A A A A A

શોધો
મેથ્યુ ૨:૧૦
તારાને જોઈને તેમને અનહદ આનંદ થયો.


મેથ્યુ ૫:૧૨
આનંદીત થાઓ અને ઉલ્લાસી રહો; કારણ, તમારે માટે આકાશમાં મહાન બદલો રાખવામાં આવ્યો છે. તમારી પહેલાં થઈ ગયેલા ઈશ્વરના સંદેશવાહકોને પણ તેમણે એ જ રીતે સતાવ્યા હતા.


મેથ્યુ ૧૩:૨૦
ખડકાળ જમીનમાં પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળતાં આનંદથી સ્વીકારી લે છે.


મેથ્યુ ૧૩:૪૪
ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.


મેથ્યુ ૧૮:૧૩
જ્યારે તે તેને મળશે ત્યારે નવ્વાણુંના કરતાં આ એક ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે એને લીધે તેને વધુ આનંદ થશે.


મેથ્યુ ૨૫:૨૧
માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


મેથ્યુ ૨૫:૨૩
માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


મેથ્યુ ૨૮:૮
આથી તેઓ ઉતાવળથી કબરેથી ચાલી નીકળી. તેમને બીક લાગી હતી. પણ સાથે સાથે ઘણો જ આનંદ થયો હતો. એ ખબર શિષ્યોને આપવા તેઓ ઝડપથી દોડી ઈ.


ચિહ્ન ૪:૧૬
સંદેશો સાંભળતાની સાથે જ તેઓ તેને આનંદથી સ્વીકારી લે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી, અને તેઓ લાંબો સમય ટકી શક્તા નથી.


એલજે ૧:૧૪
તને પુષ્કળ આનંદ તથા હર્ષ થશે. બીજા ઘણા લોકો પણ તેના જન્મથી આનંદ પામશે.


એલજે ૧:૪૪
કારણ, મેં શુભેચ્છા સાંભળી કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું.


એલજે ૧:૪૭
ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે.


એલજે ૨:૧૦
પણ દૂતે તેમને કહ્યું, “ગભરાશો નહિ, હું તમને મોટા આનંદના શુભ સમાચાર જણાવવા આવ્યો છું, અને એ સાંભળીને બધા લોકોને ઘણો આનંદ થશે.


એલજે ૬:૨૩
એવું બને ત્યારે આનંદ કરો અને હર્ષને લીધે નાચો, કારણ, આકાશમાં તમારે માટે મોટો બદલો રાખેલો છે. તેમના પૂર્વજોએ પણ સંદેશવાહકો પ્રત્યે એવો જ વર્તાવ કર્યો હતો.


એલજે ૮:૧૩
ખડકાળ જમીન પર પડેલાં બી સંદેશો સાંભળીને તેને આનંદથી સ્વીકારી લેનાર માણસો સૂચવે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી; તેઓ થોડોક સમય વિશ્વાસ કરે છે, પછી ક્સોટીનો સમય આવતાં તેમનું પતન થાય છે.


એલજે ૧૦:૧૭
સિત્તેર શિષ્યો આનંદ કરતા કરતા પાછા આવ્યા અને બોલી ઊઠયા, “પ્રભુ, અમે તમારે નામે દુષ્ટાત્માઓને આજ્ઞા કરી અને તેઓ પણ અમને આધીન થયા.”


એલજે ૧૦:૨૧
એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.”


એલજે ૧૫:૫
જ્યારે તે તેને મળશે ત્યારે તેને એટલો આનંદ થશે કે તે તેને પોતાના ખભા પર ઊંચકીને ઘેર લાવશે.


એલજે ૧૫:૬
પછી તે પોતાના મિત્રોને અને પડોશીઓને એકઠા કરીને તેમને કહેશે, ‘મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’


એલજે ૧૫:૭
એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પસ્તાવાની જરૂર જણાતી નથી, એવા નેકીવાન ગણાતા નવ્વાણું માણસો કરતાં પસ્તાવો કરતા એક પાપીને લીધે આકાશમાં વિશેષ આનંદ થશે.


એલજે ૧૫:૯
જ્યારે તે તેને મળશે, ત્યારે તે પોતાની બહેનપણીઓને અને પડોશીઓને એકઠાં કરશે અને તેમને કહેશે, ‘મારો ખોવાઈ ગયેલો સિક્કો મને પાછો મળ્યો છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’


એલજે ૧૫:૧૦
એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”


એલજે ૧૫:૨૪
ચાલો, આપણે આનંદોત્સવ કરીએ. કારણ, આ મારો પુત્ર મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; તે ખોવાઈ ગયો હતો, પણ હવે તે જડયો છે’ અને એમ તેઓ આનંદ કરવા લાગ્યા.


એલજે ૧૫:૩૨
પણ આપણે આનંદોત્સવ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે.”


એલજે ૧૬:૨૫
પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.


એલજે ૧૯:૬
તેથી જાખી જલદીથી નીચે ઊતરી પડયો અને તેણે બહુ આનંદથી તેમનું સ્વાગત કર્યું.


એલજે ૨૪:૪૧
આ બનાવ એટલો બધો આનંદદાયક હતો કે તેઓ તે સાચો માની શક્યા નહિ, અને વિચારમાં પડી ગયા હતા. એવામાં જ તેમણે તેમને પૂછયું, “તમારી પાસે કંઈ ખાવાનું છે?”


જ્હોન ૩:૨૯
જેને માટે કન્યા છે તે વરરાજા ગણાય છે. વરરાજાનો મિત્ર તેની બાજુમાં ઊભો રહીને તેનું સાંભળે છે અને વરરાજાની વાણી સાંભળીને તેને આનંદ થાય છે. મારો આનંદ એ જ રીતે પરિપૂર્ણ થયો છે.


જ્હોન ૪:૩૬
જે માણસ ફસલ કાપે છે તેને બદલો મળે છે અને સાર્વકાલિક જીવન માટે તે સંગ્રહ કરે છે. તેથી જે માણસ વાવે છે અને જે માણસ કાપે છે તેઓ બંને સાથે આનંદ પામશે.


જ્હોન ૮:૫૬
મારો સમય જોવાનો મળશે એવી આશાથી તમારો પિતા અબ્રાહામ હરખાયો. તે સમય તેણે જોયો અને તેને આનંદ થયો.”


જ્હોન ૧૧:૧૫
“લાઝરસનું અવસાન થયું છે; હું ત્યાં તેની સાથે ન હતો તેથી મને તમારે લીધે આનંદ થાય છે. કારણ, હવે તમે વિશ્વાસ કરી શકશો. ચાલો, આપણે ત્યાં જઈએ.”


જ્હોન ૧૪:૨૮
હું જઉં છું પરંતુ હું તમારી પાસે પાછો આવીશ એવું જે મેં તમને કહ્યું છે તે તમે સાંભળ્યું છે. જો તમને મારા પર પ્રેમ હોય, તો હું પિતા પાસે જઉં છું તેથી તમને આનંદ થવો જોઈએ. કારણ, પિતા મારા કરતાં મોટા છે.


જ્હોન ૧૫:૧૧
“મારો આનંદ તમારામાં રહે અને તમારો આનંદ પરિપૂર્ણ થાય માટે આ વાતો મેં તમને કહી છે.


જ્હોન ૧૬:૨૦
હું તમને સાચે જ કહું છું: તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોક્તુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે.


જ્હોન ૧૬:૨૧
પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે; કારણ, દુ:ખ સહન કરવાનો સમય આવી લાગ્યો છે; પણ બાળકના જન્મ પછી તે દુ:ખ ભૂલી જાય છે; કારણ, એક બાળક દુનિયામાં જન્મ્યું તેનો તેને આનંદ હોય છે.


જ્હોન ૧૬:૨૨
એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.


જ્હોન ૧૬:૨૪
અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો, એટલે તમને મળશે, અને એમ તમારો આનંદ પરિપૂર્ણ થશે.”


જ્હોન ૧૭:૧૩
હવે હું તમારી પાસે આવું છું અને મારો આનંદ તેમના હૃદયમાં પૂર્ણપણે રહે તે માટે આ દુનિયા છોડતાં પહેલાં હું આ બધું કહું છું.


અધિનિયમો ૨:૨૬
આને લીધે મારું હૃદય પ્રસન્‍ન છે અને હું આનંદપૂર્વક બોલું છું. વળી, મારો દેહ ખાતરીપૂર્વક આશા રાખશે.


અધિનિયમો ૨:૨૮
તમે મને જીવન તરફ દોરી જતા માર્ગો બતાવ્યા છે, અને તમારી હાજરી દ્વારા તમે મને આનંદથી ભરી દેશો.’


અધિનિયમો ૨:૪૬
તેઓ દરરોજ મંદિરમાં એકત્ર થતા હતા. તેઓ ઘેરઘેર પ્રેમભોજન લેતા અને આનંદથી એકબીજા મયે ખોરાક વહેંચીને ખાતા.


અધિનિયમો ૫:૪૧
ઈસુના નામને લીધે અપમાન સહન કરવા માટે ઈશ્વરે તેમને યોગ્ય ગણ્યા એવા આનંદ સાથે પ્રેષિતો ન્યાયસભામાંથી જતા રહ્યા.


અધિનિયમો ૮:૮
તેથી એ શહેરમાં આનંદ આનંદ થઈ રહ્યો.


અધિનિયમો ૮:૩૯
તેઓ પાણીમાંથી બહાર આવ્યા એટલે પ્રભુનો આત્મા ફિલિપને ત્યાંથી લઈ ગયો. અધિકારીએ તેને ફરીથી જોયો નહિ, પણ તે આનંદ કરતો કરતો તેને માર્ગે આગળ વધ્યો.


અધિનિયમો ૧૧:૨૩
લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


અધિનિયમો ૧૩:૫૨
પણ અંત્યોખના શિષ્યો તો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.


અધિનિયમો ૧૫:૩
મંડળીએ તેમને મોકલી આપ્યા, અને ફોનેસિયા તથા સમરૂનમાં થઈને જતાં જતાં બિનયહૂદીઓ કેવી રીતે ઈશ્વર તરફ ફર્યા હતા તેના સમાચાર આપતા ગયા; આ સમાચારથી સર્વ ભાઈઓને પુષ્કળ આનંદ થયો.


અધિનિયમો ૧૫:૩૧
પત્ર વાંચીને લોકો ઉત્તેજનના સંદેશથી આનંદવિભોર થઈ ગયા.


અધિનિયમો ૧૬:૩૪
તે પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં લઈ ગયો અને તેમને ખાવાનું આપ્યું. તેણે ઈશ્વરમાં વિશ્વાસ મૂક્યો તેથી તેને તથા તેના કુટુંબને ખૂબ જ આનંદ થયો.


અધિનિયમો ૨૪:૧૦
પછી રાજ્યપાલે પાઉલને બોલવા ઇશારો કર્યો એટલે પાઉલે કહ્યું, “આપ ઘણાં વર્ષોથી આ પ્રજાનો ન્યાય કરતા આવ્યા છો તે હું જાણું છું અને તેથી તમારી સમક્ષ મારો બચાવ કરતાં મને આનંદ થાય છે.


રોમન ૫:૧૧
એટલું જ નહિ, ઈશ્વરના મિત્રો બન્યા હોવાને લીધે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરમાં આનંદ કરીએ છીએ.


રોમન ૭:૨૧
મારામાં આ સિદ્ધાંત કાર્યશીલ છે: જ્યારે હું સારું કરવા માગું છું, ત્યારે ખરાબ પસંદ થઈ જાય છે. મારો અંતરાત્મા ઈશ્વરના નિયમમાં આનંદ કરે છે.


રોમન ૧૨:૧૨
આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, સર્વ સમયે પ્રાર્થના કરો.


રોમન ૧૨:૧૫
આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.


રોમન ૧૪:૧૭
ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતાં સદાચાર, શાંતિ અને આનંદમાં છે.


રોમન ૧૫:૧૦
વળી, તે કહે છે: “ઓ બિનયહૂદીઓ, ઈશ્વરના પસંદ કરાયેલા લોકની સાથે આનંદ કરો.”


રોમન ૧૫:૧૩
હવે ઈશ્વર, જે આશાનું મૂળ છે, તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો; જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય.


રોમન ૧૫:૨૪
ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી રહ્યો છું. સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ.


રોમન ૧૫:૩૨
તથા ઈશ્વરની ઇચ્છા હોય, તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવું એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો.


રોમન ૧૬:૧૯
શુભસંદેશ પ્રત્યેનું તમારું આજ્ઞાપાલન બધા લોકોમાં જાહેર થયું છે, તેથી તમારે વિષે મને આનંદ થાય છે. મારી ઇચ્છા છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની અને ભૂંડી બાબતો વિષે ભોળા રહો.


૧ કોરીંથી ૧૩:૬
કોઈનું ભૂંડું થતું હોય તો તેમાં નહિ, પણ કોઈનું સારું થતું હોય તો તેમાં પ્રેમને આનંદ થાય છે.


૧ કોરીંથી ૧૬:૧૭
સ્તેફાનસ, ફોર્તુનાતસ અને અખાઈક્સની મુલાકાતથી મને આનંદ થયો છે. તેમણે તમારી ગેરહાજરીની ખોટ પૂરી પાડી છે.


૧ કોરીંથી ૧૬:૧૮
જેમ તેમણે તમને આનંદિત કર્યા, તેમ મને પણ આનંદિત કર્યો છે. એવા માણસો સન્માનપાત્ર છે.


૨ કોરીંથી ૧:૨૪
તમારા વિશ્વાસ પર અમે પ્રભુત્વ જમાવવા માગતા નથી, પણ તમે વિશ્વાસ દ્વારા જ દૃઢ થઈ શકો તેમ હોઈ, અમે તો તમારા આનંદ માટે તમારી સાથે કાર્ય કરીએ છીએ. કારણ, તમે વિશ્વાસમાં દૃઢ રહો છો.


૨ કોરીંથી ૨:૨
કારણ, જો હું તમને ખેદ પમાડું, તો પછી મને આનંદિત કરનાર કોણ રહેશે? જેમને મેં ખેદ પમાડયો તેઓ જ.


૨ કોરીંથી ૨:૩
હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો.


૨ કોરીંથી ૬:૧૦
અમને દુ:ખી કરવામાં આવ્યા હોવા છતાં અમે હંમેશા આનંદ કરીએ છીએ; અમે ગરીબ હોવા છતાં પણ બીજાને ધનવાન બનાવીએ છીએ; અમારી પાસે કંઈ જ નથી, છતાં અમારી પાસે બધું જ છે.


૨ કોરીંથી ૭:૭
ફક્ત તેના આગમનથી જ નહિ, પણ તમે તેને કેવી રીતે ઉત્તેજન આપ્યું તેથી પણ અમને પ્રોત્સાહન મળ્યું. તેણે મને તમારી ઝંખનાની, તમારા પશ્ર્વાત્તાપની અને તમે મને મળવા કેટલા આતુર છો તે વિષે વાત કરી છે. એનાથી મને ઘણો જ આનંદ થયો છે.


૨ કોરીંથી ૭:૯
પણ તમને દુ:ખી કર્યા તેથી નહિ, પણ દુ:ખ થવાથી તમે તમારા માર્ગો બદલ્યા માટે હવે મને આનંદ થાય છે. આ દુ:ખનો ઈશ્વરે ઉપયોગ કર્યો; તેથી અમે તમને કંઈ નુક્સાન પહોંચાડયું નથી.


૨ કોરીંથી ૭:૧૩
અમને તો તેથી સાંત્વન મળ્યું છે. વળી, અમને સાંત્વન મળ્યું તે ઉપરાંત તમે બધાએ જે રીતે તિતસને સહાય કરી તેને લીધે તિતસને થયેલા આનંદને કારણે અમને વિશેષ આનંદ થયો છે.


૨ કોરીંથી ૭:૧૬
તમારા પર હું સંપૂર્ણ ભરોસો રાખી શકું છું, તેથી હું કેટલો બધો આનંદિત છું!


૨ કોરીંથી ૮:૨
જે સંકટોમાંથી તેઓ પસાર થયા તેમાં તેમની આકરી ક્સોટી થઈ; પણ તેઓ પુષ્કળ આનંદમાં હતા. તેથી ઘણા ગરીબ હોવા છતાં તેમણે ખૂબ ઉદારતાથી દાન આપ્યું.


૨ કોરીંથી ૯:૭
કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.


૨ કોરીંથી ૧૧:૧૯
તમે જાતે તો બહુ ડાહ્યા છો; તેથી તો તમે મૂર્ખોનું આનંદથી સહન કરો છો.


૨ કોરીંથી ૧૨:૯
પણ તેમણે મને કહ્યું, “મારી કૃપા તારે માટે પૂરતી છે. કારણ, તારી નિર્બળતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે.” મારી કોઈપણ નિર્બળતામાં ગર્વ કરતાં હું આનંદ અનુભવું છું; એ માટે કે મારા પરના ખ્રિસ્તના પરાક્રમના રક્ષણનો મને અનુભવ થાય.


૨ કોરીંથી ૧૨:૧૫
તમને મદદ કરવા માટે હું આનંદથી મારું સર્વસ્વ ખર્ચી નાખીશ. હા, મારી જાત પણ ખર્ચી નાખીશ! તમારા પર હું પુષ્કળ પ્રેમ કરું છું ત્યારે તમે મારા પર ઓછો પ્રેમ રાખશો?


૨ કોરીંથી ૧૩:૯
જ્યારે અમે નિર્બળ હોઈએ અને તમે બળવાન હો, ત્યારે અમે આનંદ પામીએ છીએ. તમે સંપૂર્ણ થાઓ એવી અમારી પ્રાર્થના છે.


ગલાટિયન ૪:૨૭
કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “હે વંધ્યા, તું હર્ષનાદ કર. જેણે કદી પ્રસવવેદના અનુભવી નથી તે તું આનંદથી પોકાર! કારણ, પોતાના પતિના સહવાસમાં રહેતી સ્ત્રી કરતાં એકલી રખાતી સ્ત્રીનાં વંશજો ઘણાં થશે.”


ગલાટિયન ૫:૨૨
પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ.


એફેસી ૧:૫
ઈશ્વરના પ્રેમને લીધે આપણે ઈસુ ખ્રિસ્તની મારફતે તેમના પુત્રો બનીએ તેવું ઈશ્વરે નક્કી કરેલું હતું; એમાં જ તેમનો આનંદ અને એ જ તેમનો હેતુ હતો.


એફેસી ૬:૭
માણસોની સેવા નહિ, પણ જાણે પ્રભુની સેવા કરો છો તેમ સમજીને ગુલામ તરીકેનું તમારું કાર્ય આનંદથી કરો:


ફિલિપીયન ૧:૪
અને જયારે હું તમારા સૌ માટે પ્રાર્થના કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે.


ફિલિપીયન ૧:૨૫
મને આ વિષે ખાતરી હોવાથી હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા વિશ્વાસની વૃદ્ધિ અને આનંદને માટે હું તમ સર્વની સાથે રહીશ.


ફિલિપીયન ૨:૨
શું તમને એકબીજાને માટે મમતા અને લાગણી છે? તો પછી મારી વિનંતી છે કે મારો આનંદ સંપૂર્ણ કરવા માટે તમે એક મનના થાઓ, એક્સરખો પ્રેમ બતાવો, એક જીવના તથા એક દિલના થાઓ.


ફિલિપીયન ૨:૧૭
તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું.


ફિલિપીયન ૨:૧૮
આ જ રીતે તમે પણ ખુશ થાઓ અને મારી સાથે આનંદ કરો.


ફિલિપીયન ૨:૨૯
પ્રભુમાં ભાઈ તરીકે સંપૂર્ણ આનંદથી તેનો સ્વીકાર કરજો અને એવા સર્વ માણસોને માન આપો.


ફિલિપીયન ૩:૧
અંતમાં, મારા ભાઈઓ, પ્રભુમાં હંમેશાં આનંદ કરો. એની એ જ વાત ફરીથી લખતાં મને કંટાળો આવતો નથી. તે તો તમારી સલામતીને માટે છે.


ફિલિપીયન ૩:૩
આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.


ફિલિપીયન ૪:૧
તેથી મારા ભાઈઓ, તમે મને કેવા પ્રિય છો! હું તમારી કેવી ઝંખના સેવું છું! તમે મને કેવો આનંદી કરો છો અને તમે જ મારું ગૌરવ છો! પ્રિય ભાઈઓ, પ્રભુમાં દૃઢ રહો.


ફિલિપીયન ૪:૪
તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો.


ફિલિપીયન ૪:૧૦
પ્રભુમાં મારું જે જીવન છે તેમાં મને ખૂબ આનંદ થાય છે કે તમે મારી સંભાળ રાખો છો તે બતાવવાની ઘણા વખત પછી તમને ફરીથી તક મળી છે. તમે મારી ચિંતા રાખવાનું મૂકી દીધું હતું એમ હું નથી કહેતો, પણ મારી કાળજી લેવાની તમને તક મળી ન હતી.


કોલોસીઅન્સ ૧:૧૧
ઈશ્વરના મહિમાવંત સામર્થ્યથી મળતી સર્વ તાક્ત વડે તમે બળવાન થાઓ કે જેથી તમે સર્વ બાબતો આનંદપૂર્વક ધીરજથી સહન કરી શકો.


કોલોસીઅન્સ ૧:૨૪
હું તમારે માટે દુ:ખ સહન કરું છું એનો મને આનંદ છે. કારણ, મંડળી, એટલે ખ્રિસ્તના શરીર માટે ખ્રિસ્તે વેઠેલાં દુ:ખો પછી મારે પોતે પણ મંડળી માટે સહન કરવાનાં દુ:ખોનો જે ભાગ બાકી છે તે હું પૂરો કરી રહ્યો છું.


કોલોસીઅન્સ ૨:૫
કારણ, જો કે હું શરીરે હાજર નથી તો પણ મારો આત્મા તમારી સાથે હોવાથી હું તમને એ જણાવું છું. તમે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસમાં જે દૃઢતાથી ઊભા રહ્યા છો તે જોઈને મને આનંદ થાય છે.


૧ થેસ્સાલોનીકી ૧:૬
તમે અમારું અને પ્રભુનું અનુકરણ કર્યું છે અને જો કે તમારે ઘણું દુ:ખ સહન કરવું પડયું, તો પણ તમે તે સંદેશાને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો.


૧ થેસ્સાલોનીકી ૨:૧૯
છેવટે તમે જ અમારી આશા, આનંદ અને પ્રભુ ઈસુના આગમન સમયે તેમની સમક્ષ અમારી શોભાનો મુગટ છો.


૧ થેસ્સાલોનીકી ૨:૨૦
ખરેખર, તમે જ અમારો ગર્વ તથા આનંદ છો.


૧ થેસ્સાલોનીકી ૩:૯
તમારે લીધે ઈશ્વરની સમક્ષ અમને મળતા આનંદને લીધે અમે તેમનો આભાર માનીએ છીએ.


૧ થેસ્સાલોનીકી ૫:૧૬
હંમેશાં આનંદી રહો.


૨ તીમોથી ૧:૪
તારાં આંસુઓ મને યાદ આવે છે અને મને ઘણો આનંદ થાય તે માટે તને મળવાને હું ખૂબ જ આતુર છું. મને તારા વિશ્વાસની નિખાલસતા યાદ આવે છે.


ફિલેમોન ૧:૭
પ્રિય ભાઈ, તારા પ્રેમથી મને પુષ્કળ આનંદ થયો છે અને ઘણું ઉત્તેજન મળ્યું છે! તેં ઈશ્વરના સર્વ લોકનાં હૃદયોને પ્રફુલ્લિત કર્યાં છે.


ફિલેમોન ૧:૨૦
આથી પ્રિય ભાઈ, પ્રભુને લીધે આટલું જરૂર કરજે. ખ્રિસ્તમાં ભાઈ તરીકે મારા દયને આનંદિત કર!


હિબ્રૂ ૧:૯
“હે ઈશ્વર, તારું રાજયાસન સનાતન છે. તું તારું રાજય ન્યાયથી ચલાવે છે. તું સત્યને ચાહે છે અને અસત્યને ધિક્કારે છે. તેથી ઈશ્વરે, તારા ઈશ્વરે તને પસંદ કર્યો છે, અને તારા સાથીદારો કરતાં તને વિશેષ આનંદથી અભિષિક્ત કર્યો છે.”


હિબ્રૂ ૧૨:૨
જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


હિબ્રૂ ૧૨:૧૧
કોઈપણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી નથી, બલ્કે દુ:ખદાયક લાગે છે. પણ પાછળથી એવી શિક્ષા દ્વારા કેળવાયેલાઓનાં જીવન ઈશ્વરપરાયણતા અને શાંતિમાં પરિણમે છે.


હિબ્રૂ ૧૨:૨૩
જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો.


હિબ્રૂ ૧૩:૧૭
તમારા આગેવાનોને આધીન થાઓ, તેમની આજ્ઞાઓનું પાલન કરો. આરામ લીધા વગર તેઓ તમારા આત્માઓની સંભાળ રાખે છે. કારણ, તેમણે પોતાની સેવાનો હિસાબ ઈશ્વરને આપવાનો છે. જો તમે તેમને આધીન રહો તો તેઓ પોતાનું કાર્ય આનંદથી કરશે; નહિ તો તેઓ ઉદાસીનતાથી કાર્ય કરશે અને તેથી તમને કંઈ લાભ થશે નહિ.


જેમ્સ ૧:૨
મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં વિવિધ પ્રકારની ક્સોટીઓ આવે, ત્યારે તમે તેમાં આનંદ કરો.


જેમ્સ ૧:૧૦
અને કોઈ ધનવાન ભાઈને નીચે સ્થાને લાવે તો તેમણે આનંદ કરવો. કારણ, ધનવાન તો જંગલમાંના ઘાસના ફૂલની માફક ચાલ્યો જવાનો છે.


જેમ્સ ૪:૯
દુ:ખી થાઓ, વિલાપ કરો ને રુદન કરો. તમારા હાસ્યને રુદનમાં અને આનંદને શોકમાં ફેરવી નાખો.


૧ પીટર ૧:૬
તમને પડતી ઘણા પ્રકારની ક્સોટીઓથી તમે દુ:ખી છો તેમ છતાં તમે તે માટે આનંદ કરો.


૧ પીટર ૧:૮
તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


૧ પીટર ૪:૩
વિધર્મીઓ જેમાં આનંદ માને છે તેવાં કાર્યો કરવામાં તમે ભૂતકાળમાં ગુમાવેલો સમય પૂરતો છે. તે વખતે તમે તમારાં જીવનો વ્યભિચારમાં, વિષય વાસનામાં, મદ્યપાનમાં, ભોગવિલાસમાં અને ઘૃણાપાત્ર મૂર્તિપૂજામાં વિતાવ્યાં હતાં.


૧ પીટર ૪:૧૩
તેને બદલે, તમે ખ્રિસ્તનાં દુ:ખોના ભાગીદાર બન્યા છો તેથી આનંદ કરો; જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમને પુષ્કળ આનંદ મળે.


૧ જ્હોન ૧:૪
અમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે જ અમે આ લખીએ છીએ.


૩ જ્હોન ૧:૩
કેટલાક ભાઈઓએ આવીને જણાવ્યું કે તું સત્યમાં ખૂબ જ વિશ્વાસુ છે, ત્યારે મને પુષ્કળ આનંદ થયો. આમ તો તું સત્યને હંમેશાં અનુસરે છે.


૩ જ્હોન ૧:૪
મારાં બાળકો સત્યને અનુસરે છે તે જાણીને મને સૌથી વધારે આનંદ થાય છે.


પ્રકટીકરણ ૧૧:૧૦
પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.”


પ્રકટીકરણ ૧૮:૨૦
ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


પ્રકટીકરણ ૧૯:૭
ચાલો, આપણે આનંદ કરીએ અને બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ. કારણ, હલવાનના લગ્નનો સમય આવી ગયો છે. તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.


Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India