ્રામવારને દિવસે ઈસુ અનાજનાં ખેતરોમાંથી પસાર થતા હતા. તેમના શિષ્યો તેમની સાથે ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.


ચિહ્ન ૨:૨૪
તેથી ફરોશીઓએ ઈસુને કહ્યું, “જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારે આ જે ક્મ કરે છે તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે!”


ચિહ્ન ૨:૨૫
ઈસુએ જવાબ આપ્યો, “દાવિદ ભૂખ્યો હતો, ત્યારે તેણે શું કર્યું હતું તે શું તમે વાંચ્યું નથી? તે અને તેના સાથીદારો ભૂખ્યા હતા;


ચિહ્ન ૨:૨૭
ઈસુએ સાર આપતાં કહ્યું, “વિશ્રામવાર માણસના ભલા માટે ઠરાવવામાં આવ્યો હતો, નહિ કે માણસને વિશ્રામવાર માટે બનાવવામાં આવ્યો.


ચિહ્ન ૩:૧
ઈસુ ફરીથી એકવાર ભજનસ્થાનમાં ગયા. ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો.


ચિહ્ન ૩:૨
કેટલાક માણસો ઈસુ કંઈક ખોટું કરે તો તેમને દોષિત ઠરાવવાનું કારણ શોધતા હતા; તેથી ઈસુ તેને વિશ્રામવારે સાજો કરશે કે કેમ તે જોવા તેઓ ચાંપતી નજર રાખી રહ્યા હતા.


ચિહ્ન ૩:૩
ઈસુએ સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું. “અહીં આગળ આવ.”


ચિહ્ન ૩:૫
ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો.


ચિહ્ન ૩:૬
તેથી ફરોશીઓ ભજનસ્થાનમાંથી ચાલ્યા ગયા, અને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા માટે તેઓ હેરોદના પક્ષના કેટલાક સભ્યોને તરત જ મળ્યા.


ચિહ્ન ૩:૭
ઈસુ અને તેમના શિષ્યો સરોવરે જતા રહ્યા, અને લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો. એ લોકો ગાલીલમાંથી, યહૂદિયામાંથી


ચિહ્ન ૩:૮
યરુશાલેમમાંથી, અદોમના પ્રદેશમાંથી, યર્દન નદીની પેલે પારના પ્રદેશમાંથી અને તૂર તથા સિદોનની આસપાસના ભાગમાંથી આવ્યા હતા. ઈસુ જે કાર્યો કરી રહ્યા હતા તે સાંભળીને આ મોટો સમુદાય તેમની પાસે આવ્યો હતો.


ચિહ્ન ૩:૯
સમુદાય એટલો મોટો હતો કે પોતે ભીડમાં કચડાઈ ન જાય તે માટે ઈસુએ પોતાના શિષ્યોને હોડી તૈયાર કરવા કહ્યું.


ચિહ્ન ૩:૧૧
અને અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઈસુને જોઈને તેમને પગે પડીને પોકારી ઊઠતા, “તમે તો ઈશ્વરપુત્ર છો!”


ચિહ્ન ૩:૧૨
પોતે કોણ છે એ જાહેર ન કરવા ઈસુએ દુષ્ટાત્માઓને સખત તાકીદ કરી.


ચિહ્ન ૩:૧૩
પછી ઈસુ પર્વત પર ગયા અને પોતાની પાસે પોતાની પસંદગીના માણસોને બોલાવ્યા. તેઓ તેમની પાસે ગયા,


ચિહ્ન ૩:૧૬
તેમણે નીમેલા બાર પ્રેષિતો આ પ્રમાણે છે: સિમોન (ઈસુએ તેનું ઉપનામ પિતર રાખ્યું);


ચિહ્ન ૩:૧૭
ઝબદીના દીકરા યાકોબ અને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેમને બોઆનેર્ગેસ, અર્થાત્ “ગર્જનાના પુત્રો” એવું ઉપનામ આપ્યું);


ચિહ્ન ૩:૧૯
સિમોન ધર્માવેશી તથા ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત.


ચિહ્ન ૩:૨૦
પછી ઈસુ ઘેર આવ્યા. ફરીથી લોકોનો એવો મોટો સમુદાય એકઠો થયો કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય ન મળ્યો.


ચિહ્ન ૩:૨૧
જ્યારે તેમનાં કુટુંબીજનોએ આ બધું સાંભળ્યું ત્યારે તેઓ ઈસુને પકડી લાવવા નીકળી પડયા; કારણ, લોકો કહેતા હતા, “તે પાગલ થઈ ગયો છે!”


ચિહ્ન ૩:૨૩
તેથી ઈસુએ તેમને પોતાની પાસે બોલાવી કેટલાંક ઉદાહરણ આપતાં કહ્યું: “શેતાન પોતાને જ કેવી રીતે હાંકી કાઢે?


ચિહ્ન ૩:૩૧
પછી ઈસુનાં મા અને તેમના ભાઈઓ આવ્યાં. તેઓએ ઘરની બહાર ઊભા રહીને તેમને બોલાવવા સંદેશો મોકલ્યો.


ચિહ્ન ૩:૩૨
ઈસુની આજુબાજુ લોકો બેઠેલા હતા. લોકોએ તેમને કહ્યું, “જુઓ, તમારાં મા અને તમારા ભાઈઓ બહાર તમારી રાહ જુએ છે.”


ચિહ્ન ૩:૩૩
ઈસુએ જવાબ આપ્યો, “મારાં મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?”


ચિહ્ન ૪:૧
ઈસુ ફરીથી ગાલીલ સરોવરને કિનારે ઉપદેશ આપવા લાગ્યા. તેમની આસપાસ એકઠું મળેલું ટોળું ઘણું મોટું હોવાથી તે હોડીમાં જઈને બેઠા. હોડી પાણીમાં હતી; જ્યારે લોકો પાણી નજીક કિનારા પર હતા.


ચિહ્ન ૪:૯
ઈસુએ સાર આપતાં કહ્યું, “જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો.”


ચિહ્ન ૪:૧૦
ઈસુ એકલા હતા ત્યારે તેમના શ્રોતાઓમાંના કેટલાક લોકો બાર શિષ્યોની સાથે તેમની પાસે આવ્યા અને તે ઉદાહરણનો ખુલાસો કરવા કહ્યું.


ચિહ્ન ૪:૧૧
ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યો સમજવાની શક્તિ તમને અપાયેલી છે; પણ બીજા જેઓ બહાર છે તેમને બધી બાબતો ઉદાહરણો દ્વારા સંભળાવવામાં આવે છે;


ચિહ્ન ૪:૧૩
પછી ઈસુએ તેમને કહ્યું, “તમે આ ઉદાહરણ સમજી ન શકો, તો પછી તમે બીજાં ઉદાહરણો કેવી રીતે સમજી શકશો? વાવનાર એટલે ઈશ્વરનો સંદેશો લાવનાર.


ચિહ્ન ૪:૨૧
વળી, ઈસુએ કહ્યું, “શું કોઈ દીવો લાવીને તેને વાસણ તળે કે પથારી નીચે મૂકે એવું બને? તે તેને દીવી પર નહિ મૂકે?


ચિહ્ન ૪:૨૬
વળી, ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ માણસ ખેતરમાં બી વેરતો હોય તેના જેવું છે.


ચિહ્ન ૪:૩૦
ઈસુએ પૂછયું, “ઈશ્વરના રાજને આપણે શાની સાથે સરખાવીશું? એ સમજાવવા આપણે કયું ઉદાહરણ વાપરીશું?


ચિહ્ન ૪:૩૩
ઈસુએ આવાં બીજાં ઘણાં ઉદાહરણોનો ઉપયોગ કરીને લોકોને ઉપદેશ આપ્યો. તેઓ સમજી શકે તેટલું તેમણે તેમને શીખવ્યું.


ચિહ્ન ૪:૩૫
એ જ દિવસે સાંજે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.”


ચિહ્ન ૪:૩૬
તેથી તેઓ જનસમુદાયને મૂકીને ગયા. ઈસુ જે હોડીમાં હતા તેમાં જ તેઓ તેમને લઈને ઉપડયા. તેમની સાથે બીજી હોડીઓ પણ હતી.


ચિહ્ન ૪:૩૮
ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, “ગુરુજી, અમે તો મરવા પડયા છીએ તેની કંઈ ચિંતા તમને નથી?”


ચિહ્ન ૪:૩૯
ઈસુએ ઊઠીને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું, “શાંત રહે, બંધ થા.” પવન બંધ થઈ ગયો, અને ગાઢ શાંતિ સ્થપાઈ.


ચિહ્ન ૪:૪૦
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમે કેમ ભયભીત થયા? તમને હજુયે વિશ્વાસ નથી?”


ચિહ્ન ૫:૨
ઈસુ હોડીમાંથી ઊતર્યા કે તરત જ કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી નીકળતો એક માણસ તેમને સામો મળ્યો.


ચિહ્ન ૫:૬
ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડયો.


ચિહ્ન ૫:૭
તેણે મોટે સાદે બૂમ પાડી, “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર, તમારે અને મારે શું લાગેવળગે છે? ઈશ્વરના સોગંદ દઈને હું તમને વિનવું છું કે મને પીડા દેશો નહિ.”


ચિહ્ન ૫:૮
તેણે આમ કહ્યું, કારણ, ઈસુએ તેને કહ્યું હતું, “હે અશુદ્ધ આત્મા, આ માણસમાંથી બહાર નીકળ!”


ચિહ્ન ૫:૯
ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?” માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે; કારણ, અમે ઘણા છીએ!”


ચિહ્ન ૫:૧૦
તેણે તેમને એ પ્રદેશમાંથી કાઢી નહિ મૂકવા ઈસુને આજીજી કર્યા કરી.


ચિહ્ન ૫:૧૨
તેમણે ઈસુને આજીજી કરી, “અમને ભૂંડો પાસે મોકલો, અને તેમનામાં પ્રવેશવા દો.”


ચિહ્ન ૫:૧૩
તેથી ઈસુએ તેમને જવાની રજા આપી. અશુદ્ધ આત્માઓ પેલા માણસમાંથી નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા. લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સીધા ઢોળાવ પરથી ઢસડાઈને સરોવરમાં ડૂબી ગયું.


ચિહ્ન ૫:૧૫
તેઓ ઈસુની પાસે આવ્યા અને જેનામાં અશુદ્ધ આત્માઓ રહેતા હતા તે માણસને જોયો. તે ત્યાં કપડાં પહેરેલો અને સ્વસ્થચિત્તે બેઠેલો હતો; અને તેઓ બધા ભયથી ચોંકી ઊઠયા.


ચિહ્ન ૫:૧૭
તેથી તેમણે ઈસુને તેમનો પ્રદેશ છોડીને જતા રહેવા આજીજી કરી.


ચિહ્ન ૫:૧૮
ઈસુ હોડીમાં ચઢતા હતા ત્યારે જેને અગાઉ અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તે માણસે આજીજી કરી, “મને તમારી સાથે આવવા દો.”


ચિહ્ન ૫:૧૯
પણ ઈસુએ તેને મના કરી, અને એને બદલે તેને કહ્યું, “તારે ઘેર જા અને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, અને તારા પર દયા દર્શાવી છે તે તારા કુટુંબીજનોને જણાવ.”


ચિહ્ન ૫:૨૦
તેથી તે માણસ ગયો અને ઈસુએ તેને માટે જે કર્યું હતું તે દસનગરના પ્રદેશમાં કહેતો ફર્યો; અને જેમણે સાંભળ્યું તેઓ નવાઈ પામ્યા.


ચિહ્ન ૫:૨૧
ઈસુ સરોવરને બીજે કિનારે પાછા ગયા. ત્યાં એક મોટો જનસમુદાય તેમને ઘેરી વળ્યો.


ચિહ્ન ૫:૨૨
તે સરોવર પાસે જ હતા એટલામાં યાઇરસ નામે યહૂદી ભજનસ્થાનનો એક અધિકારી આવ્યો. ઈસુને જોઈને તે તેમને પગે પડયો, અને તેણે તેમને ખૂબ જ આગ્રહપૂર્વક આજીજી કરી,


ચિહ્ન ૫:૨૪
પછી ઈસુ તેની સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે એટલા બધા લોકો ગયા કે ચારેબાજુથી તેમના પર પડાપડી થવા લાગી.


ચિહ્ન ૫:૨૭
તેણે ઈસુ વિષે સાંભળ્યું હોવાથી ટોળામાં ઈસુની પછવાડેથી તે આવી, અને તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો;


ચિહ્ન ૫:૩૦
ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી પરાક્રમ નીકળ્યું છે. એટલે તેમણે ટોળા તરફ ફરીને પૂછયું, “મારા ઝભ્ભાને કોણે સ્પર્શ કર્યો?”


ચિહ્ન ૫:૩૨
પણ કોણે સ્પર્શ કર્યો હતો તેને જોવા ઈસુએ આસપાસ નજર ફેરવી.


ચિહ્ન ૫:૩૪
ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. શાંતિથી જા; તારું દર્દ તારાથી દૂર રહો.”


ચિહ્ન ૫:૩૫
ઈસુ હજુ બોલતા હતા એવામાં જ ભજનસ્થાનના અધિકારીને ઘેરથી કેટલાક માણસોએ આવીને કહ્યું, “તમારી દીકરી મરણ પામી છે. હવે ગુરુજીને વધારે તકલીફ શા માટે આપો છો?”


ચિહ્ન ૫:૩૬
ઈસુએ તેમની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહિ, પણ ભજનસ્થાનના અધિકારીને કહ્યું, “ગભરાઈશ નહિ, ફક્ત વિશ્વાસ રાખ.”


ચિહ્ન ૫:૩૮
તેઓ એ અધિકારીને ઘેર આવી પહોંચ્યા. ત્યાં ઈસુએ ઘોંઘાટ, રડારોળ તથા કલાપીટ સાંભળ્યાં.


ચિહ્ન ૫:૪૦
પણ બધાએ ઈસુને હસી કાઢયા. તેથી તેમણે બધાને બહાર કાઢી મૂક્યા અને છોકરીનાં માતાપિતા અને પોતાના ત્રણ શિષ્યોને લઈને છોકરી જ્યાં સૂતી હતી તે ઓરડીમાં ગયા.


ચિહ્ન ૫:૪૧
ઈસુએ તેનો હાથ પકડીને તેને કહ્યું, “તલીથા કૂમ,” જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું: ઊઠ!”


ચિહ્ન ૫:૪૩
પણ કોઈને કંઈપણ નહિ કહેવાની તાકીદ કરતાં ઈસુએ તેમને કહ્યું, “તેને કંઈક ખાવાનું આપો.”


ચિહ્ન ૬:૧
પછી ત્યાંથી ઈસુ પોતાના શિષ્યોની સાથે પોતાના વતનમાં પાછા ફર્યા.


ચિહ્ન ૬:૪
ઈસુએ તેમને કહ્યું, “પોતાનું વતન, સગાંવહાલાં અને કુટુંબ સિવાય સંદેશવાહકને બીજી બધી જગ્યાએ માન મળે છે.”


ચિહ્ન ૬:૬
લોકોમાં વિશ્વાસનો અભાવ જોઈને તેમને ઘણું જ આશ્ર્વર્ય થયું. પછી ઈસુ આજુબાજુનાં ગામોમાં લોકોને ઉપદેશ આપતા ફર્યા.


ચિહ્ન ૬:૧૪
હવે હેરોદ રાજાએ આ બધી વાત સાંભળી; કારણ, ઈસુની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો કહેતા હતા, “બાપ્તિસ્મા કરનાર યોહાન મરેલાંઓમાંથી સજીવન થયો છે. તેથી જ તેનામાં આ બધું સામર્થ્ય કાર્ય કરી રહેલું છે.”


ચિહ્ન ૬:૩૦
પ્રેષિતો ઈસુની પાસે એકત્ર થયા અને તેમણે જે જે કર્યું હતું અને શીખવ્યું હતું તે બધું કહી સંભળાવ્યું.


ચિહ્ન ૬:૩૧
લોકોની અવરજવર એટલી બધી હતી કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય મળતો ન હતો. તેથી ઈસુએ તેમને કહ્યું, “મારી સાથે એક્ંતમાં ચાલો, અને ત્યાં આરામ કરો.”


ચિહ્ન ૬:૩૩
પણ ઘણા લોકોએ તેમને જતા જોયા અને તેમને તરત ઓળખી કાઢયા. તેથી નગરોમાંથી નીકળીને તેઓ બધા ઈસુ તથા તેમના શિષ્યોની અગાઉ તે જગ્યાએ જમીનમાર્ગે દોડી ગયા.


ચિહ્ન ૬:૩૪
ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી.


ચિહ્ન ૬:૩૭
ઈસુએ જવાબ આપ્યો, “તમે પોતે જ તેમને ખાવાનું આપો.” તેમણે તેમને કહ્યું, “શું તમારી ઇચ્છા એવી છે કે અમે બસો દીનારની રોટલી લાવીને તેમને ખવડાવીએ?”


ચિહ્ન ૬:૩૮
તેથી ઈસુએ તેમને કહ્યું, “જાઓ, જઈને તપાસ કરો કે તમારી પાસે કેટલી રોટલી છે.” તપાસ કર્યા પછી તેમણે કહ્યું, “પાંચ રોટલી અને બે માછલી પણ છે.”


ચિહ્ન ૬:૩૯
પછી ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા કરી કે, બધા લોકોને જૂથમાં વહેંચી નાખીને તેમને લીલા ઘાસ પર બેસાડો.


ચિહ્ન ૬:૪૧
પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો. તેમણે રોટલીઓ લીધી, ભાંગી અને લોકોને વહેંચવા માટે પોતાના શિષ્યોને આપી. બે માછલીને પણ તેમણે બધા વચ્ચે વહેંચી.


ચિહ્ન ૬:૪૫
ઈસુએ તરત જ પોતાના શિષ્યોને હોડીમાં આગ્રહ કરી બેસાડયા અને પોતાની અગાઉ સરોવરને સામે કિનારે બેથસૈદા મોકલ્યા; જ્યારે પોતે જનસમુદાયને વિદાય આપી.


ચિહ્ન ૬:૪૬
તેમને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા પર્વત પર ગયા.


ચિહ્ન ૬:૪૭
રાત પડી ત્યારે હોડી સરોવર મયે હતી; જ્યારે ઈસુ જમીન પર એકલા હતા.


ચિહ્ન ૬:૪૮
ઈસુને ખબર પડી કે તેમના શિષ્યોને સામા પવનને કારણે હોડી હંકારવામાં મુશ્કેલી પડે છે; તેથી સવારના ત્રણથી છ સુધીના સમયમાં તે પાણી પર ચાલીને તેમની પાસે ગયા.


ચિહ્ન ૬:૫૦
કારણ, બધા તેમને જોતાં જ ગભરાઈ ગયા. ઈસુએ તેમને તરત જ કહ્યું, “હિંમત રાખો, એ તો હું છું; બીશો નહિ.”


ચિહ્ન ૬:૫૪
તેઓ હોડીમાંથી ઊતર્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢયા.


ચિહ્ન ૬:૫૫
તેથી તેઓ આખા પ્રદેશમાં ફરી વળ્યા, અને જ્યાં ઈસુ જતા હોય ત્યાં બીમાર માણસોને તેમની પથારીમાં લાવવા લાગ્યા.


ચિહ્ન ૬:૫૬
ગામડાંઓમાં, શહેરોમાં કે પરાંઓમાં જ્યાં જ્યાં ઈસુ ગયા ત્યાં ત્યાં લોકો તેમનાં માંદાઓને ચોકમાં લાવતા, અને ઈસુના ઝભ્ભાની કોરને સ્પર્શ કરવા દેવા આજીજી કરતા. જેટલા ઝભ્ભાની કોરને સ્પર્શ કરતા તે બધા જ સાજા થઈ જતા હતા.


ચિહ્ન ૭:૧
યરુશાલેમથી આવેલા ફરોશીઓ અને નિયમશાસ્રના કેટલાક શિક્ષકો ઈસુની પાસે એકઠા થયા.


ચિહ્ન ૭:૫
તેથી ફરોશીઓએ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુને પૂછયું, “તમારા શિષ્યો પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજને ન અનુસરતાં અશુદ્ધ હાથે કેમ ખાય છે?”


ચિહ્ન ૭:૬
ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમ ઢોંગીઓ વિષે યશાયાએ કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! તેણે લખેલું છે તેમ, ‘આ લોકો મને શબ્દોથી માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે.


ચિહ્ન ૭:૯
વળી, ઈસુએ કહ્યું, “તમારા પોતાના રિવાજોને પાળવાને માટે અને ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરવાને માટે તમારી પાસે ગજબની યુક્તિ છે.


ચિહ્ન ૭:૧૪
પછી ઈસુએ ફરી જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે બધા મારું સાંભળો અને સમજો.


ચિહ્ન ૭:૧૮
ઈસુએ તેમને કહ્યું, “બીજાની જેમ તમને હજુ પણ સમજ પડતી નથી! બહારથી માણસના પેટની અંદર જતું કંઈપણ માણસને અશુદ્ધ કરતું નથી.


ચિહ્ન ૭:૧૯
કારણ, તે તેના હૃદયમાં નહિ, પણ પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે.” આમ ઈસુએ સર્વ પ્રકારનો ખોરાક ખાવાલાયક ઠરાવ્યો.


ચિહ્ન ૭:૨૪
પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર શહેરની પાસેના પ્રદેશમાં ગયા. તે એક ઘરમાં ગયા, અને પોતે ત્યાં છે એવું કોઈ જાણે તેમ તે ઇચ્છતા ન હતા; પણ તે છૂપા રહી શક્યા નહિ.


ચિહ્ન ૭:૨૫
એક સ્ત્રીની પુત્રીને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તેણે ઈસુ વિષે સાંભળ્યું અને તરત જ તેમની પાસે આવીને તેમને પગે પડી.


ચિહ્ન ૭:૨૬
તે સ્ત્રી બિનયહૂદી હતી અને સિરિયાના ફિનીકિયાની વતની હતી. તેણે પોતાની પુત્રીમાંથી દુષ્ટાત્મા કાઢવા ઈસુને આજીજી કરી.


ચિહ્ન ૭:૨૭
પણ ઈસુએ જવાબ આપ્યો, “પ્રથમ છોકરાંને ખાવા દે; કારણ, છોકરાંની રોટલી કૂતરાંને નાખવી ઉચિત નથી.”


ચિહ્ન ૭:૨૯
તેથી ઈસુએ તેને કહ્યું, “તારા આ જવાબને કારણે તું તારે ઘેર જા; તારી પુત્રીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે!”


ચિહ્ન ૭:૩૧
પછી ઈસુ તૂરની નજીકનો પ્રદેશ મૂકીને સિદોન ગયા અને દસનગરના પ્રદેશમાં થઈને ગાલીલ સરોવર પાસે આવી પહોંચ્યા.


ચિહ્ન ૭:૩૨
કેટલાક લોકો તેમની પાસે એક બહેરા-બોબડા માણસને લાવ્યા, અને તેના પર હાથ મૂકવા ઈસુને વિનંતી કરી.


ચિહ્ન ૭:૩૩
તેથી ઈસુ તેને એકલાને જનસમુદાયમાંથી લઈ ગયા, પોતાની આંગળીઓ પેલા માણસના કાનમાં ઘાલી અને થૂંકીને એ માણસની જીભને સ્પર્શ કર્યો.


ચિહ્ન ૭:૩૪
પછી ઈસુએ આકાશ તરફ જોઈને ઊંડો નિસાસો નાખ્યો તથા એ માણસને કહ્યું, “એફફાથા,” અર્થાત્ “ઊઘડી જા.”


ચિહ્ન ૭:૩૬
પછી ઈસુએ બધા લોકોને આજ્ઞા કરી કે કોઈને આ વાત કહેશો નહિ. પણ જેમ જેમ તેમણે વધારે તાકીદ કરી તેમ તેમ લોકોએ તેમના સંબંધી વિશેષ જાહેરાત કરી.


ચિહ્ન ૮:૧
એ દિવસોમાં ફરીવાર વિશાળ જનસમુદાય એકઠો થયો. તેમની પાસે ખોરાક ખલાસ થઈ ગયો, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું,


ચિહ્ન ૮:૫
ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેમણે જવાબ આપ્યો, “સાત.”


ચિહ્ન ૮:૭
તેમની પાસે થોડીક નાની માછલીઓ પણ હતી. ઈસુએ તેમને માટે પણ આભાર માન્યો અને તે પણ પોતાના શિષ્યોને પીરસવાનું કહ્યું.


ચિહ્ન ૮:૯
ત્યાં લગભગ ચાર હજાર માણસો હતા. પછી શિષ્યોએ વધેલા ટુકડાઓની સાત ટોપલીઓ ભરી. ઈસુએ લોકોને વિદાય કર્યા,


ચિહ્ન ૮:૧૧
કેટલાક ફરોશીઓ ઈસુની પાસે આવીને વિવાદ કરવા લાગ્યા. તેઓ તેમને ફસાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની સંમતિ છે તેના પુરાવા તરીકે ચમત્કાર કરવા તેમણે તેમને જણાવ્યું.


ચિહ્ન ૮:૧૨
ઈસુએ ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, “આ જમાનાના લોકો પુરાવા તરીકે ચમત્કાર કેમ માગે છે? હું તમને સાચે જ કહું છું કે આ લોકોને એવો કોઈ પુરાવો આપવામાં આવશે નહિ.”


ચિહ્ન ૮:૧૫
ઈસુએ તેમને ચેતવણી આપતાં કહ્યું, “યાન રાખો અને ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધ રહો.”


ચિહ્ન ૮:૧૭
તેઓ જે કહેતા હતા તે ઈસુ જાણતા હોવાથી તેમણે તેમને પૂછયું, “તમારી પાસે રોટલી નથી એની ચર્ચા શા માટે કરો છો? હજી સુધી શું તમને સૂઝતું નથી? હજી તમે સમજતા નથી? શું તમારાં મન સાવ જડ થઈ ગયાં છે?


ચિહ્ન ૮:૨૦
વળી, ઈસુએ પૂછયું, “મેં જ્યારે ચાર હજાર લોકો માટે સાત રોટલી ભાંગી ત્યારે તમે વધેલા ટુકડા ભરેલી કેટલી ટોપલી ઉઠાવી હતી?” તેમણે કહ્યું, “સાત.”


ચિહ્ન ૮:૨૨
તેઓ બેથસૈદામાં આવ્યા. ત્યાં કેટલાક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા અને તેમને વિનંતી કરી કે તમે આને સ્પર્શ કરો.


ચિહ્ન ૮:૨૩
ઈસુ આંધળા માણસનો હાથ પકડીને તેને ગામ બહાર દોરી ગયા. એ માણસની આંખો પર થૂંકીને પોતાના હાથ તેના પર મૂક્યા, અને તેને પૂછયું, “તને કંઈ દેખાય છે?”


ચિહ્ન ૮:૨૫
ઈસુએ ફરીથી પોતાના હાથ એ માણસની આંખો ઉપર મૂક્યા. આ વખતે એ માણસ ધારી ધારીને જોવા લાગ્યો. તેની દૃષ્ટિ તેને પાછી મળી, અને તેને બધું સ્પષ્ટ દેખાયું.


ચિહ્ન ૮:૨૬
પછી ઈસુએ તેને ઘેર જવા વિદાય કરતાં કહ્યું, “આ ગામમાં પાછો જઈશ નહિ.”


ચિહ્ન ૮:૨૭
પછી ઈસુ અને તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીનાં ગામડાંઓમાં ગયા. રસ્તે જતાં તેમણે તેમને પૂછયું, “હું કોણ છું એ વિષે લોકો શું કહે છે?” તેમણે કહ્યું, “કેટલાક કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; કેટલાક કહે છે કે તમે એલિયા છો; જ્યારે બીજા કેટલાક કહે છે કે તમે ઈશ્વરના સંદેશવાહકોમાંના કોઈએક છો.”


ચિહ્ન ૮:૩૦
ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, “મારા વિષે કોઈને કશું કહેશો નહિ.”


ચિહ્ન ૮:૩૧
પછી ઈસુ પોતાના શિષ્યોને શીખવવા લાગ્યા: “માનવપુત્રે ઘણું દુ:ખ સહેવું, અને આગેવાનો, મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકોથી તિરસ્કાર પામવો, મારી નંખાવું અને ત્રીજે દિવસે સજીવન થવું એ જરૂરી છે.”


ચિહ્ન ૮:૩૩
પણ ઈસુએ પાછા ફરીને પોતાના શિષ્યો તરફ જોયું, અને પિતરને ધમકાવ્યો. તેમણે કહ્યું, “શેતાન, દૂર હટ! તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહિ!”


ચિહ્ન ૮:૩૪
પછી ઈસુએ જનસમુદાયને અને પોતાના શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જો કોઈ મારી પાછળ ચાલવા માગે, તો તેણે પોતાની જાતનો નકાર કરવો, પોતાનો ક્રૂસ ઊંચકવો અને મને અનુસરવું.


ચિહ્ન ૯:૨
છ દિવસ પછી ઈસુ માત્ર પિતર, યાકોબ અને યોહાનને લઈને એક ઊંચા પર્વત પર એક્ંતમાં ગયા. તેઓ જોતા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું,


ચિહ્ન ૯:૪
પછી એ ત્રણ શિષ્યોએ એલિયા અને મોશેને ઈસુની સાથે વાતો કરતા જોયા


ચિહ્ન ૯:૫
પિતર ઈસુને સંબોધતાં બોલી ઊઠયો, “ગુરુજી, આપણે અહીં છીએ એ સારું છે. અમે ત્રણ તંબુ બનાવીશું: એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.”


ચિહ્ન ૯:૮
તેમણે તરત જ આજુબાજુ જોયું, પણ માત્ર ઈસુ સિવાય પોતાની સાથે બીજા કોઈને જોયા નહિ.


ચિહ્ન ૯:૯
તેઓ પર્વત પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા આપી, “તમે જે જોયું છે તે અંગે માનવપુત્ર મરણમાંથી સજીવન થાય નહિ ત્યાં સુધી કોઈને કહેતા નહિ.”


ચિહ્ન ૯:૧૧
અને તેમણે ઈસુને પૂછયું, “એલિયાએ પહેલાં આવવું જોઈએ તેવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ કહે છે?”


ચિહ્ન ૯:૧૨
ઈસુએ તેમને કહ્યું, “સર્વ બાબતોની પૂર્વ તૈયારીને માટે ખરેખર એલિયા પહેલો આવે છે; પણ માનવપુત્રે ઘણું દુ:ખ સહન કરવું અને તિરસ્કાર પામવો જોઈએ એવું ધર્મશાસ્ત્ર કેમ કહે છે?


ચિહ્ન ૯:૧૫
ઈસુને જોતાંની સાથે લોકો ખૂબ આશ્ર્વર્યમાં પડી ગયા અને દોડીને તેમને પ્રણામ કર્યા.


ચિહ્ન ૯:૧૬
ઈસુએ પોતાના શિષ્યોને પૂછયું, “તમે તેમની સાથે શી ચર્ચા કરો છો?”


ચિહ્ન ૯:૧૯
ઈસુએ તેમને કહ્યું, “તમે કેવા અવિશ્વાસુ લોકો છો! તમારી સાથે મારે ક્યાં સુધી રહેવું? મારે ક્યાં સુધી તમારું સહન કરવું? છોકરાને મારી પાસે લાવો!”


ચિહ્ન ૯:૨૦
તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, ઈસુને જોતાંની સાથે જ દુષ્ટાત્માએ છોકરાને તાણ આણી; તેથી તે જમીન પર પડી જઈ મોંમાંથી ફીણ કાઢતો આળોટવા લાગ્યો.


ચિહ્ન ૯:૨૧
ઈસુએ છોકરાના પિતાને પૂછયું, “આને આવું ક્યારથી થાય છે?” તેણે જવાબ આપ્યો, “બાળપણથી જ.


ચિહ્ન ૯:૨૩
ઈસુએ કહ્યું, “‘જો તમારાથી બની શકે તો!’ વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શકાય છે.”


ચિહ્ન ૯:૨૫
ઈસુએ ટોળાને તેમની તરફ ઝડપથી ધસી આવતું જોયું, તેથી તેમણે દુષ્ટાત્માને હુકમ કરતાં કહ્યું, “બહેરા અને મૂંગાં બનાવનાર આત્મા, હું તને હુકમ કરું છું કે તું છોકરામાંથી બહાર નીકળી જા, અને ફરી કદી તેનામાં પ્રવેશ ન કર!”


ચિહ્ન ૯:૨૭
પણ ઈસુએ છોકરાનો હાથ પકડીને તેને ઊભો કર્યો એટલે તે ઊભો થયો.


ચિહ્ન ૯:૨૮
ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ ખાનગીમાં પૂછયું, “અમે એ દુષ્ટાત્માને કેમ કાઢી ન શક્યા?”


ચિહ્ન ૯:૨૯
ઈસુએ જવાબ આપ્યો, “આ જાતના દુષ્ટાત્માઓ માત્ર પ્રાર્થના દ્વારા જ કાઢી શકાય છે; બીજા કોઈ ઉપાયથી નહિ.”


ચિહ્ન ૯:૩૦
ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને પસાર થતા હતા. પોતે ક્યાં છે એવું કોઈ ન જાણે એવી ઈસુની ઇચ્છા હતી.


ચિહ્ન ૯:૩૩
તેઓ કાપરનાહૂમમાં આવી પહોંચ્યા, અને ઘરમાં ગયા પછી ઈસુએ તેમના શિષ્યોને પૂછયું, “રસ્તે ચાલતાં તમે શાની ચર્ચા કરતા હતા?”


ચિહ્ન ૯:૩૫
ઈસુ બેઠા અને પોતાના બારે શિષ્યોને બોલાવીને કહ્યું, “તમારામાં જે પ્રથમ થવા માગે તેણે પોતાને સૌથી છેલ્લો રાખવો અને બધાના સેવક થવું.”


ચિહ્ન ૯:૩૯
ઈસુએ તેમને કહ્યું, “તેને અટકાવશો નહિ; કારણ, કોઈપણ માણસ મારે નામે ચમત્કાર કર્યા પછી તરત જ મારી વિરુદ્ધ ભૂંડી વાતો બોલી શક્તો નથી.


ચિહ્ન ૧૦:૧
પછી ત્યાંથી નીકળીને ઈસુ યર્દન નદીની પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. લોકોનાં ટોળેટોળાં તેમની પાસે આવ્યાં અને તે તેમને હંમેશની માફક શીખવવા લાગ્યા.


ચિહ્ન ૧૦:૩
ઈસુએ તેમને સામો સવાલ કર્યો, “મોશેએ તમને કેવી આજ્ઞા આપી છે?”


ચિહ્ન ૧૦:૫
ઈસુએ તેમને જવાબ આપ્યો, “મોશેએ તો આ આજ્ઞા તમારાં મન કઠોર હોવાથી આપી.


ચિહ્ન ૧૦:૧૦
તેઓ ઘરમાં ગયા, ત્યારે શિષ્યોએ ઈસુને આ બાબત અંગે પૂછયું.


ચિહ્ન ૧૦:૧૩
કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા કે તે તેમને માથે હાથ મૂકે; પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા.


ચિહ્ન ૧૦:૧૪
ઈસુ એ જોઈને ગુસ્સે ભરાયા અને તેમણે શિષ્યોને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.


ચિહ્ન ૧૦:૧૭
ઈસુ રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે એક માણસ દોડતો આવ્યો અને તેણે તેમને પગે પડીને પૂછયું, “ઉત્તમ શિક્ષક, સાર્વકાલિક જીવન પામવા મારે શું કરવું જોઈએ?”


ચિહ્ન ૧૦:૧૮
ઈસુએ તેને પૂછયું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એકમાત્ર ઈશ્વર વિના બીજું કોઈ ઉત્તમ નથી.


ચિહ્ન ૧૦:૨૧
ઈસુએ તેની સામે પ્રેમપૂર્વક જોઈને કહ્યું, “તારે એક વાતની જરૂર છે. જા, જઈને તારું સર્વ વેચી દે અને તારા પૈસા ગરીબોને આપી દે; તને સ્વર્ગમાં સમૃદ્ધિ મળશે. પછી આવીને મને અનુસર.”


ચિહ્ન ૧૦:૨૩
ઈસુએ આજુબાજુ નજર ફેરવતાં પોતાના શિષ્યોને કહ્યું, “ધનવાન માણસો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશ મેળવવાનું કેટલું મુશ્કેલ છે!”


ચિહ્ન ૧૦:૨૪
શિષ્યો એ શબ્દો સાંભળી ચોંકી ઊઠયા, પણ ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “મારાં બાળકો, ઈશ્વરના રાજમાં પેસવું એ કેટલું અઘરું છે!


ચિહ્ન ૧૦:૨૭
ઈસુએ તેમની સામું જોઈને કહ્યું, “માણસો માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે નહિ; ઈશ્વરને માટે તો બધું જ શકાય છે.”


ચિહ્ન ૧૦:૨૯
ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારે લીધે અને શુભસંદેશને લીધે ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા, છોકરાં કે ખેતરોનો ત્યાગ કરે છે,


ચિહ્ન ૧૦:૩૨
હવે તેઓ યરુશાલેમને માર્ગે હતા. ઈસુ શિષ્યોની આગળ ચાલતા હતા. શિષ્યો સ્તબ્ધ થઈ ગયા હતા; પાછળ ચાલનાર લોકો ભયભીત હતા. ફરીવાર ઈસુએ બાર શિષ્યોને બાજુએ લઈ જઈને પોતા પર જે વીતવાનું હતું તે અંગે કહ્યું.


ચિહ્ન ૧૦:૩૫
પછી ઝબદીના દીકરાઓ યાકોબ અને યોહાન ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, “ગુરુજી, તમે અમારી એક ઇચ્છા પૂરી કરો એવી અમારી માંગણી છે.”


ચિહ્ન ૧૦:૩૬
ઈસુએ તેમને પૂછયું, “હું તમારે માટે શું કરું? તમારી શી માંગણી છે?”


ચિહ્ન ૧૦:૩૮
ઈસુએ તેમને કહ્યું, “તમે શું માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે શું તમે પી શકો છો? મારે જે રીતે બાપ્તિસ્મા પામવાનું છે તે રીતે શું તમે બાપ્તિસ્મા પામી શકો છો?”


ચિહ્ન ૧૦:૩૯
તેમણે જવાબ આપ્યો, “હા, અમે તેમ કરી શકીએ છીએ.” ઈસુએ તેમને કહ્યું, “જે પ્યાલો મારે પીવો જોઈએ, તે તમે પીશો ખરા, અને જે બાપ્તિસ્મા મારે લેવું જોઈએ તે બાપ્તિસ્મા તમે લેશો ખરા,


ચિહ્ન ૧૦:૪૨
તેથી ઈસુએ બધાને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જેમને પરદેશીઓ પર સત્તા ચલાવવાની હોય છે, તેઓ લોકો પર દમન ગુજારે છે, અને સત્તાધીશો તેમની પર અધિકાર ચલાવે છે.


ચિહ્ન ૧૦:૪૬
તેઓ યરીખોમાં આવ્યા. ઈસુ પોતાના શિષ્યો તથા મોટા ટોળા સાથે યરીખોથી નીકળતા હતા, ત્યારે તિમાયનો દીકરો અંધ બાર્તિમાય રસ્તે ભીખ માગતો બેઠો હતો.


ચિહ્ન ૧૦:૪૭
જ્યારે તેને ખબર પડી કે એ તો નાઝારેથના ઈસુ છે ત્યારે તે બૂમો પાડવા લાગ્યો, “ઈસુ, દાવિદના પુત્ર, મારા પર દયા કરો!” ઘણાએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું.


ચિહ્ન ૧૦:૪૯
ઈસુએ ઊભા રહીને કહ્યું, “તેને બોલાવો.” તેથી તેમણે એ આંધળા માણસને બોલાવીને કહ્યું, “હિંમત રાખ; ઊભો થા; ઈસુ તને બોલાવે છે.”


ચિહ્ન ૧૦:૫૦
તેણે પોતાનો ઝભ્ભો ફેંકી દીધો, તે કૂદીને ઊઠયો અને ઈસુ પાસે આવ્યો.


ચિહ્ન ૧૦:૫૧
ઈસુએ તેને પૂછયું, “તારી શી ઇચ્છા છે? તારે માટે હું શું કરું?” અંધજને જવાબ આપ્યો, “ગુરુજી, મારે દેખતા થવું છે.”


ચિહ્ન ૧૦:૫૨
ઈસુએ તેને કહ્યું, “જા, તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે.” તે તરત જ દેખતો થયો, અને માર્ગમાં ઈસુની પાછળ ચાલવા લાગ્યો.


ચિહ્ન ૧૧:૨
ઈસુએ પોતાના બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા: “તમે સામેના ગામમાં જાઓ; તેમાં પેસતાં જ તમને જેના પર હજુ કોઈએ સવારી કરી નથી તેવો વછેરો બાંધેલો મળશે. તેને છોડીને અહીં લાવો.


ચિહ્ન ૧૧:૬
ઈસુએ તેમને જેમ કહ્યું હતું તેમ જ તેમણે જવાબ આપ્યો. તેથી તેમણે તેમને જવા દીધા.


ચિહ્ન ૧૧:૭
તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યા, પોતાનાં વસ્ત્ર એ પ્રાણી પર નાખ્યાં એટલે ઈસુ તે પર સવાર થયા.


ચિહ્ન ૧૧:૧૧
ઈસુ યરુશાલેમમાં દાખલ થઈ મંદિરમાં ગયા અને ચોતરફ નજર ફેરવી બધું જોયું. પણ મોડું થઈ ગયું હોવાથી તે પોતાના બાર શિષ્યો સાથે બેથાનિયા જતા રહ્યા.


ચિહ્ન ૧૧:૧૨
બીજે દિવસે તેઓ બેથાનિયાથી પાછા ફરતા હતા, ત્યારે ઈસુને ભૂખ લાગી.


ચિહ્ન ૧૧:૧૪
ઈસુએ અંજીરીને કહ્યું, “હવે કોઈ તારા પરથી કદી ફળ ખાશે નહિ.” શિષ્યોએ એ સાંભળ્યું.


ચિહ્ન ૧૧:૧૫
તેઓ યરુશાલેમ આવ્યા એટલે ઈસુ મંદિરમાં ગયા અને બધા ખરીદનારા અને વેચનારાઓને બહાર કાઢી મૂકવા લાગ્યા. તેમણે શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળી નાખ્યાં,


ચિહ્ન ૧૧:૧૮
મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ એ સાંભળ્યું, તેથી તેઓ ઈસુને મારી નાખવાનો લાગ શોધવા લાગ્યા. પણ તેઓ ઈસુથી ડરતા હતા; કારણ, જનસમુદાય તેમના ઉપદેશથી આશ્ર્વર્ય પામ્યો હતો.


ચિહ્ન ૧૧:૧૯
સાંજ પડતાં ઈસુ તથા તેમના શિષ્યો શહેર બહાર ચાલ્યા ગયા.


ચિહ્ન ૧૧:૨૧
જે બન્યું હતું તે પિતરને યાદ આવ્યું. તેણે ઈસુને કહ્યું, “ગુરુજી, જુઓ તો ખરા, તમે જેને શાપ આપેલો તે અંજીરી સુકાઈ ગઈ છે!”


ચિહ્ન ૧૧:૨૨
ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું:


ચિહ્ન ૧૧:૨૭
તેઓ યરુશાલેમ પાછા આવ્યા. ઈસુ મંદિરમાં ફરતા હતા ત્યારે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનો તેમની પાસે આવ્યા.


ચિહ્ન ૧૧:૨૯
ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને એક પ્રશ્ર્ન પૂછીશ અને જો તમે મને તેનો જવાબ આપશો તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે તમને કહીશ.


ચિહ્ન ૧૧:૩૩
તેથી તેમણે ઈસુને જવાબ આપ્યો, “અમને ખબર નથી.” ઈસુએ તેમને કહ્યું, “તો પછી હું પણ કયા અધિકારથી આ કાર્યો કરું છું તે તમને નહિ જણાવું.”


ચિહ્ન ૧૨:૧
પછી ઈસુએ તેમની સાથે ઉદાહરણો દ્વારા વાત કરી: “એક માણસે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. પછી એ દ્રાક્ષવાડી ખેડૂતોને ભાગે આપીને તે પરદેશ મુસાફરીએ ગયો.


ચિહ્ન ૧૨:૯
ઈસુએ પૂછયું, “તો હવે દ્રાક્ષવાડીનો માલિક શું કરશે? તે આવીને એ માણસોને મારી નાખશે અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.


ચિહ્ન ૧૨:૧૨
યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; કારણ, તેમને ખબર પડી ગઈ કે તેમણે તેમની વિરુદ્ધ જ એ ઉદાહરણ કહ્યું હતું. છતાં લોકોથી ડરતા હોવાને લીધે તેઓ તેમને મૂકીને જતા રહ્યા.


ચિહ્ન ૧૨:૧૩
પછી તેમણે કેટલાક ફરોશીઓ અને હેરોદના પક્ષના સભ્યોને ઈસુને પ્રશ્ર્નો પૂછી ફસાવવા મોકલ્યા.


ચિહ્ન ૧૨:૧૫
પણ ઈસુ તેમની ચાલાકી સમજી ગયા, એટલે તેમણે જવાબ આપ્યો, “તમે મને ફસાવવા માગો છો? ચાંદીનો એક સિક્કો લાવો, અને મને તે જોવા દો.”


ચિહ્ન ૧૨:૧૭
તેથી ઈસુએ કહ્યું, “જે રોમન સમ્રાટનું છે, તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે, તે ઈશ્વરને ભરી દો.” એ સાંભળીને તેઓ આભા જ બની ગયા.


ચિહ્ન ૧૨:૧૮
લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનારા સાદૂકીઓ ઈસુ પાસે આવ્યા.


ચિહ્ન ૧૨:૨૪
ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે કેવી ભૂલ કરો છો! શા માટે ભૂલ કરો છો તે જાણો છો? એટલા જ માટે કે ધર્મશાસ્ત્ર તથા ઈશ્વરનું સામર્થ્ય તમે જાણતા નથી.


ચિહ્ન ૧૨:૨૮
નિયમશાસ્ત્રનો એક શિક્ષક એ ચર્ચા સાંભળતો હતો. તેણે જોયું કે ઈસુએ સાદુકીઓને યોગ્ય જવાબ આપ્યો, તેથી તે તેમની પાસે બીજો એક પ્રશ્ર્ન લઈ આવ્યો, “બધી આજ્ઞાઓમાં સૌથી અગત્યની કઈ?”


ચિહ્ન ૧૨:૨૯
ઈસુએ કહ્યું, “સૌથી વધુ અગત્યની આજ્ઞા આ છે: ‘હે ઇઝરાયલ, સાંભળ! પ્રભુ આપણા ઈશ્વર એકમાત્ર પ્રભુ છે.


ચિહ્ન ૧૨:૩૨
નિયમશાસ્ત્રના શિક્ષકે ઈસુને કહ્યું, “વાહ, ગુરુજી, તમે કહો છો એ સાચું છે કે, એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે અને તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


ચિહ્ન ૧૨:૩૪
ઈસુએ જોયું કે તેણે સમજણપૂર્વક જવાબ આપ્યો છે તેથી તેમણે તેને કહ્યું, “તું ઈશ્વરના રાજથી દૂર નથી.” એ પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્ર્નો પૂછવાની હિંમત કરી નહિ.


ચિહ્ન ૧૨:૩૫
મંદિરમાં બોધ કરતી વખતે ઈસુએ પ્રશ્ર્ન પૂછયો, “મસીહ દાવિદનો પુત્ર હશે એવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ શીખવે છે?


ચિહ્ન ૧૨:૩૭
દાવિદ પોતે તેને પ્રભુ કહે છે; તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?” વિશાળ જનસમુદાય ઈસુને રસપૂર્વક સાંભળતો હતો.


ચિહ્ન ૧૨:૪૧
ઈસુ મંદિરના ભંડારની સામે બેસીને ભંડારમાં પૈસા નાખતા લોકોને જોતા હતા. ધનવાન માણસો તેમાં ઘણા પૈસા નાખતા હતા.


ચિહ્ન ૧૩:૧
ઈસુ મંદિરમાંથી નીકળતા હતા, ત્યારે તેમના એક શિષ્યે કહ્યું, “ગુરુજી, જુઓ તો ખરા, કેવા સુંદર પથ્થરો અને કેવાં ભવ્ય મકાનો!”


ચિહ્ન ૧૩:૨
ઈસુએ જવાબ આપ્યો, “શું તું આ મોટાં બાંધક્મ જુએ છે? એમનો એક પણ પથ્થર એની જગ્યાએ રહેવા દેવાશે નહિ; તેમાંનો એકેએક તોડી પાડવામાં આવશે.”


ચિહ્ન ૧૩:૩
ઈસુ મંદિરની સામે ઓલિવ પર્વત પર બેઠા હતા ત્યારે પિતર, યાકોબ, યોહાન અને આંદ્રિયા તેમની પાસે આવ્યા અને તેમણે ખાનગીમાં પૂછયું,


ચિહ્ન ૧૩:૫
ઈસુએ તેમને કહ્યું, “સાવધ રહો, કોઈ તમને છેતરી ન જાય.


ચિહ્ન ૧૪:૧
બે દિવસ પછી પાસ્ખા અને ખમીર વગરની રોટલીનું પર્વ હતું. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો છળકપટથી ઈસુની ધરપકડ કરવાનો અને તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.


ચિહ્ન ૧૪:૩
ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા. તે જમવા બેઠા હતા તેવામાં એક સ્ત્રી આરસપાણની શીશીમાં જટામાંસીનું ખૂબ કીમતી અસલ અત્તર લઈને આવી. તેણે શીશી ભાંગીને અત્તર ઈસુના માથા પર રેડયું.


ચિહ્ન ૧૪:૬
પણ ઈસુએ તેમને કહ્યું, “તેને કરવું હોય તેમ કરવા દો. તેને હેરાન શા માટે કરો છો? તેણે મારે માટે ઉમદા ક્મ કર્યું છે.


ચિહ્ન ૧૪:૧૦
પછી બાર શિષ્યોમાંનો યહૂદા ઈશ્કારિયોત ઈસુને મુખ્ય યજ્ઞકારોના હાથમાં સોંપી દેવાના ઇરાદાથી તેમની પાસે ગયો.


ચિહ્ન ૧૪:૧૧
તેઓ તેનું સાંભળીને રાજીરાજી થઈ ગયા, અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધવા લાગ્યો.


ચિહ્ન ૧૪:૧૨
ખમીર વગરની રોટલીના પર્વને પહેલે દિવસે, એટલે કે પાસ્ખાભોજન માટે યજ્ઞપશુ અર્પણ કરવાને દિવસે ઈસુના શિષ્યોએ તેમને પૂછયું, “અમે તમારે માટે પાસ્ખાભોજનની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” ત્યારે ઈસુએ તેઓમાંના બેને આવી સૂચના આપી મોકલ્યા:


ચિહ્ન ૧૪:૧૫
પછી તે તમને ઉપલે માળે સજાવેલો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં તમે આપણે માટે તૈયારી કરજો.” શિષ્યો ચાલી નીકળ્યા અને શહેરમાં આવ્યા તો ઈસુએ તેમને કહ્યું હતું તે જ પ્રમાણે તેમને મળ્યું;


ચિહ્ન ૧૪:૧૭
સાંજ પડી ત્યારે ઈસુ બાર શિષ્યોની સાથે ત્યાં આવી પહોંચ્યા.


ચિહ્ન ૧૪:૧૮
તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ જણાવ્યું, “હું તમને સાચે જ કહું છું: તમારામાંનો એક, જે મારી સાથે જમે છે તે, મને બીજાના હાથમાં પકડાવી દેશે.”


ચિહ્ન ૧૪:૨૦
ઈસુએ જવાબ આપ્યો, “એ તો તમારા બારમાંનો એક, જે મારી થાળીમાં રોટલી બોળીને ખાય છે તે જ તે છે.


ચિહ્ન ૧૪:૨૨
તેઓ જમતા હતા ત્યારે ઈસુએ રોટલી લીધી, ઈશ્વરની સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપીને કહ્યું, “લો, આ મારું શરીર છે.”


ચિહ્ન ૧૪:૨૪
ઈસુએ કહ્યું, “ઈશ્વરના કરારને મંજૂર કરનારું આ મારું રક્ત છે. તે ઘણાને માટે વહેવડાવવામાં આવે છે.


ચિહ્ન ૧૪:૨૭
ઈસુએ તેમને કહ્યું, “તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે; કારણ, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’


ચિહ્ન ૧૪:૩૦
ઈસુએ પિતરને કહ્યું, “હું તને સાચે જ કહું છું: આજ રાત્રે કૂકડો બે વાર બોલે તે પહેલાં તું ત્રણ વાર કહેશે કે તું મને ઓળખતો નથી.”


ચિહ્ન ૧૪:૩૨
તેઓ ગેથસેમાને નામની વાડીમાં આવ્યા ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહે છે, “હું પ્રાર્થના કરીને આવું ત્યાં સુધી તમે અહીં બેસો.”


ચિહ્ન ૧૪:૪૦
પછી તેમણે પાછા આવીને શિષ્યોને ઊંઘતા જોયા. કારણ, શિષ્યોની આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ હતી અને ઈસુને શો જવાબ આપવો તે તેમને સૂઝયું નહિ.


ચિહ્ન ૧૪:૪૩
હજુ તો ઈસુ બોલતા હતા એટલામાં જ બાર શિષ્યોમાંનો એક એટલે યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનોએ મોકલેલા, તલવાર અને લાઠીઓ લઈને આવેલા માણસોનું ટોળું હતું.


ચિહ્ન ૧૪:૪૫
યહૂદા આવતાંની સાથે જ ઈસુ પાસે ગયો અને કહ્યું, “ગુરુજી!”


ચિહ્ન ૧૪:૪૬
અને પછી તેમને ચુંબન કર્યું. તેથી તેમણે ઈસુને પકડી લીધા.


ચિહ્ન ૧૪:૪૮
ત્યારે ઈસુ બોલી ઊઠયા, “હું જાણે કે બળવાખોર હોઉં તેમ તમે મને તલવાર અને લાઠીઓ લઈ પકડવા આવ્યા છો?


ચિહ્ન ૧૪:૫૧
એક જુવાન પોતાના ઉઘાડા શરીરે અળસીરેસાની ચાદર ઓઢીને ઈસુની પાછળ પાછળ ચાલતો હતો.


ચિહ્ન ૧૪:૫૩
પછી તેઓ ઈસુને પ્રમુખ યજ્ઞકારને ઘેર લઈ ગયા, ત્યાં બધા મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા હતા. પિતર થોડે અંતરે રહી પાછળ ચાલતો હતો.


ચિહ્ન ૧૪:૫૫
મુખ્ય યજ્ઞકારો અને આખી ન્યાયસભાએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધની સાક્ષી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને કંઈ પુરાવો મળ્યો નહિ.


ચિહ્ન ૧૪:૫૬
ઘણા સાક્ષીઓએ ઈસુ વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરી, પણ તેમની જુબાની મળતી આવતી ન હતી.


ચિહ્ન ૧૪:૫૭
પછી કેટલાંક માણસોએ ઊભા થઈને ઈસુની વિરુદ્ધ આવી જુઠ્ઠી જુબાની આપી:


ચિહ્ન ૧૪:૬૧
પણ ઈસુ ચૂપ રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા નહિ. પ્રમુખ યજ્ઞકારે ફરીથી તેમને પ્રશ્ર્ન પૂછયો, “શું તું મસીહ, સ્તુત્ય ઈશ્વરનો પુત્ર છે?”


ચિહ્ન ૧૪:૬૨
ઈસુએ જવાબ આપ્યો, “હા, હું છું; અને તમે માનવપુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બિરાજેલો તથા આકાશનાં વાદળો સહિત આવતો જોશો!”


ચિહ્ન ૧૪:૬૫
કેટલાક ઈસુ પર થૂંકવા લાગ્યા, અને તેમણે તેમનું મુખ ઢાંકીને માર માર્યો, અને પૂછયું, “તું સંદેશવાહક હોય તો શોધી કાઢ કે તને કોણે માર્યો?” સંરક્ષકો પણ તેમના પર તમાચા મારતાં તૂટી પડયા.


ચિહ્ન ૧૪:૬૭
તેણે પિતરને તાપતો જોઈને તેની સામે નિહાળીને કહ્યું, “તું પણ નાઝારેથના ઈસુની સાથે હતો.”


ચિહ્ન ૧૪:૭૨
બરાબર એ જ સમયે કૂકડો બીજીવાર બોલ્યો, એટલે પિતરને ઈસુના કહેલા શબ્દો યાદ આવ્યા: “કૂકડો બે વાર બોલે તે પહેલાં તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી તે હૈયાફાટ રડી પડયો.


ચિહ્ન ૧૫:૧
વહેલી સવારે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને ન્યાયસભાના બાકીના સભ્યો ઉતાવળે મળ્યા અને તેમની યોજના ઘડી કાઢી. તેઓ ઈસુને સાંકળે બાંધી લઈ ગયા અને તેમને પિલાતને સોંપી દીધા.


ચિહ્ન ૧૫:૨
પિલાતે તેમને પ્રશ્ર્ન કર્યો, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે જ તે પ્રમાણે કહો છો.”


ચિહ્ન ૧૫:૩
મુખ્ય યજ્ઞકારોએ ઘણી બાબતો અંગે ઈસુની સામે આરોપ મૂક્યા.


ચિહ્ન ૧૫:૫
ઈસુએ બચાવમા કંઈ કહ્યું નહિ, અને તેથી પિલાતને આશ્ર્વર્ય થયું.


ચિહ્ન ૧૫:૧૦
તેને બરાબર ખબર હતી કે મુખ્ય યજ્ઞકારોએ તેમની અદેખાઈને લીધે જ ઈસુને સોંપ્યા હતા.


ચિહ્ન ૧૫:૧૧
પણ મુખ્ય યજ્ઞકારોએ ઈસુને બદલે બારાબાસને છોડી મૂકવાની માગણી કરવા ટોળાને ઉશ્કેર્યું.


ચિહ્ન ૧૫:૧૫
પિલાત લોકોના ટોળાને ખુશ કરવા માગતો હતો, તેથી તેણે બારાબાસને છોડી મૂક્યો. પછી ઈસુને કોરડાનો સખત માર મરાવ્યો, અને તેમને ક્રૂસે જડવા સોંપણી કરી.


ચિહ્ન ૧૫:૧૬
સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલના ચોકમાં લઈ ગયા અને ટુકડીના બાકીનાઓને પણ બોલાવ્યા.


ચિહ્ન ૧૫:૧૭
તેમણે ઈસુને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો, કાંટાળી ડાળીઓનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો.


ચિહ્ન ૧૫:૨૧
રસ્તે જતાં જતાં ગામડેથી શહેરમાં આવતો સિમોન નામનો એક માણસ તેમને મળ્યો, અને તેમણે તેની પાસે ઈસુનો ક્રૂસ બળજબરીથી ઊંચકાવ્યો. (આ સિમોન તો કુરેનીનો વતની હતો અને એલેકઝાંડર તથા રૂફસનો પિતા હતો).


ચિહ્ન ૧૫:૨૨
તેઓ ઈસુને ‘ગલગથા’ અર્થાત્ ‘ખોપરીની જગા’એ લાવ્યા.


ચિહ્ન ૧૫:૨૩
ત્યાં તેમણે તેમને બોળમિશ્રિત દારૂ પીવા આપ્યો. પણ ઈસુએ તે પીવાનો ઇનકાર કર્યો.


ચિહ્ન ૧૫:૨૭
તેમણે ઈસુની સાથે બે લૂંટારાઓને પણ ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ.


ચિહ્ન ૧૫:૨૯
ત્યાં થઈને પસાર થનારાઓ પોતાના માથાં હલાવી ઈસુને મહેણાં મારવા લાગ્યા, “અહો, તું તો મંદિરને પાડી નાખીને તેને ત્રણ દિવસમાં ફરી બાંધવાનું કહેતો હતો ને!


ચિહ્ન ૧૫:૩૧
મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ પણ એ જ પ્રમાણે ઈસુની મશ્કરી કરતાં એકબીજાને કહ્યું, “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શક્તો નથી!


ચિહ્ન ૧૫:૩૪
ત્રણ વાગે ઈસુએ મોટી બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લામા સાબાખ્થાની?” અર્થાત્ “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?”


ચિહ્ન ૧૫:૩૬
એક જણ વાદળી લઈ દોડયો ને તેને સરક્માં બોળીને લાકડીને એક છેડે ચોંટાડીને ઈસુને ચૂસવા આપીને કહ્યું, “જોઈએ તો ખરા, એલિયા તેને ક્રૂસ પરથી ઉતારવા આવે છે કે નહિ.”


ચિહ્ન ૧૫:૩૭
પછી ઈસુએ મોટી બૂમ પાડી અને પ્રાણ છોડયો.


ચિહ્ન ૧૫:૩૯
ઈસુએ કેવી રીતે બૂમ પાડીને પ્રાણ છોડયો તે જોઈને ક્રૂસની પાસે ઊભેલા સૂબેદારે કહ્યું, “ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા!”


ચિહ્ન ૧૫:૪૧
ઈસુ ગાલીલમાં હતા ત્યારથી તેઓ તેમને અનુસરતી હતી અને તેમની સેવા કરતી હતી. ઈસુની સાથે યરુશાલેમ આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.


ચિહ્ન ૧૫:૪૩
તે તો ન્યાયસભાનો માનવંત સભાસદ હતો, અને ઈશ્વરનું રાજ આવવાની રાહ જોતો હતો. એ તો તૈયારીનો દિવસ એટલે કે, વિશ્રામવારની અગાઉનો દિવસ હતો; તેથી યોસેફ હિંમત કરીને પિલાત પાસે ગયો અને તેણે તેની પાસે ઈસુનું શબ માગ્યું.


ચિહ્ન ૧૫:૪૪
ઈસુ મરણ પામ્યા છે એવું જાણીને પિલાતને આશ્ર્વર્ય થયું. તેણે સૂબેદારને બોલાવ્યો અને તેને પૂછયું કે શું ઈસુને મરણ પામ્યાને ઘણો સમય થઈ ગયો છે?


ચિહ્ન ૧૫:૪૭
માગદલાની મિર્યામ અને યોસેની મા મિર્યામ આ બધું નિહાળતાં હતાં, અને ઈસુને ક્યાં મૂક્યા તે તેમણે જોયું.


ચિહ્ન ૧૬:૧
વિશ્રામવાર પૂરો થયા પછી માગદાલાની મિર્યામ, યાકોબની મા મિર્યામ અને શાલોમી ઈસુના શબને લગાડવા માટે સુગંધી દ્રવ્યો ખરીદી લાવ્યાં.


ચિહ્ન ૧૬:૬
તેણે કહ્યું, “ડરશો નહિ, હું જાણું છું કે ક્રૂસે જડવામાં આવેલા નાઝારેથના ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. તેમને સજીવન કરવામાં આવ્યા છે! તેમણે તેમને જ્યાં મૂક્યા હતા તે જગ્યા જુઓ.


ચિહ્ન ૧૬:૯
મરણમાંથી સજીવન કરાયા પછી ઈસુએ રવિવારની વહેલી સવારે પ્રથમ માગદાલાની મિર્યામ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢયા હતા, તેને દર્શન દીધું.


ચિહ્ન ૧૬:૧૧
અને તેથી ઈસુ સજીવન થયા છે અને તેણે તેમને જોયા છે એવું તેણે તેમને કહ્યું ત્યારે તેઓ તેનું માની શક્યા નહિ.


ચિહ્ન ૧૬:૧૨
ત્યાર પછી તેમનામાંના બે જણ ચાલતાં ચાલતાં ગામડે જતા હતા. તેમને ઈસુએ જુદી રીતે દર્શન દીધું.


ચિહ્ન ૧૬:૧૪
એ પછી અગિયાર શિષ્યો જમતા હતા ત્યારે ઈસુએ તેમને દર્શન દીધું. તેમના અવિશ્વાસને લીધે તેમણે તેમને ઠપકો આપ્યો; કારણ, તેઓ એટલા જડ હતા કે જેમણે તેમને જીવતા થયેલા જોયા હતા તેમની પણ વાત માની નહિ.


ચિહ્ન ૧૬:૧૯
શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા.


એલજે ૧:૩૧
કારણ, ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે.


એલજે ૨:૨૧
આઠમે દિવસે છોકરાની સુનન્તનો વિધિ કરવામાં આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. તેનું ગર્ભાધાન થયા અગાઉ દૂતે એ જ નામ આપ્યું હતું.


એલજે ૨:૨૭
આત્માની પ્રેરણાથી શિમયોન મંદિરમાં આવ્યો. મોશેના નિયમશાસ્ત્રમાં ઠરાવેલી ક્રિયા કરવા માટે બાળઈસુના માતાપિતા તેમને મંદિરમાં લાવ્યા હતા.


એલજે ૨:૪૧
ઈસુનાં માતાપિતા પાસ્ખાપર્વ માટે દર વર્ષે યરુશાલેમ જતાં હતાં.


એલજે ૨:૪૨
ઈસુ બાર વર્ષના થયા ત્યારે હંમેશની માફક તેઓ પર્વમાં ગયાં.


એલજે ૨:૪૩
પર્વ પૂરું થયું એટલે તેઓ ઘેર પાછાં વળ્યાં, પણ બાળઈસુ યરુશાલેમમાં જ રોકાયા. તેમનાં માતાપિતાને એ વાતની ખબર નહોતી.


એલજે ૨:૪૮
ઈસુને જોઈને તેમનાં માતાપિતા પણ આશ્ર્વર્ય પામ્યાં, અને તેમની માએ તેમને કહ્યું, “દીકરા, તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? તારા પિતાએ અને મેં તારી કેટલી ચિંતાપૂર્વક શોધ કરી!”


એલજે ૨:૫૧
તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી.


એલજે ૨:૫૨
ઈસુ શરીરમાં તથા જ્ઞાનમાં વૃદ્ધિ પામતા ગયા અને ઈશ્વર તથા માણસોની પ્રસન્‍નતા પ્રાપ્ત કરતા રહ્યા


એલજે ૩:૨૧
બધા લોકોનું બાપ્તિસ્મા કર્યા પછી ઈસુનું પણ બાપ્તિસ્મા કરવામાં આવ્યું. તે પ્રાર્થના કરતા હતા એવામાં આકાશ ખુલ્લું થયું.


એલજે ૩:૨૩
ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા. લોકોની માન્યતા પ્રમાણે ઈસુ યોસેફના પુત્ર છે. ઈસુની વંશાવળી આ પ્રમાણે છે: ઈસુ, યોસેફ, હેલી,


એલજે ૪:૧
ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, અને પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો.


એલજે ૪:૪
ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘માનવી ફક્ત રોટલી પર જ જીવતો નથી.”


એલજે ૪:૮
ઈસુએ તેને જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘પ્રભુ તારા ઈશ્વરની તું ભક્તિ કર અને માત્ર તેમની જ સેવા કર!”


એલજે ૪:૧૨
ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘તારે પ્રભુ તારા ઈશ્વરની ક્સોટી કરવી નહિ.”


એલજે ૪:૧૩
ઈસુનું બધી રીતે પ્રલોભન કરી ચૂક્યા પછી શેતાન કેટલીક મુદત સુધી તેમની પાસેથી ગયો.


એલજે ૪:૧૪
પછી ઈસુ ગાલીલ પાછા ફર્યા, અને પવિત્ર આત્માનું પરાક્રમ તેમની સાથે હતું. આસપાસના આખા વિસ્તારમાં તેમના વિષેના સમાચાર ફેલાઈ ગયા.


એલજે ૪:૧૬
પછી ઈસુ જ્યાં તેમનો ઉછેર થયો હતો એ નાઝારેથમાં ગયા, અને હંમેશની રીત પ્રમાણે તે વિશ્રામવારે ભજનસ્થાનમાં ગયા અને તે શાસ્ત્ર વાંચવા ઊભા થયા.


એલજે ૪:૨૦
ઈસુએ વીંટો વીંટાળી દીધો અને સેવકને પાછો આપી તે બેસી ગયા. ભજનસ્થાનમાંના બધાની નજર તેમના પર મંડાઈ રહી.


એલજે ૪:૨૯
તેમણે ઊઠીને ઈસુને નગર બહાર કાઢી મૂક્યા, અને તેમને કરાડ પરથી ફેંકી દેવા, તેમનું નગર જે પહાડ પર બંધાયેલું હતું તેના શિખર પર લઈ ગયા,


એલજે ૪:૩૧
પછી ઈસુ ગાલીલમાં આવેલા કાપરનાહુમમાં ગયા, અને ત્યાં વિશ્રામવારે તેમણે લોકોને ઉપદેશ આપ્યો.


એલજે ૪:૩૪
“અરે નાઝારેથના ઈસુ, તમારે અને અમારે શું લાગેવળગે છે? શું તમે અમારો નાશ કરવા અહીં આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું; તમે તો ઈશ્વરના પવિત્ર સંદેશવાહક છો!”


એલજે ૪:૩૫
ઈસુએ દુષ્ટાત્માને આજ્ઞા કરી, “ચૂપ રહે, અને એ માણસમાંથી બહાર નીકળ.” તે બધાના દેખતાં દુષ્ટાત્માએ એ માણસને નીચે ફેંકી દીધો, અને તેને કંઈપણ ઇજા કર્યા વિના તેનામાંથી નીકળી ગયો.


એલજે ૪:૩૭
અને એ સમગ્ર પ્રદેશમાં ઈસુ અંગેની વાત ફેલાઈ ગઈ.


એલજે ૪:૩૮
ઈસુ ભજનસ્થાનમાંથી નીકળીને સિમોનને ઘેર આવ્યા. સિમોનની સાસુ સખત તાવથી પીડાતી હતી, અને તેમણે ઈસુને તેના સંબંધી કહ્યું.


એલજે ૪:૪૦
સૂર્યાસ્ત પછી લોકો વિવિધ પ્રકારના રોગથી પીડાતા પોતાના મિત્રોને ઈસુ પાસે લાવ્યા; ઈસુએ પ્રત્યેકના માથા પર પોતાના હાથ મૂક્યા અને તેમને બધાને સાજા કર્યા.


એલજે ૪:૪૧
“તમે ઈશ્વરપુત્ર છો,” એવી બૂમ પાડતાં પાડતાં અશુદ્ધ આત્માઓ ઘણા લોકોમાંથી નીકળી ગયા. ઈસુએ તેમને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ; કારણ, તેઓ જાણતા હતા કે તે મસીહ છે.


એલજે ૪:૪૨
ઈસુ પરોઢિયે નગર બહાર એક્ંત જગ્યામાં જતા રહ્યા. લોકો ઈસુને શોધવા લાગ્યા, અને તે તેમને મળ્યા એટલે તેમણે તેમને જતા રોકાયા. પણ તેમણે તેમને કહ્યું,


એલજે ૫:૧
ઈસુ એકવાર ગેન્‍નેસારેત સરોવરને કિનારે ઊભા હતા, ત્યારે લોકો ઈશ્વરનો સંદેશ સાંભળવા તેમની આસપાસ પડાપડી કરતા હતા.


એલજે ૫:૩
ઈસુ એક હોડીમાં ચડી ગયા, તે હોડી તો સિમોનની હતી. ઈસુએ તેને હોડી કિનારેથી થોડે દૂર લઈ જવા કહ્યું. ઈસુ હોડીમાં બેસીને લોકોને ઉપદેશ આપવા લાગ્યા.


એલજે ૫:૮
જે બન્યું તે જોઈને સિમોન પિતર ઈસુના ચરણોમાં પડીને બોલી ઊઠયો, “પ્રભુ, મારી પાસેથી જાઓ! હું તો પાપી છું.”


એલજે ૫:૧૦
ઝબદીના પુત્રો યાકોબ અને યોહાન, જે સિમોનના ભાગીદાર હતા તેઓ પણ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસોને મારા અનુયાયી બનાવીશ.”


એલજે ૫:૧૧
તેઓ હોડીઓ કિનારે લઈ આવ્યા અને બધું મૂકી દઈને ઈસુની પાછળ ગયા.


એલજે ૫:૧૨
એકવાર ઈસુ એક નગરમાં હતા. ત્યાં એક રક્તપિત્તિયો હતો. તેણે ઈસુને જોઈને જમીન પર પડીને નમન કર્યું અને તેમને આજીજી કરી, “સાહેબ, તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો!”


એલજે ૫:૧૩
ઈસુ પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા. તેમણે કહ્યું, “હું ચાહું છું. તું શુદ્ધ થા!” તરત જ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો.


એલજે ૫:૧૪
ઈસુએ તેને આજ્ઞા કરી, “આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધો યજ્ઞકાર પાસે જા અને તેની પાસે તારી તપાસ કરાવ; પછી તું શુદ્ધ થયો છે તે બધા આગળ સાબિત કરવા મોશેએ ઠરાવ્યા પ્રમાણેનું બલિદાન ચઢાવ.”


એલજે ૫:૧૫
ઈસુની કીર્તિ ખૂબ ફેલાઈ ગઈ, અને લોકોનાં ટોળેટોળાં તેમનું સાંભળવા અને રોગોમાંથી સાજા થવા આવ્યાં.


એલજે ૫:૧૭
એક દિવસે ઈસુ ઉપદેશ આપતા હતા ત્યારે ગાલીલ તથા યહૂદિયાના બધા નગરોમાંથી અને યરુશાલેમથી આવેલા કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. માંદાઓને સાજા કરવા માટે ઈસુ પાસે પ્રભુનું પરાક્રમ હતું.


એલજે ૫:૧૮
કેટલાક માણસો લકવાવાળા એક માણસને પથારીમાં ઊંચકી લાવ્યા અને તેઓ તેને ઘરમાં લઈ જઈને ઈસુની આગળ મૂકવા પ્રયત્ન કરવા લાગ્યા.


એલજે ૫:૧૯
પણ ભીડને કારણે તેઓ તેને અંદર લઈ જઈ શક્યા નહિ. તેથી તેઓ તેને છાપરા પર લઈ ગયા, અને નળિયાં ઉકેલીને તેને લોકોની વચમાં ઈસુની આગળ પથારીમાં ઉતાર્યો.


એલજે ૫:૨૨
ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે તેમને કહ્યું, “તમે એવા વિચારો કેમ કરો છો?


એલજે ૫:૨૭
એ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના એક નાકાદારને જક્તનાકા પર બેઠેલો જોયો.


એલજે ૫:૨૮
ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” લેવી ઊભો થયો અને પોતાનું સર્વસ્વ મૂકી દઈને તેમની પાછળ ગયો.


એલજે ૫:૨૯
પછી લેવીએ પોતાના ઘરમાં ઈસુને માટે ભોજન સમારંભ યોજ્યો. તેમની સાથે ઘણા નાકાદારો તથા બીજા માણસો જમવા બેઠા હતા.


એલજે ૫:૩૦
કેટલાક ફરોશીઓએ અને તેમના જૂથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુના શિષ્યો આગળ ફરિયાદ કરતાં પૂછયું, “તમે નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલા સાથે કેમ ખાઓપીઓ છો?”


એલજે ૫:૩૧
ઈસુએ તેમને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને નહિ, પણ જેઓ બીમાર છે તેમને જ વૈદની જરૂર છે.


એલજે ૫:૩૩
કેટલાક લોકોએ ઈસુને કહ્યું, “યોહાનના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ તેમ કરે છે, પણ તમારા શિષ્યો તો ખાય છે પીએ છે.”


એલજે ૫:૩૪
ઈસુએ જવાબ આપ્યો, “લગ્ન જમણમાં આવેલા મહેમાનોને વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તમે ઉપવાસ કરાવી શકો ખરા?


એલજે ૫:૩૬
ઈસુએ તેમને આ ઉદાહરણ પણ આપ્યું, “નવા વસ્ત્રમાંથી ટુકડો કાપીને કોઈ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી. એમ કરે તો તે જૂનું વસ્ત્ર ફાડશે જ, અને નવા વસ્ત્રનો જૂના વસ્ત્ર સાથે મેળ ખાશે નહિ.


એલજે ૬:૧
વિશ્રામવારે ઈસુ ઘઉંનાં ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યો ડૂંડાં તોડીને હાથમાં મસળીને ખાવા લાગ્યા.


એલજે ૬:૩
ઈસુએ તેમને જવાબ આપ્યો, “દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે તેણે શું કર્યું તે શું તમે નથી વાંચ્યું?


એલજે ૬:૫
પછી ઈસુએ તેમને કહ્યું, “માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.”


એલજે ૬:૬
એક બીજા વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં જઈને ઉપદેશ આપવા લાગ્યા. ત્યાં એક એવો માણસ હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો.


એલજે ૬:૭
નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો તથા ફરોશીઓ ઈસુ કંઈક ખોટું કરે તો તેમના પર આરોપ મૂકવાનું કારણ શોધતા હતા; તેથી ઈસુ વિશ્રામવારે કોઈને સાજા કરશે કે કેમ તે જાણવા તેઓ તાકી રહ્યા હતા.


એલજે ૬:૮
પણ ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, “અહીં આગળ આવી ઊભો રહે.” તે માણસ ઊઠીને આગળ ઊભો રહ્યો.


એલજે ૬:૯
પછી ઈસુએ તેમને કહ્યું, “હું તમને પૂછું છું: આપણું નિયમશાસ્ત્ર આપણને વિશ્રામવારે શું કરવાનું કહે છે? મદદ કરવાનું કે નુક્સાન કરવાનું? માણસનું જીવન બચાવવાનું કે તેનો નાશ કરવાનું?


એલજે ૬:૧૧
પણ તેઓ ક્રોધે ભરાયા અને ઈસુને શું કરવું તેની અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા.


એલજે ૬:૧૨
એ સમયે ઈસુ પ્રાર્થના કરવા માટે એક પર્વત પર ગયા અને તેમણે આખી રાત પ્રાર્થના કરવામાં ગાળી.


એલજે ૬:૧૭
ઈસુ શિષ્યો સાથે પર્વત પરથી નીચે ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય ભેગો થયો હતો. આખા યહૂદિયા પ્રદેશમાંથી, યરુશાલેમમાંથી અને તૂર તથા સિદોનના દરિયાક્ંઠાના પ્રદેશમાંથી આવેલા લોકોનો મોટો જનસમુદાય ત્યાં હતો.


એલજે ૬:૨૦
ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું, “તમ ગરીબોને ધન્ય છે;


એલજે ૬:૩૯
ઈસુએ તેમને આ ઉદાહરણ પણ કહ્યું, “આંધળો આંધળાને દોરી શકે નહિ, નહિ તો તેઓ બન્‍ને ખાડામાં પડે.


એલજે ૭:૧
લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કાપરનાહૂમમાં આવ્યા.


એલજે ૭:૩
સૂબેદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે કેટલાક યહૂદી આગેવાનોને ઈસુ પાસે વિનંતી કરવા મોકલ્યા કે જેથી તે આવીને તેના નોકરને સાજો કરે.


એલજે ૭:૪
તેમણે ઈસુ પાસે આવીને તેમને કરગરીને કહ્યું, “આ માણસને તમારે મદદ કરવા જેવી છે.


એલજે ૭:૬
તેથી ઈસુ તેમની સાથે ગયા. તે ઘેરથી થોડે જ દૂર હતા એવામાં સૂબેદારે પોતાના મિત્રોને તેમની પાસે કહેવા મોકલ્યા, “સાહેબ, તસ્દી લેશો નહિ. તમે મારા ઘરમાં આવો તેને હું યોગ્ય નથી.


એલજે ૭:૯
એ સાંભળીને ઈસુ આશ્ર્વર્ય પામ્યા. તેમણે ટોળા તરફ ફરીને કહ્યું, “હું તમને કહું છું કે આવો વિશ્વાસ મને ઇઝરાયલમાં પણ જોવા મળ્યો નથી!”


એલજે ૭:૧૧
થોડા સમય પછી ઈસુ નાઈન નામના નગરમાં ગયા; તેમના શિષ્યો અને ઘણા લોકો પણ તેમની સાથે ગયા.


એલજે ૭:૧૫
ઈસુએ કહ્યું, “યુવાન! હું તને કહું છું, ઊઠ!” પેલો મૃત માણસ બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.


એલજે ૭:૧૭
ઈસુ વિષેની આ વાત સમગ્ર યહૂદિયામાં અને આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ.


એલજે ૭:૨૦
તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને અમને પૂછવા મોકલ્યા છે કે જેમનું આગમન થવાનું હતું તે તમે જ છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”


એલજે ૭:૨૧
એ જ સમયે ઈસુ ઘણા લોકોને જાતજાતના રોગ અને દર્દથી તેમજ દુષ્ટાત્માઓ કાઢીને સાજા કરતા હતા, તથા ઘણા આંધળા માણસોને દેખતા કરતા હતા.


એલજે ૭:૨૪
યોહાનના સંદેશકોના ગયા પછી ઈસુ લોકોને યોહાન સંબંધી કહેવા લાગ્યા, “તમે યોહાન પાસે વેરાન પ્રદેશમાં ગયા, ત્યારે તમે શું જોવાની અપેક્ષા રાખતા હતા?


એલજે ૭:૨૮
ઈસુએ વધુમાં કહ્યું, “હું તમને કહું છું: પૃથ્વી પર જન્મેલા બધા માણસો કરતાં યોહાન મહાન છે; પણ ઈશ્વરના રાજમાં જે નાનામાં નાનો છે તે યોહાનના કરતાં પણ મહાન છે.”


એલજે ૭:૩૧
ઈસુએ વિશેષમાં કહ્યું, “આ જમાનાના લોકોને હું શાની સાથે સરખાવું?


એલજે ૭:૩૬
એક ફરોશીએ ઈસુને જમવાનું આમંત્રણ આપ્યું. ઈસુ તેને ઘેર ગયા અને જમવા બેઠા.


એલજે ૭:૩૭
એ શહેરમાં એક સ્ત્રી રહેતી હતી અને તેણે દુષ્ટ જીવન ગાળ્યું હતું. તેણે સાંભળ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમે છે. તેથી તે અત્તર ભરેલી આરસપહાણની શીશી લાવી,


એલજે ૭:૩૮
અને જઈને ઈસુના પગ પાસે રડતી રડતી ઊભી રહી. તેનાં આંસુથી તેમના પગ પલળતા હતા. પછી તેણે પોતાના વાળ વડે તેમના પગ લૂછયા, પગને ચુંબન કર્યું અને તે પર અત્તર રેડયું.


એલજે ૭:૩૯
એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, “જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો તેમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત.”


એલજે ૭:૪૦
ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે કહ્યું, “કહો, ગુરુજી!”


એલજે ૭:૪૧
ઈસુએ કહેવાનું શરૂ કર્યું, “એક નાણાં ધીરનારને બે દેવાદાર હતા. એકને પાંચસો દીનારનું દેવું હતું, જ્યારે બીજાને પચાસ દીનારનું દેવું હતું.


એલજે ૭:૪૪
ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે.” પછી સ્ત્રી તરફ ફરતાં તેમણે સિમોનને કહ્યું, “તું આ સ્ત્રીને તો જુએ છે ને? હું તારા ઘરમાં આવ્યો, પણ તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નથી, પણ મારા પગ તેણે પોતાના આંસુથી ધોયા છે અને પોતાના વાળથી લૂછયા છે.


એલજે ૭:૪૮
પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ કરાયાં છે.”


એલજે ૭:૫૦
પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસને લીધે તું ઊગરી ગઈ છે. શાંતિથી જા.”


એલજે ૮:૧
ત્યાર પછી ઈસુ શહેરમાં અને ગામડાંઓમાં ઈશ્વરના રાજ વિષેના શુભસંદેશનો પ્રચાર કરતા ફર્યા. બાર શિષ્યો તેમની સાથે ફરતા.


એલજે ૮:૩
હેરોદના કારભારી ખૂઝાની પત્ની, યોહાન્‍ના, સુસાન અને બીજી ઘણી સ્ત્રીઓ હતી. તેઓ પોતાની આવકમાંથી ઈસુ અને તેમના શિષ્યોને મદદ કરતી હતી.


એલજે ૮:૪
ઘણાં શહેરોમાંથી લોકો ઈસુ પાસે આવવા લાગ્યા, અને મોટો સમુદાય એકત્ર થયો, ત્યારે ઈસુએ ઉદાહરણ કહ્યું,


એલજે ૮:૮
પરંતુ, કેટલાંક બી સારી જમીનમાં પડયાં; છોડ ઊગ્યા અને સારાં ફળ આવ્યાં, દરેક બીમાંથી સોગણા દાણા પાક્યા.” ઈસુએ કહ્યું, “તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!”


એલજે ૮:૯
ઈસુના શિષ્યોએ તેમને એ ઉદાહરણનો અર્થ પૂછ્યો.


એલજે ૮:૧૦
ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન તમને અપાયેલું છે, પણ બાકીનાઓને તો તે ઉદાહરણરૂપે જ મળે છે; જેથી તેઓ જુએ પણ તેમને સૂઝે નહિ, અને સાંભળે, પણ સમજી શકે નહિ.


એલજે ૮:૧૯
ઈસુનાં મા અને તેમના ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ ભીડને કારણે તેઓ તેમની પાસે જઈ શક્યાં નહિ.


એલજે ૮:૨૦
કોઈએ ઈસુને કહ્યું, “તમારાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માગે છે.”


એલજે ૮:૨૧
પણ ઈસુએ જવાબ આપ્યો, “જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને તેનું પાલન કરે છે તે જ મારાં મા અને ભાઈઓ છે.”


એલજે ૮:૨૨
એક દિવસ ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા અને તેમને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.” તેથી તેઓ ઊપડયા.


એલજે ૮:૨૩
તેઓ હોડીમાં જતા હતા એવામાં ઈસુ ઊંઘી ગયા. સરોવર પર સખત પવન ફુંકાવા લાગ્યો અને હોડી પાણીથી ભરાઈ જવા લાગી, અને તેથી તેમાં બેઠેલા સૌ મોટા જોખમમાં મુક્યા.


એલજે ૮:૨૪
શિષ્યોએ ઈસુની પાસે આવીને તેમને જગાડયા અને કહ્યું, “ગુરુજી, ગુરુજી, અમારું આવી બન્યું, અમે તો મરી ગયા!” ઈસુએ ઊઠીને પવનને તેમજ ઊછળતાં મોજાંને આજ્ઞા કરી. તે બંધ થઈ ગયાં અને ગાઢ શાંતિ થઈ.


એલજે ૮:૨૭
ઈસુ કિનારે ઊતર્યા કે તેમને દુષ્ટાત્માઓ વળગેલો નગરનો એક માણસ મળ્યો. લાંબા સમયથી તે કપડાં પહેરતો ન હતો અને ઘરમાં રહેતો ન હતો, પણ દફનાવવાની ગુફાઓમાં પડયો રહેતો.


એલજે ૮:૨૮
ઈસુને જોતાંની સાથે જ તેણે મોટો ઘાંટો પાડયો, તે તેમના પગ આગળ પડી ગયો, અને મોટે અવાજે બોલ્યો, “ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર! તમારે અને મારે શું લાગેવળગે? હું તમને આજીજી કરું છું કે મને પીડા ન દેશો!”


એલજે ૮:૨૯
તે એવું બોલ્યો, કારણ, ઈસુએ દુષ્ટાત્માને તે માણસમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. ઘણીવાર દુષ્ટાત્માએ એ માણસનો કબજો લીધો હતો, અને જોકે તે માણસને હાથેપગે સાંકળો અને બેડીઓથી બાંધીને પૂરી રાખવામાં આવતો હતો, તોપણ તે સાંકળો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને વેરાન પ્રદેશમાં દોરી જતો.


એલજે ૮:૩૦
ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે જવાબ આપ્યો, “મારું નામ સેના છે.” કારણ, તે માણસમાં ઘણા દુષ્ટાત્માઓ હતા.


એલજે ૮:૩૧
દુષ્ટાત્માઓએ ઈસુને આજીજી કરી કે, તમે અમને ઊંડાણમાં ન મોકલશો.


એલજે ૮:૩૨
પાસે જ ભૂંડોનું એક મોટું ટોળું પર્વત પર ચરતું હતું. એ ભૂંડોમાં પ્રવેશ કરવા દેવા દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી, એટલે તેમણે તેમને જવા દીધા.


એલજે ૮:૩૫
તેઓ ઈસુ પાસે આવ્યા અને જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તેને ઈસુને ચરણે વસ્ત્ર પહેરીને સ્વસ્થ મને બેઠેલો જોયો; અને તેઓ બધા ભયભીત થયા.


એલજે ૮:૩૭
પછી ગેરાસીનીઓના પ્રદેશના બધા લોકોએ ઈસુને ચાલ્યા જવા કહ્યું. કારણ, તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. તેથી ઈસુ હોડીમાં બેસીને પાછા જવા લાગ્યા.


એલજે ૮:૩૮
જેનામાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તે માણસે ઈસુને વિનંતી કરી, “મને તમારી સાથે આવવા દો.”


એલજે ૮:૩૯
પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું, “તારે ઘેર પાછો જા અને ઈશ્વરે તારે માટે જે કંઈ કર્યું છે તે બધું કહે.” એ માણસ ગયો અને ઈસુએ તેને માટે જે કર્યું હતું તે આખા નગરમાં કહેતો કર્યો.


એલજે ૮:૪૦
ઈસુ સરોવરને બીજે કિનારે પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો સત્કાર કર્યો. કારણ, તેઓ બધા તેમની રાહ જોતા હતા.


એલજે ૮:૪૧
તે વખતે યાઇરસ નામનો એક માણસ, જે સ્થાનિક ભજનસ્થાનનો અધિકારી હતો, તે આવ્યો. તે ઈસુના ચરણે નમી પડયો અને તેમને પોતાને ઘેર આવવા વિનંતી કરી.


એલજે ૮:૪૨
કારણ, બાર વર્ષની ઉંમરની તેની એકની એક દીકરી મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા ત્યારે ચારે બાજુ લોકોની ભારે પડાપડી હતી.


એલજે ૮:૪૪
તે ભીડમાં ઈસુની પાછળ આવી અને તેમના ઝભ્ભાની કિનારીને અડકી, એટલે તરત જ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો.


એલજે ૮:૪૫
ઈસુએ પૂછયું, “મને કોણ અડકાયું?” બધાંએ કહ્યું કે અમે નથી અડક્યાં. પિતરે કહ્યું, “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારા પર પડાપડી કરે છે!”


એલજે ૮:૪૬
પણ ઈસુએ કહ્યું, “મને કોઈ અડકાયું છે. કારણ, મારામાંથી સામર્થ્ય નીકળ્યાની મને ખબર પડી છે.”


એલજે ૮:૪૭
સ્ત્રીએ જોયું કે તે પકડાઈ ગઈ છે, તેથી તે ધ્રૂજતી ધ્રૂજતી આવીને ઈસુને ચરણે નમી પડી. તે તેમને શા માટે અડકી હતી અને પોતે કેવી રીતે તરત જ સાજી થઈ ગઈ તે અંગે ત્યાં બધાની સમક્ષ તેણે ઈસુને બધું કહી દીધું.


એલજે ૮:૪૮
ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને કારણે તું સાજી થઈ છે. શાંતિથી જા.” ઈસુ બોલતા હતા એવામાં અધિકારીના ઘેરથી એક માણસ આવ્યો.


એલજે ૮:૫૦
એ સાંભળીને ઈસુએ યાઇરસને કહ્યું, “ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ; એટલે તે જીવતી થશે.”


એલજે ૮:૫૨
બધાં ત્યાં છોકરી પાછળ રોતાં કકળતાં હતાં. ઈસુએ કહ્યું, “રડશો નહિ, છોકરી મરણ પામી નથી, પણ ઊંઘી ગઈ છે.”


એલજે ૮:૫૪
પણ ઈસુએ છોકરીનો હાથ પકડીને તેને હાંક મારી, “છોકરી, ઊઠ!” તે જીવતી થઈ અને તરત જ ઊભી થઈ.


એલજે ૮:૫૫
ઈસુએ તેને કંઈક ખાવાનું આપવા તેમને આજ્ઞા કરી.


એલજે ૮:૫૬
તેના માતાપિતા તો આભાં જ બની ગયાં, પણ ઈસુએ તેમને જે બન્યું હતું તે જાહેર ન કરવાની આજ્ઞા કરી.


એલજે ૯:૧
ઈસુએ બાર પ્રેષિતોને એકત્ર કર્યા અને તેમને બધા દુષ્ટાત્માઓ કાઢવા અને રોગો મટાડવા શક્તિ તથા અધિકાર આપ્યાં.


એલજે ૯:૯
હેરોદે કહ્યું, “મેં યોહાનનું માથું કપાવી નાખ્યું હતું; પણ જેના વિષે હું આ બધી વાતો સાંભળું છું તે માણસ કોણ છે?” અને તેથી તેણે ઈસુને મળવાની કોશિશ કરી.


એલજે ૯:૧૦
પ્રેષિતો પાછા આવ્યા અને તેમણે પોતે કરેલા કાર્ય વિષે ઈસુને જણાવ્યું. ઈસુ પ્રેષિતોને પોતાની સાથે લઈને એકલા બેથસૈદા નામના નગરમાં ગયા.


એલજે ૯:૧૧
પણ લોકોના સમુદાયને ખબર પડતાં તેઓ તેમની પાછળ ગયા. ઈસુએ તેમને આવકાર આપ્યો, તેમને ઈશ્વરના રાજ અંગે કહ્યું અને બીમારોને સાજાં કર્યાં.


એલજે ૯:૧૨
સૂર્યાસ્ત સમયે બાર પ્રેષિતોએ ઈસુ પાસે આવીને કહ્યું, “લોકોને વિદાય કરો, જેથી તેઓ આસપાસનાં નગરો કે પરાંમાં જાય અને ખોરાક તથા રહેવાની વ્યવસ્થા કરે; કારણ, આ વેરાન જગા છે.” પણ ઈસુએ તેમને કહ્યું, “તમે જ તેમને ખોરાક આપો.”


એલજે ૯:૧૪
ત્યાં લગભગ પાંચ હજાર તો પુરુષો જ હતા. ઈસુએ શિષ્યોને કહ્યું, “લોકોને પચાસ પચાસના જૂથમાં બેસાડી દો.”


એલજે ૯:૧૬
ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી, અને આકાશ તરફ જોઈ તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તે ભાંગીને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી.


એલજે ૯:૧૮
એકવાર ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા. ઈસુએ તેમને પૂછયું, “હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?”


એલજે ૯:૨૧
પછી ઈસુએ એ વાત કોઈને ન કહેવા સખત તાકીદ કરી.


એલજે ૯:૨૮
એ વાતો કહ્યા પછી લગભગ આઠ દિવસ પછી ઈસુ પોતાની સાથે પિતર, યાકોબ અને યોહાનને લઈને પર્વત પર પ્રાર્થના કરવા ગયા.


એલજે ૯:૨૯
ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો ઊજળાં અને સફેદ થઈ ગયાં.


એલજે ૯:૩૧
તેઓ મોશે અને એલિયા હતા. તેઓ સ્વર્ગીય મહિમામાં પ્રગટ થયા હતા અને યરુશાલેમમાં મરણ પામીને ઈસુ કેવી રીતે ઈશ્વરનો હેતુ થોડા જ સમયમાં પાર પાડશે તે અંગે ઈસુની સાથે વાત કરતા હતા.


એલજે ૯:૩૨
પિતર અને તેના સાથીદારો ભરઊંઘમાં પડયા હતા, પણ તેઓ જાગી ઊઠયા અને ઈસુનો મહિમા જોયો તથા તેમની સાથે બે માણસોને ઊભેલા જોયા.


એલજે ૯:૩૩
એ બે માણસો ઈસુ પાસેથી જતા હતા ત્યારે પિતરે કહ્યું, “ગુરુજી, આપણે અહીં રહીએ એ સારું છે. અમે ત્રણ તંબૂ બનાવીશું. એક તમારે માટે, એક મોશે માટે અને એક એલિયા માટે.” તે શું કહેતો હતો એનું તેને ભાન ન હતુ.


એલજે ૯:૩૬
વાણી પૂરી થઈ ત્યારે ત્યાં એકલા ઈસુ જ હતા. શિષ્યો એ બધી બાબત વિષે ચૂપ રહ્યા અને તેમણે જે જોયું હતું તે વિષે એ દિવસોમાં કોઈને કહ્યું નહિ.


એલજે ૯:૩૭
બીજે દિવસે તેઓ પર્વત પરથી ઊતર્યા, અને લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો.


એલજે ૯:૪૧
ઈસુએ જવાબ આપ્યો, “તમે લોકો કેવા અવિશ્વાસી અને હઠીલા છો! ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું સહન કરવું?” પછી તેમણે તે માણસને કહ્યું, “તારા પુત્રને અહીં લાવ.”


એલજે ૯:૪૨
છોકરો આવી રહ્યો હતો તેવામાં દુષ્ટાત્માએ તેને જમીન પર પછાડયો અને તેને આંકડી આવવા લાગી. ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો, છોકરાને સાજો કર્યો અને તેના પિતાને સોંપ્યો.


એલજે ૯:૪૩
ઈશ્વરનું મહાન સામર્થ્ય જોઈને બધા લોકો આશ્ર્વર્યચકિત થઈ ગયા. ઈસુનાં કામો જોઈને લોકો આશ્ર્વર્ય પામતા હતા. એ સમયે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,


એલજે ૯:૪૫
પણ તેઓ એ વાતનો અર્થ સમજ્યા નહિ. તેઓ તે સમજી શકે નહિ માટે તે વાત તેમનાથી ગુપ્ત રાખવામાં આવી હતી, અને એ અંગે તેઓ ઈસુને પૂછતાં ગભરાતા હતા.


એલજે ૯:૪૭
તેમના વિચાર જાણીને ઈસુએ એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું.


એલજે ૯:૫૦
ઈસુએ તેને કહ્યું, “તેને અટકાવશો નહિ; કારણ, જે તમારી વિરુદ્ધનો નથી, તે તમારા પક્ષનો છે.”


એલજે ૯:૫૧
ઈસુને આકાશમાં લઈ લેવાના દિવસો નજીક આવ્યા એટલે તેમણે યરુશાલેમ જવા મનમાં નિર્ધાર કર્યો.


એલજે ૯:૫૨
તેમણે પોતાની અગાઉ સંદેશકોને મોકલ્યા. તેઓ ચાલી નીકળ્યા અને ઈસુને માટે તૈયારી કરવા સમરૂનના એક ગામમાં પ્રવેશ્યા.


એલજે ૯:૫૩
પણ ત્યાં લોકો ઈસુને આવકારવા તૈયાર ન હતા. કારણ કે ઈસુ દેખીતી રીતે જ યરુશાલેમ તરફ જતા હતા.


એલજે ૯:૫૫
ઈસુએ તેમના તરફ ફરીને તેમને ધમકાવ્યા.


એલજે ૯:૫૭
તેઓ રસ્તે થઈને જતા હતા એવામાં કોઈકે ઈસુને કહ્યું, “તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”


એલજે ૯:૫૮
ઈસુએ તેને કહ્યું, “શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને આરામ કરવા માટે કોઈ સ્થળ નથી.”


એલજે ૯:૬૦
ઈસુએ જવાબ આપ્યો, “જેઓ મરેલાં છે તેઓ તેમનાં મરેલાંઓને ભલે દફનાવે, પણ તું જઈને ઈશ્વરના રાજનો પ્રચાર કર.”


એલજે ૯:૬૨
ઈસુએ તેને કહ્યું, “જે કોઈ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછું જુએ છે તે ઈશ્વરના રાજને માટે લાયક નથી.”


એલજે ૧૦:૧૬
ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.”


એલજે ૧૦:૧૮
ઈસુએ તેમને કહ્યું, આકાશમાંથી પડતી વીજળીની માફક મેં શેતાનને પડતો જોયો.


એલજે ૧૦:૨૧
એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.”


એલજે ૧૦:૨૩
પછી શિષ્યો તરફ ફરીને ઈસુએ તેમને ખાનગીમાં કહ્યું, “તમે જે જોઈ રહ્યા છો, તે જોનારી આંખોને ધન્ય છે.


એલજે ૧૦:૨૫
નિયમશાસ્ત્રના એક શિક્ષકે આવીને ઈસુની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. તેણે પૂછયું, “ગુરુજી, સાર્વકાલિક જીવન મેળવવા માટે મારે શું કરવું જોઈએ?”


એલજે ૧૦:૨૬
ઈસુએ જવાબ આપ્યો, “ધર્મશાસ્ત્ર શું કહે છે? તું તેનો શો અર્થ ઘટાવે છે?”


એલજે ૧૦:૨૮
ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે, તે પ્રમાણે વર્ત એટલે તું સાર્વકાલિક જીવન મેળવશે.”


એલજે ૧૦:૨૯
પરંતુ નિયમશાસ્ત્રના શિક્ષકે પોતાને યથાર્થ ઠેરવવા ફરીથી ઈસુને પૂછયું, “મારો માનવબધું કોણ?”


એલજે ૧૦:૩૦
ઈસુએ ઉદાહરણ આપ્યું, “એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો. ત્યારે ગુંડાઓએ તેના પર હુમલો કર્યો, તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ કરીને ચાલ્યા ગયા.


એલજે ૧૦:૩૬
અંતમાં ઈસુએ પૂછયું, “તારા અભિપ્રાય પ્રમાણે ગુંડાઓના હુમલાનો ભોગ બનેલ માણસના માનવબધું તરીકે એ ત્રણમાંથી કોણ વર્ત્યું?”


એલજે ૧૦:૩૭
નિયમશાસ્ત્રના શિક્ષકે કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ કહ્યું, “તો પછી તું પણ જઈને એ જ પ્રમાણે કર.”


એલજે ૧૦:૩૮
ઈસુ અને તેમના શિષ્યો મુસાફરી કરતા કરતા એક ગામમાં આવ્યા. ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર આવકાર આપ્યો.


એલજે ૧૦:૩૯
તેની બહેનનું નામ મિર્યામ હતું. તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની બોધવાણી સાંભળતી હતી.


એલજે ૧૦:૪૦
બધું ક્મ માર્થાને જ કરવાનું હોઈ તે હાંફળીફાંફળી થઈ ગઈ. તેથી તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “પ્રભુ, મારી બહેને સરભરાનું બધું ક્મ મારે માથે નાખ્યું છે એની તમને કંઈ દરકાર નથી? તેને કહો કે, તે આવીને મને મદદ કરે!”


એલજે ૧૧:૧
એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા, એટલે તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, જેમ યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું, તેમ તમે પણ અમને પ્રાર્થના કરતાં શીખવો.”


એલજે ૧૧:૨
ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે, હે પિતાજી, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ, તમારું રાજ્ય આવો,


એલજે ૧૧:૫
વળી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ધારો કે તમારામાંનો કોઈ પોતાના મિત્રના ઘેર મધરાતે જઈને તેને કહે, ‘હે મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ.


એલજે ૧૧:૧૪
એક મૂંગા બનાવી દેનાર દુષ્ટાત્માને ઈસુ કાઢતા હતા. દુષ્ટાત્મા નીકળી ગયો, અને પેલો માણસ બોલવા લાગ્યો. લોકોનું ટોળું તો આભું જ બની ગયું.


એલજે ૧૧:૧૬
બીજા કેટલાક તેમને સપડાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની અનુમતિ છે એમ દર્શાવવા તેમણે તેમને ચમત્કાર કરી બતાવવા કહ્યું.


એલજે ૧૧:૧૭
પણ ઈસુ તેમના વિચારો જાણતા હોવાથી તેમણે તેમને કહ્યું, “જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે જો કુટુંબમાં ભાગલા પડી જાય તો તેનું પતન થાય છે.


એલજે ૧૧:૨૭
ઈસુએ એ કહ્યું ત્યારે ટોળામાંથી એક સ્ત્રી મોટેથી પોકારી ઊઠી, “તમે જેના ઉદરે જન્મ્યા અને જેના સ્તને દૂધપાન કર્યું તે સ્ત્રીને ધન્ય છે!”


એલજે ૧૧:૨૮
પણ ઈસુએ જવાબ આપ્યો, “એના કરતાંય ઈશ્વરનો સંદેશ સાંભળીને તેને આધીન થનારાઓને ધન્ય છે.”


એલજે ૧૧:૨૯
લોકોનાં ટોળાં ઈસુની આજુબાજુ ઊમટયાં એટલે ઈસુ કહેવા લાગ્યા, “આ જમાનાના લોકો કેવા દુષ્ટ છે! તેઓ નિશાની માગે છે! પણ યોનાની નિશાની સિવાય તેમને બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહિ.


એલજે ૧૧:૩૭
ઈસુએ પ્રવચન પૂરું કર્યું એટલે એક ફરોશીએ તેમને જમવાનું આમંત્રણ આપ્યું. તેથી તેઓ તેને ઘેર ગયા અને જમવા બેઠા.


એલજે ૧૧:૩૮
ઈસુએ જમતાં પહેલાં હાથ ધોયા નહિ, એ જોઈને ફરોશીને આશ્ર્વર્ય થયું. તેથી પ્રભુએ ફરોશીને કહ્યું,


એલજે ૧૧:૪૫
નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને કહ્યું, “ગુરુજી, આવું કહીને તમે અમારું પણ અપમાન નથી કરતા?”


એલજે ૧૧:૪૬
ઈસુએ જવાબ આપ્યો, “ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો, તમારી પણ કેવી દુર્દશા થશે! તમે માણસોની પીઠ પર ઊંચકી શકાય નહિ એવો ભારે બોજો લાદો છો, પણ તમે પોતે એમને એ બોજ ઊંચકાવવા આંગળી પણ અડકાડતા નથી.


એલજે ૧૧:૫૩
ઈસુ ત્યાંથી નીકળ્યા ત્યારે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ ઈસુની આકરી ટીકા કરવા લાગ્યા અને તેઓ ઘણી બાબતો અંગે પ્રશ્ર્નો પૂછીને ઈસુ કંઈક ખોટું બોલે,


એલજે ૧૨:૧
તે સમયે એકત્ર થયેલા હજારો લોકો એકબીજા પર પડાપડી કરી પગ કચરતા હતા, ત્યારે ઈસુએ ખાસ કરીને પોતાના શિષ્યોને કહ્યું, “ફરોશીઓના ખમીરથી, એટલે કે તેમના દંભથી સાવધ રહો.


એલજે ૧૨:૧૩
ટોળામાંથી કોઈકે ઈસુને કહ્યું, “ગુરુજી, મારા ભાઈને કહો કે, વારસામાં મળતી મિલક્તમાંનો મારો ભાગ મને આપી દે.”


એલજે ૧૨:૧૪
ઈસુએ તેને કહ્યું, “અરે મિત્ર, ન્યાય કરવાનો અથવા તમારા બે વચ્ચે મિલક્ત વહેંચી આપવાનો અધિકાર મને કોણે આપ્યો?”


એલજે ૧૨:૧૬
પછી ઈસુએ તેમને ઉદાહરણ આપ્યું, “એકવાર એક ધનવાન માણસના ખેતરમાં મબલક પાક ઊતર્યો.


એલજે ૧૨:૨૧
ઈસુએ અંતમાં કહ્યું, “જે કોઈ પોતાને માટે સંપત્તિ એકઠી કરે છે, પણ ઈશ્વરની દૃષ્ટિમાં સંપત્તિવાન નથી, તેની આવી જ દશા થાય છે.”


એલજે ૧૨:૨૨
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એટલા જ માટે હું તમને કહું છું કે તમારું જીવન ટકાવવા જરૂરી ખોરાકની અથવા તમારા શરીરને માટે જોઈતાં વસ્ત્રોની ચિંતા ન કરો.


એલજે ૧૨:૫૪
ઈસુએ લોકોને કહ્યું, “પશ્ર્વિમમાંથી તમે વાદળ ચડતું જુઓ છો કે તરત જ કહો છો, ‘વરસાદ પડશે,’ અને એમ જ બને છે.


એલજે ૧૩:૧
બરાબર એ જ સમયે કેટલાક માણસોએ ઈસુને કહ્યું કે ગાલીલીઓ ઈશ્વરને બલિદાન ચડાવી રહ્યા હતા ત્યારે જ પિલાતે તેમની ક્તલ કરી.


એલજે ૧૩:૨
ઈસુએ તેમને જવાબ આપ્યો, “એ ગાલીલીઓને એ રીતે મારી નાખવામાં આવ્યા, તેથી તમે એમ માનો છો કે તેઓ બીજા ગાલીલીઓ કરતાં વિશેષ પાપી હતા?


એલજે ૧૩:૬
પછી ઈસુએ તેમને આ ઉદાહરણ કહી સંભળાવ્યું, “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરી હતી. તે આવીને તેના પરથી અંજીરની શોધ કરતો હતો,


એલજે ૧૩:૧૦
વિશ્રામવારે ઈસુ એક ભજનસ્થાનમાં શિક્ષણ આપતા હતા. ત્યાં એક સ્ત્રી હતી, જેને દુષ્ટાત્મા વળગેલો હતો.


એલજે ૧૩:૧૨
ઈસુએ તેને જોઈને બોલાવીને કહ્યું, “બહેન, તારી બીમારીમાંથી તું મુક્ત થઈ છે.”


એલજે ૧૩:૧૪
ઈસુએ તેને વિશ્રામવારે સાજી કરી તેથી ભજનસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, “છ દિવસ આપણે ક્મ કરવું જોઈએ, તેથી એ દિવસોમાં આવીને સાજા થાઓ, વિશ્રામવારે નહિ.”


એલજે ૧૩:૧૫
ઈસુએ તેને જવાબ આપ્યો, “ઓ દંભીઓ! તમે બધા પોતાનો બળદ અથવા ગધેડું ગભાણમાંથી છોડીને તેને પાણી પીવડાવવા વિશ્રામવારે લઈ જતા નથી?


એલજે ૧૩:૧૭
તેમના જવાબોથી તેમના શત્રુઓ શરમિંદા થઈ ગયા, જ્યારે બધા લોકો ઈસુનાં અદ્‍ભુત કાર્યો પર ખુશ થઈ ગયા.


એલજે ૧૩:૧૮
પછી ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ શાના જેવું છે? એને હું શાની સાથે સરખાવું?


એલજે ૧૩:૨૦
ઈસુએ ફરીથી કહ્યું, “ઈશ્વરના રાજને હું શાની સાથે સરખાવું?


એલજે ૧૩:૨૨
ઈસુ શહેરોમાં અને ગામડાંઓમાં ઉપદેશ આપતા આપતા યરુશાલેમ તરફ જઈ રહ્યા હતા.