A A A A A
મેથ્યુ ૧
ઈસુ ખ્રિસ્ત જે દાઉદના દીકરા, જે ઇબ્રાહિમનાં દીકરા, તેમની વંશાવળી.
ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા;
યહૂદા તથા તામાર, પેરેસ તથા ઝેરાનાં માતાપિતા હતાં, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.
ગુજરાતી બાઇબલ 2017

ઈસુ ખ્રિસ્તના પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: તે દાવિદના વંશજ હતા, દાવિદ અબ્રાહામનો વંશજ હતો.
અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો. ઇસ્હાક યાકોબનો પિતા હતો. યાકોબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.
યહૂદા પેરેસ અને ઝેરાનો પિતા હતો. તેમની માતાનું નામ તામાર હતું. પેરેસ હેસ્રોનનો પિતા હતો અને હેસ્રોન રામનો પિતા હતો.
ગુજરાતી બાઇબલ 2016 (GUCL)

ઇબ્રાહિમના વંશજ દાઉદના વંશના ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી:
ઇબ્રાહિમનો દીકરો ઇસહાક, ઇસહાકનો યાકૂબ, યાકૂબનો યહૂદા અને તેના ભાઈઓ,
યહૂદાના તામારથી થયેલા દીકરા તે પેરેસ અને ઝેરા, પેરેસનો હેસ્રોન, હેસ્રોનનો આરામ,
ગુજરાતી બાઇબલ (GUOV) 2016

આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે. તે દાઉદના પરિવારમાંથી આવ્યો. અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો.
ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો. ઈસહાક યાકૂબનો પિતા હતો. યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.
યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો. (તેઓની મા તામાર હતી.) પેરેસ હેસ્રોનનો પિતા હતો. હેસ્રોન આરામનો પિતા હતો.
ગુજરાતી બાઇબલ