A A A A A

શોધો
મેથ્યુ ૧૨:૨૧
બધી પ્રજાઓ તેના નામ પર આશા રાખશે.


એલજે ૩:૧૫
લોકોમાં આશા પેદા થઈ અને તેમને યોહાન વિષે ઉત્સુક્તા થઈ કે એ મસીહ હશે!


એલજે ૬:૩૪
અને જેમની પાસેથી પાછું મળવાની આશા હોય તેમને જ માત્ર ઉછીનું આપો, તો તમને કેવી રીતે આશિષ મળે? પાપીઓ પણ પાપીઓને આપેલી રકમ પાછી મેળવવાને ઉછીની આપે છે.


એલજે ૬:૩૫
પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો. કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો થશો. કારણ, ઈશ્વર અનુપકારીઓ અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે.


એલજે ૧૬:૨૧
અને શ્રીમંત માણસના મેજ પરથી પડતા ખોરાકના ટુકડાથી તે પોતાનું પેટ ભરવાની આશા રાખતો હતો. કૂતરાં પણ આવીને તેનાં ગૂમડાં ચાટતાં!


એલજે ૨૩:૮
ઈસુને જોઈને હેરોદ ઘણો ખુશ થઈ ગયો, કારણ, તેણે તેમના સંબંધી સાંભળ્યું હતું, અને ઘણા લાંબા સમયથી તે તેમને મળવા માગતો હતો. ઈસુ કંઈક ચમત્કાર કરે તો તે જોવાની તે આશા રાખતો હતો.


એલજે ૨૪:૨૧
પણ અમને આશા હતી કે તે ઇઝરાયલના મુક્તિદાતા બનશે. એ સર્વ ઉપરાંત એ બધું બન્યાને આજે ત્રીજો દિવસ થયો છે.


જ્હોન ૮:૫૬
મારો સમય જોવાનો મળશે એવી આશાથી તમારો પિતા અબ્રાહામ હરખાયો. તે સમય તેણે જોયો અને તેને આનંદ થયો.”


અધિનિયમો ૨:૨૬
આને લીધે મારું હૃદય પ્રસન્‍ન છે અને હું આનંદપૂર્વક બોલું છું. વળી, મારો દેહ ખાતરીપૂર્વક આશા રાખશે.


અધિનિયમો ૩:૫
તેથી કંઈક મળશે તેવી આશાએ તેણે તેમની તરફ જોયું.


અધિનિયમો ૨૩:૬
એ ટોળામાં કેટલાક સાદૂકીઓ અને કેટલાક ફરોશીઓ છે એવી ખબર પડતાં પાઉલે ન્યાયસભાને ઉદ્દેશીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલાં સજીવન થશે એવી આશા હું રાખું છું એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે!”


અધિનિયમો ૨૪:૧૫
તેઓ ઈશ્વરમાં જે આશા રાખે છે તે જ આશા હું રાખું છું; એટલે, ન્યાયી કે દુષ્ટ સર્વ લોકો મૃત્યુમાંથી સજીવન થશે.


અધિનિયમો ૨૪:૨૬
સાથે સાથે પાઉલ તેને કંઈક લાંચ આપશે એવી તેને આશા હતી, અને તેથી તે તેને વારંવાર બોલાવી તેની સાથે વાત કરતો.


અધિનિયમો ૨૬:૬
અને અમારા પૂર્વજોને ઈશ્વરે આપેલા વચનમાં આશા રાખવાને લીધે આજે મારા પર આ કેસ ચાલે છે.


અધિનિયમો ૨૬:૭
એ જ વચન મેળવવા માટે તો ઈશ્વરની રાતદિવસ ભક્તિ કરતાં કરતાં અમારા લોકનાં બારેય કુળ તેની આશા સેવે છે. હે માનવંત રાજા, એ જ આશા રાખવાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે.


અધિનિયમો ૨૭:૨૦
ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ, અને પવન સખત રીતે ફુંક્તો રહ્યો. છેવટે, અમે બચવાની બધી આશા મૂકી દીધી.


અધિનિયમો ૨૮:૨૦
એટલા જ માટે હું તમને મળવા તેમ જ તમારી સાથે વાત કરવા માગતો હતો; કારણ, ઇઝરાયલી લોકો જેમની આશા સેવે છે તેમને લીધે જ મારા હાથ પર આ સાંકળો છે.”


રોમન ૪:૧૮
આશા ફળીભૂત નહિ થાય એવું લાગતું હતું, ત્યારે અબ્રાહામે ઈશ્વર ઉપર ભરોસો મૂક્તાં આશા રાખી. તેથી તે “ઘણી પ્રજાઓનો પૂર્વજ” બન્યો. ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તારા વંશજો ઘણા થશે.”


રોમન ૫:૩
તે દ્વારા આપણે ઈશ્વરના મહિમાના સહભાગી થવાની આશામાં પ્રફુલ્લિત થઈએ છીએ.


રોમન ૫:૪
એટલું જ નહિ, પણ વિપત્તિઓમાં પણ હર્ષિત થઈએ છીએ. કારણ, આપણે જાણીએ છીએ કે વિપત્તિથી સહનશીલતા કેળવાય છે; સહનશીલતાથી ઘડતર થાય છે અને ઘડતર થવાથી આશા ઉદ્ભવે છે.


રોમન ૫:૫
આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે.


રોમન ૮:૨૧
છતાં સૃષ્ટિ પોતે પણ એક દિવસે વિનાશીપણાની ગુલામીમાંથી મુક્ત થશે, અને ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે એવી આશામાં છે.


રોમન ૮:૨૪
કારણ, એ આશાએ આપણે ઉદ્ધાર પામ્યા છીએ. જે વસ્તુ દેખાતી હોય તેને માટે આશા રાખવી એ આશા જ નથી. કારણ, જે વસ્તુ દેખાય છે તેને માટે આશા કોણ રાખે?


રોમન ૮:૨૫
આપણે જે દેખાતું નથી તેની આશા રાખીએ છીએ, અને ધીરજથી તેની વાટ જોઈએ છીએ.


રોમન ૧૨:૧૨
આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, સર્વ સમયે પ્રાર્થના કરો.


રોમન ૧૫:૪
શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે તો આપણને શિક્ષણ આપવા માટે છે; જેથી શાસ્ત્રમાંથી મળતાં ધીરજ અને પ્રોત્સાહનથી આપણામાં આશા ઉત્પન્‍ન થાય.


રોમન ૧૫:૧૨
યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.”


રોમન ૧૫:૧૩
હવે ઈશ્વર, જે આશાનું મૂળ છે, તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો; જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય.


રોમન ૧૫:૨૪
ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી રહ્યો છું. સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ.


૧ કોરીંથી ૭:૨૭
શું તું પરિણીત છે? તો તું તારી પત્નીને મૂકી દેવાનો પ્રયત્ન ન કર. શું તું અપરિણીત છે? તો પછી પત્નીની આશા ન રાખ.


૧ કોરીંથી ૯:૧૦
શું ઈશ્વર બળદની ચિંતા રાખીને આ કહે છે? શું ઈશ્વર ફક્ત આપણે વિષે જ ચિંતા રાખીને આ વાત નથી કહેતા? હકીક્તમાં એ તો આપણે માટે જ લખવામાં આવ્યું છે. કારણ, થનાર પાકમાંથી પોતાને હિસ્સો મળશે એવી આશાથી ખેડનારે અને કાપણી કરનારે કાર્ય કરવું જોઈએ.


૧ કોરીંથી ૯:૧૨
જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે.


૧ કોરીંથી ૯:૧૭
જો હું મારું કાર્ય સ્વેચ્છાએ કરતો હોઉં, તો હું વેતનની આશા રાખું. પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું. કારણ, મને આ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે.


૧ કોરીંથી ૧૩:૭
પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે; બધાની આશા રાખે છે; બધા માટે ધીરજ રાખે છે.


૧ કોરીંથી ૧૩:૧૩
હવે, વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે, પણ એમાંથી પ્રેમ સર્વશ્રેષ્ઠ છે.


૧ કોરીંથી ૧૫:૧૯
આપણે ખ્રિસ્ત પર જે આશા રાખી છે તે ફક્ત આ જીવન પૂરતી જ હોય, અને તે પછી કંઈ જ આશા ન હોય, તો પછી દુનિયાના સર્વ લોક કરતાં આપણી સ્થિતિ વધુ દયાજનક છે.


૧ કોરીંથી ૧૫:૨૯
તો હવે મૂએલાંને બદલે જેઓ બાપ્તિસ્મા પામ્યાં છે તેમનું શું? તેઓ શું મેળવવાની આશા રાખે છે? મૂએલાં સજીવન થવાનાં નથી એવો તેમનો દાવો સાચો હોય, તો પછી તેઓ મૂએલાંને બદલે શા માટે બાપ્તિસ્મા પામે છે?


૧ કોરીંથી ૧૬:૧૧
કોઈ તેને તુચ્છકારે નહિ, પણ મારી પાસે પાછા આવતાં તેની મુસાફરી સગવડભરી નીવડે તે માટે તેને મદદ કરજો. કારણ, તે પણ ભાઈઓની સાથે પાછો આવે એવી આશા હું રાખું છે.


૨ કોરીંથી ૧:૭
અને તમારા માટેની અમારી આશા દૃઢ છે. અમે જાણીએ છીએ કે જેમ તમે અમારાં દુ:ખોના ભાગીદાર છો, તેમ જ અમને જે દિલાસો મળે છે, તેના પણ તમે ભાગીદાર થશો.


૨ કોરીંથી ૧:૮
ભાઈઓ, અમને આસિયા પ્રદેશમાં પડેલી મુશ્કેલીઓ અમે તમને જણાવવા માગીએ છીએ. અમારા પર એવો મોટો અને અસહ્ય બોજ આવી પડયો હતો કે અમે જીવવાની પણ આશા છોડી દીધી હતી.


૨ કોરીંથી ૧:૧૦
મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે.


૨ કોરીંથી ૧:૧૩
તમે વાંચીને સમજી શકો તેટલી જ બાબતો અમે તમને લખીએ છીએ, અને મારી આશા છે કે,


૨ કોરીંથી ૩:૧૨
અમારી પાસે આવી આશા હોવાથી અમે હિંમતવાન છીએ.


૨ કોરીંથી ૫:૪
આ પૃથ્વી પરના તંબૂમાં રહેતાં રહેતાં દુ:ખથી દબાઈ ગયા હોઈએ તેમ આપણે નિસાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માગીએ છીએ એમ નથી; પણ આપણને સ્વર્ગીય શરીરથી પરિધાન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ; જેથી જે મર્ત્ય છે તે જીવનમાં ગરક થઈ જાય!


૨ કોરીંથી ૫:૧૧
દરેક પોતાના શારીરિક જીવન દરમિયાન સારું કે નરસું જે કંઈ કર્યું હશે, તે મુજબ જ ફળ પામશે. અમે મનમાં ઈશ્વરનો ડર રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને પૂરેપૂરી રીતે ઓળખે છે, અને તમે પણ તમારાં અંત:કરણોથી અમને ઓળખો છો એવી અમને આશા છે.


૨ કોરીંથી ૧૦:૧૫
આમ, ઈશ્વરે ઠરાવેલી હદની બહાર બીજાએ કરેલા કાર્યની અમે બડાઈ મારતા નથી; પણ તમારો વિશ્વાસ વૃદ્ધિ પામે અને ઈશ્વરે ઠરાવી આપેલી હદ મુજબ તમારી મયે વધુ સારું કાર્ય કરવાની અમે આશા રાખીએ છીએ.


૨ કોરીંથી ૧૧:૧
મારામાં થોડી મૂર્ખતા હોય તોય તમે તે સહી લેશો એવી મને આશા છે.


૨ કોરીંથી ૧૨:૧૩
મેં બીજી મંડળીઓ કરતાં શું તમને વધારે પરેશાન કર્યા હતા? તમારી પાસેથી મદદ મેળવવાની મેં આશા રાખી નહિ એટલું જ ને! જો એથી મેં તમને દુ:ખી કર્યા હોય, તો મારો એટલો અપરાધ માફ કરજો.


૨ કોરીંથી ૧૨:૧૪
આ ત્રીજી વાર તમારી મુલાકાત લેવાને માટે હું તૈયાર છું, અને તમારી પાસેથી હું કંઈ મેળવવાની આશા રાખતો નથી. હું તો તમારું દ્રવ્ય નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા ધરાવું છું. ખરી રીતે તો બાળકો તેમનાં માતાપિતાના ભરણપોષણની જોગવાઈ કરતાં નથી, પણ માતાપિતા તેમનાં બાળકો માટે જોગવાઈ કરે છે.


ગલાટિયન ૫:૫
પણ આપણે તો વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી પવિત્ર આત્માને પ્રતાપે ફળીભૂત થનારી આશાની આતુરતાથી રાહ જોઈએ છીએ.


એફેસી ૧:૧૨
આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ!


એફેસી ૧:૧૮
મારી પ્રાર્થના છે કે તમે તેમનો પ્રકાશ નિહાળી શકો તે માટે તમારાં મન ખુલ્લાં થાય; જેથી જે આશાને માટે તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પોતાના લોકોને તે કેવો સમૃદ્ધ મહિમાવંત વારસો આપે છે,


એફેસી ૨:૧૨
તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


એફેસી ૪:૪
ઈશ્વરે તમને એક જ આશાને માટે આમંત્રણ આપ્યું છે; તેવી જ રીતે એક શરીર છે અને એક આત્મા છે.


ફિલિપીયન ૧:૨૦
મારે કદી શરમાવું ન પડે એવી આક્ંક્ષા તથા આશા છે, પણ સર્વ સમયે અને ખાસ કરી હમણાં, ચાહે હું જીવું કે મરું પણ મારા શરીર દ્વારા હું પૂરી હિંમતથી ખ્રિસ્તને મહિમાવાન કરીશ


ફિલિપીયન ૨:૧૯
પ્રભુ ઈસુમાં હું આશા રાખું છું કે હું તિમોથીને જલદીથી તમારી પાસે મોકલી શકીશ; જેથી તમારા સમાચાર જાણીને મને નિરાંત વળે.


ફિલિપીયન ૨:૨૩
મારું શું થવાનું છે તે મને ખબર પડે કે તરત જ હું તેને તમારી પાસે મોકલવાની આશા રાખું છું.


ફિલિપીયન ૩:૧૧
વળી, એવી આશા રાખું છું કે, હું પણ મરણમાંથી સજીવન થાઉં.


કોલોસીઅન્સ ૧:૫
તમે જેની આશા રાખો છો તે સ્વર્ગમાં સાચવી રખાયેલ છે અને એ આશા પર તમારા એ વિશ્વાસ અને પ્રેમનો આધાર છે. સાચો સંદેશ, એટલે શુભસંદેશ તમારી પાસે આવ્યો ત્યારે તેમાં જણાવેલી એ આશા વિષે તમે સૌ પ્રથમ સાંભળ્યું હતું.


કોલોસીઅન્સ ૧:૨૩
અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું.


કોલોસીઅન્સ ૧:૨૭
ઈશ્વરની યોજના આ છે: પોતાનું માર્મિક સત્ય પોતાના લોકને જણાવવું. આ ઉત્તમ અને મહિમાવંત માર્મિક સત્ય સર્વ પ્રજાઓ માટે છે, અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્ત તમારામાં છે, અને તેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર થશો તેની તે આશા છે.


૧ થેસ્સાલોનીકી ૧:૩
કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત ક્મ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દૃઢ છે એ વાતોને અમે ઈશ્વરપિતા સમક્ષ નિરંતર યાદ કરીએ છીએ.


૧ થેસ્સાલોનીકી ૨:૧૯
છેવટે તમે જ અમારી આશા, આનંદ અને પ્રભુ ઈસુના આગમન સમયે તેમની સમક્ષ અમારી શોભાનો મુગટ છો.


૧ થેસ્સાલોનીકી ૪:૧૩
ભાઈઓ, મૃત્યુ પામેલાંઓ વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી. જેમને કંઈ આશા નથી તેમની માફક તમે દુ:ખી થાઓ નહિ.


૧ થેસ્સાલોનીકી ૫:૮
પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.


૨ થેસ્સાલોનીકી ૨:૧૬
હવે આપણા પ્રભુ ઈસુ પોતે તથા આપણા પર પ્રેમ કરનાર અને આપણને સાર્વકાલિક દિલાસો આપનાર અને કૃપા દ્વારા સારી આશા આપનાર


૧ તીમોથી ૧:૧
ઈશ્વર આપણા ઉદ્ધારક અને ઈસુ ખ્રિસ્ત જે આપણી આશા છે તેમની આજ્ઞાથી ઈસુ ખ્રિસ્તના પ્રેષિત થએલા પાઉલ તરફથી વિશ્વાસમાં મારા સાચા પુત્ર તિમોથીને શુભેચ્છા.


૧ તીમોથી ૩:૧૪
આ પત્ર લખતી વખતે હું ટૂંક સમયમાં જ તારી મુલાકાત લેવાની આશા રાખું છું.


૧ તીમોથી ૪:૧૦
એ જ કારણથી અમે ઝઝૂમીએ છીએ અને સખત પરિશ્રમ કરીએ છીએ. કારણ, અમે અમારી આશા જીવંત ઈશ્વર પર રાખેલી છે. તે બધા માણસોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓના ઉદ્ધારક છે.


૧ તીમોથી ૫:૫
કારણ, ઈશ્વરને એ ગમે છે. પણ જે સ્ત્રી એક્કી વિધવા છે, જેની સંભાળ રાખનાર કોઈ નથી, તેની આશા ઈશ્વરમાં છે અને તે રાતદિવસ સતત ઈશ્વરને વિનંતી અને પ્રાર્થના કરે છે.


૧ તીમોથી ૬:૧૭
આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


ટાઇટસ ૧:૨
એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે. ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે,


ટાઇટસ ૨:૧૩
આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ.


ટાઇટસ ૩:૭
જેથી તેમની કૃપાથી આપણે ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈએ અને જે સાર્વકાલિક જીવનની આશા આપણે રાખેલી છે તેને પ્રાપ્ત કરીએ.


ફિલેમોન ૧:૨૨
વળી, સાથે સાથે મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કારણ, ઈશ્વર તમ સર્વની પ્રાર્થનાઓનો જવાબ આપશે અને હું તમારી પાસે પાછો આવીશ એવી મારી આશા છે. અંતિમ શુભેચ્છા


હિબ્રૂ ૩:૬
પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


હિબ્રૂ ૬:૧૧
અમારી એવી ઝંખના છે કે તમારી આશાની પરિપૂર્ણતા માટે તમે સૌ તે આશામાં અંત સુધી ખંત દાખવો.


હિબ્રૂ ૬:૧૮
તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


હિબ્રૂ ૬:૧૯
આ આશા તો આપણા આત્મા માટે લંગર સમાન છે. તે સલામત અને ચોક્કસ છે તથા સ્વર્ગીય મંદિરના પડદામાં થઈને છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે.


હિબ્રૂ ૭:૧૯
કારણ, મોશેનો નિયમ કશાને સંપૂર્ણ કરી શક્તો નથી. પણ હવે જેના દ્વારા આપણે ઈશ્વરની નજીક આવીએ એવી વધુ સારી આશા આપવામાં આવેલી છે.


હિબ્રૂ ૧૦:૨૩
જે આશા આપણે પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી વળગી રહીએ. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે એવો ભરોસો આપણે રાખી શકીએ છીએ.


હિબ્રૂ ૧૧:૧
હવે વિશ્વાસ તો આપણે જે આશા રાખીએ છીએ તેની બાંયધરી તથા હજી નજરે જોયું નથી તેની ખાતરી છે.


હિબ્રૂ ૧૧:૧૪
આવું કહેનારા એ સ્પષ્ટ દર્શાવે છે કે તેઓ પોતાના વતનની જ આશા રાખે છે.


જેમ્સ ૫:૮
તમારે પણ ધીરજ રાખવી જોઈએ. પ્રભુના આગમનનો દિવસ નજીક છે, તેથી તમે ઉચ્ચ આશા રાખો.


૧ પીટર ૧:૩
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે.


૧ પીટર ૧:૧૩
તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો.


૧ પીટર ૧:૨૧
ઈસુને મરણમાંથી સજીવન કરનાર અને મહિમા આપનાર ઈશ્વર પર તમે તેમની મારફતે વિશ્વાસ મૂકો છો અને આમ તમારો વિશ્વાસ અને આશા ઈશ્વર પર છે.


૧ પીટર ૨:૨૩
વળી, જ્યારે તેમની નિંદા કરવામાં આવી ત્યારે તેમણે સામી નિંદા કરી નહિ અને દુ:ખ સહન કરતી વેળાએ તેમણે ધમકી આપી નહિ. પણ પોતાની આશા અદલ ન્યાયાધીશ ઈશ્વર પર રાખી.


૧ પીટર ૩:૫
સૌમ્ય અને શાંત સ્વભાવનું સૌંદર્ય જ ઈશ્વરની દૃષ્ટિમાં મૂલ્યવાન છે અને સદા ટકી રહે છે. કારણ, ઈશ્વરમાં આશા ધરાવનાર ભૂતકાળની ભક્તિભાવી સ્ત્રીઓ પોતાના પતિને આધીન રહીને એ જ પ્રમાણે પોતાને શણગારતી હતી.


૧ પીટર ૩:૧૫
પણ તમારાં હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. તમારી પાસે જે આશા છે તે વિષે તમને કોઈ પ્રશ્ર્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો.


૧ જ્હોન ૩:૩
ખ્રિસ્તમાં આવી આશા રાખનાર જેમ ખ્રિસ્ત શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ રાખે છે.


Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India